CIA ALERT
01. May 2024
March 16, 20193min7860

Related Articles



15 વર્ષે બાળકો 10માંની પરીક્ષા આપતા હોય ત્યારે સ્વીડનની ઢબૂડી મેળવશે નોબલ પ્રાઇઝ

Share On :
Print Friendly, PDF & Email
  • સ્કુલમાં ગૂલ્લી મારીને ગ્રેટા ક્લાઇમેટ ચેન્જ અવેરનેસ કેમ્પેઇન ચલાવતી હતી
  • યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક ફોરમમાં લેક્ચર આપી આવી છે
  • પર્યાવરણ બચાવવા માટે 15 વર્ષની ઢબૂડી ગ્રેટાની મૂવમેન્ટને વિશ્વભરના લોકો સપોર્ટ કરી રહ્યા છે
  • 15 વર્ષની ઉંમરે સામાન્ય રીતે બાળકો દસમા ધોરણની પરીક્ષા આપતા હોય ત્યારે સ્વીડનની આ ઢબૂડી નોબલ પ્રાઇઝ માટે નોમિનેટ થઇ અને થોડા દિવસોમાં કદાચ પ્રાઇઝ હાંસલ પણ કરી લે

ગુજરાતમાં 12 લાખ જેટલા 15 વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે ધો.10ની પરીક્ષા આપી રહ્યા હતા એ માર્ચ 2019ના બીજા સપ્તાહમાં સ્વીડનની એક 15 વર્ષિય ગર્લ ગ્રેટા ને પર્યાવરણનો નોબલ પારિતોષિક એનાયત કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 15 વર્ષની આ ઢબૂડી ગ્રેટા સ્કુલમાં ગૂલ્લી મારીને સ્વીડનમાં જુદા જુદા સ્થળોએ ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ બચાવ માટેની જાગૃતિ ફેલાવવાનું કામ કરતી હતી. અનેક વખત તેમણે તેના સહધ્યાયીઓને ભણવાનું છોડાવીને રોડ પર દેખાવો યોજ્યા હતા. ગ્રેટા તેના સહધ્યાયીઓને સમજાવતી કે ભણવા કરતા મહત્વનું પર્યાવરણ છે, પર્યાવરણને બચાવીશું તો માનવીઓને બચાવી શકીશું. ગ્રેટા અત્યાર સુધી યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક ફોરમથી લઇને અનેક આંતર રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનોમાં સ્પીચ આપી આવી છે. તેની આ મૂવમેન્ટને વિશ્વભરના લોકો સપોર્ટ કરી રહ્યા છે.

પર્યાવરણ દિશામાં કામ કરતી સ્વીડનની 16 વર્ષીય ગ્રેટા થુનબર્ગ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. નોર્વેના ત્રણ સાંસદ દ્વારા ગ્રેટાનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયું છે.

ગ્રેટા અનેકવાર શાળા છોડીને સ્વિડીશ સંસદની બહાર બેસીને પર્યાવરણ બચાવવાની માંગને લઇને પ્રદર્શન કરી ચૂકી છે. ફ્રેડી આંડરે ઓવેસ્ટેગાર્ડ અને સોશિયાલિસ્ટ લેફ્ટ પાર્ટીના બે અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે, અમને લાગે છે કે ગ્રેટાએ જેવી રીતે પર્યાવરણ મુદ્દે આંદોલનનો સૂર છેડ્યો છે તે શાંતિ સ્થાપિત કરવા ખૂબ જ મોટું યોગદાન છે.

ગ્રેટાએ બાળકોને શાળા છોડીને જળવાયુ પરિવર્તનમાં ઝડપી કાર્યવાહની માંગ સંબંધી પ્રદર્શનોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રેટા થુનબર્ગ તાજેતરમાં પર્યાવરણ સુરક્ષા માટે યોગ્ય પગલા ન લેવાતા આંદોલન કરીને વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ગયા ફેબ્રુઆરી માસમાં ગ્રેટાએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને પર્યાવરણ સુરક્ષા મુદ્દે નક્કર પગલા લેવાની માંગ કરી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના શક્તિશાળી નેતાઓ પૈકી એક માનવામાં આવે છે. ગ્રેટા પણ એ જાણે છે અને તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પર્યાવરણ બચાવ ઝુંબેશ જાગૃતિ ફેલાવવામાં મદદ કરવા અપીલ કરી હતી

Climate Activist Greta Thunberg Has A Message For Narendra Modi

A 16-year-old climate activist, Greta Thunberg from Sweden, has asked world leaders not to ignore the impending consequences of runaway climate change. The young girl has a message for Prime Minister, Narendra Modi, and she mentioned it in a video by Brut India.

What is the movement about?

The Schools Strike for Climate is a global, growing movement of students demanding more action from authorities regarding global warming and climate change. The movement began last year as a solo protest by a 15-year-old Swedish girl Greta Thunberg outside the Swedish Parliament building. It has since grown, and on March 15, thousands of students from across continents are expected to skip school and take part in protests. It is said to be the largest such protest.

Who is Greta Thunberg?

Ninth-grade student Greta Thunberg, on August 20, 2018, decided to skip school that day and sat outside the Riksdag (Swedish Parliament) with the signSkolstrejk för klimatet (school strike for the climate). Spurred by the recent heatwave and wildfires in Sweden, Ms. Thunberg skipped school for the next three weeks and continued her protest outside Parliament, demanding that the Swedish government reduce carbon emissions per the Paris Agreement. On September 8, Ms. Thunberg decided to continue striking every Friday, leading to the hashtag #FridaysForFuture and #Climatestrike. She posted her protests on social media, which went viral and the movement spread as students started protesting outside their respective parliaments and town halls. In November 2018, Ms. Thunberg spoke at TEDxStockholm, the following month she addressed the United Nations Climate Change Conference. In January this year, she spoke at the World Economic Forum in Davos. On Thursday, she was nominated for a Nobel Peace Prize.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :