CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 17 of 59 - CIA Live

August 29, 2021
watertanker.jpg
1min415

રાજ્યમાં હજી સુધી માત્ર ૪૨ ટકા જ સરેરાશ વરસાદ જ થયો છે. ૨૨ તાલુકાઓમાં હજુ પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગત વર્ષે આ સમય સુધી સરેરાશ ૧૦૮ ટકા વરસાદ થઇ ગયો હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પુરવઠા બોર્ડના રિપોર્ટ પ્રમાણે રાજ્યના ચાર જિલ્લાના આઠ તાલુકાના ૨૩ ગામ અત્યારે પાણી માટે ટેન્કરના સહારે છે.

બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને 
દેવભૂમિ દ્વારકાના ૨૩ ગામમાં ૧૩ ટેન્કરો દ્વારા રોજના ૫૬ ફેરાઓ કરી પાણી પહોંચાડવામાં આવે છે.

બનાસકાંઠાના ત્રણ તાલુકામાં ૧૧ ગામ, સુરેન્દ્રનગરમાં બે તાલુકામાં ત્રણ ગામ, કચ્છમાં બે તાલુકાના સાત ગામ, દેવભૂમિ દ્વારકામાં એક તાલુકાના બે ગામમાં ટેન્કરથી પાણી જાય છે. કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ ૨૭ ફેરા કરવામાં આવે છે. 

બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના ૧૨-૧૨ ફેરા થાય છે. ભુજના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે રોજનાઆઠ ફેરા કરવામાં આવે છે. ભુજના જ ધ્રોબાણા ગામમાં રોજના સાત ફેરા કરવામાં આવે છે.

આ તમામ આંકડાઓ પાણી પુરવઠા બોર્ડના છે. આ સિવાય પણ ગામોમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો અંદાજ છે.     

August 25, 2021
backtoschool.png
1min497

શિક્ષણમંત્રીએ આજે તા.25મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી છે કે આગામી ગુરુવાર તા.2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.

આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.

સ્કૂલે જવું ફરજિયાત નહીં, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

August 25, 2021
Gujarat-map.jpg
1min438

રાજ્યમાં લોકો જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જન્માષ્ટમી તારીખ 30 ઓગસ્ટ સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે મહાનગરોમાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે.

રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તારીખ 9મી સપ્ટેમ્બરથી તારીખ 19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે.

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.

August 20, 2021
somnath.jpg
1min375

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.20 ઓગસ્ટ 2021ના રોજ અંદાજે રૂ.83 કરોડના ખર્ચે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરના અધિકારીઓએ આ માહિતી આપી. 

વડાપ્રધાન મોદી ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં આવેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે લહેરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને ડિજિટલ માધ્યમથી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે. તેના નિર્માણમાં 30 કરોડનો ખર્ચ થશે. આ મંદિર સોમનાથ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.

તેમણે  કહ્યું હતું કે આ કાર્યક્રમ 20 ઓગસ્ટના રોજ મંદિર પરિસરના રામ મંદિર ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદી ચાર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

અમિત શાહ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ પ્રસંગ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઓડિટોરિયમમાં હાજર રહેશે.

પ્રધાનમંત્રી જે ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં 49 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવેલા –

  • એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક પાથ,
  • 75 લાખ રૂપિયામાં બનાવેલ મ્યુઝિયમ અને
  • અહિલ્યાબાઈ હોલકર મંદિરના જીર્ણોદ્ધારનો સમાવેશ થાય છે.

અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને મુખ્ય મંદિરની સામેની બાજુએ આવેલું છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

August 20, 2021
spicejet1.jpg
1min393

ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું નવું સોનેરી સોપાન બની રહેશે

ભાવનગરથી આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી, સુરત અને મુંબઈની સ્પાઈસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઈ રહી છે. આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી (Delhi) અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. 21 ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.

આજે શુક્રવાર તા.20મી ઓગસ્ટ 2021ની બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઈસ જેટની ફલાઈટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી આ નવી ફલાઈટ સેવાનો શુભારંભ કરાવશે. આ અવસરે સાંસદ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

થોડું ભાવનગર વિશે

ભાવનગર (Bhavnagar) ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર (Bhavnagar) વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગર (Bhavnagar) ના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગર (Bhavnagar) માં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.

અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગર (Bhavnagar) ને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.

August 19, 2021
biodiesel.jpg
1min364

તા.18મી ઓગસ્ટે રાજકોટ પ્રાંત અધિકારીએ જિલ્લામાં ત્રણ જગ્યાએ દરોડા પાડીને લાખોનું બાયોડીઝલ જપ્ત કર્યુ હતુ.

સૌરાષ્ટ્રમા વેચાતા ગેરકાયદેસર ડીઝલના કૌભાંડમાં અનેક બાબતો સામે આવે છે. તેમાય કચ્છના બંદરે ઉતરતા વ્હાઇટ ડીઝલનો કાળો કારોબાર સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ છે. કચ્છમા ઉતરતું આ ગેરકાયદેસર ડીઝલ જીએસટી સહિત રૂ.70માં લીટર પડે છે. કાયદેસર ડીઝલ 98/99′ રૂપિયા લીટર વેચાય છે.

એક અંદાજ મુજબ રાજકોટ સુરેન્દ્રનગર અને રાજકોટ મોરબી તેમજ જામનગરમાં ખીજડીયા બાયપાસ ઉપરથી છાનેખુણે અથવા અધિકારીઓની દેખરેખમાં મોડસ ઓપરેન્ડીથી આવું ડીઝલ સપ્લાય કરવામાં આવે છે. જેનાથી સરકારની આવકને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે.

રાત્રે આંટાફેરા કરતી પોલીસની ટીમ આવા ગેરકાયદેસર પંપોમાંથી અમુક સીલ કરે છે અમુક ‘સ્વહિત’માં છાને ખૂણે ચાલવા દે છે. અમુક તો સીલ કરેલા પણ ખુલી જાય છે અથવા એ સીલવાળી પાર્ટી બાજુમાં નવો કાળો કારોબાર શરૂ કરી દે છે.

રાજ્ય સરકારના આદેશ બાદ પણ રાજકોટમાં બાયોડીઝલના એકાદ છૂટપૂટ દરોડો બાદ કરતા કોઈ મોટું રેકેટ કે આવા સમાંતર પમ્પો પકડાયા નથી. કદાચિત પોલીસને આ સંદર્ભે સમય ન મળતો હોય પણ અન્ય વિભાગો જીએસટી, પુરવઠા તેમજ જીપીસીબીના હાથ કેમ નથી પહોચી શકતા તે પણ એક સવાલ છે.

બાયોડીઝલના કારણે કરોડોની ટેકસ ચોરી થાય છે. બાયોડીઝલ બનાવવા માટે વપરાતા કેમિકલો, મિશ્રણ પણ કોઈપણ ટેકસ ભર્યા વિના ઠલવાય છે. જો બાયોડીઝલ પરના આવા કેમિકલ અને બાયોડીઝલનો ટેકસ ગણવામાં આવે તો કરોડોની આવક સરકારને થાય છે. બાયોડીઝલ બધં થાય તો ડાયરેકટ પેટ્રોલ, ડીઝલની ટેકસની કરોડોની આવક સરકારને મળી શકે એ માટે સંભવત: જીએસટીને પણ આવા પમ્પો પર કાર્યવાહીની સૂચના છે. જ્યારે બાયોડીઝલમાં વપરાતા નબળી ગુણવત્તાના પ્રવાહીઓના કારણે હવાઈ પ્રદૂષણ વાહનોના ધૂમાડાથી થાય છે. આવા પ્રવાહી સ્ટોક કરવા, પરવાના, ચાકિંગ સહિતની તેમજ પ્રદૂષણ ઘટાડવાની મુખ્ય જવાબદારી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની છે. તેથી બાયોડીઝલના ગોડાઉનો, ફેકટરીઓ, પમ્પો પર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

August 18, 2021
cia_edu-1280x925.jpg
1min423

રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

રાજ્યમાં 7/6/21થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. હજુ પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ શિક્ષણની શરૂઆત થઈ નથી પરંતુ દિવાળી વેકેશનની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે.

તા.17મી ઓગસ્ટે ગુજરાત સરકારે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ 1લી નવેમ્બરથી 21 દિવસ દિવાળીનું વેકેશન જાહેર કરાયુ છે.

શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ અને બીજા સત્રમાં 136 દિવસ રહેશે. પ્રથમ સત્ર 30મી ઓક્ટોબર સુધી ચાલશે અને 1લી નવેમ્બરથી ર1 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

8 સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે

બીજા સત્રનો પ્રારંભ 22મી નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન 80 રજા નક્કી કરાઈ છે.

હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઈ શકે છે, જેમાં અભ્યાસનાં 136 દિવસ રહેશે. નવેમ્બરનાં 8, ડિસેમ્બરનાં 26, જાન્યુઆરીના 24, ફેબ્રુઆરીનાં 24, માર્ચના 25, એપ્રિલનાં 23 અને મેના 6 દિવસ મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ, પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનું સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય થશે. એમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસનાં 245 દિવસ બાકી રહેશે.

બીજુ સત્ર 7 મેના રોજ પૂર્ણ થયા બાદ 9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જુન સુધી ચાલશે અને ત્યારબાદ નવું શૈક્ષણિક વર્ષ ચાલુ કરવામાં આવશે. જો કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ આ કેલેન્ડરમાં ફેરફાર થઈ શકે છે.

August 9, 2021
truck.jpg
1min415
Amreli truck accident 8 died: અમરેલીના સાવરકુંડલા પાસે બેકાબૂ ટ્રક ઝૂંપડાઓ  પર ફરી વળ્યો, 9ના મોત 4 ગંભીર - truck accident in amreli savarkundla 9  people died 4 critical | I am Gujarat

રવિવાર તા.8મી ઓગસ્ટની મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ નજીકથી પૂરપાટ સ્પીડે માતેલા સાંઢની જેમ પસાર થતા ટ્રક ચાલકે રોડની બાજુમાં ઝૂંપડા બાંધીને સૂતા પરિવારને કચડી નાંખતા 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં હજુ 4 લોકો જીવન મરણ વચ્ચે જંગ ખેલી રહ્યા છે. 12 ને નાની મોટી ઇજા થઇ છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનાં અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલાથી મહુવા તરફ અત્યંત પૂરપાટ ગતિએ જઇ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક સાઈડ ડિવાઇડર કુદાવી પાસે આવેલા 10 ફુટનાં ખાડામાં ઝૂંપડાઓ તરફ ધસી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

સાવરકુંડલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ટ્રક ક્યાંથી આવતો હતો અને કેવી રીતે બેલેન્સ ગુમાવી દીધું? વગેરે સહિતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. 

August 7, 2021
cottonseed_oil.jpg
1min414

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દોઢ વર્ષ પહેલા ભારતમાં પહેલી વખત એવું બન્યું હતું કે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધી ગયો હતો. આવું ઇતિહાસમાં પહેલી વખત બનતા તમામને નવાઇ લાગી હતી કેમકે ડિઝલ પેટ્રોલથી સસ્તું મળી રહ્યું હતું. એવું જ કંઇક ખાદ્યતેલોના ભાવમાં બન્યું છે. લોકોએ સ્વપનેય વિચાર્યું ન હતું કે કપાસીયા તેલનો ભાવ સિંગતેલ કરતા વધી જશે અને એવું જ બન્યું છે. સિંગતેલ કરતા કપાસીયા તેલનો ભાવ વધી જતા લોકોમાં ભારે અચરજ ફેલાયું છે. કપાસીયા તેલ સિંગતેલથી બહું જ સસ્તુ મળી રહ્યું હતું.

ઇતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવે સિંગતેલના ભાવને ટપી ગયા છે અને રાજકોટમાં સિંગતેલના ડબ્બે રુ.10 ઉંચા ભાવે સોદા થયા હતા. અત્યાર સુધી એવું જ જોવા મળ્યું છે કે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે અચરજ ફેલાયું છે.

રાજકોટમાં તા.4 ઓગસ્ટ 2021ના રોજ જથ્થાબજારમાં 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના સોદા રુ.2435થી મહત્તમ રુ. 2485ના ભાવે પડ્યા હતા. તા.5 ઓગસ્ટે પણ તેના ભાવ આટલા જ રહ્યા હતા. જ્યારે તા.4 ઓગસ્ટે રુ. 2435થી 2465 વચ્ચે વેચાયેલ કપાસિયા તેલમાં તા.5મી ઓગસ્ટે રુ.10નો વધારો થતાં તા.5મી ઓગસ્ટે કપાસિયા તેલના ડબ્બાના રુ. 2455-2485ના ભાવે સોદા થયા હતા.

ગુજરાત એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્ઝ એસો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કપાસિયા તેલના ભાવમાં આવી ઉથલપાથલ થઈ નથી. તેમણે આ સાથે ઉમેર્યું કે એવું લાગી રહ્યું છે કે સિંગતેલના ભાવ માંગ અને પૂરવઠા મૂજબ છે ત્યારે કપાસિયા તેલમાં સટ્ટાખોરીથી ભાવ વધ્યા છે.

પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે, 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં તા.6 ઓગસ્ટે કપાસિયાનો સૌથી ઉંચો રુ. 1790 સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં 250 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. માત્ર એક સપ્તાહમાં જ કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં રુ.57નો વધારો થયો છે. આ ઉપરાંત સોયાબીન, સન ફ્લાવર અને પામોલિન સહિતના તેલો કરતાં કપાસિયા તેલ સસ્તુ હોવાથી તેનો વધુ વપરાશ અને સામી બાજુ કપાસિયા તેલની શોર્ટેજ આ કારણો પણ ભાવ વધારા માટે જવાબદાર છે.

July 29, 2021
night_curfew.jpg
1min364

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સમી જતાં હવે રાજ્ય સરકાર દ્વારા અગાઉ લાદવામાં આવેલા નિયંત્રણોને તબક્કાવાર ઉઠાવી લેવામાં આવી રહ્યાં છે જેમાં હવે રાત્રી કફર્યૂમાં વિશેષ એક કલાકની રાહત તેમજ લગ્નસમારોહમાં 200ને બદલે 400 વ્યક્તિઓની મંજૂરી સાથે સમગ્ર રાજ્યમાં 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની પણ છૂટ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ’ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી નો’ છે તે’ 31 જૂલાઈથી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.’

આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત’ રાજ્યમાં હાલ જાહેર સમારંભો’ ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની’ મર્યાદા છે તે’ તારીખ 31′ જૂલાઈથી’ વધારીને 400′ વ્યક્તિઓની કરવામાં આવી છે’ આવા’ કાર્યક્રમોનું’ જો બંધ હોલમાં’ આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજાનિક ગણેશોત્સવમાં’ વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો’ નિર્ણય’ પણ આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.