Slider Archives - Page 380 of 491 - CIA Live

April 5, 2019
calogo1.jpg
2min13660

ધો.12 કોઇપણ પ્રવાહ પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માટેનું પહેલું ચરણ ગણાતી સી.પી.ટી. (કોમન પ્રોફિશ્યન્સી ટેસ્ટ) જુન 2019માં બેસવા માટેના રજિસ્ટ્રેશન તા.4 એપ્રિલ 2019થી શરૂ થઇ ચૂક્યા છે. ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સી.એ. કોર્સ કરવો હોય તો સી.પી.ટી. માટે રજિસ્ટ્રેશન કરીને એ પરીક્ષા આપવી ફરજિયાત છે.

તા.30મી જૂન 2019ના રોજ લેવાનારી સી.પી.ટી. પ્રવેશ પરીક્ષાની સઘળી માહિતી નીચે મુજબ છે.

1. Last date for registration to CPT Course with BOS 30th June, 2017
2. Commencement of Online filling of CPT Examination Form 4th April, 2019 (10:00 A.M. IST)
3. Last date & time for Login Creation/New User Registration 02nd May, 2019 upto 5:30 P.M. (IST)
4. Last date & time for submitting the form and making payment without Late Fee through already created Login 24th April, 2019 upto 23:59 P.M. (IST)
5. Last date & time for filling the form and making payment with Late Fee through already created Login 02nd May, 2019 upto 23:59 P.M. (IST)
6. Last date for receipt of print out of online examination form duly filled up(PDF) 06th May, 2019
7. Date of CPT Examination 16th June, 2019 (Sunday)
8. Hosting of Correction Window -I [(without fee) will be available for one week from the date of hosting] 1st Week of May, 2019 (for one week) **
9. Hosting of Correction Window -II [(with fee) will be available upto 07th June, 2019] 4th Week of May, 2019 to 07th June, 2019. **
10. Likely date of declaration of result (icaiexam.icai.org) Around mid July 2019

સી.એ.ની એન્ટ્રન્સ એકઝામ સી.પી.ટી. જૂન 2019ની પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની વિગતો

http://icaiexam.icai.org/Announcements/Guidance_Notes_CPT_June2019.pdf

સી.પી.ટી. 2019માં રજિસ્ટ્રેશન કરાવવા માટેની લિંક ક્લીક કરો

http://icaiexam.icai.org/index1.php#

 

April 5, 2019
congress.jpg
1min5430

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ટેલિવિઝન છે, પણ વિઝન ન હોવાનો ટોણો કૉંગ્રેસે ભાજપ સરકારને માર્યો હતો. કૉંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ સરકારનું નબળું પ્રદર્શન એ દર્શાવે છે કે મોદી પાસે ટેલિવિઝન છે, વિઝન નથી.

સશસ્ત્ર સેનાને આપવામાં આવેલા ખાસ પાવર્સ માટેના અફસ્પા કાયદામાં ફેરફાર મામલે ભાજપે કૉંગ્રેસની કરેલી ટીકાને વખોડતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે પોતાનો પક્ષ આ મામલે ફક્ત સમીક્ષા કરવા માગે છે અને એ માટે ચર્ચા કરવા માગે છે. આ સાથે પ્રિયંકાએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં અમીરો વધુ અમીર અને ગરીબો વધુ ગરીબ બન્યા છે, પણ કૉંગ્રેસના જાહેરનામામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો ને અન્ય વર્ગને ન્યાય અપાવવાની વાત કહેવામાં આવી છે.

April 5, 2019
modi_film-1280x720.jpg
1min6520

આજ (શુક્રવાર)થી ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત આ ફિલ્મની રિલીઝ સામે કરાયેલી રિટ પિટિશન પર સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે હા પાડી હોવાને કારણે ફિલ્મની રિલીઝ લંબાવવામાં આવી છે.

ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘પીએમ નરેન્દ્ર મોદી’ પાંચમી એપ્રિલે રિલીઝ નહીં થાય. આગળની તારીખ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટ ફિલ્મની રિલીઝ સામેની રિટ પિટિશન પર સુનાવણી કરવા માટે રાજી થયાના કલાકો બાદ તેની રિલીઝ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર ઉમંગ કુમારે જણાવ્યું હતું કે ફિલ્મને ટૂંક સમય બાદ રિલીઝ કરવામાં આવશે. હાલમાં અમે તેની તારીખ જાહેર નહીં કરી શકીએ. વિરોધ વધી રહ્યો છે જેને સમજવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે અભિનેતા વિવેક ઑબેરોય આ ફિલ્મમાં મોદીની મુખ્ય કલાકારની ભૂમિકા ભજવશે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી વડા પ્રધાન બન્યા ત્યાં સુધીની તેમના જીવનની સફર પર ફિલ્મ આધારિત છે. ફિલ્મ સામે અરજી કરનાર કૉંગ્રેસના નેતા અભિષેક માનુ સિંઘવીએ જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષના લોકો દ્વારા પ્રોડ્યુસર થયેલી આ ફિલ્મને કારણે મુક્ત અને પારદર્શક ચૂંટણી યોજવામાં આડઅસર થશે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી સોમવારથી શરૂ થશે. ફિલ્મની રજૂઆત પર દખલગીરી કરવાનો ત્રણ હાઇ કોર્ટે ઇનકાર કર્યા બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. મધ્ય પ્રદેશ, મુંબઈ અને દિલ્હી હાઇ કોર્ટે થોડા દિવસોમાં આવી અરજીઓ રદ કરી હતી.

April 4, 2019
b2-1280x720.jpg
1min14920

જુઓ વિડીયો

આજરોજ તા.4 એપ્રિલ 2019ના રોજ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદતના ત્રણ કલાક પહેલા સુરત કલેક્ટરેટ ખાતે ઉમેદવારી કરવા પહોંચેલા ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો સાથે આવેલા કાર્યકરો વચ્ચે કોઇક મુદ્દે બબાલ થઇ હતી અને જોતજોતામાં બન્ને પાર્ટીના કાર્યકરો મારામારી પર ઉતરી આવ્યા હતા. મારા મારી એટલી હદે થઇ હતી કે મહિલા કાર્યકરો સમેત અનેક લોકોના કપડા પણ ફાટી જવા પામ્યા હતા. બન્ને પાર્ટીના કાર્યકરોએ એક બીજાને જે આવ્યું તે મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન મચેલી ધમાચકડીમાં ભાજપા અને કોંગ્રેસના અનેક મોટા નેતાઓ મામલો થાળે પાડવા માટે વચ્ચે પડ્યા હતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. પોલીસના જવાનોએ વચ્ચે પડીને બાખડી રહેલા બન્ને પાર્ટીના કાર્યકર્તાઓને છૂટા પાડ્યા હતા.

ઘટનાને પગલે કલેક્ટરેટ ખાતે વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ સુરત શહેર ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલાએ પત્રકારોન ેસંબોધતા કોંગ્રેસીઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપાના કાર્યકરો પર પહેલા કોંગ્રેસીઓએ હુમલો કર્યો હતો. તેમણે પોલીસને વિડીયો શૂટિંગના આધારે પગલાં ભરવા માટે પણ જણાવ્યું હતું.

દરમિયાન પોલીસે ભાજપાના બે કાર્યકરોને આ મામલામાં જીપમાં બેસાડવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ભાજપાના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને મામલો ગરમ કરી મૂક્યો હતો. શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાલા, નવસારીના ઉમેદવાર  સી.આર. પાટીલ સમેત આગેવાનોએ મામલો શાંત પાડ્યો હતો. આમ છતાં બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ એક બીજા સામે ઘૂરકીયા કરતા જણાયા હતા. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં પણ કલેક્ટરેટ સંકુલમાં મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો હતો.

April 4, 2019
RBI.jpg
1min15790

આરબીઆઈ દ્વારા આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ભારતના અર્થતંત્રને વેગ આપતી મોનેટરી પોલિસી જાહેર કરી હતી. જેના ભાગરૂપે રેપોરેટ, વ્યાજના દરમાં 0.25 ટકાનો સતત બીજી વાર ઘટાડો કરાયો છે. આ સાથે જ એશિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે ત્રણ મહિનામાં વ્યાજના દરમાં બે વાર ઘટાડો કર્યો છે.

નાણાકીય વર્ષ 2019-20ની સૌ પહેલી મોનેટરી પોલિસીમાં રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં ઘટાડો કરાતા હવે તે 6 ટકા પર આવી ગયો છે. રેપો રેટ એવો દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને નાંણા ધીરે છે.

વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણમાં મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે હાલના નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં જીડીપી ગ્રોથ રેટ 6.8 થી 7.1 ટકા વચ્ચે રહી શકે છે, અને પછીના છ મહિનામાં તે વધીને 7.3 થી 7.4 ટકા થઈ શકે છે.

આ સિવાય ફુગાવાનો દર આ નાણાકીય વર્ષમાં 2.9 થી 3 ટકા આસપાસ રહેશે. ફુગાવો ઘણો નીચો રહેવાની શક્યતા પર આરબીઆઈએ વ્યાજના દર ઘટાડ્યા છે. જ્યારે 2019-20ના છેલ્લા છ મહિનામાં ફુગાવાનો દર 3.5 થી 3.8 ટકા સુધી રહેવાનો અંદાજ રિઝર્વ બેંકે વ્યક્ત કર્યો છે.

આરબીઆઈ આ વખતે પણ વ્યાજના દરમાં ઘટાડો કરશે તેવું નક્કી મનાતું હતું. જો વ્યાજ દરમાં ઘટાડો ન થાય તો પણ તે સ્થિર રહે તેવી પૂરી શક્યતા હતી, કારણકે હાલની સ્થિતિને જોતા રિઝર્વ બેંક કોઈ સંજોગોમાં વ્યાજ દર નહીં વધારે એમ માનવામાં આવી રહ્યું છે.

 

April 4, 2019
daya.jpg
1min14770
ભારતીય ટીવી પરદાની સૌથી લોકપ્રિય કોમેડી સિરીયલ પૈકિની એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે એક આંચકારૂપ સમાચાર છે. ફાઇનલ રિપોર્ટ અનુસાર આ શ્રેણીમાં હવે ફરી કયારેય પણ દિશા વાંકાણી દયાભાભીના લોકપ્રિય પાત્રમાં જોવા મળશે નહીં. દિશા વાંકાણીએ ગોકુલધામ સોસાયટીમાં વાપસી કરવાનો ઇન્કાર કરી દીધો છે. તારક મહેતા શોના પ્રોડયૂસર આસિત મોદીએ સ્વીકારી લીધું છે કે અમારે નવા દયાભાભી શોધવા રહ્યા. શોથી કોઇ મોટું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે નવા ચહેરા સાથે આગળ વધશે, કારણ કે દયાબેન વિના અમારું ફેમિલી અઘૂરું છે.
આસિત મોદીએ એમ પણ કહ્યંy કે આપણા દેશમાં કામકાજી મહિલાઓ પ્રેગનેન્ટ થતી રહે છે, મેટરનિટી બ્રેક લે છે અને ફરી કામ પર વાપસી કરે છે. અમે દિશાને સમય આપ્યો હતો. અમે તેની ઘણી રાહ પણ જોઇ પણ હવે નવા દયાભાભી શોધવા જ રહ્યા. અમે નવા દયા ભાભી શોધવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે દિશા વાંકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં નથી. નવે. 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો.
April 4, 2019
saurashtra.png
1min6500
અમરેલીમાં ધાનાણી, સુરેન્દ્રગરમાં સોમા પટેલ, રાજકોટમાં કગથરા, પોરબંદરમાં વસોયા અને જૂનાગઢમાં પૂંજા વંશ મેદાનમાં, 
જો ઉમેદવાર લોકસભા ચૂંટણી જીતે તો વિધાનસભાની પેટાચૂંટણી આવે
લોકસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કેંગ્રેસ બન્ને માટે ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન બની રહી હતી. અલબત્ત, ભાજપે શરૂઆતી યાદીમાં જ 1પ ઉમેદવારોને રિપિટ કરતાં કેંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી મુશ્કેલ બની હતી. ફોર્મ ભરવાના આગલા દિવસ સુધી કેંગ્રેસ માટે ઉમેદવારોની કશ્મકશ ચાલી હતી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ પ્રદેશની સાત બેઠકમાંથી પાંચ બેઠક ઉપર કોંગ્રેસે પાંચ ધારાસભ્યોને લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે.
રાજકોટમાં ભાજપે મોહનભાઈ કુંડારીયાને રિપિટ કરતાં કેંગ્રેસ માટે આ મહત્ત્વની બેઠક ઉપર વજનદાર ઉમેદવારની મથામણ વધી હતી. કેંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક ઉપર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે. કેંગ્રેસે ભાજપના કડવા પટેલ ઉમેદવારને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાદી સમીકરણ ધ્યાનમાં રાખ્યું છે.
એવી જ રીતે પોરબંદર બેઠક માટે ભાજપને પણ મૂંઝવણ હતી. વિઠ્ઠલભાઈ રાદડિયા બિમાર હોવાથી યોગ્ય ઉમેદવારની શોધ લાંબો સમય ચાલી હતી અને અંતે આ બેઠક માટે ઓછા જાણીતા ચહેરા રમેશ ધડૂકને ભાજપે ટિકિટ આપી હતી. અલબત્ત, કેંગ્રેસે આ બેઠક ઉપર ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો ભાજપે કેટલાક દિવસો પહેલાં હૃદયરોગના નિષ્ણાત ડૉ.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ ફાળવ્યા બાદ કેંગ્રેસ કોને ટિકિટ આપશે, તેના ઉપર સૌની નજર હતી. શામજીભાઈ ચૌહાણનું નામ ચર્ચાતું હતું પણ તેમને કેંગ્રેસ તરફથી અન્યાય થતો હોવાનું જણાતાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે કેંગ્રેસે લીમડીના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર પંથકના કદાવર નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ટિકિટ આપી છે.
2017માં વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં ભાજપનો સફાયો થઈ ગયો હતો અને તમામ બેઠકો કોંગ્રેસે હસ્તગત કરી હતી. આ વખતે કેંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં ઉતાવળ કરી નથી અને સમજી વિચારીને ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જૂનાગઢ બેઠક માટે ભાજપનું કોકડું ગૂંચવાયેલું હતું પણ એ પહેલાં કેંગ્રેસે ઊનાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પૂંજાભાઈ વંશને લોકસભા ચૂંટણીના મેદાન-એ-જંગમાં ઉતાર્યા છે.
પાટીદાર સમીકરણની દ્રષ્ટિએ અમરેલીની બેઠક મહત્ત્વની છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું કેંગ્રેસમાં કદ વધી ગયું છે અને હાલમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પણ છે. ભાજપે અમરેલીમાં નારણભાઈ કાછડીયાને ટિકિટ આપ્યા બાદ કેંગ્રેસ મગનું નામ મરી પાડતો નહોતો. અંતે ગઈકાલે પરેશ ધાનાણીના નામની જાહેરાત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની સાતમાંથી પાંચ બેઠક ઉપર કેંગ્રેસે ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જો આમાંથી જે ઉમેદવાર જીતે તો નજીકના ભવિષ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી કરવી પડે.
April 4, 2019
social-media-in-education.jpg
1min7230

જયેશ બ્રહ્મભટ્ટ

અગાઉ મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં ચૂંટણી પંચે શિક્ષકો માટે એવી સૂચના જારી કરી હતી કે શિક્ષકો રાજકીય સભાઓ, ચૂંટણી સભાઓમાં જઇ શકશે નહીં કે ભાષણ કરી શકશે નહીં હવે શિક્ષકો માટે એવી સૂચના બહાર પાડવામાં આવી છે કે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર શિક્ષકો કોઇપણ પ્રકારની રાજકીય પોસ્ટ મૂકી શકશે નહીં. શિક્ષકો બહોળા વર્ગના લોકોને પ્રભાવિત કરી શકે છે. શિક્ષકોના વિદ્યાર્થીઓ ભલે મતદારો ન હોય પરંતુ, તેઓનો પ્રભાવ વાલીઓ-મતદારો પર જોવા મળે છે અને તેમની પોસ્ટથી તેઓ પ્રભાવિત કરી શકે તેમ હોવાથી શિક્ષકોને રાજકીય પોસ્ટ મૂકવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

ગુજરાતમાં આવી કોઇ સૂચના ચૂંટણી પંચે જારી કરી હોય તેવી જાહેરાત કરવામાં આવી નથી.

(સિમ્બોલિક ફોટો)

શિક્ષકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ

મહારાષ્ટ્ર રાજ્યની વાત છે. રાજકીય પક્ષની સભામાં ઉપસ્થિત રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ચૂંટણી પંચે હવે શિક્ષકોને સોશિયલ મીડિયા પર રાજકીય પોસ્ટ નાખવા પર રોક મૂકી છે. આ અંગેની સૂચના લાતુર લોકસભા મતદારક્ષેત્રના ચૂંટણી અધિકારીએ બહાર પાડી છે. તેને કારણે શિક્ષકોના અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગામ મૂકવાનો આ પ્રયત્ન હોવાનો મત શિક્ષણ ક્ષેત્ર દ્વારા વ્યકત થઇ રહ્યો છે. દેશના પ્રત્યેક નાગરિકને કોઇને કોઇ પક્ષને મતદાન કરતો હોય છે. તેમાં શિક્ષકોનો પણ સમાવેશ છે. એવામાં શિક્ષકો પ્રચાર સભામાં હાજરી આપે અથવા એકાદી પોસ્ટ સોશિયલ મીડિયામાં નાખે એમાં વાંધો શું છે? એવો સવાલ શિક્ષકો ઉપસ્થિત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના લાતૂરમાં જારી કરવામાં આવેલી આ સૂચનાના સમચાર સમગ્ર ભારતમાં એટલા વાઇરલ થયા છે કે શિક્ષકોમાં તો આ મુદ્દે ભારે ગરમાગરમી છે. શિક્ષકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગામ સમાન આ ઘટના કમનસીબ ગણાવાય રહી છે.

April 4, 2019
Election-Duty.png
1min7380

‘ઇલેકશન ડ્યૂટી’ ખાનગી શાળાના શિક્ષકોને લાગુ થતી ન હોવાની કબૂલાત કેન્દ્રીય ચૂંટણી પંચે બુધવારે તા.3 એપ્રિલ 2019ના રોજ મહારાષ્ટ્ર-મુંબઇ હાઈ કોર્ટેમાં કરી હતી, પરિણામે ખાનગી શાળાના શિક્ષકોને મોટી રાહત મળી છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન ખાનગી સ્કુલોના શિક્ષકોને તેમજ બિન અનુદાનિત શાળાઓના શિક્ષકોને આડેધડ રીતે ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી હતી, જેની સામે મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષક મહાસંઘે દાખલ કરેલી અરજી પર ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ મનોજ સંકલેની ખંડપીઠ સામે સુનાવણી શરૂ હતી.

ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્યભરના સરકારી કર્મચારીઓ સાથે શિક્ષકોને પણ ચૂંટણી પંચ કામે લગાડે છે. આ વખતે પણ ચૂંટણી પંચે બિન અનુદાનિત શાળાના પહેલાથી ચોથા ધોરણના શિક્ષકોની યાદી માગી હતી. તેના વિરોધમાં બિન અનુદાનિત શાળા મહાસંઘે મુંબઈ
હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. નિયમ અનુસાર માત્ર અનુદાનિત શાળાના શિક્ષકોને જ ચૂંટણીના કામ માટે બોલાવી શકાય છે, કારણ કે આ શાળાને સરકાર પાસેથી અનુદાન મળે છે. જોકે, દર વર્ષે ખાનગી શાળાના શિક્ષકોને પણ ચૂંટણીના કામમાં ઘસેડવામાં આવે છે, તે ખોટું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.

April 4, 2019
gujarat_map-1280x1023.png
1min7180

ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે યોજાનારી ચૂંટણીના મતદારોમાં છેલ્લા થોડા દિવસેમાં જ 6 લાખ થી વધુ નવા મતદારોનો ઉમેરાયા છે.

લોકસભા 2019ની ચૂંટણીમાં હવે કુલ 4.51 કરોડ મતદારો મતદાન કરી શકશે. ગુજરાતની અદ્યતન મતદાર યાદીમાં 2.34 કરોડ પુરૂષ અને 2.16 કરોડ મહિલા તથા 990 થર્ડજેન્ડર મતદારોનો સામાવેશ થાય છે.

સૌથી વધુ મતદારો નવસારી મતવિસ્તારમાં 19.71 કરોડ અને સૌથી ઓછા ભરૂચ મતવિસ્તારમાં 15.64 કરોડ મતદારો નોંધાયા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી -2019 દરમ્યાન ઉપયોગમાં લેવાનાર મતદારયાદીમાં પુરુષ મતદારો 2,34,28,119 અને સ્ત્રી મતદારો 2,16,96,571 છે જ્યારે ત્રીજી જાતિના 990 મળીને કુલ મતદારો 4,51,25,680 નોંધાયા છે.

તા. 01.01.2019ની લાયકાતની તારીખ સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા. 01-09-2018 ના રોજ મતદાર-યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતા. તેમજ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા.31.01.2019 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી અને પુરવણી-1 તૈયાર કરવામાં આવી હતી. તા. 01.09.2018 ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દાની સ્થિતિએ મતદારો જોઇએ તો 2,29,18,894 પુરુષ મતદારો, સ્ત્રી મતદારો 2,11,55,545 અને ત્રીજી જાતિના 834 મતદારો નોંધાયા હતા.

આમ કુલ મતદારો 4,40,75,273 હતા. ત્યારબાદ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 દરમ્યાન પુરવણી-1માં ઉમેરાયેલા મતદારો (તા. 01-09-2018 થી તા. 31.01.2019 દરમ્યાન) જોઇએ તો પુરુષ 3,37,61 સ્ત્રી 3,33,069 અને ત્રીજી જાતિના 219 મળીને કુલ મતદારો 6,70,906 ઉમેરાયાં