CIA ALERT

Slider Archives - Page 303 of 491 - CIA Live

October 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12990

ઉકાઇ ડેમમાં કાબિલે તારીફ વોટર મેનેજમેન્ટ, ચોકસાઇપૂર્વક ડેમ 100 ટકા ભરાયો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.7મી ઓક્ટોબર 2019 ને સોમવાર, નવમું નોરતું જાણે માં અંબાના આશીર્વાદ સૂરતીઓને મળ્યા હોય એ રીતે સુરતની 60 લાખ અને જિલ્લાની 40 લાખ મળીને 1 કરોડથી વધુ વસતિ માટે પાણીનો સૌથી મોટા અને અગત્યના સ્ત્રોત સમા ઉકાઇ ડેમ 100 એ 100 ટકા પાણીથી ભરાઇ ગયો છે.

તા.7મી ઓક્ટોબર સોમવારે સવારે 8 વાગ્યે જ્યારે ઉકાઇ ડેમના સત્તાવાર સૂત્રોએ સવારે 8 વાગ્યે માહિતી રજૂ કરી, જેમાં ડેમમાં ભયજનક સપાટી 345 ફૂટ અને સવારે 8 વાગ્યાની પાણીની સપાટી 345 પૂટ નોંધાઇ હતી. ડેમમાં 12553 ક્યુસેક્સ પાણીનો આવરો હતો અને તેટલી જ જાવક શરૂ કરવામાં આવી છે. સૌથી અગત્યના વાત એ છે કે હવે વરસાદની શક્યતા નહીવત્ છે. ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં જતું ચોમાસું છે અને પાછોતરો વરસાદ પડી રહ્યો છે જેની આવક થઇ રહી છે. ટૂંકમાં યોગ્ય સમયે ઉકાઇ ડેમ 100 ટકા ભરાઇ ગયો છે.

7મી ઓક્ટોબર 2019ની સવારે 8 વાગ્યે ઉકાઇ ડેમ 100 ટકા પાણીથી ભરાઇ ગયો

ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટનું કામ કાબિલે તારીફ

2019નું વર્ષ ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ માટે હંમેશા માટે યાદ રાખવામાં આવશે. એક તબક્કે ઉકાઇ ડેમમાં 20 દિવસમાં 40 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું. ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડીયામાં ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ પર પહોંચી ચૂકી હતી. એ પછી ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણી આવી રહ્યું હતું. જો ડેમ સત્તાવાળાઓ, સિંચાઇ વિભાગ કે કલેક્ટરેટના અધિકારીઓ, કર્મચારીઓએ નાની પણ માનવ સહજ ભૂલ કરી હોત તો કદાચ સૂરતને મોટી અસર થઇ હોત.

પણ સતત ફોલોઅપ, સતત વોચ રાખીને ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ ચીવટાઈપૂર્વક અને ચોકસાઇથી કરવામાં આવ્યું અને તેના કારણે જ સૂરત શહેરમાં આ વખતે ફ્લડ લાઇક સિચુએશન હતી, જે નિવારી શકાઇ છે.

આજે તા.7મી ઓક્ટોબર 2019ના રોજ ઉકાઇ ડેમમાં પાણીનું હાઇએસ્ટ લેવલ સિદ્ધ કરી શકાયું. હવામાન ખાતું કહે છે કે દેશમાંથી લગભગ ચોમાસાએ વિદાય લીધી છે અને બરાબર એ જ સમયે દક્ષિણ ગુજરાતમાં પાણીનો તેમજ ખેતી સિંચાઇનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમ છલોછલ ભરાઇ જવા પામ્યો છે. આ પરિસ્થિતિએ પહોંચવા માટે છેલ્લા 45 દિવસથી સૂરતના સરકારી તંત્રોએ જડબેસલાક કામગીરી કરી.

October 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min24530

લોકનેતા હકીકતમાં એને કહેવાય કે એની એક હાકલથી લોકો તેમની સાથે ઉમટી પડતા હોય છે. ગુજરાત ભાજપ જ નહીં પણ ગુજરાતના રાજકીય તખ્તે વર્તમાન સમયમાં એવા આંગળીના વેઢે ગણાય તેટલા પણ નેતા નથી કે જેની હાકલ પડી હોય ને 50 માણસ પર ભેગું થાય. લોકોને પરાણે તેડાવા પડે ત્યારે માથા દેખાય. પણ સુરતના લોક નેતા સી.આર. પાટીલની વાત અનોખી છે. કોઇ ગમે તે કહે પણ ભાજપના કેન્દ્રીય હાઇકમાન્ડ પણ એ વાત સ્વીકારે છે કે નવસારીના સાંસદ સી.આર. પાટીલ એક જમીની નેતા છે, સંગઠનના માણસ છે અને તેની હાકલથી લોકો ઉમટી પડે છે. સી.આર. પાટીલએ પોતે જમીની નેતા છે એવું પુરવાર કરવાની ક્યારેય જરૂર પડતી નથી. એવા અનેક દાખલાઓ મળી આવે છે, જેમાં સી.આર. પાટીલની હાકલ પડી હોય અને માનવ કીડીયારું ઉભરાયું હોય. આજે તેમના મત વિસ્તારમાં કાઢવામાં આવેલી ગાંધી સંકલ્પ યાત્રા જ જોઇ લો.

સી.આર. પાટીલના નેતૃત્વમાં નીકળેલી ગાંધી સંકલ્પ યાત્રામાં કીડીયારાની જેમ મેદની ઉમટી પડી

નવસારી સંસદીય મત વિસ્તારમાં આવતા લિંબાયત ખાતે ગાંધી સંકલ્પ પદયાત્રા આજરોજ તા.6 ઓક્ટોબર 2019ના રોજ યોજવામાં આવી હતી. નવસારીના સાંસદ સી.આર. પાટીલએ જ્યાંથી યાત્રા શરૂ કરી ત્યારથી હકડેઠઠ માનવ મેદની ઉમટી હતી અને જ્યારે પૂર્ણ થઇ ત્યારે યાત્રા શરૂ થઇ તેનાથી 20 ગણા વધુ લોકો હતા. રવિવારની રજા, નવરાત્રીનો પર્વ અને દુર્ગાઅષ્ઠમી હોવા જેવા સંયોગ હોય ત્યારે રાજનેતા હોય તો એને ડર લાગે કે પબ્લિક આવશે કે કેમ, પણ લોક નેતાને એની ચિંતા હોતી નથી. આજે ના તો કોઇ ચૂંટણી યાત્રા હતી કે ના તો કોઇ રાજકીય કાર્યક્રમ, સી.આર. પાટીલના નેતૃત્વમાં ગાંધી સંકલ્પ યાત્રામાં હજારોની માનવ મેદની સ્વયંભુ ઉમટી પડી.

રવિવારે આમેય રજાના દિવસો આરામ કરવાનો મૂડ હોય, ગુજરાતી લોકો નવરાત્રીમાં મોડે સુધી ગરબે ઘૂમ્યા હોઇ, રવિવારની રજાના દિવસો આરામ કરવાના મૂડમાં હોય, બીજી તરફ પરપ્રાંતીય પરિવારોમાં આજે દુર્ગાઅષ્ઠમીનો ભારે મહિમા હોય. સી.આર. પાટીલના સમર્થકોમાં આ ત્રણેય વર્ગના લોકો આજે હર્ષોલ્લાસભેર ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

રવિવારની રજા, નવરાત્રી અને દુર્ગાઅષ્ઠમી હોવા છતાં લોકો સ્વયંભુ ઉમટ્યા

સાંસદ શ્રી સી.આર. પાટીલએ જણાવ્યું કે સંકલ્પમાં ખૂબ તાકાત હોય છે. રાષ્ટ્રપિતા ગાંધીજીનાં વિચારો અને સિધ્ધાંતો લોકો સુધી પહોંચાડવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન હેઠળ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. આ સંકલ્પ યાત્રા પરવત કોમ્યુનિટી હોલથી શરૂ થઇ રામભરણજીની સ્કૂલ ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌએ સત્ય, અહિંસા અને એકતાની વાત કરી. ભારત માતાની જયનાં પોકારોથી આકાશ ગૂંજી ઉઠ્યું હતું.

આ સંકલ્પયાત્રા અંતર્ગત સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવાનો સંકલ્પ પણ લેવાયો હતો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પણ કરી એમનાં સિધ્ધાંતો અને વિચારોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પૂજ્ય મહાત્મા ગાંધીજીને કોટિ કોટિ વંદન.

October 6, 2019
IndSA.jpg
1min6700

ભારતે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ 203 રનથી જીતી લીધી છે. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. બેટિંગ અનો બોલિંગ બન્ને ક્ષેત્રે ભારતીય પ્લેયર્સના નોંધપાત્ર પ્રદર્શનને લીધે ભારતે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી (5/35) અને રવિન્દ્ર જાડેજાએ (4/87) સાથે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મેચની પાંચમા અને અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાને જીત માટે નવ વિકેટની જરૂર હતી. પ્રથમ બે સેશનમાં જ ભારતે જીતનો ઝંડો ફરકાવ્યો હતો.  

મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાના ઘાતક બોલિંગ સામે આફ્રિકન ખેલાડીઓને સેટ થવાની કોઈ તક મળી નહી. પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ સાથે રવિચંદ્રન અશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ ઝડપવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી પણ કરી હતી.
શનિવારે ભારતે પોતાની બીજી ઈનિંગમાં રોહિત શર્માના (127) રનની મદદથી 323/4ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગની 71 રનની લીડ સાથે ભારતે આફ્રિકાને જીત માટે 395 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આફ્રિકાએ બીજી ઈનિંગમાં 11 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રવિવારે જાજેડા અને શમીના બોલિંગ આક્રમણ સામે આફ્રિકાના પ્લેયર્સે ઘૂંટણીયા ટેકવી દીધા હતા.  

October 4, 2019
india_first_private_train.jpg
3min4980

Features of Tejas:

•          Reservation till five minutes before departure

•          Rs 25 lakh free insurance for the passengers

•          IRCTC would give Rs 100 as refund if train is more than one hour late and Rs 250 as refund if train is more than            two hours late.

•          Would run six days a week except Tuesdays

•          No concession under any category

•          Reservation would start 60 days in advance

•          Will cover the Lucknow-New Delhi distance in 6 hours and 15 minutes

•          50 Chair char and 5 Executive class seats would be reserved for foreign tourists

•          CCTV camera installed

•          Smoke and fire detection system

•          Sensor based automatic doors

•          GPS-based passenger information display system

•          Tea-coffee vending machine

•          Free Wi Fi

•          Special catering for passengers matching airline standards

October 4, 2019
edication.jpg
1min6220

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના લિવિંગ સટિર્ફિકેટમાં નામ, અટક અને જન્મ તારીખમાં ધો.૧૨ સુધી ફેરફાર કરી શકાશે તેવી જાહેરાત રાજ્ય શિક્ષણ વિભાગે કરી હતી. તેમજ આ સત્તા જે તે જિલ્લાના ડીઇઓને આપવામાં આવી હતી. અગાઉ ધો.૧૦ પહેલા જ આ પ્રકારનો ફેરફાર કરી શકાતો હતો.

શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ફેરફાર કરવા અંગેની પ્રવિધિમાં જણાવ્યું હતું કે, વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઈ આ મુજબ વિદ્યાર્થીએ શાળા છોડી દીધા પછી શાળા રેકર્ડમાંની નોંધોમાં ફેરફાર કરી શકાશે નહિ. વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઈ ધ્યાને લેતા વિદ્યાર્થી ખરેખર શાળામાં હાલ ધો.૯થી ૧૨ પૈકી કોઈપણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંની નોંધોમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને રહેશે.

October 4, 2019
uka_london-1280x960.jpg
1min18540

ઉચ્ચ અભ્યાસમાં વિદેશની સ્ટડી ટૂરનું એક્સપોઝર અત્યંત જરૂરી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓએ કેવા પ્રકારની સંસ્થામાં પ્રવેશ લેવો જોઇએ એ અંગેની ગડમથલ વચ્ચે મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ સસ્તી, ફી માફી આપતી, ક્લાસ ભરવામાંથી મુક્તિ આપતી વગેરે પ્રકારની કોલેજો શોધતા હોય છે, પણ એવા વિદ્યાર્થીઓ અને વાલીઓની સંખ્યા હવે વધી રહી છે જેઓ અભ્યાસ સાથે એક્સપોઝર, બાહ્ય જ્ઞાન, વર્કિંગ અનુભવ, ફોરેન સ્ટડી ટૂર પર લઇ જતી સંસ્થાઓમાં પ્રવેશ લેતા હોય છે.

યુનાઇટેડ કિંગ્ડમ (લંડન)ની વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી સમેતની યુનિવર્સિટીઓની 10 દિવસની સ્ટડી ટૂર પર નીકળતા પૂર્વે ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 24 વિદ્યાર્થીઓ સંસ્થાના પોવૉસ્ટ શ્રી ડો.દિનેશ શાહને મળ્યા હતા. શ્રી દિનેશ શાહે વિદ્યાર્થીઓને સ્ટડી ટૂપની આ તકને બન્ને હાથે શક્ય એટલી વધુ નોલેજ ગેઇનિંગ તરીકે લેવાની અપીલ કરી હતી.

સુરત નજીક બારડોલી મહુવા રોડ પર આવેલું માલીબા વિદ્યાસંકુલ અને તેમાં ચાલી રહેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના વિદ્યાર્થીઓને આ વખતે એવી અમૂલ્ય તક મળી છે કે એ તક ઝડપીને 24 કોલેજીયન યુવક યુવતિઓ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)ની 10 દિવસની સ્ટડી ટૂર પર ઉપડી રહ્યા છે. ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના વિદ્યાર્થીઓને લંડનની સ્ટડી પર પર જે એક્સપોઝર, નોલેજ ગેઇનિંગ મળશે એ લગભગ બીજે ક્યાંયથી નહીં મળી શકે.

વધુ મળતી માહિતી મુજબ ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU) સંચાલિત કોલેજોમાં આ વખતે એક વર્કશોપ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓની કમ્યુનિકેટિંગ સ્કીલ્સ, અવેરનેસ, ઇંગ્લિશ કમ્યુનિકેશન્સ, બેઝિક નોલેજ વગેરે બાબતનો સ્ટડી કર્યા પછી તેમાં સફળ રહેલા વિદ્યાર્થીઓને બ્રિટીશ હાઇકમિશનરની કચેરી, ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામના ભાગરૂપે અને ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના પ્રયાસોથી લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાઓની સ્ટડી ટૂર પર મોકલવાનો પ્રોગ્રામ ઓફર કરવામાં આવ્યો.

ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ની મેનેજમેન્ટ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, કોમર્સ કોલેજ, ફાર્મસી કોલેજ વગેરે મળીને કુલ 24 યુવક યુવતિઓએ આ તક ઝડપી લીધી અને હવે તેઓ યુ.કે. જઇ રહ્યા છે.

યુ.કે. (U.K.)માં શું જોશે-જાણશે ઉકા તરસાડીયા યુનિ. (UTU)ના વિદ્યાર્થીઓ

10 દિવસના પ્રવાસ દરમિયાન ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું રોકાણ હોટેલ હોલિડે ઇન ખાતે રહેશે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી, કોન્વેન્ટ્રી યુનિવર્સિટી તેમજ ફોરેસ્ટ્રી યુનિવર્સિટીની મુલાકાત લેશે, આ દરમિયાન ત્યાં યોજાનારા ગ્લોબલ સેમિનાર અને વર્કશોપ્સ પણ તેઓ એટેન્ડ કરશે.

October 3, 2019
Loan-Mela-3-10-19.jpg
1min7250

દેશના ૨૫૦ જિલ્લાઓમાં બૅન્કો દ્વારા લોન મેળા તા.3જી ઓક્ટોબર 2019 એટલે કે આજથી શરૂ કરવામાં આવ્યા છે.

તહેવારોના સમયગાળામાં ગ્રાહકોની માગને પહોંચી વળવા એમએસએમઈ અને રિટેલ ગ્રાહકોને ધિરાણ આપવાના કાર્યક્રમના ભાગરૂપે આ લોન મેળા યોજાશે. ચાર દિવસ દરમિયાન કૃષિ, વાહનો, ઘર, રીટેલ, એમએસએમઈ, શિક્ષણ અને વ્યક્તિગત કેટેગરીમાં સ્થળ પર જ લોન મંજૂર થશે.

પ્રથમ તબક્કામાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા કામગીરી હાથ ધરશે

પંજાબ નેશનલ બૅન્ક, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને કોર્પોરેશન બૅન્ક સહિત તમામ બૅન્કો લોન મેળા માટે સજ્જ થઈ છે. પ્રથમ તબક્કામાં ૨૫૦ જિલ્લા પૈકી ૪૮ જિલ્લામાં સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા ૧૭ જિલ્લામાં કામગીરી હાથ ધરશે. બરોડા કિશાન પખવાડાનુું પણ આયોજન થયું છે. બૅન્કની બ્રાન્ચ કૃષિ લોનને પ્રમોટ કરવા પર વિશેષ ધ્યાન આપશે.

ખાનગી ક્ષેત્રની બૅન્કોએ પણ રસ દર્શાવ્યો છે. બૅન્ક રિફોર્મનું વ્યવસ્થિત પ્રોસેસ થતું રહે છે. તમામ કેટેગરીમાં લોન મંજૂરીના કામ લોન મેળામાં થશે. ગ્રાહકોને તહેવારોમાં નાણાં સરળતાથી મળી રહેશે.

લોન વિતરણમાં તમામ નાણાકીય નોર્મ્સનું પાલન વિશે જાગૃતતા કેમ્પનું પણ આયોજન થશે. જાહેર ક્ષેત્રની બૅન્કો ઉપરાંત એનબીએફસી, સીડબી, એમએફ વિ. પણ ભાગ લેશે.

બીજા તબક્કામાં ૧૫૦ જિલ્લાને આવરી લેવાશે જે દિવાળી પહેલા ઑકટોબરની ૨૧થી ૨૫ દરમિયાન યોજાશે.

October 2, 2019
nutfarmars.jpg
1min6780

નવેમ્બરથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે સરકારે નોંધણીનું કામકાજ શરું કર્યું હતુ. પરંતુ ખાટલે મોટી ખોટ હોય એમ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો હતો. કેટલાક સેન્ટરોમાં સર્વર સાવ ધીમા હતા. ક્યાંક પૂરતી જાણકારીના અભાવે ખેડૂતો હેરાન થયા હતા. જનરેટ થયેલા ઓટીપી ખેડૂતોના મોબાઇલમાં જતા હતા અને મોબાઇલ ખેડૂતો ઘેર મૂકી આવતા પણ પરેશાની થઇ હતી.

ગુજરાતભરમાં આશરે 19થી 20 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી.

રાજકોટના જૂના યાર્ડમાં રાતથી જ ખેડૂતો આવી પડયા હતા. સવારે 10 વાગ્યે નોંધણી માટે સર્વર ડાઉન થઇ જતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જોકે અર્ધી કલાકમાં પૂર્વવત થઇ જતા નોંધણી આરંભાઇ હતી. જિલ્લાના 11 યાર્ડોમાં 815 નોંઘણી થઇ હતી. ગ્રામસેવકોનો ઉમેરતા કુલ આંકડો 4000 નજીક પહોંચ્યો હતો.

પુરવઠા નિગમના અધિકારીએ કહ્યું કે, ખેડૂતો ઉમટી પડતા લોડ વધી ગયો હતો અને કામકાજ ખોરવાયું હતુ. જોકે એ પછી પૂર્વવત થયુ હતુ. બાદમાં ઓટીપીને લઇને સમસ્યા થઇ હતી. નોંધણીમા ઓટીપી બનતા હતા તે મોબાઇલમાં જતા હતા અને ઘણા ખેડૂતોના મોબાઇલ ઘેર હતા એટલે સર્વર ઠપ થઇ જતા હતા. જોકે જે ખેડૂતોની સમસ્યા થઇ તેમને ટોકન આપી દેવાયા હતા.

ગુજરાતમાં કુલ 124 જેટલા કેન્દ્રો પર થનારી ખરીદી માટે નોંધણી શરું થતા આરંભે નોંધણી શરું થઇ હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોએ સમસ્યા ભોગવી હતી. જૂનાગઢના કેન્દ્રમાં ખેડૂતોને અપૂરતી જાણકારી હોવાને લીધે હજારો ખેડૂતો એકત્ર થઇ ગયા હતા. જોકે યાર્ડના સત્તાવાળાઓએ દોડી જઇને ગ્રામ સેવકોને ત્યાં પણ નોંધણી થતી હોવાનું સમજાવતા મામલો થાળે પડયો હતો. સરકારે ગ્રામસેવકનો પ્રચાર ન કરતા અસંખ્ય ખેડૂતોને ધરમધક્કો થયો હતો.’ જામકંડોરણામાં શાંતિપૂર્વક નોંધણી શરું થઇ હતી.

જામનગરના હાપા માર્કાટિંગ યાર્ડમાં પણ 200 જેટલા ખેડૂતો પોતાની મગફળી વેચાય તે માટે રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા પરંતુ નોંધણી થઇ નહીં અને અંતે પુરવઠા અધિકારી અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ ગઇ હતી.

ખેડૂતોએ કહ્યું’ કે, નોંધણી વખતે દરેક કેન્દ્રો ઉપર પાંચ પાંચ ટીમ રાખવાની વાત થઇ હતી પણ કોઇ ટીમ દેખાતી ન હતી.એ કારણે નોંધણી વિના ખેડૂતોને પરત ફરવું પડયું હતુ.

ગ્રામપંચાયત ઉપરથી પણ રજીસ્ટ્રેશન વ્યવસ્થા કરવાની જાહેરાત તો થઇ હતી પરંતુ પહેલા દિવસે કશં’ થયું ન હતુ. હવે સરકારે વ્યવસ્થા સઘન બનાવવી પડશે.

October 2, 2019
Fake_reveiws_banner-1280x750.png
1min5870

વેસુ વિસ્તારમાંથી ફ્રેન્ડશિપ કરાવી આપવાનાં નામે ગ્રાહકોને છેતરતાં એક કૉલ સેન્ટરનો પર્દાફાશ કરીને પોલીસે કૉલ સેન્ટરમાં કામ કરતાં ૨૦ યુવક યુવતીઓની ધરપકડ કરી હતી.

સુરત પોલીસને ગૌતમ નામના અરજદારેએ ફરિયાદ આપી હતી કે તેમને એક નંબર પરથી દોસ્તી કરાવી આપવાનો મૅસેજ આવ્યો હતો. કૉલ સેન્ટર દ્વારા તેમની પાસેથી પાંચ લાંખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા આ ફરિયાદના આધારે વેસુના એક બિલ્ડિંગમાં દરોડો પાડી કૉલ સેન્ટરને નિશાનમાં લેવાયું હતું.

કૉલ સેન્ટરમાંથી ૧૨ જેટલા કમ્પ્યૂટર, ૧૭ મોબાઇલ અને કાર્ડ પકડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટર અજાણ્યા નંબર પરથી મૅસેજ કરી યુવક અથવા યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવાની વાત કરવાની લાલચ આપતું હતું. ત્યારબાદ ભોગ બનનારની રસના વિષયોની વાતો કરી અને તેમની સાથે મેમ્બરશિપ અને ચાર્જીસના નામે પૈસા ખંખેરી લેવામાં આવતા હતા.

આ કૉલ સેન્ટર પરના દરોડામાંથી અમરેલી જિલ્લાના કેલ્વિન અને ભાવેશ કાકડિયાને મુખ્ય આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કૉલ સેન્ટરે ફેબ્રુઆરીથી શરૂ કર્યું હતું. સેન્ટરે ૧૮ જેટલા યુવક યુવતીને પગાર પર રાખ્યા હતા. તેમને કૉલ સેન્ટરમાં બેસાડી તાલીમ આપી તેમને વાતચીત કરવાનું કામ આપવામાં આવ્યું હતું.

October 2, 2019
GST-1280x720.png
1min12610

જીએસટી વસૂલાત સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૯૧,૯૧૬ કરોડ થઇ છે. જે અગાઉના મહિને રૂ. ૯૮,૨૦૨ કરોડ હતી.સપ્ટેમ્બરમાં જીએસટી રેવન્યૂ રૂ. ૯૧૯૧૬ કરોડ થઇ છે તેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૬૬૩૦ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૨૫૯૮ કરોડ અને આઈજીએસટી રૂ. ૪૫૦૬૯ કરોડનો સમાવેશ છે, એમ સરકારી આંકડામાં જણાવાયું છે.