MBBS પછીના DNB કોર્સીસ માટે અલગથી CET (પરીક્ષા) નહીં લેવાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતમાં મેડીકલ ગ્રેજ્યુએશન MBBS કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીની મર્યાદિત બેઠકો ઉપલબ્ધ હોઇ, અનેક સંસ્થાઓ ખાસ કરીને મોટી હોસ્પિટલ્સ દ્વારા તબીબોની કારકિર્દીમાં વેલ્યુ એડીશન થાય એ માટે ત્રણ વર્ષ સુધીની અવધિ ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ ચલાવવામાં આવી રહ્યા છે જેને ડીએનબી કોર્સ કહેવાય અને આ કોર્સીસનું સઘળું સંચાલન Diplomate National Board (DNB) દ્વારા કરવામાં આવે છે.
DNB post MBBS કોર્સમાં પ્રવેશ માટે દેશભરમાં સેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) લેવામાં આવતી હતી. પરંતુ, આ વખતથી એટલે કે 2020થી DNB સેટ પરીક્ષા સ્ક્રેપ કરવામાં આવી છે. હવે પછી DNB સેટ પરીક્ષા નહીં લેવામાં આવે એવી સ્પષ્ટતા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા કરવામાં આવી છે.
દેશભરના તબીબો ખાસ કરીને મેડીકલ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા એમ.બી.બી.એસ. ઉમેદવારો જોગ જણાવવામાં આવ્યું છે કે જે તબીબો DNB સેટ આપવા માંગતા હોય તેમણે DNB સેટ હવે લેવાવાની નથી અને નીટ પી.જી. 2020નું એપ્લિકેશન ફોર્મ ભરવું. નીટ પીજી 2020ના સ્કોરના આધારે જ Diplomate National Board (DNB) હેઠળના અભ્યાસક્રમોમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ તૈયાર થશે.

Diplomate National Board (DNB) પોસ્ટ એમબીબીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ-પીજી જ ફરજિયાત

નીટ પીજી-2020ની ઓનલાઇન એપ્લિકેશન તા. 21મી નવેમ્બર 2019 સુધી કરી શકાશે
તબીબો માટે સારા સમાચાર : ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ

સૂરતના જાણીતા ઓપ્થેલમોલોજિસ્ટ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે MBBS પછીના DNB કોર્સીસ કરનારા કે કરવાની ઇચ્છા ધરાવતા તબીબો માટે ગુડ ન્યુઝ છે. પહેલા તો ગુડ ન્યુઝ એ છે કે એમ.બી.બી.એસ. ઉમેદવારોએ નીટ પીજી. અને ડી.એન.બી. સેટ બન્ને પરીક્ષાઓ આપવી પડતી હતી. હવે બન્ને કોર્સ માટે એક જ પરીક્ષા આપવી પડશે. બીજા ગુડ ન્યુઝ એ છે કે MBBS પછીના DNB કોર્સ સફળતાપૂર્વક પાસ કરનારા તબીબોને અધ્યાપકની નોકરી માટે લાયક ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે.































