ગુજરાતમાં લોકડાઉન હટ્યા બાદ કોરોના વાઈરસના કેસ અને દર્દીઓના મોતમાં ચોંકાવનારો વધારો થઇ રહ્યો છે. 11મી જૂને સાંજે 5.00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 513 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત થયેલા ચોપડે નોંધાયેલા કેસોની સંખ્યા 22ને આંબી ગઈ હતા.
રાજ્ય સરકારે લોકડાઉન ખોલીને અનલોક જાહેર કરતા તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલોક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલોક-1ના પ્રથમ 11 દિવસમાં 5273 પોઝિટિવ કેસ અને 347 મોત થયા છે.
રાજ્યમાં જૂન મહિનામાં 11 દિવસમાં 5273 કેસ નોંધાયા અને 347 મૃત્યુના આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો દર કલાકે રાજ્યમાં 20 જેટલા કેસ અને 1.3 એટલે કે સરેરાશ એક મોત તો નીપજ્યું છે. જોકે, વેપાર ધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી તેમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કેલ્ક્યૂલેટેડ જોખમમાં પ્રથમ 11 દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય તેવું માલૂમ થઈ રહ્યું છે.
કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનાવતાં નેવે મુકી ખાનગી હોસ્પિટલો દર્દીઓની લૂંટી રહી છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં લોકો પાસેથી બેફામ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી માત્ર પાંચ કલાકના 1 લાખ 10 હજાર રૂપિયા વસૂલ્યા હોવાનો કોરોના દર્દીના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.
ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ પર હેત વરસાવાનું શરૂ કર્યું છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. શુક્રવારની સવાર સુધી બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ એક થી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નોંધાઈ રહ્યો છે.
સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી અને પોરબંદરના કુતિયાણાના બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા , બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણા, ગીર-સોમનાથના તલાલા, જૂનાગઢના મેંદરડા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢ ના માણાવદર, ગીર-સોમનાથના ગીર-ગઢડા, અને અમરેલીના વડિયામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત સુરતના ચોર્યાસીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સોરઠ પંથકમાં મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. માળિયા, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં ઝાપટાં પડ્યા છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર ઊભું થવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે, જેના પગલે ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસશે તથા ૧૪મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
ભારે વરસાદની સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રતિ કલાકે ૪૦થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. કેરળમાં વરસાદ પછી ૧૦ દિવસ પછી મુંબઈમાં અને એ પછીના સપ્તાહે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવો સામાન્ય ટ્રેન્ડ છે. જોકે, હજુ મહારાષ્ટ્રમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું ન હોવાથી ગુજરાતના ચોમાસાની તારીખો જાહેર કરવામાં આવી નથી.
તેમ છતાં ૧૧, ૧૨, ૧૩ અને ૧૪મી જૂને ભારેથી અતિભારે પ્રી-મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હા… મહારાષ્ટ્રમાં ચોમાસું આવી ગયા બાદ ગુજરાતમાં વરસાદની આગામી તારીખો જાહેર કરવામાં આવશે, તેવું હવામાન ખાતાના વિજ્ઞાની મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં ૫ જૂન પછી પાંચ દિવસમાં ફરીથી ૫૧૦ નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે જ્યારે ૩૪ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે. અમદાવાદમાં વધુ ૩૪૩ નવા કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થઇ ૧૫૩૦૫ થયો છે જ્યારે વધુ ૨૬ દર્દીઓના વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૦૯૨ એટલે કે હવે ૧૧૦૦ની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર, ભાવનગરમાં મૃત્યુ નોંધાતા હતા, એ હવે અન્ય જિલ્લાઓમાં પણ ધીમે ધીમે ચેપ પ્રસરતાં ત્યાં પણ મૃત્યુ વધી રહ્યા છે જે ચિંતાની બાબત છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને અરવલ્લીમાં બે બે, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક એક દર્દીના મૃત્યુ થયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા ૭૩ કેસ, વડોદરામાં ૩૫, ભાવનગરમાં ૮, ખેડામાં ૬, રાજકોટમાં ૫,મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં ૪-૪, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં ૨-૨ કેસ, પંચમહાલ, પાટણ, છોટા ઉદેપુરમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.
વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.
નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર જાણે દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે, કોરોના સામેની જંગ જીતી રહેલા દર્દીઓની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 477 કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, 321 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20,574 કેસ નોંધાય છે અને મૃત્યુઆંક 1,280 છે. તો, 13,964 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. આ બધામાં ચિંતાનો વિષય અમદાવાદ શહેર છે. કારણકે અહીંની પરિસ્થિતિ બહુબ ખરાબ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોનાં મોત થયા છે અને 346 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ થયેલા 1,280 મૃત્યુમાંથી 1000 કરતા વધુ લોકોના મોત અમદાવાદમાં જ થયા છે.
આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35, જૂનાગઢમાં 6, સાબરકાંઠા અને જામનગરમાં 5-5, ગાંધીનગર, અરવલ્લી અને પંચમહાલમાં 4-4 કેસ, ભાવનગરમાં 3, નવસારી, અરવલ્લી અને ભરૂચમાં 2-2 , મહેસાણા, કચ્છ, ખેડા અને ગીર-સોમનાથમાં 1-1 કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 31 મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 24, સુરત અને ગાંધીનગરમાં 2-2, પંચમહાલ અને રાજકોટ ખાતે 1-1 મોત નોંધાયું છે. છેલ્લા 10 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં કુલ 5,330 દર્દી હાલમાં પણ કોરોનાના એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે. જેમાં 59 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 13,964 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. હાલમાં જે દર્દીઓ સારવારમાં છે તેમાંથી કુલ 5271 દર્દીઓ સ્ટેબલ છે.
આગામી પાંચ દિવસ એટલે કે સોમવારથી શરૂ થયેલા નવા સપ્તાહમાં શુક્રવાર સુધી ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન તોફાની વરસાદી તાંડવ થાય એવી આગાહી કરવામાં આવી છે. આજકાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.
રાજ્યના હવામાન ખાતે દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં થયેલા વરસાદની શરુઆત સાથે ગરમીમાં મોટો ઘટાડો નોંધાયો છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જાણે રાજીનામાંનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તા.4 જુનમાં બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ આજે તા.5મી જુનને શુક્રવાર મોરબીના MLA બ્રિજેશ મેરજાએ પક્ષને રામ-રામ કહી દીધા છે.
મેરજાએ સોનિયા ગાંધીને મોકલેલા મેસેજનો સ્ક્રીનશોટ પણ બહાર આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પાર્ટીમાં રહીને જનતાના કામો કરવા સક્ષમ ના હોવાથી તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે.
ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 103નું છે, જ્યારે કોંગ્રેસ પાસે હવે 65 ધારાસભ્યો રહ્યા છે. આ સિવાય વિધાનસભામાં બીટીપીના બે, એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. જે ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાં એક ઉમેદવારને જીતાડવા માટે 35 પ્રેફરન્સ વોટ જરુરી છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટતા હવે ભાજપ પાસે પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડવાની ઉજળી તક છે.
કોરોના સંકટ વચ્ચે પડી ભાંગેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે ₹14,000 કરોડનાં આત્મનિર્ભર ગુજરાત પેકેજની જાહેરાત કરી છે.
100 યુનિટ વીજ બિલ માફ કરવાનો અને વેપારીઓને ₹એક લાખથી અઢી લાખની લોન 4 ટકા વ્યાજે આપવામાં આવશે. 4 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. આ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજયના 92 લાખ વીજધારકો માટે 100 યુનિટ સુધીનું વીજ બિલ માફ કરવામાં આવશે. આ પેકેજમાં વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી આપવામાં આવી છે. નાની દુકાનો, પ્રોવીઝન સ્ટોર, મોબાઇલ મેડિકલમાં ત્રણ મહિના માટે 15 ટકા વીજ દર લેવામાં આવશે. તેનાથી 30 લાખ દુકાનદારો અને કારીગરોને ₹80 કરોડનો લાભ મળશે. આદિવાસી શ્રમિકના ઘરો માટે ₹350 કરોડની ફાળવણી કરી છે.
લોકડાઉનને કારણે પરિવહન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હોવાથી રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાક્ટ બેઝ બસો વગેરેનો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો ટેક્સ માફ કરવાની જાહેરાત કરી છે, જે માટે સરકાર ₹230 કરોડ ભોગવશે. ₹460 કરોડનાં બાકી લેણાં અને પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે.
ખેડૂતો નાના ગોડાઉન બનાવે માટે ₹35,000ની સહાય જાહેર કરી છે. આ માટે ₹350 કરોડનું પેકેજ જાહેર કરાયું છે. મત્સ્ય ઉદ્યોગ માટે 40 ઇનપુટ સાધનોની ખરીદીમાં પણ ₹200 કરોડની સબસિડી જાહેર કરી છે. આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ₹એક લાખ સુધીની મુદતમાં છ ટકા વ્યાજ સરકાર ભરશે. મહિલા સખી મંડળને 0 ટકા વ્યાજે મળી રહે એ માટે ₹200 કરોડ રૂપિયાની યોજના જાહેર કરાઈ છે.
₹768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણાં ભીડમાંથી મોટી રાહત મળશે. ટેક્ષટાઇલ ઉદ્યોગોને ₹450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ સુધીમાં કરવામાં આવશે.
કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ ₹150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને ₹1,200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે.
વેરા સમાધાન યોજના-2019 હેઠળ 15 માર્ચ સુધી પ્રથમ હપ્તો ભરનારને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે 26,000 વેપારીઓને લાભ મળશે.
વેટ અને કેન્દ્રીયકાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.
રાજ્યના 27,000થી વધુ ઉદ્યોગ સાહસિકોને વાજપેયી બેન્કેબલ યોજનામાં ₹190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે. સોલર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટે ₹190 કરોડની સબસીડી 31 જુલાઇ સુધીમાં આપવામાં આવશે.
ગુજરાત એગ્રો-ઈન્ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને ₹90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ સુધીમાં આપવામાં આવશે. ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ 2016-17 અને 1-4-2017થી 30-06-2017 સુધીની આકારણીની કામગીરીમાં ₹10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલી નોટીસ પરત ખેંચવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્રણેક દિવસથી રાજ્યમાં દરરોજ ૪૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે.
આ અંગેની વ્યવસ્થા કરવા રાજ્યના ગૃહ વિભાગે આરોગ્ય વિભાગને જાણ કરી છે. ગૃહ વિભાગે જારી કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે તેથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર હેલ્થ ચકાસણી કરવામાં આવે. આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. જો કોઇ બહારથી આવતી વ્યક્તિમાં કોઇપણ પ્રકારના લક્ષણ દેખાય તો ત્વરિત અસરથી તેનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.