CIA ALERT

Slider Archives - Page 370 of 491 - CIA Live

April 22, 2019
NEET-1.png
1min14620
  • 5મીએ લેવાનારી નીટમાં રાજ્યમાં 75 હજારથી વધારેનું રજિસ્ટ્રેશન

 

મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ માટે તા.૫મી મેના રોજ નીટ લેવાશે. આ વર્ષે નીટમાં ૧૫.૧૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે ૧૩.૨૮ લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે ગતવર્ષની સરખામણીમાં ૧૪ ટકા જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જેના કારણે મેડિકલમાં પ્રવેશ માટેનું કટ ઓફ પણ ઊંચુ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે.

નીટ માટે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૨ લાખ ૧૯ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતમાંથી અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. મહત્વની વાત એ કે ગુજરાત બોર્ડમાં બી ગ્રૂપમાં માત્ર ૭૪ હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ પાસ થતા નથી. આ ઉપરાંત પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે પ્રયાસ કરતાં નથી. આ સ્થિતિમાં ગુજરાતમાંથી ૭૫ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવ્યું?

ગુજરાત બોર્ડ ઉપરાંત ગુજરાતની સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોમાંથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ નીટ માટે રજિસ્ટ્રેશન કરે છે. આ સ્થિતિમાં ૭૫ હજાર વિદ્યાર્થી નીટ આપશે તે નક્કી છે. ગુજરાત બોર્ડમાં પણ ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૧૨ હજાર વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત નીટ આપનારા કુલ પૈકી ૫ હજાર વિદ્યાર્થી એવા છે કે જેઓ ૨૫ વર્ષ કરતાં વધુ વયના છે. અગાઉ ૨૫ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ નીટ આપી શકે કે નહીં તે મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. છેવટે આ અંગેની છૂટ આપવામાં આવતાં આ વર્ષે પ્રથમ વખત ૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહેશે.

April 22, 2019
archery-1280x720.jpg
1min8200

તીરંદાજીના વર્લ્ડ કપ માટે કૉલમ્બિયા જવા તૈયાર થયેલી ભારતના ૨૩ તીરંદાજોની ટીમ વિમાન મોડું થવાને કારણે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટેની મુદત ચૂકી ગઈ હતી. એ સાથે, વિશ્ર્વકપમાં ભાગ લેવાનું તેમનું સપનું રોળાઈ ગયું હતું.

સિનિયર રિકર્વ અને કમ્પાઉન્ડ ટીમોએ શનિવારે સવારે દિલ્હીથી ઍમ્સ્ટરડેમ જતી રૉયલ ડચ ઍરલાઇનની ફ્લાઇટ (કેએલએમ ૮૭૨)માં બેસવાનું હતું, પરંતુ ‘કામકાજને લગતા મુદ્દાઓને કારણે’ એ ફ્લાઇટ બે કલાક ત્રેપન મિનિટ મોડી થઈ હતી. ઍમ્સ્ટરડેમ ઍરપોર્ટ પર પહોંચવા માટે તેઓ વધુમાં વધુ સવા કલાક મોડા આવત તો ચાલી જાત, પરંતુ ફ્લાઇટ લગભગ ત્રણ કલાક મોડી થઈ હતી. તેઓ સમયસર ઍમ્સ્ટરડેમ પહોંચી ગયા હોત તો ત્યાંથી બોગોટાની ફ્લાઇટમાં બેસીને કૉલમ્બિયાના મેડેલિન ખાતે પહોંચ્યા હોત, પણ તેમનો એ પ્રવાસ રદ થયો હતો.

April 22, 2019
tiktok1.jpg
1min26920

આજકાલ ટીવી છાપાઓ અને સામયિકોમાં ટીક ટોકની બહુ ચર્ચા કરવામાં આવે છે, પણ આ ટીક ટોક છે શું? આ પ્રશ્ર્ન બધાને કદાચ થતો હશે અને તેમાં હું પણ અપવાદ નથી. નવી પેઢીના યુવાન-યુવતીઓ કે ટીનએજર્સને કદાચ એમ લાગે કે આટલી સામાન્ય વાત કોઈને સમજાતી નથી કે ટીક ટોક શું છે કે જ્યારે ૨૦૧૮માં ૬૬ કરોડ અને ૩૦ લાખ વખત આ ઍપને ડાઉનલોડ કરવામાં આવેલ હતું જે સંખ્યા ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડ કરવા કરતા પણ વધારે છે અને આ કુલ ૬૬ કરોડ ૩૦ લાખ ડાઉનલોડમાંથી ૪૦ ટકા તો માત્ર ભારતમાં જ કરવામાં આવેલ છે! અમેરિકામાં ૨૦૧૮માં સૌથી વધારે ડાઉનલોડ ઍપમાં ટીકટોક પ્રથમ ક્રમાંકે હતું. આટલો મોટો ક્રેઝ આ ચાઈનીઝ વીડિયોઍપનો છે જેમાં યુઝર્સના શોર્ટ વીડિયો એકબીજા સાથે શેર કરી શકાય છે.

બાઈટ ડાન્સ: બાઈટ ડાન્સ એ ચીનનું સાશિયલ મીડિયા ગ્રુપ છે કે જેણે સપ્ટેમ્બર, ૨૦૧૬માં ટીક ટોક વીડિયો ઍપ બજારમાં મૂકેલો હતો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્ટેમ્બર, ૨૦૧૭માં ટીક ટોકમાં યુઝર ૩ થી ૧૫ સેક્ધડનો મ્યુઝિકલ વિડિયો બનાવી શકે છે. રોજના કરોડોથી વધારે વીડિયો ૧૫૦ માર્કેટમાં ૭૫ ભાષાઓમાં જોવાય છે.

જેમ જેમ ટીક ટોક વધારે ડાઉનલોડ થવા લાગ્યું અને નવા નવા વીડિયો શેર થવા લાગ્યા ત્યાર પછી આમાં પણ બદી પેસી ગઈ અને અશ્ર્લીલ ચેનચાળા કરતા અને અશોભનીય બીભત્સ વીડિયોનું ગાંડપણ ટીનએજર્સમાં થવા લાગ્યું અને જેમ ટીવીમાં ટીઆરપી વધે તે ટીવીવાળાને ગમે તેમ ટીક ટોકની ડાઉનલોડ સંખ્યા વધવાનું ઍપના પ્રણેતાને ગમવા લાગ્યું, પણ હાલમાં જ ભારતમાં મદ્રાસ હાઈ કોર્ટે ગૂગલ અને એપલને તેના પ્લે સ્ટોરમાંથી ટીકટોકને કાઢી નાખવાનું કહેલ છે અને સુપ્રીમકોર્ટે પણ મદ્રાસ હાઈકોર્ટના જજમેન્ટ સામે સ્ટે આપવાનો ઈનકાર કરેલ છે. તેથી હાલમાં ભારતમાં ટીક ટોક ગૂગલ અને એપલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નહીં થઈ શકે. ટીક ટોક બેન્ડ કરવાનું કારણ છે કે કોઈ તેને રેગ્યુલેટ નથી કરતું તેથી સમાજ અને દેશ માટે તેનો ઉપયોગ સુરક્ષા માટે એક મોટો ખતરો છે.

જાન્યુઆરી, ૨૦૧૯માં અમેરિકાની “પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ તેના રિસર્ચ પેપરમાં જણાવેલું છે કે ટીક ટોક પશ્ર્ચિમના દેશો માટે એક મોટું સિક્યોરિટી રિસ્ક છે. રિસર્ચ પેપર ઉમેરે છે કે પશ્ર્ચિમના દેશોના યુઝર્સમાં આર્મફોર્સના સૈનિકો પણ સામેલ છે જે આ ઍપના પ્રોગ્રામના કારણે તેની ઈમેજિસ, લોકેશન અને બાયોમેટ્રિક ડેટા ટીક ટોકની ચીની માલિક કંપનીને પાસ ઓન કરી શકે છે અને ત્યાંથી તે ચીની સરકાર અને આર્મી પાસે પહોંચી શકે, કારણ કે ચીનની કોઈ કંપની એટલી સ્વતંત્રતા ધરાવતી નથી કે સરકારને ડેટા શેર કરવાની ના પાડી શકે! પીટરર્સનનું રિસર્ચ તો ત્યાં સુધી કહે છે કે ટીક ટોકનો સોશિયલ મીડિયા ઉપર ફેલાવો કોઈ પણ દેશમાં વિદેશી દખલ દઈને લોકોનું માનસ ભરમાવીને સરકાર ઊથલાવવા સુધી થઈ શકે તેમ છે.

૩ જુલાઈ, ૨૦૧૮ના ઈન્ડોનેશિયન સરકારે ટીક ટોકને તેના બીભત્સ વીડિયોના ફેલાવાના કારણે યુવા પેઢીના ભાવિને બચાવવા બેન્ડ કરેલ છે. નવેમ્બર, ૨૦૧૮માં બાંગલાદેશે પણ આજ કારણથી બેન્ડ કરેલ છે.

આમ ટીકટોકના અંકુશહીન ડાઉનલોડના કારણે વિશ્ર્વભરના દેશો ચિંતામાં છે. અમેરિકામાં તો ચીની ફાઈનાન્સ કંપની “એન્ટ ફાઈનાન્સને નેશનલ સિક્યોરિટી થ્રેટના કારણે “મનીગ્રામને ટેઈકઓવર કરવાની પરમિશન નથી આપી અને ભારતમાં આજ ચીની એન્ટ ફાઈનાન્સ કંપની બહુ પ્રચલિત પૅટીએમમાં બહુ મોટું મૂડીરોકાણ કરેલ છે! “ડેઈલી હંટ એ ભારતમાં બહુ વપરાતું ન્યૂઝઍપ છે, જેમાં સમાચારોના ઍલર્ટ આવતા હોય છે. આ ડેઈલી હંટમાં ૨૫ ટકા રોકાણ ચીની કંપનીનું છે અને ડેઈલી હંટના વપરાશ મનગમતા સમાચારો ફેલાવવા થઈ શકે તેમ છે.

સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ઍપના ડેવલોપમેન્ટ અને કોમર્શિયલ એક્સ્પ્લોઈટેશનમાં બહુ નાણાંની જરૂર પડે છે અને તેથી જ ચીની કંપનીઓ તેના નાણાંના જોરે ભારતમાં લોકલ કંપનીઓ સાથે જોડાઈ છે, પણ તેમાં નેશનલ સિક્યોરિટી જોખમમાં મુકાવાની શક્યતા નકારી શકાય તેમ નથી તેવું દિલ્હીસ્થિત “ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનનું કહેવું છે.

આમ ટીક ટોકનું બેન્ડ થવું કદાચ યુવા પેઢીને પસંદ ના પણ આવે અને સરકારને તેઓ ક્ધઝર્વેટિવ ગણે, પણ સૌની ફરજ છે કે તેઓને સમજાવે કે ચરિત્ર ભ્રષ્ટ થતું અટકાવવામાં અને રાષ્ટ્રીય સલામતીના હિતમાં જ્યાં સુધી ટીક ટોકને સંપૂર્ણ રીતે રેગ્યુલેટ ન કરી શકાય ત્યાં સુધી તેનું બેન્ડ થવું યુવા પેઢી અને રાષ્ટ્રના હિતમાં છે, કારણ કે કોઈ પણ સમાજનું ચારિત્ર્યઘટન અને દેશની સલામતી હંમેશાં પ્રથમ ક્રમાંકે જ હોય છે.

April 22, 2019
kanhaiya-kumar.jpg
1min6190

કેન્દ્રના પ્રધાન અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગીરીરાજસિંહ અને જેએનયુના સ્ટૂડન્ટ્સ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ ક્ધહૈયાકુમાર જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે બેગુસરાયમાં પ્રચાર કરવા આવતા અઠવાડિયે ટોચના ડાબેરી નેતા સીતારામ યેચુરી, ડી. રાજા અને શંકર રેડ્ડી તેમ જ બોલીવૂડના ગીતકાર જાવેદ અખ્તર સહિતના મહાનુભવો બિહારની ધરતી પર આવશે.

સામ્યવાદી પક્ષના રાજ્ય વડામથક એકમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ યેચુરી ૨૩ એપ્રિલે બેગુસરાયમાં સભાને સંબોધન કરશે અને સામ્યવાદી પક્ષના નેતા સુધાકર રેડ્ડી પણ એ દિવસે તેમ જ ત્યાર પછીના દિવસે બેગુસરાયમાં હશે. સામ્યવાદી પક્ષના રાષ્ટ્રીય સચિવ ડી. રાજા પાંચ દિવસ માટે આજે પટણા આવી પહોંચશે. આ પાંચ દિવસ દરમિયાન તેઓ ૨૩થી ૨૬ એપ્રિલ સુધી પક્ષના ઉમેદવાર ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. જાવેદ અખતર સંસદીય મતદારસંઘમાં ૨૩ એપ્રિલે આવશે, એમ તેમણે કહ્યું હતું. દરમિયાન, તેમની અભિનય ક્ષમતાને કારણે બૉલીવૂડમાં ખ્યાતનામ થયેલા અને બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પ્રકાશરાજ શનિવારે બિહાર પહોંચ્યા હતા. બેગુસરાય ક્ધહૈયાકુમારમય બની ગયું છે અને હું તેની સાથે પ્રવાસ કરું છું ત્યારે મને લોકોની આંખોમાં આશા નજરે પડી રહી છે. પવની દિશા બદલાઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. હું સશક્તીકરણનો અનુભવ કરી શકું છું. હું ક્ધહૈયાકુમારની સાથે છું તે બદલ ગર્વ અનુભવી રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.

બેંગલુરુથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી રહેલા પ્રકાશરાજે તેઓ સોમવારે ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરશે એવા સંકેત આપ્યા છે.

ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરનાર પ્રકાશરાજ બૉલીવૂડની બીજી સ્ટાર છે.

પંદર દિવસ અગાઉ બૉલીવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે અહીં એક સભાને સંબોધન કર્યું હતું.

April 21, 2019
sgcci3-1280x887.jpg
1min12820

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આજે તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહેલી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીનું મતદાન બરાબર સવારે 10ના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું છે.

પહેલા કલાકમાં જ 515 વોટ પડ્યા

સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ચૂંટણી પૂર્વે સવારે 9 વાગ્યાથી જ સી.એ. મિતિષ મોદી અને દિનેશ નાવડીયા કેમ્પન સમર્થકો સરસાણા પ્લેટિનમ હોલ પર પહોંચી ચૂક્યા હતા. પહેલા કલાકમાં જ 515 ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકોએ પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો. ચેમ્બરના જાણકારોનું કહેવું છે કે આટલું સ્પીડમાં વોટિંગ અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું.

મતદાનના પહેલા જ કલાકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનાથી વધારે ઉત્સાહ બન્ને પક્ષોના સમર્થકોમાં જોવા મળ્યો હતો. કેમકે મિતિષ મોદી તરફે અબકી બાર મોદી સરકાર જેવા સૂત્રોચ્ચાર શરૂ થયા હતા તો સામે દિનેશ નાવડીયા તરફે પણ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. મતદારો પણ પહેલા કલાકમાં મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

પહેલું મતદાન આ મેમ્બરે કર્યું

સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું ત્યારે પહેલું મતદાન નિમ્નદર્શિત ફોટોવાળા મેમ્બરે કર્યું હતું.

બન્ને ઉમેદવારો વચ્ચે સોહાર્દભર્યું વાતાવરણ સર્જાયું

ચેમ્બરની ચૂંટણીના અધિકારી પૂર્વ પ્રમુખ પી.એમ. શાહ સાથે વર્તમાન પ્રમુખ હેતલ મહેતા, ભાવિ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ કેતન (કલ્લુભાઇ દેસાઇ) તેમજ બન્ને ઉમેદવારો સી.એ. મિતિષ મોદી અને ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા મતદાન પૂર્વે આ પ્રકારે મળ્યા હતા.

મિતિષ મોદીએ મતદાન કર્યું

સરસાણા પ્લેટિનમ હોલ ખાતે મતદાન શરૂ થતાંની સાથે જ સી.એ. મિતિષ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિનેશ નાવડીયાએ પણ ત્વરિત મતદાન કર્યું

શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયાએ પણ મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો.

April 21, 2019
baps_logo.jpg
2min15370

યુનાઇટેડ આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્વરૂપમાં પહેલા હિંદુ મંદિરનું ખાત મુહૂર્ત મહંત સ્વામી મહારાજના હસ્તે તાજેતરમાં જ સંપન્ન કરવામાં આવ્યું છે. અબુધાબી ખાતે બીએપીએસ હિન્દુ મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલા દબદબાભર્યા સમારોહમાં સાધુ સંતો અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેક જાયેદ પણ હાજર રહ્યા હતા. આ સાથે 5000થી વધુ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

કયા લોકેશન પર હશે મંદિર

દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર. આ મંદિર અબુધાબીથી 20 અને દુબઈથી 45 મિનિટના અંતરે બનશે. મંદિરનું નિર્માણકાર્ય 55 હજાર વર્ગ મીટરમાં તૈયાર થશે. જેમાં પાર્કિંગ માટે અલગથી જગ્યા રહેશે.

જુઓ વિડીયો, ભવ્યાતિભવ્ય હશે યુ.એ.ઇ.ના અબુધાબીમાં બનનારું બી.એ.પી.એસ. સ્વામી નારાયણ મંદિર

અબુધાબીમાં બનાવા જઈ રહેલા સ્વામિનારાયણ મંદિરનો ફાઈનલ પ્લાન

અબુધાબીમાં બની રહેલું મંદિર આટલું ભવ્ય હશે, જુઓ મંદિરની અંદરનો પ્લાન

Posted by Mahant Swami Na Ashirwad on Saturday, 20 April 2019

 

April 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13830
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલાં મુસ્લિમ માતા – પુત્રને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ મોરફિન ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખુલ્યું હતું. રાજસ્થાનના વણઓળખાયેલા સપ્લાયરે રાજકોટના રફિકને અગાઉ બે વખત ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજસ્થાનનો સપ્લાયર ઉધારીમાં પણ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રાજકોટ ઉપરાંત – જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતનાં ગામોમાં રાજસ્થાની સપ્લાયરના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા રફિક ઇબ્રાહિમ બેલિમ અને જુબેદા ઇબ્રાહિમ બેલિમ નામનાં મુસ્લિમ માતા – પુત્રને ગત તા.16/4ના એસઓજીના સ્ટાફે રૂ. રર.ર3 લાખની કિંમતના રરર.370 ગ્રામ મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પીઆઈ આર. વાય. રાવલ તથા ફોજદાર એચ. એમ. રાણા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં રફિક બેલિમ રાજસ્થાનના ફકીર શખસ પાસેથી મોરફિન ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને એક જ વખત લાવ્યાનું રટણ કરતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી અને રફિક બેલિમ રાજસ્થાની ફકિર શખસના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું અને ચારથી પાંચ વખત ડ્રગ્સ ખરીદ્યાનું ખૂલ્યું હતું.
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખૂલતા મોરફિન ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ પોલીસ રાજસ્થાન પોલીસની પણ મદદ માગી હતી અને રાજસ્થાની ફકીર શખસની શોધખોળ શરૂ કરી હતી તેમજ મોરફિન ડ્રગ્સનો મામૂલી જથ્થો ઉધારીમાં પણ આપવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડ્રગ્સ નેટવર્ક ભેદવા માટેથી દોડધામ શરૂ કરી હતી.
April 21, 2019
rahane_smith.jpeg
1min6140

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની રાજસ્થાન રોયલ્સના સુકાની તરીકે અજિંક્ય રહાણેની બદલીમાં શનિવારે નિમણૂક કરાઈ હતી અને આશા કરાય છે કે આ ફેરફારથી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં ટીમના અત્યાર સુધીના નિરાશાજનક સંગ્રામમાં પલટો લાવશે.

પોતાના રાષ્ટ્રની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લાં પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટ મેચમાં બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં પોતાની સંડોવણી બદલ પોતાની પર મુકાયેલા એક વર્ષના પ્રતિબંધની મુદત પૂરી કરી ફરી રમતા થયેલા સ્મિથને ટીમનું ફરી સુકાન સોંપવામાં આવ્યું છે અને આ અંગેની જાહેરાત મુંબઈ ઈન્ડિયન્સ સામે અહીં મેચ પહેલા કરવામાં આવી હતી.

રોયલ્સની ટીમ તેની છેલ્લી આઠ મેચમાંથી છ હારી ગઈ હતી અને સ્પર્ધાના નોક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે તેણે પોતાની છ મેચમાંથી ઓછામાં ઓછી પાંચ મેચ જીતવાની રહે છે.

સ્મિથને 2018ની સ્પર્ધાની શરૂઆતમાં પણ સુકાન સોંપાયું હતું, પણ બોલ ટૅમ્પરિંગના બનાવના પગલે તેની ગેરહાજરીમાં આ જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી.

પણ, સ્મિથ 1લી મે સુધી સ્પર્ધાની મેચો માટે ઉપલબ્ધ હશે અને ત્યાં સુધીમાં રોયલ્સની ટીમે તેની ઘણીખરી લીગ મેચ રમી લીધી હશે.

સ્મિથે સાત મેચમાં ભાગ લઈ 37.20 રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ 186 રન કર્યા છે જેમાં 73 રન તેનો શ્રેષ્ઠ દેખાવ રહે છે. રહાણેએ 25.12 રનની સરેરાશ સાથે કુલ 201 રન કર્યા છે જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 70 રનનો છે.

April 21, 2019
rahul_pandya1.jpg
1min5030

શહીદોની વિધવાઓ અને નેત્રહીન ક્રિકેટરોને ભંડોળ ફાળવવા આદેશ

બૉર્ડ ઑફ ક્ધટ્રૉલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના લોકપાલ ડી. કે. જૈને ટીવી કાર્યક્રમમાં વાંધાજનક જાતીય ટિપ્પણી કરનારા હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને વ્યક્તિ દીઠ રૂપિયા 20 લાખનો દંડ કર્યો હતો. જૈને ભારતીય ક્રિકેટ બૉર્ડની સત્તાવાર વૅબસાઇટ પર લખ્યું હતું કે વિવાદાસ્પદ જાતીય ટિપ્પણી બાદ પાંચ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ નહિ રમી શકેલા પંડ્યા અને રાહુલની સામે કોઇ વધુ પગલાં નહિ ભરાય. અગાઉ, બન્ને ક્રિકેટરે બિનશરતી માફી માગી લીધી હતી.

હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે અર્ધ લશ્કરી દળોના ફરજ દરમિયાન શહીદ 10 કૉન્સ્ટેબલની વિધવાને વ્યક્તિ દીઠ રૂપિયા એક લાખ ‘ભારત કે વીર ઍપ’ દ્વારા ચૂકવવાના રહેશે, જ્યારે બાકીના રૂપિયા દસ લાખ ‘ક્રિકેટ એસૉસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ’ માટે ઊભા કરાયેલા ભંડોળમાં જમા કરાવવાના રહેશે.

બન્ને ક્રિકેટરે 2019ની 19મી એપ્રિલના આદેશથી ચાર અઠવાડિયાંમાં દંડ ભરવાનો રહેશે અને જો તેઓ આ દંડ નહિ ભરે તો તેઓની મૅચ ફીમાંથી કાપી લેવાશે.

હાર્દિક પંડ્યા (પચીસ વર્ષ) અને કે. એલ. રાહુલ (27 વર્ષ)એ સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલા લોકપાલની સમક્ષ ચાલુ મહિને પોતાની રજૂઆત કરી હતી.

બન્ને ક્રિકેટરને માત્ર રૂપિયા 20 લાખનો દંડ જ થયો છે અને અન્ય કોઇ પગલાં નહિ ભરાવાના હોવાથી તેઓ યુકેમાં 30મી મેએ શરૂ થનારા ક્રિકેટના વિશ્ર્વકપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

April 21, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5440

દેશના તમામ રાજ્યોમાં મુસ્લિમ વોટબૅંક નિર્ણાયક પરિબળ ગણાય છે ત્યારે ગુજરાતમાં મુસ્લિમ વોટબૅંકનું મહત્ત્વ લગભગ ખતમ થઈ ચૂક્યું છે.

હાલમાં પણ બંને મુખ્ય પક્ષો પૈકી કૉંગ્રેસે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ભરૂચની બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે તો એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી.

ગુજરાતમાં 9 ટકા જેટલાં મુસ્લિમો હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ લોકસભામાં ગયો નથી. અગાઉ કૉંગ્રેસના અહમદ પટેલ મુસ્લિમ વોટબૅંકના મજબૂત પ્રતિનિધિ તરીકે 1977, 1980 અને 1985માં ભરૂચ બેઠક પરથી લોકસભાની બેઠક પર ચૂંટાઈને આવ્યા હતા. એ પછી અહેમદ પટેલ રાજ્યસભામાંથી ચૂંટાઈને સંસદમાં ગયા છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરતા નથી. જ્યાં છ ટકા જેટલાં મુસ્લિમો છે એવા બનાસકાંઠામાંથી ભૂતકાળમાં જોહરાબેન ચાવડા (1962માં) લોકસભામાં ચૂંટાયાં હતાં અને 1977માં અમદાવાદમાંથી અહેસાન જાફરી લોકસભામાં પહોંચ્યા હતા. એ પછી કોઈ મુસ્લિમ ઉમેદવાર લોકસભમાં ચૂંટાઈને ગયો નથી.