Slider Archives - Page 106 of 489 - CIA Live

December 6, 2021
omicron.jpg
1min565

ભારતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના સંક્રમણમાં રવિવારે ઉછાળો જોવા મળ્યો. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રવિવાર મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 9 અને દિલ્હીમાં 1 વ્યક્તિને ઓમિક્રૉન વૅરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરાઈ છે. આ સાથે જ ભારતમાં ઓમિક્રૉનના સંક્રમણના કેસની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વૅરિયન્ટને સતત ચિંતાનો વિષય ગણાવી રહ્યું છે. 3/12/21 ગત શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે સંક્રમણની સંખ્યાના હિસાબે આ વૅરિયન્ટ ડેલ્ટા વૅરિયન્ટને પાછળ છોડી દેશે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના અન્ય પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવ કેસ નોંધાયા છે. નવા સાત કેસ પૈકી છ કેસ પીંપરી-ચિંચવાડમાં નોંધાયા છે અને એક કેસ પુણેનો હોવાનું જાણવા મળ્યું છે.

5/21/21 રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ અગાઉ કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.

કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટે સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધારી દીધી છે.

December 6, 2021
NIFT_official_logo.png
6min1003

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) એ તેની સત્તાવાર વેબસાઇટ પર આગામી 2022ના વર્ષ માટે બેચલર ઓફ ડિઝાઇન તેમજ બેચલર ઓફ ફેશન ટેક્નોલોજી પ્રોગ્રામ્સ (B.Des & B.FTech) માં પ્રવેશ માટેની સૂચના બહાર પાડી છે.

ભારતના કોઈપણ રાજ્યમાંથી લાયકાત ધરાવતા ઉમેદવાર જે સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિર્ધારિત વય અને શૈક્ષણિક લાયકાતના માપદંડોને પૂર્ણ કરે છે તે અધિકૃત વેબસાઇટ – http://niftadmissions.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Courses offered at NIFT campus

ઉમેદવારની સાહજિક ક્ષમતા, કન્સેપ્ટ ડેવલપમેન્ટમાં અવલોકનની શક્તિ અને ડિઝાઇન ક્ષમતા નક્કી કરવા માટે એન્ટ્રન્સ એકઝામ અન્ડર ગ્રેજ્યુએટ UG અને PG પોસ્ટ ગ્રેજ્યુએટ  ડિઝાઇન પ્રોગ્રામ બંને માટે લેવામાં આવે છે. કસોટીનું મહત્વનું પાસું એ છે કે રંગ અને ચિત્રણ કૌશલ્યોનો સર્જનાત્મક અને નવીન ઉપયોગ.

લેખિત પ્રવેશ પરીક્ષામાંથી B.Des માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સિચ્યુએશન ટેસ્ટ લેવાની જરૂર છે જે સામગ્રીના આપેલ સેટ સાથે આપેલ પરિસ્થિતિમાં સામગ્રીના સંચાલન માટે ઉમેદવારની કુશળતા અને નવીન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે હાથ પરની કસોટી છે.

ઉમેદવારોએ તેમના દ્વારા પસંદ કરેલ NIFT કેમ્પસમાં સ્ટુડિયો ટેસ્ટ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી માટે હાજર રહેવું પડશે. સ્ટુડિયો ટેસ્ટ પસંદ કરેલ પ્રોગ્રામ માટે ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યની યોગ્યતા ચકાસવા માટે રચાયેલ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માત્ર એડમિટ કાર્ડ સાથે જ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અને અન્ય ઈન્ફોટેક ગેજેટ્સને મંજૂરી નથી. મોબાઇલ અથવા અન્ય ઇન્ફોટેક ગેજેટ્સ સાથે મળી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર છોડવા માટે કહેવામાં આવશે અને ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જોઈએ. સ્ટુડિયો ટેસ્ટ NIFT કેમ્પસમાં યોજાશે.

NIFT Admission 2022: Important dates

EventDates
Last date to apply onlineJanuary 17, 2022
Registration with late fee of Rs. 5000January 18 to 22, 2022
NIFT Admit Card release dateJanuary 29, 2022
NIFT Entrance Exam 2022 dateFebruary 6, 2022
Result of Written Entrance ExaminationMarch 2022
Situation Test/ Group Discussion/ InterviewApril 2022
Last date for online registration for foreign
nationals/SAARC/NRIs/OCI
April 30, 2022
Declaration of Final Result (Online)May 2022
CounsellingMay-June2022 onwards

NIFT Admission 2022: How to apply online

1) Register yourself for the online application process at http://niftadmissions.in/.
2) Activate your online Application with the Activation Code received on your Email ID during the registration process.

3) The applicant is required to fill his/her “Personal Information” after registration only. The application form will appear on the screen. The applicant is required to fill up the details in the application form

4) In the next step, the applicant is required to upload scanned image file of his/her Photograph and Signature one by one.

5) In the next step, the applicant may be required to fill the Educational Information (as per requirement).

6) Once all the details are filled in, the candidate is required to Review the details entered and Confirm. No editing will be allowed once the application is confirmed by the candidates.

7) Your form will be completed only after paying the application fees, after confirmation using any of the available online modes of payment.


NIFT Admission 2022: Scheme of examination

Candidates will have to appear for a studio test, personal interview and verification of documents at the NIFT Campus opted by them. The studio test is designed to test the knowledge and skill aptitude of the candidate for the programme opted. Entry to the Examination Centre will be allowed with Admit Card only. Mobiles and other infotech gadgets are not allowed inside the Examination Centre. Candidates found with mobile or other infotech gadgets will be asked to leave the examination centre and shall be disqualified. Candidates should reach the Examination Centre at least 30 minutes before the commencement of the examination. The studio test will be held at NIFT Campuses.

December 6, 2021
kohli.jpg
1min516

૫૪૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ ચોથા દિવસે પહેલા સેશનમાં જ 167 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતને ન્યુઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમેચ 372 રને જીતી લીધી હતી. ચાર જ દિવસમાં ટેસ્ટ મેચનો ખેલ ખતમ થઇ ગયો હતો. ભારતીય સ્પીનર્સ સામે ન્યુઝીલેન્ડની બાકી બચેલી પાંચેય વિકેટો તા.6 ડિસેમ્બરની સવારે ટેસ્ટમેચના ચોથા દિવસે ટપોટપ પડી ગઇ હતી.

ત્રીજા દિવસની રમતને અંતે ૪૫ ઑવરમાં ૧૪૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી ઝઝુમી રહી હતી. ન્યુ ઝીલૅન્ડ વતી ડૅરિલ મિશૅલે (૯૨ બૉલમાં ૬૦ રન) બનાવ્યા હતા અને હૅન્રી નિકોલસ ૩૬ રન બનાવી અણનમ રહ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૭૩ રન નોંધાવ્યા હતા. ભારત વતી રવિચંદ્રન અશ્ર્વિને ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સોમવારે મૅચનું પરિણામ આવી જશે તેવી ભારતીય ટીમને અપેક્ષા છે. અગાઉ ભારતે બીજી ઈનિંગમાં સાત વિકેટે ૨૭૬ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ બીજી ઈનિંગમાં પણ ટૉપ સ્કૉરર રહ્યો હતો. તેણે ૬૨ રન બનાવ્યા હતા. 

December 6, 2021
hunting.jpg
1min492

લોકસભામાં સોમવારે રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી અશ્ર્વિની ચૌબેના જણાવ્યા મુજબ શિકારનો ભોગ બનીને મોતને ભેટતા વાઘની સંખ્યા ઘટી હતી, પરંતુ હાથીઓ વધુ પ્રમાણમાં શિકારનો ભોગ બન્યા હતા. ૨૦૧૮માં ૩૪, ૨૦૧૯માં ૧૭ જ્યારે ૨૦૨૦માં માત્ર ૭ વાઘ શિકારનો ભોગ બન્યા હતા. આથી ઊલટું હાથીની વાત કરીએ તો ૨૦૧૮-૧૯માં ૯, ૨૦૧૯-૨૦માં ૬ તો ૨૦૨૦-૨૧માં ૧૪ હાથીઓ શિકારનો ભોગ બન્યા હતા. જંગલમાં પ્રાણીઓની ગેરકાયદેસર થતી હેરફેર અને તેને કારણે થતી ધરપકડનું પ્રમાણ પણ ઓછું થયું છે. 
છેલ્લી વસતિ ગણતરી મુજબ ભારતમાં હાથીની સંખ્યા લગભગ ૨૭,૦૦૦ અને વાઘની સંખ્યા ૨૯૬૭ જેટલી છે.

    

December 5, 2021
cia_multi-1280x1045.jpg
1min561

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી દ્વારા પ્લેસમેન્ટના તમામ રેકોર્ડ તુટી ગયા છે.

આઈઆઈટી ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર કરાયુ છે.બીજી તરફ દિલ્હીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની 400 ઓફરો મળી છે.આ વખતે કંપનીઓએ જંગી સેલેરી પેકેજનો પણ વરસાદ કર્યો છે.

આ વખતે સેલેરી પેકેજના મામલે આઈઆઈટીના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને ખડગપુરના વિદ્યાર્થીને અત્યાર સુધીનુ સૌથી વધારે 2.40 કરોડ રુપિયાનુ પેકેજ આપવામાં આવ્યુ છે.ઉપરાંત ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યુ છે તે પણ રેકોર્ડ છે.

આ વખતે પણ આઈઆઈટીમાં ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલી રહ્યા છે. પ્રી પ્લેસમેન્ટ ઓફર ડિસેમ્બરમાં પૂરી થશે.બાકીના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરીમાં પ્લેસમેન્ટનો વધુ એક રાઉન્ડ યોજાશે.

આઈઆઈટી દિલ્હીના 400 વિદ્યાર્થીઓને નોકરીઓ મળી છે અને સૌથી વધારે પેકેજ એક કરોડ રુપિયાનુ રહ્યુ છે.આઈઆઈટી રુરકીમાં સૌથી હાઈએસ્ટ પેકેજ 2.15 કરોડ રુપિયાનુ રહ્યુ છે.

આઈઆઈટી ગૌહાટીના 200 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અપાયુ છે જ્યારે આઈઆઈટી મદ્રાસના પ્લેસમેન્ટમાં 43 ટકાનો વધારો થયો છે.

December 4, 2021
izaj.jpg
1min510

એજાઝ પટેલના પરિવાર પાસે હજુ પણ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ઘર છે. તેની માતા ઓશિવપરાની એક શાળામાં ભણાવતી હતી. એજાઝ પોતે ઘણીવાર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ આવતો હતો. તેના મિત્ર મિશેલ મેકક્લેનાઘનનો આભાર, તેણે કેટલાક પ્રસંગોએ MI ખેલાડીઓને બોલિંગ પણ કરી. કોણ જાણતું હતું કે જ્યારે તે પોતે ન્યુઝીલેન્ડની ટેસ્ટ જર્સી પહેરીને વાનખેડે ખાતે બોલિંગ કરવા ઉતરશે ત્યારે તે તબાહી મચાવી દેશે. પટેલે પોતાની કિલર બોલિંગથી ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.

મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે એકમાત્ર પટેલે વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર પહેલા જ દિવસે પટેલનો શિકાર બન્યા હતા. પૂજારા અને કોહલી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બીજા દિવસે બોલિંગ કરવા આવેલા પટેલનો રંગ અલગ જ હતો. દિવસની શરૂઆતમાં રિદ્ધિમાન સાહાને પેવેલિયન પરત મોકલ્યો, પછી રવિચંદ્રન અશ્વિન. ટીમ ઈન્ડિયાનો સ્કોર 300 રન પણ નહોતો થયો કે સદીવીર મયંક અગ્રવાલ પણ પટેલની સ્પિનમાં કેચ થઈ ગયો. અત્યાર સુધી પટેલે 7 વિકેટ લીધી હતી. તેણે અક્ષર પટેલની આઠમી વિકેટ લીધી. ત્યારબાદ તેણે જયંત યાદવની વિકેટ પણ લીધી હતી. પછી મોહમ્મદ સિરાજને આઉટ થતાં જ પટેલ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયા.

ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1998-99માં પાકિસ્તાન માટે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા હતા કે પટેલને કુંબલેના રેકોર્ડ સાથે મેચ કરતા જો કોઈ રોકી શકે છે તો તે રાહુલ દ્રવિડ છે. જો કેપ્ટન વિરાટ કોહલી દ્રવિડના કહેવા પર ઈનિંગ ડિકલેર કરશે તો ઈજાઝ આ રેકોર્ડની બરાબરી કરવાથી વંચિત રહી જશે. આ બાબતે રમુજી ટ્વીટ્સ પણ પુષ્કળ હતા.

December 4, 2021
kangana_ranaut-1280x720.jpg
1min515

અવારનવાર પોતાનાં ભડકાઉ વિધાનોથી વિવાદોમાં રહેનારી અભિનેત્રી કંગના રણૌતને આજે પંજાબમાં કિસાનોનાં પ્રચંડ વિરોધનો સામનો કરવો પડયો હતો. આજે તે મનાલીથી મુંબઈ જતી વખતે કીરતપુર સાહેબ ટોલ પ્લાઝા પાસે કારમાં પહોંચી ત્યારે કિસાનોનાં ટોળાએ તેનાં કાફલાને રોકી લીધો હતો. આ દરમિયાન નારાબાજી અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો કંગના માફી માગે તેવી માગણી કરતાં રહ્યાં હતાં.

તનાવ વધતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આશરે બે કલાકનાં હંગામા બાદ આખરે કંગનાએ માફી માગી લીધા બાદ તેને ત્યાંથી જવા દેવામાં આવી હતી.

દેખાવકાર કિસાનોનું કહેવું હતું કે, એકથી વધુ વખત કંગનાએ ખેડૂતો માટે ગેરશબ્દો ભાંડયા છે. જ્યાં સુધી તે માફી ન માગે ત્યાં સુધી તેને આગળ જવા નહીં દેવાં માટે ખેડૂતો મક્કમ રહ્યા હતાં.’

December 3, 2021
gita_gopinath.jpg
1min546

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને પ્રમોશન અપાયુ છે અને તે હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બની ગયા છે.સંગઠનમાં આ બીજા નંબરનુ પદ છે.

ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આ પદ પર પહેલી વકત પહોંચી છે.ગીતા ગોપીનાથ તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા માંગતા હતા.તેમનો વિચાર આગામી વર્ષથી ફરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો હતો પણ હવે તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશે.

ગીતા ગોપીનાથ અમેરિકાના સિટિઝન છે.જોકે તેમનો જન્મ ભારતમાં થયો હતો.નાનપણમાં તેઓ તેજસ્વી સ્ટુડન્ટ નહોતા.એક ઈન્ટરવ્યૂમાં તે્મણે કહ્યુ હતુ કે, ધો.7માં મારા 45 ટકા આવ્યા હતા પણ તે પછી મેં ભણવામાં વધારે ધ્યાન આપવાનુ શરુ કર્યુ હતુ.બાદમાં તેમણે મૈસૂરની કોલેજ જોઈન કરીને સાયન્સનો અભ્યાસ કર્યો હતો.જોકે એ પછી તેમણે ઈકોનોમિક્સ વિષય સાથે બીએની ડિગ્રી મેળવી હતી.

દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાં તેમણે ઈકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી પણ મેળવી હતી.એ પછી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સની માસ્ટર ડિગ્રી મેળવી હતી.1994માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટી જોઈન કરી હતી.1996 થી 2001 સુધી તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં પીએચડી કરી હતી.

આ દરમિયાન તેમની મુલાકાત ઈકબાલ સાથે થઈ હતી.બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.તેમને 18 વર્ષનો એક પુત્ર છે.જેનુ નામ રાહિલ છે.2001 થી 2005 સુધી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક હતા અને બાદમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી હતી.ગીતા ગોપીનાથે ઈકોનોમિક્સ અને નાણાકીય બાબતો પર 40 રિસર્ચ પેપર પણ લખ્યા છે.

ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, ગ્લોબલ ગ્રોથનુ જે અનુમાન છે તેમાં 80 ટકા ઘટાડો થયો છે અને તે માટે ભારત જવાબદાર છે.તેમણે મોદી સરકારના નોટબંધીના નિર્ણયને પણ નકારાત્મક ગણાવ્યો હતો.જોકે મોદી સરકારના કૃષિ કાયદાના તેમણે વખાણ કર્યા હતા.

December 3, 2021
image.jpeg
1min522
Ind vs nz 2nd test at mumbai virat kohli took drs but 3rd umpire did not  overturn field umpire decision out on zero - IND vs NZ: विराट कोहली को दिया  गलत

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત સારી શરુઆત બાદ મુશ્કેલીમાં મુકાયુ છે.

ભારતીય ઓપનરોએ 80 રનની પાર્ટનરશિપ કર્યા બાદ ગિલ, પૂજારા અને કોહલીએ ટપોટપ વિકેટ ગુમાવી હતી.તેમાં પણ પૂજારા અને કોહલી ઝીરો પર આઉટ થયા હતા.કોહલીને ઝીરો રન પર સ્પિનર એઝાઝ પટેલની બોલિંગમાં વિવાદાસ્પદ રીતે એલબીડબલ્યુ આઉટ અપાયો હતો.

મળતી વિગતો પ્રમાણે ફિલ્ડ અમ્પાયરે કોહલીને એલબીડબલ્યુ આઉટ આપ્યા બાદ કોહલીએ રિવ્યૂ લીધો હતો.આ નિર્ણય વિવાદાસ્પદ લાગ્યો હતો.કારણકે બોલ બેટ પર અથડાઈને પેડ પર ગયો હોવાનુ લાગતુ હતુ.જોકે રિવ્યૂમાં થર્ડ અમ્પાયરે પણ કોહલીને આઉટ આપ્યો હતો.

નિર્ણયથી નાખુશ ભારતીય કેપ્ટન ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી પાસે ગયો હતો અને બંને વચ્ચે ખાસો સમય દલીલબાજી ચાલી હતી.જોકે છેવટે કોહલીએ પેવેલિયનનો રસ્તો પકડવો પડ્યો હતો.કોહલી ચાર બોલ રમીને ઝીરો પર આઉટ થયો હતો.

December 3, 2021
jagdish_thakor.jpg
1min694

2016માં કોંગ્રેસના તમામ હોદ્દા છોડનારા જગદીશ ઠાકોરનું નામ પ્રદેશ પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થયું. માધવસિંહ સોલંકીના નજીકના નેતા ગણાય છે જગદીશ ઠાકોર.

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.

ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે અને તેમના નામની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.