CIA ALERT

Slider Archives - Page 260 of 491 - CIA Live

February 21, 2020
uddhav.jpg
1min6290

મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર દિલ્હી જઈ રહ્યા છે અને અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલા નવા સમીકરણો બાદ આ મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી દીધા છે. આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી કરી હતી.

ઠાકરે અગાઉ માત્ર પ્રોટોકોલ નિભાવવા માટે પુણે ખાતે મોદીને વિમાનમથકે મળ્યા હતા. તે જોતા આ તેમની પહેલી મુલાકાત છે, તેમ કહી શકાય. મુલાકાતમાં ઠાકરે ખેડૂતો માટે તેમ જ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે ફંડની વાત કરશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર વચ્ચે જોવા મળતા ઉતાર-ચડાવ જોતા આ મુલાકાત જૂના સંબંધોને ફરી તાજાં કરી નવાં સમીકરણોના રૂપમાં સામે આવશે કે શું, તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. જોકે રાઉતે જણાવ્યું હતુ કે આ માત્ર સદિચ્છા ભેટ છે અને આ મુલાકાત મામલે વધારે ઊંડુ ઉતરવાની જરૂર નથી.

મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ, દિલ્હીમાં પણ સત્તા ગુમાવી ચૂકેલા ભાજપ માટે થી જૂનો સાથીપક્ષ ફરી સાથે આવે તે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે. જોકે આ બન્ને મહાનુભાવોની મુલાકાતના પરિણામો સામે આવતા સમય નીકળી જશે, પરંતુ આજની મુલાકાત રાજકીય વાતાવરણ ગરમાવશે, તે વાત નક્કી છે.

February 20, 2020
chay_makers2-1280x720.jpg
1min21610

વાપીમાં ચા ની દુકાને અનાયાસે મળેલા 2 એન્જિનયરોની 3 Idiots ફિલ્મ જેવી કહાણી

ગમતું કામ કરવું જોઇએ એવી શીખ આપતા થ્રી ઇડિયટ પીક્ચરની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં સૂરતમાં ઘટી છે. બે ડિગ્રી ધારી એન્જિનિયરોએ પોતાને ઓછી ગમતી નોકરી છોડીને જેને પીવાનો બહું શોખ છે એ ચા નો સ્ટોલ કહો કે દુકાન કહો કે સ્ટુડીયો શરૂ કર્યો અને તેમને જરાય સંકોચ કે ખચકાંટ નથી. તેમને ચા પીવાની ગમે છે એટલે કામ શરૂ કર્યું. પોતે જ ચા બનાવે છે અને પોતે જ સર્વ કરે છે ચા. વાંચો એન્જિનિયરોની ચા ની કહાણી.

સુરતના બે મિત્રોએ..એક ભાઈનું નામ છે પ્રદીપ જે મિકેનિકલ એંજિનિયર થયેલા છે..કુવૈત, દુબઇની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરીને દોઢ લાખ રૂપિયા મહિને કમાતા હતા..અને બીજા છે ગણેશભાઈ જેમને હમણાં જ સિવિલ એંજિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે..પણ નોકરી કરવા કરતા તેઓ પોતાની મહેનતથી રૂપિયા કમાવવા માંગતા હતા..અને એટલે બધી નાનપ બાજુ પર મૂકીને વરાછા મિનીબજારમાં તેમને શરૂ કરી આ ચા ની દુકાન અને નામ રાખ્યું ચાય મેકર્સ-બાય એંજિનિયર્સ..આ બંને એન્જીનિયર જાતે જ ચા બનાવે છે..જાતે જ ચા નો કપ ભરી આપે છે..હીરાની દુકાનોમાં ચાની ડિલિવરી આપવા પણ જાતે જ જાય છે..
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડીકની ફેસબુક વોલ પરથી સાભાર)

ઉપરના ફોટામાં યેલો ટીશર્ટમાં છે એ યુવાનનું નામ પ્રદીપ જાદવ છે જે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને મિડલ ઇસ્ટમાં શારજાહ તેમજ દુબઇ નોકરી કરી ચૂક્યા છે. આ યુવાનની સાથે તેના પાર્ટનર કમ ફ્રેન્ડ ગણેશ પંડીત દૂધનાલય છે જે મહારાષ્ટ્રના લાતૂરના છે. આ બન્ને યુવાનો એન્જિનિયર છે, અભ્યાસ પછી સારી નોકરી મળી નહીં. એક દિવસ વાપી સ્ટેશન રોડ પર ગુજરાત ચા નામની ચાની કિટલીએ અનાયાસે બન્નેનો ભેટો થઇ ગયો. બન્નેએ એન્જિનિયરિંગની નોકરી ગમતી ન હોવાની વાતો શેર કરી. બન્ને ચા પીવાના ભારે રસીયા અને વાપીની ચાની દુકાને જ નક્કી કરી લીધું કે ચા બનાવીને વેચવાનો ધંધો શરૂ કરીએ.

આ વાતને માંડ એકાદ વર્ષ થયું હશે. અને આ પ્રદીપ જાદવ અને ગણેશ પંડીત દૂધનાલયએ સૂરતના મિનીબજાર ખાતે ગઇ તા.20મી જાન્યુઆરી 2020ના રોજ ચાય મેકર્સ નામની ચા ની દુકાન શરૂ કરી. એક મહિનામાં આ બન્ને મિત્રોએ શરૂ કરેલી ચાની દુકાન ચાલવા માંડી છે. પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે એક મહિનામાં સારો રિસ્પોન્સ છે અને અમે એન્જિનિયરિંગની નોકરી છોડીને આ ધંધો ચાલુ કર્યો છે અમે ખુશ છીએ. એવું લાગે છે અમારે માણસો રાખવા પડશે કેમકે અમે બે પહોંચી વળતા નથી એટલા ઓર્ડર મળી રહ્યા છે.

એન્જિનિયરોના હાથે બનાવેલી ચા પીવી હોય તો સૂરતના વરાછાના મિની બજારમાં આ દુકાનો જવું પડશે

ચા ની દુકાન શરૂ કરવા માટે સૂરતના વરાછા વિસ્તારમાં મિની બજાર જ કેમ પસંદ કર્યું એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રદીપ જાદવે કહ્યું કે થોડો માર્કેટ સરવે કર્યો અને જાણવા મળ્યું કે વરાછા વિસ્તારમાં લોકો ચા પીવાના શોખીન છે તેમજ મિની બજાર સંપૂર્ણ કમર્શિયલ વિસ્તાર છે અને અહીં મોટા ભાગે મશીનની ચા મળી રહી છે. એટલે અમે આ લોકેશન પર દુકાન ભાડે રાખીને ચા નો બિઝનેસ શરૂ કર્યો.

એંજિનિયર્સની ચા જેવી તેવી તો હોય જ નહીં ને પાછી..દાર્જિલિંગથી ફિલ્ટર થઈને આવેલી અને સલ્ફર ફ્રી ખાંડથી બનેલી એક નહીં પણ 9 પ્રકારની ચા અહીં મળે છે. ચાની કિંમત પણ કંઈ વધારે ન સમજતા..વેરાયટી પ્રમાણે 15 રૂપિયાની અંદર એક ચા નો કપ મળી જશે પણ ટેસ્ટ એકદમ હટકે મળશે એની ગેરંટી.
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડિકના ફેસબુક વોલ પરથી સાભાર)

10 રૂ.માં સાદી ચા અને 15 રૂ.માં આખો કપ ફ્લેવર્ડ ચા

પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે આપણા ઘરે બને છે તેવી સાદી ચા એક ફુલ કપના રૂ.10 છે જ્યારે ફ્લેવર્ડ ચા ના રૂ.15 આખો કપના રાખ્યા છે. તેમની દુકાનો હોટ ચોકલેટ, ગ્રીન ટી, ગ્રીન હની ટી, રોઝ ટી, લેમન ગ્રીન ટી, લેમન ટી, કોફી વગેરે વેરાઇટી ઉપલબ્ધ છે.

February 20, 2020
russia.jpg
1min5810

ચીનમાં જીવલેણ કોરોના વાઈરસે ૨૦૦૦થી વધુનો ભોગ લીધો છે. ૭૩૦૦૦થી વધુ વ્યક્તિને વાઈરસથી અસર થઈ છે. ૨૬ દેશોને પણ અસર થઈ છે તે ધ્યાનમાં લઈને રશિયાએ ચીનના નાગરિકોના પ્રવેશ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે, જે ગુરુવાર રાતથી અમલમાં આવશે. આ મુજબના નિર્ણય પર રશિયન વડા પ્રધાન મિખાઈલ મિસુટીને સહી કરી હતી.

ચીનમાં વાઈરસના કારણે સ્થિતિ કથળી છે. ચીન અને મોંગોલિયા સાથેની લાંબી સરહદને રશિયાએ બંધ કરી છે તે ઉપરાંત અન્ય પ્રવાસ પ્રતિબંધ મૂક્યા છે.

રશિયામાં અત્યાર સુધીમાં કોવિદ-૧૯ના ત્રણ કેસ નોંધાયા છે બે ચાઈનીઝ નાગરિકને સારવાર બાદ મુક્ત કરાયો છે. એક રશિયન નાગરિકને જાપાનની ક્રૂઝ શિપમાં ચેપ લાગ્યો હતો. રશિયન ઍરપોર્ટ ખાતે ફલાઈટ ટ્રાન્સફર કરનારાને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. વાઈરસને ફેલાતો અટકાવવા સત્તાવાળાઓ અનેક પગલાં સાવચેતીરૂપે લઈ રહ્યા છે.

ચીન બાજુનો એરટ્રાફિક બંધ કર્યો છે. ચીન, ઉત્તર કોરિયા બાજુની ટ્રેન રદ કરી છે. ચાઈનીઝ નાગરિકને વર્કવિઝા બંધ કર્યા છે. રશિયામાં ભણતા ચીનના વિદ્યાર્થીઓને ૧ માર્ચ સુધી ત્યાં જ રોકાવા કહ્યું છે.

જર્મનીએ મેડિકલ સહાયનું બીજું શિપમેન્ટ ચીન મોકલ્યું છે, અન્ય રીતે પણ મદદ કરી રહ્યું છે. યુરોપમાં વાઈરસથી અસરગ્રસ્તના ૪૭ કેસ નોંધાયા છે તે પૈકી એકનું મોત થયું છે. ઈટાલીના ૨૫ નાગરિક જાપાનના ક્રૂઝ શિપમાં છે તે પૈકી ૧૧ને શિપમાં જ રહેવું પડશે. બાકીના ૧૪ને ઈટાલીનું ઍરફોર્સ પ્લેન સ્વદેશ લઈ આવશે.

February 19, 2020
looplapeta.png
1min8300

બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.

February 19, 2020
NPR_logo.jpg
1min5390

આગામી 1લી એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની કવાયત શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન સૌથી પહેલું થશે.

રાષ્ટ્રપતિના નામાંકન બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ એનપીઆરની સુચિમાં સામેલ થશે. નામાંકન માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તેમના અનુકૂળ સમયની માગ કરી છે.

મીડિયા અહેવાલો પ્રમાણે, 1 એપ્રિલના દિવસે જ દેશના ત્રણેય સર્વોચ્ચ પદાધિકારીઓના ડેટા એનપીઆરમાં સામેલ થઈ જશે તેવી સંભાવના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય વ્યકત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, જનગણના આયોગ અને જનગણના સંચાલન નિર્દેશકની હાજરીમાં દિલ્હીમાં થવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ આ જ ટીમ દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીના નામાંકન એનપીઆરમાં કરાશે.

નામાંકન થઈ ગયા બાદ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયોગ કાર્યાલયનો ઈરાદો એનપીઆરનો મોટાપાયે પ્રચાર કરવાનો છે, જેથી દેશની જનતા સુધી તેનો સંકેત પહોંચી શકે.
એનપીઆર અંતર્ગત 1 એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીઆરનો ઉદેશ દેશના નાગરિકોની વ્યાપક ઓળખ માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકારી યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.

February 19, 2020
lauraus.jpg
1min5060

મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરને ભારતની ટીમે ૨૦૧૧માં ઘરઆંગણે જીતેલા વર્લ્ડ કપ પછી તેના સાથી ખેલાડીઓ તેને ખભા પર ઊંચકી લઈ જવાના પરાક્રમનું છેલ્લાં ૨૦ વર્ષમાં લૉરિયસની શ્રેષ્ઠ ‘સ્પોર્ટિંગ મોમેન્ટ’ તરીકે મતદાન મારફતે જાહેર કરાયું હતું.

ભારતીય ક્રિકેટરસિકોના ટેકા સાથે તેન્ડુલકર સૌથી વધુ સંખ્યાના મત મેળવી વિજયી બન્યો હતો.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ મહાન ટેનિસ ખેલાડી બોરિસ બેકર દ્વારા વિજેતાનું નામ જાહેર કરાયા પછી તેન્ડુલકરને ટ્રોફી અહીં ભપકાદાર સમારોહમાં ભેટ કરી હતી.

સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બૉલર નુવાન કુલાસેકરાને વિજયી છગ્ગો ફટકારવા સાથે પોતાની કારકિર્દીના છઠ્ઠા અને આખરી વર્લ્ડ કપમાં રમતા તેન્ડુલકરનું ભારતને વર્લ્ડ કપ જિતાડી આપવાનું લાંબા સમયનું સ્વપ્ન સાકાર થયું હતું.

વાનખેડે સ્ટેડિયમ ખાતેની તે ફાઈનલ મેચનું પરિણામ આવવાની સાથે ભારતીય ખેલાડીઓ આનંદ અને વિજયની ઉજવણીમાં મેદાનમાં દોડી આવ્યા હતા અને તેન્ડુલકરને ખભા પર ઊંચકી લીધો હતો તથા સ્ટેડિયમમાં ફેરો લગાવ્યો હતો.

વિશ્ર્વ ક્રિકેટમાં ૪૬ વર્ષના સૌથી વધુ રનકર્તા તેન્ડુલકરે કહ્યું હતું કે લૉરિયસ ટ્રોફી જીતવામાં પોતે ગર્વ અનુભવી રહ્યો છે. “આ ટ્રોફી ફક્ત મારા માટે નહીં, પણ બધા ભારતીયો માટે છે, એમ તેણે કહ્યું હતું.

૨૦૧૧ની વર્લ્ડ કપ વિજયી ભારતની ટીમના સભ્ય વિરાટ કોહલીએ પણ તેન્ડુલકરને ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા. “અભિનંદન સચિન પાજી. આ પ્રતિષ્ઠિત એવૉર્ડ આપણા રાષ્ટ્ર માટે ગર્વભરી ઘડી છે, એમ કોહલીએ કહ્યું હતું. 

February 18, 2020
rajyasabha.jpg
1min5290

આગામી એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની ગુજરાત ક્વોટાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ 26 માર્ચ 2020 જાહેર કરવામાં આવી છે. આગામી એપ્રિલ-2020માં ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ (ભાજપ), મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા (ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા (ભાજપ)નો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદની 4 બેઠકો માટે ચૂંટણી તા.26મી માર્ચે યોજાવાની છે. હાલના રાજ્યસભાના આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે.

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જેમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. હાલ કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી, અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સભ્ય છે.

જો એક સાથે આ 4 બેઠકોની ચૂંટણી થાય તો ભાજપ એક બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસ ને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી, પરંતુ રાજ્યસભામાં ચાર બેઠક છે. જે વધીને પાંચ થઈ શકે તેમ છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે.

રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીનું ગણિત

ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ.

રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે.

કોંગ્રેસને બે બેઠકો માટે 74 ધારાસભ્યો જોઇએ છે, તેમની પાસે સંખ્યાબળ 72નું જ

હાલના વિધાનસભામાં પક્ષવાર ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો ભાજપા પાસે 103 અને કોંગ્રેસ પાસે 72 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. કોંગ્રેસને રાજ્યસભાની 2 બેઠકો પર વિજય મેળવવા 74 મતની જરૂર પડશે. સાદું ગણિત જોઇએ તો કોંગ્રેસને બે મત ખોટ અત્યારથી વર્તાય છે. કોંગ્રેસે આ બે મત માટે જિજ્ઞેશ મેવાણી કે બીટીપીના સભ્યોનું સમર્થન લેવું અનિવાર્ય થઇ પડશે.

ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ

ભાજપની સ્થિતિ જોઇએ તો ભાજપે ત્રણ બેઠકો જીતવી હોય તો તેમને 37 પ્રમાણે કુલ 111 મતની જરૂરીયાત છે જેની સામે ભાજપા પાસે સંખ્યાબળ 103નું જ છે. આ સ્થિતિ જોતા ભાજપને કુલ 8 સભ્યોની ઘટ પડે તેમ છે.

February 18, 2020
Womens-T20WC.jpg
1min5390

વન ડે વર્લ્ડ કપનો ખિતાબ ભારતીય મહિલા ટીમ ગયા વર્ષે મામૂલી અંતરથી ચૂકી ગઈ હતી. હવે ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે આવતા સપ્તાહથી શરૂ થઈ રહેલ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા પર ટીમનું ફોકસ છે. અમે વિજયના પ્રબળ દાવેદાર છીએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 9 રને હારી હતી.

હવે હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે પાછલાં ત્રણ વર્ષમાં ટીમ ઘણી પરિપક્વ બની છે. આ અનુભવનો અમે ટી-20 વર્લ્ડ કપમાં અમે પૂરો ઉપયોગ કરવાની કોશિશ કરશું. અમારી ટીમ દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે. દરેક ખેલાડી પોઝિટિવ એપ્રોચ ધરાવે છે. જો અમે ટી-20 વિશ્વ કપ જીતશું તો એ બહુ મોટી ઉપલબ્ધી ગણાશે. અમારું લક્ષ્ય દબાણમાં આવ્યા વિના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો પહેલો મેચ યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તા. 21 ફેબ્રુઆરીએ એડિલેડમાં રમશે.

સુકાની હરમનપ્રિતની આગેવાનીમાં ગત સપ્તાહે ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં દબાણ વચ્ચે આખરી સાત વિકેટ 29 રનમાં ભારતીય ટીમે ગુમાવી હતી. આથી ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી.

February 18, 2020
Bhavnath_Mahadev.jpg
1min5680

ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં 17 Februarty સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે 5 દિવસ ચાલનાર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ સાથે અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ ઉઠી છે. ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી છે.

Bhavnath Mahadev Mandir

પરંપરાગત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો આજે મહાવદ નામના દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર, પૂજન, અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાતા હર હર મહાદેવ, જય ગિરનારીના જયઘોષ વચ્ચે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો.

આ પ્રસંગે મહામંડળેશ્વર ભારતીબાપુ, ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુ, જયશ્રીકાનંદગીરીજી, હરિગિરિજી, ઇન્દ્રભારતીજી, હરિહરાનંદજી, શેરનાથબાપુ, તનસુખગીરીજી, કમંડલકુંડનાં મહંત મુક્તાનંદજી સહિતનાં સાધુ-સંતો, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડો. પારઘી, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, શશીકાંત ભીમાણી, આદ્યાશક્તિ મજમુદાર, ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશિયા સહિતના આગેવાનો ઉપસ્થિત હતાં.

બીજી તરફ અખાડાઓ તથા ભવનાથ મંદિર આસપાસ સાધુ-સંતો દ્વારા ધૂણા ધખવાયા છે.
મેળાના પ્રારંભ સાથે મનપા, પોલીસ, આરોગ્ય અને વનતંત્ર દ્વારા પોત-પોતાની ફરજ શરૂ કરાઈ છે. પરંતુ પ્રારંભે ભાવિકોની પાંખી હાજરીનાં કારણે તંત્ર પણ શાંતિનો શ્વાસ લઇ રહ્યું છે. વાહનોને રોકટોક વગર તળેટીમાં પ્રવેશવા દેવાય છે.

18 February ત્રણ દિવસીય સાંજે 7 થી રાત્રીના 11 કલાક સુધી સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સ્થાનિક નવોદિત કલાકારોને પ્લેટફોર્મ અપાશે જ્યારે નામાંકિત કલાકારો ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવશે.

મેળામાં ઉમટતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 3000 જેટલી પોલીસ ઉતારાતા તળેટીમાં પોલીસ, સાધુ-સંતો, ઉતારા, અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો તથા વિવિધ વિભાગનાં ફરજ તૈનાત કર્મચારીઓ અને પાંખી સંખ્યામાં ભાવિકો નજરે પડયા હતાં.

આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ શરૂ થશે અને છેલ્લા બે દી’ તળેટીમાં માનવદરિયો ઘૂઘવશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજકો સજ્જ’ બન્યા છે. આમ તળેટીમાં આજથી પાંચ દી’ જીવ અને શિવનો સંગમ રૂપી મેળાનો ધમધમાટ શરૂ’ થઇ ગયો છે.

February 18, 2020
nirbhayasuprem.png
1min5130

સર્વોચ્ચ અદાલતે સશસ્ત્ર દળોમાં જાતિને આધારે થતા પક્ષપાતનો અંત લાવવાની હાકલ કરવાની સાથે ભારતીય લશ્કરમાં કમાન્ડના હોદ્દાઓ (કમાન્ડર તરીકેના હોદ્દા) પર મહિલાઓની નિયુક્તિ માટેનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો તેમ જ ત્રણ મહિનાની અંદર તમામ મહિલા અધિકારીઓને કાયમી સનદીનો લાભ આપવાનો આદેશ પણ આપ્યો

હતો. લશ્કરમાં મહિલાઓને કમાન્ડનો હોદ્દો નકારવા સંબંધમાં માનસિક રીતે તેમની મર્યાદાને તેમ જ તેમને સામાજિક રીતે આવા હોદ્દા નકારવાની પ્રથાને ધ્યાનમાં લેવામાં આવે છે. કેન્દ્ર સરકારની આવી દલીલને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના અધ્યક્ષસ્થાન હેઠળની બેન્ચે ‘ખલેલ પહોંચાડનારી’ ગણાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે ભૂતકાળમાં મહિલા સૈનિકો અને અધિકારીઓએ પણ દેશને ગૌરવ અપાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે ‘સશસ્ત્ર દળોમાં નિયુક્તિની બાબતમાં તેમ જ કાયમી સનદી (લશ્કરમાં અધિકારના સ્થાનનો હોદ્દો)ના સંદર્ભમાં સરકારે માનસિકતા બદલવાની જરૂર છે. મહિલાઓને લશ્કરમાં કમાન્ડના હોદ્દા આપવા સંબંધમાં કોઈ ચોક્કસ નિયંત્રણ નહીં રાખી શકાય.’

જોકે, ન્યાયમૂર્તિઓની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી હાઈ કોર્ટે ઠરાવ્યું એ પ્રમાણે યુદ્ધના મોરચે કે સરહદ પર મહિલા અધિકારીઓને ગોઠવવાની બાબત લશ્કરની નીતિ પર આધારિત રહેશે.

૨૦૧૯ની પચીસમી ફેબ્રુઆરીના નીતિ-વિષયક પત્ર મુજબ લશ્કરમાં મહિલાઓને માત્ર સ્ટાફના હોદ્દા પર જ નિયુક્ત કરવામાં આવતી હતી અને એમાં કમાન્ડના હોદ્દા પરની નિયુક્તિની કોઈ જોગવાઈ નહોતી.

ભારતીય લશ્કરમાં કુલ ૧,૬૫૩ મહિલા અધિકારીઓ છે. એ દૃષ્ટિએ કુલ અધિકારીઓમાં મહિલાઓની ૩.૮૯ ટકાવારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘પુરુષોની માફક મહિલા લશ્કરી અધિકારીઓએ પણ દેશને ઘણી રીતે ગૌરવ અપાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રોનાં શાંતિરક્ષક દળોમાં પણ તેમની ઘણી સારી અને પુરસ્કૃત કામગીરી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જે કેન્દ્રની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો એને પગલે કોર્ટની બહાર ઊભેલી મહિલા અધિકારીઓએ વિજયી-સંકેત બતાવીને પોતાની જીત વ્યક્ત કરી હતી. તેમનાં વકીલ મીનાક્ષી લેખીએ પીટીઆઇને કહ્યું હતું કે ‘જેમ આકાશ અમર્યાદિત છે એમ મહિલાશક્તિની પણ કોઈ મર્યાદા નથી હોતી. સર્વોચ્ચ અદાલતના ફેંસલાએ લશ્કરની મહિલા અધિકારીઓને પુરુષ અધિકારીઓ જેટલા જ અધિકારો અપાવ્યા છે. મહિલા ઑફિસરો ઘણાં વર્ષોથી આ અધિકારોની માગણી કરી રહી હતી અને તેમને હવે એમાં સફળતા મળી છે.