Slider Archives - Page 233 of 486 - CIA Live

May 22, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5510

દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો સવા લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 125101 કેસ નોંધાયા છે જેમાંથી 51784 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 137 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 3720 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 69597 એક્ટિવ કેસ છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 41.39 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6654 નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 125101 સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 3250 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.

જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ 68 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ 35 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 44582 કેસ નોંધાયા છે જ્યારે 1517 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.  

દેશમાં કોરોનાથી 21 May ૧૩૨નાં મોત

દેશમાં કોરોનાને કારણે છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૩૨ જણનાં મોત થતાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૩૪૩૫ પર તો કોરોનાના વિક્રમજનક નવા ૫,૬૦૯ કેસ નોંધાતાં કોરોનાના કુલ કેસની સંખ્યાનો આંક વધીને ૧,૧૨,૩૫૯ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું.

કોરોનાના સક્રિય કેસનો આંક ૬૩,૬૨૪ રહ્યો છે તો ૪૫,૨૯૯ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી સ્થળાંતર કરી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.

મતલબ, અત્યાર સુધીમાં કોરોનાના ૪૦.૩૨ ટકા દરદીઓ સાજા થઈ ગયા છે, એમ આરોગ્ય ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

દેશમાં કોરોનાના કુલ ક્ધફર્મ કેસમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતુું.

મંગળવાર સવારથી ૨૪ કલાક દરમિયાન કુલ ૧૩૨ મૃત્યુ નોંધાયા હતાં જેમાં ૬૫ મહારાષ્ટ્ર, ૩૦ ગુજરાત, ૦૯ મધ્ય પ્રદેશ, ૦૮ દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં ચાર, પ. બંગાળ અને તમિળનાડુ પ્રત્યેકમાં ત્રણ, ૦૨ તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર , ઓડિશા અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકમાં ૦૧, મૃત્યુનો સમાવેશ થાય છે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૪૩૫ લોકોનાં મૃત્યુ નોંધાયા છે.

May 22, 2020
coronamapgujarat.png
1min8210

ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ૬૪માં દિવસે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૩ હજારને પાર અને મોતનો આંકડો ૮૦૦ને પાર થયો છે. શુક્રવારે સાંજે રાજ્યમાં ૩૬૩ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૩૨૬૮ થઈ હતી જ્યારે વધુ ૨૯નાં મોત સાથે કુલ મોતનો આંકડો ૮૦૨ થયો હતો. જ્યારે અમદાવાદમાં ૩૨૮ સહિત રાજ્યમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઈ હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલાં આંકડામાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઇ જ્યારે આ આંકડો અમદાવાદ એકલામાં જ ૨૭૫નો રહ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૫,૮૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો. શુક્રવારે નોંધાયેલાં ૨૯ મૃત્યુના કેસ પૈકી ૧૧ના મોત માત્ર કોવિડના સંક્રમણને કારણે જ્યારે ૧૮નાં મોત અન્ય બીમારીઓ ઉપરાંત કોરોના સંક્રમણથી થયાં હતા. હાલ સારવાર હેઠળના કુલ પોઝિટિવ ૬,૫૯૧ એક્ટિવ દર્દીઓ પૈકી ૬૩ની હાલત નાજુક હોઇ વેન્ટિલેટર પર હતા તથા ૬,૫૨૮ સ્ટેબલ હતા. ગત ૨૪ કલાકમાં કુલ ટેસ્ટની સંખ્યા ૬,૪૧૦ રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૭૨,૫૬૨ સેમ્પલ ટેસ્ટ થયાં હતા.

Reported on 22 May ગુજરાત કોરોના : ૧૦ દિવસમાં ૨૫૬ મોત

ગુજરાતમાં દરરોજ કોરોનાથી થતા મોતના આકડામાં હજુ ઘટાડો થવાને બદલે ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. બુધવાર સુધીના છેલ્લા ૧૦ દિવસમાં રાજ્યમાં કોરોનાથી કુલ ૨૫૬ લોકોનાં મોત નિપજ્યાં હતાં. દરરોજ સરેરાશ ૨૫થી ૩૦ લોકોનાં મોત નિપજે છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ ૭૪૯ મોત નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ ૬૦૨ મૃત્યુ એકલા અમદાવાદમાં નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૭ નવા કેસ નોંધાયા હતા જ્યારે કુલ ૩૦ મોત નોંધાયા હતા. એકલા અમદાવાદમાં નવા ૨૭૧ કેસ અને ૨૬ મૃત્યુ થયાં હતાં. બુધવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં કુલ ૬,૦૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે રાજ્યમાં ૧૭૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

છેલ્લા ૧૦ દિવસમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩૫ મોત ૧૮ મેના રોજ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાની બીજી ઘટના છે. આ પહેલા ૫ મી મેના રોજ ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૪૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે જ છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં દરરોજ ૩૦૦થી વધારે કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં દરરોજ ૨૫૦થી વધારે કેસ નોંધાયા છે.

છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા કેસ પર નજર નાંખીએ તો ૨૦મી મેએ ૩૯૮, ૧૯મીએ ૩૫, ૧૮મીએ ૩૬૬, ૧૭મીએ ૩૯૧, ૧૬મીએ ૧૦૫૭, ૧૫મીએ ૩૪૦, ૧૪મીએ ૩૨૪, ૧૩મીએ ૩૬૪, ૧૨મીએ ૩૬૨ અને ૧૧મીએ ૩૪૭ કેસ નોંધાયા હતા.

May 22, 2020
domestic.jpg
1min5330

ડૉમેસ્ટિક કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પચીસ મે થી શરૂ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ નાગરિકી ઉડ્ડયન ખાતાએ ઍરલાઈન્સ, ઍરપોર્ટ અને પ્રવાસીઓ માટે ગુરુવારે વિગતવાર માગદર્શિકા બહાર પાડી હતી.

વિમાનની વચલી બેઠક ખાલી રાખવામાં આવશે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમની પૂર્તિ ન થવાની હોવાથી અમે વચલી બેઠક પર પણ પ્રવાસ કરવાની પરવાનગી આપીશું એમ જણાવતાં ઉડ્ડયન ખાતાના પ્રધાને કહ્યું હતું કે આરોગ્ય સેતુ ઍપ ન ધરાવતા પ્રવાસી સૅલ્ફ ડિકલેરેશન ફૉર્મ ભરીને આપશે તેમને વિમાનમાં પ્રવાસ કરતા રોકવામાં નહીં આવે.

વિમાનભાડાંની મહત્તમ અને લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવશે અને મહામારીના આ સમયગાળા દરમિયાન ઍરલાઈન્સોએ તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે, એમ ઉડ્ડયન ખાતાએ કહ્યું હતું.

વિમાનના ભાડાં તેમ જ પ્રવાસીઓની બૅગની સંખ્યા પર નિયંત્રણ લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

પ્રથમ દિવસે એટલે કે પચીસમી મેએ ઍરલાઈન્સોને તેની ક્ષમતા કરતા ત્રીજા ભાગના વિમાન ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

વિમાનના ઉડ્ડયનના બે કલાક અગાઉ પ્રવાસીઓએ વિમાનમથક પર હાજર થઈ જવું પડશે અને વૅબ ચૅક-ઈન પૂરું કરનારને જ ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પ્રવાસીને માત્ર એક જ બૅગ સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે અને વિમાનમાં તેમને ભોજન પીરસવામાં નહીં આવે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રવાસ દરમિયાન પ્રવાસીએ સતત માસ્ક પહેરી રાખવો પડશે.

ક્ધટેઈનમેન્ટ ઝોનમાં રહેતી વ્યક્તિ વિમાનપ્રવાસ નહીં કરી શકે તેમ જ કોરોના પૉઝિટિવ ધરાવતી વ્યક્તિને પણ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું. વરિષ્ઠ નાગરિકો, સગર્ભા મહિલાઓ તેમ જ બીમાર લોકોને વિમાનપ્રવાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વિમાનના ઉડ્ડયનની ૬૦ મિનિટ પહેલા પ્રવાસીઓને વિમાનમાં પ્રવેશ આપવાનો આરંભ કરવામાં આવશે અને ઉડ્ડયનની ૨૦ મિનિટ અગાઉ તે બંધ કરી દેવામાં આવશે.

પચીસ મે થી ડૉમેસ્ટિક ફ્લાઈટ સેવા તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે એવી જાહેરાત ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પૂરીએ બુધવારે કરી હતી.

૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આરોગ્ય સેતુ ઍપ ફરજિયાત નહીં હોય, એમ જણાવતાં ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)એે કહ્યું હતું કે ટર્મિનલની ઈમારતમાં પ્રવેશતા અગાઉ પ્રવાસીઓ માટે શહેરના મુકરર કરેલા સ્ક્રિનિંગ સેન્ટરમાં આવેલા સ્ક્રિનિંગ ઝોનમાં થર્મલ સ્ક્રિનિંગ કરાવવું ફરજિયાત હશે. ઍરપોર્ટ ઑપરેટરોએ પ્રવાસીઓેને ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપતા અગાઉ તેમનાં બૅગેજના સૅનિટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે, એમ તેમણે કહ્યું હતું.

May 22, 2020
csc-1280x720.jpg
1min5470

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે દેશભરના અંદાજે ૧.૭ લાખ કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) ખાતેથી શુક્રવારથી ટ્રેનની ટિકિટોનું બુકિંગ શરૂ કરવાની અને આગામી બે-ત્રણ દિવસમાં સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર પરથી બુકિંગ શરૂ કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી.

દેશના ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તાર જ્યાં કમ્પ્યુટર તેમ જ ઈન્ટરનેટની ઉપલબ્ધતા નજીવી કે બિલકુલ નથી ત્યાં ઈ-સેવા પૂરી પાડવામાં સીએસસી મહત્વની ભૂમિકા ભજવે છે. બે-ત્રણ દિવસમાં ચોક્કસ સ્ટેશનોના કાઉન્ટર પરથી પણ રેલવે ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ક્યા સ્ટેશનો પરથી આ સેવા શરૂ કરવામાં આવશે તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જલદી જ વધુ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.

દેશમાં જનજીવન સામાન્ય બને તે માટેના પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.

શ્રમિક ટ્રેન ચલાવવાને મામલે આપેલા સહકાર બદલ તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને સહકાર ન આપવા બદલ પ. બંગાળના અને ઝારખંડની આકરી ટીકા કરી હતી. પહેલી જૂનથી શરૂ કરવામાં આવનારી ૨૦૦ પ્રવાસી ટ્રેન માટે પ્રથમ બે કલાકમાં દોઢ લાખ લોકોએ અને માત્ર અઢી જ કલાકમાં ચાર લાખ લોકોએ ટિકિટ બુક કરાવી લીધી હોવાનું તેમણે કહ્યું હતું.

આ ટ્રેનોમાં એસી, નૉન-એસી તેમ જ સંપૂર્ણ રિઝર્વ કોચ હશે, એમ તેમણે કહ્યું હતું.

કામ પર પાછા ફરવા લોકોએ પાછાં આવવાની ટિકિટ કઢાવવાનું પણ શરૂ કરી દીધું છે, એમ તેમણે કહ્યું હતું. ૮-૯ મે સુધીમાં પ. બંગાળમાં અત્યાર સુધીમાં અમે માત્ર ૨૭ ટ્રેન જ દોડાવી શક્યા છીએ અને તેમાંથી માત્ર બે ટ્રેન જ ત્યાં પહોંચી શકી છે, એમ તેમણે કહ્યું હતું. ૨૦મી મેએ ૨૭૯ શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી હતી જેમાં સ્થળાંતર કરનારા શ્રમિકો, વિદ્યાર્થીઓ તેમ જ ઘરમાં ફસાયેલા પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું.

May 20, 2020
trains.jpg
1min5580

પોતાના વતન પરત ફરવા માંગતા પરપ્રાંતિયો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ૧ લી જૂનથી રેલવે દરરોજ ૨૦૦ જેટલી નોન-એસી ટ્રેન દોડાવાશે. એવું રેલવે મિનિસ્ટ્રી દ્વારા ગઈ કાલે જણાવાયું છે. જો કે આ ટ્રેનનું બુકીંગ માત્ર ઓનલાઇન જ કરી શકાશે. ક્યાંથી અને કેટલા વાગે આ ટ્રેન ઉપડશે એની માહીતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલ દેશમાં દોડી રહેલી શ્રમિક સ્પેશયલ ટ્રેન ઉપરાંત આ ટ્રેનો દોડાવવામાં આવશે.

આ ટ્રેનોમાં વેટિંગ લિસ્ટની ટિકિટ પણ મળી શકે છે, પરંતુ તાત્કાલિક અથવા પ્રીમિયમ તત્કાલ વ્યવસ્થા નહીં હોય. આ ટ્રેનોનું બુકિંગ રેલવેની IRCTCની વેબસાઇટ દ્વારા પણ કરવામાં આવશે. કયા દિવસથી બુકિંગ શરૂ થશે તે અંગે તમને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

May 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min21870

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર પણ હવે શું ? ગાઇડન્સ માટે જોતા રહો CIA Live news portal

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર દેશમાં ધો.12 સાયન્સનું સૌથી પહેલું પરીણામ જાહેર કરવાનું શ્રેય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિરે જાય છે. બોર્ડનું પરીણામ વહેલું જાહેર કર્યા પછી હવે શું એ અંગે કોઇ જ ગાઇડન્સ કે સત્તાવાર માહિતી સરકાર તરફથી કે વિવિધ પ્રવેશ સમિતિઓ તરફથી કરવામાં આવી નથી. પરીણામે વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્ને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાય ગયા છે.

આવી સ્થિતિમાં શિક્ષણ સવર્દા, સૂરત જે કારકિર્દી ઘડતર ક્ષેત્રમાં છેલ્લા વીસ વર્ષથી સક્રીય છે એ અને સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ દ્વારા ગાઇડન્સ શ્રેણી શરૂ કરવામાં આવી છે. પરીણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. જે અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ પર તબક્કાવાર રીતે ગાઇડન્સ રજૂ કરવામાં આવશે.

અહીં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેતી વગેરેમાં ધો.12 બોર્ડમાં કેટલા માર્કસ જોઇએ અને નીટમાં કેટલા માર્કસ જોઇએ તેની સઘળી વિગતો આપવામાં આવી છે.

મેડીકલ, ડેન્ટલ, પેરામેડિકલમાં લઘુત્તમ માર્કનું ધોરણ

નોંધ આ માહિતી 2019ના પ્રવેશ નિયમોને આધારીત છે. દર વર્ષે ગુજરાત સરકારની એડમિશન કમિટી નવું નોટીફિકેશન જારી કરે છે. જેમાં નીતિ નિયમો, ધારાધોરણોમાં ફેરબદલીને અવકાશ છે. અહીં માહિતી એક અછડતા ઉલ્લેખ માટે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને રફ આઇડ્યા મળે તે માટે રજૂ કરવામાં આવી છે. સત્તાવાર માહિતી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓએ એડમિશન કમિટીની વેબસાઇટ જોતા રહેવું.

ધો.12 મેથ્સ ગ્રુપ બાદ ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત

May 17, 2020
CIA_Live_Logo_New2.jpg
1min9340

NEET-JEE મૉક ટેસ્ટમાં 95 પ્લસ ધરાવતા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં A-1 લાવી શક્યા નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટએ ગુજરાતમાં સ્કુલ એજ્યુકેશનમાં મોટો દાટ વાળ્યો હોવાની અનુભૂતિ આજે જાહેર થયેલો ધો.12 સાયન્સના પરીણામ પરથી થાય છે. વિદ્યાર્થીઓએ સ્કુલ એજ્યુકેશનને સાઇડ ટ્રેક પર મૂકીને જેઇઇ, નીટ, ગુજકેટ વગેરે તરફ આંધળી દોટ મૂકી હોવાનું સ્પષ્ટ પણે ફલિત થઇ રહ્યું છે. સ્કુલના શિક્ષણના ભોગે વિદ્યાર્થીઓ હવે ધંધાદારી કોચિંગ ક્લાસીસોના રવાડે ચઢીને નીટ, જેઇઇ, ગુજકેટ, નાટા વગેરે જેવી પરીક્ષાની તૈયારીઓમાં ધો.11-12ના વર્ષો સમર્પિત કરી રહ્યા છે. ગુજરાતમાં સ્કુલ એજ્યુકેશનના ભોગે હવે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ગુજરાત બોર્ડના સત્તાધીશોએ પણ આજે જેવું પરીણામ આપ્યું એવા પરીણામો આપીને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની ગતિવિધિઓ અટકાવવાના બદલે આંખ આડા કાન કર્યા છે.

શહેરના એક અગ્રણી સ્કુલના આચાર્ય સાથે વાત થઇ ત્યારે તેમણે સાહજિક રીતે કહ્યું કે આજના પરીણામ પરથી લાગે છે કે વિદ્યાર્થીઓએ ફક્ત પ્રવેશ લક્ષી અભ્યાસ કરવો છે. પ્રવેશ પરીક્ષાઓની તૈયારી પર વધુ ભાર આપીને સ્કુલ એજ્યુકેશનથી વિમુખ થઇ રહ્યા છે.

સ્કુલ એજ્યુકેશન માટે ગુજરાત બોર્ડે ઉપાયો કરવા પડશે

સ્કુલ એજ્યુકેશન પરત્વે વિદ્યાર્થીઓ વિમુખ થઇ રહ્યા છે. ધો.11 સાયન્સમાં આવે એટલે નીટ, જેઇઇ, નાટા, ગુજકેટ વગેરે પરીક્ષાઓની તૈયારીઓમાં સ્કુલ પ્રત્યે જ વિમુખ થઇ જાય છે. ઘણાં એ વિદ્યાર્થીઓ આજના પરીણામમાં મળ્યા છે જેમના મુખ્ય વિષયોમાં 95 પ્લસ માર્કસ છે જ્યારે ઇંગ્લિશ અને કમ્પ્યુટર જેવા વિષયોમાં 70 માર્કસ લાવ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને એ વાતની ખબર પડી ગઇ છે કે શાળાકીય શિક્ષણનું મહત્વ નથી. મેડીકલમાં પ્રવેશ માટે બોર્ડમાં ફક્ત 50 ટકા જ લાવવાના છે બાકી સઘળું પરીણામ નીટના સ્કોર પર જ આધારિત છે એટલે બાયોલોજીના વિદ્યાર્થીઓ તો સ્કુલનું 20 ટકા ભણતા હોય છે જ્યારે બાકીનું 80 ટકા ભણતર ફક્તને ફક્ત નીટ આધારિત બની ચૂક્યું છે.

એવી જ રીતે એન્જિનિયરિંગમાં પણ વિદ્યાર્થીઓ સ્કુલના એજ્યુકેશનના ભોગે જેઇઇ, નીટ, બિટ્સ, આઇસર, નાઇસર વગેરે જેવી ટેસ્ટના ટ્યુશન પર નિર્ભર રહેતા હોય છે. એવું નથી કે ફક્તને ફક્ત ટોપર્સ આ પ્રમાણે વર્તે છે. તેમની પાછળ એવરેજ માર્કસ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ પણ ટોપર્સનું જ આંધળું અનુકરણ કરી રહ્યા છે.

મોટા ભાગની સ્કુલો ડે બોર્ડીંગ ટાઇપની બની ચૂકી છે

ધો.11-12 સાયન્સની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર નજર કરીએ તો છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગની સાયન્સની સ્કુલો ડે બોર્ડીંગ ટાઇપ બની ચૂકી છે. ધંધાદારી કોચિંગ ક્લાસીસોવાળાની દાદાગીરી એટલી વધી ગઇ હતી કે તેઓ પોતાના ક્લાસીસોમાં પ્રવેશ આપતા પૂર્વે એવી શરત રાખે છે કે અમારા ક્લાસીસમાં તો જ પ્રવેશ મળે જો વિદ્યાર્થી તેમના દ્વારા દર્શિત સ્કુલમાં પ્રવેશ નોંધણી કરાવે. આમ, પ્રાઇવેટ ધંધાદારી, બજારુ કોચિંગ ક્લાસીસોવાળાની દાદાગીરી તોડવા માટે સ્કુલોએ પોતાના કેમ્પસમાં જ જેઇઇ, નીટ, ગુજકેટ, બિટ્સ વગેરે જેવી પરીક્ષાઓની તૈયારીઓ કરાવવાની ફરજ પડી અને એટલે જ સ્કુલો હવે પાળી પ્રથાથી મટીને ડે બોર્ડીંગ ટાઇપની બની ચૂકી છે.

અંગ્રેજી મિડીયમમાં ફક્ત 2 જ એ-વન ગ્રેડ

ઇંગ્લીશ મિડીયમ સ્કુલોની સંખ્યા રાજ્યમાં ખાસી એવી છે. 27000થી વધુ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મિડીયમમાંથી ધો.11-12 સાયન્સ અભ્યાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આજના પરીણામની વાત કરીએ તો ઇંગ્લિશ મિડીયમની સ્કુલોમાંથી ફક્ત 2 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડમાં પરીણામ લાવી શક્યા છે.

May 17, 2020
CIA_Live_Logo_New2.jpg
2min25960

ટાઇટ રિઝલ્ટ : ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં 28-28 ટકા નાપાસ : A-1 ની સંખ્યા 254થી ઘટીને ફક્ત 44 એમાં સૂરતના જ 19

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધો.12 સાયન્સનું પરીણામ જાહેર કર્યું હતું. પરીણામના પ્રાથમિક એનાલિસીસ પરથી જ એ વાતની પ્રતીતિ થાય છે કે આ વખતનું પરીણામ 2019 અને અગાઉના વર્ષોના પરીણામ કરતા ટાઇટ પરીણામ છે. બોર્ડે બધા મોરચે ઉદારતાવાદી અભિગમ ત્યજી દીધો હોવાનું પરીણામ પરથી જણાય આવે છે.

આજના પરીણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ મુખ્ય વિષયો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં નાપાસ થયા હોવાનું જણાય આવે છે. બન્ને વિષયોમાં 28-28 ટકા નાપાસ થયા છે. ફિઝિક્સમાં કુલ 116643 વિદ્યાર્થીઓ પૈકી 116405 પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી 84290 વિદ્યાર્થીઓ જ પાસ થઇ શક્યા છે. ફિઝિક્સનું પરીણામ 72.41 ટકા આવ્યું છે. એવી જ રીતે કેમેસ્ટ્રી વિષયમાં 116643 નોંધાયેલા પૈકી 116392એ પરીક્ષા આપી હતી. જેમાંથી 84,246 પાસ થયા છે. કેમેસ્ટ્રીનું પરીણામ 72.38 ટકા આવ્યું છે.

એ વન રેન્કની સંખ્યા 254 થી ઘટીને આ વર્ષે 44

સમગ્ર રાજ્યમાં એ-વન રેન્કીંગમાં પણ મોટા પાયે ધોવાણ જોવા મળ્યું છે. 2019માં રાજ્યમાં કુલ 254 વિદ્યાર્થીઓ એ-વન કેટેગરીમાં પરીણામ મેળવી શક્યા હતા. આ વખતે આ સંખ્યા ઘટીને ફક્ત 44 થઇ છે. સૂરતમાં એ-વનની સંખ્યા સૌથી વધુ 19 ની થઇ છે. રાજકોટમાં એ-વનની સંખ્યા 07 અને મોરબીમાં એ-વન પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 03ની છે. એ સિવાય બાકીના જિલ્લાઓમાં એકલ દોકલ વિદ્યાર્થીઓ એ-વન રેન્ક હાંસલ કરી શક્યા છે.

સૂરતનું પરીણામ કુલ 77.25 ટકા

  • એ-વન 19
  • એ-ટુ 648
  • બી-વન 1771
  • બી-ટુ 2550
  • સી-વન 3079
  • સી-ટુ 2766
  • ડી 457
  • ઇ-વન 2
  • નાપાસ 3337

રાજ્યનું ઓવરઓલ પરીણામ

ગુજરાતના જિલ્લાવાર પરીણામ

વિષયવાર પરીણામ

May 16, 2020
coronaguj-1280x875.jpg
1min4870

ગુજરાતમાં તા.16મી મે ને શનિવારના દિવસ દરમિયાન નવા કુલ 348 મળી આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 10989 થઈ છે અને મૃત્યુઆંક પણ 625એ પહોંચ્યો હોવાની વિગતો શનિવારે મોડી સાંજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જારી કરી હતી.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, છેલ્લા 24 કલાકમાં 348 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 264, વડોદરામાં 19, સુરતમાં 34, રાજકોટમાં 1, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 6, પાટણમાં 3, પંચમહાલમાં 1, મહેસાણા તેમજ દાહોદમાં 2-2, ખેડામાં 6, જુનાગઢમાં 1, સાબરકાંઠામાં 3 અને વલસાડમાં 2 કેસનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે.

અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યાનુસાર, કુલ 10989 પોઝિટિવ દર્દીઓમાંથી 6010 લોકોની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 46 લોકો ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે વધુ 273 દર્દીઓને રજા આપતા કુલ 4308 દર્દીઓ કોરોના વાયરસ સામે લડત મેળવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના 138407 લોકોની તપાસ કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 290750 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે, જ્યારે 9098 સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે. જ્યારે 785 લોકો પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી રાજ્યભરમાં કુલ ક્વોરન્ટીન લોકોની સંખ્યા 300633એ પહોંચી છે.

May 16, 2020
farmers.jpg
1min5810
  • ખેડૂતો તેમનો પાક આકર્ષક ભાવે વેચી શકે, કોઈ મુશ્કેલી વિના આંતરાજ્ય વેપાર અને ખેતીના ઉત્પાદનોના ઈ-ટ્રેડિંગ માટે ફ્રેમવર્ક તૈયાર કરવા એક કાયદો બનાવાશે: નિર્મલા સીતારમણ
  • સરકાર આવશ્યક ચીજવસ્તુ ધારા, 1955 (એસેન્ટિયલ કોમોડિટિઝ એક્ટ, 1955)માં સુધારો કરશે. તેલીબિયાં, કઠોળ, બટેટાં જેવી પ્રોડક્ટ્સને તેમાં ડિ-રેગ્યુલેટ કરાશે: નિર્મલા સીતારમણ
  • ઓપરેશન ગ્રીનનો વિસ્તાર ટમેટાં, ડુંગળી અને બટેટાં ઉપરાંત અન્ય બધા ફળ અને શાકભાજી માટે પણ કરવામાં આવશે: નાણા મંત્રી
  • મધમાખી ઉછેર માટે 500 કરોડની સ્કીમ લાવવામાં આવશે. તેનાથી મધમાખી પાલન માટે આધારભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • ગંગા કિનારે 800 હેક્ટર જમીન પર હર્બલ પ્રોડક્ટ્સ માટે કોરિડોર બનાવાશે: નિર્મલા સીતારમણ
  • હર્બલ ખેતીના પ્રમોશન માટે 4,000 કરોડ રૂપિયાની જોગવાઈ. લગભગ 10 લાખ હેક્ટરમાં હર્બલ પ્રોડક્ટ્સની ખેતી થશે. તેનાથી ખેડૂતોને 5,000 કરોડની આવક થશે: નાણા મંત્રી
  • એનિમલ હસબન્ડ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • 53 કરોડ પશુઓના રસીકરણની યોજના અમે લઈને આવ્યા છીએ. તેમાં લગભગ 13,343 કરોડ રૂપિાય ખર્ચ થશે: નાણા મંત્રી
  • પીએમ મત્સ્ય સંપદા યોજનામાં 20,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં દરિયાઈ અને આંતરદેશીય મત્સ્ય પાલન માટે અને 9,000 કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લગાવાશે: નાણા મંત્રી
  • માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ માટે 10,000 કરોડની સ્કીમ લાવવામાં આવી છે. બિહારમાં મખાનાના ક્લસ્ટર, કેરળમાં રાગી, કાશ્મીરમાં કેસર, આંધ્ર પ્રદેશમાં મરચું, યુપીમાં કેરી સાથે સંલગ્ન ક્લસ્ટર બનાવાઈ શકે છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • આ ફંડ એગ્રિકલ્ચરલ સ્ટાર્ટઅપ્સ માટે માળખાગત સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે: નાણા મંત્રી
  • ખેતી આધારિત આધારભૂત માળખું બનાવવા માટે 1 લાખ કરોડની યોજના લાવવામાં આવી છે: નિર્મલા સીતારમણ
  • લોકડાઉન દરમિયાન 5000 કરોડની વધારાની લિક્વિડિટીનો લાભ ખેડૂતોને થયો છે: નાણા મંત્રી
  • લોકડાઉન દરમિયાન પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ