CIA ALERT

Slider Archives - Page 101 of 492 - CIA Live

March 22, 2022
boieng_737-1280x720.jpg
1min594

ચીનમાં થયેલી દુર્ઘટનાને  પગલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય વિમાની કંપનીઓનાં બોઇંગ ૭૩૭ વિમાનો પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યો છે. સ્પાઇસજેટ, વિસ્તારા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ વિમાનો ધરાવે છે. ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું હતું કે વિમાનોની સુરક્ષા ગંભીર બાબત છે અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ચાઇના ઇસ્ટર્ન ઍરલાઇન્સ દ્વારા તમામ બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનોનું ઉડ્ડયન અટકાવી દીધું છે. બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન બોઇંગ ૭૩૭-૮૦૦નું ઍડ્વાન્સ્ડ વર્ઝન છે અને બન્નેને ૭૩૭ સિરીઝમાં ગણવામાં આવે છે.

March 22, 2022
petrol-diesel-1.jpg
1min443

137 દિવસ પછી ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. મંગળવારથી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર 80 પૈસાનો વધારો થયો છે. આ સાથે ગેસના સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા થઈ ગઈ છે.

ભાવમાં વધારો થતા Suratમાં પેટ્રોલનો ભાવ 95.93 પ્રતિ લિટર થઈ ગયો છે જ્યારે ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.96 રૂપિયા થઈ ગયો છે. પાછલા વર્ષે નવેમ્બરમાં પેટ્રોલના ભાવમાં વધારો થયા બાદ ભાવ સ્થિર છે. જોકે, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણી પછી સપ્ટેમ્બરના અંતિમ દિવસમાં જે વધારો શરુ થયો હતો તે દિવાળી સુધી યથાવત રહ્યો હતો. જે દરમિયાન પેટ્રોલમાં 8.15 રૂપિયા મોંઘું થયું હતું. જોકે, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જે બાદ રાજ્યો દ્વારા પણ તેમાં ઘટાડો કરવામાં આવતા પેટ્રોલના ભાવ 100ની અંદર આવ્યા હતા.

પાછલા વર્ષે 9.45 રૂપિયા મોંઘું થયું હતું ડીઝલ

પાછલા વર્ષે પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારે તેજી જોવા મળી હતી. વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો પેટ્રોલ કરતા ડીઝલ બનાવવું મોંઘું પડે છે. પરંતુ ભારતીય રિટેઈલ માર્કેટમાં પેટ્રોલ મોંઘું વેચાય છે અને ડીઝલ સસ્તું વેચાય છે. પાછલા વર્ષે 24 સપ્ટેમ્બરથી અહીં જે ડીઝલમાં આગ લાગવાની શરુ થઈ હતી, જે પછી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થતા ભાવ નીચા આવ્યા હતા. ડીઝલના ભાવમાં 24 સપ્ટેમ્બરથી દિવાળી સુધીમાં લગભગ 9.45 રૂપિયા મોંઘું થયું હતું.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની સાથે સરકારે LPG પ્રાઈઝમાં પણ વધારો કર્યો છે. સરકારે પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધાારો કર્યો છે. હવે એક સિલિન્ડરની કિંમત 949.50 થઈ ગઈ છે. ઓક્ટોબર 2021 પછી 14.2 કિલો ઘરેલી વપરાશના સિલિન્ડર પર ભાવ વધ્યા છે.

5Kg LPG સિલિન્ડરે રૂપિયા 349 થયા છે અને 10Kg સિલિન્ડરના ભાવ 669 થયા છે. આ સિવાય 19Kg LPG સિલિન્ડરનો ભાવ 2000ને પાર કરીને 2003.50 થઈ ગયો છે.

March 21, 2022
patidar.jpg
1min437

2015માં રાજ્યમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં પોલીસ દ્વારા નોંંધવામાં આવેલા 10 કેસ પરત ખેંચી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા 2 કેસ ઉપરાંત, નરોડા, રામોલ, બાપુનગર, સાબરમતી, નવરંગપુરા, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1-1 કેસ અને ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલો એક કેસ પરત ખેંચી લેવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. 

હાર્દિક પટેલ સામે નોંધાયેલા બે કેસ પણ પરત ખેંચવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી કે જો 23મી માર્ચ સુધીમાં સરકારે પાટીદારો સામેના કેસ પરત ના ખેંચ્યા તો આખા રાજ્યમાં આંદોલન શરુ કરવામાં આવશે.

હાર્દિક પટેલ સામે રાજદ્રોહ ઉપરાંત, જાહેરનામાનો ભંગ કરવા સહિતના કેસો નોંધાયેલા છે. વિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં નીચલી કોર્ટ તેમને સજા પણ ફટકારી ચૂકી છે, અને હાલ હાઈકોર્ટમાં આ મામલો પેન્ડિંગ છે. અમદાવાદના જે 10 કેસ પરત ખેંચવાની જાહેરાત કરાઈ છે, તેમાં આરોપીઓની સંખ્યા કેટલી છે તેની ચોક્કસ વિગતો બહાર નથી આવી શકી. આ કેસમાંથી સાત અમદાવાદની સેશન્સ કોર્ટમાં જ્યારે ત્રણ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે નોંધાયેલા કેસને પાછો ખેંચવાનો હુકમ 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં વ્યાપક ભાંગફોડ તેમજ આગજનીની ઘટનાઓ બની હતી. વસ્ત્રાલમાં ટોળું તોફાની બનતાં પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં પિતા-પુત્રના મોત નીપજતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત, બાપુનગરમાં પણ થયેલી ધમાલ બાદ શ્વેતાંગ પટેલ નામના એક યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. રાજ્યના અલગ-અલગ હિસ્સામાં બનેલી ઘટનાઓમાં કુલ 14 પાટીદાર યુવકોના મોત થયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા કેન્દ્રિય દળોને પણ બોલાવવા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લાખો પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલે તે વખતે GMDC ગ્રાઉન્ડમાં જ ધરણા યોજવાની જાહેરાત કરતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો, અને હાર્દિકની અટકાયત કરી હતી. તે વખતે સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં શાંતિ બહાલ કરવા માટે ખુદ પીએમ મોદીએ તે વખતે અપીલ કરી હતી. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા તત્કાલિન સીએમ આનંદીબેન પટેલે થોડા સમયમાં જ પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી, અને 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પર્ફોમન્સ સૌથી ખરાબ રહ્યું હતું.

March 21, 2022
hijab-1.jpg
1min726

કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો આપનાર જજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક ધમકીભર્યો વીડિયો સામે આવ્યો હતો, ત્યાર બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. 15 માર્ચે હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ અંગેના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો. હાલમાં અરજદારો આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડવોકેટ ઉમાપતિએ શનિવારે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ મામલે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે તેને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો જેમાં એક વ્યક્તિ ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીને ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે ઝારખંડના જજની કથિત હત્યાનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે.

ફરિયાદીએ કહ્યું કે “સ્પીકરે કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશને પણ આવી જ ધમકી આપી છે કે લોકો જાણે છે કે તે ક્યાં ફરવા જાય છે. તે વ્યક્તિએ પરિવારના સભ્યો સાથે જજની ઉડુપી મઠની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કોર્ટના નિર્ણય વિશે વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.” ફરિયાદીએ એમ પણ કહ્યું કે “આ વીડિયો તમિલનાડુના મદુરાઈમાં શૂટ કરવામાં આવ્યો હોઈ શકે છે.”

અન્ય એક વકીલ સુધા કટવાએ પણ વાયરલ વીડિયો અંગે ફરિયાદ નોંધાવી છે. ચીફ જસ્ટિસ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને કાઝી એમ ઝૈબુન્નીસાની બનેલી હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે હિજાબ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો.

March 21, 2022
biren_singh.jpg
1min421

મણિપુરમાં ભાજપાને મળેલી પ્રચંડ જીત બાદ આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. મણિપુરમાં સીએમને લઈને ચાલી રહેલ સસ્પેન્સને ભાજપ હાઇકમાન્ડે ખતમ કરીને બિરેન સિંહનાં નામની જાહેરાત કરી દીધી છે. બીરેનાસિંહ જ મણિપુરમાં ભાજપા ધારાસભ્ય દળના આગામી નેતા હશે. મણિપુરમાં બીજેપી વિધાયક દળની બેઠક બાદ એન બિરેનાસિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બિરેનાસિંહ સતત બીજી વખત મણિપુરની સત્તા સંભાળવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મણિપુરમાં આયોજિત બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને સહ-િનરીક્ષક કિરેન રિજિજુ હાજર હતા.

March 21, 2022
ipo.jpg
1min468

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૯ માસ આઈપીઓ માટે ઐતિહાસિક સમય સાબિત થયો હતો. અત્યાર સુધી કુલ ૫૦ કંપનીઓએ રૂ. ૧.૧૫ લાખ કરોડનું ફંડ આઈપીઓ દ્વારા એકત્ર કર્યું છે. જો કે, હાલ તેમાંથી ૩/૪ આઈપીઓમાં રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડાઓ અનુસાર, ૫૦માંથી ૩૬ કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ પ્રાઈસ સામે ઘટ્યા છે. જે રોકાણકારોએ લિસ્ટિંગ દરમિયાન આઈપીઓમાં રોકાણ કર્યું હતુ તેઓને ખોટ થઈ છે. તેમાં ૩૬માંથી ૨૨ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈસ સામે ઓછું રિટર્ન આપી રહ્યા છે.  

ગયા વર્ષે આવેલા મોટાભાગના આઈપીઓની કિંમત વધુ હતી. જો બજારમાં તેજીના કારણે ઓવર વેલ્યુએશન ધરાવતા આઈપીઓ પણ ઓવરસબસ્ક્રાઇબ થઈ જાય છે. આવી સ્થિતિમાં, મંદીના સમયગાળા દરમિયાન તેની કિંમતમાં મોટાપાયે ઘટાડો થતો હોય છે.   મોટાભાગના શેર જે હાલમાં લિસ્ટિંગ કિંમત અથવા ઈશ્યુ પ્રાઈસથી નીચે છે તે પેટીએમ અને ઝોમેટો જેવી ન્યુ એજ કંપનીઓ છે. તેઓ હજુ સુધી નફાકારક બની નથી. અત્યારના પડકારજનક સંજોગોમાં આવા શેરોની સ્થિતિ કથળે છે. પેટીએમ અને કારટ્રેડમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. 

March 19, 2022
cia_edu-1280x925.jpg
2min761

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની પ્રવેશ પરીક્ષાની તારીખોની ઘોષણા અને રજિસ્ટ્રેશ શરૂ થઇ ગયા છે.

આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે નાટા આ વર્ષથી ત્રણ ફેઝમાં લેવાશે

ધો.12 પીસીએમ પછી પાંચ વર્ષના બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર (નાટા) પ્રવેશ પરીક્ષા આ વર્ષે ત્રણ ટ્રાયલમાં લેવાની ઘોષણા કરવામાં આવી છે.

  • નાટા ફેઝ વન- 12-06-2022
  • નાટા ફેઝ ટુ – 03-07-2022
  • નાટા ફેઝ થ્રી – 24-07-2022

ટૂંક સમયમાં નાટા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે

નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન આગામી તા.22મી માર્ચ બાદ ગમે ત્યારે શરૂ થઇ જશે. નાટા અગર તો કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરની વેબસાઇટ સતત જોતા રહેવું.

બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી- પીલાની, ગોવા, હૈદરાબાદ અને દુબઇ કેમ્પસમાં પ્રવેશ માટેની પરીક્ષા બીટસેટ

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપ બાદ દેશમાં આઇ.આઇ.ટી. જેટલી જ ગુણવત્તાસભર એન્જિનિયરિંગ કોલેજ બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (બીટ) પીલાની રાજસ્થાન, ગોવા અને હૈદરાબાદ કેમ્પસ ઉપરાંત દુબઇ કેમ્પસમાં ચાલતા ઇજનેરીના જુદા જુદા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે બીટસેટ નામની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ વખતે આ પરીક્ષા બે વખત લેવાનું આયોજન છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ જણાવવાનું કે બીટસેટ માટેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે.

  • બીટસેટ ફેઝ વન – 20થી 26 જૂન, 2022
  • બીટસેટ ફેઝ ટુ – 22થી 26 જુલાઇ, 2022
March 19, 2022
yogi.jpg
1min504

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ (yogi adityanath swearing in ceremony)ની તારીખ આવી ગઈ છે. શુક્રવારે, ANIએ એક ટ્વિટ કર્યું, જેમાં તેણે 25 માર્ચે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે યોગી સાંજે 4 વાગ્યે યુપીના સીએમ તરીકે શપથ લેશે.

પાંચ વર્ષના સફળ કાર્યકાળ બાદ યુપીમાં સત્તામાં વાપસી કરીને 37 વર્ષ જૂની માન્યતાને તોડીને ભાજપ માટે ઈતિહાસ રચનાર સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં બીજેપી સરકારનો બીજો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહ 25 માર્ચેના શહીદ પથ ખાતે આવેલા ઇકાના સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. કેબિનેટમાં મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. બપોરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય અને ભાજપના વરિષ્ઠ નેતાઓ શપથ ગ્રહણમાં હાજરી આપશે. ઈકના સ્ટેડિયમમાં પ્રસ્તાવિત શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટના સ્વરુપ અને કોને કોને સમાવવા તેને લઈને યોગી આદિત્યનાથ સાથે પાર્ટી નેતૃત્વએ પરામર્શ કરી લીધો છે અને તેમને અલગથી સૂચિત કરી દેવામાં આવશે. યુપીમાં સરકારની રચના માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસને અનુક્રમે નિરીક્ષક અને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ગોરખપુરથી લખનૌ પહોંચશે ત્યારે શપથ ગ્રહણ કરનાર મંત્રીઓની યાદી બનાવવામાં આવશે.

March 16, 2022
kids.jpg
1min547

કેન્દ્ર સરકારે મંગળવારે 12-14 વર્ષના બાળકો માટે COVID-19 વેક્સિનેશન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આજથી એટલે કે, બુધવારથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઉંમરના બાળકોને ફક્ત કોર્બેવેક્સ વેક્સિન (Corbevax Vaccine)નો ઉપયોગ કરવામાં આવશે. 

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ-ઈની વેક્સિન Corbevaxના 2 ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. મતલબ કે વેક્સિનના બંને ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ રહેશે. કેન્દ્રએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર દ્વારા આ ગાઈડલાઈન મોકલી હતી. તા. 01 માર્ચ 2021 સુધીની ગણતરી પ્રમાણે દેશમાં 12 અને 13 વર્ષની ઉંમરના 4.7 કરોડ બાળકો છે. વેક્સિનેશન માટે CoWIN એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

તે સિવાય હવે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને પણ પ્રિકોશન ડોઝ આપી શકાશે. હકીકતે આ ડોઝ વેક્સિનના બીજા ડોઝના 9 મહિના કે 39 સપ્તાહ પૂર્ણ થયા બાદ વૃદ્ધોને આપવાનો છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિકોશન ડોઝમાં એ જ વેક્સિન આપવામાં આવશે જે પહેલા અને બીજા ડોઝમાં લીધી હોય. 

March 16, 2022
basic.jpg
1min741

28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.

ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.

જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.

સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે. 

A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે.​​​​​​​
B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.