CIA ALERT

Slider Archives - Page 263 of 492 - CIA Live

February 16, 2020
Arvind-kejriwal.jpg
2min5750

 આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન પર કેજરીવાલની સાથે અન્ય 6 ધારાસભ્યોએ પણ શપથ લીધા. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈસલે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા. ઉપરાંત, મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહેલોતે પણ મંત્રી પદના શપથ લીધા. 

  • સીએમના શપથ ગ્રહણ કર્યા બાદ નિવેદનમાં કેજરીવાલ બોલ્યા, તમે ગમે તે જાતિ, ધર્મ કે પાર્ટીના હો, કામ હોય તો મારી પાસે આવજો.
  • કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીને નંબર વન શહેર બનાવવા માંગુ છું. કેન્દ્ર સરકારની સાથે મળીને દિલ્હીને આગળ વધારીશું.
  • તેમણે કહ્યું ચૂંટણી દરમિયાન અમારા વિરોધમાં બોલનારાઓને અમે માફ કર્યા.
  • તમે કોઈને પણ વોટ આપ્યો હોય પણ હું બધાનો મુખ્યમંત્રી છું. આપ, બીજેપી કે કોંગ્રેસ તમે ગમે તેને વોટ આપ્યો હોય પણ હું તમારો મુખ્યમંત્રી રહીશ.
  • કેજરીવાલે કહ્યું કે, પીએમના આશિર્વાદ માંગુ છું.
  • આપ પક્ષે વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ પીએમનો બનારસનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી તેઓ ઉપલસ્થિત રહી શક્યા નહોતા.
  • રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં આપ સમર્થકો પહોંચ્યા છે.
  • કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે જીત અને સફળતાનો મંત્ર હોય છે ઝૂકીને ચાલવુ. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે મળીને કામ કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યુ કે ભારતીય લોકતંત્રમાં નફરતની રાજનીતિનું કોઈ સ્થાન નથી. કેજરીવાલે જૂની ટીમને પોતાના વિશ્વાસને બેવડ્યો છે કેમ કે લોકો તેમની પર વિશ્વાસ કરે છે. 
  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાએ શપથ ગ્રહણ કર્યા. આ શપથગ્રહણમાં સામેલ થવા અસંખ્ય દિલ્હીવાસીઓ રામલીલા મેદાનમાં ઉપસ્થિત રહ્યા.
  • અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 50 એવા નાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓએ પોતાના આપબળે દિલ્હીની તસવીર બદલવાનું બીડું ઉપાડ્યું છે. તેઓ સાધારણ લોકો છે, પરંતુ તેઓએ પોતાની અસાધારણ ઈચ્છાશક્તિથી દિલ્હીમાં પરિવર્તનનો પાયો નાંખ્યો છે.
  • કેજરીવાલ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નાના બાળકો અરવિંદ કેજરીવાલની વેશભૂષમાં પણ જોવા મળ્યા. આ ઉપરાંત દિલ્હીના અનેક ભાગોગી આપ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ.
  • શપથગ્રહણ સમારોહમાં આશરે એક લાખથી વધારે લોકો હાજરી આપશે તેવો આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શપથ સમારોહમાં પીએમ મોદી, છોટે મફલર મેન, દિલ્હીના સાતેય સાંસદ અને ચૂંટાયેલા ભાજપના આઠ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યુ છે

દિલ્હી રાજ્યને પૂર્ણ કદનો દરજ્જો મળ્યો ન હોવાથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકેની મંજૂરી આપતાં કેજરીવાલ તેમના ૬ ધારાસભ્યો સાથે આવતી કાલ ૧૬ ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત ભવ્ય સમારોહમાં સીએમ પદનો હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે.

દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાના જંગ સમાન ૭૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં આપ પાર્ટીને સતત બીજી વખત પ્રચંડ બહુમતી મળી હતી. આપ પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી છે જે બહુમતી માટે ૩૬ બેઠકો કરતાં વધારે છે. સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોની પણ મુખ્ય પ્રધાનની સલાહ પર પ્રધાન તરીકે નિમણૂક કરી છે. તેઓ પણ આજે પ્રધાનપદના શપથ લેશે.

કેજરીવાલ સાથે ૧૬ ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પદનામિત પ્રધાનોમાં ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ હર્ષની લાગણી અનુભવે છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક રહેશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપએ ૭૦માંથી ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને બીજેપીને માત્ર આઠ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લઈને હૅટ-ટ્રિક નોંધાવશે. તેઓ ૨૦૧૩માં ૪૯ દિવસ માટે અને ૨૦૧૫માં પાંચ વર્ષ સુધી સીએમ પદે રહ્યા હતા. દિલ્હીના મતદારોએ સતત ત્રીજી વાર આપને સત્તા સોંપી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાનોની યાદી

ચૌધરી બ્રહ્મ પ્રકાશ (કૉન્ગ્રેસ)
૧૭ માર્ચ ૧૯૫૨થી ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫ (બે વર્ષ ૩૩૨ દિવસ)

ગુરુમુખ નિહાલ સિંહ (કૉન્ગ્રેસ)
૧૩ ફેબ્રુઆરી ૧૯૫૫થી ૩૧ ઑક્ટોબર ૧૯૫૬ (૧ વર્ષ ૨૬૧ દિવસ)

મુખ્ય પ્રધાનપદ હટાવવામાં આવ્યું: (૧ નવેમ્બર ૧૯૫૬થી ૧ ડિસેમ્બર ૧૯૯૩) દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.

મદનલાલ ખુરાના (બીજેપી)
બીજી ડિસેમ્બર ૧૯૯૩થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ (૨ વર્ષ ૮૬ દિવસ)

સાહિબસિંહ વર્મા (બીજેપી)
૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬થી ૧૨ ઑક્ટોબર ૧૯૯૮ (બે વર્ષ ૨૨૭ દિવસ)

સુષમા સ્વરાજ (બીજેપી)
૧૩ ઑક્ટોબર ૧૯૯૮થી ૩ ડિસેમ્બર ૧૯૯૮ (૫૧ દિવસ)

શીલા દીક્ષિત (કૉન્ગ્રેસ)
૪ ડિસેમ્બર ૧૯૯૮થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ (૧૫ વર્ષ ૨૪ દિવસ)

અરવિંદ કેજરીવાલ (એએપી-આપ)
૨૮ ડિસેમ્બર ૨૦૧૩થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ (૪૮ દિવસ)

રાષ્ટ્રપતિશાસન :
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (૩૬૩ દિવસ)

અરવિંદ કેજરીવાલ
(એએપી-આપ) : ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ (પાંચ વર્ષ એક દિવસ)

February 16, 2020
adhar-pan-cardfeature.jpg
1min5920

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આધાર સાથે લિંક નહિ કરાયેલા પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન) ૨૦૨૦ની ૩૧મી માર્ચથી બંધ થશે.

આધાર અને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને લિંક કરવાની મહેતલ અગાઉ અનેક વખત લંબાવાઇ હતી. હવે નવી મહેતલ ૨૦૨૦ની ૩૧મી માર્ચ જાહેર કરાઇ છે. દેશમાં ૨૦૨૦ની ૨૭મી જાન્યુઆરી સુધી અંદાજે ૩૦.૭૫ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને આધાર સાથે લિંક કરાયા હતા.

આમ છતાં, હજી આશરે ૧૭.૫૮ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબરને ૧૨ આંકડાના બાયૉમેટ્રિક આઇડી સાથે લિંક કરવાના બાકી છે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે જે વ્યક્તિને ૨૦૧૭ની પહેલી જુલાઇ સુધીમાં જે લોકોને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર અપાયા હતા તેઓને કલમ ૧૩૯એએના પેટા વિભાગ (૨) હેઠળ આધાર ક્રમાંકની સાથે લિંક નહિ કરાય તો ૨૦૨૦ની ૩૧મી માર્ચ પછી તે બંધ થઇ જશે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસે આવકવેરાના સંબંધિત નિયમમાં સુધારા કરીને તેમાં કલમ ૧૧૪એએએનો ઉમેરો કર્યો હતો.

જાહેરનામામાં જણાવાયું હતું કે જે વ્યક્તિના પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર બંધ થઇ જશે તેણે પરિણામ ભોગવવા પડશે.

યુનિક આઇડૅન્ટિફિકૅશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા દેશના નાગરિકોને આધાર આપે છે અને આવકવેરા વિભાગ અક્ષર તેમ જ આંકડા ભેગા ધરાવતો ક્રમાંક આપે છે.

February 15, 2020
coronavirus.jpg
1min5130

સમગ્ર વિશ્વમાં ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે ડર વ્યાપેલો છે. આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનનાં ટોચનાં વૈજ્ઞાનિકે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જે રીતે ચીનમાં રોગથી સંક્રમિત લોકોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે તે જોતા વાયરસથી સ્થિતિ વધુ ભયંકર બની શકે છે. કોરોનાની ઝપેટમાં વિશ્વની બે તૃતિયાંશથી વધુ વસ્તી આવી શકે છે તેવો આ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. ચીનમાં વાયરસનાં ફેલાવા પર નજર રાખી રહેલાં ઇરા લોંગીની નામનાં WHO સલાહકારે આ વાત જણાવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું વર્તમાન સમયમાં આ વાયરસથી આશરે 60,000થી વધુ લોકો સંક્રમિત હોઈ શકે છે.

ઇરા લોંગીનીએ વધુમાં જણાવ્યું હતું કે ચીનમાં હાલ લોકડાઉન જાહેર કરાઈ દેવાયું છે તેમજ લોકોને ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. આમ છતાં જો વાયરસ તેની સરહદોની આસપાસનાં દેશોમાં ફેલાશે તો વાયરસ રોકવાની મહેનત પાણીમાં જશે તેમજ ચીનની નિષ્ફળતા છતી થઇ શકે છે. 

જાપાનમાં પ્રથમ મૃત્યુ નોંધાયું 

ચીનમાં કોરોના વાયરસથી સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. બીજી તરફ તાજેતરના અહેવાલ અનુસાર જાપાનમાં પણ કોરોના વાયરસથી એક દર્દીનું મોત નીપજ્યું છે. ચીનને હુબેઇ પ્રાંતમાં એક જ દિવસમાં આશરે 15,000 નવા કેસો અને 242 લોકોનાં મૃત્યુ નોંધાયા છે જયારે સમગ્ર ચીનમાં કુલ 63,851 મૃત્યુ અને 1380 મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત 1716 જેટલા મેડિકલ સ્ટાફને પણ કોરોના વાયરસની અસર છે.અત્રે નોંધનીય છે કે હુબેઇ પ્રાંત કોરોના વાયરસનું ઉદ્દભવસ્થાન ગણાઈ રહ્યું છે.

વુહાન સીફૂડ માર્કેટમાં કોરોના વાયરસ ફેલાયો

કોરોના વાયરસ ચીનના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં ફેલાયો હતો. એક અહેવાલ મુજબ આ માર્કેટમાં અનેક પ્રકારના પ્રાણીઓનું વેચાણ થાય છે. આમાં પેંગોલિન, મોર, સાપ, હરણ, ખિસકોલી, શિયાળ, દેડકા, કાચબા, મગરો, બતક, ચામાચીડિયા જેવા પ્રાણીઓ શામેલ હતા. 

February 15, 2020
bs6.jpg
1min6410

સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ (એફએડીએ)ની અરજીને ફગાવતા ફરી એક વખત કહ્યું છે કે દેશમાં બીએસ-4 વાહનનું વેચાણ 31 માર્ચ સુધી જ થઈ શકશે. કંપનીઓએ એપ્રિલના અંત સુધી બીએસ-4 વાહનો વેંચવાની મંજૂરી માગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે તો સ્ટોકમાં રહેલા બીએસ-4 વાહન વેંચી શકાશે. જો કે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.’ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આગામી એક એપ્રિલથી બીએસ-6 અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018મા ચુકાદો આપ્યો હતો કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 વાહનોના રજીસ્ટ્રેશન અને વેંચાણ ઉપર રોક લાગશે. આ આદેશ સામે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સે (એફએડીએ) અરજી દાખલ કરી હતી અને સમયમર્યાદા એક મહિનો લંબાવવા માટેની માગણી કરી હતી.

February 14, 2020
irctc_logo.png
1min6240

ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યા બાદ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ના શેરમાં આશરે 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીનો શેર બીએસઇમાં 11.35ટકા ઉછળીને ₹1,579.95એ બંધ આવ્યો હતો.

ગુરુવારમાં શેરની તેજી સાથે કંપનીના શેરમાં ઇશ્યૂ ભાવની સરખામણીમાં 399 ટકાની તેજી આવી છે, પરંતુ હજુ ઘણા એનાલિસ્ટ્સ માને છે કે શેરનો ભાવ વાજબી છે. IRCTCનું લિસ્ટિંગ 14 ઓક્ટોબર 2019ના રોજ થયું હતું. IPOમાં શેરનો ઇશ્યૂ ભાવ ₹320 હતો. કંપનીનો આઇપીઓ 112 ગણો છલકાયો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 179.65ટકા ઉછળીને ₹205.80 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹73.59 કરોડનો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની આ કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 64.59 ટકા વધીને ₹715.98 કરોડ થઈ હતી. મજબૂત રિઝલ્ટને પગલે કંપનીના શેરમાં ભારે ખરીદી થઈ હતી.

FY19-22માં વેચાણમાં 22.5ટકા અને ટેક્સ પછીના નફામાં 48.7 ટકા વધારો થવાનો અંદાજ છે. કંપની ટિકિટ બુકિંગ એન્ડ કેટરિંગમાં ઇજારાશાહી ધરાવે છે, તેથી શેરનું વેલ્યુએશન આકર્ષક છે. યીલ્ડ મેક્સિમાઇઝરના સ્થાપક યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે આઇપીઓ વખતે શેરનું મૂલ્ય નીચું હતું. શેરમાં આઇપીઓ ભાવથી આશરે પાંચ ગણો ઉછાળો આવ્યો છે. પરંતુ કંપની કેટરિંગ અને ટિકિટ બુકિંગમા ઇજારાશાહી ધરાવે છે. તે પ્રાઇસિંગ પાવર ધરાવે છે અને બીજા કોઇની સ્પર્ધા નથી.

February 14, 2020
isi_logo.png
4min8300

ધો.12 મેથ્સ (PMC) ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બોર્ડની પરીક્ષા આપી રહેલા મેથેમેટિક્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વધુ એક પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધારે જેની જરૂરીયાત વર્તાય રહી છે એ ડેટા સાયન્ટીસ્ટ બનવા માટેના પ્રથમ પગથીયું ગણાતા કોર્સ બેચલર ઓફ સ્ટેટેસ્ટીક્સ અને બેચલર ઓફ મેથેમેટીક્સ કોર્સ કે જે ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટ, કોલકાત્તા ખાતે કાર્યરત છે તેમાં પ્રવેશ માટેની પરીક્ષા તા.10મી મે 2020ના રોજ લેવામાં આવશે.

ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટમાં બી.સ્ટેટ. અને બી.મેથ. કોર્સમાં પ્રવેશ માટે ધો.12 એ ગ્રુપ એટલેકે મેથેમેટિક્સ અને અંગ્રેજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ અને જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા 2020માં આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશ અંગેની સઘળી માહિતી અત્રે પ્રસ્તુત છે.

Indian Statistical Institute (ISI) Kolkata has commenced the online application process for admission to the Degree and Diploma programmes as well as Junior Research Fellowships on its official website today i.e. February 14, 2020. The interested candidates can submit application forms through the official website of ISI — isical.ac.in.

ISI Admission 2020: Important Dates

EventDate
Online Application Starts14.02.2020
On-line Application Ends06.03.2020
Payment of Application Fee Starts14.02.2020
Payment of Application Fee Ends10.03.2020
ISI ADMISSION TEST10.05.2020

Official website of ISI — isical.ac.in

The last date to apply online for ISI admission 2020-21 is July 31, 2020. The admission notification reads “Stipends/Fellowships as mentioned against each programme will be available to the deserving candidates subject to satisfying the minimum academic qualification.”

Selection Procedure

The selection process will be based on the candidates’ performance in written test and interviews conducted by the Institute subject to satisfying the minimum academic qualification.

Application Fee

  • All male applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 1250.
  • All-female applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 750.
  • The application fee for reserved (OBC-NCL/SC/ST/PwD) category candidates is Rs 625.

Helpdesk

Candidates can contact on the helpdesk number provided below if required.

Help Desk

  • Helpdesk – 9 a.m. to 9 p.m. (Mon-Sat)
  • Phone: 6292218757 and 6292218758
  • Email: isiadmission2020@isical.ac.in
February 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min15470

Whats App પર હાર્ટ ઇમોજી મોકલતા પહેલા તેના અર્થ જાણી લેજો : જો જો ક્યાંક આંધળે બહેરુંના કૂટાય જાય

આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે સૌથી વધારે આ પ્રેમનું કહેવાતું પર્વ ઉજવાશે તો એ સોશ્યલ મિડીયા માધ્યમ હશે અને એમાં પણ વ્હોટ્સએપ પર સૌથી વધુ વેલેન્ટાઇન્સના મેસેજીસની આપ-લે થશે.

સોશ્યલ મિડીયામાં આજકાલ જુદા જુદા ઇમોજી એ લાગણી પ્રદર્શિત કરવાની લેંગ્વેજ બની ચૂક્યા છે. આજે તા.14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ઉજવાય રહ્યો છે ત્યારે વ્હોટ્સએપના ઇમોજીસના ઇનબિલ્ટ ફિચરમાં જુદા જુદા રંગના હાર્ટસ ઉપલબ્ધ છે.

હજારો વ્હોટ્સએપ યુઝર્સ હાર્ટ ઇમોજીને હ્રદયનો સિમ્બોલ સમજીને તેને આડેધડ વગર વિચાર્યે સેન્ડ કરી રહ્યા છે. હકીકતમાં વ્હોટ્સ એપ ઇમોજી ખાસ કરીને હાર્ટ શેપના ઇમોજીના અર્થો જુદા જુદા છે.

ઉદાહરણ તરીકે લઇએ તો આછા લાઇટ જાંબલી રંગના હાર્ટ ઇમોજીનો અર્થ સેક્સ્યુઅલ એટ્રેક્શન થાય છે, હવે યુઝર્સ જાણ્યા વિચાર્યા વગર આ ઇમોજીને આડેધડ શેર કરી રહ્યા છે. સામે વાળી વ્યક્તિ હાર્ટ ઇમોજીના કલર્સ અનુસાર તેના અર્થ જાણતા હોય તો સ્વાભાવિક છે કે રોંગ નંબર લાગે અને આંધળે બહેરું કૂટાય, તમારી સાથે પણ આવું ન થાય તે માટે ખાસ પહેલા જાણી લો કે વ્હોટ્સ એપમાં જે રંગનું હાર્ટ છે તેનો શું અર્થ થાય.

અહીં નેટવર્ક18ના ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મજેદાર અને માહિતીસભર ડોક્યુમેન્ટને આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

With Thanks : From The tweeter Handle of Tv18.com
February 14, 2020
fraud.jpg
1min18900

રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) હેઠળ મળેલી જાણકારી અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષ પહેલાના 9 મહિના (એપ્રિલ-ડિસેમ્બર-2019) દરમિયાન 18 સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના કુલ 8,926 કેસો સામે આવ્યા છે. ઈન્દોરના નિમચના રહેવાસી RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, ભારતીય રીઝર્વ બેંકે તેમને RTI હેઠળ આ જાણકારી આપી છે.

આરટીઆઈ હેઠળ પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેન્કિંગ છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એસબીઆઈ દ્વારા રૂ.30,300.01 કરોડ રૂપિયાની બેંકિંગ ફ્રોડના 4,769 કેસ નોંધાયા છે. આ રકમ આ સમયગાળા દરમિયાન સરકારી બેંકમાં બેન્કિંગ છેતરપિંડીના નોંધાયેલા કેસોના કુલ રકમ રૂ.1,17,463.73 કરોડની લગભગ 26 ટકા જેટલી રકમ છે.

એસબીઆઈ – રૂ.30,300.01 કરોડ – 4,769 કેસ

પંજાબ નેશનલ બેંક  – રૂ.14,928.62 કરોડ – 294 કેસો

બેંક ઓફ બરોડા – રૂ.11,166.19 કરોડ – 250 કેસો

અલ્હાબાદ બેંક – રૂ.6,781.57 કરોડ – 860 કેસ

બેંક ઓફ ઇન્ડિયા – રૂ.6,626.12 કરોડ – 161 કેસ

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – રૂ.5,604.55 કરોડ – 292 કેસ

ઇન્ડિયન ઓવરસીઝ બેંક – રૂ.5,556.64 કરોડ – 151 કેસ

ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ – રૂ.4,899.27 કરોડ – 282 કેસ

કેનેરા બેંક, યુકો બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ રૂ.31,600.76 કરોડની બેન્કિંગ છેતરપિંડીનો સમાવેશ થાય છે. આરબીઆઈ દ્વારા આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલી માહિતીમાં બેન્કિંગ ફ્રોડનો શિકાર બનેલી બેંકો અથવા તેના ગ્રાહકોને થયેલા નુકસાન અંગે કોઈ ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.

February 14, 2020
1min5970

કોરોના વાઇરસને લીધે ચીનના ૩૧ પ્રાંતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૨૫૪ વ્યક્તિનાં મોતના સમાચાર સાથે ૧૫૦૦૦ નવા કેસ નોંધાયા હતા અને આ સાથે આ રોગથી ગ્રસ્ત રોગીઓની સંખ્યા વધીને ૬૦,૦૦૦ પર પહોંચી હતી.

ડિસેમ્બરથી આ વાઇરસ વિશે માહિતી મળ્યા બાદ આ રોગના એપીસેન્ટર ગણાતા હુબેઇ પ્રાંતમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ ૨૪૨ દર્દીના મોત થયા હતા અને ૧૫૦૦૦ નવા કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીમાં રોગનો ઝડપી ફેલાવો દર્શાવે છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરથી અત્યાર સુધીના બે મહિનામાં આ રોગે કુલ ૧૩૬૭ વ્યક્તિના જીવ લીધા છે અને કુલ ૫૯૮૦૪ દર્દી આ રોગનો ભોગ બન્યા છે.

રોગને ઝડપથી કાબૂમાં લઇ શકાય એ માટે લૅબ ટેસ્ટની રાહ જોવાને બદલે હવે ડૉક્ટરો દર્દીને તપાસીને તુરંત નિદાન કરે એવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં બુધવારના ૧૩,૩૩૨ સહિત કોરોના વાઇરસના ૧૪, ૮૪૦ નવા કેસ નોંધાયા હતા.

સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મંગળવાર સુધીમાં આ વાઇરસે ૧૧૧૫ વ્યક્તિના જીવ લીધા હતા અને ૯૭ નવા કેસ નોંધાયા હતા, એમાંથી મોટા ભાગના કેસ સૌથી વધુ અસરગ્રસ્ત હુબેઇ પ્રાંતના હતા. આ સિવાય, રોગગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૪૪,૭૬૩ થઇ હતી.

વિદેશમાં ક્ધફર્મ્ડ કેસની સંખ્યા વધીને ૪૪૦ થઇ છે અને ફિલિપાઇન્સમાં એક દર્દીનું મરણ થયું હતું. જાપાનમાં સૌથી વધુ ૨૦૩ કેસ નોંધાયા છે અને એમાંથી મોટાભાગનાં ક્રૂઝશિપના પ્રવાસીઓ છે. આ શિપમાં બે ભારતીય નાગરિક પણ આ રોગનો ભોગ બન્યા છે.

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (વ્હૂ)ના નિષ્ણાતોની ૧૫ સભ્યની ટુકડી હાલ ચીનમાં સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગને મદદ કરી રહી છે.

February 13, 2020
chotila.jpg
1min5700

કમલ વિદ્યાલયના સંચાલકના જાતિય શોષણના પગલે ગઇકાલે સગીર બાળાના વાલીઓ સહિતના ટોળાંએ ચક્કાજામ કરી ટાયર્સ સળગાવ્યા બાદ ગણતરીની કલાકમાં જ સંચાલક બટુક ભટ્ટીની ધરપકડ કરાઇ છે, આ ધરપકડ સાથે જ ઉશ્કેરાયેલા સમાજનો રોષ પણ શાંત પડયો છે.
આરોપી સંચાલકને સ્કૂલના ટ્રસ્ટ સાથે કંઇ જ લેવા દેવા નથી અને તેને આચરેલ કૃત્યને કારણે 700 જેટલા બાળકોનાં ભવિષ્ય ન બગડે તે દિશામાં તંત્ર એ કાર્યવાહી હાથ ધરી છે.

જેના ભાગ રૂપે વાલીઓ સાથે જિલ્લા કલેકટર કે. રાજેશ, એસ પી મહેન્દ્રકુમાર બગડીયા, શિક્ષણ અધિકારી હિતેશ ચૌધરી, પ્રાંત અધિકારી, આર બી અંગારી સહિતનાએ બેઠક યોજી હતી. જેમા શિક્ષણ કે શિક્ષકો’ સામે કોઇ ફરીયાદ ન હોવાનું જણાવી સલામતી સાથે શાળા શરૂ કરાય તો બાળકોને શાળાએ મોકલવા અને વર્ષ ન બગડે તે માટે તૈયારી દાખવી હતી. મુખ્ય ટ્રસ્ટીઓને શાળા સંચાલન સંભાળી શરૂ કરવા માટે તંત્રએ પ્રયાસ હાથ ધર્યો છે. અને ચાર પાંચ દિવસમાં શાળા નવા સંચાલક સાથે પુર્વરત કરી દેવામાં આવશે અને બાળકોનાં ભવિષ્યને અસર નહી પડે તેવી ખાત્રી તંત્રએ આપી છે.