Slider Archives - Page 235 of 486 - CIA Live

May 12, 2020
coronaindia-1-1280x1044.jpg
4min9780

અંદાજે પંદર દિવસના સમયગાળા બાદ ગુજરાત હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં બીજા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા તા.15મી મે 2020ના રોજ બપોરે 12 કલાકે 9591 હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું જ્યારે આ જ સમયે તમિલનાડુમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 9674 થઇ છે. આમ, મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે હવે તમિલનાડુ આવ્યું છે. જોકે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ટેસ્ટીંગ ઘટાડી દેવામાં આવ્યા છે.

  • India update as on 15 May 2020 12 p.m..
  • Cases : 81,970
  • Deaths : 2,649
  • Recovered : 27,920
  • Active : 51,401

ભારતમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા તા.15મી મે બપોરે 12 કલાકે

StateCaseDeathRecover
MH2752410196059
TN9674662240
GJ95915863753
DL84701153045
RJ45341252580
MP44262372171
UP3902882072
WB2377215768
AP2205481192
PB193532223
TG141434950
BR9947411
KA98735460
JK98311485
HR81811439
OR6113158
KL5604491
JH197387
CH191337
TR156029
AS87239
UK78150
HP74239
CG60056
LEH43022
AN33033
GA1407
ML13111
PY1319
MN302
MZ101
DNH100
AR101

દેશમાં કોરોનાથી 14 મી મે એ 134નાં મોત

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે ૨૪ કલાકમાં વધુ ૧૩૪ જણ મૃત્યુ થયા હતા અને નવા ૩,૭૨૨ દરદી નોંધાયા હતા. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીઓની સંખ્યા વધીને ગુરુવારે ૭૮,૦૦૩ થઇ હતી અને કુલ મરણાંક વધીને ૨,૫૪૯ થયો હતો.

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના સાજા થયેલા દરદીઓની ટકાવારી વધીને અંદાજે ૩૩.૬૩ ટકા થઇ છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૨૪ કલાકમાં જે ૧૩૪ જણ મૃત્યુ પામ્યા હતા, તેમાંના મહારાષ્ટ્રના ૫૪, ગુજરાતના ૨૯, દિલ્હીના ૨૦, પશ્ર્ચિમ બંગાળના ૯, રાજસ્થાનના ૪, મધ્ય પ્રદેશના ૭, તમિળનાડુના ૩, તેલંગણાના બે, કર્ણાટકના બે, આંધ્ર પ્રદેશના એક, બિહારના એક, ઉત્તર પ્રદેશ તેમ જ જમ્મુ અને કાશ્મીરના એક જણનો સમાવેશ થાય છે.

દેશમાં 13 May કોરોનાથી ૧૨૨ મોત

કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ મોત થતા કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મૃત્યુનો કુલ આંક ૨૪૧૫ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા ૩૫૨૫ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક ૭૪,૨૮૧ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં કોરોનાના ૨૪,૩૮૫ દરદી સાજા થઈ ગયા છે તો એક દરદી સ્થળાંતર કરી ગયો છે અને કોરાનાના ૪૭,૪૮૦ સક્રિય કેસ છે, એમ તેમણે કહ્યું હતું. મતલબ અત્યાર સુધીમાં કોરોનાના કુલ દરદીઓમાંથી ૩૨.૮૩ ટકા દરદી સાજા થઈ ગયા હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાના કુલ ક્ધફર્મ કેસમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

મંગળવાર સવારથી બુધવાર સુધીમાં કોરોનાને કારણે વધુ ૧૨૨ મોત થયાં હતાં જેમાં મહારાષ્ટ્રમાં ૫૩, ગુજરાતમાં ૨૪, દિલ્હીમાં ૧૩, તમિળનાડુ અને પ. બંગાળ પ્રત્યેકમાં આઠ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પ્રત્યેકમાં ચાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં બે તેમ જ આંધ્ર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ અને પુડુચેરી પ્રત્યેકમાં એક મોતનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

Reported on 13 May

70,000ને પાર, છેલ્લા 24 કલાકમાં 3604 નવા કેસ

ભારતમાં કોરોના ના કેસોની સંખ્યાનો આંકડા 70 હજારથી વધી ગયો છે. 11મી મે ના છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 3604થી વધારે નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેને પગલે ભારતમાં કુલ કોરોના વાયરસના કેસ વધીને 70,756 થયા છે. સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવાર સવારે 9 વાગ્યા સુધી દેશમાં કોરોના વાયરસના 3604 નવા કેસ નોંધાયા છે જોકે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થય થનારા લોકોની સંખ્યા 1500થી વધારે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ 70756 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથઈ 22454 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. પરંતુ 2293 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 46008 એક્ટિવ કેસ છે.

May 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min18120

સક્ષમ વાલીઓ ફી ભરીને શિક્ષણ બચાવે : FRC પછી શાળાઓ આમેય કફોડી સ્થિતિમાં છે

ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે એક જાહેર પત્ર પાઠવીને એવા વાલીઓને પોતાના બાળકોની સ્કુલ ફી ભરી દેવા અપીલ કરી છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ છે, હાલમાં લૉકડાઉનના સમયમાં પણ જેમની આવક ચાલુ છે. સરકારી કર્મચારીઓથી લઇને અનેક વાલીઓ છે જેમની લૉકડાઉનમાં આવક ચાલુ છે આમછતાં, એ અન્ય વાલીઓની સાથે શાળાઓની બાકી ફી નથી ભરી રહ્યા.

રાજ્યમાં જ્યારથી ફી રેગ્યુલેટરી કમિશન દ્વારા સ્કુલોની ફી નિર્ધારિત કરવામાં આવી રહી છે ત્યારથી પરિસ્થિતિ બગડી છે. સ્કુલો પોતાનું રિઝર્વ ભંડોળ પણ જાળવી શકી નથી. આવી સ્થિતિમાં જો વાલીઓ ફી નહીં ભરે તો સ્કુલોના સંચાલનમાં મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે.

ગુજરાત રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઇ ગાજીપરા (રાજકોટ), મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી (સૂરત) અને પ્રવક્તા શ્રી દિપકભાઇ રાજ્યગુરુ (સૂરત)એ એક જાહેર પત્ર પાઠવીને શાળા સંચાલકો પર હાલ શું વીતી રહ્યું છે તેનો ચિતાર આપ્યો છે. હાલ લૉકડાઉનને કારણે વાલીઓની આવક બંધ છે અને તેઓ ફી ભરી શકે તેમ નથી. એ સમજી શકાય તેવી વાત છે પણ એવા પણ વાલીઓ છે જેઓ આર્થિક રીતે સક્ષમ છે, સરકારી કર્મચારીઓ છે, લૉકડાઉનમાં આવક જારી હોય તેવા વાલીઓ છે એ પણ શાળાઓની ફી નથી ભરી રહ્યા. બીજી તરફ શાળાઓએ ખાસ કરીને ખાનગી, પ્રાઇવેટ, નોનગ્રાન્ટેડ, સ્વનિર્ભર શાળાઓએ શિક્ષકોનો પગાર, લોનના હપ્તા, મિલકત ભાડા વગેરે ખર્ચા, નિભાવ ખર્ચા વગેરે ચૂકવવા પડે છે. બીજી તરફ ઓનલાઇન શિક્ષણ લગભગ મોટા ભાગની સ્કુલોએ શરૂ કરી દીધા છે, આ તમામ કામગીરી શાળા સંચાલકોએ પોતાના સ્વખર્ચે હાલ તો શરૂ કરી છે. પણ જો વાલીઓ ફી જ નહીં ભરે તો શાળા ચાલશે કેવી રીતે. શિક્ષણ કાર્ય કેવી રીતે આગળ વધશે. શિક્ષકોના પગાર નહીં થાય તો તેમના ઘર કેવી રીતે ચાલશે આવા અનેક પ્રશ્નો સર્જાય રહ્યા હોઇ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સક્ષમ વાલીઓ, સરકારી કર્મચારીઓ હોય કે જેમના પગાર ચાલુ હોય એવા તમામને પોતપોતાના બાળકોની શાળાની ફી ભરવા અપીલ કરી છે જેથી શાળા સંચાલકો પણ આર્થિક સંકટમાંથી ઉગરી શકે.

ગુજરાતમાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રાઇવેટ સ્કુલોમાં અભ્યાસ કરી રહ્યા છે. પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોને છેલ્લા 4-5 વર્ષથી જાહેરમાં અપમાનિત કરવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. આટલું થયા પછી પણ પ્રાઇવેટ સ્કુલો વિના ચાલતું નથી. એફ.આર.સી.ના અમલ પછી શાળા સંચાલકોના નફાની વાત તો દૂર રહી પણ આવક જાવકનો મેળ પણ બેસતો ન હોય એવામાં લૉકડાઉન બાદ સર્જાયેલી સ્થિતિમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સક્ષમ વાલીઓને ફી ભરીને શિક્ષણને બચાવી લેવા અપીલ કરી છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો જાહેર પત્ર

May 12, 2020
bhupendrasinh-chudasama-1280x720.jpg
1min7990

ગુજરાતના શિક્ષણ અને કાનૂન વિભાગના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 2017માં ધોળકા વિધાનસભાથી જીતેલી ચૂંટણીને આજે ગુજરાત હાઇકોર્ટે ગેરકાનૂની ગણાવીને ચૂંટણી રદ કરી દીધી છે. હવે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધારાસભ્ય તરીકે એક પણ કામ કરી શકશે નહીં.

2017માં વિધાનસભા ધોળકાની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાએ 327 મતની સાંકડી સરસરાઇથી મેળવેલી જીતને હરિફ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ એ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી.

ધોળકા બેઠકની મત ગણતરીમાં ગડબડ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. કોર્ટમાં મતગણતરી કેન્દ્રના સીસીટીવી ફુટેજ પણ દર્શાવાયા હતા. જેમાં ધોળકા વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની નિયમો વિરુદ્ધ મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ પર વાતો કરતા જોવા મળ્યા હતા.

May 12, 2020
modigovt.jpg
1min4900

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તા.12મી મે ના રોજ રાત્રે 8 કલાકે રાષ્ટ્રને સંબોધન કરશે એવી માહિતી પી.એમ.ઓ. દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે. પી.એમ.ઓ.એ કરેલી ટ્વીટ નીજે મુજબ છે.

May 12, 2020
cbse_logo.jpeg
2min6070

ગુજરાત બોર્ડે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ લગભગ પૂરૂં કરી દીધું હોવાના અહેવાલો વચ્ચે સેન્ટ્રલ બોર્ડ દ્વારા હજુ હવે વિદ્યાર્થીઓની આન્સરશીટ ચકાસવાનું ભગીરથ કાર્ય હાથ ધરવા જઇ રહી છે. સેન્ટ્રલ બોર્ડે જાહેર કર્યું છે કે ઉત્તરવહીઓ પરીક્ષકોના ઘરે મોકલવાવવામાં આવશે. સિક્યુરિટી તેમજ પ્રાઇવેશી જળવાય રહે એ માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે અને સર્ટિફાઇડ પરીક્ષકોને ત્યાં દોઢ કરોડ જેટલી ઉત્તરવહીઓ પહોંચાડીને તેની ચકાસણીનું કામ હાથ ધરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોન જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ધો.10 અને ધો.12ના પરીક્ષાર્થીઓની અંદાજે દોઢ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પાર પાડતા અંદાજે 50 દિવસ જેટલો સમય નીકળી જાય તેમ છે. સીધી ગણતરી એવી પણ છે કે સેન્ટ્રલ બોર્ડના પરીણામો જાહેર કરવામાં આ વર્ષે જુલાઇ મહિનો આવી જશે.

With taking the new route of ‘ from home’ amid the lockdown, there may be several concerns about the handling of answers sheets. To address this, board will soon issue security and privacy guidelines to to avoid any mishandling of the answersheets, a CBSE official told .

The board is set to roll out the evaluation process following the approval given by the Ministry of Home Affair to the MHRD. Answersheets will be moved from 3,000 designated schools to the residences of qualified evaluators who will correct it at their homes. The process is expected to be completed in 50 days as 1.5 crore answersheets in 173 subjects needs to be evaluated.

“The guidelines on transportation and security are being formulated and it will be released soon,” said the official.

The permission for evaluation has been granted for all areas except the containment zones.

May 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6980

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તા.11મી મે 2020ના રોજ એક જાહેર નોટિસ બહાર પાડીને આગામી તા.26મી જુલાઇના રોજ નીટ પરીક્ષા આપનારા દેશભરના તમામ પરીક્ષાર્થીઓને જણાવ્યું છે કે હાલમાં એવી વિગતો ધ્યાને આવી છે કે કેટલાક લેભાગુ અને બોગસ તત્વો દ્વારા નીટ પરીક્ષાર્થીઓ પાસેથી એપ્લિકેશન નંબર, એપ્લિકેશન ડિટેઇલ્સ તેમજ પર્સનલ ઇન્ફર્મેશન એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના નામે માગવામાં આવી રહી છે.

એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ સૂચિત કર્યું છે કે એન.ટી.એ. દ્વારા આ પ્રકારે કોઇપણ પરીક્ષાર્થી પાસે કોઇપણ પ્રકારની માહિતી ફોન કોલથી, ઇમેલથી કે મેસેજથી માગવામાં આવી નથી કે ભવિષ્યમાં પણ આવી માહિતી મગાશે નહીં. આ પ્રકારે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી તેમની એપ્લિકેશન સંબંધિત માહિતી માગનારા તત્વો બોગસ અને અનધિકૃત છે. પરીક્ષાર્થીઓ આ પ્રકારે કોઇને પણ માહિતી આપે નહીં.

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ મુજબની સૂચના જારી કરી છે

ઉપરની ફાઇલ પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

http://data.nta.ac.in/Download/Notice/Notice_20200511063520.pdf

એન.ટી.એ. આવી માહિતી માગનારા સામે કાર્યવાહી કરી રહી છે

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યું છે કે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી એનટીએના નામે બોગસ રીતે માહિતી માગનારા ફેક તત્વોની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જો વિદ્યાર્થીઓએ આ પ્રકારે કોઇપણ ફરીયાદ હોય તો તેમણે ઉપરોક્ત નોટીસમાં જણાવેલા સંપર્ક નંબરો પર કોલ કરીને જાણ કરવી.

May 12, 2020
crime_in_lockdown.jpg
1min5710

ગુજરાતમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન તેમજ કોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા 1.51 લાખ કેસ નોંધવામાં આવ્યા છે તેમજ સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો મળીને 27,000ની ધરપકડ પણ થઈ છે તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે માહિતી આપતા જણાવ્યું હતું.  

શિવાનંદ ઝાએ એક વીડિયો કોન્ફરન્સિંગ સંદેશમાં વિગતો આપતા કહ્યું કે, શહેરોમાં ધાબા પર લોકો એકત્ર થતા હોવાની આશંકાએ ઉપયોગમાં લેવાયેલા 2,000 ડ્રોન કેમેરા તેમજ જાહેર સ્થળોએ લગાવાયેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજના આધારે રાજ્યભરમાંથી પોલીસે કુલ 27,600 જેટલા લોકોની નિયમોના ભંગ બદલ ધરપકડ કરી છે.

રાજ્યમાં આવેલી વસાહતોમાં લગાવાયેલા સીસીટીવીના આધારે અમે તપાસ કરતા રવિવારે 23 જેટલા લોકો બહાર ફરી રહ્યા હોવાનું જણાયું હતું. અત્યાર સુધીમાં લોકડાઉન ઉલ્લંઘન બદલ 662 એફઆઈઆર નોંધાઈ છે અને 926 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોનની મદદથી અમે 12,200 કેસો નોંધ્યા છે અને 22,559 લોકોની ધકપકડ પણ કરવામાં આવી છે.

રવિવારે એક દિવસમાં સીસીટીવીની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા 74ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે લોકડાઉન ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ 3,032 એફઆઈઆર નોંધી છે અને 4,156ની ધરપકડ પણ થઈ છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેક્ગનિશન (એએનપીઆર) સિસ્ટમની મદદથી 10,370 કેસો થયા છે. આ ઉપરાંત પોલીસે વીડિયોગ્રાફરની મદદ પણ લીધી હતી અને તેમણે ઝડપેલા વીડિયોની મદદથી 3,506 કેસો પણ નોંધાયા છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

May 11, 2020
ugc.jpeg
1min6140

કોઇપણ કોલેજીયન પોતાના પ્રશ્નો 011-23236374 અથવા covid19help.ugc@gmail.com રજૂ કરીને નિવારણ મેળવી શકે

હાલમાં કોવીડ-19 અને તેને પગલે ઉદભવેલી લૉકડાઉનની સ્થિતિમાં દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અનેક દ્વિધા, પ્રશ્નો, સમસ્યાઓ ઉદભવી છે. કોલેજીયન્સ પોતાના પ્રશ્નો અંગે સોશ્યલ મિડીયામાં પોસ્ટસ મૂકી રહ્યા છે પરંતુ, તેનાથી કોઇ ઉકેલ મળતો નથી. આવી સ્થિતિમાં દેશના શિક્ષણમંત્રી ડો. રમેશચંદ્ર પોખરીયાલે દરેક યુનિવર્સિટીને હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણો દૂર કરવા માટે એક અલાયદું સેલ શરૂ કરવા માટે જણાવ્યું છે.

બીજી તરફ, જો કોલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોઇ પ્રશ્નો કે સમસ્યા નડતી હોય તો તેના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ ગ્રીવન્સીસ સેલ શરૂ કર્યું છે. આ સેલનો હેલ્પલાઇન નંબર, ઇમેલ આઇ.ડી. તેમજ વેબસાઇટ એડ્રેસ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થી પોતાના પ્રશ્નો રજૂ કરીને સમાધાન મેળવી શકે છે.

શિક્ષણ મંત્રીએ શું કહ્યું

યુજીસીએ પણ સેલ શરૂ કર્યું, દેશના કોઇપણ વિદ્યાર્થી પોતાની ક્વેરીઝ અહીં પાઠવીને સમાધાન મેળવી શકે

May 11, 2020
RUPALA.jpg
1min6400

કેન્દ્રમાં મોદી સરકારના મંત્રી અને ભાજપના પૂર્વ ગુજરાત પ્રમુખ પુરુષોત્તમ રૂપાલાએ ખાનગીમાં સનદી અધિકારીઓ વિરુદ્ધ કરેલો વાણી વિલાસ છાપરે ચઢીને પોકાર્યો છે. રૂપાલાએ અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા અમરેલીના ખાંભા ખાતે કોરોન્ટાઇન સેન્ટર સંદર્ભે ભાજપના સ્થાનિક નેતા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં આઇએએસ અધિકારીઓ વિરુદ્ધ બફાટ કર્યો હતો. તેમને કલ્પના પણ ન હતી કે તેમણે ખાનગીમાં કરેલો આ વાણી વિલાસ છાપરે ચઢીને સમગ્ર દેશમાં પોકારશે.

ભાજપના જ સિનિયર નેતા અને કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ રુપાલાએ IAS અધિકારીઓ માટે ‘અક્કલ વગરના’ જેવો શબ્દપ્રયોગ કર્યો હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. એટલું જ નહીં, આ ક્લિપમાં તેઓ સ્થાનિક નેતાને IAS અધિકારીઓ સામે લોકોને ભેગા કરવા પણ કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ સૌરાષ્ટ્રના એક સ્થાનિક નેતા અને રુપાલા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની છે. જેમાં રુપાલા આઈએએસ અધિકારીઓને અક્કલ વગરના કહે છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે લોકોને પડી રહેલી હાલાકી માટે પણ તેમને જવાબદાર ગણાવે છે. રુપાલા તેમાં એમ પણ કહે છે કે, ‘IAS અધિકારીઓને લાગે છે કે રાજકીય નેતાઓ મગજ વગરના છે.’

May 11, 2020
trains.jpg
1min4700

ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.

શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.

આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.