CIA ALERT

Slider Archives - Page 215 of 492 - CIA Live

August 4, 2020
sandip_desai-1.jpg
3min22630

આદીવાસીઓ – પશુપાલકોના હક હડપનારા સામે સરકારી તંત્રો આંખ મીચી જાય પણ કુદરત થોડી છોડશે

સુમુલ ડેરીના કરોડો રૂપિયાના વહીવટમાં અનેક ગેરરીતિઓ જેના શાસન કાળમાં થઇ છે, જેના શાસન કાળમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જેવી જગ્યાએ બોગસ ડિગ્રી ધારકને બેસાડી દેવાયા છે એ ફુલટાઇમ પોલિટીક્સ કરતા રાજુ ઉર્ફે રાજેશ કાંતિલાલ પાઠકના સભ્યપદ સામે જ ફરીયાદો ઉઠી છે. સ્થાનિક સ્તરે સિટી પ્રાંત, સુરત જિલ્લા કલેક્ટરેટ દ્વારા સભ્યપદ રદ કરવા સામેની અરજી પર ડિપ્લોમેટીક જવાબ અપાયા બાદ હવે રાજુ પાઠક સામેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

પેટ્રોલ પંપ, સીએનજી જેવા ધંધા તેમજ રાજનીતિમાં રચ્યા પચ્યા રહેતા રાજુ પાઠક અને રાજનીતિમાં ગળાડુબ સંદીપ દેસાઇ સુમુલ ડેરીમાં ઘૂસવા માટે કાગજકીય પુરાવાઓ ઉભા કરીને સુમુલ ડેરીના ચોપડે પશુપાલક બની ગયા હોવાની ફરીયાદ છેક હાઇકોર્ટ સુધી કરવામાં આવી છે. હકીકતમાં આદીવાસીઓ અને પશુપાલકોના હિતમાં બનેલી સંસ્થામાં વીઆઇપીઓ જ પાછલે બારણે, કાયદાની છટકબારીઓનો લાભ લઇને પશુપાલકો બની ગયા છે અને સુમુલ ડેરીનો અબજો રૂપિયાનો કારોબાર મનસ્વી રીતે કરવા માટે ચૂંટણીમાં પેંતરાબાજી રમી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

રાજુ પાઠક અને સંદીપ દેસાઇ ભાજપના હાઇકમાન્ડના ઇશારે સુમુલ ડેરીમાં આદીવાસીઓ અને પશુપાલકોના હક છીનવીને સુમુલ ડેરીના વહીવટ હસ્તગત કરવા હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં પેંતરાબાજી કરી રહ્યા હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.

આદીવાસીઓ અને ગૌપાલકોના હક છીનવીને સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવાની આ પ્રવૃતિ સામે હવે સુમુલડેરીના મતદાતાઓમાં પણ અવેરનેસ આવી છે. સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવામાં નૈતિકતા કેટલી હદે નેવે મૂકી દેવામાં આવી છે અને મૂળ પશુપાલકો અને આદીવાસીઓના હિત માટે જેની રચના કરવામાં આવી છે એવી સંસ્થાની સત્તા હાંસલ કરવામાં કેવા કાવાદાવાઓ થયા છે એ જ્યારે સાંભળીએ ત્યારે એવું માની લઇએ કે નથીંગ ઇઝ ઇમ્પોસીબલ.

મહુવાના મીયાપુર ચોકડી ખાતે મહુવા આદીવાસી સંગઠન દ્વારા રાજુ પાઠક વિરુદ્ધ દેખાવો

સુમુલડેરીમાં કરોડો રૂપિયાના ગેરવહીવટ માટે જેને જવાબદાર માનવામાં આવે છે એ રાજુ પાઠકે નૈતિકતા નેવે મૂકીને દૂધમંડળીનું સભ્યપદ લીધું હોવાની ફરીયાદ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક ચૂંટણી અધિકારી સિટી પ્રાંતે ભલે ડિપ્લોમેટીક જવાબ આપીને તેમને બચાવી લીધા હોય પરંતુ, હાઇકોર્ટમાં આ મુદ્દો પડકારવામાં આવ્યો છે.

રાજુ પાઠકના સભ્યપદની ધાંધલીમાં આ આરોપો છે

  • રાજુ પાઠકનું રહેઠાણ સુરત શહેરના વેસુમાં છે
  • મોસાલીમાં તેમનું રહેઠાણ નથી
  • મોસાલીમાંથી બનેલી સુમુલ ડેરીની મતદાર યાદીમાં નામ છે
  • એ મોસાલીના વતની નથી અને મોસાલીમાં તેમનો ભેંસનો તબેલો
  • માંગરોળની શાહ ગામની મંડળીમાંથી તેઓ 2006ની ચૂંટણી લડેલા અને ત્યાંથી જ પ્રતિનિધિ બન્યા હતા
  • શાહ મંડળીમાં આજની તારીખે તેમનું નામ બોલે છે

જ્યાંથી રાજુ પાઠકે સુમુલ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે એ મોસાલીનું સર્ટિફીકેટ શું કહે છે વાંચો અહીં

રાજુ પાઠક જ્યાંથી સુમુલ ડેરીના ચેરમેન બનવા માટે ચૂંટણી લડી રહ્યા છે એ માંગરોલ તાલુકાના મોસાલી ગામના તલાટી કમ મંત્રી એ સર્ટિફાય કરી આપ્યું છે કે ગ્રામ પંચાયતના દફતરે તેમના નામે ગાય, ભેંસનો તબેલો આવ્યો નથી. આ અંગેનો દાખલો પણ લખી આપવામાં આવ્યો છે.

સંગીન મુદ્દો એ છે કે શાહ મંડળીમાં તેમનું નામ ઠામ બોલે છે, ત્યાં દુધ ક્યારેય ભર્યું નથી અને હવે મોસાલીમાંથી તેમનું નામ રજૂ થયું છે

હકીકતમાં સુમુલ ડેરીના હાલના ચેરમેન અને રાજુ પાઠક શાહ મંડળીના સભ્ય છે, શાહ મંડળીના પ્રમુખ ઉમેશ મગન વસાવાએ ઉપરોક્ત સર્ટિફિકેટ આપીને તમામ હકીકતો સ્પષ્ટ કરી દીધી છે.

રાજુ પાઠકે જ્યાંથી ઉમેદવારી નોંધાવી છે એ મોસાલીના સરપંચ શું કહે છે જુઓ

માંગરોળ તાલુકાના મોસાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું છે કે રાજેશ કાંતિલાલ પાઠકનું નામ મોસાલી ગ્રામ પંચાયતમાં નોંધાયેલું નથી

માંગરોળ ગ્રામ પંચાયતે સર્ટિફાય કર્યું છે કે રાજેશ કાંતિલાલ પાઠકનું નામ ત્યાંની મતદાર યાદીમાં સામેલ છે

માંગરોળ વિધાનસભાની મતદાર યાદીમાં રાજુ પાઠકનું નામ સામેલ છે

સંદીપ દેસાઇની ફેસબુક વોલ પરથી લેવાયેલી આ તસ્વીર. આવી તસ્વીરોથી ભરેલી છે તેમની ફેસબુક મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખથી લઇને વડાપ્રધાન સુધીની હસ્તીઓ સાથે ફોટા પડાવીને તેઓ એની ઇમેજ એન્કેશ કરી રહ્યાના આક્ષેપો ભાજપામાં થઇ રહ્યા છે

સંદીપ દેસાઇ સુમુલડેરીના ચોપડે પશુપાલક બની ગયા છે અને ચોર્યાસીની બેઠક પરથી ઉમેદવારી પણ નોંધાવી દીધી છે

સુરત જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સંદીપ દેસાઇ ફુલટાઇમ રાજનીતિ કરી રહ્યા છે, એક સમયે સુરેશદાદા, માનસિંહ પટેલ વગેરેના ખાસમખાસ બનીને ફરતા સંદીપ દેસાઇ હવે સી.આર. પાટીલના બંગલે અને ઓફિસે જોવા મળી રહ્યા છે. સંદીપ દેસાઇ માટે કહેવાય છે કે ઉઠે ત્યારથી જ રાજનીતિમાં હોય છે, બાકીના સમયમાં ડિસ્ટ્રીક્ટ બેંક, એપીએમસી વગેરેના ખણખોદ કરતા હોય છે એ પછી પણ તેમની પાસે ટાઇમ હોય છે દૂધમંડળીમાં દૂધ ભરવાનો અને તેના આધારે તેઓ પોતાને પશુપાલક કહેવડાવે છે અને તેના આધારે ચોર્યાસીની સુમુલની સીટ પરથી હવે ઉમેદવારી પણ કરી લીધી છે. બીજાના નામે પોતાના ખાતે દૂધ ભરાવવાની પ્રવૃતિ હવે છાપરે ચઢીને પોકારી રહી છે.

દેખીતી રીતે જેણે એક લિટર દૂધ સુમુલમાં ભર્યું નથી, બીજાનું દૂધ પોતાના ખાતે ભરાવાની પેરવી કરનાર રાજુ પાઠક અને સંદીપ દેસાઇ સામે ભારે રોષ

સુમુલ ડેરીના વહીવટને હસ્તગત કરવા માટે નૈતિકતાના તમામ ધોરણો નેવે મૂકનાર સંદીપ દેસાઇ અને રાજુ પાઠક માટે કહેવાય છે કે દેખીતી રીતે પોતે સ્વયં એક લિટર દૂધ સુમુલ ડેરીમાં ભર્યું નથી, પણ બીજાનું દૂધ પોતાના ખાતે સુમુલમાં ભરાય તેની ખાસ તકેદારી રાખી કે જેથી સુમુલ દફતરે સક્રિય પશુપાલક હોવાનું દર્શાવી શકાય. હકીકત તો તેમની પાસે ગાય-ભેંસ કે દૂધાળા પશુઓના તબેલાનો ધંધો કરી રહ્યા આમ છતાં, દંભ કરીને કાગળ પર પશુપાલક બની બેઠા છે. ચૂંટણી અધિકારીએ પણ સત્તા સામે આંખો મીચી દીધી છે પણ સુમુલ ડેરીના મતદારો કહી રહ્યા છે બધેથી છટકી શકશે પણ કુદરત તેમને નહીં છોડે.

August 4, 2020
bed.jpg
1min8510

શિક્ષકો માટે ૨૦૩૦ સુધીમાં ન્યુનતમ ડિગ્રી લાયકાત ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ હશે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) અનુસાર ગુણવત્તા વિનાની શિક્ષક તાલીમ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ભારતમાં કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી એનઇપીમાં શાળાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ બંને માટે ઘણા સુધારાઓની રૂપરેખા આપવામાં આવી છે. નીતિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તાલીમ આપવાની માગ કેવી રીતે પૂરી કરવામાં આવશે તેની માર્ગરેખા પણ આપવામાં આવી છે.

૨૦૩૦ સુધીમાં શિક્ષક માટેની મિનિમમ ડિગ્રી લાયકાત ચાર વર્ષની ઇન્ટિગ્રેટેડ બીએડની ડિગ્રી રહેશે. ઉતરતી કક્ષાની શિક્ષક તાલીમ સંસ્થા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

નેશનલ કાઉન્સિલ ફોેર ટિચર્સ દ્વારા ૨૦૨૨ સુધીમાં એનસીઇઆરટી, એસસીઇઆરટી, શિક્ષકો અને નિષ્ણાત સંસ્થાઓની સલાહ સાથે શિક્ષકો માટે એક સામાન્ય રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણ વિકસાવવામાં આવશે.

પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ, બૉર્ડ પરીક્ષાનું ભારણ ઓછું કરવું, કાયદા અને તબીબી કૉલેજો સિવાય ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકાર અને યુનિવર્સિટીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધરખમ સુધારાઓનો એક ભાગ છે. 

August 3, 2020
sumul_dairy.jpg
1min11330

સુમુલ ડેરીની ચૂંટણીનું ડર્ટી પોલિટીક્સ, સરકારના બબ્બે મંત્રીઓ ભાજપામાં જ લાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અઠંગ રાજકારણીઓને પણ શરમાવે તેવી ચાલબાજી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી દૂધ ડેરી, સુમુલ ડેરીની આગામી તા.7મી ઓગસ્ટે યોજનારી ચૂંટણીને અનુલક્ષીને રમાઇ રહી છે. ભાજપના જ બે જૂથો વચ્ચેની આ લડાઈમાં પોલિટીક્સ રમવામાં વર્તમાન ચેરમેન રાજુ પાઠક એન્ડ કંપનીએ ભાજપના હાઇકમાન્ડના જોરે એવો દાવ રમ્યો છે કે તેમની સામે સહકાર પેનલના કેપ્ટન માનસિહ પટેલ જ મહુવા બેઠક પરથી ચૂંટણી જ ન જીતી ન શકે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

ભાજપમાં બબ્બે મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમારની અવગણના

વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુમુલ ડેરીમાં વિતેલા વર્ષોમાં થયેલો કરોડો રૂપિયાના ગેરવહીવટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને મુખ્યમંત્રી વિજય રુપાણી સુધી રાજુ પાઠક સામે ફરીયાદો થઇ છે, આમ છતાં ભાજપ હાઇકમાન્ડનું એક જૂથ સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજુ પાઠક અને સંદીપ દેસાઇ માટે સોફ્ટ કોર્નર ધરાવે છે અને એટલે જ સુમુલની ચૂંટણીમાં માનસિંહ પટેલની સહકાર પેનલની પડખે હોવા છતાં રાજ્ય સરકારના બબ્બે મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમારની હળાહળ અવમાનના થઇ રહી છે. સી.આર. પાટીલ બીજેપી પ્રેસિડેન્ટ બનવા પહેલા જીતુ વાઘાણીએ રાજુ પાઠક એન્ડ કંપનીની બ્રીફ પકડી હતી. પરંતુ, એ પછી તેઓ પ્રદેશ પ્રમુખ જ ન રહ્યા.

સમાધાન ફોર્મ્યુલાની પાછળ અદ્દલ રાજનીતિ

સુમુલની ચૂંટણી ભાજપના ઘરમાં ભડકો કરે એવી દહેશતને પગલે ભાજપ હાઇકમાન્ડે સમાધાનની ફોર્મ્યુલા ઘડી કાઢી હતી. રાજુ પાઠક જૂથ સમાધાન માટે પહેલેથી જ તત્પર છે, પણ માનસિંહ પટેલ જૂથ એના માટે બિલકુલ રાજી નથી.

  • સમાધાનમાં એવું નક્કી થયું કે સુમુલ ડેરીના ચેરમેન આદીવાસી સમૂહમાંથી જ હોય
  • સુમુલ ડેરીના ચેરમેન માનસિહ પટેલ બને
  • સુમુલડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક બને
  • સુરત જિલ્લામાં આવતી બેઠકો પર સમાધાન થાય (મહુવા સિવાય)
  • સુરત જિલ્લા બહાર, વ્યારામાં આવતી બેઠકો પર કોંગ્રેસ પ્રેરીત કે અપક્ષો સામે લડી લેવાનો વ્યૂહ

હવે ઉપરોક્ત મુદ્દાઓમાં એક સંગીન રાજનીતિ સુરત જિલ્લામાં આવતી મહુવા બેઠક પર છે જ્યાં માનસિંહ પટેલ કે જેઓ સહકાર પેનલના કેપ્ટન છે, તેમની સામે બબ્બે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાં અંદારો અંદર થનારા સમાધાનમાં આ બેઠક પર તો માનસિંહે ચૂંટણી લડવાની થાય છે.

મહુવા બેઠક પર સુમુલ સહકાર પેનલના પ્રણેતા માનસિંહ પટેલ સામે અપક્ષ ઉમેદવાર જીગર નાયક (સિમ્બોલ ચા-કીટલી) અને અન્ય અપક્ષ ઉમેદવાર દિનેેશ પટેલ (સિમ્બોલ બેટ) સામે ત્રિપાંખીયો જંગ ખેલે અને અહીં ભાજપમાં માનસિંહ વિરોધીઓએ ગેમ બિછાવી છે કે માનસિંહને જ હરાવી દેવામાં આવે, જેથી તેઓ ચેરમેન પદના દાવેદાર જ ન રહે અને રાજુ પાઠક માટે ફરી ચેરમેન બનવાનો માર્ગ મોકળો થઇ જાય.

સૌથી સંગીન મામલો ફેક ડિગ્રી અંગેનો

સુમુલ ડેરીમાં રાજુ પાઠકના શાસન કાળ દરમિયાન થયેલી કરોડો રૂપિયાની ગેરરીતીઓની વિગતો જે વડાપ્રધાનથી લઇને ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે તેમાં એક મુદ્દો એક ઉચ્ચાધિકારીની ડિગ્રી ફેક હોવા અંગેનો પણ છે. કહેવાય છે કે આ ઉચ્ચાધિકારીએ રજૂ કરેલી ડિગ્રી બી.ટેક.ની છે અને એ પણ પાર્ટ ટાઇમ. મુદ્દો એ છેકે ભારતમાં એવા કોઈપણ કોર્સ પાર્ટ ટાઇમ ન થઇ શકે કે જેમાં પ્રેક્ટીકલ્સ અને લેબોરેટરીની જરૂર હોય. બી.ટેક. ટેકનિકલ કોર્સ છે અને એ પાર્ટ ટાઇમ ન થઇ શકે, આમ છતાં આ પ્રકારની ડિગ્રી રજૂ કરવામાં આવી છે. ઘણાં સભ્યોની માગણી છે કે આની તલસ્પર્શી તપાસ થાય અને સત્ય જે હોય તે ઉજાગર કરવામાં આવે.

સંદીપ દેસાઇ ભાજપ મહામંત્રી, સુ.ડી.બેંક, એ.પી.એમ.સી. અને હવે સુમુલમાં ઘૂસી ગયા

સુમુલ ડેરીની ચૂંટણીમાં સુરત જિલ્લા ભાજપનું નામ વટાવી ખાવામાં માહીર સંદીપ દેસાઇ પહેલા સુરત જિલ્લા ભાજપના મહામંત્રી બન્યા અને હવે તેમને આગામી વિધાનસભામાં ચોર્યાસી બેઠક પરથી ચૂંટણી લડીને ભાજપના નામે ધારાસભ્ય અને મિનિસ્ટર બનવું છે. સંદીપ દેસાઇ ભાજપના ગોડફાધરોના લોબિંગ થકી સુરત જિલ્લા ભાજપના મહામંત્રી, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડીરેક્ટર અને પછી વાઇસ ચેરમેન પદે એ પછી એ.પી.એમ.સી.માં વાઇસ ચેરમેન પદે અને હવે સુમુલ ડેરીમાં ઘૂસી ગયા છે. હોદ્દાઓ અને ખુરશીઓ પાછળની તેમની દોટ માત્રને માત્ર સુરત ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બનવા માટેની છે અને તેઓ અત્યાર સુધીની તેમની બાજીઓમાં સફળ પણ રહ્યા છે. હાલ સી.આર. પાટીલના જોર પર સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપના જ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમાર જેવા નેતાઓ સામે પડ્યા છે.

હવે પછી રાજુ પાઠકના સમયમાં સુમુલડેરીમાં થયેલા કરોડો રૂપિયાના ગેરવહીવટની મુદ્દાસર વિગતો પ્રકાશિત કરીશું

August 3, 2020
educationpolicyjpg.jpg
1min5380

કેન્દ્ર નવી નેશનલ એજ્યુકેશન પૉલિસી (એનઇપી), ૨૦૨૦ મારફત કોઈ પણ રાજ્ય પર કોઈ પણ ભાષા લાદશે નહિ, એવી સ્પષ્ટતા કેન્દ્રના શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે રવિવારે કરી હતી.

તમિળનાડુમાં આ નવી શિક્ષણ નીતિ સામે જે વિરોધ નોંધાયો એને પગલે નિશાંકે તમિળ ભાષામાં એક ટ્વીટ દ્વારા આ ખુલાસો કર્યો હતો. એનઇપીએ કથિતપણે રાજ્યો પર હિન્દી અને સંસ્કૃત ભાષા લાદી છે, એવો આક્ષેપ તમિળનાડુમાં કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે બહુભાષીય ઝોકને પ્રોત્સાહિત કરવાના હેતુથી પાંચમા ધોરણ સુધી બાળકોને માતૃ ભાષા/સ્થાનિક ભાષા/પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો છે.

તમિળનાડુના પોન રાધાકૃષ્ણન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન છે. તેમને નિશાંકે લખેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘તમિળનાડુમાં એનઇપીનો અમલ કરાવવાની બાબતમાં હું તમારા માર્ગદર્શનની અપેક્ષા રાખું છું. હું ફરી ભારપૂર્વક કહેવા માગું છું કે કેન્દ્ર સરકાર કોઈ પણ રાજ્ય પર કોઈ પણ ભાષા લાદશે નહિ.’

તમિળનાડુમાં એમ. કે. સ્ટાલિનની આગેવાનીવાળા ડીએમકે પક્ષે તેમ જ ઘણા વિરોધ પક્ષોએ એનઇપીનો વિરોધ કર્યો છે અને ધરખમ સુધારા ધરાવતી આ નીતિની સમીક્ષા માટેની માગણી કરી છે.

શનિવારે ડીએમકેના ચીફે કહ્યું હતું કે ‘નવી શિક્ષણ નીતિ રાજ્યો પર હિન્દી તથા સંસ્કૃત ભાષા ઠોકી બેસાડવાનો પ્રયાસ છે.’ આવું કહીને સ્ટાલિને આ નીતિ સામે લડત ચલાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને એ માટે તેમણે સમાન વિચારધારાવાળા રાજકીય પક્ષો સાથે તેમ જ અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે હાથ મિલાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

‘આ સુધારા કોઈ નવી શિક્ષણ નીતિ નથી, પરંતુ જૂની દમનકારી મનુસ્મૃતિ પરના ચળકતા ઢોળ સમાન છે,’ એવું સ્ટાલિને કહ્યું હતું.

દેશમાં, ખાસ કરીને દક્ષિણના રાજ્યો દ્વારા વર્ષોથી રાષ્ટ્ર ભાષા હિન્દીનો વિરોધ કરાઈ રહ્યો છે. ભૂતકાળમાં હિન્દીના વિરોધમાં દક્ષિણ ભારતમાં હિંસક આંદોલનો પણ થયા હતા. મોટા ભાગના દક્ષિણના રાજ્યોમાં પોતપોતાની સ્થાનિક ભાષાને તો મહત્ત્વ અપાય જ છે, હિન્દી પ્રત્યે ત્યાંના લોકોનો વર્ષોથી અણગમો રહ્યો છે. તેઓ બ્રિટિશોની અંગ્રેજી ભાષા પ્રત્યે વળગણ ધરાવે છે, પણ રાષ્ટ્રભાષા હિન્દીને ક્યારેય અપનાવવા તૈયાર નથી થતા. આવો ભાષાવાદ માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, દેશના બીજા ઘણા રાજ્યોમાં પણ છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે દેશની દરેક ભાષા મહત્ત્વની છે અને એનું ગૌરવ જળવાવું જ જોઈએ, પરંતુ દેશને એક તાંતણે બાંધીને રાખી શકે એવી હિન્દી ભાષાની ઉપેક્ષા ન જ થવી જોઈએ.

August 3, 2020
quarantine.jpeg
1min4630

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને લગતી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે મુજબ મુંબઇ અને ગુજરાત આવતા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીએ ૭ દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ, ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન એમ કુલ ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. પુણે અને અમદાવાદમાં બધા પ્રવાસીઓને ૧૪ દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ દરેક રાજ્ય માટે અલગ અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહારાષ્ટ્રના નાગપુર, કોલ્હાપુર અને શીરડી આવતા પ્રવાસીઓ માટે પણ અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા પ્રમાણે વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે સાત દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

જોકે, ગર્ભવતી મહિલા, જેમના સ્વજનનું અવસાન થયું હોય, જેમને ગંભીર બીમારી હોય, દસ વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મુસાફરી કરી રહેલા માતા-પિતાને ક્વોરન્ટાઇન સમયગાળામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે જરૂરી દસ્તાવેજો સાથે અંડરટેકિંગ ફોર્મ ભરીને ફશિાજ્ઞિભિંજ્ઞદશમલળફશહ.ભજ્ઞળ સાઇટ પર મોકલવાનું રહેશે.

દરમિયાન, અમદાવાદથી મળતા સંદેશામાં જણાવાયું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ સાત દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન અને ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકિંગ

કરવામાં આવશે જેમાં ડોમેસ્ટિક પેસેન્જરમાં લક્ષણો નહીં હોય, તો તેને પણ સળંગ ૧૪ દિવસ સુધી જાતે જ પોતાના હેલ્થની ચકાસણી કરવી પડશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકિંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને સાત દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન રહેવું પડશે. તે પછી પણ સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાની ફરજ પાડશે. આ દરમિયાન સતત હેલ્થ ચેકિંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે.

આ પહેલા ૨૫મી મેએ દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ હતી જેના માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી હેઠળ માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં મુસાફરોને કયા નિયમોનું પાલન કરવું પડશે તેના વિશે સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

August 3, 2020
corona-gujarat.jpg
1min4620

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨૨ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યું થયા છે. શનિવારની સરખામણીમાં લગભગ ત્રણ હજાર જેટલા ઓછા ટેસ્ટ પણ સંભવત: એક કારણ હોઇ શકે. હાલની સ્થિતિએ અમદાવાદમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં હોય તેમ જણાય છે. રોજેરોજ દસેક હજાર જેટલા ટેસ્ટ વચ્ચે પોઝિટિવ કેસનો આંક ૧૫૦ની નીચે રહે છે. શહેરમાં નવા ૧૪૩ અને ગ્રામ્યમાંથી ૧૨ કેસ મળી કુલ ૧૫૫ કેસ આવ્યા છે જ્યારે શહેરના બે દર્દીના કોવિડ સંક્રમણથી મૃત્યું થયા છે. આ આંક એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પહેલી વખત થયો હતો.

અલબત્ત, સુરત શહેરમાં આઠવા લાઇન્સ અને વરાછામાં સૌથી સ્થિતિ ખરાબ છે એના કારણે સરેરાશ ૨૦૦થી વધુ કેસ રોજેરોજ નોંધાયા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૦૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાં ક્રમશ: કેસ ઘટીને ૨૮ થયા છે. અલબત્ત, મૃત્યુંનું પ્રમાણ હજુ ઊંચુ છે. મહાનગરમાંથી વધુ સાત દર્દીઓ અને ગ્રામ્યમાંથી વધુ પાંચ મળી ૧૨ દર્દીના મૃત્યું થયા છે.

વડોદરા મહાનગરમાં એક સાથે ૮૧ કેસ નવા નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે જ્યારે જિલ્લામાંથી નવા પંદર કેસ આવ્યા છે. આમ, સરેરાશ ૯૦ ઉપર રહી છે. જોકે, શહેરમાં સારવાર હેઠળના વધુ બે દર્દીના મૃત્યું થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૯ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેસ રાજકોટમાંથી નોંધાયા છે. રાજકોટ મહાનગરમાંથી એક સાથે ૮૦ કેસ મળ્યા છે એની પાછળનું કારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના પછી અમદાવાદ મોડેલની જેમ સઘન ટેસ્ટીંગ વધારાયું છે. સુપરસ્પ્રેડર્સ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી ચેકઅપ હાથ ધરાતા કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪ નવા કેસ આવ્યા છે આમ, પહેલી વખત જિલ્લા આખાનો આંક ૯૪ થયો છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યું પણ થયું છે.

રાજકોટ પછી સૌથી વધારે કેસ ભાવનગર શહેરમાંથી આવ્યા છે. શહેરમાંથી નવા ૪૬ કેસની સાથોસાથ ગ્રામ્યમાંથી નવા ૨૬ કેસ મળી કુલ ૭૨ કેસ મળ્યા છે. આ જ રીતે જૂન મહિના સુધી ગ્રીન ઝોનમાં રહેલા જામનગર શહેરમાંથી જ એક સાથે નવા ૪૦ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૨ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૪૦ કેસમાં શહેરના જ ૧૯ કેસ છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી નવા ૧૭ કેસ, બોટાદમાંથી ૧૫, ગીરસોમનાથમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાંથી ૧૩, સુરેન્દ્રનગરમાંથી ૧૦, કચ્છમાંથી ૧૬, પોરબંદરમાંથી નવા ૭ કેસ ઉમેરાયા છે.

મહેસાણામાં કડી, વીસનગર, વિજાપુર, ઊંઝા, બેચરાજીમાંથી મળી નવા ૪૪ કેસ નોંધાયા છે જ્યારે પાટણ જિલ્લામાં સિદ્ધપુર, રાધનપુર, શંખેશ્વર જેવા સંક્રમિત વિસ્તારોમાંથી નવ કેસ ઉમેરાયા છે. પાટણમાં એક દર્દીનું મૃત્યું થયાનું સરકારે સ્વીકાર્યું છે. સાબરકાંઠામાં હિંમનગર, પ્રાંતિજ, ઇડર જેવા વિસ્તારોમાંથી આઠ કેસ નવા ઉમેરાયા છે. અરવલ્લામંથી એક કેસ છે, આ જ રીતે બનાસકંઠા જિલ્લામાંથી ત્રણ જ કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોઇએ તો વલસાડ જિલ્લામાંથી C૦, નવસારીમાંથી ૧૯, દાહોદમાંથી ૧૭, આણંદ, ભરૂચમાંથી ૧૬-૧૬ કેસ, છોટાઉદેપુરમાંથી ૧૩, નર્મદામાંથી ૧૦, તાપી ૪, મહીસાગરમાંથી એક કેસ નવો ઉમેરાયો છે. જ્યારે અન્ય રાજ્યના ૨ નવા કેસ ઉમેરાયા છે.

August 1, 2020
CIA_Live_Logo_New2.jpg
2min12260

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્દ્રના આરોગ્ય વિભાગે તા.30મી જુલાઇ 2020ના રોજ એક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે ચાઇના સમેત વિદેશમાં કોઇપણ જગ્યાએથી મેડીકલ એજ્યુકેશનની પ્રાથમિક ડિગ્રી, એમ.બી.બી.એસ. સમકક્ષ ડિગ્રી ધારકોએ જો વિદેશી સંસ્થાઓમાં મેડીકલ અભ્યાસની સાથે એક વર્ષની ઇન્ટર્નશીપ કરી હશે તો તેને સ્વીકારીને ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાંથી મુક્તિ આપવી. આવા તબીબોનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન વખતે ફોરેનની સંસ્થામાં એક વર્ષ માટે કરેલી ઇન્ટર્નશીપને માન્ય ગણવા માટે દરેક રાજ્યોના મેડીકલ કાઉન્સિલ સત્તામંડળને જણાવવામાં આવ્યું છે.

ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ 1956ની સેક્શન 13 (3) અન્વયે ભારત દેશમાં તબીબોનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન (કાયમી નોંધણી) કરતી વખતે ફોરેન મેડીકલ ડિગ્રી ધારકોએ ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પૂર્ણ કરી છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી હવે ચાઇના તેમજ અન્ય દેશોમાંથી મેડીકલ ડિગ્રી ધરાવનાર અને વિદેશમાં જ એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ઉમેદવારોનું ભારતમાં તબીબ તરીકે પરમેન્ટન્ટ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ મુજબની સ્પષ્ટતા કરી છે

રાજ્યોની મેડીકલ કાઉન્સિલને આ બાબતે જાણ કરવામાં આવી

જાહેર નોટીસ આ મુજબની છે

What does Section 13(3) in The Indian Medical Council Act, 1956 say?

The medical qualifications granted by medical institutions outside India, before such date as the Central Government may, by notification in the Official Gazette, specify which are included in Part IInd of the Third Schedule shall also be recognised medical qualifications for the purposes of this Act, but no person possessing any such qualification shall be entitled to enrolment on any State Medical Register unless he is a citizen of India and has undergone such practical training after obtaining that qualification as may be required by the rules or regulations in force in the country granting the qualification, or if he has not undergone any practical training in that country he has undergone such practical training as may be prescribed.

July 31, 2020
sumul_dairy.jpg
2min7770

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી અને બેરોકટોક વહીવટ થઇ શકે તેવું સ્ટ્રક્ચર ધરાવતી દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવા માટે ભાજપના બે મોટા માથાઓ હાલ આકાશપાતાળ એક કરી રહ્યા છે. એક તરફ વર્તમાન ચેરમેન રાજુ પાઠક છે તો બીજી તરફ ભાજપના જ નેતા અને સરકારના મંત્રી ગણપતસિંહ વસાવાનું જૂથ છે. વર્તમાન ચેરમેન રાજુ પાઠક જૂથ જો ચૂંટણી લડે તો તેમનો એકડો નીકળી જાય તેમ છે. આમ છતાં ભાજપાના દિગ્ગજ નેતાઓ સાથેના સંબંધોને કારણે તેઓ હારવાની બાજી સમાધાનના ફોરમ પર લઇ જવા મથી રહ્યા છે.

સુમુલની ચૂંટણીમાં CR પાટીલની દરમિયાનગીરી પછી પણ બાખડી રહ્યા છે ભાજપના બે મોટા નેતાઓ, હવે હુકમનું પાનું ઉતરશે સી.આર. પાટીલ

ભાજપના જ નેતા અને વર્તમાન ચેરમેન રાજુ પાઠકની સામે દિગ્ગજોની આખી ફૌજ છે. રાજ્ય સરકારના કેબિનેટ મંંત્રી ગણપત વસાવા ઉપરાંત પૂર્વ સાંસદ અને બીજેપીના નેતા માનસિંહ પટેલ સાથે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અને ખેડૂત સમાજમાં મોટું નામ એવા જયેશ દેલાડ થી લઇને અનેક મોટા માથા રાજુ પાઠકની વિરુદ્ધમાં છે.

ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દરમિયાનગીરી કરીને બન્ને મોટા નેતાઓના જૂથો વચ્ચે સમાધાનકારી ફોર્મ્યુલા મૂકી છે. પરંતુ, પ્રદેશ પ્રમુખની દરમિયાનગીરી પછી પણ ભાજપના બન્ને નેતાઓ અઠંગ રાજકીય રીતે મની, મસલ્સ પાવરથી એક બીજાનો એકડો કાઢી નાંખવા માટેની પેંતરાબાજીમાં પડ્યા છે.

ભાજપાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સમાધાન માટેની મિટીંગો બાદ ફોર્મ્યુલા આપી હોવા છતાં ભાજપના બેઉ નેતાઓ મની મસલ્સ પાવરથી લઇ રહ્યા છે અને બદનામી ભાજપાની થઇ રહી છે. આવી સ્થિતિમાં હવે ખુદ ભાજપે મેન્ડેટ આપીને બન્ને નેતાઓની લડાઇ પર પૂર્ણવિરામ મૂકવું પડે તેમ છે. જો રાજુ પાઠક જૂથ અને ગણપત વસાવા-માનસિંહ પટેલ જૂથ સુમુલની ચૂંટણીમાં લડી લેશે તો આગામી દિવસોમાં આવી રહેલી નગરપાલિકા, તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાને જ આ લડાઇ ભારે પડી જાય તેવી સ્થિતિ છે.

સમજાવટ નાકામ હવે સીધો પાર્ટીલાઇન આદેશ

સૂત્રોના જણાવ્યા અનુસાર સી.આર. પાટીલે સુમુલ ડેરીની ચૂંટણીમાં થઇ રહેલી ગતિવિધિઓને ગંભીરતાથી લઇને સમાધાનની એક ફોર્મ્યુલા નક્કી કરી આપી છે. અને આગામી 2-3 ઓગસ્ટ કે એ પહેલા સુમુલ ડેરીની ચૂંટણીને અનુલક્ષીને ભાજપાના પરિવારમાં થઇ રહેલા ઝગડાઓ બંધ થઇ જાય તેવી શક્યતા હાલ જોવાય રહી છે. સમજાવટથી કામ વિવાદોનો નિવેડો નહીં આવતા છેવટે હવે પ્રદેશ હાઇકમાન્ડે સીધો જ મેન્ડેટ આપવો પડશે અને એ પણ લગભગ અપાઇ ચૂક્યો છે. આગામી દિવસોમાં સુમુલની ચૂંટણીનો ઝઘડો સમી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

સુમુલની ચૂંટણીમાં ભાજપીઓ જો લડશે તો સીધી અસર હવે પછીની ગ્રામીણ ચૂંટણીઓ પર પડશે

14 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં

ક્યાં ક્યાં ચૂંટણી યોજાવાની છે

  • ઓલપાડ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે હુકમના એક્કા સમાન જયેશ પટેલ દેલાડ, જેઓ કોંગ્રેસમાંથી તાજેતરમાં જ ભાજપામાં જોડાયા છે
  • ચોર્યાસી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે સંદીપ દેસાઇ, સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે
  • પલસાણા Palsana બિનહરીફ વિજેતા ભરતસિંહ સોલંકી (માજી પલસાણા બીજેપી ચીફ) માનસિંહ પટેલની પેનલના ઉમેદવાર
  • કામરેજ
  • બારડોલી
  • માંગરોળ અહીંથી લડી રહ્યા છે વર્તમાન ચેરમેન રાજેશ કાંતિલાલ પાઠક, જેઓ પણ ચેરમેનશીપ માટે દાવેદાર મનાય છે
  • માંડવી
  • મહુવા અહીં લડી રહ્યા છે માનસિંહ પટેલ, ચેરમેનશીપ માટેના પ્રબળ દાવેદાર
  • વાલોડ
  • વ્યારા
  • સોનગઢ
  • નિઝર
  • ઉચ્છલ
  • કુકરમુંડા
  • ઉમરપાડા Umarpada બિનહરીફ વિજેતા રીતેશસિંહ વસાવા (ગુજરાત સરકારના મંત્રી ગણપતસિંહ વસાવાના સંબંધી) માનસિંહ પટેલની પેનલના ઉમેદવાર
  • ડોલવણ Dolvan

જયેશ પટેલ (દેલાડ) પાટીદાર અને ખેડૂત આગેવાન, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા પછી સુમુલ ડેરીમાંથી રાજુ પાઠકનો એકડો નીકળી જાય તેવી સ્થિતિ

અત્યાર સુધીની સુમુલ ડેરીની ચૂંટણીમાં હુકમનો એક્કો પુરવાર થયેલા એક સમયના કોંગ્રેસી નેતા જયેશ પટેલ દેલાડ હવે હાલની સુમુલની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં સામેલ થતા હવે સુમુલ ડેરીની ચૂંટણીમાંથી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે પણ હવે લડાઇ ભાજપાના ઘરમાં ઘૂસી ગઇ છે. માનસિંહ પટેલની પેનલમાંથી ચૂંટણી લડી રહેલા જયેશ પટેલ કહેવાય છે કે સુમુલ ડેરીના સંગઠનમાં મોટું અને નિર્વિવાદ નામ છે. તેમના આવ્યા પછી આમેય રાજુ પાઠક જૂથના પાટીયા બેસી ગયા છે. જયેશ દેલાડને સુુમુલ ડેરીના વાઇસ ચેરમેન બનાવવા પડે તેવી સ્થિતિ છે. કેમકે તેઓ પાટીદાર હોવા ઉપરાંત ખેડૂત આગેવાન, સહકારી ક્ષેત્રમાં નામધારી નેતા છે.

July 30, 2020
corona_india.jpg
1min8850

ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ કેસ બુધવાર તા.30મી જુલાઇ 2020ના રોજ નોંધાયા છે, ભારતમાં પહેલીવાર દૈનિક કેસોની સંખ્યા 52,000 પ્લસ પર નોંધાઇ છે. બુધવારે આવેલા નવા કેસોમાં સૌથી વધારે નવા કેસ આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ એવું રાજ્ય બન્યું છે જ્યાં મહારાષ્ટ્ર પછી એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

પાછલા કેટલાક દિવસોથી આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા કેસમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો હતો. જેમાં બુધવારે 10,093 કેસ નોંધાય છે, આ સાથે આંધ્રપ્રદેશનો કુલ આંકડો 1,20,390 પર પહોંચ્યો છે, જે દિલ્હીના કુલ કેસ 1,33,310ને જલદી પાર કરી શકે છે.

આંધ્રપ્રદેશમાં વધુ 65 લોકોના મોત સાથે અહીંનો કુલ મૃત્યુ આંક 1,213 થઈ ગયો છે, જે આંઠ સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાંથી એક બન્યું છે.

52,898 નવા કેસ સાથે બુધવારે કુલ કેસ 15,83,483 થઈ ગયા છે અને જેમાં પાછલા 29 દિવસમાં 10 લાખ જેટલા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના કેસને જોતા જુલાઈ વધારે ગંભીર મહિનો સાબિત થયો છે, જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસ દેશમાં આવ્યા તે પછીના 63% કેસ આ મહિનામાં નોંધાયા છે. બુધવારે 771 લોકોના વાયરસના કારણે મોત થયા છે- જે બીજા નંબરનો એક દિવસનો સૌથી મોટ મૃત્યુઆંક છે. આ પહેલા મંગળવારે 781 લોકોના મોત થયા હતા. ભારતમાં કુલ 34,950 લોકોના મોત થઈ ગયા છે. આમાંથી અડધાથી વધારે મોત જુલાઈ મહિનામાં નોંધાયા છે.

દેશમાં ફેલાયેલા કરોના વાયરસ વચ્ચે સકારાત્મક પાસું જોઈએ તો, 10 લાખ કરતા વધારે લોકો સાજા થઈ ગયા છે, પાછલા 24 કલાકમાં 32,371 દર્દીઓ સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 10,19,081 થાય છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર થઈ છે, રાજ્યમાં આંધ્રપ્રદેશ પછી બીજા નંબરે 9,211 નવા કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,00,651 થયો છે. આં આંકડો મેક્સિકોના કેસ (4,02,697)ની નજીક પહોંચી ગયો છે. દુનિયાના કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશોમાં ભારત છઠ્ઠા નંબર પર છે. મહારાષ્ટ્રમાં વધુ 293 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

દક્ષિણ ભારતની સ્થિતિ પર નજર કરીએ તો કર્ણાટકામાં 92 લોકોના સૌથી વધારે મોત બુધવારે નોંધાયા છે, જે પછી તામિલનાડુમાં 82, આંધ્રપ્રદેશમાં 65 અને તેલંગાણામાં 12નાં મોત થયા છે. આંધ્રપ્રદેશની સાથે દેશના અન્ય 4 રાજ્યોમાં એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ બન્યો છે, જેમાં રાજસ્થાનમાં 1,144, ગુજરાતમાં 1,114, મધ્યપ્રદેશમાં 917 અને ઝારખંડમાં 791 કેસ નોંધાયા છે.

July 30, 2020
englandvsireland-1280x720.jpeg
1min8790

કોરોનાકાળમાં ટેસ્ટ બાદ હવે વન ડે ક્રિકેટ પણ શરૂ થઇ રહ્યું છે. 30 June ગુરૂવારથી યજમાન ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની ટીમ વચ્ચેની ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. જે થકી આઇસીસીની વન ડે સુપર લીગની પણ શરૂઆત પણ થશે. જે 2023ના વર્લ્ડ કપમાં કવોલીફાઇ થવા માટે રમાઇ રહી છે.’

ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ફોર્મેટ કરતાં તદન અલગ હશે. લગભગ તમામ ટેસ્ટ ખેલાડીઓને આયરલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં ઇંગ્લેન્ડે તક આપી નથી. રાબેતા મુજબ ઇયાન મોર્ગન સુકાન સંભાળશે. ટીમમાં જોની બેયરસ્ટો, મોઇન અલી, જેસન રોય, આદિલ રશીદ જેવા અનુભવી ખેલાડીઓ છે.

વર્લ્ડ કપ જીત્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ પહેલીવાર ઘર આંગણે રમશે.’બીજી તરફ આયરલેન્ડની ટીમ ઇંગ્લેન્ડની તુલનામાં નબળી છે. જો કે તેની પાસે પોલ સ્ટરલિંગ, વિલિયમ પોર્ટફિલ્ડ, કેવિન ઓ’બ્રાયન જેવા અનુભવી બેટસમેનો અને બોયડ રેનકિન, ટિમ મૂર્તધ જેવા સારા બોલર છે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6-30થી શરૂ થશે અને ખાલી સ્ટેડિયમમાં રમાશે.