CIA ALERT

Slider Archives - Page 236 of 492 - CIA Live

June 2, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6910

આધાર કાર્ડ પર ભારત, ડ્રાઇવિંગ લાયસન્સ પર Union of India અને પાસપોર્ટ પર Republic ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે તા.2 જુન 2020ના રોજ ટ્વીટર ઇન્ડીયા પર એક જોરદાર ટ્રેન્ડ ચાલ્યો છે અને એ ટ્રેન્ડ છે હેશટેગથી બાયબાય ઇન્ડીયા ઓન્લી ભારત સાથેની પોસ્ટનો. લાખો ટ્વીટ એટલા માટે કરવામાં આવ્યા છે કે હવે વિશ્વભરમાં ભારત ઇન્ડિયાથી નહીં પણ ભારતથી જ ઓળખાય. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક રીટ પીટીશન ફાઇલ થઇ ચૂકી છે અને એ પછી હવે સોશ્યલ મિડીયામાં ખાસ કરીને ટ્વીટર પર ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણા દેશનું નામ દેશ અને દુનિયામાં ભારત જ રહે અને હવે પછી સમગ્ર વિશ્વમાં આપણો દેશ ભારતના નામથી જ ઓળખાય. લાખો લોકો નીચેના હેશટેગથી ટ્વીટ કરી રહ્યા છે.

ટ્વીટર પર ભારતના નામ અંગે બે હેશટેગથી લાખો ટ્વીટ થઇ રહ્યા છે

ByeByeIndiaOnlyBharat

તા.2 જૂન સાંજે પોણા પાચ વાગ્યા સુધીમાં ઉપરોક્ત હેશટેગથી અંદાજે 1.89 લાખ ટ્વીટ થઇ ચૂક્યા છે. ટ્વીટ કરનારા મોટા ભાગના ટ્વીટર હેન્ડલ યુઝર્સની માગણી છે કે આપણા દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત જ હોવું જોઇએ.

इंडियाहीभारत_है

ભારત નામ માટે મુહિમની તવારીખ

આપણા દેશનું નામ ભારત રહે એ માટે દિલ્હીના એક રહેવાસીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને એ અપીલ બંધારણની કલમ 1 કે જેમાં ભારતના નામ અંગેની જોગવાઇ છે એમાં સુધારો કરવા સંદર્ભે છે. આજે તા.2 જુનના રોજ સુપ્રીમ કોર્ટમાં આ પીટીશનનું હિયરીંગ હાથ ધરાવાનું હતું પરંતુ, આજનું હિયરિંગ સંભવી શક્યું નથી.

યાચીકાકર્તાએ એવી દલીલ કરી છે કે અલગ અલગ ડોક્યુમેન્ટસ પર આપણા દેશનું નામ અલગ રીતે નવાજવામાં આવી રહ્યું છે જેમ કે

  • આધાર કાર્ડ પર ભારત સરકાર લખાય છે
  • ડ્રાઇવિંગ લાઇસન્સ પર યુનિયન ઓફ ઇન્ડિયા લખાય છે
  • પાસપોર્ટ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાય છે

ઉપરોક્ત બાબતને કારણે ભારે મૂંઝવણભરી સ્થિતિ ઉદ્ભવે છે.

જે કલમમાં સુધારા માટે રીટ કરવામાં આવી છે એ બંધારણની કલમ 1

બંધારણના પહેલા ભાગમાં દેશના નામ, તેના રાજ્ય સરહદોની વ્યવસ્થા વગેરે વિશે જોગવાઈ કરવામાં આવી છે. તે કલમ 1થી 4 સુધીમા છે. કલમ 1 મુજબ, India કે જે ભારત છે તે રાજ્યો અને ક્ષેત્રોનો ક સંઘ હશે. એટલ અંગ્રેજીમાં દેશનું નામ India અને હિંદીમાં ભારત છે, એવું બંધારણ કહે છે. તો, આંતરાષ્ટ્રીય સ્તર પર અંગ્રેજીમાં Republic of India એટલે કે ભારત ગણરાજ્ય ચાલે છે. એટલે જ પાસપોર્ટ પર એ લખવામાં આવે છે.

June 2, 2020
adesh-tiwari.jpg
1min5270

ભાજપ સાંસદ અને એક્ટર મનોજ તિવારીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવી આદેશ ગુપ્તાને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. આની સાથે છત્તીસગઢના અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા હોવાની સત્તાવાર ઘોષણાએ ભાજપમાં ચર્ચાઓ જગાડી છે.

June 2, 2020
sensex_green.jpg
1min7500

આજે તા.2 જૂન મંગળવારે બપોરે 3.30 કલાકે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ સેન્સેક્સ મજબૂતી સાથે બંધ થયો હતો. સાર્વત્રિક લેવાલીથી મંગળવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 522 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો. શેરબજારમાં સતત પાંચમાં સેશનમાં રેલી જોવા મળી હતી.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 33,866.63 અને નીચામાં 33,301.29 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 522.01 પોઈન્ટ્સ અથવા 1.57 ટકાના ઉછાળા સાથે 33,825.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 9,995.60 અને નીચામાં 9,824.05 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 152.95 પોઈન્ટ્સ અથવા 1.56 ટકા વધીને 9,979.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.20 ટકા અને 1.83 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે FMCGને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજે બપોરે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબ્સ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ 8.64 ટકા, કોટક બેન્ક 7.56 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 6.05 ટકા, HDFC 4.43 ટકા, પાવરગ્રીડ 3.46 ટકા, એક્સિસ બેન્ક 3.29 ટકા, ICICI બેન્ક 2.80 ટકા અને LT 1.86 ટકાનો સમાવેશ થાય છે.

આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં મારુતિ 1.74 ટકા, ITC 1.69 ટકા, NTPC 1.23 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.95 ટકા અને ભારતી એરટેલ 0.19 ટકાનો સમાવેશ થાય છે.

June 2, 2020
landlside_asam.jpg
1min5390

Tweet from Asam Chief Minister

પૂર્વી ભારતના રાજ્ય આસામ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલને પગલે ભૂસ્ખલન જેવી હોનારત સર્જાતા વીસથી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભૂશ્ખલનમાં મૃત્યુ પામનાર લોકોમાંથી મોટા ભાગના લોકોમાં દક્ષિણી આસામના ત્રણ અલગ-અલગ જિલ્લાઓ કરીમગંજ, સિલ્ચર અને હિલાકાંડીના ત્રણ અલગ-અલગ પરિવારોના હતા. ભૂસ્ખલનની આ ઘટનાઓ આસામની બરાક ઘાટી વિસ્તારમાં ઘટી હતી.

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે ટ્વીટ કરીને કહ્યું ભૂસ્ખલનની ઘટના અને તેમાં મૃત્યુ પામનાર લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા પ્રશાસન અને એસડીઆરફએફની ટીમને તાત્કાલીક ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવા માટેના આદેશ પણ આપ્યા. 

June 2, 2020
middleseat-1280x853.jpg
1min6510

વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રહે તે રીતે બેઠકની ફાળવણી કરવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ દેશની તમામ એરલાઈન્સને સોમવારે જણાવ્યું હતું.

પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાને કારણે જો પ્રવાસીને વિમાનમાં વચલી સીટ ફાળવવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તેમને ટૅક્સટાઈલ ખાતા દ્વારા મંજૂર કરવામાં આવેલા વ્રૅપ અરાઉન્ડ ગાઉન, ત્રિસ્તરીય ફૅસમાસ્ક સહિતના વધારાના સુરક્ષા ઉપકરણો પૂરા પાડવાનું ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું. કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને કારણે બે મહિનાના સમયગાળા બાદ ભારતમાં પચીસમી મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આગામી સૂચના ન મળે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા સ્થગિત રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

June 1, 2020
nisarg11.jpg
2min13920

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડિપ્રેશન આગામી 12 બાદ વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે.આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.

હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે અને 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 200થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતના ડુમસ, સુવાલી, ડભારી બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીનો ઉભરાટ બીચ પણ ખાલી કરાવવામાં આવ્યો છે.

ગુજરાતના ઉમરગામ દરિયા કિનારે એલર્ટ ઘોષિત

મહારાષ્ટ્રને કેવી રીતે ઘમરોળશે નિસર્ગ વાવાઝોડું

તા.2 જૂન સાંજે 4 કલાકની સ્થિતિ અને એ પછીનું પ્રોજેક્શન

સેટેલાઇટ ઇમેજ તા.2 જૂન બપોરે 2 કલાકે

Reported on 1st JUNE 2020

Symbolic Photo

2/3/4 જૂને ગુજરાતમાં વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ હાલ પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં ઉપસ્થિત થયેલી સાયક્લોનિક સિસ્ટમ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે તા. 2, 3 અને 4 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. જોકે વાવાઝોડાની દિશો બદલાય રહી હોવાથી આમા ફેરફાર થઇ શકે તેમ છે. હાલ જે વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે એ વાવાઝોડાને તા.1લી જૂને બપોરે 2 વાગ્યા સુધી કોઇ નામ આપવામાં આવ્યું નથી.

IMDના પ્રાદેશિક સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા સૂચવાયું છે. આનું કારણ એ છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાશે જે 4 જૂન સુધી 110 કિમી પ્રતિકલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જેથી દરિયો વધુ તોફાની બનવાની સંભાવનાઓ છે.

તા.4 જુન સુધીમાં ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધ્યા બાદ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેથી 3 અને 4 જૂને પૂર્વી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

પ્રાદેશિક હવામાન કચેરીના ડિરેક્ટર શ્રી જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હતું કે, 3 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 4 જૂને આગળ જણાવેલ જિલ્લાઓ સિવાય ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારેથી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેમ કે, આ વાવાઝોડાની રચના હજી થઈ નથી, તેથી વાવાઝોડું કોઈ સત્તાવાર નામ નથી.

June 1, 2020
sajid-wajid.jpg
1min5630

બોલીવૂડ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યું છે. બોલીવૂડના જાણીતા સિંગર વાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. સાજિદ અને વાજિદની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબજ પ્રખ્યાત હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ ઘણા લાંબ સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કિડનીની સારવાર દરમિયાન જ્યારે તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. વાજિદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે. વાજિદ ભાઈના વિશે એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે છે તેમનું સ્મિત.  તેઓ હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જ જલ્દી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યક્ત કરનારા લોકોની પ્રતિ મારી સંવેદના. ભગવાના તમારી આત્માને શાંતિ આપે. 

સાજિદ-વાજિદે સૌથી પહેલા 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કયા’ ફિલ્મ માટે મ્યુઝિક આપ્યુ હતું. ત્યારબાદ 199માં સોનૂ નિગમની આલ્બમ દીવાના માટે મ્યુઝિક આપ્યું હતું. આ ઉપરાંત તેમણે સલમાન ખાનની ફિલ્મ દંબગ, વોન્ટેડ, જય હો જેવી ફિલ્મોમાં પણ મ્યુઝિક આપ્યુ છે. સાજિદ-વાજિદ ઉત્તર પ્રદેશના સહરાનપુરના જાણીતા તબલાવાદક શરફત અલી ખાનના પુત્ર છે.  

June 1, 2020
coronaindia-1-1280x1044.jpg
1min4930

દેશમાં એક તરફ લૉકડાઉન-4માં વધારો કરવાની તૈયારીઓ સાથે જાણે એકાએક કોરોના વાઇરસનો બૉમ્બ ફૂટ્યો હોય એમ છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૩૪ કેસ બહાર આવતાં હાહાકાર મચી ગયો છે. એની સાથે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૬૫ દર્દીઓનાં મોત થયાં છે. કેસ અને મોતનો આંકડો અત્યાર સુધીમાં સૌથી વધારે છે. આવતી કાલે ૩૧ મેએ લૉકડાઉન-4ની મુદત પૂરી થઈ રહી છે અને નવી ગાઇડલાઇન સાથે લૉકડાઉન-5ની જાહેરાતની પૂર્વસંધ્યાએ જ કેસો અને મોતનો આંક ભયજનક માનવામાં આવી રહ્યો છે.

લૉકડાઉન ખૂલવાના સમયે જ કેસ વધારે બહાર આવતા હોવાની પણ એક પૅટર્ન જોવા મળી રહી છે. દર્દીઓના કેસમાં ભારત દુનિયાના ૯મા નંબરે પહોંચી ગયું છે. હાલમાં અમેરિકા પહેલા સ્થાને છે. એશિયામાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત દેશ તરીકે ભારતની ગણના કરવામાં આવી રહી છે. જોકે ભારતમાં કોરોના રિકવરી રેટ વધીને ૪૭ ટકા સધી પહોંચી ગયો છે. દરમ્યાનમાં લૉકડાઉન વચ્ચે બીજેપીએ આજે મોદી સરકાર 2.0ના એક વર્ષની ઉજવણી લૉકડાઉનના નિયમોના પાલન સાથે કરી હતી.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને રોકવા માટે ૨૫ માર્ચે લાગુ કરાયેલા લૉકડાઉન-1 હવે લૉકડાઉન-5 એટલે કે પાંચમા તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છે ત્યારે એકાએક કેસની સંખ્યા વધી જતાં સત્તાવાળાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. શું આ કમ્યુનિટી સંક્રમણનો અતિ ખતરનાક તબક્કો તો નથીને? એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે. આ તબક્કો સૌથી ભયાનક અને ચરમસીમા સમાન મનાય છે, જેમાં કોઈને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે.

સૂત્રોએ કહ્યું કે વધેલા કેસની સંખ્યા સાથે દેશભરમાં અત્યાર સુધી ૧,૭૩,૪૯૧ લોકો સંક્રમિત થયા છે અને ૪૯૮૦ લોકોનાં મોત થયાં છે. સાથે જ અત્યાર સુધી ૮૨,૬૨૭ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. ભારતમાં જોકે હવે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે-ધીમે વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી દર ૪૭ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૨૬૪ લોકો સાજા થયા છે. જે સ્વસ્થ્ય થનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ સાજા થનાર દર્દીઓનો આ આંકડો વધીને ૮૨,૩૬૯ સુધી પહોંચી ગયો છે. જોકે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૫ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.

કોરોના વાઇરસની વૅક્સિન તૈયાર કરવા માટે હવે વધુ એક કંપનીએ વિશ્વને આશાનું કિરણ બતાવ્યું છે. વાયગ્રા જેવી દવાઓની શોધ કરનાર અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરે ચાલુ વર્ષ દરમ્યાન ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં તેમની કોરોના વૅક્સિન બનીને તૈયાર થઈ જશે એવો દાવો કર્યો છે.

ફાઇઝરના સીઈઓ આલ્બર્ટ બુર્લાએ જણાવ્યું કે ‘જો બધું સરખી રીતે ચાલશે અને નસીબ સાથ આપશે તો ઑક્ટોબરના અંત સુધીમાં વૅક્સિન તૈયાર થઈ જશે. એક ગુણકારી અને સુરક્ષિત વૅક્સિન માટે તેઓ ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે.

June 1, 2020
gir_lion.jpg
1min4720

ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૫ સિંહોના મોત થઇ ચૂક્યા છે. આ સિંહોના મોત પાછળનું કારણ જાણવા માટે કેન્દ્રની ટીમ ગીર વિસ્તારમાં પહોંચી છે, જેમાં કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટનરી ઇન્સ્ટીયૂટના સભ્ય અને વાઇલ્ડ લાઇફ ઈન્સિીટ્યૂટ ઑફ ઇન્ડિયાના સભ્યનો સમાવેશ થાય છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ તપાસ કરશે. સિંહોની તમામ તપાસ બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપાશે, જ્યારે સ્થાનિક વનવિભાગ સિંહોમાં બેબીસીયા રોગ હોવાનું રટણ કરી રહ્યું છે. બીજી તરફ ૨૦૧૮માં આવેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ રોગની પણ ઉચ્ચ અધિકારીઓમાં આશંકા છે. ગીર વિસ્તારમાં તપાસ હાથ ધરી દિલ્હીની ટીમ જૂનાગઢ ઝૂ ખાતે રવાના થઇ છે.

ગીરના સિંહોના મૃત્યુનું કારણ બેબીસીયા (શરીર પર લોહી ચૂસતા ટિક) આ બેબીસીયા વન્યજીવોમાં પિરોપ્લાઝ્મોસિસ: ઇટાલિયન આલ્પ્સમાં બેબીઝિયા અને મેલેરિયા મુક્ત રીતે વિહરતા ખરીવાળા સસ્તન પ્રાણી અને માંસાહારીને અસર કરે છે. બેબીસીયા તે એપીકોમ્પ્લેક્સ પરોપજીવી છે. બેબીસીયા એ ટિક-જન્મેલા ઇન્ટ્રોસેલ્યુલર એરિથ્રોસાયટીક હીમોપ્રોટોઝોઆન પરોપજીવી બેબીયોસિસનું કારણ છે.

June 1, 2020
income_tax.png
1min5130

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન્સ ભરવાના ફોર્મ્સ આયકર વિભાગે જાહેર કર્યા છે.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટેક્સીસે એસેસમેન્ટ ઇયર ૨૦૨૦-૨૧ માટે સહજ (આઇટીઆર-૧), ફોર્મ આઇટીઆર-૨, ફોર્મ આઇટીઆર-૩, ફોર્મ સુગમ (આઇટીઆર-૪), ફોર્મ આઇટીઆર-૫, ફોર્મ આઇટીઆર-૬, ફોર્મ આઇટીઆર-૭ અને ફોર્મ આઇટીઆર-વી જાહેર કર્યા છે.

૨૦૧૯-૨૦નું આવકવેરા રિટર્ન ભરવા માટે સરકારે નવા ફોર્મ જારી કર્યા છે જે મુજબ વ્યક્તિના કરંટ એકાઉન્ટમાં એક કરોડથી વધુ રૂપિયા જમા હોય તેમણે અને જેમના બાર મહિનાનું વીજળીનું બિલ એક લાખ રૂપિયાથી વધારે હોય તેમણે આ અલગ ફોર્મમાં રિટર્ન ફાઇલ કરવા પડશે. નવા આઇટીઆર ફોર્મ્સમાં કરદાતાઓએ ખાસ ઊંચા ખર્ચની વિગતો આપવી પડશે. તેમના કરંટ એકાઉન્ટમાં એક કરોડ રૂપિયાથી વધુ રકમ હોય, વિદેશ પ્રવાસ પર બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોય અથવા વર્ષભરમાં વીજળીના બિલ પેટે એક લાખ રૂપિયાથી વધુ રકમ ભરી હોય તેમણે એની વિગતો ફોર્મમાં આપવી પડશે. આ વર્ષે આઇટીઆર-૧માં કરદાતાઓએ પોતાનો પાસપોર્ટ નંબર (જો કોઇ હોય તો) આપવો પડશે.