Slider Archives - Page 379 of 491 - CIA Live

April 6, 2019
russel.jpg
1min15980

આઇપીએલમાં શુક્રવારે રમાયેલી કોલકત્તા અને બેંગ્લોર વચ્ચેની રોમાંચક મેચમાં આંદ્રે રસેલના વાવાઝોડા સામે બેંગ્લોર ફરી ધ્વસ્ત થઇ ગયું હતું અને કોલકત્તા ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. આમ બેંગ્લોર ટીમની ટુર્નામેન્ટમાં સતત પાંચમી હાર થઇ હતી. રસેલે 13 બોલમાં 48 રનની તોફાની ઇનીંગ રમીને કોલકત્તાને હારમાંથી બહાર લાવીને ઐતિહાસીક જીત અપાવી હતી. રસેલે પોતાની ઇનીંગમાં 7 છગ્ગા અને 1 ચોગ્ગો ફટાકાર્યો હતો. સુકાની કોહલી અને ડિવિલિયર્સના આકર્ષક અર્ધશતકની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં પોતાનું આક્રમક પ્રદર્શન કરતા કોલકાતા નાઇટરાઇડર્સને 3 વિકેટનાં નુકસાને 205 રનનો મોટો સ્કોર આપ્યો હતો. જો કે કોલકાતાનાં અંતે રમવા માટે આવેલ રસેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતની આશા છીનવી લીધી હતી.

બેગ્લોરના સુકાની કોહલીએ 49 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. તો ડિવિલિયર્સે 32 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 63 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ બંનેએ બીજી વિકેટ માટે મહત્વપૂર્ણ 108 રન જોડ્યા હતા. માર્ક્સ સ્ટોઈનિસે અંતિમ 13 બોલમાં 28 રન (નો.આ.) બનાવીને ટીમના સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો. ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં પ્રથમ છ ઈનિંગ્સમાં 50ના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલો કોહલી આજે પ્રારંભથી જ ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. આજે તેના તમામ શોટ જોવાલાયક હતા. કોહલીએ પાર્થિવ પટેલ (24 બોલમાં 25 રન) સાથે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી નોંધાવી હતી. બેંગલુરુએ પહેલી 4 ઓવરમાં 41 રન બનાવી લીધા હતા.

વિરાટ કોહલીએ કોલકત્તા સામેની મેચમાં 17 રન પૂરા કરવાની સાથે જ ટી20માં 8000 રન બનાવી લીધા છે. આ સાથે જ તે ટી20માં 8000 રન પૂરા કરનારો તે ભારતનો બીજો અને દુનિયાનો ચોથો ખેલાડી બની ગયો છે.

April 6, 2019
modi_shah.jpg
1min7310
લોકસભાની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચારનો તબક્કો શરૂ થઇ ગયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.10મીએ જૂનાગઢ અને પોરબંદર એમ બે સ્થળે જાહેરસભાને સંબોધશે, તો આવતી કાલથી અમિત શાહ પણ ગુજરાતમાં ચૂંટણી સભાના શ્રીગણેશ કરશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી 10મીએ જુનાગઢ અને પોરબંદર લોકસભા વિસ્તારમાં સભાઓ’ સંબોધશે જ્યારે બપોરે બારડોલી અને નવસારી લોકસભા’ બેઠકમાં પણ સભા યોજાશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઇ શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે અને સાંજે જ ગુજરાતની તમામ 26 બેઠકો અંગે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડશે.
આવતી કાલે 6ઠ્ઠી એપ્રિલથી ભાજપના સ્થાપના દિવસથી પોતાના મતવિસ્તારથી ગાંધીનગર લોકસભાથી લોકસંપર્ક શરૂ કરશે. તેઓ તેમના મત વિસ્તારમાં વેજલપુર અને સાબરમતિ વિસ્તારમાં રોડ શૉ કરશે. રાત્રે બોપલ વિસ્તારમાં બેઠકો કરશે. તેઓ 6,15,19 અને 21 એપ્રિલે રાજ્યમાં અલગ અલગ લોકસભા વિસ્તારની જગ્યાઓએ સભાઓને સંબોધશે. એવું પણ જાણવા મળે છે કે અમિત’ શાહના પ્રચાર માટે તેમની સાથે કેન્દ્રિય રક્ષા પ્રધાન’ નિર્મલા’ સિતારામન’ પ્રચારમાં જોડાશે. આવતીકાલે અમદાવાદમાં પ્રબુદ્ધ નાગરિકોનુ સંમેલન યોજવામાં આવ્યું છે જેને નિર્મલા સિતારામન પણ સંબોધન કરશે. તેઓ વડોદરા અને આણંદ લોકસભા વિસ્તારમાં પણ કાલે જશે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપની ડિજીટલ ડાન્સીંગ 13 જેટલી ટીમો તમામ લોકસભા વિસ્તારમાં જઇને પ્રચાર કરશે. ભાજપ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપશે.
April 6, 2019
cash.jpg
1min6600

આચારસંહિતા લાગુ થયા બાદ અત્યારસુધીમાં 1618 કરોડ રૂપિયાની રોકડ, દારૂ, ડ્રગ્સ અને અન્ય કિંમતી સામાન ઝડપાયો
નવી દિલ્હી, તા. 5 : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2019ના કાર્યક્રમની ઘોષણા અને આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 1618 કરોડ રૂપિયાની સંદિગ્ધ રોકડ, શરાબ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 4 એપ્રિલ સુધીમાં જ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે 1618.78 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. જેમાંથી 399.50 કરોડ રૂપિયા તો માત્ર રોકડ છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન 303 કરોડ રૂપિયાની રોકડ અને સામગ્રી જપ્ત થઈ હતી.’ જ્યારે આ વખતે પહેલા તબક્કાના મતદાન પહેલા જ 2014નો રેકોર્ડ તુટી ગયો છે. ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલી જાણકારી પ્રમાણે 4 એપ્રિલ સુધીમાં થયેલી કાર્યવાહી દરમિયાન 399.50 કરોડ રોકડ, 708.55 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, 162.89 કરોડનો શરાબ, 318.49 રૂપિયાની મોંઘી ધાતુઓ અને 29.34 કરોડ રૂપિયાની અન્ય વસ્તુ સામેલ છે.
April 6, 2019
fraud.jpg
1min7090
જૂનાગઢના 9 જેટલા ખાદ્યતેલોના વેપારીઓએ આચર્યું કરોડોનું કૌભાંડ: ગોંડલ બાદ બીજો બનાવ
જીએસટી વિભાગે નવા નાણાકિય વર્ષના આરંભ સાથે જ બોગસ બિલીંગ વડે છેતરપીંડી આચરનારા તત્વો સામે કાર્યવાહી આદરી છે. અગાઉ ગોંડલમાં ખાદ્યતેલોના વેપારના ખોટા બિલો વડે કૌભાંડ રચાયા પછી આજે જૂનાગઢના ખાદ્યતેલના કુલ નવ વેપારીઓને ઝપટમાં લઇને 227.80 કરોડના બોગસ બિલો બનાવવાના વ્યવહારોને પકડી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢના આ વેપારીઓએ બોગસ ઇ વે બિલ બનાવીને માલ મોકલાતો હોવાનું બતાવ્યું હતુ.
જીએસટી વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સવારથી જ અધિકારીઓનો કાફલો જૂનાગઢના તેલિબિયાંના વેપારીઓ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં ત્રાટક્યો હતો. તપાસમાં ફક્ત ઇ વે બિલ જનરેટ કરતા હોવાનું સામે આવ્યું હતુ. પેઢીના જે માલિકો દર્શાવવામાં આવ્યા છે તેના પાન નંબરનો દુરુપયોગ કરીને જીએસટી નંબર પણ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાયા હોવાની માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
જીએસટી વિભાગે કહ્યું હતુ કે, જૂનાગઢની નોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા સૌથી વધુ 42.50 કરોડની રકમના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા. એ સિવાય રિલાયેબલ એન્ટરપ્રાઇઝના 42.36 કરોડ, વેદાંતના 34.50 કરોડ, પરિમલ એન્ટરપ્રાઇઝના 5.68 કરોડ, પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝના 22.80 કરોડ, ક્લાસિક ટ્રેડર્સના 25.10 કરોડ, આલ્ફા ટ્રેડિંગના31.52 કરોડ, પૂજા ટ્રેડિંગના 7.59 કરોડ અને સમર્થ એન્ટરપ્રાઇઝના 15.76 કરોડના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા.
April 6, 2019
rahul1.jpg
1min5520

કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગરીબોને વર્ષે રૂ. 72,000 આપવાની સ્કીમનો અમલ કરવા માટે મિડલક્લાસ પર ટેકસનો બોજો નાખવામાં નહીં આવે. કૉંગ્રેસે પોતાના વચનનામામાં ગરીબીરેખા નીચે જીવતા લગભગ પાચ કરોડ પરિવાર માટે દર વર્ષે રૂ. 72,000 આપવાની જાહેરાત કરી છે. પુણે ખાતે તેમણે આ વિશે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ જાહેરનામું ઘણા લોકો સાથે વાતચીત કર્યા બાદ બનાવવામાં આવ્યું છે. ગાંધીએ જાહેર કરેલી ‘ન્યાય’ સ્કીમ વર્ષે રૂ. 3.26 લાખ કરોડનો બોજ દેશની તિજોરી પર નાખશે. ભાજપ સહિત નિષ્ણાતોએ આટલું મોટું ફંડ ક્યાંથી આવશે તે અંગે સવાલો ઊભા કર્યા હતા. આરજે મલિષ્કા અને અભિનેતા સુબોધ ભાવે દ્વારા સંચાલિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ રાજકારણ, તેના વ્યક્તિગત જીવન અને બહેન પ્રિયંકા સાથેના સંબંધો વિશે પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે મહિલાઓને સંસદમાં 33 ટકા અનામત આપવાની વાત પણ કરી હતી.

ગાંધીએ ડિમોનિટાઈઝેશનને ડિઝાસ્ટરસ આઈડિયા ગણાવ્યો હતો. આ નિર્ણયને લીધે અર્થવ્યવસ્થા પર ઘાતક અસર થઈ હોવાની ટીકા તેમણે કરી હતી. નીતી આયોગને બંધ કરવાના કૉંગ્રેસના વચન અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે આપણને એવી સંસ્થા જોઈએ છે જે શું કરવું તે નક્કી કરે, પરંતુ તેનો અમલ તો રાજ્યસ્તરે થવો જોઈએ. બાલકોટમાં કરેલી ઍર સ્ટ્રાઈકનો શ્રેય કોણે લેવો જોઈએ તેમ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વાયુસેનાએ આનો શ્રેય લેવો જોઈએ. આ મુદ્દાને રાજકારણ સાથે જોડવામાં આવ્યો તે વાતનો મને અફસોસ છે, પરંતુ વડા પ્રધાને આમ કર્યું અને એ તેમની પસંદ છે. અભિનેતા સુબોધ ભાવેએ ગાંધીને પૂછ્યું હતું કે જો હું તમારી બાયોપિક બનાવું તો હિરોઈન તરીકે કોને કામ આપવું જોઈએ, ત્યારે રાહુલે જણાવ્યું હતું કે દુર્ભાગ્યપુર્ણ રીતે હું મારા કામને પરણેલો છું. સોશિયલ મીડિયામાં તેમના પર થતા જૉક્સ વિશે તેમણે જણાવ્યું હતું કે જે લોકો વર્ચ્યુઅલ રિયાલિટીમાં જીવે છે, તેમને જીવવા દો, પરંતુ લોકો વાસ્તવિકતાને નકારી શકે નહીં.

April 6, 2019
modi_rahul_matterphoto.jpg
1min13520

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને ભ્રષ્ટાચાર ‘એકબીજાના અવિભાજ્ય ભાગ’ છે. ઑગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર સોદાના કૌભાંડમાં પકડાયેલા વચેટિયા (દલાલ) ક્રિશ્ર્ચિયન મિશેલે કૉંગ્રેસનો ‘પ્રથમ પરિવાર’ આ ગેરરીતિમાં સંડોવાયો હોવાનો નિર્દેશ આપ્યો હતો.

મોદીએ દેહરાદૂનમાં જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે મિશેલે પૂછપરછ દરમિયાન બે નામ જાહેર કર્યા હતા. એક ‘એપી’ છે અને બીજું ‘એફએએમ’ છે. ‘એપી’ એટલે અહેમદ પટેલ અને ‘એફએએમ’ એટલે ‘ફેમિલી’ છે. તમે અહેમદ પટેલનું નામ સાંભળ્યું હશે? તેઓ ક્યા પરિવારની નજીક છે એ જાણો છોને? આ પરિવાર ‘ચોકીદાર’ના કડક પગલાંને સહન કરી નથી શકતો.

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટે વચેટિયા ક્રિશ્ર્ચિયન મિશેલ સામે ગુરુવારે દિલ્હીની અદાલતમાં પૂરક તહોમતનામું નોંધાવ્યું હતું. એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટે જણાવ્યું હતું કે મિશેલે ‘એપી’ એટલે અહેમદ પટેલ હોવાનું કબૂલ કર્યું હતું. આમ છતાં, મિશેલે શુક્રવારે કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે મેં આ સોદાના સંબંધમાં કોઇનું નામ નથી આપ્યું. દરમિયાન, કૉંગ્રેસે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા આ પ્રકરણમાં નોંધાવાયેલા પૂરક તહોમતનામાને ‘ચૂંટણી વખતનો સ્ટન્ટ’ ગણાવ્યો હતો.

અહેમદ પટેલે આ આક્ષેપને પાયાવિહોણો ગણાવીને જણાવ્યું હતું કે ચોકીદાર અને તેમના સાથીઓ ખોટી રીતે આક્ષેપ કરી રહ્યા છે. નૉટબંધી અને રાફેલના દલાલો હવે બચી નહિ શકે. જનતા તેઓને ચૂંટણીમાં પાઠ ભણાવશે.

April 6, 2019
upsc1.jpg
1min14650

યુપીએસસીએ શુક્રવારે જાહેર કરેલા સિવિલ સર્વિસીસની 2018ની અંતિમ પરીક્ષાના પરિણામમાં આઇઆઇટી બૉમ્બેનો બીટેકનો વિદ્યાર્થી કનિષ્ક કટારિયા પ્રથમ આવ્યો હતો. યુપીએસસીએ જણાવ્યું હતું કે કમિશને વિવિધ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ વગેરે સેવા માટે કુલ 759 ઉમેદવાર (577 પુરુષ અને 182 મહિલા)ની ભલામણ કરી હતી. કટારિયા અનુસૂચિત જાતિનો છે અને ગણિતને વૈકલ્પિક વિષય રાખીને ક્વૉલિફાઇ થયો હતો. તે બી.ટેક (કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)નો વિદ્યાર્થી છે.

ગુજરાતનું રિઝલ્ટ શું

UPSCની કમ્બાઈન્ડ સિવિલ સર્વિસિઝ એક્ઝામ (CCSE) 2018નું પરિણામ શુક્રવારે જાહેર થયું. ગુજરાતના 18 ઉમેદવારોએ UPSCની પરીક્ષા પાસ કરી છે અને એક પરીક્ષાર્થીએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. 2018માં ગુજરાતમાંથી 131 ઉમેદવારોએ યુપીએસસીની પ્રીલિમનરી પરીક્ષા પાસ કરી જેમાંથી 43 ગુજરાતી ઉમેદવારોએ એ યુપીએસસી સિવીલ સર્વિસીઝ મેઈન્સ પરીક્ષા પાસ કરી છે. ફાઈનલ સિલેક્શન અને રેન્ક નક્કી કરવા માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી એન્જિનયિરંગ સ્નાતક થયેલા કાર્તિક જીવાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય સાથે પરીક્ષા પાસ કરી અને યુપીએસસી ફાઇનલ્સમાં દેશભરમાં 94મો ક્રમાંક મેળવ્યો છે. કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ છે.

583મો ક્રમ મેળવનાર અલ્પેશ પંચાલ ભારતીય રેલવેમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરે છે. ઘાટલોડિયાનો રહેવાસી અને સુથારના દીકરા અલ્પેશે નોકરી કરતાં કરતાં જ પરીક્ષાની તૈયારી કરી. અલ્પેશે કહ્યું, “IIT બોમ્બેમાંથી મેં મિકેનિકલ એન્જિયરિંગની ડિગ્રી મેળવી અને બાદમાં સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. મને આશા છે કે હું IPS કે IRS કેડરમાં જોડાઉં.” બી. જે. મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવનાર ડૉ. મનોજ ભરતે 622મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવ્યો છે. ડૉ. મનોજે કહ્યું, ‘IPS કેડરમાં જોડાવાની આશા છે.’ શહેરના અન્ય એક ઉમેદવાર પિંકેશ પરમહંસે 685મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો.

પરિણામનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, 3 ઉમેદવારોએ પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી, બીજા પ્રયાસમાં પાંચ ઉમેદવારો અને ત્રીજા પ્રયાસમાં બે ઉમેદવારો પાસ થયા. 6 સફળ પરીક્ષાર્થીઓ 20થી 25 વર્ષની વયના છે અને એક 30થી વધુની ઉંમરનો છે. સ્પીપા (સરદાર પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)ના સૂત્રોના જણાવ્યા અનુસાર UPSCએ જાહેર કરેલી ખાલી જગ્યાની સંખ્યામાં ઘટાડો થયો છે તેમ છતાં ઈન્સ્ટીટ્યૂટનું પરિણામ ઊંચું આવ્યું છે. જાગૃતિ અને પરીક્ષાની ઉત્તમ તૈયારીના લીધે સારું પરિણામ પ્રાપ્ત થયું છે. 2017-18માં પાસ થનારા ઉમેદવારો 22 હતા. જ્યારે 2016-17માં આ આંકડો 19 હતો.”

Complete Results with name

https://upsc.gov.in/sites/default/files/FR-CSME-2018-Engl.pdf

 

April 5, 2019
kapas.jpg
1min13120
કપાસનો ભાવ સૌરાષ્ટ્રના અર્થતંત્ર ઉપર ઉંડો પ્રભાવ પાડનારો રહ્યો છે. મંદી હોય ત્યારે બૂમરાણ મચી જાય પણ તેજી વખતે બજારમાં તેની ચમક હોય. લગભગ આઠ વર્ષના દિર્ધ ગાળા પછી પ્રથમ વખત કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં મણદીઠ રૂ. 1300ની સપાટીએ પહોંચ્યો છે. કપાસના ઉત્પાદનમાં મોટું ગાબડું નીકળ્યું છે તેના પરિણામે માલ ખૂટવા લાગ્યો છે. બીજી તરફ મંદીની બૂમરાણ મચાવી રહેલા મોટાં ટ્રેડરો અને કંપનીઓ પણ તેજીમાં આવી જતા કપાસની સાથે રૂ, કપાસિયા તથા ખોળમાં પણ ભારેખમ તેજી થઇ છે. જોકે કપાસનો જથ્થો હવે જૂજ ખેડૂતો પાસે હોય તેજીનો લાભ મેળવવામાંથી મોટાંભાગના વંચિત રહી ગયા છે.
અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ રૂ. 1090-1300માં વેચાયો હતો. જોકે ગામડે પણ રૂ. 1275 સુધી કામકાજ થયા હતા. મહિનામાં પેમેન્ટ કરવાની શરતે રૂ. 1300માં કેટલાક ગામડાંમાંથી સોદા થયા હતા તેમ સૌરાષ્ટ્ર કોટન અને કોટનસીડ બ્રોકર્સ એસોસીએશનના પ્રમુખ અવધેશભાઇ સેજપાલે કહ્યું હતુ. તેમણે કહ્યું કે, સીઝનના આરંભે 370 લાખ ગાંસડી રૂનો પાક થશે તેવા અંદાજો હતા પરંતુ વાતાવરણની પ્રતિકૂળતા વચ્ચે પાક હવે 300-310 લાખ ગાંસડી માંડ માંડ આવશે એવી ધારણા બજારમાં બધે જ પ્રવર્તી છે. અગાઉ મોટાં પાકની ધારણા વચ્ચે મંદીમાં મહાલી રહેલો તમામ વર્ગ તેજીમાં આવી જતા લાવ લાવની તેજી થઇ છે.
તેમણે કહ્યું કે, કપાસની સીઝન શરું થવાની હોય ત્યારે મોટાં મોટાં સંગઠનો પાકના આસમાની અંદાજો મૂકે છે. મોટાં અંદાજોની અસરથી ખેડૂતો માલ વેંચી નાંખે છે અને જિનો પણ ખોટમાં ચાલે છે. સીઝનના અંતે પાક ઓછો નીકળતા ખેડૂતોને કપાસની તેજીનો લાભ મળતો નથી. અત્યારે એવી જ સ્થિતિ છે. મોટાંભાગના ખેડૂતો કપાસ વેંચી ચૂક્યાં છે. હવે 10 ટકા સ્ટોક ફક્ત મજબૂત હાથમાં છે તેમને જ તેજીનો લાભ મળી રહ્યો છે.
કપાસનો ભાવ રૂ. 1300 થયો છે. બીજી તરફ રૂનો ભાવ તુલનાત્મક રીતે ઓછો વધે છે એટલે જિનીંગ મિલોને રૂ. 1500ની ડિસ્પેરીટી થઇ ગઇ છે. ડિસ્પેરીટી ઘટાડવા માટે જિનો કપાસિયા ઉંચા ભાવે વેંચવા લાગતા કપાસિયામાં પૂરપાટ તેજી ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં કપાસિયા રૂ 580-600માં વેંચાતા હતા. ચાલુ સીઝનનો સર્વોચ્ચ ભાવ થઇ ગયો છે. કપાસમાં એક દિવસમાં રૂ. 20નો વધારો થયો છે. જ્યારે કપાસિયામાં રૂ. 30 ઉંચકાઇ ચૂક્યાં છે.
કપાસની તેજી વચ્ચે સંકર રૂનો ભાવ પણ સીઝનની ટોચ ઉપર રૂ. 45800-46300એ પહોંચી ગયો છે. રૂ બજારમાં વધુ તેજી શક્ય છ ઁતેમ અભ્યાસુઓ કહેછે. રૂમાં સ્થાનિક અને નિકાસ માગ ઉંચા મથાળે અટકી ગઇ છે.
અભ્યાસુઓના મતે તેજીને લીધે કપાસની વેચવાલીમાં સાવ ઘટાડો આવે એમ છે. એ જોતા જિનોને કાચો માલ મળે તેમ નથી. કાચો માલ ન મળતા જિનીંગ મિલો પંદર વીસ દિવસમાં મોટેભાગે બંધ થઇ જાય તેમ છે.
April 5, 2019
fugen_world.jpg
1min11850

11-12 સાયન્સમાં ફ્યુજન વર્લ્ડ અને 4 શાળાઓ 150 તેજસ્વી વિદ્યાર્થીઓને મફત ભણાવશે

કામરેજ સ્થિત શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વસિષ્ઠ જેનેસીસ સ્કુલ-બારડોલી, નાનપુરા સ્થિત જીવનભારતી ફુલ-ડે સ્કુલ અને હરીઓમ સ્કુલ ઓફ સાયન્સ, પૂણાગામ, સુરત એમ ચાર શાળાઓએ અને પાંચમી સંસ્થા ફ્યુજન વર્લ્ડનું એક ગ્રુપ રચાયું છે જે  શહેરમાં ધો.11-12 સાયન્સનું ગુણવત્તાસભર એજ્યુકેશન પુરૂં પાડી રહ્યું છે. ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં ધો.11-12 સાયન્સનું શાળાકીય શિક્ષણ ઉપરાંત મેડીકલ તથા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની નીટ-જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓનું પણ ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ પૂરૂં પાડવામાં આવે છે.  જેમણે ધો.11-12 સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અદભૂત યોજના લોંચ કરી છે. જેમાં તેજસ્વી હોય અને જેમના માબાપ ધો.11-12 સાયન્સમાં અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહોય તેવા વિદ્યાર્થીઓને ધો.10ના મેરીટના આધારે પ્રવેશ આપીને બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે.

ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી 4 શાળાઓમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય કોઇ ટ્યુશન કે કોચિંગ નહીં લેવું પડે

  • ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓ
  • કામરેજ સ્થિત શ્રી વસિષ્ઠ વિદ્યાલય,
  • બારડોલી સ્થિત વસિષ્ઠ જેનેસીસ સ્કુલ
  • નાનપુરા સ્થિત જીવનભારતી ફુલ-ડે સ્કુલ
  • પૂણાગામ સુરત સ્થિત હરીઓમ સ્કુલ ઓફ સાયન્સ

ફ્યુજન વર્લ્ડ એ એવી શાળાઓનું સંગઠન છે જે ધો.11-12 સાયન્સ પછી આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બાયોલોજી ગ્રુપમાં નીટ (મેડીકલ-ડેન્ટલ-હોમિયોપેથી-આયુર્વેદિકમાં પ્રવેશ માટે) અને જેઇઇ મેઇન્સ તથા એડવાન્સ્ડ (આઇ.આઇ.ટી, એન.આઇ.ટી., ત્રિપલઆઇટી જેવી રાષ્ટ્રીય મહત્વતા એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની) પરીક્ષાની તૈયારી કરાવે છે. ચારેય સંસ્થાઓમાં નિવડેલા શિક્ષકો, પોતાને સતત અપડેટ રાખતા શિક્ષકો, પોતાનું જ્ઞાન વધે તેવા સતત પ્રયાસો કરતા શિક્ષકો દ્વારા વિજ્ઞાન પ્રવાહ તેમજ પ્રવેશ પરીક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે.

ફ્યુજન વર્લ્ડ સાથે જોડાયેલી ચારેય સ્કુલો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત ધો.11-12 શાળાકીય શિક્ષણ તેમજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાની તૈયારી પણ કરાવશે.

ફ્યુજન વર્લ્ડ સાથે જોડાનારા વિદ્યાર્થીઓએ ધો.11-12 સાયન્સમાં અભ્યાસ માટે કે કોઇપણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખાનગી કે વધારાનું ટ્યુશન લેવાની કે કોચિંગ ક્લાસીસમાં જોડાવાની બિલકુલ જરૂર નહીં રહે.

તેજસ્વી હોય તેવા 150 ગરીબ વિદ્યાર્થીઓને કલ્પ 150 અન્વયે બિલકુલ ફ્રી ભણાવાશે પણ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરવા ઇચ્છુક તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમના વાલીઓ આર્થિક રીતે ધો.11-12 સાયન્સનો અભ્યાસ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે કલ્પ 150 યોજના લોંચ કરી રહ્યા છે. ધો.10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કલ્પ 150 યોજનામાં સામેલ થવું હોય તો તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ યોજનામાં ધો.10માં ટોપ મેરિટ ધરાવતા પ્રથમ 150 વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવશે. ફ્યુજન વર્લ્ડ કલ્પ 150 યોજનામાં રજિસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે થઇ શકે છે.

કલ્પ 150 યોજના માટે અહીં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

કલ્પ 150 યોજનાનો લાભ લેવા ઇચ્છતા તેજસ્વી અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓએ

ફોન નં. 9727 99 1009 તેમજ 9624 39 1009

Website for online Registration www.fugenworld.com

ફ્યુજન વર્લ્ડના નીચે મુજબના પોસ્ટરમાં કલ્પ 150 યોજના અંગેની સઘળી માહિતી દર્શાવવામાં આવી છે.

 

April 5, 2019
sabarmati-1280x720.jpg
1min15070

ગુજરાતની સૌથી મોટી નદીનું બિરૂદ ધરાવતી અને રાજ્ય સરકારના મહત્ત્વકાંક્ષી એવા રિવરફ્રન્ટ પ્રોજેકટ બાદ શહેરની રોનકમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. જ્યાં અનેક રાજ્યના લોકો નિહાળવા આવતા હોય છે ત્યારે બીજી બાજુ સાબરમતીનો રિવરફ્રન્ટ શહેરનો સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ તા.1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નદીમાં ઝંપલાવીને કુલ 34 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડે 18 જેટલા લોકોને ડૂબતાં બચાવી લાધા હતા. છેલ્લા ત્રણ મહિનામાં ફાયરબ્રિગેડને 50થી વધુ કોલ મળ્યા હતા અને સ્થળ પર જઈને રેસ્ક્યુ કરીને અનેક લોકોને ડૂબતા બચાવવા હંમેશા નદી કિનારે ટીમ તૈનાત રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાબરમતી નદી પર સૌ પ્રથમ રિવરફ્રન્ટ બનતા દૂરદૂરથી અનેક સહેલાણીઓ નદીને નિહાળવા આવતા હોય છે. જેથી શહેરની રોનકમાં ખૂબ જ વધારો થવા સાથે નદીનો રિવરફ્રન્ટ સમગ્ર દેશમાં પિકનિક પોઈન્ટ તરીકે ઊભરી આવ્યો છે ત્યારે બીજી બાજુ આ સ્થળ શહેરનો સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ અહીં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે મનપાએ તમામ બ્રિજ પર ઊંચાઇવાળી લોખંડની જાળી લગાડી દીધી હતી જેના કારણે ગત વર્ષોની તુલનામાં ચાલુ વર્ષે બ્રિજ પરથી નદીમાં પડવાના કિસ્સાઓમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પરંતુ ગત માર્ચ મહિનામાં સાબરમતી નદીમાંથી લાશ મળવાની સંખ્યામાં વધારો થયો છે. જાળીઓ લગાવ્યા બાદ હવે લોકો વોક-વે પરથી પડતું મૂકી આત્મહત્યા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ફાયરે બચાવેલા 8 લોકોમાંથી મોટા ભાગનાએ વોક-વે પરથી પડતું મૂક્યું હતું. જો કે, કેટલાક લોકો જાળી પર ચડીને પણ નદીમાં ઝંપલાવી દેતા હોય છે.

તા.1લી જાન્યુઆવી 2019થી અત્યાર સુધામાં ફાયર બ્રિગેડને મળેલા કોલ મુજબ જાન્યુઆરી મહિનામાં 7 પુરુષ અને 1 મહિલા મળી 8 લાશ મળી હતી. ફેબ્રુઆરી મહિનામાં 5 પુરુષ 1 મહિલા મળી 6 લાશ મળી હતી. જ્યારે 2 પુરૂષ અને 1 મહિલાને બચાવ્યા હતા. જ્યારે ગત માર્ચ મહિનામાં 16 પુરુષ અને 4 મહિલાઓ મળી 20 લાશ મળી છે. જ્યારે 2 પુરુષ અને 3 મહિલા મળી પાંચ લોકોને બચાવ્યા લીધા હતા અને સૌથી વધુ 20 લોકો માર્ચ મહિનામાં નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

છેલ્લા ત્રણ મહિનામાં મનપાના ફાયરબ્રિગેડને 50થી વધુ કોલ મળ્યા હતા જેમાં ફાયરની રેસ્ક્યૂ ટીમે માત્ર માણસોના નહીં પક્ષીઓ અને પ્રાણીઓને એટલે કે, કબૂતર, સમડીઓ, કૂતરાઓ નદીમાં અકસ્માતે પડી જતા તેમને પણ જીવતા બચાવી લીધા હતા. આમ શહેરમાં ફાયરની બચાવ ટીમને સાહસિક કામગીરી કરીને અનેકના જીવો બચાવ્યા છે.