CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 43 of 61 - CIA Live

June 5, 2020
tabligi-2.jpg
1min5280

કોરોનાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના સમયમાં વિઝા નિયમોનો ભંગ કરી ભારતમાં રહેનારા તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને કેન્દ્રના ગૃહ મંત્રાલયે બ્લેક લિસ્ટ કર્યા છે અને જણાવ્યું છે કે તેમને આગામી દસ વર્ષ સુધી ભારતમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. દેશભરમાં જુદા જુદા રાજ્યની મસ્જિદ અને ધાર્મિક સંસ્થામાં ગેરકાયદે રહેતા વિદેશીઓની માહિતી રાજ્ય સરકારે કેન્દ્રને સોંપ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.

કેન્દ્રના ગૃહ મંત્રાલયે તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને બ્લેક લિસ્ટ કર્યા છે.

૨૫ માર્ચથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો. 

June 3, 2020
sharamiktrain.jpg
1min5600

કોરોના અને લોકડાઉનના કારણે સૂરતમાંથી બાર લાખથી વધુ અને સમગ્ર ગુજરાતમાંથી ૧૫ લાખ કરતા વધુ શ્રમિકો યુપી, બિહાર, ઓરીસ્સા વગેરે જેવા રાજ્યોમાં આવેલા પોતાના વતને રવાના થઇ ગયા છે. સૂરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં શ્રમિકોના અભાવે ન તો મિલો શરૂ થઇ શકી છે ના તો વિવીંગ કારખાનાઓ. આવી જ હાલત ગુજરાતના અન્ય ઉદ્યોગોની પણ થવા પામી છે.

રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી છે, સૂરત, અમદાવાદ સમેત સમગ્ર રાજ્યમાં શ્રમિકો વિના ઉદ્યોગોનું ૮૦ ટકા કામ ઠપ્પ થઇ ગયું છે. સરકારે પણ શ્રમિકોની વ્યવસ્થા કરવા એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં ગુજરાતના આદિવાસી શ્રમિકોની સાથે અન્ય રાજ્યની સરકારો સાથે વાતચીત કરી શ્રમિકોને પાછા લાવવા વેપાર ઉદ્યોગ સંગઠનોની સાથે ઉદ્યોગ વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે.

ગુજરાતને ફરી ધમધમતું કરવા માટે મહત્ત્વના એવા શ્રમિકોને પાછા લાવી કામે લગાડવા ગુજરાત સરકારે પણ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા સરકારો સાથે સંપર્ક કર્યો છે અને પરપ્રાંતીયોને પરત લાવવા માટે ગુજરાત સહકાર આપવા તૈયાર છે તેવું જણાવ્યું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગનાં સંગઠનો સાથે મુખ્ય પ્રધાન અને સમગ્ર ઉદ્યોગ વિભાગ સતત સંપર્કમાં છે અને તેઓને કયાં-કયાં રાજ્યોમાંથી કયા પ્રકારના કામદારો આવી શકે તેમ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

રાજ્યના મોટા ઉદ્યોગોની સાથે નવા બિલ્ડિંગ અને નવા પ્રોજેક્ટના લેબર વર્ક વિના આગળ વધવું મુશ્કેલ છે, આ ઉપરાંત સોના ચાંદીના કામ માટેના માહેર બંગાળી કારીગરો પણ વતન ચાલ્યા ગયા છે, તેથી મોટા ભાગના ધંધામાં શ્રમિકો વિના કામ શરૂ કરવું ઘણું મુશ્કેલ છે, હાલ જે રીતે મજૂરોની તંગી પડી રહી છે તેથી રાજ્ય સરકાર પણ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત હાલ જે કામદારો છે જે વતન પરત જઇ શક્યા નથી, આવા કામદારોને ફરીથી રોજગારના સ્થળે પહોંચાડવામાં પણ ખાસ વ્યવસ્થા કરાશે.

June 1, 2020
gir_lion.jpg
1min4680

ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૫ સિંહોના મોત થઇ ચૂક્યા છે. આ સિંહોના મોત પાછળનું કારણ જાણવા માટે કેન્દ્રની ટીમ ગીર વિસ્તારમાં પહોંચી છે, જેમાં કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટનરી ઇન્સ્ટીયૂટના સભ્ય અને વાઇલ્ડ લાઇફ ઈન્સિીટ્યૂટ ઑફ ઇન્ડિયાના સભ્યનો સમાવેશ થાય છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ તપાસ કરશે. સિંહોની તમામ તપાસ બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપાશે, જ્યારે સ્થાનિક વનવિભાગ સિંહોમાં બેબીસીયા રોગ હોવાનું રટણ કરી રહ્યું છે. બીજી તરફ ૨૦૧૮માં આવેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ રોગની પણ ઉચ્ચ અધિકારીઓમાં આશંકા છે. ગીર વિસ્તારમાં તપાસ હાથ ધરી દિલ્હીની ટીમ જૂનાગઢ ઝૂ ખાતે રવાના થઇ છે.

ગીરના સિંહોના મૃત્યુનું કારણ બેબીસીયા (શરીર પર લોહી ચૂસતા ટિક) આ બેબીસીયા વન્યજીવોમાં પિરોપ્લાઝ્મોસિસ: ઇટાલિયન આલ્પ્સમાં બેબીઝિયા અને મેલેરિયા મુક્ત રીતે વિહરતા ખરીવાળા સસ્તન પ્રાણી અને માંસાહારીને અસર કરે છે. બેબીસીયા તે એપીકોમ્પ્લેક્સ પરોપજીવી છે. બેબીસીયા એ ટિક-જન્મેલા ઇન્ટ્રોસેલ્યુલર એરિથ્રોસાયટીક હીમોપ્રોટોઝોઆન પરોપજીવી બેબીયોસિસનું કારણ છે.

May 31, 2020
kyar_cyclone-1280x707.jpg
1min5300

ગુજરાત માથે હીકા વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડું તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે. જો કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના લીધે વાવાઝોડાએ રૂટ બદલ્યાની શંકા છે.

હવામાન ખાતાના અપડેટ અનુસાર અત્યારે અરબી સમુદ્રનું ડિપ્રેશન ઓમાન-યમન પાસે કેન્દ્રિત છે. અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના ૧૨૦ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

ગુજરાત પર હાલ વાવાઝોડાનું સંકટ સર્જાયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ૩૧ મે સુધી હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી ૪ અને ૫ જૂનના રોજ દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.

May 31, 2020
corona-gujarat.jpg
1min6110

કેન્દ્ર સરકાર તરફથી ૧ જુનથી ૩૦ જુન સુધીની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી, જેમાં ત્રણ ફેઝમાં હોટલ, રેસ્ટોરન્ટ,ધાર્મિક સ્થળો સિવાય અન્ય વસ્તુઓ ખોલવામાં આવશે. ત્યારે ગુજરાત સરકાર તરફથી પણ લોકડાઉન ૫.૦ના અનલોક ૧.૦ને લઇ મહત્વ જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં એસટી બસ ૬૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રીક્ષાઓ પણ દોડતી થશે જેમાં ૨ વ્યક્તિઓને બેસાડી શકાશે.

અનલોક-૧ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે તે આ મુજબ છે :
•    કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
•    કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
•    સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.
•    સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે બસ સેવા શરૂ થશે.
•    સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ
•    સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ
•    મોટરસાયકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત
•    મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે
•    સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ
•    સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે
•    ૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે
•    હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન સુધી ચાલુ નહીં થાય
•    કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
•     આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરવામાં આવશે.
•    શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , લૉકડાઉન-૪ પછી રાજ્યમાં છૂટછાટો આપીને અમદાવદ અને સુરત સિવાય અલગ-અલગ નગરો, શહેરો, ગામોમાં જનજીવન સામાન્ય થાય તે માટેના પ્રયાસોમાં લોકોએ નિયમો પાળીને જે સહકાર આપ્યો છે તેનો રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરે છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સૌ કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ એ ભૂલવાનું નથી. એકેએક ગુજરાતી કોરોના વોરિયર બનીને કાર્યરત થાય, માસ્ક વિના બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ.એટલું જ નહીં વારંવાર સાબુથી હાથ ધોઈએ, કામ કાજના સ્થળે બધુ સેનેટાઈઝ થાય તેની દરકાર રાખીએ અને આપણા પરિવારના ૬૫ વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ.

લૉકડાઉનના ચાર તબક્કામાં જે સહકાર-સહયોગ આપીને નિયમોનું પાલન કર્યું છે તે રીતે હવે અનલૉક-૧માં પણ સહયોગ આપે. કામકાજ અટકે નહીં, આર્થિક રૂકાવટ આવે નહીં સાથોસાથ જનજીવન અને રોજિંદી પ્રવૃત્તિઓ ઝડપથી પૂર્વવત થાય તેની પણ સૌ તકેદારી રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી.

May 31, 2020
unlock.jpg
1min6560

ગૃહમંત્રાલયે લૉકડાઉન પૂરું કરી દીધું અને હવે અનલૉક 1ની ગાઈડલાઇન્સ (Unlock 1 Guidelines and rules) જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે, પણ હાલ કન્ટેન્મેન્ટ જોનમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કે, આવશ્ય વસ્તુઓ માટે પરવાનગી છે. અનલૉક 1ની આ ગાઈડલાઇન્સ 1 જૂનથી 30 જૂન માટે લાગૂ પાડવામાં આવી છે. તો જાણો શું છે લૉકડાઉન 5.0 નહીં પણ અનલૉક 1…

રાતનું કર્ફ્યૂ જળવાઈ રહેશે. જે જીવનાવશ્યક વસ્તુઓ છે, તેમની માટે કોઇ જ કર્ફ્યૂ નહીં હોય. રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હવે નાઇટ કર્ફ્યૂ રહેશે. અત્યાર સુધી સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી હતું, સ્કૂલ-કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અંગે સરકાર પછીથી નિર્ણય લેશે.

મંદિર, મસ્જિદ, ગુરૂદ્વાર, ચર્ચમાં જઈ શકશો. કેટલાક રાજ્યોની ઇચ્છા છે કે મૉલ્સ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ બીજા ફેસમાં જુલાઇથી શરૂ કરવામાં આવી શકે છે. 8 જૂનથી રેસ્ટૉરન્ટ્સ અને હૉટેલ્સ પણ શરૂ થઈ શકશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક કમ્પલસરી રહેશે. ધાર્મિક સ્થળો અને સલૂન શરૂ કરવામાં આવશે પણ કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી રહેશે.

એકથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે હટાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો આવાગમન કરી શકશે, પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન આવશ્યક છે. ક્યાંય પણ આવવા કે જવા પહેલા કોઇપણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર નહીં પડે.

હવે રાજ્ય સરકારને વધારે તાકાત આપવામાં આવી છે. રાજ્ય સરકાર નક્કી કરશે કે કેવી રીતે રાજ્યોમાં બસ અને મેટ્રો સેવાઓ શરૂ થશે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવી દીધા છે, પણ રાજ્ય સરકાર પોતાના સ્તરે પ્રતિબંધ મૂકી શકે છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પહેલા જ કહ્યું હતું કે લૉકડાઉન 5.0 ખૂબ જ સામાન્ય હશે. તેમણે જણાવ્યું કે, “આમાં અમુક જ વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય જનજીવન સામાન્ય કરી દેવામાં આવશે.” તેમણે જણાવ્યું કે હાલ જે પરિસ્થિતિ છે તે હંમેશાં નહીં રહે. લોકોને ઘણી હદે છૂટ આપવામાં આવી ચે અને હવે આશા છે કે સામાન્ય જીવન થશે.

May 26, 2020
narmada_dam.jpg
1min5160

નર્મદા બંધ હાલમાં ૧૨૧.૨૮ મીટરે પહોંચ્યો છે. ઉનાળામાં આ સમયે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી નોંધાઈ છે. બંધમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી ગુજરાતના અન્ય જીલ્લાઓમાં ઉનાળુ સિઝનમાં પાણી પહોંચાડવામાં પણ સરળતા રહેશે.

નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના વીજ મથકના ટર્બાઇન ચાલુ થતાં તેમાંથી ડિસ્ચાર્જ પાણી સીધું જ સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ૧૦૭૭૬ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેથી રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવામાં બંધ સક્ષમ બન્યો છે.

ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં પાણીની માગ વધતા સૌની યોજના થકી ગુજરાત સરકાર દ્વારા નર્મદા બંધની મુખ્ય કેનાલમાં ૫ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી રાજ્યના વિવિધ ડેમો ભરાશે અને નદીઓમાં પણ પાણી ઉમેરાશે. હાલ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કેનાલ માર્ગે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા લગાવ્યા બાદ ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. આ વર્ષે પણ સારા વરસાદના એંધાણ છે એટલે નર્મદા બંધના સરદાર સરોવરમાં ૧૩૮.૬૮ મીટર સુધી પાણી ભરી શકાશે.

May 26, 2020
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min7650

આગામી સપ્તાહે એટલે કે તા. ત્રીજી જૂનની આસપાસ ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમીમાં વધારો થવાની પણ આગાહી છે.

પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ, જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એવો પણ વર્તારો હવામાન ખાતાએ કર્યો છે. ૩જી જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે.

ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ર્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેન્ટ નક્કી કરશે, આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને ૩ જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે, જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે.

May 24, 2020
Savarkundala.jpg
1min5200

બોરીવલીથી આશરે ૧૫૦૦ જેટલા હીરાના કારીગરો માટે શુક્રવારે મોડી રાતે રવાના થયેલી ટ્રેન Friday બપોરે ૧૨.૩૦ વાગ્યે સાવરકુંડલા પહોંચી હતી. સાવરકુંડલાના હીરાના કારીગર તેમ જ બોરીવલી અને દહિસરના હીરાના કારખાનેદારોએ આખા મુંબઈ સામે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. એક તરફ જ્યાં મુંબઈ શહેરની બહાર જવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં છે ત્યારે બીજી તરફ સારી રીતે રજૂઆત કરીને પ્રશાસન અને સરકારની મદદથી આ તમામ લોકો મફતમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. અમદાવાદમાં ટ્રેનને બે કલાક હોલ્ટ આપી, તમામ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

બોરીવલી અને દહિસરમાં ૭૦૦થી ૮૦૦ જેટલી હીરાની ફૅક્ટરીઓ છે. અહીં મોટા ભાગે ફૅક્ટરીના માલિકો તેમ જ કર્મચારીઓ સૌરાષ્ટ્રના છે.

૧૬ મેના દિવસે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઑફ પોલીસને અરજી કરી હતી કે બોરીવલી અને દહિસરમાં રહેતા હીરાના કારખાનેદારોને ત્યાં કામ કરતા કર્મચારીઓને સાવરકુંડલા-સૌરાષ્ટ્ર તરફ જવું છે. અમારી અરજી ઑથોરિટીને ફૉર્વર્ડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો. જોકે પહેલાં અમને જે ટ્રેન આપવામાં આવી હતી એ રાત્રે ૧૨ વાગ્યે સાવરકુંડલા પહોંચી રહી હતી અને સાવરકુંડલાનું તંત્ર એ માટે તૈયાર નહોતું એથી ટ્રેનનો સમય બદલવામાં આવ્યો. એ ઉપરાંત સારી રીતે મુસાફરી કરવા માટે ૩૦ જણનું ગ્રુપ બનાવવામાં આવ્યું, જ્યાં ગ્રુપ-લીડર નિયુક્તિ કરવામાં આવ્યો. તમામનાં મેડિકલ-ટેસ્ટ કરવામાં આવ્યાં, દરેક વ્યક્તિ કોરોના-મુક્ત છે.

May 22, 2020
loan.jpg
1min5240

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં ઠપ થઇ ગયેલા વેપાર-ધંધાને ફરીથી પાટે ચડાવા માટે નાના દુકાનદારો અને વ્યવસાયીઓને રૂ. એક લાખની બે ટકા વ્યાજની લોન આપવાની જાહેરાત બાદ તા.21મી મે ને ગુરુવારથી સહકારી બેન્કોમાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટ ભાવનગર અને વડોદરા સહિતના મહાનગરો અને નાના નગરોમાં બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીઓની બહાર લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. જાણે લોકોએ જીંદગી જોખમમાં મૂકીને એક લાખની લોન માટે મોટું જોખમ ખેડી લીધું હતું.

કેટલાક સ્થળોએ બેન્કોએ ફોર્મ આવ્યા નહીં હોવાનો જવાબ આપતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો. બીજી બાજુ રાજકોટમાં લાંબી લાઇનોથી સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યાં હતા.

રાજ્ય સરકાર દ્વારા ઘોષિત એક લાખની લોન લેવા માટે સૂરત, રાજકોટ સમેત મહાનગરોની બેંકોમાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મૂકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી.

સરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પુરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા હતા જેમને ધક્કો ખાવો પડ્યો હતો.

વળી અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા ન હોવાથી ફોર્મ નહીં મળતા લોકોએ બેંકોના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી. લોકોના ટોળાં કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં.