CIA ALERT

Slider Archives - Page 421 of 487 - CIA Live

November 17, 2018
piracy.jpg
1min5920

પાયરેટેડ સામગ્રી પીરસનારી 203 વૅબસાઈટ એક વર્ષમાં બંધ કરી હોવાનું મહારાષ્ટ્ર ડિજિટલ ક્રાઈમ યુનિટે જણાવ્યું હતું. આ યુનિટ એક વર્ષથી સાયબર પોલીસ સાતે કામ કરે છે. આ વૅબસાઈટ ગેરકાનૂની રીતે ટીવી પ્રોગ્રામ, ફિલ્મ, સંગીત, સોફ્ટવૅર અને ગૅમ્સ બતાવતી હતી અને લગભગ 16 કરોડ ઉપભોક્તા દર મહિને તેને જોતા હતા. આ યુનિટ આખા એશિયામાં એક માત્ર એવી એજન્સી છે જેમાં મનોરંજન જગત અને રાજ્ય સરકાર સાથે કામ કરી બૌદ્ધિક સંપત્તિની રક્ષા કરી રહ્યા છે. આ વૅબસાઈટ ખોટું સોફ્ટવેર વાપરી ઉપભોક્તાઓના ડેટા ચોરી કરતા હતા અને અમુક પોર્નોગ્રાફિક સામગ્રી પણ દર્શાવતા હતા. આ માટે યુનિટે ડૉમેન રજિસ્ટ્રાર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર અને સરકારી એજન્સીઓ સાથે તો વાત કરી જ હતી, પરંતુ આ સાથે એડ્વર્ટાઈઝર, બ્રાન્ડમાલિકો, પેમેન્ટ ગેટ વૅ આપતી કંપનીઓ સાથે પણ વાત કરી હતી અને આ પોર્ટલનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. એક આંકડા અનુસાર ભારતીય મીડિયા અને મનોરંજન જગત દર વર્ષે પાયરસીને લીધે રૂ. 30,000થી 50,000 કરોડનું નુકસાન વેઠે છે. જ્યારે પણ કોઈ મોટી ફિલ્મ રિલીઝ થાય ત્યારે તે મિનિટોમાં વેબસાઈટ પર જોવા મળે છે.

November 17, 2018
vib.jpg
1min4870

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રોકાણ આકર્ષવા માટેના ફોરેન રોડ-શો બાદ હવે ડોમેસ્ટિક રોડ-શો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે તા.16મી નવેમ્બર 2018ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં નવી દિલ્હીમાં રોડ-શો યોજીને અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં રોડ શો યોજ્યા બાદ ઉદ્યોગકારો સાથે બેઠક પણ યોજશે.

નવી દિલ્હી ઉપરાંત મુંબઈમાં રોડ-શો યોજાશે જેમાં રાજ્યના નાયબ વડાપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. ત્યાર બાદ અન્ય શહેરો જેવા કે બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં યોજાનારા રોડ-શોમાં ઉદ્યોગપતિઓ સમક્ષ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં રોકાણની તકો અંગે વિગતે રજૂઆત કરાશે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રોડ-શોની આગેવાની કરીને રોકાણને આકર્ષશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2019ની વિશેષતાઓ અંગે રોડ-શો અને વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. તેઓ વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે પણ બેઠકો પણ યોજશે. વાઇબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઝર કાર્યક્રમ હશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસમાં તા.16મી નવેમ્બર 2018ની સવારે 9થી 1 દરમ્યાન ઉદ્યોગ-વેપારજગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-2019 સંદર્ભે બેઠકો યોજી હતી. તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથોસાથ વૈશ્વિક ફલક પર બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ઊભરી રહેલી પ્રતિભા સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટુ-વન બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંગે માહિતગાર કર્યા હતા.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઉદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડો. જેએન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમકે દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

November 17, 2018
tejash2.jpg
1min10490

વિશ્વમાં સૌથી મોટું અન્ વ્યાપક રેલવે નેટવર્ક ધરાવતા ભારતની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન કઇ છે ખબર છે તમને એના વિશે…નહીં ખબર હોય તો આ લેખ વાંચી જાવ…નોલેજમાં વધારો થશે એ ચોક્કસ છે.

૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડાવવાની અપાઈ પરવાનગી

tejas

મુંબઈ-ગોવા વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને ૧૪ નવેમ્બરથી રોહાથી મડગાંવ સેક્શનમાં ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવાની પરવાનગી આપવામાં આવી હોવાથી હવે આ ટ્રેનના મુસાફરીના સમયમાં ૩૦ મિનિટ બચવાની સાથે આ ટ્રેન દેશની ફાસ્ટેસ્ટ ટ્રેન બની છે, જે આખા રૂટના મોટા ભાગના હિસ્સામાં ૧૨૦ કિલોમીટરની સ્પીડ પર દોડશે.

છત્રપતિ શિવાજી ટર્મિનસથી કરમાળી સ્ટેશન વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની મૅક્સિમમ સ્પીડ લઈ શકે છે, પરંતુ અત્યારે એ શતાબ્દી એક્સપ્રેસ જેટલી એટલે કે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડે છે.

November 16, 2018
nuts_burn.jpg
1min7180

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.

અળવીતરો નિયમ સરકારનો

ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.

તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.

November 16, 2018
sachin.jpg
1min15900

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ યોજાશે 

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને ત્વરિત અને સરળતાથી રૂ.૦૧ કરોડ સુધીની લૉન મળી રહે તે હેતુથી સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓપ.સોસાસયટી હોલ, સચિન GIDC ખાતે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેના બેન્કના ઝોનલ મેનેજરે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨જી નવેમ્બરના રોજ PSB લૉન ઇન ૫૯ મિનિટ પોર્ટલને લોન્ચ કર્યું હતું. જેના સંદર્ભે નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ બેન્ક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સીડબી, KVIC, લેબર ડિપાર્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, GeM, ટેક્સટાઇલ અને અન્ય સરકારી એજન્સીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. જેની શુભ શરૂઆત સચિનથી આ કેમ્પ દ્વારા કરી રહ્યા છીએ.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ડી.આર.પટેલે જણાવ્યું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા MSME સાહસિકોને લૉન સબસીડી આપવામાં સુરત મોખરે રહ્યું છે. તેમણે આવા કેમ્પનો વધુ ને વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સીડબીના AGM શ્રીગણેશે કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહી ઓનલાઈન પોર્ટલ અંગે માહિતી આપી હતી.તેમજ એસબીઆઈમાંથી શ્રી પરમારે સોશયલ સિક્યુરિટીની સ્કીમ વિશે ઉપયોગી જાણકારી આપી હતી.

કાર્યક્રમનું સંચાલન કરતા લીડ બેન્ક મેનેજરશ્રી રસિક જેઠવાએ જણાવ્યુ કે, દર અઠવાડિયે મંગળવારે અને શુક્રવારે અવેરનેસ કેમ્પનું આયોજન બેંકો અને સરકારી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્થળે કરવામાં આવશે.
આભારવિધિ કરતા બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી રિજીયોનલ હેડ શ્રી વિનોદકુમાર જૈનએ દરેક બેંકોએ આ તકને ઝડપી MSME પોર્ટફોલિયોને મજબૂત બનાવવા તથા સરકારની વિવિધ યોજનાનો લાભ નાના અને લઘુ ઉદ્યોગકારોને મળી રહે તેવા સામુહિક પ્રયાસ કરવા આવાહન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ કમિશનર કચેરીના શ્રી દુરાઇસ્વામી, તેમજ સ્ટેટ બેન્ક, દેના બેન્ક, પંજાબ નશનલ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બૅન્ક, IDBI બેન્ક,વિજયા બેન્ક ,કેનેરા બેક, પંજાબ સિંધ બેન્ક, યુનિયન બેન્ક જેવી બેંકો દ્વારા સ્ટોલ લગાવી લાભાર્થીઓને માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સચિન ઇન્ડ.કો.ઓપ.સોસા.ના નિલેશભાઈ કોરાટ, પ્રવીણભાઈ વોરા, ભીખુભાઈ, અરવિંદભાઈ તથા સ્ટાફ અને વિનય પટેલ ,બૈજુકુમાર, બનવારી તથા બેન્ક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

November 15, 2018
bhulka1.jpg
1min39130

કોઇ સ્કુલ તમને એવું કહી શકે કે તમે પહેલા એ બાબત ચકાસી લો કે અમે કેવી પદ્ધતિથી ભણાવીએ છીએ, અમે કેવું ભણાવીએ છીએ ?, અમારે ત્યાં કેવા પ્રકારની ફેસેલિટી છે?, આ બધી બાબતોની ખરાઇ કરવા માટે કોઇ શાળા 6-8 મહિનાનો સમય તમને આપી શકે આવા સવાલો અને તેના જવાબો આપવાની તસ્દી લે એવી સ્કુલ અને વળી એ પણ મોસ્ટ ડિમાન્ડેડ શાળા આવું કરી શકે… ?

 

કદાચ આવા પ્રશ્નોના મોટા ભાગે મળતા જવાબો ના માં હોય. પણ અમે અહીં સુરતના પાલ-ભાઠા રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલની વાત કરી રહ્યા છે. આઘુનિકતા સાથે પરંપરાગત શૈલીથી શિક્ષણ આપવા માટે જાણીતી અને સતત રચનાત્મક પ્રયોગ કરતી ભૂલકા વિહાર સ્કુલના સંચાલકોએ 2019-20માં શાળામાં ધો.11 સાયન્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજે નીચે મુજબની નોટિસ જારી કરી છે જેના પરથી આખી વાતનો મર્મ સમજાશે.

હાલમાં ધો.10માં અભ્યાસ કરી રહેલા અને આગામી વર્ષે ધો.11 સાયન્સમાં ભૂલકા વિહાર શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ માટે આગામી તા.25મી નવેમ્બર 2018ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે શાળામાં એક ખાસ મિટીંગ રાખવામાં આવી છે. આ મિટીંગનો આશય વાલીઓને માહિતગાર કરવાનો છે એવી બાબતોથી કે જે ભૂલકા વિહાર શાળાની સક્સેસ સ્ટોરીના પીલર્સ છે. આ મિટીંગમાં ધો.11 સાયન્સના વિદ્યાર્થીઓએ આપવાની થતી જે.ઇ.ઇ. મેઇન્સ, જે.ઇ.ઇ. એડવાન્સ્ડ, નીટ, ગુજકેટ વગેરે જેવી બાહ્ય પ્રવેશ પરીક્ષાઓ ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી બન્ને માધ્યમમાં શાળામાં કયા ફેકલ્ટી શું શીખવશે, શાળાના શિક્ષકો, તેમના સહાયકો, શાળાની શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃતિઓ વગેરે મળીને બે વર્ષમાં કેવી રીતે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવશે તેની આખી રેસીપી રજૂ કરશે. ધો.11-12 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ શાળા, શિક્ષકો, સહાયકો, શાળા દ્વારા નિમવામાં આવતા એક્સપર્ટસ વગેરે કેવા પ્રકારની મહેનત, કયા સમયગાળામાં કરતા હોય છે, કેવી રીતે અભ્યાસક્રમનું સમયસર સંચાલન, વિદ્યાર્થીઓને સ્પર્શતા પ્રશ્નો, સમસ્યાઓનું સમાધાન થાય છે વગેરે બાબતોથી ઝીણવટપૂર્વક માહિતગાર આજે કોણ કરવા તૈયાર હોય, આ બધું જ ભૂલકા વિહાર શાળામાં યોજાનારી મિટીંગમાં જાણવા મળશે.

2019 જૂન માસથી ગુજરાત બોર્ડ ધો.11 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ સૌથી અગત્યની મિટીંગ બની શકે. ખાસ નોંધ એ પણ લેવાની કે આ મિટીંગ ભૂલકા વિહાર શાળાના વાલીઓ માટે નથી. ભૂલકા વિહાર શાળામાં ધો.10માં અભ્યાસ ન કરતા હોય એવા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ મિટીંગ યોજવામાં આવી છે.

ભૂલકા વિહાર શાળાએ આવું કરવાની કશી જરૂર નથી. આ શાળા ઇચ્છે તો એક નહીં ચાર-ચાર વર્ગોની સંખ્યા બેઠા બેઠા ભરી શકાય. પરંતુ, એવું નહીં જે રીતે વાલીઓની શાળા પ્રત્યે અપેક્ષા હોય છે તેવી જ રીતે શાળા પણ વાલીઓ પાસે કેટલીક ચોક્કસ અપેક્ષા રાખે છે, સૌથી મોટી અપેક્ષા એ જ હોય કે વાલી તેના બાળકને પૂરતો સમય આપે, શાળા જ્યારે બોલાવે ત્યારે સમયસર મિટીંગ એટેન્ડ કરે. સંચાલકો એવું સ્પષ્ટ રીતે સમજે છે કે બાળકનો સર્વાંગી વિકાસ એકલી સ્કુલથી સંભવ નથી. વાલીઓ પણ એટલું જ યોગદાન કરે કે જેથી વિદ્યાર્થીઓને સરળતાથી ભવિષ્યના પડકારો સામે લડવા માટે સજ્જ કરી શકાય.

 

November 15, 2018
itr.jpg
1min11510

નૉટબંધી બાદ નોટિસો મોકલવાય છતાં રિટર્ન ફાઇલ ન કરનારા 80,000 કેસોનો કર વિભાગના અધિકારીઓ પીછો કરી રહ્યા છે.

પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં આઇટી વિભાગના સ્ટોલનું ઉદ્ઘાટન કરતી વખતે સીબીડીટીના ચેરમેન સુશીલચન્દ્રએ જણાવ્યું હતું કે એવા 80,00,000 લોકો પણ શોધી કાઢયા છે, જેમણે અગાઉ ત્રણ વર્ષ દરમિયાન રિટર્ન ફાઇલ કર્યા હતા, પણ નૉટબંધી પછી રિટર્ન ફાઇલ નથી કર્યા.

એમણે વધુમાં જણાવ્યું હતું કે 2016માં કરવામાં આવેલી નૉટબંધીએ ખરેખર કરદાતાઓની સંખ્યામાં વધારો કરવામાં અને દેશની સીધા કરની આવક વધારવામાં ઘણી મદદ કરી છે.

જો તમે ગયા વર્ષનું સીધા કરનું કોન્ટ્રીબ્યુશન જુઓ તો એ 52 ટકા હતું અને આડકતરા કરનું 48 ટકા હતું. આવું ઘણાં વરસો બાદ થયું છે, જ્યારે સીધો કર આડકતરા કર કરતા વધારે આવ્યો હોય.

તમે જો એમ જાણવા માગતા હો કે નૉટબંધીનો લાભ શો થયો, તો એનો જવાબ એમ છે કે એને કારણે બધા નાણાં હવે બૅંકમાં જમા થયા છે અને એને રિટર્ન સાથે સરખાવીને સરળતાથી જાણી શકાય છે કે કોણે કર નહોતો ભર્યો.

નૉટબંધી બાદ અમારા વિભાગે ત્રણ લાખ લોકોને રિટર્ન ભરવા માટે એસએમએસ અને ઇમેઇલ દ્વારા નોટિસો મોકલાવી હતી, એમાંથી અંદાજે સવાબે લાખ લોકોએ રિટર્ન દાખલ કર્યા હતા, પણ 80 હજાર લોકોએ હજુ કર્યા નથી અને અમારો વિભાગ એમની પાછળ પડયો છે તથા ટૂંક સમયમાં અમે એનું અસેસમેન્ટ કરીને આગળ પગલાં લઇશું.

November 15, 2018
mumbai_city.jpg
1min6860

તા.14મી નવેમ્બર 2018ના રોજ જાહેર થયેલા મહારાષ્ટ્ર સ્ટેટના ડેવલપમેન્ટ ક્ન્ટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર) અનુસાર મુંબઈ હવે વર્ટિકલી વિકાસ થવાની દિશામાં આગળ વધશે.

નવા વિકાસ નિયમો અન્વયે રોડ-રસ્તા પહોળા કરવા અને જાહેર સુવિધાઓ વિકસાવવા માટે જમીન સંપાદિત કરવામાં પણ સરળતા રહેશે. પહેલીવાર ડીસીપીઆરમાં નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નવા બંધાતા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટની હોવી જોઈએ. આ નવો ડીસીપીઆર શહેરના તમામ નવા બંધાતા પ્રોજેક્ટને લાગુ પડશે. ડીપી શહેરની જમીનના ઉપયોગની રૂપરેખા દર્શાવે છે જ્યારે ડીસીપીઆર બાંધકામ અંગેની રૂપરેખા દર્શાવે છે. બે છ મીટરના રોડ વચ્ચે અગાઉ 32 મીટર ઊંચી ઈમારતની પરવાનગી હતી, જે હવે વધારીને 70 મીટર કરવામાં આવી છે. ઓછી ઊંચાઈના નિયમને લીધે બિલ્ડર લૉબી નારાજ હોવાનું સામે આવ્યું હતું. આમ થવાથી શહેરની ઈમારતો હજુ ઊંચી જશે. આ સાથે ડીસીપીઆરમાં જાહેર સુવિધા માટે પાંચ વર્ષમાં જે જમીન આપશે તેવા જમીનમાલિકોને એફએસઆઈમાં વધારો આપવામાં આવ્યો છે. જેથી જમીનમાલિકો પણ ઉત્સાહમાં આવશે, તેવી ધારણા સરકારની છે. કમર્શિયલ બિલ્ડિંગને ઈમારતોને પાંચ સુધીની એફએસઆઈ મળશે, જેમાં તેમણે રેડીરેકનરના ભાવના 50 ટકા રકમ પ્રીમિયમ તરીકે આપવાની રહેશે, જે અગાઉ 80 ટકા હતી.

સરકારના આ નિર્ણયને એક તરફ બિલ્ડરો અને આર્કિટેક્ચરો વખાણ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મંદ પડી ગયેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ મળશે, નવી રોજગારી ઊભી થશે અને નવી રહેવાસી તેમ જ વ્યાવસાયિક ઈમારતો ઊભી થશે. તો બીજી બાજુ આ નિર્ણયને લીધે મુંબઈ શહેરના માળખા પર ભારે સર પડશે. શહેર આટલો વિકાસ કે બોજો જીલી શકે તેમ નથી. ઊંચી ઈમારતોને લીધે લોકોના જીવના જોખમની શક્યતાઓ પણ વધી જશે. જોકે સસ્તા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટ રાખવાની જોગવાઈને તમામે આવકારી છે. અગાઉ સરકાર દ્વારા પરવડે તેવા ઘર માટે કોઈ સાઈઝ નક્કી ન હતી. આથી 180થી 270 સ્કવેર ફૂટના ઘર બનતા હતા. એક નાના પરિવાર માટે પણ આ જગ્યા પૂરતી ન હતી અને લોકો નાનકડી ઓરડીમાં હવા-ઉજાસ વિના જીવન પસાર કરી દેતા હતા. 300 સ્કવેર ફૂટના નિર્ણયથી એસઆરએ, મ્હાડા જેવી સ્કીમનો લાભ લેનારા મધ્યમ અને નીમ્ન મધ્યમવર્ગને સારું ઘર મળી રહેશે.

ડીપીમાં 3,700 હેક્ટર જમીન, જે અગાઉ નૉ ડેવલપમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી, તેને પણ ડેવલપમેન્ટ માટે ખુલ્લી મૂકવાની માગ કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો એફએસઆઈ યોગ્ય પ્રિમિયમે આપવામાં આવશે, તો મકાનના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો આવનારા સમયમાં નોંધાશે.

November 14, 2018
gst1-1.jpg
1min30030

(GST સુરતના આ અધિકારીની સૉફર ડ્રીવન ઇનોવા કાર જમનાનગર બીઆરટીએસમાં ઘૂસી અને પછી જે વલે થઇ એ કદાચ કોઇ અધિકારીએ નહીં અનુભવી હોય)

GST સામે સ્થાનિક લોકોમાં કેવો રોષ છે તેનો પરચો જોવો-જાણવો હોય તો આ ન્યુઝ મેટર વાંચી જજો અને તેના વિડીયો જોઇ લેજો. આજે સમી સાંજે સુરત GST  કચેરીમાં ફરજ બજાવતા અને જેમને હોદ્દાની રૂએ ઇનોવા જેવી લકઝરીયસ શૉફર ડ્રીવન ગાડી મળી છે એવા એક વણઓળખાયેલા અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસ્યા હતા અને પછી સામાન્ય લોકોએ તેમનો જે તમાશો કર્યો એ જોતા એ વાતની પ્રતીતિ થાય છે કે સામાન્ય લોકો GST થી કેટલા પરેશાન થઇ ચૂક્યા છે.

સુરત GST કાર્યાલયમાં ફરજ બજાવતા અા અધિકારી તેમની સત્તાવાર ઇનોવા કારમાં બેસીને ઘર તરફ જઇ રહ્યા હતા. તેમના ડ્રાઇવરે ભટાર તરફથી જમનાનગર બીઆરટીએસમાં ગાડી ઘૂસાડી દીધી અને બાદમાં એવો તમાશો શરૂ થયો કે ન પૂછો વાત. જમનાનગર બીઆરટીએસ સ્ટેન્ડ પર લગાડેલી રેલિંગ ખૂલી નહીં અને GST અધિકારીની ઇનોવા ત્યાં ઉભી રાખવી પડી. પહેલા એકલદોકલ લોકોએ તેમને ઠપકો આપ્યો એટલે ગાડી થોડી રિવર્સ લેવી પડી. પણ પછી તો લોકોનું ટોળું એકઠું થઇ ગયું અને GST અધિકારીની જે વલે કરી. GST  અધિકારીએ ડ્રાઇવર અને ગાડી ત્યાં જ મૂકીને ભાગી જવું પડ્યું હતું. સ્થળ પર લોકોમાં એટલો રોષ હતો કે પોલીસને બોલાવીને આ GST અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ગાડી છોડવામાં ન આવે. અને લોકોએ લગભગ એક કલાક સુધી GST  અધિકારીની ગાડી હટવા પણ દીધી ન હતી.

આ GST અધિકારીને બીઆરટીએસમાં ફસાયા પછી ખબર પડી હશે કે સ્થાનિક લોકોમાં GST સામે કેટલો રોષ ભભૂકી રહ્યો છે. બીઆરટીએસમાં અન્ય સરકારી અધિકારીઓ ઘૂસતા હશે અને નીકળી જતા હશે પણ GST અધિકારી ફસાયા એટલે કાગનું બેસવું અને ડાળનું પડવું એ રૂએ જે જે લોકોને ખબર પડતી ગઇ કે GST અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ફસાયા છે, લોકો ઘટના સ્થળે જઇને તેની સામે કાર્યવાહીની માગ સાથે ટોળે વળ્યા હતા.

જોકે, મોડી સાંજ સુધી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસેલા અધિકારીના નામની કોઇ જાણકારી મળી નહતી. ઘટના સ્થળે ટોળે વળેલા લોકોએ તેમની સામે તાત્કાલિક પગલાં ભરવાની માગણી સાથે ગાડીને લાંબા સમય સુધી રોકી રાખી હોવાનું જાણવા મળે છે.

સાંજે લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં ખટોદરા પોલીસના સ્ટાફે સમગ્ર મામલામાં દરમિયાન થવું પડ્યું હતું. ટોળે વળેલા લોકોની માગણી હતી કે પોલીસ જીએસટી અધિકારીની કારને ખટોદરા પોલીસ મથકે લઇ જઇને તેની સામે નિયમાનુસારની કાર્યવાહી કરે. એ માગણી અનુસાર ખટોદરા પોલીસે જીએસટી અધિકારીની ઇનોવા કારને ખટોદરા પોલીસ મથકે મૂકાવડાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

November 14, 2018
surat_police.jpg
1min6960

સુરત શહેર પોલીસના ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બે હેડ કોન્સ્ટેબલને રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ વિશેષ કામગીરી બદલ બહુમાન કર્યું હતું.

જેના પરીણામ સ્વરૂપ રાજ્યના ડી.જી.પી. શ્રી શિવાનંદ ઝા (I.P.S.) દ્વારા સુરત શહેરના હે.કો. જયેશભાઈ બાલકૃષ્ણ, ( ડી.સી.બી. પો.સ્ટે.) અને હે.કો. પરેશકુમાર ધીરજલાલ (ડી.સી.બી પો.સ્ટે)ને સપ્ટેમ્બર-૨૦૧૮ નો e-cop of the month અને cyber cop of the month નો એવાર્ડ એનાયત કરવામાં આવી હતી.

પ્રસ્તુત તસ્વીરો સુરત પોલીસના ડીસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની છે.

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી જયેશભાઇ બાલકૃષ્ણને સપ્ટેમ્બર 2018 મહિનાનો ઇ-કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી પરેશભાઇ ધીરજલાલ ને સપ્ટેમ્બર 2018 મહિનાનો સાઇબર કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)