CIA ALERT

Slider Archives - Page 369 of 492 - CIA Live

April 27, 2019
accident.jpg
1min12550
બે કાર વચ્ચેના અકસ્માતમાં નખત્રાણા પંથકના પટેલ પરિવારના ચાર સભ્ય, ગાંધીનગરના બે સગા ભાઇના મૃત્યુ
માણીયામિયાણા નજીકના હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.
ગમખ્વાર અકસ્માતમાં’ હરીભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ હંસરાજભાઇ પટેલ, નર્મદાબહેન નરશીભાઇ પટેલ, દેવકીબહેન નારણભાઇ રામાણી, ગાંધીનગરના સર્વિનભાઇ કિરીટભાઇ શાહ અને ચિરાગભાઇ કિરીટભાઇ શાહના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
આજે બપોરે માળિયામિંયાણા-હળવદ સ્ટેટ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે પુરઝડપે જઇ રહેલી એક કાર રોડ ડિવાઇડર’ ઠેકીને સામેથી આવી રહેલી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતના પગલે વાતાવરણ મરણચીસોથી ગાજી ઉઠયુ હતું. બન્ને કારનો બુકડો બોલી ગયો હતો’ અને એક મહિલા અને ચાર પુરૂષના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જયારે બે વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. એ બન્નેને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં વધુ એક વ્યકિતનું મૃત્યુ નિપજ્યું હતું અને અકસ્માતનો મૃત્યુઆંક છ થયો હતો.
બનાવના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગોઝારા અકસ્માતની જાણ થતા મોરબીના એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં કચ્છના નખત્રાણા અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના હરીભાઇ દેવજીભાઇ, નરશીભાઇ હંસરાજભાઇ, નર્મદાબહેન નરશીભાઇ, દેવકીબહેન રામાણી અને ગાંધીનગરના સર્વિન શાહ, ચિરાગ શાહના મૃત્યુ થયાનું અને વિમળાબહેન હરીભાઇ પટેલને ગંભીર ઇજા થયાનું ખુલ્યું હતું. અકસ્માતમાં એક દંપતીનું મૃત્યુ થયાનું અને એક દંપતી ખંડિત થયાનું જણાવાય છે.
April 27, 2019
heatwave.jpg
1min5060

સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે, 44.2, કંડલા 44.1 અને અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટ 43.6 ડિગ્રીએ ધખધખ્યું

રાજ્યભરમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રહ્યું છે. સુરેન્દ્રનગર આજે 44.4 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.’ રાજ્યના અન્ય શહેરોના લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.
અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, જામનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી અને સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાન આગામી બે દિવસમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
શનિ-રવિવારે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને લઇને’ હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં ગરમીનો પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.
હવામાન ખાતાના ડાયરેકટર ડો.જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, તા.27 અને 28 એપ્રિલના રોજ’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની’ રહેશે. આ બે’ દિવસ ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતાઓ છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, કચ્છ, રાજકોટ મહાનગરો સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ તેમણે આપી છે. વધતી જતી ગરમીને લઇ 108 ઇમરજન્સી પણ સજ્જ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનાગર સમગ્ર જિલ્લામાં શનિવારે સીઝનની મહત્તમ ગરમી નોંધાઇ હતી. શનિવારે મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું. આટલી ઉંચી ગરમીને કારણે સવારથી જ રસ્તાઓ પર સ્વયંભુ કરર્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સોરઠમાં એકાએક ગરમીમાં આવેલાં ઉછાળામાં વિક્રમી 43 ડિગ્રી મહત્તમ’ તાપમાન શનિવારે પણ નોંધાયું હતું.
અરવલ્લી જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી જતાં મોડાસા સહિતના શહેરોમાં કુદરતી કરફયુ જોવા મળ્યો હતો. જિલ્લામાં હીટસ્ટ્રોકના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી પહોંચી જતાં આ સીઝનની વિક્રમી ગરમી નોંધાઇ હતી.
શહેરમાં 41 ડિગ્રી ગરમીએ તોબા પોકારાવી હતી ઉપરથી વીજ કાપ લાદવામાં આવ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.
કચ્છ કાળઝાળ ગરમીથી લાલચોળ બની ગયું છે. પારો વર્ષોનો વિક્રમ વટાવવા આગળ વધી રહ્યો હોય તેમ આજે 44.2 ડિગ્રી તાપમાને ભુજ જાણે ભડકે બળ્યું હતું. કચ્છના અન્ય શહેરો પણ કાળઝાળ ગરમીમાં શેકાયા હતાં.
April 27, 2019
bitcoinamrely.jpeg
1min5910

બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ છે તેના પર રોકાણકારોની સુરક્ષા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેકશન ફંડ ઓથોરિટી આઈઈપીએફએ જે કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવે છે, તેણે આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી છે. આ કરન્સી રોકાણકારો માટે જોખમી છે. લાંબાગાળા સુધી ટકવા બાબતમાં ચિંતાજનક છે.

ક્રિપ્ટોકરન્સી એ પોન્ઝી સ્કીમ જેવી છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ આઈઈપીએફએના સીઈઓ અનુરાગ અગ્રવાલે કહ્યું હતું.

રિઝર્વ બૅન્કે ગત વર્ષે આવી કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન નહીં મળે તે માટે રૂલને કડક બનાવ્યા હતા. સરકાર આવી કરન્સી પર પ્રતિબંધ મૂકવાની દિશામાં કામ કરી રહી છે.

April 27, 2019
narayan.jpg
1min12420

લાંબા સમયથી દુષ્કર્મ સહિતના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે પણ વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસની છ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ સુરતની સ્થાનિક અદાલતે નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તમામ આરોપીઓને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે.

નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાંઈની સાધક મહિલાનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. દોષિત જાહેર થયા બાદ નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે નારાયણ સાંઈએ હાજર લોકોને બે હાથ જોડ્યા હતા. આ દરમિયાન તેના ચહેરા પર કંઈ ખોટું કર્યાંનો બિલકુલ રંજ દેખાયો ન હતો.

April 27, 2019
jalsankat.jpg
1min6120

ગુજરાતમાં નર્મદા યોજના આધારિત નર્મદા પાણી પુરવઠા યોજના તેમ જ ડેમ ઊંડા કરવાની કવાયતો બાદ પણ દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા યથાવત્ રહી છે. અનેક ગામડાઓમાં અત્યારે પણ ટેન્કરથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પીવાની પાણીનો કાપ લગભગ કાયમી બની
ગયો છે.

(સાંકેતિક ફોટો, ગુજરાતના જળાશયોની આવી તળિયા ઝાટક સ્થિતિ જોવા મળી રહી છે. આ સિમ્બોલિક ફોટો છે, ગુજરાતનો નથી)

જળાશયોની સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. રાજ્યના 204 જળાશયોમાં એકંદરે 34.41 ટકા જળસ્તર છે. જો કે રાજ્યના બે જળાશયો જ એવો છે જેમાં જળસ્તર 70થી 90 ટકા વચ્ચે છે.

રાજ્યના 78 જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર એવી સ્થિતિમાં રાજ્યમાં ચોમાસું આવશે ત્યાં સુધી ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં હાલ માત્ર 11.32 ટકા જળસ્તર છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં સૌરાષ્ટ્રભરના જળાશયોમાં 517 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે 287 મિલિયન ક્યુબિક મીટર છે. કચ્છમાં પણ સૌરાષ્ટ્ર જેવી જ સ્થિતિ છે. કચ્છના 20 જળાશયોમાં 13.73 ટકા જળસ્તર છે. ગયા વર્ષે આ સમયગાળામાં 51.97 મિલિયન ક્યુબિક મીટર હતું તે આ વર્ષે 45.63 મિલિયન ક્યુબિક મીટર છે. જેમાં ક્રમશ: ઘટાડો નોધાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 15 જળાશયોમાં 319 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે 592.52 મિલિયન ક્યુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર 16.60 ટકા જળસ્તર છે.

મધ્ય ગુજરાતના જળાશયોમાં 11132 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે 1213 મિલિયન ક્યુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્યમાં જોવા મળે છે. અહીં 17 જળાશયોમાં હજુ 48.22 ટકા જળસ્તર છે. પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. 13 જળાશયોમાં 24.19 ટકા જળ છે.

April 26, 2019
sunstroke.jpg
1min110660

સુરત મહાનગરપાલિકાએ દરેક બસ સ્ટેન્ડ, દરેક હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ.ની સુવિધા ઉભી કરી છે

સુરત મહાનગરપાલિકાએ તા.27મી એપ્રિલ 2019ના રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રી  જેટલો તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા દર્શાવતી એક એડવાઇઝરી જારી કરી છે. શહેરીજનોને અતિશય તાપથી બચીને રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સન સ્ટ્રોકને કારણે લૂ લાગવા તેમજ અન્ય મુશ્કેલીઓ ઉપસ્થિત થવાની શક્યતા જોવાય રહી છે.

વાતાવરણની અધિકૃત ભાષામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે. અતિશય ગરમી પડે એટલે એને ઓરેન્જ એલર્ટ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે છે.

આ પ્રકારની ગરમી શનિવાર, તા.27મી એપ્રિલે પડવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની એડવાઇઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તા.28મી એપ્રિલ 2019ને રવિવારે તાપમાનનો પારે 43 ડિગ્રીએ એટલે કે યલો એલર્ટ તેમજ તા.29મી એપ્રિલને સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

શહેરીજનોને અતિશય તાપ પડવાની એડવાઇઝરી આપતા સુરત મહાનગરપાલિકાએ નીચે મુજબનું સ્ટેટમેન્ટ પણ જારી કર્યું છે.

વધુમાં તા.26મી એપ્રિલ 2019ના રોજ સુરત શહેરમાં તાપમાનનો પારો આ વખતની સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્તરે 42.1 ડિગ્રી પર નોંધાયો હતો. શુક્રવારે ભેજનું પ્રમાણ 20 ટકા જેટલું નીચે ઉતરી ગયું હતું. હવાનું દબાણ 1004.7 મિલીબાર નોંધાયું હતું અને પવનની ગતિ ઉત્તરમાંથી 7 કિ.મી. જેટલી નોંધાઇ હતી. જોકે, સુરતીઓ શુક્રવારની ગરમીથી ત્રસ્ત પોકારી ઉઠ્યા હતા.

શુક્રવારે જ  સુરતીઓ પારાવાર ગરમીથી પરેશાન થઇ ગયા હતા. એવામાં હવે પછીના ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવારે ભારે ગરમી પડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

 

April 26, 2019
sabji_market-1280x720.jpg
1min8210

તોબા તોબા પોકારાવતી ગરમીએ ભલભલાને પરસેવે રેબઝેબ કરી નાંખ્યા છે ત્યારે જીવનજરૂરી એવા શાકભાજીના ભાવ પણ ખૂબ વધી જતાં ઘર ઘરનાં બજેટ વેરણછેરણ થઇ ગયાં છે. બધાં જ શાકભાજી મોંઘાદાટ થઈ ગયાં છે એટલું જ નહીં શાકભાજીની ગુણવત્તા પણ નબળી આવતી હોવાથી ગૃહિણીઓ રોજ શું બનાવવું તેની ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રભરમાં કોઈ શાક એક કિલોએ રૂ. 60થી સસ્તું નથી. મહિલાઓ 250 અને 500 ગ્રામ ખરીદીને ચલાવી રહી છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને લીધે શાકભાજીનાં વાવેતર સાવ નબળાં રહ્યાં છે. એ કારણે ઉનાળાના આરંભથી જ શાકભાજી મોંઘાં છે. હવે ગરમી વધતા શાકભાજીના ભાવ આસમાને ચડી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડ કદની દૃષ્ટિએ ઘણું મોટું છે. જ્યાં સામાન્ય રીતે શાકભાજીની બેશૂમાર આવક થતી હોય છે. જોકે અત્યારે ફક્ત બટાટા અને ડુંગળીની જ નોંધપાત્ર આવક છે. એ સિવાયના તમામ શાકભાજી શોધવા પડે તેમ છે.
જથ્થાબંધ ભાવોમાં પાંખી આવકને લીધે કાગડાં ઉડતા હોય એવી સ્થિતિ છે. ફ્લાવરની આવક જ સામાન્ય દેખાય એવી છે. એ સિવાય તમામ શાકભાજી પૂરાં પચ્ચાસ ક્વિન્ટલ પણ આવતાં નથી! રાજકોટ યાર્ડમાં આજે રીંગણાની 37 ક્વિન્ટલની આવક હતી. કોબીજ 28 ક્વિન્ટલ, ફ્લાવર 250 ક્વિન્ટલ, ભીંડા 30 ક્વિન્ટલ, ગુવાર 35 ક્વિન્ટલ, દૂધી 30 ક્વિન્ટલ અને ગાજર 25 ક્વિન્ટલ આવ્યા હતા. એ સામે ડુંગળીની આવક 1800 ક્વિન્ટલ અને બટાટાની 9500 ક્વિન્ટલની આવક હતી.
શાકભાજીના ભાવ pef K.G.
શાક”” માર્કેટ યાર્ડનો ભાવ””” રિટેઇલ ભાવ
લીંબું”’ રૂ. 70-80””’ રૂ.125-130
ગુવાર” રૂ. 60-80””’ રૂ. 115-130
ભીંડા” રૂ. 40-50””’ રૂ. 90-100
દૂધી”” રૂ. 15-25””’ રૂ. 35-55
રીંગણા રૂ. 12-18””’ રૂ. 30-50
ટમેટાં” રૂ. 7-12”””’ રૂ. 30-60
કોબીજ રૂ. 8-12”””’ રૂ. 35-45
ફ્લાવર રૂ. 12-15””’ રૂ. 60-80

April 26, 2019
nirav.jpeg
1min7420

પંજાબ નેશનલ બૅંક સાથે એક અબજ ડૉલરની છેતરપિંડી કરવામાં અને મની લૉન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા તેમ જ યુકેમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલા હીરાના ઉદ્યોગપતિ અને ભાગેડુ નિરવ મોદી શુક્રવારે લંડન કોર્ટ સમક્ષ રિમાન્ડ સુનાવણી માટે હાજર રહેશે.

ગત મહિને ધરપકડ થયા બાદ 48 વર્ષીય નૈઋત્ય લંડનમાં આવેલી વંડ્સવર્થ જેલમાં બંધ છે. તેમને જેલમાંથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવશે. નિરવ મોદી શરણે આવવામાં નિષ્ફળ જશે એવી પશ્ર્ચાદ ભૂમિકા પર ચીફ મેજિસ્ટ્રેટ ઇમ્મા અર્બુથનોટ દ્વારા 29 માર્ચના રોજ નિરવ મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી.

‘આ એક મસમોટો છેતરપિંડીનો કેસ છે. જેમાં ભારતની બૅંકને 1-2 અબજ યુએસ ડૉલરનું નુક્સાન થયું છે. મને ખાતરી નથી કે આ કેસમાં માગવામાં આવેલા શરતી જામીન ભારત સરકારની ચિંતાઓને પહોંચી વળશે,’ એમ જજે તેમના ચુકાદામાં નોંધ્યું હતું.

આવા કેસમાં જ્યુડિશિયલ રિમાન્ડની 28 દિવસની સમય મર્યાદા મુજબ આ અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ) દલીલ કરશે. તેમણે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી તેની સામે મોદી યુકેની હાઇ કોર્ટમાં જામીન અરજી કરશે.

અગાઉ સોલિસિટર આનંદ દુબે અને બેરિસ્ટર ક્લેર મોન્ટેગોમેરી સહિતની કાનૂની ટીમે તેમના ક્લાયન્ટ માટે એક મિલિયન પાઉન્ડ સિક્યોરિટી અને ઘરમાં નજરકેદ જેવા સખત ઇલેક્ટ્રોનિક ટૅગ પ્રતિબંધની ઓફર કરી હતી.

ડાયમંડ ડીલર નિરવના યુકેમાં કમ્યુનિટી ટાઇના અભાવ અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના દૂરસ્થ ટાપુ દેશ-વાનુઆટુનું નાગરિકત્વ મેળવવાનો 2017માં પ્રયાસ- આ બે બાબત નીરવ મોદીની વિરોધમાં ગઇ હતી અને જજે નોંધ્યું હતું કે આવા મહત્ત્વના સમયે નીરવ ભારતની દૂર જઇ રહ્યો છે.

સીપીએસ ટીમના વકીલે દલીલ કરી હતી કે પંજાબ નેશનલ બૅંક છેતરપિંડી કેસનો મહત્ત્વનો આરોપી ભાગી જશે અને સાક્ષી તથા પુરાવાઓ સાથે ચેડાં કરશે, એવું ગંભીર જોખમ રહેલું છે. એના ધંધાને કારણે એની પાસે હીરા, મોતી, સોનું છે.

ગત મહિનાની સુનાવણીમાં સામે આવ્યું હતું કે મોદીએ સાક્ષીઓને જાનથી મારવાની ધમકી આપી હતી અને પુરાવાઓનો નાશ કરવાની કોશિશ કરી હતી.

નીરવની વકીલની ટીમ એ કિંગફિશર ઍરલાઇન્સના વિજય માલ્યાની ટીમ એક જ છે. તેણે નીરવ મોદી સામેના બધા આક્ષેપનું ખંડન કર્યું હતું.

મોદી યુકેમાં ઇન્વેસ્ટર્સ વિઝા પર રહે છે એમ માનવામાં આવે છે. સ્કોટલેન્ડ યાર્ડ ઑફિસર્સ દ્વારા સેન્ટ્રલ લંડનમાં જ્યારે નીરવ મોદી નવો બૅંક એકાઉન્ટ ખોલાવવા ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

April 26, 2019
GUJCET-2019-1280x720.jpg
1min6170

સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર વગેરેના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટની પરીક્ષા આજે રાજ્યભરમાં પુષ્કળ ગરમી વચ્ચે 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઇ છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે 1.36 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં 45 સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. જ્યારે સીબીએસીઈ બોર્ડ પરીક્ષા અને ગુજરાત લોકસભા મતદાનના કારણે ગુજકેટ પરીક્ષાની ત્રીજી વાર તારીખ ફારફેર કરવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમની સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ ગત તા.30મી માર્ચ જાહેર કરી હતી. ત્યારબાદ સીબીએસઇએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા ગુજકેટની તારીખ અને પરીક્ષા પેપરની તારીખ એક જ હોવાથી બોર્ડે તારીખ બદલીને તા.4થી એપ્રિલ જાહેર કરી. ત્યારબાદ ફરી સીબીએસઈના સમયપત્રકમાં ફેરફાર થતા નવી તા. 23મી એપ્રિલ જાહેર થઇ. ત્યારે તા.23મી મેએ લોકસભા મતદાન હોવાથી ગુજકેટ પરીક્ષાની તારીખ ત્રીજી વાર બદલાઈ હતી અને જે હવે આજે શુક્રવારે તા.26મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે.

રાજ્યના હવામાન ખાતાએ શહેરમાં 44 ડિગ્રી તાપમાન હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અને સોમવાર સુધી તાપમાન 45 ડિગ્રી પાર કરશે તેવી પણ હવામાન ખાતે આગાહી કરી હતી. આવતીકાલે શુક્રવારે શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં પણ આવી છે.

April 26, 2019
maharashtra_map.jpg
1min5170

લોકસભાની ચૂંટણીના કામકાજ માટે નિમવામાં આવેલા અધિકારી, કર્મચારીઓને મતદાન બાદ બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી હોવાના અહેવાલ આવી રહ્યા હતા. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આ અહેવાલો આવ્યા બાદ કર્મચારીઓમાં ગેરસમજ ફેલાઈ ગઈ હતી, તેને પગલે રાજ્યના ચૂંટણી કમિશન ઑફિસ તરફથી આ અહેવાલો ખોટા હોઈ મતદાનના બીજા દિવસે કર્મચારીઓને કોઈ જાહેર રજા આપવામાં આવી ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે ચૂંટણીના બીજા દિવસે કર્મચારીને રજા તો આપવી જોઈએ. કારણ કે મોટા ભાગના કર્મચારીઓ તેમના ઘરેથી દૂર ચૂંટણીની કામગીરી માટે મોકલવામાં આવ્યા હોવાથી તેમને મુશ્કેલી પડતી હોય છે. એક દિવસમાં તો અવરજવર કરવામાં જ સમય નીકળી જાય તેથી રજા જરૂરી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.