CIA ALERT

Slider Archives - Page 384 of 492 - CIA Live

April 1, 2019
bharuch-1280x1011.png
1min6320

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઈને અસમંજસમાં છે. ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવી શકે છે. કૉંગ્રેસના હજુ ૧૩ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે કૉંગ્રેસે ચક્રોગતિમાન કર્યા છે. કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મોટો ખુલાસો કર્યો હતો.

અહેમદ પટેલનું નામ સાંભળતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજીવ સાતવે જણાવ્યું હતું કે, અમે અહેમદભાઈને ચૂંટણી લડવા રજૂઆત કરી છે. કૉંગ્રેસ અધ્યક્ષ બે દિવસમાં નિર્ણય કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અહેમદભાઈ લડે તો ભરૂચમાં જીત નક્કી ગણાય છે. અન્ય બેઠકો પર પણ કૉંગ્રેસને સારું પરિણામ મળશે. સાથે તેમને એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકીય સમીકરણો પણ બદલાય તેવી શક્યતા છે.

જોકે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે અહેમદ પટેલે આ અંગે કોઈ પૃષ્ટિ કરી નથી. અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડશે તો કૉંગ્રેસમાં નવી ઊર્જા આવશે. અહેમદ પટેલ પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે જેનો ગુજરાત કૉંગ્રેસને મોટો ફાયદો થશે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી કે નહિ તે આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ ઘણાં વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. છેલ્લા ૨૪ વર્ષથી અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. ૧૯૮૯ અને ૧૯૯૧ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલે હારનો સામનો કર્યો હતો. અહેમદ પટેલ આ પહેલા પણ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

April 1, 2019
gujarat_map-1280x1023.png
1min7700

લોકસભાની ચૂંટણી માટે મધ્યગુજરાતની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો આ ચૂંટણીમાં ભાજપ માટે પડકારરૂપ બની શકે તેમ છે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચ બેઠકોમાંથી વડોદરા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. ૨૦૧૪માં તમામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો, પણ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો બાદ નવા રાજકીય સમીકરણ સર્જાઈ શકે તેમ છે. ભાજપ માટે પંચમહાલ, ભરૂચ, દાહોદ અને છોટાઉદેપુરની બેઠક પડકાર રૂપ રહેશે તેમ મનાય છે.

એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર આદિવાસી પટ્ટામાં ભાજપને નવો પડકાર આપી શકે તેમ છે. ૨૦૧૪માં મધ્ય ગુજરાતમાં તમામ પાંચેય બેઠકો ભાજપને ફાળે રહી હતી, જ્યારે ૨૦૧૭માં વિધાનસભાની ૩૫ બેઠકોમાંથી ભાજપને ફાળે ૨૦ બેઠકો, કૉંગ્રેસને ફાળે ૧૧, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ને ૨ અને ૨ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. પાછળથી લુણાવાડાના અપક્ષ ધારાસભ્યે ભાજપને ટેકો જાહેર કર્યો હતો, જ્યારે મોરવાના ધારાસભ્યએ કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. વડોદરામાં ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડીને જંગી સરસાઈથી વિજયી થયા હતા. વડોદરા ૨૦૧૪ લોકસભા બેઠક પરથી ભાજપને ૭૧.૯૩ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૨૬.૯૪ ટકા મત મળ્યા હતા. તેમ જ ૨૦૧૪માં યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના રંજનબેન ભટ્ટ ૭૨.૭૫ ટકા મત સાથે જંગી સરસાઈથી વિજેતા થયા હતા, જ્યારે કૉંગ્રેસને ફક્ત ૧૫.૩૫ ટકા મત જ મળ્યા હતા. આ ઉપરાંત લોકસભા ૨૦૦૯માં ભાજપને ૫૭.૪૦ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૯.૧૯ ટકા મત મળ્યા હતા. તે પૂર્વે લોકસભા ૨૦૦૪માં ૩૮.૪૫ ટકા મત ભાજપને ફાળે ગયા હતા, જ્યારે ૪૭.૪૪ ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા. બીજી તરફ પંચમહાલમાં પ્રભાતસિંહ સોલંકી વિજયી થયા હતા. ૨૦૧૫ લોકસભા ચૂંટણીમાં ભાજપને ૫૪.૪૫ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૬.૧૭ ટકા મત મળ્યા હતા. તેમ જ ૨૦૦૯ લોકસભામાં ભાજપને ૪૬.૫૦ ટકા મત સામે કૉંગ્રેસને ૪૬.૧૫ ટકા મત મળ્યા હતા.

એવી જ રીતે ભરૂચ લોકસભા ૨૦૧૪માં મનસુખ વસાવા વિજય થયા હતા તેઓને ભાજપ વતી ચૂંટણી લડતા ૫૧.૭૭ ટકા મત મેળવ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૭.૩૨ ટકા મત મળ્યા હતા. લોકસભા ૨૦૦૯ના પરિણામ જોઈએ તો ભાજપને ૪૧.૫૦ ટકા મત જ્યારે કૉંગ્રેસને ૩૭.૮૭ ટકા મત મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૪ લોકસભામાં ભાજપને ૪૪.૦૧ ટકા મત અને કૉંગ્રેસને ૩૩.૪૦ ટકા મત મળ્યા હતા, જ્યારે લોકસભા ૨૦૧૪માં છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવા ૫૫.૨૪ ટકા મત સાથે વિજયી બન્યા હતા, જેની સામે કૉંગ્રેસને ૩૮.૯૧ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯માં ૪૬.૨૦ ટકા મત ભાજપને અને કૉંગ્રેસને ૪૨.૬૭ ટકા મત મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૪ લોકસભામાં ભાજપને ૩૭.૮૪ ટકા મત અને કૉંગ્રેસને ૪૪.૩૫ ટકા મત મળ્યા હતા. દાહોદ લોકસભા-૨૦૧૪ પર નજર નાખીએ તો જશવંતસિંહ ભાભોર ૫૬.૭૭ ટકા મત સાથે વિજયી થયા હતા જેની સામે કૉંગ્રેસને ૩૧.૧૮ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯ લોકસભામાં ભાજપને ૩૫.૯૪ ટકા મત અને કૉંગ્રેસને ૪૬.૮૯ ટકા મત મળ્યા હતા, જ્યારે ૨૦૦૪માં ૪૪.૬૬ ટકા મત ભાજપને જેની સામે ૪૩.૯૯ ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા.

March 31, 2019
Tej_Pratap_Yadav-1.jpeg
1min5010

લશ્કરના જવાનોને ગુણવત્તાસભર ખોરાક આપવામાં ન આવતો હોવાની ફરિયાદ કરનાર બીએસએફના જવાન તેજ બહાદુર યાદવે હરિયાણાના રેવારી ખાતે શુક્રવારે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તે ઉત્તર પ્રદેશના વારાણસી મતદારક્ષેત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઊભો રહેશે.

 

હું અપક્ષ ઉમેદવાર તરીકે વારાણસી મતદારક્ષેત્રમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડીશ એમ જણાવતાં યાદવે કહ્યું હતું કે લશ્કરી દળમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા હું ચૂંટણી લડવા માગું છું.

લશ્કરમાં ભ્રષ્ટાચારનો મુદ્દો મેં ઊપાડ્યો હતો, પરંતુ મને બરતરફ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં યાદવે કહ્યું હતું કે મારું સૌપ્રથમ લક્ષ્ય લશ્કરી દળને મજબૂત કરવાનું અને તેમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું છે.

જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પાસેના પર્વતીય વિસ્તારમાં ફરજ બજાવતા લશ્કરી દળના જવાનોને હલકી ગુણવત્તાનો ખોરાક પૂરો પાડવામાં આવતો હોવાનું દર્શાવતો વીડિયો યાદવે વર્ષ 2017માં સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો જેને પગલે તેને બરતરફ કરવામાં આવ્યો હતો.

March 30, 2019
eway_bill.jpg
1min10300

GSTની ચોરી અટકાવવા ઇ-વે બિલમાં નવા ફેરફાર થશે

જીએસટીમાં ઇવે બિલિંગ સિસ્ટમથી ત્રાસી ગયેલા સુરતના લાખો ટેક્સટાઇલ વ્યાપારીઓ માટે રાહતના સમાચાર એ છે કે ભારત ઇલેક્ટ્રોનિક-વે (ઇ-વે) બિલિંગ સિસ્ટમમાં ઘણા ફેરફારની યોજના ધરાવે છે. જેમાં GSTની ચોરી અટકાવવા માલની હેરફેર માટેના અંતરની આપમેળે ગણતરીનો સમાવેશ થાય છે. જેથી એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાય.

  • એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાશે
  • પોસ્ટલ પીનલ કોડના આધારે માલ હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે
  • ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે


ઇ-વે બિલ સિસ્ટમમાં સ્થળોના પિન કોડના આધારે ગૂડ્ઝની હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે. જેમાં માત્ર 10 ટકા ફેરફારની છૂટ રહેશે. ઉદાહરણ તરીકે, સ્થળ A અને સ્થળ Bના પિન કોડને આધારે તેમનું અંતર 655 કિલોમીટર હોય તો યુઝર નવી શરતો પ્રમાણે 720 કિલોમીટર (655 કિલોમીટર + 65 કિલોમીટર) સુધીનું અંતર ગણી શકશે.

સરકાર કમ્પ્લાયન્સ માટે ટેક્‌નોલોજી પર વધારે પડતી નિર્ભર છે અને તાજેતરના ફેરફાર તેનું વધુ એક ઉદાહરણ છે. પ્રસ્તાવિત સિસ્ટમને કારણે કોમ્પોઝિશન કરદાતા દ્વારા બે રાજ્યો વચ્ચેની હેરફેરના ઇ-વે બિલ પર પ્રતિબંધ આવશે. GST એક્ટમાં કોમ્પોઝિશન કરદાતાને બે રાજ્યો વચ્ચે ટ્રાન્ઝેક્શન કરવાની પરવાનગી નથી. એટલે આ પગલું સિસ્ટમની છટકબારી બંધ કરવા લેવાયું છે.

અંતરની આપમેળે ગણતરી અને એક ઇન્વોઇસ માટે એક ઇ-વે બિલ જેવા ફેરફાર સાથે સરકાર માટે RFID એનેબલ્ડ વાહનો પર વધુ ફોકસ અને કન્સાઇન્મેન્ટ પર નજર રાખવાનું સરળ બનશે.  જોકે, અપવાદરૂપ સ્થિતિમાં સિસ્ટમ ફ્લેક્સિબલ હોવી જરૂરી છે. જેમ કે, રોડ બંધ હોવાને કારણે અન્ય માર્ગ પસંદ કરવો પડે તો એવી સ્થિતિમાં સિસ્ટમ આપમેળે ગણાયેલા અંતરમાં જે 10 ટકાની છૂટ આપે છે તેમાં વધારો કરવાની જરૂર પડી શકે.

નવા નિયમોમાં એક ઇન્વોઇસ પર એકથી વધુ ઇ-વે બિલ જનરેટ કરવાની મંજૂરી નથી. એટલે કે એક વખત ઇન્વોઇસ નંબર સાથે ઇ-વે બિલ જનરેટ થયા પછી કન્સાઇનર, કન્સાઇની કે ટ્રાન્સપોર્ટર એ જ ઇન્વોઇસ નંબર સાથે બીજું ઇ-વે બિલ જનરેટ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજ્યો વચ્ચે ₹50,000થી વધુ મૂલ્યના માલની હેરફેર માટે ઇ-વે બિલ જરૂરી છે.

ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે. ઉપરાંત, કરચોરીની ગણતરી માટે કાર્ગોની તપાસ પણ થઈ શકે. કરચોરી પુરવાર થાય તો ટેક્સ ઉપરાંત, કરચોરીની રકમના 100 ટકા જેટલી પેનલ્ટીની જોગવાઈ છે. સરકારને 2018-’19માં GST દ્વારા ₹6.43 લાખ કરોડની આવકનો અંદાજ છે.

March 30, 2019
srh.jpg
1min7060
IPL 2019 : હૈદરાબાદે 5 વિકેટે રાજસ્થાનને હરાવ્યું, સંજુ સેમસનની સદી એળે ગઇ
સનરાઇઝર્સ હૈદરાબાદની 5 વિકેટે જીત (PC : IPL)

આઇપીએલમાં શુક્રવારે રમાયેલી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારે રસાકસી બાદ હૈદરાબાદે 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે હૈદરાબાદે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી હતી.

રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા 55 બોલમાં 102 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રાજસ્થાનના સુકાની અજિંક્ય રહાણે 49 બોલમાં 70 રન બનાવ્યા હતા.  જોસ બટલર 5 રને રાશિદ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો. બન્ને ટીમોએ આ સીઝનમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઇડર્સે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબે માત આપી હતી.

હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર(69), જોની બેયરસ્ટો (45) અને વિજય શંકર (35)ની શાનદાર ઇનિગ્સની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે સંજૂ સેમસનની (અણનમ 102) સદી પર પાણી ફેરવી દીધું હતું. આઈપીએલ 2019ની આઠમી મેચમાં સનરાઈઝર્સે રાજસ્થાનને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે. હૈદરાબાદની બે મેચમાંથી આ પ્રથમ જીત છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સના સુકાની અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવી  હૈદરાબાદને 199 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. તેના જવાબમાં 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 201 રન બનાવી જીત મેળવી હતી.

March 30, 2019
gondal.jpg
1min15810
નગરપાલિકા કચેરી સામે જ યુવાનોએ ઝેરી પદાર્થ પી લેતા સારવારમાં: બે યુવાનોને રાજકોટ ખસેડાયા

ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હોય જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આત્મવિલોપન વેળા ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોય તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો.

બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણ દ્વારા ત્રણ દિવસ અગાઉ અપાયેલી ચીમકી મુજબ આજે સવારે 11 કલાકે પાલિકા કચેરીએ પહોંચી ઝેરી પદાર્થ ભરેલા બોટલો મોઢે માંડી આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો આ વેળા બંદોબસ્ત રહેલી પોલીસે પાંચેય યુવાનોની અટક કરી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં અર્જુન ચૌહાણ અને કિશાન પરમાર ને વધુ અસર થતા રાજકોટ ખસેડાયા હતા.
બાવાબારી શેરી માં વિવદિત બિન અધિકૃત બિલ્ડીંગ અંગે જિલ્લા કલેકટર દ્વારા શીલ મારવાનો આદેશ કરાયો હોય પાલિકા તંત્ર દ્વારા કામ અટકાવી શીલ મરાયું હતું પણ તબાણી પરિવાર દ્વારા શીલ તોડી ધરારી પૂર્વક બાંધકામ કાર્યનું સૂત્રોએ જણાવ્યું હતું.
બાવા બારી શેરીમાં અત્યંત સાંકડી જગ્યામાં 5 કે 6 માળનું બિલ્ડીંગ ભવિષ્યમાં જોખમ રૂપ બને ઉપરાંત આ શેરી સંવેદનશીલ પણ હોય અગાઉ બે કોમ વચ્ચે અથડામણ જેવો માહોલ, એક ગૌ સેવક હિરેનભાઈ છાંટબાર ની હત્યા થઇ હતી. આવા સંજોગોમાં શહેરના બજરંગ દળ, હિન્દૂ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ ઉપરોક્ત ગંભીરતાની ટકોર કરી આત્મવિલોપનની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર દ્વારા આ બિન અધિકૃત બાંધકામ શા માટે નથી અટકાવતું તેવો સવાલ કરી તંત્રની નીતિની આકરી ટીકા કરી આગામી સમય માં આ મુદ્દે ન્યાયિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.’ બીજી તરફ આ અંગે તંત્રને લેખિત માં જાણ કરાઇ હોવા છતાં આજે સવારે નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ કે અન્ય જવાબદારો હાજર રહ્યા ન હતા. આ યુવાનોની મહામૂલી જિંદગીનું જાણે કોઈ મૂલ્ય ન હોય તેમ તંત્રની ઘોર બેદરકારી અંગે શહેરભરમાં રોષ ફેલાવા પામ્યો છે, જો પોલીસ હાજર ન હોત તો અઘટિત બનવા પામી હોત ત્યારે આત્મવિલોપન વેળા હાજર ન રહી બેદરકારી દાખવનારો સામે પણ કડક રાહે પગલાં ભરવા સંગઠનો દ્વારા માંગ કરાઈ છે.
March 30, 2019
gir_kesar.jpg
1min16280

મે માસમાં તાલાલા મેંગો માર્કેટ શરૂ થતા કેરીની સીઝન જામશે

કેસર કેરીનો સ્વાદ લેવા માટે વધારે રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં હવામાન પરિવર્તનથી પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. અત્યારે બજારમાં થોડી થોડી આવક થઇ છે. જૂનાગઢમાં ગઇકાલે 100 બોક્સની આવક થતા રુ. 1000-1200માં 10 કિલોનું બોક્સ વેચાયું હતુ.

તાલાલા પંથકમાંઆંબાની ખેતી કરતા ખેડૂત રાજેશ પાનગાડીયા જણાવે છે કે “પંથકમાં કુલ 16,900 હેકટરમાં આંબાની ખેતી થાય છે પરંતુ ઠંડીના કારણે આંબાના કુમળા ફૂલો મોટી સંખ્યામાં ખરી પડયા હતા. હવે જયારે પાક આવવાની તૈયારી છે ત્યારે સાચું ચિત્ર સામે આવે છે. ઠંડી પછી ગરમી અને ભારે વાયરા વાયા હતા તેની અસરે મોરને ભારે નુક્સાન થયું છે. હવે એક ઝાડમાં ક્યાંક વધુ તો એ જ બાગના બીજા ઝાડમાં કોઇ કેરી દેખાતી નથી.
તાલાલામાંથી દર વર્ષે પાક ઓછો હોવાની બૂમ ઉઠે છે પરંતુ વિસ્તાર ઘણો મોટો હોવાને લીધે બજારમાં કેરી મોટાંપાયે આવે છે. જોકે બાગાયતકારોને વ્યક્તિગત નુક્સાની પણ જાય છે. આ વર્ષે પાકના ગણિતો ઓછાં મંડાય છે એટલે ભાવ થોડો ઉંચો રહી શકે છે.
પાક ઓછો ઉતરવાના કારણે ગત વર્ષ કરતા કેરીના ભાવ કમ સે કમ 20 થી 30 ટકા વધારે આપવા પડશે. ગુજરાતના લોકોની પહેલી પસંદ હમેશા કેસર કેરી જ’ રહી છે પરંતુ આ વખતે કેસર કેરી જ ઓછી આવવાથી હવે વધુ ભાવ આપવા પડે તેવું અત્યારે દેખાય છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે માત્ર 1.78 મેટ્રિક ટન કેસર કેરીના ઉત્પાદનની સંભાવના છે જે ગત વર્ષ કરતા 33000 ટન ઓછું છે.
ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોને મનગમતા ભાવ મળશે પરંતુ ગ્રાહકોને વધારે ચુકવવા પડશે.’ ગત વર્ષે કેસર કેરીના 20 કિલો બોક્સના ભાવ શરૂઆતમાં 750 હતા અને બાદમાં 550 રૂપિયે સ્થિર થઇ ગયા હતા પરંતુ આ વખતે ભાવ શરૂઆતમાં તો 1200 થી 1500 રૂપિયા રહે તો નવાઈ નહિ. જોકે છેલ્લે છેલ્લે ભાવ ઘટતા હોય છે પરંતુ શરૂઆતમાં ભાવ ઉંચા રહેશે.
March 30, 2019
amit_shah.jpg
1min11060

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા સીટ પર ઉમેદવારી કરવા પૂર્વે આજે તા. 30 માર્ચને શનિવારે અમદાવાદ તેમજ ગાંધીનગરની 18 વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ફરીને મેગા રોડ શૉ કર્યો હતો. મોટી સંખ્યામાં અમદાવાદીઓ સમેત રાજ્યભરમાંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા. ફોર્મ ભરતા પહેલા 4 કિલોમીટર લાંબા રોડ શો જોઇને કોંગ્રેસીઓ મોં માં આંગળા નાંખી ગયા હતા. વિજય મુહૂર્તે ઉમદવારી ફોર્મ ભર્યું હતું.

અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવાના આખા કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અગ્રણીઓ નીતિન ગડકરી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો ભવ્ય રોડ શો #MaiKamalKhilaneAyaHu

Posted by BJP Gujarat on Friday, 29 March 2019

March 29, 2019
bharat_pandya.jpg
1min9020

આજે સુરત ભાજપા મહાનગર કાર્યાલય ખાતે પત્રકાર પરિષધને સંબોધતા ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની કડક આલોચના કરતા એવું નિવેદન કર્યું હતું કે ચૌકીદાર ચોર નહીં પણ ગાંધી પરિવાર મહાચોર છે.

ચોકીદારી કોની થઇ રહી છે એના જવાબમાં ભરત પંડ્યાએ જણાવ્યું કે દેશનું ગૌરવ અપાવવામાં, દેશનું સન્માન વધારવામાં, ગરીબોની યોજના ગરીબો સુધી પહોંચાડવામાં તમામ કામોમાં ચૌકીદારીને કારણે જ લોકો સુધી યોજના પહોંચી રહી છે.

સુરતની સૌથી સલામત ગણાતી બેઠક પર ભાજપાએ ઉમેદવાર જાહેર કરવામાં અતિશય વિલંબ કેમ કર્યો એવા પ્રશ્ના ઉત્તરમાં ભરત પંડ્યાએ જણાવ્યું કે સુરત અમારા માટે મોડેલ સિટી છે, સુરત મિની ભારત સમાન છે. યોગ્ય સમયે, એકાદ બે દિવસમાં જ સુરતની સીટ પર ભાજપાના સત્તાવાર ઉમેદવારની ઘોષણા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરી દેવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળા, મેયર ડો.જગદીશ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા, ડેપ્યુટી મેયર નિરવ શાહ, વિવેકભાઇ પટેલ, પ્રવીણ ઘોઘારી, અરવિંદ રાણા, નિરંજનભાઇ ઝાંઝમેરા, દર્શિણી કોઠીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

March 27, 2019
ghan_lakhani.jpg
1min41240

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાની ટિકીટ કોને મળશે એ વાતો ભારે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ, કોંગ્રેસે ચૂપકીદીથી એવા મજબૂત ઉમેદવારને શોધી કાઢ્યો છે કે જો કોંગ્રેસ એ મજબૂત ઉમેદવાર નામે લોક કલાકાર, ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા સવજીભાઇ ધોળકીયા, એસ.આર.કે.ના ગોવિંદ ધોળકીયા સમેત અનેક ઉદ્યોગપતિ પરિવારો માટે આ ચૂંટણી મોટું ધરમસંકટ પુરવાર થશે. એટલું જ નહીં પરંતુ, જો કોંગ્રેસ આ લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને સુરતમાંથી ઉતારશે તો ભાજપ માટે આ બેઠક પરથી લીડથી જીતવાની વાત તો દૂર રહી પરંતુ, બરાબરીના ખેલ બરાબર બની રહે તેમ છે.

અહીં અમે કેટલાક ફોટા રજૂ કરી રજૂ કરી રહ્યા છે જેને જોઇને વાચકો જાતે જ નક્કી કરી લેશે કે લોક કલાકાર ઘનશ્યામ લાખાણી સુરતના એવા કયા ઉધોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે જેઓ નરેન્દ્ર મોદીના ખાસ હોવાની વાતો ચાલી રહી છે.

એસ.આર.કે.ના ગોવિંધ ધોળકીયા સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર ઘનશ્યામ લાખાણી અત્યંત નજીદીકી સંબંધો ધરાવે છે. તાજેતરમાં ચૂંટણીને લઇને કહેવાય છે કો ગોવિંદ ધોળકીયાના ફાર્મ હાઉસ પર જ ઘનશ્યામ લાખાણી અને તેમના શુભેચ્છકોએ એક મોટી મિટીંગ કરી હતી. ભાજપમાં આ વાતને લઇને ભારે ચર્ચા ચાલી નીકળી છે.

લોક કલાકાર અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણી સાથે ગોવિંદ ધોળકીયાની સેલ્ફી તેમના સંબંધોની પ્રતીતિ કરાવી જાય છે.

સુરત ભાજપામાંથી ટિકીટ માંગનાર મહેશ સવાણી સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લખાણીની આ તસ્વીરો હાલના સમય માયે પ્રસ્તુત થઇ પડે છે

(તો બન્ને ગાઢ મિત્રો ભાજપ અને કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર બની શકે)

(મહેશ સવાણીની આ પ્રકારની સેલ્ફી કયા મિત્ર સાથે હોઇ શકે )

(વરાછા ભાજપાના કદાવર નેતા સુરતના માજી મેયર કનુભાઇ માવાણી સાથે ઘનશ્યામ લાખાણી કે જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે)

ટોચના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓમાં ગણના પામતા લવજી બાદશાહ સાથે ઘનશ્યામ લાખાણી

કહેવાનું તાત્પર્ય એ છે કે લોક કલાકાર, ડાયરાના કલાકાર હોવાના નાતે ઘનશ્યામ લાખાણીની પ્રોફાઇલ કોઇ પ્રાદેશિક રાજકીય નેતા કરતા વધુ મજબૂત છે, લોકપ્રિયતાના કારણે સુરત સમેત સૌરાષ્ટ્રના લગભગ દરેક મોટા માણસો, સેલિબ્રિટીઓ, સાધુ સંતોમાં ઘનશ્યામ લાખાણી લાડીલા છે. મોરારીબાપૂ સમેત અનેક મોટા સંતો, ડાયરાના સુપર સ્ટાર માયા આહિર સમેતના અત્યંત લોકપ્રિય લોકો ઘનશ્યામ લાખાણી સાથે છે. એથી વિશેષ સૌરાષ્ટ્રના લોકો પણ ઘનશ્યામ લાખાણીના મોટા ફેન છે. યુ ટ્યુબ પર ઘનશ્યામ લાખાણીના વિડીયોઝને લાખો વ્યુઅર્સ મળે છે એ દર્શાવે છે કે તેઓ કેટલાક લોકપ્રિય છે.

જાહેરમાં નહીં તો અંદર ખાને પણ ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનની મદદ મળે જ

આવા સંજોગોમાં જો કોંગ્રેસ ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા ધોળકીયા પરિવાર, ધોળકીયા બંધુઓ મોટા ધરમસંકટમાં મૂકાય એમાં બે મત નથી. આ બન્ને પરિવારો ન તો મોદીની નારાજગી વહોરી શકે ન તો ઘનશ્યામ લાખાણીથી કિનારો કરી શકે. જો એવું હોત તો તાજેતરમાં ગોવિંદભાઇના ફાર્મમાં ઘનશ્યામ લાખાણીની ઉમેદવારીને લઇને મિટીંગ જ ન યોજાઇ હોત. ધોળકીયા પરિવાર ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજો જાહેરમાં નહીં તો અંદર ખાને તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનથી મદદ કરતા જોવા મળશે જ.

તો સુરત ભાજપ માટે સેફ સીટ નહીં પણ બરાબરીના જંગવાળી બની રહેશે

(સુરત બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર-ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણી)

જો કોંગ્રેસ દર વખતની જેમ ઉમેદવાર આ વખતે પણ ઉમેદવારની પસંદગીમાં દાટ નહીં વાળે અને સુરતની બેઠક પર લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો સુરતની બેઠક જેને ભાજપા સેફ સીટ માની રહી છે એ બેઠક પર બરાબરીનો જંગ જરૂર જોવા મળે. સુરત બેઠક સૌરાષ્ટ્રવાસી વર્સીસ ઓલના જંગમાં ફેરવાય જાય તેમ છે. કેમકે ઘનશ્યામ લાખાણીની લોકપ્રિયતા અને તેમનું નેટવર્ક એવું છે કે તેમના માટે સૌરાષ્ટ્રથી મોટા ભાગના સેલિબ્રિટીઝ સુરત પ્રચાર કરવા માટે આવશે. ભાજપા સાથે નજદીકીયા ધરાવતા નેતાઓ પણ અંદર ખાને તો ઘનશ્યામ લાખાણીને સપોર્ટ કરે તેમ છે.