Slider Archives - Page 137 of 486 - CIA Live

June 9, 2021
CIA_Live_Logo_New2.jpg
2min2203

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા અને એવરેજ પરીણામ લાવતા હજારો વિદ્યાર્થીઓ એવી માગણી કરી રહ્યા છે કે અમને માસ પ્રમોશન કે ધો.12ના ઇન્ટર્નલ માર્કર્સના આધારે પરીણામ નથી જોઇતું, વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપીને વધુ માર્કર્સ લાવી શકાશે એવી દલીલ કરી રહ્યા છે. હકીકતમાં આ એવા વિદ્યાર્થીઓ છે જેમણે શાળાકીય શિક્ષણ ધો.11-12માં કશું ધ્યાન કેન્દ્રીત કર્યું ન હતું અને પરીક્ષા આવે ત્યારે જોઇ લઇશું એવા ઓવર કોન્ફીડન્સમાં આવા હજારો વિદ્યાર્થીઓએ હવે નબળા પરીણામનો સામનો કરવાનો વખત આવ્યો છે.

The online survey, led by the study abroad platform The WorldGrad, was conducted among more than 4,000 users who registered on the platform in the last two months. It showed that 60 per cent of the students do not think that it is a good idea to use pre-boards and internal school marks to calculate their Calss XII results.

ક્રિશ નામનો વિદ્યાર્થી સુરતમાં રહે છે, સીબીએસઇની સ્કુલમાં અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થી કહે છે કે મારે ધો.12નું ઇન્ટર્નલ એસેસમેન્ટના આધારે તૈયાર થનારું પરીણામ નથી જોઇતું. હુ જો એન્યુઅલ બોર્ડ પરીક્ષા આપીશ તો વધારે માર્કર્સ લાવી શકું. આ વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું કે તમે આંતરિક મૂલ્યાંકનના માર્કર્સથી કેમ સંતુષ્ઠ નથી ત્યારે તેણે કહ્યું કે ઇન્ટર્નલ માર્કર્સ વખતે સ્કુલમાં ધ્યાન આપ્યું જ ન હતું. ધો.10માં પણ એવું જ કર્યું હતું કે છેલ્લા બે મહિના તૈયારી કરીને 80 પ્લસ લાવી શક્યો હતો. આ વર્ષે મારી પરીક્ષા આપવાની પૂરી તૈયારી છે પણ હવે માસ પ્રમોશન અને આંતરિક મૂલ્યાંકનને કારણે મારા માર્કર્સ ઓછા આવશે એમ ક્રિશે જણાવ્યું.

કેટલાક વિદ્યાર્થીઓની એવી પણ દલીલ છે કે ઓનલાઇન સિસ્ટમથી સ્કુલો જ સેટ ન હત

આંતરિક મૂલ્યાંકનથી રિઝલ્ટ આપવાનો વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓની એ દલીલ પણ વ્યાજબી છે કે શહેરોની કેટલીક સ્કુલોને બાદ કરતા શહેરમાં આવેલી અન્ય સ્કુલો, ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સ્કુલોમાં આખું વર્ષ ઓનલાઇન શિક્ષણના નામે કે ઓનલાઇન ટેસ્ટના નામે કશું થયું નથી, જો સ્કુલો જ સિસ્ટમથી સેટ ન થઇ હોય તો વિદ્યાર્થીઓનો શું વાંક

વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી બોધપાઠ લે

હાલમાં હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધો.11-12ના શાળાકીય શિક્ષણની જાણી જોઇને અવગણના થાય તેવા નિર્ણયો લે છે. આવા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે બોર્ડના વર્ષમાં આંતરિક મૂલ્યાંકન કે આંતરિક પરીક્ષાઓ નહીં આપીશું તો સ્કુલ શું કરી લેશે, સ્કુલના અભ્યાસ પર ધ્યાન નહીં આપીશું તો શાળા કશું બગાડી શકવાની નથી. આવી ગેરમાન્યતાઓને કારણે આ વખતે હજારો વિદ્યાર્થીઓને પોતાનું ધો.12નું પરીણામ ગમતું નથી. હવે પછીના ધો.11-12ના વાલીઓ વિદ્યાર્થીઓ એ વાતનો બોધપાઠ લે અને નીચે મુજબનું કામ કરવાથી દૂર રહે.

જેમકે

  • શાળામાં ગયા વગર ડમી સ્કુલમાં એડમિશન લઇને ફક્ત એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવી
  • સ્કુલના આંતરિક મૂલ્યાંકન પદ્ધતિને નજર અંદાજ કરવી
  • સ્કુલની આંતરીક કસોટીઓ, યુનિટ ટેસ્ટને પ્રાધાન્ય આપવું નહીં.
  • પ્રવેશ પરીક્ષાઓ જેટલું જ જરૂરી શાળાકીય શિક્ષણ પણ છે
  • આઇ.આઇ.ટી., એન.આઇ.ટી.માં એડમિશનનું સપનું જ્યારે જુઓ ત્યારે એ વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં તેની ચકાસણી કરો, ગુજરાત બોર્ડ, ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપે છે અને કેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ મળે છે એની વિગતો જાણો એટલે બધો ખ્યાલ આવી જશે, પછી નક્કી કરો કે જેઇઇ આપણા માટે જરૂરી છે કે નહીં

ઘણાને ધો.12ની માર્કશીટ જોવાની નહીં ગમે અને એને સુધારી પણ નહીં શકે

ધો.12ની માર્કશીટ એ શૈક્ષણિક કારકિર્દી માટેનો પહેલો પડાવ છે. હવે આ વર્ષે બોર્ડની એકઝામ થવાની નથી એટલે આંતરીક મૂલ્યાંકનના આધારે માર્કર્સ મૂકાશે. જીવનભર માટે ધો.12ની માર્કશીટ એ સંભારણું બની રહેતી હોય છે. પરંતુ, હવે હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ આંતરિક મૂલ્યાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેમકે તેમને ધો.12ની પોતાની જ માર્કશીટ નહીં ગમે.

June 9, 2021
gseb-1280x720.jpg
1min622

સરકારે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવાની જાહેરાત કર્યા બાદ તેમના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યા બાદ તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)માં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી તેમના તાબાની સ્કૂલોને આ અંગે સૂચના આપવા તાકીદ કરાઈ છે.

વિદ્યાર્થીઓના ઓનલાઈન ગુણ મોકલવામાં બેદરકારી દાખવનારા શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ વર્ષે બોર્ડ દ્વારા ગુણ ચકાસણી કરવામાં આવનાર ના હોવાથી શાળાઓને ગુણ મોકલવામાં ખાસ તકેદારી રાખવાનું જણાવાયું છે.

સ્કૂલોને માર્ક મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે કે સ્કૂલોએ માસ પ્રમોશનની ફોર્મ્યુલા પ્રમાણે, ગુણપત્રક તૈયાર કરી વિદ્યાર્થીના નામ, એપ્લિકેશન નંબરની સામે 80+20 ગુણ બોર્ડ કક્ષાના વિષયમાં દર્શાવાના રહેશે. દ્યારે શાળા કક્ષાના વિષયમાં 50+50+20 ગુણ અપલોડ કરવાના રહેશે.

RMAS સંચાલિત શાળાઓમાં વ્યવસાયલક્ષી વિષય ભણાવવામાં આવતો હોય તો 30+20 પ્રમાણે ગુણાંકન કરવાનું રહેશે અને 80+20 મુજબ ઓનલાઈન ભરવાનું રહેશે. ઓનલાઈન ગુણ અપલોડ કરવાની તમામ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જો કોઈ વિદ્યાર્થીના ગુણ ભરવામાં બેદરકારી ધ્યાનમાં આવશે કે બેદરકારીભર્યું ગુણાંકન કરવામાં આવશે તો તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી બોર્ડ દ્વારા કરાશે, તેમ જણાવાયું છે. શાળા દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલા ગુણ અને ગુણપત્રકમાં પ્રિન્ટ થયેલા ગુણ બાબતે કોઈ વિસંગતતા જણાય તો સ્કૂલે બોર્ડમાં રજૂઆત કરવાની રહેશે.

રજૂઆત કરતા ઓનલાઈન ભરેલા ગુણની પ્રિન્ટ, શાળા ગુણાંકન સંબંધિત તમામ દસ્તાવેજો અને વિદ્યાર્થીના ઓનલાઈન ભરાયેલા આવેદનપત્રની નકલ રજૂ કરવાની રહેશે. આ વર્ષે શાળા દ્વારા ગુણાંકન કરવામાં આવનાર હોવાથી ગુણ ચકાસણીની પ્રક્રિયા થશે નહીં.

ચાલુ વર્ષે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં રિમાર્ક્સના ખાનામાં ધોરણ 10ની પરીક્ષા માસ પ્રમોશનથી પાસ જાહેર થયેલા તેમ લખવાનું રહેશે. આમ, ધોરણ 10ના માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન પાસ નહીં લખાય પરંતુ LCમાં માસ પ્રમોશન પાસ લખાઈને આવશે. ઉપરાંત પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીનું મૃત્યુ કે ઉમેદવાર સ્કૂલ છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈ ગયા હોય તો તે વિદ્યાર્થીનું આવેદનપત્ર રદ કરવા પાત્ર થશે. તેવા આવેદનપત્રની યાદી બનાવી તેમજ અસલ પ્રવેશિકા પર લાલ સહીથી રિમાર્ક કરી બોર્ડની કચેરીએ મોકલવાની રહેશે તેવી સૂચના પણ બોર્ડ દ્વારા અપાઈ છે.

June 9, 2021
udhavmodi.jpg
1min509

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા હતા. તેમની આ વન ટૂ વન મુલાકાત અંગે અટકળોની આંધી ઉઠતાં તેમણે બચાવ કર્યો કે આમાં ખોટુ શું છે હું વડાપ્રધાનને મળવા ગયો હતો, નવાજ શરીફને નહીં ! રાજકીય રીતે અમે સાથે નથી તેનો અર્થ એ નથી કે અમારા સંબંધો પુર્ણ થઈ ગયા. આમાં છૂપાવવા જેવુ કંઈ નથી.
મોદી સાથે મુલાકાત માટે દિલ્હી જતાં પહેલા ઉદ્ધવ એનસીપી નેતા શરદ પવારને મળ્યા હતા. દિલ્હીમાં તેમની સાથે ના. મુખ્યમંત્રી અજિત પવાર અને મંત્રી અશોક ચવ્હાણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ ઉદ્ધવે કહ્યુ કે વેક્સિનેશનની સંપુર્ણ જવાબદારી હવે કેન્દ્રએ ઉઠાવી લીધી છે ત્યારે મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોને વહેલી તકે વેક્સિન જોઈએ છે. કેન્દ્રએ આ જવાબદારી રાજ્યોને સોંપી હતી પરંતુ કામગીરી યોગ્ય રીતે થઈ નથી.

બેઠકમાં વેક્સિનેશન, મરાઠા અનામત, મેટ્રોના કાર શેડ, જીએસટી વળતર, વાવાઝોડા સહાય જેવા મુદ્દે વાતચીત થયાનું અને વડાપ્રધાને આશ્વાસન આપ્યાનું તેમણે જણાવ્યુ હતું. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધનની સરકાર બન્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે છાશવારે તણખાં ઝરતા રહે છે.

શિવસેના ‘સામના’ના માધ્યમથી કેન્દ્ર સરકારને ઘેરતી રહી છે તેવા સમયે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત પર સૌની નજર હતી.

June 9, 2021
sunil_chhetri.jpg
1min383
India captain Sunil Chhetri goes past Lionel Messi's tally of international  goals | Football News - Times of India

ભારતની ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય મૅચમાં ૭૪ ગૉલ કરીને આર્જેન્ટીનાના ખેલાડી લિયોનેલ મેસીથી આગળ નીકળી ગયો હતો અને પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (૧૦૩ ગૉલ) પછી સૌથી વધુ ગૉલમાં બીજા ક્રમે પહોંચી ગયો હતો. ૩૬ વર્ષીય સુનીલ છેત્રીએ દોહામાં બંગલાદેશ સામે બે ગૉલ કરીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.

‘ફીફા’ વર્લ્ડ કપ, ૨૦૨૨ અને એએફસી ઍશિયન કપ, ૨૦૨૩ની પ્રીલિમીનરી ક્વૉલિફાઇંગ રાઉન્ડ મૅચમાં સુનીલ છેત્રીએ આ સિદ્ધિ મેળવી હતી. ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનીલ છેત્રી અને તેની ટીમની પ્રશંસા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

June 8, 2021
KN_chavda.jpg
1min500

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ ધો.12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને રાહત થાય એવી એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે ધો.12 પછી વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી તા.21મી જૂન પછી શરૂ થશે. હાલ કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ શરૂ કરેલી પ્રવેશ કાર્યવાહીને કારણે ધો.12ના વાલીઓ વિદ્યાર્થીઓમાં પ્રર્વતેલી ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચાવડાએ કહ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખોટી અફવાથી ગેરમાર્ગે દોરાય નહીં. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહી માટે હાલ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. હજુ ધો.12ના પરીણામ અંગે કોઇ ક્લેરિટી નથી. આથી તા.21 જૂન 2021 પછી પ્રવેશ કાર્યવાહી અંગે જાહેરાત કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવા અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શુલભ હોય તેવા તમામ માધ્યમથી માહિતગાર કરવામાં આવશે. કોઇ વિદ્યાર્થી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન વગર રહી નહીં જાય.

હાલમાં કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી નથી.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું.

June 8, 2021
Gujarat-map.jpg
1min640

ગુજરાતમાં કોરોનાવાઈરસને લોકડાઉન અને મીની લૉકડાઉન સહિતના નિયમોને લીધે સતત સતત બીજા વર્ષે પણ હૉટેલો, રેસ્ટોરન્ટ, વોટરપાર્ક અને રિસોર્ટના માલિકોને ભારે નુકસાન કોરોનાને કારણે મનોરંજન પૂરું પાડતા એમ્યુઝમેન્ટ ઉદ્યોગો વેન્ટિલેટર પર પહોંચી ગયા હોવાથી આખરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં હૉટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને રાહત આપતી જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તા. ૧લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ નિર્ણયને લીધે આર્થિક રાહત મળશે.

હાલ ગુજરાતમાં કોરોનાને કારણે વોટર પાર્ક બંધ છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાતના ૯ વાગ્યા સુધી ટેક અવે ફેસિલિટી અને રાતના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે.

આમ હાલ હોમ ડિલિવરી અને ટેક અવે પર જ હોટેલ ઈન્ડસ્ટ્રી નભી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અંદાજે ૫૦,૦૦૦ હોટેલ-રેસ્ટોરન્ટ કાર્યરત છે. જે સીધી અને આડકતરી રીતે ૧૦થી ૧૨ લાખ લોકોને રોજગારી આપી રહ્યો હોવાનો અંદાજ છે. હવે હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોકો મોટાભાગે સાંજે જમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આઠ વાગે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને બહુ મોટુ નુકસાન થઈ રહ્યું છે.

June 7, 2021
CIA_Live_Logo_New2.jpg
2min1064

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ માટે સારી કોલેજ કે સારા કોર્સમાં પ્રવેશ લેવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર બની રહેતું હોય છે. એટલી બધી એન્ટ્રન્સ એકઝામ, ઇન્ટરવ્યુ, એપ્ટીટ્યુડ ટેસ્ટમાંથી પાર કર્યા પછી સારું કેમ્પસ મળે છે. વિદ્યાર્થીઓ લિટરલી થાકી જતા હોય છે. પરંતુ, હવે હાયર એજ્યુકેશનમાં નવો યુગ શરૂ થયો છે.

ધો.10 પછી સળંગ 6 વર્ષના બી.ટેક. અભ્યાસક્રમમાં 3 વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ અને 6 વર્ષે બેચલર ઓફ ટેક્નોલોજીનું સર્ટિફિકેટ મળશે.

2021થી ધો.10 પછી સીધા જ બી.ટેક. ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઇની પ્રખ્યાત નરસી મોનજી ઇન્સ્ટીટ્યુટ NMIMS યુનિવર્સિટી તેમજ પૂની પ્રસિદ્ધ એમ.આઇ.ટી. વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્વારા દ્વારા ધો.10 પાસ વિદ્યાર્થીઓ માટે બેચલર ઓફ ટેક્નોલોજીના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ મુંબઇ કેમ્પસ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સમાં ધો.10 પછી સળંગ 6 વર્ષ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

મુંબઇ સ્થિત NMIMS યુનિવર્સિટી ખાતે ચાલતા ધો.10 પછી 6 વર્ષ બી.ટેક. કોર્સની વિગતો

B.Tech Integrated (6 year program after 10th std)
Specializations: Mechanical, Computer, Electronics & Telecommunication
Artificial Intelligence, Cyber Security, Automation & Artificial Intelligence, Design, Internet of Things(IoT), Network Security

પૂને સ્થિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે ચાલતા ધો.10 પછી 6 વર્ષ બી.ટેક. કોર્સની વિગતો

Integrated B.Tech in Civil EngineeringIntegrated

B.Tech in Computer Engineering

Integrated B.Tech in Electronics & Telecommunication Engineering

Integrated B.Tech in Mechanical Engineering

સૌથી મોટો ફાયદો પ્રવેશ પરીક્ષાના માનસિક, શારીરીક, આર્થિક બોજથી છુટકારો

વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ફાયદો એ છે કે ધો.12 સાયન્સ પછી સારી કોલેજ કે સારા કોર્સમાં પ્રવેશ માટે ધો.11-12 બે વર્ષ સુધી જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવી પડે છે. પર્સનલ ઇન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન, એપ્ટીટ્યુડ ટેસ્ટ, કોલેજ વિઝીટ વગેરેથી વિદ્યાર્થીઓ કંટાળી જતા હોય છે. બીજી તરફ ધો.11-12માં સ્કુલ ફી ઉપરાંત કોચિંગ ક્લાસીસની ફી વિદ્યાર્થીઓના વાલીઓ પર વધુ ભારણ નાખે છે. આ તમામ ઉપદ્રવોમાંથી ધો.10 પછીના 6 વર્ષના બી.ટેક. પ્રોગ્રામ્સ છુટકારો અપાવે છે. હાલમાં ભારતની બે ડીમ્ડ પ્રાઇવેટ ટોપ રેન્ક્ડ યુનિવર્સિટીઓ મુંબઇની NMIMS યુનિવર્સિટી તેમજ પૂનાની પૂને સ્થિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે ધો.10 પછી 6 વર્ષની ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ્સ શરૂ થયા છે. હવે પછી ગુજરાતની યુનિવર્સિટીઓ પણ આ અભ્યાસક્રમો શરૂ કરશે એમાં બે મત નથી.

June 6, 2021
saurashtra_university.jpg
1min471

તારીખ 1પમી જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શરૂ થનારી તમામ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 15મી જૂનથી પોસ્ટ ગ્રેજ્યુએશનની અને ર1મી જૂનથી અન્ડર ગ્રેજ્યુએશનની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ર1મી જૂનથી શરૂ થનારી પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. આ માટે કેન્દ્રોથી માંડી મોટાભાગની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ હતી. દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકારે સીબીએસઈ ધો. 12ની અને તેના પગલે રાજ્ય સરકારે પણ ધો. 12ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 15મી જૂનથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના 30 જેટલા અભ્યાસક્રમોની પરીક્ષા 1પમી જૂનથી શરૂ થનારી હતી. જેમાં વિવિધ કોર્સમાં રપથી 30 જેટલા વિદ્યાર્થીઓ જ છે. આ વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ કરતા ઉંમર અને પરિપક્વતામાં મોટા છે. માટે કોરોના સામેની સાવચેતીના પગલાં જાતે લઈ શકે છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ રસી લઈ લીધી હોવાનું પણ સંભવ છે. પરીક્ષા આપ્યા પછી પરિણામને આધારે તેમને નોકરીમાં સર્ટિફિકેટ ઉપયોગી થઈ શકે એમ છે. આમ છતાં વહીવટી નબળાઈને કારણે પરીક્ષા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે.

June 6, 2021
indiavaccine.jpeg
1min443

દેશની અત્યાર સુધીની સૌથી સસ્તી કોરોનારસી’ લોન્ચ થનારી છે. ભારતની કંપની બાયોલોજિકલ-ઈએ ‘કોરબેવેક્સ’ નામની આ રસીને તૈયાર કરી છે. હાલમાં જોકે આ રસીના ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે આ રસીના બંને ડોઝની કિંમત 500 રૂા.ની આસપાસ રહેશે. ટ્રાયલના અંતિમ પરિણામ આવી જાય એ પછી ઈમરજન્સી એપ્રૂવલ માટે અરજી કરવામાં આવશે. હૈદરાબાદના આ કંપનીની સાથે કેન્દ્ર સરકારે 30 કરોડ રસીના ડોઝનો સોદો કર્યો છે.

રસીની કિંમતને લઈને હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી જોકે એક અંગ્રેજી અખબાર અનુસાર બંને ડોઝની કિંમત 400 રૂપિયાથી પણ ઓછી હોઈ શકે છે. હજુ સુધી આ રસીની ટ્રાયલના બે ચરણ પૂરાં થયાં છે અને બંનેના સારાં પરિણામ આવ્યાં છે. હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.આ વર્ષે એપ્રિલમાં હૈદરાબાદની આ કંપનીને સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)એ ત્રીજા ચરણના ટ્રાયલ માટે અનુમતિ આપી’ હતી. આ રસીને અમેરિકાની બાયલર કોલેજ ઓફ મેડિસીનના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાયોલોજિકલ-ઈએ ભારતમાં એક એમઆરએનએ (મેસેંજર રાઈબોન્યૂક્લિક એસિડ) રસી પીટીએક્સ-કોવિડ-19-બીના નિર્માણ માટે કેનેડા સ્થિત પ્રોવિડેન્સ થૈરેપ્યૂટિક્સ હોલ્ડિંગ્સ સાથે પણ ભાગીદારી કરી છે.

દેશમાં હાલમાં ત્રણ રસી લગાવાઈ રહી છે જેની અલગ-અલગ કિંમતો છે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં આપવામાં આવે છે. ભારત બાયોટેકની કોવેક્સિનના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 2400 રૂપિયામાં જ્યારે રશિયાની સ્પૂતનિક રસીના પ્રત્યેક ડોઝની કિંમત 995 રૂપિયા છે.

June 6, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min391

ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેન્દ્ર સરકારે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને અંતિમ ચેતવણી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને જણાવ્યું છે કે નવા ડિજિટલ નિયમોનું પાલન કરે નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. શનિવારે ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વેરિફાઈ બ્લુ ટિક દૂર કરી દેવાયું હતું અને બાદમાં તેને રિસ્ટોર કરાયું હતું.

આ ઉપરાંત ટ્વિટરે આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટને અનવેરિફાઈડ કર્યા હતા. કન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ગ્રુપ કો-ઓર્ડિનેટર રાકેશ માહેશ્વરી દ્વારા 5 જૂનના ટ્વિટરને લખેલા પત્રમાં ન તો ડિજિટલ નિયમો લાગુ કરવા અંગે સ્પષ્ટિકરણ છે ન તો તેને અમલમાં લાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રાલયે નવા ડિજિટલ નિયમો પર 26 મે 2021 અને 28 મે 2021ના લખેલા પત્રના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે કે ટ્વિટરે આજદિન સુધી કમ્પ્લાયન્સ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી તેમજ નોડલ અધિકારીની વિગતો આપી નથી. ટ્વિટરનું એડ્રેસ પણ એક લો ફર્મનું છે જે નિયમ મુજબ નથી.