CIA ALERT

Slider Archives - Page 151 of 492 - CIA Live

May 11, 2021
vaccine-1.jpg
1min405

ગુજરાતમાં કોરોનાના રસીકરણની ઝુંબેશની જોરદાર શરૂઆત બાદ મોટા ભાગના લોકોએ સામે ચાલીને રસી લેવાનું ટાળ્યું હતું ત્યારબાદ રસી ખૂટતા રસીકરણ લગભગ ઠપ્પ થઇ ગયું હતુ પરંતુ હવે રસીકરણ માટે લોકો સામે ચાલીને રસીકેન્દ્રો પર લાઇનો લગાવી રહ્યાં છે. જોકે હજુ પણ રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી પૂરતા પ્રમાણમાં રસીકરણ થયું નથી.

બીજી બાજુ હજુ માંડ ૨૦ થી ૨૨ ટકા લોકોએ જ રસી લીધી છે. અમદાવાદમાં ૧૦ લાખની વસતીએ વૅક્સિન લેનારી વ્યક્તિની સંખ્યા ૨.૫૦ લાખ છે.

ગુજરાત પાસે હવે વૅક્સિનના ૫ લાખ જેટલા ડોઝ ઉપલબ્ધ છે. ગુજરાતને અત્યાર સુધી વૅક્સિનનના ૧.૪૨ કરોડ ડોઝ મળી ચૂક્યા છે અને જેમાંથી તેણે ૧.૩૭ કરોડનો ઉપયોગ કરેલો છે.

ગુજરાતમાં રવિવારની સ્થિતિએ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યક્તિઓએ પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૧૪,૦૭૯ વ્યક્તિઓએ બીજા ડોઝની કોરોના વૅક્સિન લીધી હતી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતી ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે.

આમ, ગુજરાતની કુલ વસતીના ૨૧ ટકા લોકોએ વેક્સિનના ડોઝ લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસતીના ૬૦ ટકાથી વધુ લોકો વૅક્સિન લઇ ચૂક્યા હોય તે જરુરી છે.

વૅક્સિનના સૌથી વધુ ડોઝ બાકી હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૮.૭૮ લાખ સાથે મોખરે, તામિલનાડુ ૬.૭૧ લાખ સાથે બીજા જ્યારે ગુજરાત ૫.૦૧ લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતને હજુ આગામી દિવસોમાં ૬,૪૮,૭૦૦ ડોઝ મળવાના છે.

અત્યારસુધી દેશના જે રાજ્યમાં વૅક્સિનના સૌથી વધુ ડોઝ મળ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૧.૭૭ કરોડ સાથે મોખરે, રાજસ્થાન બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતને અત્યારસુધી ૧,૪૨,૨૧,૭૯૦ ડોઝ મળેલા છે અને તેમાંથી ૧.૪૯ ટકા વૅક્સિન વેડફાયેલી છે.

હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ બે લાખ લોકો એવા છે જેમણે વૅક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. ગુજરાતમાં છેલ્લાં ૮ દિવસમાં ૧૩.૨૭ લાખને કોરોના વેક્સિન આપવામાં આવેલી છે. ગુજરાતના જે જિલ્લામાં સૌથી વધુ વૅક્સિનેશન થયું છે તેમાં ૧૮.૦૩ લાખ સાથે અમદાવાદ મોખરે છે, ત્યારબાદ સુરત ૧૩.૦૫ લાખ સાથે બીજા અને વડોદરા ૯.૬૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાં સૌથી ઓછા ૪૩,૩૮૨ વ્યક્તિનું રસીકરણ થયેલું છે.

May 11, 2021
Free-vaccinee-1280x720.jpg
1min385

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને તા.10મી મે 2021ના રોજ જણાવ્યું હતું કે ૧૭ કરોડ ડૉઝ આપનારો ભારત વિશ્વમાં સૌથી ઝડપી દેશ બન્યો છે. આ આંકડા સુધી પહોંચવા માટે ચીનને ૧૧૯ અને અમેરિકાને ૧૧૫ દિવસ લાગ્યા હતા. જયારે ભારતે ૧૧૪ દિવસમાં આટલા ડોઝ આપ્યા હતા.

દેશમાં ૧૬મી જાન્યુઆરીથી વૅક્સિન આપવાનું શરૂ થયું હતું અને તબક્કાવાર દરેક વય અને ક્ષેત્રના લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે. સોમવારે સવારે સાત વાગ્યા સુધીના અહેવાલ અનુસાર ૧૭,૦૧,૭૬,૬૦૩ વૅક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. આ ૧૭ કરોડમાં ૯૫,૪૭,૧૦૨ આરોગ્યકર્મી જેમણે પહેલો ડોઝ લીધો અને ૬૪,૭૧,૩૮૫ કર્મી જેમણે બીજો ડોઝ લીધો, ૧,૩૯,૭૨,૬૧૨ કોરોના યોદ્ધાઓએ પહેલો ડોઝ અને ૭૭,૫૫,૨૮૩ યોદ્ધાઓએ બીજો ડોઝ, ૧૮થી ૪૪ વર્ષના ૨૦,૩૧,૮૫૪ લાભાર્થીએ પહેલો ડોઝ લીધો છે.

૬૦ વર્ષથી ઉપરના નાગરિકોમાં ૫,૩૬,૭૪,૦૮૨ નાગરિકે પહેલો અને ૬૫,૬૧,૮૫૧ બીજો ડોઝ લીધો હતો. ૪૫થી ૬૦ વર્ષ વચ્ચેના નાગરિકોમાં ૫,૫૧,૭૯,૨૧૭ નાગરિકે પહેલો અને ૧,૪૯,૮૩,૨૧૭ નાગિરકે બીજો ડોઝ લીધો છે.

દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં કુલ વૅક્સિનના ૬૬.૭૯ ટકા વૅક્સિન આપવામાં આવી છે. નવમી મેએ વૅક્સિનેશન ડ્રાઈવ શરૂ કર્યાના ૧૧૪મા દિવસે ૬,૮૯,૬૫૨ ડોઝ આપવામાં આવ્યા હતા.

May 10, 2021
Virat_Kohli_vaccine.jpg
1min626
India Captain Virat Kohli Gets Vaccinated Against Coronavirus

કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને રસી મહત્વના મનાઈ રહ્યા છે, આવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ Dt.10/5/2021 સોમવારે લઈ લીધો છે. આ અંગે કોહલીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેક્સીન લીધાની માહિતી આપી છે. આ સાથે કોહલીએ તસવીર પણ શેર કરી છે.

કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જલદી ઈંગ્લેન્ડ માટે રવાના થશે, જ્યાં તેણે ન્યુઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ પછી ભારતીય ટીમ યજમાન સાથે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.

32 વર્ષના વિરાટ કોહલીએ કોરોનાની રસી લીધા બાદ લોકોને અપીલ કરી છે કે વેક્સીન લેવાની કોશિશ કરો અને સુરક્ષિત રહો. ભારતીય ટીમના અનુભવી બોલર ઈશાંત શર્માએ પણ સોમવારે કોરોનાની રસી લીધી છે, ઈશાંતે પત્ની પ્રતિમા સિંહ સાથે સોશિયિલ મીડિયા પર તસવીર શેર કરી છે.

ઈશાંત પત્ની સાથે વેક્સીનેશન સેન્ટર પહોંચ્યો હતો. ઈશાંતે ફ્રન્ટલાઈન વોરિયર્સનો આભાર માન્યો છે. આ સાથે ટીમના સિનિયર બોલર ઉમેશ યાદવ અને ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ રસીનો પહેલો ડોઝ લીધા બાદ ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે.

May 10, 2021
kejri.jpg
1min464

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાદવામાં આવેલું લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી કે, દિલ્હીમાં જે લોકડાઉન અગાઉ ૧૦ મે સુધી હતું તે હવે ૧૭ મેની સવાર સુધી લાગુ રહેશે. કેજરીવાલે કહ્યું કે, આ વખતે લોકડાઉન વધુ કડક હશે. સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સોમવારથી મેટ્રો સર્વિસ પણ બંધ કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. ૨૬ એપ્રિલ બાદ નવા કેસોમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં સંક્રમણનું દર ૩૫ ટકાથી ઘટીને ૨૩ ટકા પર આવી ગયું છે. દિલ્હીમાં કોરોનાની ગતિ થોડી ધીમી પડી છે. ત્રણ અઠવાડિયા બાદ સંક્રમણ દરમાં પણ થોડો ઘટાડો આવ્યો છે. શનિવારે સંક્રમણ દર ૨૩.૩૪ ટકા નોંધાયું હતું. આ પહેલાં ૧૭ એપ્રિલે સંક્રમણ દર ૨૪.૫૬ ટકા હતું.

દિલ્હીમાં શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭,૩૬૪ નવા કેસ સામે આવ્યા હતા અને ૩૩૨ લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ સાથે જ દિલ્હીમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૯ હજારને પાર પહોંચી છે. દિલ્હીમાં અત્યાર સુધી ૧૯,૦૭૧ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ૧૩,૧૦,૨૩૧ કેસ સામે આવી ચૂક્યાં છે. એક્ટિવ કેસોની સંખ્યા ૮૭,૯૦૭ છે.

May 10, 2021
corona_india.jpg
1min378

દેશનાં સૌથી મોટા લોકતંત્રમાં હરવા-ફરવા, કમાણી કરવા, રોજી રળવાના મૂળભૂત અધિકારો પણ છીનવી લેનાર કાળમુખા કોરોનાએ જનજીવનનાં ચક્રો થંભાવી દીધા છે. ભારતમાં રવિવારે લગાતાર પાંચમાં દિવસે ચાર લાખથી વધારે નવા દર્દી ઉમેરાયા હતા, તો ચાર હજારથી વધુ દર્દીનાં મોત આજે પણ થયા હતા.

સતત વધી રહેલાં સંક્રમણથી ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા આંકડા પણ સામે આવ્યા છે. દર્દીઓ સાજા થવાના મોરચે આજે વિક્રમ સર્જાયો હતો અને 3.86 લાખથી વધુ દર્દી વાયરસમુક્ત થયા છે.

દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 4092 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 2,42,362 દર્દીના મોત થઈ ચૂકયાં છે.

ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4,03,738 નવા દર્દી સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 2.22 કરોડને આંબી 2 કરોડ, 22 લાખ, 96,414 પર પહોંચી ગઈ છે.

દેશના વિવિધ ભાગોમાં રવિવારે 3,86,444 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા દર્દીની સંખ્યા 1.83 કરોડને પાર કરી જઈ 1 કરોડ, 83 લાખ 17,404 પર પહોંચી ગઈ છે.
દરમ્યાન ભારતમાં આજે લાંબા સમય બાદ 20 હજારથી ઓછા 18,356 સક્રિય કેસોના ઉમેરા સાથે આજની તારીખે 37,36,348 સંક્રમિતો સારવાર હેઠળ છે.

દેશના દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 16 રાજ્યોમાં સંક્રમણ ચિંતાજનક હદે વકરતાં લોકડાઉન જેવા નિયંત્રણો મુકાયા છે.

દેશનાં માત્ર 12 રાજ્યમાં આજની તારીખે 80.68 ટકા સક્રિય કેસ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 6.28 લાખ દર્દી સારવાર હેઠળ છે.

May 10, 2021
guj_corona.jpg
1min384

ગુજરાતમાં વકરેલી કોવિડ-19 મહામારીમાં મે મહિનાના પ્રાંરભથી કેસમાં સતત નજીવો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો ડિસ્ચાર્જ દરદીઓની સંખ્યા વધી રહી છે, જેનાથી રીકવરી રેટ સતત વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં તા.9મી મે, સતત પાંચમાં દિવસે નવા કેસ કરતા કોરોનાના ચેપમાંથી મુક્ત થનારા દરદીઓની સંખ્યા વધુ રહી હતી. સાથે જ 19 દિવસ બાદ રાજ્યમાં 11100થી ઓછા કેસ નોંધાયા હતા.

તા.9મી મે 2021ના રોજ રાત્રે 8 કલાકે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11084 નવા કેસ નોંધાયા હતા અને 14770 દરદી ડિસ્ચાર્જ થયા હતા. ગુજરાતમાં 121 કોવિડ ડેથ જાહેર કર્યા હતા. અમદાવાદમાં તા.9મી મે એ પ્રથમવાર 3000ની નીચે કેસ નોંધાવા પામ્યા છે જ્યારે સુરત કરતા પ્રથમવાર વડોદરામાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે.

24 કલાકમાં 808 કેસના ઘટાડા સાથે 11084 નવા કેસ અને ગઇકાલ સામે 33 દર્દીઓના વધારા સાથે 14770 દર્દી સાજા થયા છે. જો કે દૈનિક કેસની સરખામણીમાં 3686 દર્દી વધુ સાજા થયા છે. બીજી તરફ કોરોના 121 દર્દીઓને ભરખી જતા કોરોનાનો કુલ મૃત્યુઆંક 8394 થયો છે. કોરોનાના કુલ કેસનો આંક 680987 થયો છે, જ્યારે ડીસ્ચાર્જ દર્દીનો આંક 5,33,004 થતા ડીસ્ચાર્જ દર્દીનો રિકવરી રેટ વધીને 78.27 ટકા થયો છે.

8/5/21 કરતા 9/5/21ના રોજ 3807 એક્ટિવ કેસ ઓછા થતા રાજ્યમાં અત્યારે 139614 દરદી સારવારમાં છે, જેમાં 786 વેન્ટીલેટર પર છે.

ગુજરાતમાં નોંધાયેલા નવા 11084 કેસમાં અમદાવાદમાં 2955, વડોદરામાં 1161, સુરતમાં 1113, રાજકોટમાં 746, જામનગરમાં 586, જૂનાગઢમાં 484, ભાવનગરમાં 775, ગાંધીનગરમાં 230, મહેસાણામાં 483, ભરૂચમાં 248, પંચમહાલમાં 246, ગીર સોમનાથમાં 211, આણંદમાં 189, દાહોદમાં 184, કચ્છમાં 179, ખેડામાં 161, બનાસકાંઠામાં 14, પાટણમાં 142, અમરેલીમાં 141, મહીસાગરમાં 140, નવસારીમાં 110, સાબરકાંઠામાં 108, અરવલ્લીમાં 106, વલસાડમાં 98, દેવભૂમિ દ્વારકામાં 94, છોટાઉદેપુર અને નર્મદામાં 84-84, સુરેન્દ્રનગરમાં 74, તાપીમાં 54, મોરબીમાં 44, પોરબંદરમાં 37, ડાંગમાં 20 અને બોટાદમાં 14 કેસ નોંધાયા છે.’

અમદાવાદમાં 19, સુરતમાં 12, વડોદરામાં 12, રાજકોટમાં 13, જામનગરમાં 14, જૂનાગઢમાં 11, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 4, કચ્છમાં 4, ગીરસોમનાથ અને સાબરકાંઠામાં 3-3, ભરૂચ, પંચમહાલ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિદ્વારકા અને છોટા ઉદેપુરમાં 2-2, સુરેન્દ્રનગર, તાપી, અમરેલી, પાટણ,ખેડા, દાહોદ અને આમંદમાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

May 8, 2021
government_gujarat_gandhinagar.jpg
1min373

દેશમાં કોરોનાા સંક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવાર, તા.9 મે 2021ના રોજ જવાબ રજૂ કર્યો હતો. સોગંદનામા સ્વરૂપના ગુજરાત સરકારના જવાબમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે જણાવ્યું કે તા.5 મે 2021ના રોજ ગુજરાતમાં 1400 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને 15 મેના રોજ રાજ્યને 1600 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડશે. પણ દિલ્હીની કેંદ્ર સરકાર તરફથી ગુજરાતને માત્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન જ મળે છે. વિનંતી છતા તેમાં હજુ સુધી કોઈ વધારો કરાયો નથી.

મુકીમે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યાં છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,250 મેટ્રિક ટનની હતી જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઇ ગઇ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 400 મેટ્રિક ટન ઓક્સિજનનો બફર સ્ટોક રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે જેથી આપાતકાલીન સમયે તેનો ઉપયોગ થઇ શકે, પણ તે થઇ શકે તેમ નથી. ઓક્સિજન સુવિધા સાથેની પથારીઓ શોધવામાં દર્દીઓને ખૂબ તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ ટ્રીટમેંટ આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં 11 હજાર 500 થપારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામાંમાં આમ જણાવ્યું છે. મુકીમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલાં પત્રોની નકલ પણ આ સોગંદનામાના બિડાણમાં રજૂ કરી છે.

May 8, 2021
vaccine-1.jpg
1min429

રસીકરણની ઝડપ વધતી નથી કારણ કે રસીનો પુરતો પુરવઠો મળતો નથી અને હવે રાજ્યો પર રસી ખરીદવાની જવાબદારી નાખવામાં આવી છે. ગુજરાતે અઢી કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે એ ક્યારે મળશે એ નક્કી નથી. સીરમ દ્વારા જુલાઇ સુધી રસીની ખેંચ રહ્યાનો નિર્દેશ અપાયો છે અને હવે ખાનગી હોસ્પિટલમાં રસીકરણ બંધ થયું છે. આ કારણે જે લોકો પૈસા લઇ રસી લેવા માગે છે પણ એ રસ્તો બંધ થયો છે.

સરકારે ખાનગી હોસ્પિટલને તેની રીતે ખરીદી કરવા કહ્યું છે. રૂ.500 ભાવ નક્કી થયો છે, અત્યાર સુધી સરકાર જ ખાનગી હોસ્પિટલોને ડોઝ’ આપતા હતા. રૂ.150 ભાવ અને રૂ.100 સર્વિસ ચાર્જ લેવાતો હતો. આ ભાવ પણ સરકારે જ નક્કી કરી આપ્યો હતો.

હવે સમસ્યા એ’ છે કે, સરકાર-કોર્પોરેશન દ્વારા પુરવઠો’ અપાતો નથી એટલે ખાનગી હોસ્પિટલના રસી કેન્દ્રો બંધ થયા છે, રાજકોટમાં મનપા હસ્તક 21 આરોગ્ય કેન્દ્ર અને 50 જેટલી શાળાઓમાં રસી વિનામૂલ્યે અપાય છે પણ ત્યાંય પુરવઠાની સમસ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તા.1લી મેથી’ રસીકરણ બંધ છે.

ખાનગી હોસ્પિટલ કંપની પાસેથી રસી ખરીદી શકે છે પણ રસી ઉત્પાદક કંપની પહેલાં સરકારને રસી પુરી પાડે એ સ્વાભવિક છે એમાંય સમસ્યા છે. સીરમના’ અદાર પુનાવાલાને કેટલાંક રાજ્યો અને મોટા માણસોના દબાણના ફોન આવ્યા. આ સ્થિતિમાં ખાનગી હોસ્પિટલ ધારે તો ય એને પુરવઠો મળે ખરો ? એ પ્રશ્ન છે. હોસ્પિટલના મોટા જૂથ માટે એ શક્ય બને. એકાદ જુથે ઓર્ડર આપ્યો પણ છે, પણ નાની હોસ્પિટલ માટે રસીકરણ મુશ્કેલ બની ગયું છે.

May 8, 2021
CoWIN.jpg
1min748

ઑનલાઇન વૅક્સિનેશન માટે દેશના નાગરિકોને પડી રહેલી અગવડ અને અન્ય નાની-નાની ભૂલોને ઓછી કરવા માટે સરકાર ૮ મેથી કોવિન ઍપ્લિકેશનમાં ચાર આંકનો સુરક્ષા કોડ ધરાવતી નવી સુરક્ષા સુવિધા ઉમેરી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલાક કેસમાં એવું નોંધાયું છે કે કોવિડની વૅક્સિનેશન માટે કોવિન પૉર્ટલ પર બુકિંગ કરાવ્યા બાદ નિર્ધારિત સમયે વૅક્સિન લેવા ન પહોંચી શકેલા લોકોને તેમના મોબાઇલમાં રસી ન મેળવી હોવા છતાં તેમને રસી આપવામાં આવી હોવાનો મેસેજ મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વૅક્સિનેટરની ભૂલને લીધે વૅક્સિન ન લીધી હોવા છતાં વૅક્સિન આપવામાં આવી હોવાનો મેસેજ મેળવનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. નવી સુરક્ષા સુવિધા ઉમેરાયા બાદ વૅક્સિન માટેની તમામ ચોકસાઈ કરી લીધા બાદ વૅક્સિન લેનારને ચાર ડિજિટનો એક કોડ પૂછવામાં આવશે, જે ભર્યા બાદ લાભાર્થીના વૅક્સિનેશનનું સ્ટેટસ જાણી શકાશે.

May 8, 2021
raga_stalin.jpg
1min427

એઆઇએનઆરસીના નેતા એન. રંગાસ્વામીએ અત્રે રાજ નિવાસ ખાતે શુક્રવારે એક સાદગીભર્યા સમારોહમાં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. લેફ્ટ. ગવર્નર તામિલિસાઇ સુંદરરાજને તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. તેઓ ભાજપ સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવશે. રંગાસ્વામીએ તમિળમાં શપથગ્રહણ કર્યા હતા. અન્ય પ્રધાનો ટૂંક સમયમાં શપથગ્રહણ કરશે. દક્ષિણ ભારતના માત્ર કર્ણાટક રાજ્યમાં ભાજપની સરકાર છે.

હવે પુડુચેરીના કેન્દ્રશાસિત પ્રદેશની કેબિનેટમાં સ્થાન પામીને ભાજપને દક્ષિણના અન્ય રાજ્યમાં પગપેસારો કરવાની તક મળશે. જોકે, તમિળનાડુમાં પણ ભાજપે સારો દેખાવ કર્યો હતો. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં દ્રાવિડોના હૃદયસમાન ગણાતા વિસ્તારોમાં ભાજપે ચાર બેઠક જીતી હતી.

સ્ટેલિન બન્યા તમિળનાડુના સીએમ

વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ઝળહળતો વિજય અપાવનાર દ્રાવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના પ્રમુખ મુથ્થુવેલ કરુણાનિધિ સ્ટેલિને શુક્રવારે તમિળનાડુના મુખ્ય પ્રધાન પદના શપથગ્રહણ કર્યા હતા.

ચેન્નઇમાં રાજભવન ખાતે રાજ્યના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક સાદગીભર્યા સમારંભમાં ૬૮ વર્ષીય સ્ટેલિનને મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

સફેદ રંગના શર્ટ અને ધોતીમાં સજ્જ સ્ટેલિને રાજ્યપાલ પુરોહિતને તેમની કેબિનેટની ઓળખ પણ કરાવી હતી. સ્ટેલિનના પત્ની દુર્ગા અને ટ્રિપ્લિકેન-ચેપોક મતદારક્ષેત્રમાંથી વિજયી થનાર તેમના પુત્ર ઉધયાનિધિએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.ડીએમકેના સાથીદાર પક્ષ કૉંગ્રેસના પી. ચિદમ્બરમ, ઓલ ઇન્ડિયા અન્ના દ્રાવિડ મુનેત્ર કઝગમના ટોચના નેતા ઓ. પનિરસેલ્વમ, એમડીએમકેના વડા વૈકો અને રાજ્યના ટોચના અધિકારીઓએ આ શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.