CIA ALERT

Slider Archives - Page 207 of 486 - CIA Live

August 8, 2020
2018_5large_gujarat_map.jpg
1min6060

કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશિયલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ, તાજિયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજિયાના પણ જુલૂસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત તરણેરનો મેળો, રામાપીરનો મેળો જેવા કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટૂંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી પદયાત્રા નહીં યોજવા માટે રજૂઆતો મળી છે જેને ધ્યાનમાં રાખી કોરોના કાળમાં પગપાળા સંઘ નહીં કાઢવા અને સેવા કેન્દ્રો ન ખોલવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

August 8, 2020
corona_india.jpg
1min7660

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં  છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 62,538 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,27,075 સુધી પહોંચી ગઈ છે. 

દેશમાં અત્યાર સુધી કુલ 13,78,106 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 41,585 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

બ્રાઝીલમાં ગુરુવારે 51,603 નવા કેસની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ હતી. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સતત કોરોના વાયરસને એક સામાન્ય ફ્લૂ ગણાવતા રહ્યા છે જેને કારણે તેમને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. 

August 8, 2020
airindiaplanecrash.jpg
1min5330

વંદે ભારત મિશન અંતર્ગત દુબઈથી આજે રાતે પોણા બસોથી વધુ ઉતારુઓને લઈ કેરળના કોઝિકોડ આવી રહેલા એર ઈન્ડિયા એક્ષપ્રેસ વિમાન કોઝિકોડના એરપોર્ટ પર ઉતરાણ વેળા રન-વે પરથી લપસી ગયા બાદ ખીણમાં જઈ પડતા વિમાનના બે કટકા થઈ ગયાની કાળજું કંપાવતી’ દુર્ઘટના બની હતી. અત્યાર સુધીમાં સત્તાવાર ધોરણે 14 મૃત્યુ અને 123ને ઈજાની પુષ્ટિ મળી છે. 15ની હાલત ગંભીર છે. જોકે, હજુ સંખ્યાબંધ લાપતા અને અનેક ઈજાગ્રસ્ત હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.’ આ દુર્ઘટનાને પગલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ પ્રગટ કરીને કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તમામ સહાયની ધરપત આપી હતી.

કરીપુર તરીકે ય ઓળખાતા એરપોર્ટ પર રાતે સવા 8 કલાકે ભારે વરસાદ વચ્ચે ઉતરાણ કરનાર વિમાન રનવે ઓવરશોટ કરી જઈને-ચૂકાવી ગયા- બાદ દિવાલ સાથે અફળાઈને 30 ફીટ ઉંડી ઘાટીમાં પડતા બે ફાડિયા થઈ જવા સાથે વિમાન ગોઝારા અકસ્માતનો શિકાર બન્યુ હતું. પ્રાથમિક અહેવાલ મુજબ પાયલટ સહિત 14ના મૃત્યુ થયા છે અને કેટલાક ઉતારુઓને ઈજા થઈ છે. મૃતકોમાં બન્ને પાયલોટનો સમાવેશ થાય છે. 123 ઈજાગ્રસ્તોમાં 15ની હાલત ગંભીર છે અને તેમને માલાપ્પુરમની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે તમામ ક્રુ મેમ્બર સલામત છે અને અનેક ઉતારુઓને ઉગારી પણ લેવાયા છે. સદભાગ્યે વિમાન આગનો ભોગ બન્યુ નથી એવું પૂર્વ કેન્દ્રિય મંત્રી કેજે આલ્ફોન્સે ટવીટ કર્યુ હતું. દુર્ઘટના બન્યા સાથે અગ્નિશમન દળના બંબા અને એમ્બ્યુલન્સીસ દુર્ઘટનાસ્થળે ધસી ગયા હતા.

વિમાનમાં 174 ઉતારુઓ, દસ બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રુ સભ્યો હતા. વિદેશોમાં ફસાઈ પડેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કેન્દ્ર સરકારની વંદે ભારત પહેલના ભાગરૂપે આવેલી આ ફલાઈટ હતી. દરમિયાન કોઝિકોડ એરપોર્ટ વિસ્તારમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય મંત્રી પિનારાયી’ વિજયને દુર્ઘટના અનુસંધાને પોલીસ અને અગ્નિશમન દળને તાકીદના પગલાં માટેની સૂચના આપી હતી, તેમ જ બચાવ અને મેડિકલ સપોર્ટ માટેની ઘટતી તજવીજ કરવા અધિકારીઓને દોરવણી આપી હતી. ઉતરાણ બાદ વિમાન રન-વેના છેડા સુધી પહોંચી ગયા બાદ ઘાટીમાં નીચે પડતાં તેના બે ફાડિયા થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાયા હતા. તેથી વિમાન રનવેથી આગળ ગયું હતું.

August 7, 2020
real_cia-1-1280x1022.jpg
5min10120

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.6 ઓગસ્ટ 2020ને ગુરુવારે દેશની સુપ્રીમ કોર્ટ સમક્ષ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક રીટ પીટીશનમાં આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓ મુલતવી રાખીને જ્યારે કોવીડ-19ની સ્થિતિ બિલકુલ સામાન્ય થઇ જાય ત્યારે આ પરીક્ષા યોજવા અંગેના આદેશો જારી કરવા માટેની દાદ માગવામાં આવી છે.

11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ મારફતે રીટ દાખલ કરાવી છે. ભારતમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે લેવાતી સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ તા.13મી સપ્ટેમ્બર 2020 અને જેઇઇ મેઇન્સ તા.1થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.

રીટ પીટીશનમાં એવી દાદ માગવામાં આવી છે કે ભારતમાં હજુ ઘણા રાજ્યોમાં કોરોના કેસો વકરી રહ્યા છે. અનેક રાજ્યોએ કોઇપણ પરીક્ષાઓ નહીં યોજવા અંગેની માગણી મૂકી પણ દીધી છે. પૂર્વોત્તર રાજ્યો જેવાકે અસમ, બિહાર વગેરેમાં પૂરની સ્થિતિ પણ ભયાનક છે આવી સ્થિતિમાં પરીક્ષાઓ નોર્મલ સ્થિતિ થાય ત્યારે થવી જોઇએ.

Same in English

A plea in the Supreme Court on Thursday sought postponement of JEE (Main) April 2020 and NEET-Undergraduate examinations, which are scheduled to be conducted in September, amid spurt in the number of COVID-19 cases in the country. While referring to the coronavirus pandemic, the plea has sought quashing of July 3 notices issued by the National Testing Agency (NTA), by which it was decided to conduct Joint Entrance Examination (Main) April 2020 and National Eligibility-cum-Entrance Test (NEET)-Undergraduate exams in September.

The plea, filed by 11 students belonging to 11 states, said that the authorities be directed to conduct these exams only after the normalcy is restored.


As per the public notices issued by the NTA, JEE (Main) April 2020 is scheduled from September 1-6, while NEET UG 2020 exam is scheduled for September 13.

The plea, filed through advocate Alakh Alok Srivastava, has also sought direction to the authorities to increase the number of examination centres for these exams.

“Conducting the aforesaid examination across India at such perilous time, is nothing else but putting lives of lakhs of young students (including petitioners herein) at utmost risk and danger of disease and death. The best recourse at this stage can be to wait for some more time, let COVID-19 crisis subside and then only conduct these exams, in order to save lives of the students and their parents,” the plea said.

It claimed that NTA, which conducts entrance exams for admission in higher educational institutions in India, has decided to conduct JEE (Main) April-2020 through online mode and NEET UG-2020 exams through offline mode at 161 centres across India.


It alleged that NTA has indefinitely postponed the National Council of Hotel Management Joint Entrance Examination-2020, which was scheduled to be conducted on June 22, in wake of the COVID-19 pandemic.


“While deciding to conduct the aforesaid JEE (Main) April-2020 and NEET UG-2020 exams in the month of September, 2020, the respondents (NTA and others) have overlooked that many states have refused to allow conducting of any professional or non-professional exams in their states at this stage and hence the same is likely to cause unimaginable harassment to the petitioners and other similarly situated students,” it said.


“It is respectfully submitted that the students who are well equipped with computer and strong internet connection will give online exams while in other hand the students who are unable to give and arrange online exams, will have to come to exam centres by risking their lives. This is a discrimination between students which must be avoided,” it claimed.
The plea has alleged that concerned authorities have ignored the plight of lakhs of students from Bihar, Assam and north eastern states, which are presently reeling under flood, and conducting either online or offline exams in such places may not be possible.

August 7, 2020
corona-gujarat.jpg
1min5700

અનલોક-3ના છઠ્ઠા દિવસે ગુજરાતના 33 જિલ્લામાં કોરોનાના સંક્રમિતના 1034 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 67 હજારને પાર કરીને 67811 થયો છે. આજે ગુજરાતમાં 8 શહેરોમાં 555 અને ગ્રામ્ય વિસ્તારમાં 479 કેસ નોંધાવવા પામ્યા છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 27 દર્દીના મૃત્યુ નિપજવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો આંક 2584 થયો છે. બીજીબાજુ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 917 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 50 હજારને પાર કરીને 50322 થયો છે આને લઈને ગુજરાતમાં ડિસ્ચાર્જ દર્દીનો આંક વધીને 74.21% થયો છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર છે.

વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા 1034 કોરોના સંક્રમિત કેસમાં આજે પણ સુરત પ્રથમ સ્થાને છે. સુરત શહેરમાં 184 અને ગ્રામ્યમાં 54 મળીને કુલ 283, અમદાવાદ શહેરમાં 137′ અને ગ્રામ્યના 14 મળીને કુલ 151, વડોદરામાં 118, રાજકોટમાં 90, જૂનાગઢ અને ભાવનગરમાં 44-44, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 34, જામનગરમાં 28, કચ્છમાં 27, ખેડામાં 21, અમરેલી અને પંચમહાલમાં 20-20, ભરૂચમાં 19, સુરેન્દ્રનગરમાં 18, વલસાડમાં 16, ગીર સોમનાથમાં 15, મોરબી અને સાબરકાંઠામાં 14-14, બોટાદમાં 12, દાહોદ અને મહીસાગરમાં 11-11, નવસારીમાં 9, પાટણમાં 7, આણંદ અને નર્મદામાં 6-6, બનાસકાંઠા અને તાપીમાં 2-2 જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવા પામ્યા છે.
વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 27 કોરોના દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ સુરતમાં 9, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરામાં 3, કચ્છમાં 2 જ્યારે મહેસાણા, વલસાડ અને જામનગરમાં 1-1 વ્યક્તિના મૃત્યુ નોંધાવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 2584 થયો છે.

વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 24569 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 9,03,782 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર અને 14823 સ્ટેબલ છે.

August 7, 2020
Saurastra.png
1min4960

રાજકોટની સ્થિતિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાએ ક્રૂર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરુવારે સૌરાષ્ટ્રમાં 300 નવા કેસ નોંધાયા હતા અને 18 દરદીનો ભોગ લેવાયો હતો તો 189 દરદી સાજા થયા હતા. રાજકોટ શહેરમાં તા.5ના સાંજે 5થી તા.6ના બપોર સુધીમાં’ 49 અને સાંજના 6 સુધીમાં 22 એમ ચોવિસ કલાકમાં 71 નવા કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક 1600ની નજીક 1570 થવા પામ્યો હતો. જેમાંથી આજે વધુ 45 દરદીને ડિસ્ચાર્જ કરાતા હાલ 729 દરદી સારવારમાં છે. શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ શહેરમાં 10 અને વાસાવડમાં એક મળીને તાલુકામાં નવા 11 કેસ નોંધાયા હતા. જ્યારે માંડણકુંડલાના 64 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયુ હતુ. જેતપુર શહેરમાં 6 નવા કેસ આવતા તાલુકાનો કુલ આંક 131 થવા પામ્યો છે. જામકંડોરણા શહેર, તરકાસર અને રાયડી ગામેથી એક-એક મળીને તાલુકામાં 3 નવા કેસ નોંધાતા કુલ આંક 48 થયો હતો. રાજકોટમાં માંડણકુંડલાના મહિલા સહિત શહેરના 4, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 મળીને કુલ 8 દરદીનો ભોગ લેવાયો હતો. આ સાથે જિલ્લાનો કુલ આંક 2400ને નજીક 2374 થવા પામ્યો હતો. જેમાંથી 516 દરદી હાલ સારવારમાં છે. રાજકોટ શહેરમાં 71 અને તાલુકા-ગ્રામ્યમાં 19 તેમજ અન્ય જિલ્લાના 6 મળીને જિલ્લામાં નવા 96 કેસ નોંધાયા હતા, ઉપરાંત 8 દરદીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા, તો બીજી તરફ 72 દરદી સાજા થયા હતા. જ્યારે ભાવનગરમાં 44 કેસ અને 39 સાજા થયા હતા.

જામનગર 33 નવા કેસ સાથે 4 દરદી મૃત્યુ પામ્યા હતા અને 25 દરદી સાજા થયા હતા. જૂનાગઢમાં નવા 44 કેસ તથા 3 મૃત્યુ અને 16 દરદી સાજા થયા હતા.

અમરેલી 20, મોરબી 19 કેસ-2 મૃત્યુ અને 5 સાજા થયા હતા. બોટાદ 5 કેસ-3 ડિસ્ચાર્જ, ગિર સોમનાથમાં 16 કેસ તથા એક મૃત્યુ અને 25 સાજા થયા હતા. જ્યારે પોરબંદરમાં 2 કેસ-4 ડિસ્ચાર્જ, દ્વારકા 3 અને સુરેન્દ્રનગરમાં 18 નવા કેસ નોંધાયા હતા.

ભાવનગર જિલ્લામાં આજે 44 નવા કેસ સાથે કુલ આંક 1712 થત્તા પામ્યો છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 16 પુરૂષ અને 7 ત્રી મળી કુલ 23 તથા ભાવનગરના અધેવાડા ગામે 3, ભુતેશ્વર ગામે 1, નવાગામ (ચિરોડા) ગામે 1, ગારિયાધારમાં 2, પાલિતાણામાં 4, સિહોરમાં 3, ઉમરાળાના ધોળા ગામે 3, ટીંબી ગામે 2, દડવા ગામે 1 તથા વલભીપુરમાં 1 કેસ મળી કુલ 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 26 અને તાલુકાઓના 13 એમ કુલ 39 કોરોના પોઝિટિવ દર્દી કોરોના મુક્ત થયા હતા.
જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આજે કોરોનાથી વધુ ત્રણના મૃત્યુ નિપજતા કુલ મૃતાંક 52 થયો છે. જ્યારે આજે જૂનાગઢ શહેરમાં વધુ 26, ગ્રામ્યમાં 4, વિસાવદરમાં 4, વંથલીમાં 3, માળિયા-કેશોદમાં 2-2 કેસ, બીલખા, ચોરવાડ, ભેંસાણ, મેંદરડા, માંગરોળમાં એક-એક કેસ સહિત કુલ 44 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દી ડિસ્ચાર્જ થતા કુલ 183 કેસ એક્ટિવ છે. માળિયા હાટિના નજીકના વીરડી ગામના યુવાન અને એસટીના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા બસ સ્ટેશનમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું.

જામનગર શહેર – જિલ્લામાં કોરોનાની રફતાર હવે કાતિલ બની રહી છે. ગઇકાલે 62 કેસ નોંધાયા બાદ આજે જામનગર શહેરનાં 28 અને જિલ્લાના લતીપુર, કાલાવડ, દરેડ, નાના વડાલા તથા તરસાઇનાં પાંચ દરદીઓને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જામનગર શહેરનાં ઉકાભાઇ બાવનજીભાઇ તાળા, નવિનભાઇ કંસારા, કેશવજીભાઇ મુળજીભાઇ મુંગરા અને લાલપુરના હસીનાબેન સદામભાઇ સમાનું મૃત્યુ નીપજયું હતું.

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર આજે પણ છવાયેલો રહેતા વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજ દિન સુધીમાં કુલ 563 કેસ નોંધાયેલા હતા. જિલ્લાના વડિયામાં પોલીસ કર્મચારી પોઝિટીવ આવતા પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં આજે નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 437 થયો હતો. બીજી તરફ મોરબી અને વાંકાનેરના 1-1 દરદીનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 34 થયો છે. જ્યારે આજે જિલ્લાના પાંચ દરદી સાજા થયા હતા અને હાલ 155 એક્ટિવ કેસ છે.

ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાંથી 16 જેટલા કેસો આવેલા છે. જેમાં વેરાવળમાં 9, કોડીનાર-1, ઉના-4, ગીરગઢડા-1 અને અન્ય જિલ્લાના 1 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી 25 સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કોડીનારના એક દરદીનું મૃત્યુ નિપજ્યુ હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા કુલ આંક 97 થયો હતો. દ્વારકાના ગૌરાંગ દોલતરાય ઠાકર (ઉ.38) તથા ખંભાળિયાના સમીર નવીનચંદ્ર વ્યાસ (ઉ.45) અને ખંભાળિયાના પ્રફુલ ગોવિંદભાઈ કણઝારીયા (ઉ.28)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પોરબંદર જિલ્લામાં જલારામ મંદિર નજીક રહેતા 85 વર્ષિય વૃધ્ધા અને મોટી ખત્રીવાડમાં 22 વર્ષિય યુવતિને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા 4 દરદીઓને કોવિડ હોસ્પિટલમાંથી આજે ગુરુવારે ડિસ્ચાર્જ કરાયા છે.

બોટાદ જિલ્લામાં શહેરના ગોવિંદની ચાલી પાસે 51 વર્ષિય મહિલા તેમજ વિસામણ શાક માર્કેટ પાસે 51 વર્ષિય પુરૂષ પાળીયાદ રોડ પર 60 વર્ષિય પુરૂષ તેમજ જિલ્લાના રાણપર ખાતે શ્રીજી વિલા સોસાયટીમાં 52 વર્ષિય પુરૂષ અને ગઢડાના માંડવા ગામે 25 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દીવમાં નવા 7 કેસ ને 3 ડિસ્ચાર્જ
દીવમાં કોરોના પોઝિટિવના સાત નવા કેસ નોંધાયા હતા. જે વણાંકબારા વિસ્તારના છે. જ્યારે આજે ત્રણ દર્દીઓ સાજા થઇ ઘરે આવ્યા હતા. દીવમાં હાલ 42 દરદી સારવારમાં છે.

August 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min9780

ભાજપ સરકારનું બેવડું વલણ સ્કુલોના વાલીઓ માટે સહાનુભૂતિ કોલેજોના વાલીઓને ઠોકર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતની ભાજપા સરકારની ઢંગધડા વગરની નીતિઓને કારણે રોજેરોજ સરકારની આબરુના ધજાગરા જાહેરમાં ઉડી રહ્યા છે. સ્કુલોની ફી માટે ઉતાવળે ગુજરાત હાઇકોર્ટના નામે પરિપત્ર કરી દેનાર ગુજરાત સરકારે એ જ પરીપત્રને પંદર જ દિવસમાં પાછો ખેંચી લેવો પડ્યો. હવે ગુજરાત હાઇકોર્ટે સરકારનો કાન આમળતા કહ્યું છે કે સરકારને બહું જ ચિંતા હોય તો ફક્ત સ્કુલોની ફી માટે કેમ પરીપત્ર કર્યો કોલેજો ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડીકલની ફી અંગે સરકારે કેમ કોઇ કાર્યવાહી કરી નહીં. ગુજરાત હાઇકોર્ટની આ ટકોરની રાજ્ય સરકાર પર કશી અસર દેખાતી નથી.

રાજ્યમાં હાલ કોલેજોના મેનેજમેન્ટ દ્વારા ફી ની પઠાણી વસુલાત હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક અધ્યાપકોને હાથો બનાવીને કોલેજોના સંચાલકોએ ફી ની વસુલાત માટે વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકનમાં જોઇ લેવાની, રેકોર્ડ ખરાબ કરવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો તો ફી વસુલાત માટે છેલ્લી પાયરીએ બેઠા છે. એ ઉપરાંત અન્ય એક કોલેજના સંચાલકોએ અધ્યાપકો મારફતે યેનકેન પ્રકારે વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફી ભરાવવા માટે છેલ્લી પાયરીએ બેઠા છે.

જે સુવિધાઓનો ઉપયોગ જ નથી કર્યો તેની ફી માગી રહી છે કોલેજો

સુરતની કોલેજોની વાત કરીએ તો કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી એવી ફી માગી રહ્યા છે જે સુવિધાનો વિદ્યાર્થીઓએ ગત માર્ચ માસથી ઉપયોગ જ નથી કર્યો. લેબોરેટરી ખર્ચ, વાઇફાઇ ખર્ચ, ઇલેક્ટ્રીસિટી બિલ્સ, કેમ્પસ ડેવલપમેન્ટ ચાર્જ આવા અનેક તોતિંગ ખર્ચાઓ કે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર કોલેજ શરૂ હોય ત્યારે ભરતા હોય છે પણ હાલમાં કોલેજો આ ફી પણ મનસ્વી રીતે વસુલ કરી રહી છે.

રાજ્ય સરકારે આંખો મીચી દીધી હોઇ, કોલેજ મેનેજમેન્ટ ફી વસુલાત માટે છેલ્લી પાયરીએ બેઠા

રાજ્ય સરકારે કોલેજો અને યુનિવર્સિટીઓની ફી બાબતે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. સ્કુલોના વાલીઓ પ્રત્યે રોજેરોજ નીત નવા નિવેદનો કરતા ભાજપાના નેતાઓ કોલેજો અને યુનિવર્સિટીઓની ફી બાબતે કશું બોલતા નથી, સીધો અર્થ એ થાય કે કોલેજોના મેનેજમેન્ટ મન ફાવે તેવી ધમકીઓ આપીને વિદ્યાર્થીઓની કારકિર્દી રંગદોળી નાંખવાની ધમકીઓ આપીને હાલ તો ફી વસુલાત કરી રહી છે.

સ્કુલોના વાલીઓની આવક નથી થઇ તો કોલેજોના વાલીઓને લોકડાઉન ન નડ્યુ હોય

સવાલ એ થાય કે જો સ્કુલોના વાલીઓને જો લૉકડાઉન નડ્યું હોય, કોરોનાને કારણે ધંધારોજગાર ઠપ્પ થયા હોય તો શું કોલેજોના વાલીઓને આવી તકલીફ ન પડી હોય. રાજ્ય સરકારે કોલેજોના સંચાલકો, મેનેજમેન્ટો, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને કેમ ગાઇડલાઇન આપી નથી. સરકારે આ બાબતે બેધારી નીતિ છોડીને સ્પષ્ટ આદેશો જારી કરવા જોઇએ.

ગુજરાત હાઇકોર્ટે પણ કહ્યું, નીચેની લિંક ક્લીક કરીને વાંચો હાઇકોર્ટની ટકોર

https://timesofindia.indiatimes.com/home/education/news/why-no-fee-exemption-in-engineering-medical-colleges-gujarat-hc/articleshow/77384703.cms

August 6, 2020
shrey.jpg
1min5580

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં તા.5મી ઓગસ્ટની મોડીરાત્રે ભીષણ સર્જાયેલી આગહોનારતમાં 8 દર્દીઓના મૃત્યુ થયાની કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતના હચમચાવી મૂક્યું છે.

રાત્રે સાડા ત્રણ વાગ્યે આ આગની ઘટના બની હતી, જે બાદ દર્દીઓ કે સ્ટાફ કશું સમજી શકે તે પહેલા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. આગની ઘટના લગભગ 3.05 વાગ્યે હોસ્પિટલના ચોથા માળે બની હતી. માનવામાં આવે છે કે વેન્ટિલેટરની ઈલેક્ટ્રિક સિસ્ટમમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સ્ટાફ જ્યારે દર્દીનું રુટિન ચેકઅપ માટે ગયા હતા ત્યારે તેમની PPE કિટ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને તેઓ ICUમાંથી બહાર દોડીને પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા. પોલીસે આ સ્ટાફનું સ્ટેટમેન્ટ લીધું છે. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ 3.19 વાગ્યે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ટીમને આગ પર કાબૂ મેળવવા માટે અમુક કલાકોનો સમય લાગ્યો હતો. આગના કારણે રૂમની અંદર થયેલા ધૂમાડાના કારણે દર્દીઓનું ગૂંગળાઈ જવાથી મૃત્યું થયું હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગની ટીમમાંથી કેટલાક લોકોએ જણાવ્યું કે તેમના જીવનમાં તેમણે આટલી ભયંકર આગ પહેલા નથી જોઈ.

આ ઘટના બાદ તાત્કાલિક 35થી 40 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા દર્દીઓમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

હોસ્પિટલમાં લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાં ડેપ્યુટી કમિશનર સહિત અન્ય અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. મળતી વિગતો મુજબ આ ઘટનામાં બે દર્દીઓ એટલા ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આગની ઘટના કઈ રીતે લાગી આ માટે કોણ જવાબદાર છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની આ શ્રેય હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલમાં ચોથામાળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ હોનારતમાં ઘાયલ થયેલા તથા અન્ય દર્દીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

August 6, 2020
MurmuSinha.jpg
1min5180

જમ્મુ-કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાની નિયુક્તિને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

વર્તમાન સીએજી રાજીવ મહર્ષિ આ સપ્તાહે રિટાયર થવાના છે. આ પદ પર જીસી મૂર્મુને નિમણૂંક આપી શકાય તેમ છે.

કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનારા જીસી મુર્મુએ 9 મહિના પછી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. અમારા સહયોગી ટાઈમ્સ નાઉ સૂત્રોને ટાંકીને જાણકારી આપી છે કે, તેઓને આગામી Comptroller and Auditor General of India (CAG) બનાવવામાં આવી શકે છે. વર્તમાન CAG રાજીવ મહર્ષી આ સપ્તાહે રિટાયર થવાના છે.

31 ઓક્ટોબર, 2019એ જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ મુર્મુ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પહલા એલજી બન્યા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું સ્થાન લીધું હતું.

એવી અટકળો છે કે, વર્તમાન સીએજી અને પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિને જમ્મુ-કાશ્મીરના આગામી એલજી બનાવવામાં આવે તેવી શક્યતા છે. વર્ષ 2015માં કેન્દ્રીય ગૃહ સચિવ બનેલા મહર્ષિએ 25 સપ્ટેમ્બર, 2017એ સીએજીનું પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ આ સપ્તાહે પૂરો થઈ રહ્યો છે.

ગુજરાત કેડરના 1985 બેંચના આઈએએસ અધિકારી જીસી મુર્મુ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પ્રધાન સચિવ રહી ચૂક્યા છે. તેમનું રાજીનામું એ દિવસે આવ્યું છે, જ્યારે બરાબર એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35 એની જોગવાઈઓને હટાવી દેવાઈ હતી. ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચવાનો અને વિશેષ દરજ્જો રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય થયો હતો.

August 6, 2020
corona_india.jpg
1min5590

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 52,509 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 19,08,255 સુધી પહોંચી ગઈ છે. 

છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીને કારણે 857 દર્દીઓના મોત થયા છે અને મૃત્યુંઆંક વધીને 39,795 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 12,82,216 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકા અને બ્રાઝીલની જેમ સતત વધી રહી છે. 

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 51,603 નવા કેસ નોંધાયા છે સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 1154 લોકોના મોત થયા છે આ સાથે જ મૃત્યુઆંક 95 હજારને પાર પહોંચી ગયો છે.