સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ ) મા આજ તારીખ ૨૬ /૦૬ /૨૦૨૧ રોજ એલ.આઈ.સી. ગોલ્ડન જયુબેલી ફાઉન્ડેશન( LIC GOLDEN JUBILEE FOUNDATION) દ્વારા TATA WINGER અમ્બુલેન્સ દાનમાં આપવામાં આવેલ છે.
આ પ્રસંગે LIC દ્વારા ડાયમંડ હોસ્પિટલ પર અમ્બુલેસની અર્પણવિધિ આજ રોજ રાખવામાં આવેલ જેમાં LIC સુરત ડીવીઝન તરફથી શ્રી કે.જી .દરજી સાહેબ (સિનીયર ડીવીઝનલ મેનેજર ) , શ્રી હિમાંશુ પટેલ (માર્કેટિંગ મનેજર ) અને શ્રી દિલીપ દફલપુરકર (મેનેજર સેલ્સ) તેમજ હોસ્પિટલ તરફથી હોસ્પીટલના ચેરમેનશ્રી સી.પી.વાનાણી, વાઇસ ચેરમેનશ્રી માવજીભાઈ માવાણી , વાઇસ ચેરમેનશ્રી કેશુભાઈ ગોટી , અને મંત્રીશ્રી દિનેશભાઈ નાવડિયા, ખજાનચીશ્રી નાનુભાઈ વેકરિયા ,સહમંત્રી બાબુભાઈ કથીરિયા ,કન્વીનરશ્રી ડૉ.કનુભાઈ માવાણી, એડમિનિસ્ટ્રેટર ડૉ.હરેશ પાગડા, એચ.આર. પ્રિયંકા સિંહ વગેરે હાજર રહ્યા હતા .
સુરત શહેરની જનતાનાં આરોગ્યની સંભાળ માટે હમેશાં પ્રયત્નશીલ “ડાયમંડ હોસ્પિટલ”ને આપના દ્વારા તાત્કાલિક સારવાર હેતુ મળેલ અમ્બુલેન્સની અમૂલ્ય ભેટને સ્વીકારતા ધન્યતાની લાગણી અનુભવી તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ દ્વ્રારા LIC ના આ માનવતા સભર યોગદાન અને સહયોગ બદલ આભાર વ્યકત કર્યો હતો અને હોસ્પીટલના હોદેદારોએ અભારપત્ર અર્પણ કર્યો હતો .
Library & Information Science Profession Support to the Covid-19 affected Librarians and the Ravaged Families of Deceased Librarians
The Library and Information Services (LIS) professionals across the country have joined hands to come together and support bereaved families, post the Covid-19 pandemic, setting an example on looking out for their community.
The ‘Help-LIS Mission’ is a unique joint initiative of an extensive network of leading office bearers of different LIS professionals and heads of the publishing industry to support the Covid-19 affected professionals and their families in their deaths covid-19 induced health & financial woes.
The Webinar launch of the initiative on 06 June 2021, spearheaded by the above stakeholders, saw encouraging participation of close to 300 participants from the LIS profession and publishing industry across the country and a few individuals who joined from outside India.
LIS professionals in India are a tiny minority in the hugely diverse education sector. More than 60% of the LIS professionals work in private institutions on contract positions with neither job security nor retirement benefits. Unfortunately, the second wave of Covid-19 is taking the lives of LIS professionals in a significant number across the country. Different professional groups have reported one after the other deaths of the professionals in the line of duty. The ‘Help-LIS’ Mission endeavours to pool financial resources through crowd funding to assist families of LIS professionals who have lost their earning member and also to those who have been left financially vulnerable owing to huge medical expenses after the onset of Covid-19 infection and the lack of institutional support owing to the temporary nature of their jobs.
Announcing the launch of the crowdsourcing cum outreach portal http://www.helplis-mission.org/ Dr. M. G. Sreekumar, Chairperson of the Mission, elaborated that the primaryobjective is to share the message with LIS professionals that they are not alone and the LIS community will stand with the affected, shoulder to shoulder.
He also took the opportunity to appeal to the LIS professionals to join the Help- LIS Mission and offer their valuable services in volunteering for mass outreach and identification of affected individuals and funding support through financial donations.
Dr. Akhtar Parvez (General Secretary, MANLIBNET and University Librarian, Maulana Azad National Urdu University) shared the objectives and goals of the mission and welcomed the panelists and the members to the Webinar. Prof. P.V. Konnur (President LIS Academy) gave an overview of the Help-LIS Mission portal and highlighted the objectives, activities, services, and procedures.
Dr M.G Sreekumar, who is also the President MANLIBNET and Director of Libraries, Jio Institute, is joined by the following other core committee members of the Help-LIS Mission:
Dr. Akhtar Parvez (Secretary)
Dr. P. V. Konnur (Member)
Shri. N. V. Satyanarayana (Member)
Shri. Kailash Balani (Member)
Dr. Hariharan A. (Member)
Dr. Sanjeev Kumar (Member)
Dr. Prabhat Pandey (Member)
Dr. D. S. Amoji (Member)
Industry partners from reputed publications and business houses – Sh. N.V. Sathyanarayana (Chairman & Managing Director Informatics India Ltd), Sh. Kailash Balani (Managing DirectorBalani Infotech, Noida), Sh. M. K. Chettiar (CEO, Bharat Book Bureau), Sh. Ravi Singh (Joint M.D, Total Library Solutions) expressed their wholehearted support to the endeavour.
The partnering associations of the Help-LIS Mission were represented by – Dr. Rodha Barucha (Honorary Director, ADINET), Dr. Sanjeev Kumar (General Secretary, ASIALA), Dr. Prabhat Pandey (President, MPLA), Dr. Banamber Sahoo, (President, OLA), Dr. Hariharan A. (Founder President, SAIS).
The Mission members appealed to all LIS Professionals of India to update the information related to the Covid affected professionals and the deceased professionals’ families to enable the “Help-LIS-Mission” to reach the needy professionals and their families. Please upload the details of cases in your region / State through the website link to consolidate the counts at the macro level.
Dr. Meeta Rathod Vansadia (Treasurer MANLIBNET and Librarian BRCM College of Business Administration, and Hon. Director, Chunilal Gandhi Vidyabhavan, Surat) proposed the vote of thanks.
ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટીયમ દ્વારા તા.22મી જૂન 2021ના રોજ જાહેર કરવામાં આવેલા રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓના રેટિંગ્સમાં સુરતની પીટી સાયન્સ કોલેજને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે રાજ્ય ટોપ ફાઇવ કોલેજોમાં સ્થાન મળ્યું છે આ સાથે જ પીટી સાયન્સ કોલેજ દક્ષિણ ગુજરાતની નંબર વન કોલેજ બની છે.
આગામી જુલાઇ મહિનાથી રાજ્યમાં કોલેજ પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં આવેલી જુદી જુદી યુનિવર્સિટીઓ તથા કોલેજોના રેટિંગની આજે ઘોષણા કરી હતી સુરત માટે ગર્વ લઈ શકાય એવી વાત એ છે કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટ-ઇન-એ ઇડ કોલેજ, પી.ટી.સાયન્સ કોલેજ ને રાજ્ય સરકારના વેઇટિંગમાં ફાઇવ સ્ટાર રેટિંગ મળતા તેને ગુજરાતની ટોચની પાંચ કોલેજોમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ વખતે જીએસઆઈઆરએફમા રેન્કિંગ દૂર કરીને સ્ટાર રેટિંગ આપવાની પરંપરા શરૂ કરી છે. રાજ્યમાં કુલ પાંચ કોલેજોને ફાઇસ્ટાર રેટિંગ મળ્યા છે જેમાં સુરતની પી.ટી.સાયન્સ કોલેજ નો સમાવેશ થાય છે એવી જ રીતે સુરતની કે.પી કોમર્સ કોલેજને થ્રી સ્ટાર તથા અમરોલી કોલેજને ટુ સ્ટાર રેટિંગ મળવા પામ્યા છે.
બીજી તરફ યુનિવર્સિટીના ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓને આવરી લેતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ને સ્ટેટ રેટિંગમાં આ વખતે ફોર સ્ટાર રેટિંગ મળ્યું છે ગત વર્ષે આજ યુનિવર્સિટીનું રેટિંગ થ્રી સ્ટાર માં આવ્યું હતું આ વખતે એક સ્ટાર વધુ મળતા યુનિવર્સિટીના અધિકારીઓને કર્મચારીઓમાં ખુશીનો માહોલ પ્રવર્તી ઉઠ્યો હતો.
યુનિવર્સિટીઓના વેઇટિંગમાં દક્ષિણ ગુજરાતની બે અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીઓને થ્રી સ્ટાર રેટિંગ મળ્યા છે. જેમાં બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી અને થ્રી સ્ટાર રેટિંગ તેમજ અંકલેશ્વર નજીક આવેલી પી પી સવાણી યુનિવર્સિટી ને પણ થ્રી સ્ટાર રેટિંગ મળ્યું છે.
Gsirf રેટિંગ કેવી રીતે અપાય છે?
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત (કે. સી. જી) દ્વારા આયોજીત GSIRF (ગુજરાત સ્ટેટ ઈન્સટીટ્યુશનલ રેટીંગ ફ્રેમવર્ક) ની શરૂઆત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ચેન્નઈ સ્થિત Indian Centre for Academic Rankings & Excellence (ICARE) એજન્સીને નિયુક્ત કરવામાં આવેલ છે. આ રેટીંગ નો હેતુ શિક્ષણની ગુણવત્તા ઉંચી લાવવાનો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રાજયની કુલ ૩૫ યુનિવર્સિટીઓએ અને ૧૮૯ કોલેજો દ્વારા ગુજરાત સ્ટેટ રેટિંગમાં ભાગ લેવામાં આવેલ હતો. વર્ષ ૨૦૨૦-૨૧ની રેટીંગ પ્રક્રિયામાં ભાગ લેવા કે. સી. જી. દ્વારા ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ અને કોલેજો પાસેથી Letter of Intent અને રજીસ્ટ્રેશન ફી કે. સી. જી. ખાતે જમા કરાવવામાં આવેલ હતી. તથા નિયત ફોર્મેટમાં ડેટા મોકલી આપવામાં આવેલ હતા. ICARE, Chennai દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા સબમિટ કરવામાં આવેલ ડેટા ફોર્મેટ પરથી રેટીંગ એસેસમેન્ટ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓને નોલેજ સાથે તેનું એપ્લિકેશન કેવી રીતે થાય એ ભારપૂર્વક શીખવીએ છીએ : ડૉ પૃથુલ દેસાઇ, આચાર્ય, પીટી સાયન્સ કોલેજ
સમગ્ર રાજ્યમાં ફાઇવ સ્ટાર રેટિંગ ધરાવતી ફક્ત પાંચ કોલેજો પૈકીની એક કોલેજ સુરતની પી.ટી.સાયન્સ કોલેજના આચાર્ય ડો. પ્રથુલ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ બેઝિક ટીચિંગ મેથોડોલોજી ને વર્ગને કોલેજમાં અભ્યાસ કરાવવામાં આવે તેની ખાસ તકેદારી રાખીએ છીએ. વિદ્યાર્થીઓ યોગ્ય રીતે નોલેજ એપ્લિકેશન કરી શકે એ પ્રકારે અમે ભણાવવાનો પ્રયાસ કરીએ છીએ ગુજરાત સરકાર નો ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું એ અમારા સૌ માટે ગર્વની વાત છે અને હું તેનું શ્રેય મારી તમામ ટીમને આપું છું ડો. પ્રુથુલ દેસાઈ,આચાર્ય, પી. ટી. સાયન્સ કૉલેજ, સુરત
કોરોનાની કૂચને અટકાવવાંમાં એવા ઘણાં ‘સાયલન્ટ વોરિયર્સ’ નિમિત્ત બન્યાં, જેમની નેપથ્યમાં-પડદા પાછળની કામગીરીથી કોરોનાનો કહેર કાબુમાં આવ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે નવી સિવિલ હોસ્પિટલનો પી.એસ.એમ.(પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડિસિન) વિભાગ.
૫૦ કર્મયોગીઓએ આરોગ્ય તંત્ર સાથે પડછાયાની જેમ રહીને સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
PSM વિભાગે કોરોનાની પહેલી અને બીજી લહેર સમયે સચોટ ડેટા એનાલિસીસના આધારે આગોતરા પગલાઓ દ્વારા ઈન્ફેકશનને નિયંત્રણમાં લાવવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આગવી વ્યૂહરચના અપનાવીને સુરત શહેર, જિલ્લા અને નવસારી જિલ્લાને સંક્રમણમાંથી બહાર લાવવા તેમજ સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં યોગદાન આપ્યું છે, ક્રાઈસીસ મેનેજમેન્ટ માટે સૂચનો, તેમજ સ્થાનિક પરિસ્થિતિનું આકલન કરીને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ અને સ્મીમેર આરોગ્યતંત્ર સાથે રિઅલટાઈમ ડેટા એનાલિસિસને આધારે સચોટ ફિડબેક આપ્યો હતો. જેનાથી તંત્રને નિર્ણયો લેવામાં મદદ મળતી હતી.
જુદી-જુદી ટાસ્કફોર્સ ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ, હોમ ક્વોરન્ટાઈન અને આઈસોલેશન, માઈક્રો કન્ટેઈન્મેન્ટ, ફિલ્ડ સર્વેલન્સ, વેક્સિનેશન, ઓક્સિજન ઓડિટ, વિવિધ પ્રકારની માર્ગદર્શિકાઓ (SoP), ડેથ ઓડિટ, ટ્રેનિંગ, રિસર્ચ, હેલ્થ કેર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રને વાસ્તવિક અને સચોટ ફિડબેક આપીને ચાવીરૂપ કામગીરી બજાવી હતી.
ફરજ દરમિયાન વિભાગીય વડા ડૉ.જયેશ કોસંબિયા તથા તેમના પત્ની કોવિડ પોઝિટીવ થયા હતા. ડૉ.હર્ષદ પટેલ(એસો.પ્રોફેસર), ડૉ.ઈરફાન મોમીન(એસો.પ્રોફેસર, ડૉ.અંજલિ મોદી(આસિ..પ્રોફેસર), ડૉ.જયંત પટેલ (ટ્યુટર) અને ૮ રેસિડેન્ટ ડોક્ટર્સ પોઝિટીવ થયા હતા. ફેકલ્ટી મેમ્બર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સના ૨૦ જેટલા કુટુંબીજનો પણ કોરોનાગ્રસ્ત બન્યાં હતા. જેમાં એક કુટુંબીજનનું અવસાન પણ થયું. આમ છતા સ્વસ્થ થઈને ફરજ પર પાછા ફરી વિપરીત સંજોગોમાં પણ આ વોરિયરોએ રાતદિન કર્મયોગ શરૂ રાખ્યો.
PSM વિભાગના વડા અને પ્રોફેસર ડો.જયેશ કોસંબિયાએ જણાવ્યું કે, કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે કોરોનાના આંકડાઓનું પૃથ્થકરણ, સ્થળ નિરીક્ષણ અને સ્થિતિનું મોનિટરીંગ કરીને આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણની ભાવિ પરિસ્થિતિનો ઊંડાણથી અભ્યાસ કરી બેડ, વેન્ટીલેટરની જરૂરિયાત, કોરોનાની ગતિ, નિવારણના પગલાં વગેરેનું જુદા-જુદા તારણો સાથે મનપાની પ્રતિદિન મળતી કોર કમિટીની મિટિંગમાં પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું. જેના આધારે ઉચ્ચઅધિકારીઓ શહેરમાં કોરોના નિયંત્રણના અટકાયતી પગલાઓનું આયોજન કરતાં હતાં.
સુરત અને નવસારી જિલ્લા માટે અટકાયતી પગલાં લેવાની જવાબદારી નિભાવીને તંત્ર સાથે પડછાયાની જેમ સંકલનમાં રહી કામ કર્યું છે. વિભાગમાં ૧૯ ફેકલ્ટી, બે સિનીયર રેસિ., ૨૦ રેસિડેન્ટ ડોક્ટર અને સપોર્ટીવ સ્ટાફ સહિત ૫૦ કર્મચારીઓએ કોરોનાકાળ દરમિયાન દિનરાત ફરજ બજાવી છે. નવી સિવિલની ટાસ્કફોર્સ ટીમની રોજ સવાર-સાંજ બેઠક મળતી, જેમાં હોસ્પિટલના ઓપીડી-આઈપીડી, ડિસ્ચાર્જ, ડેથ અને બેડ ઉપલબ્ધતા, ઓક્સિજન ઓડિટનું પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું, જેથી જરૂરિયાત પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી શકાય. “Ask A MASK Campaign” નો કોન્સેપ્ટ અને સ્ટોરીલાઈનબનાવી હતી, જેમાં જે વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય, યોગ્ય રીતે માસ્ક ના પહેર્યું હોય તેને માસ્ક પહેરવા માટે કોઈ વ્યક્તિ ટોકી શકે છે. સુરત મહાનગરપાલિકાએ આ વિષે જુદા-જુદા પાંચ વિડીયો બનાવીને આમ જનતા માટે ખૂબ પ્રભાવી કેમ્પેઈન ઉભું કર્યું હતું.
બીજી લહેરની વાત કરતા ડો.કોસંબીયા કહે છે કે, ફેબ્રુઆરી,૨૦૨૧ દરમિયાન એક એક્શન પ્લાન બનાવીને બેડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આગામી અઠવાડિયામાં બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર, દવાની જરૂરિયાતનું તારણ આપવામાં આવ્યું હતું, તે જ રીતે ઉચ્ચ અધિકારીની બનેલી કોર કમિટીમાં તંત્રની સુસજ્જતા અને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે તેને પહોંચી વળવા ટાસ્કફોર્સ અને એક્શન પોઈન્ટનું પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જે બીજી લહેરમાં ઉપયોગી નીવડ્યું.
આગામી સંભવિત ત્રીજી લહેર વિશેના આગોતરા આયોજન અંગેનો અંદાજ આપતા તેઓ કહે છે કે, સુરત શહેરમાં સંભવિત ત્રીજો વેવ આવે તો અંદાજિત ૨૦,૦૦૦ બાળકોને ચેપ લાગવાની સંભાવના છે. ૨૦૦૦ બાળકોને હોસ્પિટલમાં એડમિશન તેમજ ૨૦૦ બાળકોને ICU બેડની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જેથી શહેરની ૭૦ લાખ વસ્તીને ધ્યાનમાં રાખીને ૧૫ વર્ષથી નાના, ૫ વર્ષથી નાના અને એક વર્ષથી નાના બાળકોની ૨૦૧૧ના સેન્સસના આંકડા પ્રમાણે એક પ્રોજેક્શન મોડેલ બનાવવામાં આવ્યું છે. અને આ રીતે બાળકોમાં સંક્રમણને અટકાવવાંનો પ્લાન છે.
*ટ્રાવેલર્સસ્ક્રીનિંગ અને નિયંત્રણના પગલા માટેસ્ટ્રેટેજી*
હાલ સુરતમાં કોવિડ કેસો ઘટી રહ્યા છે. પોઝિટિવિટીનો દર ઓછો જણાય છે તેવા સંજોગોમાં શહેરમાં કોવિડનો ચેપ(સોર્સ) હાજર હોવાથી અટકાયતના પગલાં લઈ શકાય, પરંતુ સુરત શહેરમાં ટ્રાવેલર્સનું યોગ્ય પ્રમાણમાં ટેસ્ટીંગ થાય તો બહારથી આવતા લોકોમાંથી ઇન્ફેક્શન રોકી શકાય. બહારથી આવતા લોકો એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ હોય તો તેમના દ્વારા અહીં શહેરમાં ફેલાવો થઈ શકે છે, જેથી ટ્રાવેલર્સ સ્ક્રીનિંગ અને નિયંત્રણના પગલાં માટે સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે.
અત્યાર સુધી બીજી લહેરમાં સુરતના ૧૯૧ હેલ્થકેર વર્કર્સ કોવિડ પોઝિટીવ થયા છે, અને તેઓ હોમ કે હોટેલ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થઈ ગયા છે. ૧૯૧માંથી ૧૨૦ લોકોએ (૬૩ટકા)રસી લીધી છે. રસીના કારણે હેલ્થકેર વર્કરને કોઈ ગંભીર અસર જણાઈ ન હતી, અને કોરોનાગ્રસ્ત થયાં હોય તો પણ ઓક્સિજનની જરૂરિયાત પડી ન હતી અને તમામ સાજા થઈ ગયા છે એમ ડો.કોસંબીયા જણાવે છે.
*વેક્સિનેશનની કામગીરીને વેગ મળ્યો*
વેક્સિનેશનની કામગીરીને વેગવંતી કરવા ફેબ્રુઆરી માસમાં PSM વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે વેક્સિનેશન સેન્ટરની કામગીરી શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલના કુલ ૪,૩૩૭ હેલ્થકેર વર્કરોએ પ્રથમ ડોઝ અને ૨૭૪૯ એ રસીનો બીજો ડોઝ લીધો છે. તેમજ નવી સિવિલ ખાતે કુલ ૧૦,૭૭૨ લોકોએ પ્રથમ અને ૪,૮૧૯ લોકોએ બીજો ડોઝ લીધો છે.
*સ્થાનિકજરૂરિયાતઅનુસારવિવિધ પ્રકારની માર્ગદર્શિકા (એસ.ઓ.પી.) બનાવી*
તેઓ વધુમાં કહે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત માર્ગદર્શિકા બહાર પડતી હતી, જેને PSM વિભાગે સ્થાનિક જરૂરિયાત અનુસાર ફેરફાર કરીને ડાયમંડ, ટેક્ષટાઈલ, હોટેલ-રેસ્ટોરન્ટ માટે એસ.ઓ.પી.બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. બાગબગીચા, પુસ્તકાલયો, શાળા, કોચિંગક્લાસ, જીમ-યોગ સેન્ટર જેવા વધુ અવરજવરવાળા જાહેરસ્થળોને ફરીથી ખોલવાની એસ.ઓ.પી. પણ તૈયાર અને પ્રસારિત કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાએ અમારા વિભાગના ફેકલ્ટીને ‘રેપિડ રિસ્પોન્સ ટીમ’માં સામેલ કરી શહેરના ચાર ઝોન:- સેન્ટ્રલ, અઠવા, ઉધના અને લિંબાયત ફાળવ્યા હતા. જેમાં દરરોજ એક-એક ટીમ ચાર ઝોનની મુલાકાત લઈને ક્લસ્ટરીંગ ઓફ કેસિસ, હોમ આઈસોલેશન, કન્ટેઈન્મેન્ટ એરિયા, ધન્વંતરિ રથ તથા સંજીવની રથની મુલાકાત લઈને રોજેરોજ મનપાને ફિડબેક અપાતો હતો, જેનાથી નવા કેસના સ્ત્રોત, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવતી. જરૂર જણાય ત્યાં જે-તે સ્થળે સંક્રમણના ઓછાવત્તા પ્રમાણને ધ્યાને રાખી વ્યૂહરચના ઘડી કામગીરીમાં સુધારા કરવામાં આવતાં. આ જ રીતે સુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં આવી કામગીરી અન્ય બે ટીમ દ્વારા કરી હોવાની તેઓ જણાવે છે.
કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઈસોલેશન અને ક્વોરન્ટાઈનને લગતા મુદ્દાઓ પર પ્રાથમિક આરોગ્ય કર્મચારીઓ, એએનએમ, આશા, લેબ ટેકનિશિયન, પ્રાથમિક શાળાના શિક્ષકો, સેનેટરી નિરીક્ષકો અને કરારના કર્મચારીઓ સહિત ૯૮૦ આરોગ્યકર્મીઓને અલગ-અલગ બેચમાં તાલીમ આપી હતી. તેમજ ૪ દિવસના સમયગાળામાં ૧૧૪૫ આરોગ્યકર્મીઓને અમારા ફેકલ્ટી દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ, માઈક્રોકન્ટેઈન્મેન્ટ, એઆરઆઈ સર્વેલન્સ અને સ્વસુરક્ષા માટે પુન: તાલીમ આપવામાં આવી હતી. સવારે ફિલ્ડવર્ક અને વિઝીટ માટે રવાના થતી ટીમને ૧૦ મિનિટ માટે ઝોન લેવલે બ્રિફિંગ આપવામાં આવતું હોવાનું પણ ડો.કોસંબીયા જણાવે છે.
*મ્યુકરમાયકોસિસના પડકાર સામે સજ્જતા કેળવી*
અમદાવાદ અને રાજકોટમાં મ્યુકરમાયકોસિસ(બ્લેક ફંગસ)ની બિમારી વધતાં મનપા ખાતે આંખ તેમજ કાન, નાક, ગળા વિભાગના ડોક્ટર્સ સાથે IMAની મીટિંગ રાખવામા આવી, જેમાં મ્યુકર માટે સિચ્યુએશનલ એનાલિસિસ કરાયું હતું, અને નવી સિવિલમાં દાખલ દર્દીઓને મ્યુકર થવાના કારણોની માહિતી એકઠી કરવી, તેના લક્ષણો અને સારવારની માહિતી એકઠી કરવી, તેનું દરરોજ એનાલિસિસ કરી મનપા અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી, જેમાં ૨૬% અનકંટ્રોલ ડાયાબિટીસ, ૧૮% ડાયાબિટીસ સાથે સ્ટીરોઈડ અને ઓક્સિજનના વપરાશવાળા લોકો જણાયા છે.
*આરોગ્યતંત્રમાંPSM વિભાગનીશુંભૂમિકાહોયછે? *
છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનનો વ્યાપ વધ્યો છે. PSM એ જાહેર આરોગ્યના આંકડા, સામાજિક આરોગ્ય, મનોવિજ્ઞાન, ક્લિનિકલ અને બાયોલોજીકલ સાયન્સને જોડીને કોઈ એક વ્યક્તિ નહિ, પણ સમગ્ર માનવસમુદાય માટે રોગ નિવારાત્મક કામગીરી કરે છે. આરોગ્યની સમસ્યાને નિવારવી, રોગને આગળ વધતો અટકાવવાં અને સ્થિતિનું વિશ્લેષણ કરી એક્શન પ્લાન બનાવવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓ-અભિયાનોને લાગુ કરવા, જનજાગૃત્તિ કાર્યક્રમો ઘડવા, આરોગ્યકર્મીઓને તાલીમ આપવી અને કોઈ પણ રોગચાળો ફાટી નીકળે ત્યારે ટીમો બનાવી સ્થાનિકતંત્ર સાથે સર્વે, ફિલ્ડવર્ક, તાલીમ જેવી અનેકવિધ કામગીરી કરી રોગચાળાને ફેલાતો અટકાવવાંમાં મહત્વનું પ્રદાન હોય છે. આ વિભાગનું મુખ્ય કામ MBBS, MD વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડોક્ટર્સના શૈક્ષણિક તાલીમનું છે, જે આ વિભાગ પૂરી નિષ્ઠાથી બજાવતું આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પ્લેગ, ફ્લડ, બર્ડફ્લૂ અને દર ચોમાસામાં થતાં લેપ્ટોસ્પાયરોસિસ જેવા વિવિધ એપિડેમીકની અટકાયતમાં સિવિલનો PSM વિભાગ બહોળો અનુભવ ધરાવે છે, તથા દર વર્ષે જોવા મળતાં જુદા-જુદા પ્રકારના રોગચાળાઓ જેમ કે, ઓરી, ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોના નિયંત્રણ અને અટકાયતમાં મહત્વનો ભાગ ભજવે છે. સિવિલના PSM વિભાગે અમેરિકાની ૩આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા-ટેમ્પા, સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી-મેમ્ફિસ, સાન ડિએગો સ્ટેટ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. જેની સાથે જુદા-જુદા રિસર્ચ કરવામાં આવ્યા છે. આ વિભાગની ઉપરોક્ત વિવિધ કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. આમ, PSM વિભાગ કોરોના ક્રાઈસીસને કંટ્રોલ કરવામાં કેન્દ્રબિંદુ બન્યું છે. કોરોનાની આગેકૂચને અટકાવવાંમાં ‘સાયલન્ટ વોરિયર’ બની ઉભરેલા PSM વિભાગના કર્મયોગીઓએ કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના વિકસાવી અને કાબિલેતારીફ કામગીરી થકી ક્રાઈસીસ મેનેજમેન્ટમાં સહભાગી થયા છે.
ભુવનેશ્વરઃ KIIT યુનિવર્સિટીએ ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેંકિંગ 2021માં આ વર્ષે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દર વર્ષની જેમાં આ વર્ષે પણ ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા વર્લ્ડ એશિયા યુનિવર્સિટી રેંકિંગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખનીય પ્રદર્શન સાથે એશિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝની યાદીમાં 251+ શ્રેણીમાં KIIT દેશની સર્વશ્રેષ્ઠ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઝમાં 30મુ સ્થાન મેળવ્યું છે.
આ રીતે, જનરલ એન્જિનિયરીંગની ઓવરઓલ શ્રેણીમાં દેશની પૂર્વાંચલમાં શ્રેષ્ઠ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઝમાં KIIT 15મા ક્રમે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા શિક્ષણ, સંશોધન, જ્ઞાનનું આદાન-પ્રદાન, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ વગેરે જુદાજુદા ધોરણો પર યુનિવર્સિટીઝનું રેંકિંગ કરવામાં આવ્યું હતું. KIITના વ્યાપક કાર્યક્રમો સહિત 200થી વધુ અભ્યાસક્રમો છે. આ તમામ પર વિચાર કરીને દેશભરની તમામ યુનિવર્સિટીઝમાં KIITએ સારું પ્રદર્શન કર્યું છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા છેલ્લા 50 વર્ષમાં એશિયાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝને આ પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, KIIT 24 વર્ષ જુની સંસ્થા છે, પરંતુ ફક્ત 17 વર્ષમાં જ એક યુનિવર્સિટી તરીકે KIIT એ ઉપરોક્ત તમામ ધોરણોને પૂર્ણ કરીને 251થી વધુ રેંક, દેશમાં 30મુ અને જનરલ એન્જિનિયરીંગની ઓવરઓલ શ્રેણીમાં 15મા સ્થાન પર રહીને ઓડિશાનું ગૌરવ વધાર્યું છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન તરફથી આ વર્ષની એશિયા યુનિવર્સિટી રેંકિંગ એક વિશ્વ સ્તરીય પ્રદર્શન યાદી તૈયાર કરવામાં આવી છે. અગાઉ પણ આંતરરાષ્ટ્રીય રેંકિંગમાં સતત દર વર્ષે KIITનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. આ સફળતા માટે KIITના સંસ્થાપકે પણ શિક્ષકગણ, અધ્યાપકગણ, કર્મચારીઓને તેમની દીર્ઘદૃષ્ટિ અને પ્રયત્નો માટે આભાર અને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું હતું કે, IIT અને NIT જેવી પ્રતિષ્ઠિત સરકારી યુનિવર્સિટીઝ અને ખાનગી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝની જેમ KIIT એ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું છે, જે તેની સફળતા છે.
કોરોના વૈશ્વિક મહામારી એ સામાન્ય જનજીવન પર કપરી અસર કરી છે. ખાસ કરીને ગરીબ વર્ગનાં લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે, લોકોની ફરજ બને છે, જરૂરિયાત મંદ લોકો સામે મદદનો હાથ લંબાવાની. આ જ નેક વિચાર ને ધ્યાનમાં રાખીને, ભરૂચ સ્થિત સાહિત્યિક ગ્રુપ “ધ ટ્વેન્ટી ફિફ્થ હવર” એ રવિવાર તારીખ 16 મે ના રોજ “ગુફ્તગૂ : અ હેલપિંગ હેન્ડ” નામનાં ચેરિટી ઓપન માઇક નું આયોજન કરેલ હતું.
આ લોકો ઓપન માઇક સ્પર્ધામાં જોડાયા હતા.
અંકિત પટેલ
શિવાની ચોલેરા
વસીમ રાજા
શિવાની પટેલ
અભિષેક શર્મા
મનન શાહ
ભાર્ગવ દવે
હર્ષ પ્રજાપતિ
સોહમ દવે
ઉપેન્દ્ર
મિતાન્શુ બારોટ
રાજ શાહ
આ ઓપન માઇક નો મુખ્ય હેતું જરૂરિયાત મંદ ગરીબ લોકો માટે મદદ રાશિ એકત્ર કરવાનો હતો. કુલ 12 કલાકારો એ સંગીત, કાવ્ય પઠન, સ્ટોરી ટેલિંગ, બીટ બોક્સિંગ અને સ્ટેન્ડ-અપ કૉમેડી ની પ્રસ્તુતિ કરી હતી. કુલ 65 પ્રેક્ષકોએ “ઝૂમ” ના માધ્યમથી આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન, ટિકિટ વેચાણ અને અનુદાન મારફતે કુલ ૱ 21400 એકત્ર કરવામાં આવ્યા હતા. આ પૂરી રકમ “ગ્રામ વિકાસ ટ્રસ્ટ” ને આપવામાં આવશે, જેનો ઉપયોગ અંતિમ પંક્તિના ગામડાઓમાં રાશન કીટ અને ફૂડ પેકેટ આપવામાં થશે. ટીમ ધ” ટ્વેન્ટી ફિફ્થ હવર” આ સાથે જ યુવા કલાકારો અને સમાજના અન્ય વર્ગો ને કહેવા માંગે છે કે તેઓ પણ આ મુશ્કિલ સમયમાં આગળ આવે અને જરૂરિયાતમંદો ની મદદ કરે.
Guftagoo – A Helping Hand
The pandemic has brought great misery to the lives of people. Almost every sector of the society has been affected, particularly the poor and the marginal. During these tough times, it becomes imperative that a helping hand should be extended to the ones in need. With this noble thought, “The Twenty Fifth Hour”, a literature community based in Bharuch organized “Guftagoo – A Helping Hand”, an online charity show for COVID relief on 16th May (Sunday). The event featured 12 performers showcasing their talent in various fields like poetry, story telling, music, beatboxing and standup comedy. A total of 65 participants ended the event. In the course of the event, a total amount of Rs 21400 was raised by ticket sales and voluntary donations. The entire contributions would be donated to “Gram Vikas Trust” a charity working for COVID relief in 300+ villages of South Gujarat. The amount would be used to distribute food packets and ration kits to the rural areas, which are the most affected by this pandemic. With this, Team Twenty Fifth urges all the young artists to come forward and help the society in whatever capacity they can.
શહેરનો દરેક યુવાન જો આવા સંકલ્પ સાથે જીવનમાં આગળ વધશે તો દેશમાં એકેય સમસ્યા નહીં રહે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય મનિષ કાપડીયા કોવિડ– ૧૯ના સંકટ સમયે હોમ કોરન્ટાઇન થયેલા કોરોનાના દર્દીઓના વ્હારે આવ્યા છે. ઓકિસજનની ૧૦૦ બોટલો વિનામૂલ્યે દર્દીઓ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલા મનિષ કાપડીયા આફ્રિકન દેશોમાં પોતાના સંબંધોનો ઉપયોગ કરીને દેશમાં ક્રાયોજેનિક ટેન્ક મંગાવવા માટે પ્રયાસ કરી રહયા છે.
મનિષ કાપડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની સેકન્ડ વેવને કારણે દેશભરમાં આરોગ્ય તંત્રની હાલત કફોડી થઇ ગઇ છે. શહેર સહિત દેશભરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી. એવામાં કોરોનાના કેટલાક દર્દીઓ હોમ કોરન્ટાઇન થઇને જ ઘરે સારવાર લઇ રહયા હતા. હોસ્પિટલમાં પણ ઓકિસજનની અછત વર્તાઇ રહી હતી ત્યારે ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓની હાલત અત્યંત કફોડી બની ગઇ હતી. ઓકિસજનની બોટલો માટે નજીકના સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી દરરોજ આવતા ફોન કોલ્સને કારણે ઓકિસજનના બોટલોની અછતની ગંભીરતા સમજાઇ હતી. આવા દર્દીઓને મદદરૂપ થવાના એક પ્રયાસના ભાગરૂપે મિત્ર વર્તુળો તેમજ પરિચીતોને વોટ્સએપ ઉપર મોકલેલો મેસેજ કામ કરી ગયો અને જુદી–જુદી વ્યકિતઓ તરફથી ઓકિસજનની બોટલો માટે દાન મળતું ગયું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સુરત જ નહીં પણ અમેરિકા અને દુબઇમાંથી પણ મિત્રોએ ઓકિસજનની બોટલો ખરીદવા માટે યથાશકિત મુજબ દાન આપ્યું હતું. આ દાનમાંથી ઓકિસજનની ૧૦૦ જેટલી બોટલો જરૂરિયાતમંદોને પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. ધીરે ધીરે એક, બે અને દસ એમ કરતા કરતા ૭ર જેટલી ઓકિસજનની બોટલો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટમાં કાર્યરત થયેલા આઇસોલેશન સેન્ટરમાં સારવાર હેઠળ કોરોનાના દર્દીઓ માટે પહોંચાડવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓકિસજનની બોટલોની સાથે સાથે અમેરિકામાંથી ૩ર જેટલા ઓકિસજન કોન્સન્ટ્રેટર મંગાવીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેમણે કહયું કે, ભારતમાં ઓકિસજનની અછત નથી પણ ઓકિસજનને હોસ્પિટલો તેમજ અન્ય સ્થળે પહોંચાડવા માટે સ્પેશિયલી જે ક્રાયોજેનિક ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે તેની અછત છે. આથી પોતાના આફ્રિકન દેશો અને ગલ્ફ દેશો સાથેના સંબંધોનો ઉપયોગ કરીને દેશમાં ક્રાયોજેનિક ટેન્ક મંગાવવા માટે પણ તેઓ પ્રયાસ કરી રહયા છે.
મનિષ કાપડીયા કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શરૂ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં ર૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરી રહયાં છે. નિષ્ણાંત તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ યુવા મિત્રો મળી તેમની ૧૦૦ જણાંની ટીમ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખડેપગે તૈનાત છે. તેઓ કહે છે કે, બેચ વાઇઝ તમામ મિત્રોને કામગીરી સોંપવામાં આવી છે. જેથી કરીને કોઇપણ દર્દીને અથવા તેના સગાને અગવડ નહીં પડે. યુવા મિત્રોની ટીમ દર્દીઓને પૌષ્ટીક આહાર પણ આપે છે. અહીં તમામ દર્દીઓના આરટીપીસીઆર રિપોર્ટ પણ વિનામૂલ્યે જ કરી આપવામાં આવે છે. આઇસોલેશન સેન્ટરમાં એમ્બ્યુલન્સની પણ સેવા આપવામાં આવે છે. પ૪ બેડ ધરાવતા આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધી ર૬ર જેટલા કોરોનાના દર્દીઓએ સારવાર લીધી છે. ખૂબ જ આનંદની વાત છે કે, આ સેન્ટરમાં એકેય દર્દીએ જીવન ગુમાવવાનો વારો આવ્યો નથી અને તમામે તમામ કોરોનામુકત થઇને પોતાના સ્વજનની સાથે ઘરે પરત ગયા છે.
તેમણે કહયું કે, આ સમયગાળા દરમ્યાન ઘણા દર્દીઓ તેમજ તેમના સ્વજનોના આશિર્વાદ અમારી ટીમને મળ્યા છે. સાથે જ એવા લોકોના અપશબ્દો પણ સાંભળ્યા છે કે જેઓના સ્વજનને અમારા આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરી શકયા ન હતા. અમારી મજબુરી હતી કે આઇસોલેશન સેન્ટરમાં વેન્ટીલેટર ન હોવાને કારણે કોરોનાના દર્દીના જાનનું જોખમ ઉભું ન થાય તે માટે તેઓને દાખલ કરાયા ન હતા.
માનવસેવાનું હજી એક પગલું ભરતાં તા.11 મે 2021ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ૧૫૦ બેડના શ્રીમદ્દ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કર્યો હતો.
ધરમપુરના ઓઝરપાડામાં અતુલ એક્સસલેન્સમાં સુંદર નૈસર્ગીક વાતાવરણમાં આવેલ 150 બેડના અદ્યતન સુવિધાઓ ધરાવતાં વિશાળ ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ નું શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજી અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વર્ચુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દેશમાં જ્યારે કોવિડ-૧૯ ની બીજી લહેર તીવ્રતાથી ફેલાઈ રહી છે ત્યારે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી અને માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આ કોવિડ કેર સુવિધાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ધરમપુરમાં 150 બેડના અદ્યતન સુવિધાઓ, ઓક્સીજનની સગવડ અને નિષ્ણાત ડોક્ટર્સ સહિતના ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ નું શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વર્ચુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ધરમપુરના ઓઝરપાડામાં અતુલ એક્સસલેન્સમાં સુંદર નૈસર્ગીક વાતાવરણમાં આવેલ 150 બેડના અદ્યતન સુવિધાઓ ધરાવતાં વિશાળ’શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ શરૂ કરવામાં આવ્યું છે.
KIIT ડીમ્ડ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત ક્યૂ.એસ. સ્ટાર રેટિંગ્સ સિસ્ટમથી “ફાઈવ સ્ટાર રેટિંગ” મેળવનારી પહેલી ભારતીય યુનિવર્સિટી બની ગઈ છે. રેટિંગ પરિણામ 27 એપ્રિલ 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું. ક્યૂ. એસ. ક્વેક્વેરલી સાઈમન્ડ્સ લિમિટેડના એક એકમ, ક્યૂ.એસ.ઈન્ટેલિજેન્સની 8 કેટેગરીમાં સંકેતકો (ઈન્ડીકેટર્સ)ની એક મર્યાદામાં સ્વતંત્ર અને અણીશુદ્ધ માહિતી સંગ્રહ અને પ્રદર્શન મેટ્રિક્સના વિશ્લેષણ બાદ KIITને ફાઈવ સ્ટાર સંસ્થા તરીકે પ્રમાણિત કરી દેવાઈ, જે મહત્તમ ગ્રહણ કરવા યોગ્ય છે. આ રેટિંગ આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે.
રેટિંગ એક્સસાઈઝે વિશ્વભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું, જે આઠ કેટેગરીમાં ઉત્કૃષ્ટતાના પૂર્વ સ્થાપિત વૈશ્વિક બેન્ચમાર્ક જેવા કે શિક્ષણ, રોજગાર, શૈક્ષણિક વિકાસ, અંતરરાષ્ટ્રીયકરણ, ઓનલાઈન લર્નિંગ, સંશોધન, સમાવેશ અને કમ્પ્યૂટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક વિશેષ માપદંડ છે.
KIITએ ચાર કેટેગરીમાં ઉત્તમ 5 અંક પ્રાપ્ત કર્યા અને શેષ કેટેગરીમાં 4 અંક મેળવી સંપૂર્ણ રીતે ફાઈવ સ્ટાર રેટિંગ સુનિશ્ચિત કરી..
ક્યૂ. એસ. ઈન્ટેલિજેન્સ યૂનિટ પણ પ્રતિષ્ઠિત ક્યૂ. એસ. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગને સંકલિત કરે છે. જોકે, ક્યૂ. એસ. સ્ટાર રેટિંગ સિસ્ટમ મહત્ત્વપૂર્ણ પરફોર્મન્સ ઈન્ડિકેટર્સની એક વિસ્તૃત શ્રેણીમાં યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. જે પૂર્વ સ્થાપિત અંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે છે. કોઈપણ વિશ્વ રેન્કિંગ એક્સર્સાઈઝની તુલનામાં વ્યાપક માપદંડોને કવર કરીને, સિસ્ટમ રેટેડ સંસ્થાની ઉત્કૃષ્ટતા અને વિવિધતા બંને પર પ્રકાશ પાડે છે.
હજુ ગયા સપ્તાહે જ ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ્સ 2021માં KIITના વિશ્વ સ્તર પર 201+ રેન્ક પ્રાપ્ત કરી હતી. બે પ્રમુખ ગ્લોબલ યુનિવર્સિટી રેન્કિંગ અને રેટિંગ એક્સર્સાઈઝમાં એક બાદ એક પ્રભાવશાળી સ્થાન મેળવવા માટે KIIT ડીમ્ડ યુનિવર્સિટીને અંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ ધપાવાઈ છે. જેને ભારત સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યૂશન ઑફ એમિનેન્સ ટેગ પણ અપાયો છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા “વર્કપ્લેસ ઑફ ધ યર” કેટેગરીમાં KIIT “એવોર્ડ્સ એશિયા 2020″ની વિજેતા પણ છે.
આ સિદ્ધિ પર પ્રસન્નતા વ્યક્ત કરતા KIIT અને KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “વર્ષ 2004 બાદથી ક્યૂ. એસ. વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંકલનકર્તા ક્યૂ. એસ. ઈન્ટેલિજેન્સ યુનિટ દ્વારા સંચાલિત ક્યૂ. એસ. સ્ટાર્સ રેટિંગ સિસ્ટમ દ્વારા KIITને તેની ઉત્કૃષ્ટતા અને વિવિધતાના આધારે ફાઈવ સ્ટાર્સ ઈન્સ્ટીટ્યૂશનનો દરજ્જો અપાયો છે. અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન યથાવત રાખવાનો સંકલ્પ કરીએ છીએ”
નુકસાનકારક શબ્દો માટે કર્મ સૌથી મોટો જવાબ છે. આ રીતે કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (KIIT) ડીમ્ડ યુનિવર્સિટી, ભુવનેશ્વર પોતાની બિરાદરી અથવા સમાજ વચ્ચે એક મશાલ વાહક અર્થાત માર્ગદર્શક બનેલી છે. તેની સિદ્ધિઓ માટે કોઈ પ્રવક્તાની જરૂર નથી. 21 એપ્રિલ 2021ના રોજ જાહેર થયેલા ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઈમ્પેક્ટ રેન્કિંગ્સ-2021માં KIITને દુનિયાની ટોચની યુનિવર્સિટીઓની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. જીવિકા અને નિષ્પક્ષતા (sustenance & equity)ના માટે KIITની પ્રતિબદ્ધતાની ઓળખ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા મળે છે
સમુદાય આધારિત યુનિવર્સિટીના આંકડા અને યુનિવર્સિટીના પ્રભાવના આધારે દર વર્ષે ટાઈમ્સ હાયર એજ્યુકેશન વિશ્વભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રેન્કિંગનું આયોજન કરે છે. જેવું કે KIIT સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યો (Sustainable Development Goals)ના તમામ માપદંડોને પૂરા કરી રહી છે, ટાઈમ્સ હાયર એજ્યુકેશના ઓવરઓલ ઈમ્પેક્ટ રેન્કિંગ દુનિયાભરની યુનિવર્સિટીની સામાજિક જવાબદારીનું મુલ્યાંકન કરે છે.
આ ઉપરાંત એસ.ડી.જી.ની ‘ઓછી અસમાનતાઓ’ (Reduced Inequalities)માં 86મી રેન્ક પ્રાપ્ત થઈ છે. જેના માટે દુનિયાની 100 યુનિવર્સિટીઓમાંથી ઓછામાં ઓછી એક એકલ પેરામીટરમાં સ્થાન આપવામાં આવ્યું છે. KIITને પાર્ટનરશિપ ફોર ધ ગોલ્સમાં 101+ રેન્ક મળી અને ક્વોલિટી એજ્યુકેશન એન્જ પીસ એન્ડ જસ્ટિસ એન્ડ સ્ટ્રોગ ઈન્સ્ટીટ્યૂશન્સમાંથી પ્રત્યેકમાં 201+ રેન્ક મળી છે. આટલી પ્રભાવશાળી રેન્ક પ્રાપ્ત કરનાર આ પૂર્વ ભારતની એકમાત્ર યુનિવર્સિટી છે. વર્ષ 2020માં KIITને 501+ રેન્ક આપવામાં આવી હતી. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા વર્કપ્લેસ ઓફ ધ યર શ્રેણીમાં KIIT એવોર્ડ્સ એશિયા 2020ની વિજેતા પણ છે.
ધ ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ્સ એકમાત્ર વૈશ્વિક પ્રદર્શન શ્રેણી છે જે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યની નિમિત યુનિવર્સિટીનું આકલન કરે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા ચાર વ્યાપક ક્ષેત્ર જેવા કે રિસર્ચ, સ્યૂવર્ડશિપ, આઉટરીચ અને ટીચિંગમાં ખૂબ વ્યાપક અને સંતુલિત તુલના કરવામાં આવી છે.
KIIT ઉત્કૃષ્ટ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, રિસર્ચ, પબ્લિકેશન વગેરેમાં પ્રભાવશાળી રેન્ક સાથે આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે KIIT પોતાની સ્થાપના બાદથી જ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે.
KIIT અને KISSના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંતે કહ્યું કે કેટલીક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને વિશ્વ રેન્કિંગમાં ચિત્રિત કરાઈ રહી છે. જે સ્વયં રાજ્ય માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે “અમને આનંદ છે કે KIIT ડીમ્ડ યુનિવર્સિટી, ટાઈમ્સ હાયર એજ્યુકેશનની ઈમ્પેક્ટ રેન્કિંગમાં ટોચ પર છે, કારણ કે તેણે સામાજિક જવાબદારીમાં ઉત્કૃષ્ટતા જાળવી રાખવાના ભરચક પ્રયાસ કર્યા છે.”
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.