CIA ALERT

My World Archives - Page 10 of 32 - CIA Live

September 19, 2021
societynews-1280x1040.jpg
3min635

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live

ગુજરાતના પાટીદારોની મોટી અને મહત્વની સંસ્થા સરદારધામ દ્વારા GPBS -2022નું 26/27/28 ફેબ્રુઆરીમાં સુરત ખાતે આયોજન થવા જઇ રહ્યું છે, આ બિઝનેસ સમિટનો લોંચિંગ સમારોહ તા.18મી સપ્ટેમ્બર 2021ના રોજ સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પાટીદારોએ ભેગા થઇને દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે સરદારધામનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં સુરતના અનેક અગ્રણીઓ અને સામાજીક વડાઓની ઉપસ્થિતીમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર બાદ હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો.

આ રીતે સાકાર થશે સરદાર ધામ

સરદારધામ દક્ષિણ ગુજરાતના ફેઝ 1માં 300 કરોડના ખર્ચે GPSC UPSC તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ સહિતના યુવાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા કાર્યો માટેના ભવનનું નિર્માણ કરાશે અને અને ફેઝ 2 માં બાળભવનથી ઉચ્ચ શિક્ષણના ભવનો નિર્માણ પામશે. આમ સમાજના બાળકોનું પ્રાથમિક અભ્યાસથી તેના લક્ષ્ય સુધીનું ઘડતર સરદારધામ દક્ષિણ ગુજરાતમાં શક્ય બનશે. જેનો લાભ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જીલ્લા અને ગ્રામ્યનાં હજારો વિદ્યાર્થીઓને થશે.

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો મુખ્ય ઉદ્દેશ વેપારના વિસ્તરણનો છે. જેમાં એક જ પ્લેટફોર્મ પર નાનાથી માંડીને મોટા બિઝનેસમેન પોતાની પ્રોડકટનું બ્રાંન્ડીંગ, માર્કેટીંગ, લોન્ચીંગ કરીને પોતાના બિઝનેસને ઉડવા માટે પાંખો ને વિસ્તરવા માટે ખુલ્લું આકાશ આપી શકે છે.

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં એવું નથી કે ફક્ત મોટા બિઝનેસ પરંતુ જમીન સાથે જોડાયેલા ઉદ્યોગો જેવા કે કૃષિ, ડેરી અને મહિલા ઉદ્યોગ માટે પણ અહી સ્થાન હશે. આ સમિટમાં 950+ સ્ટોલસ અને 12 કરતા વધારે ડોમ હશે. જેમાં ડાયમંડ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, એન્જીનીયરીંગ, ઓટૌમોબાઇલ, કેમીકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પેટ્રો-કેમિકલ, એગ્રો, ઇલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ, શીપીંગ, સર્વિસ સેક્ટર, હેલ્થ કેર, સોલાર પાવર ઉપરાંત અને અનેક બિઝનેસ સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. GPBS 2018 અને 2020 ની જેમ આ સમીટમાં પણ પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ વિજેતાઓની માહિતી સભર કોફીટેબલ બુક બહાર પાડવામાં આવશે. આ વખતે પણ બહોળા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેશે એવું અનુમાન છે.

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

સરદારધામ પ્રમુખસેવક ગગજી સુતરીયાએ જણાવ્યું કે, સરદારધામના લક્ષબિંદુમાંના એક લક્ષબિંદુ એવા GPBS અને GPBO યુવાશક્તિના સર્વાગી વિકાસનું એક આર્થિક ઐતિહાસિક અભિયાન છે. જ્યાં નાનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈને પરસ્પર વેપાર-ઉદ્યોગ કરશે. સ્ત્રીશક્તિકરણના ભાગ રૂપે આ સમીટમાં નાના મોટા ઉદ્યોગો કરતી મહિલાઓને માટે અલાયદો સ્પેશ્યલ ડોમ ફાળવવામાં આવશે. તેમજ સામાજિક સમરસતાને ભાગ રૂપે 10% સ્ટોલ સર્વ સમાજ માટે ફાળવવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતના અગ્રણી બિઝનેસમેનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું  સમગ્ર આયોજન સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોનના GPBS, GPBO તેમજ યુવા તેજ-તેજ્સ્વીનીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

ગુજરાતી સમાચારો માટે સૌથી વધુ સર્ફ થતી ન્યુઝ વેબ CiA Live – www.cialive.in

September 18, 2021
gopi2.jpg
1min443

સુરતમાં બહું જૂજ એવા મંડળો બચ્યા હશે કે જેઓ વર્ષોથી નહીં પણ દાયકાઓથી પરંપરાગત રીતે આજે પણ ગણેશોત્સવનું રસ્મોરિવાજથી આયોજન કરતા હોય છે. આવા જ એક મંડળનું નામ છે ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળ.

ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળ અંગે માહિતી આપતા યુવા કર્મકાંડી બ્રાહ્મણ હાર્દિકભાઇ ઉપાધ્યાયે 98255-73335 જણાવ્યું હતું કે તેમના જન્મ અગાઉથી ગોપીપુરા ખાતે ગણેશોત્સવનું આયોજન શરૂ થયુ હતું જે આજે પણ અવિરત પણે ચાલી રહ્યું છે. પૂર્ણ શાસ્ત્રોક્ત વિધી વિધાનથી અહીં ગણેશજીની મુખ્ય પ્રતિમા અને મંગલમૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આસપાસના રહેવાસીઓમાં એવી માનતા છે કે મંગલમૂર્તિની સ્થાપના પોતાના સ્વનિમિત્તે કરાવે તો ભગવાન શ્રીજી તમામ મનોકામના પૂર્ણ કરે છે અને એટલે જ એક વર્ષ અગાઉથી મંગલમૂર્તિના સૌજન્ય માટે સ્થાનિક રહેવાસીઓ એડવાન્સમાં બુકિંગ કરાવી લે છે.

હાર્દિકભાઇએ જણાવ્યું કે અહીં ફક્ત બે જ મૂર્તિઓનું સ્થાપન કરવાનો રિવાજ છે. શહેરના અન્ય મંડળોમાં જુદા જુદા પરિવારો પોતાની નાની મૂર્તિઓ સાર્વજનિક આયોજન સાથે સ્થાપિત કરે છે પરંતુ, ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળમાં ફક્ત બે જ મૂર્તિની સ્થાપના થાય છે અને આસપાસના મહોલ્લાવાસીઓ પૂરી શ્રદ્ધાથી દસ દિવસ શ્રી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરે છે.

આવતીકાલ રવિવાર તા.19મી સપ્ટેમ્બરના રોજ અનંત ચઉદશ પર્વે બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત સફરજનનું વિતરણ ભાવિક ભક્તોમાં કરવામાં આવે છે. અહીં એવી પરંપરા છે કે ભાવિકો પોતે સફરજનનો ભોગ ગણપતિ બાપ્પાને ચઢાવે છે અને અભિમંત્રિત સફરજનનો પ્રસાદ અચૂક મેળવે છે.

August 21, 2021
cia_edu-1280x925.jpg
3min4719

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Gujcet માં 120માંથી 117.50 માર્કર્સ મેળવીને સુરતમાં ફર્સ્ટ આવેલા પીપી સવાણી સ્કુલના પિયુષ કલસરીયાએ ડોક્ટર બનવું છે

સુરતના વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને પીપી સવાણી સ્કુલમાં ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરનાર કલસરીયા પિયુષ રમેશભાઇએ આજરોજ જાહેર થયેલા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પરીણામમાં 120માંથી 117.50 માર્કર્સ મેળવીને સમગ્ર સુરત શહેરમાં ટોપ કર્યું છે. ત્રણ બહેનો વચ્ચે એક ભાઇ એવા પિયુષ કલસરીયાએ બળેવની પૂર્વ સંધ્યાએ યોગાનુયોગ બહેનોને પોતાની આ વિરલ સિદ્ધિની ભેંટ આપી છે. પિયુષ કલસરીયાના પિતા હીરામાં મજૂરીનું કામ કરે છે અને સુરતમાં પોતાની માલિકીનું નાનું ઘર પણ નથી તેઓ ભાડાના મકાનમાં હાલ વસવાટ કરી રહ્યા છે. પરંતુ, આ પરિવારનું ભાવિ ઉજ્જવળ એટલા માટે છે કેમકે પિયુષની બે મોટી બહેન પૈકી એક બહેન સ્મીમેરમાં એમબીબીએસમાં અભ્યાસ કરી રહી છે જ્યારે બીજી બહેન હોમિયોપેથી એટલે કે પેરામેડીકલમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે પિયુષ કલસરીયાને તબીબ બનવું છે.

અત્યંત સામાન્ય પરિવારના દિકરાઓ ધ્રુવ તંતી અને પાર્થ લાઠીયા ગુજકેટમાં 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કર્યા, બન્ને આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ભણ્યા

સમગ્ર દેશમાં જ્યારે ધો.12 બોર્ડની કોઇપણ પરીક્ષા ઓફલાઇન લઇ શકાઇ ન હતી ત્યારે ગુજરાતમાં ધો.12 સાયન્સના પરીણામમાં જેને સૌથી નિર્ણાયક પરીક્ષા માનવામાં આવે છે એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ-2021)નું પરીણામ આજે જાહેર કરાયું હતું. (સી.આઇ.એ. લાઇવ) ગુજરાતમાં ધો.12 સાયન્સમાં ગુજકેટ જ એવી પરીક્ષા છે કે જે ઓફલાઇન લેવામાં આવી હતી. ગુજકેટ ઓફલાઇન લેવામાં આવી હોઇ એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે મેરીટની ગણતરીમાં તેનું વેઇટેજ પણ 50 ટકા કરવામાં આવ્યું છે.

ધો.12 સાયન્સમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનો દબદબો યથાવત્ રહ્યો છે અને આ વખતે ભલે બોર્ડની પરીક્ષા ન યોજાઇ હોય પરંતુ, અગાઉ જેઇઇ મેઇન્સની ત્રણેય પરીક્ષાઓ તેમજ (સી.આઇ.એ. લાઇવ) આજરોજ જાહેર થયેલા ગુજકેટ 2021ના પરીણામમાં પણ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના બે વિદ્યાર્થીઓએ 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કરીને સુરતમાં ટોપ કર્યું છે. ( 21-8-21ના રોજ સવારે 11.30 વાગ્યા સુધી મળેલી સત્તાવાર માહિતી મુજબ)

ડાયમંડમાં મહિના માંડ 15 હજાર કમાતા પિતાઓના દિકરાઓની અદ્વિતિય સિદ્ધિ

વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરનાર ધ્રુવ બાલુભાઇ તંતીએ ગુજકેટ 2021માં કુલ 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કરીને સુરત જ નહીં બલ્કે ગુજરાતના ટોપટેનમાં સ્થાન હાંસલ કર્યું છે. સી.આઇ.એ. લાઇવ

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 મેથ્સમાં અભ્યાસ કરતા ધ્રુવ બાલુભાઇ તંતીએ ગુજકેટમાં કુલ 120માંથી 116.25 માર્કર્સ મેળવ્યા છે. ધુવ તંતીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે તે સોફ્ટવેયર એન્જિનિયર બનવા ઇચ્છે છે અને એટલે જ કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવશે. (સી.આઇ.એ. લાઇવ) ધ્રુવના પિતા બાલુભાઇ ડાયમંડના કારખાનામાં ફેન્સી કટિંગનું કામ કરે છે અને મહિને માંડ પંદરેક હજાર રૂપિયા કમાઇ શકે છે, તેની માતા સાડીઓ પર સ્ટોન ચોંટાડવાનું કામ કરીને પરિવારની આર્થિક મદદ કરે છે.

ધુવ તંતીએ એક મહત્વની વાત કહી કે ધો.12ની પરીક્ષા ન યોજાઇ એ તેના માટે હાનિકર્તા નિવડી છે કેમકે ધો.10માં તેના ફક્ત 83 ટકા જ આવ્યા હતા. (સી.આઇ.એ. લાઇવ) ધો.12 સાયન્સ માસ પ્રમોશનમાં ધો.10ના કુલ 50 ટકા માર્કર્સ ગણતરીમાં લેવાયા હોઇ, તેના ધો.12માં આ વખતે ફક્ત 87 ટકા જેટલા માર્કર્સ આવ્યા છે. જો વાસ્તવમાં પરીક્ષા લેવાઇ હોત તો એમાં પણ ધ્રુવને ટોપ કરવાનો લક્ષ્યાંક હતો.

પાર્થ લાઠીયા બી ગ્રુપનો સ્ટુડન્ટ છે અને તેમણે ડોક્ટર બનવું છે

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 બી ગ્રુપમાં અભ્યાસ કરનાર પાર્થ નિલેશભાઇ લાઠીયાએ આજે ગુજકેટમાં કુલ 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કર્યા છે. પાર્થના પિતા ડાયમંડ ફેક્ટરીમાં નોકરી કરે છે અને મહિને તેમને પંદરેક હજાર રૂપિયા મહેનતાણું મળે છે. તેમના દિકરા પાર્થે તબીબ બનવું છે અને હાલ તેઓ નીટની તૈયારી કરી રહ્યા છે.

સુરતના સ્વામીનારાયણ ગુરુકુળના શ્વેત પટેલે વગર ટ્યુશને 200થી વધુ પરીક્ષાઓ જાતે આપી ને ગુજકેટમાં 120માંથી 115.25 માર્કર્સ મેળવ્યા

ગુજરાતના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની વાસ્તવિક પરીક્ષા ગણાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021નું પરીણામ આજે જાહેર થયા બાદ સૌથી વધુ માર્કર્સ 115.25 (120) જેણે મેળવ્યા છે એ (સી.આઇ.એ. લાઇવ) સિંગણપોર સ્થિત શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થી શ્વેત સુરેશભાઇ લખાણી કહ્યું કે ગુજરાત બોર્ડની પરીક્ષા ભલે ના યોજાઇ હોય પરંતુ, મેં પ્રમાણિકતાથી 200થી વધુ પરીક્ષાઓ આપી છે ત્યારે હું આ મુકામ હાંસલ કરી શક્યો છે. CiA Live

કોઇપણ પ્રકારના ટ્યુશન કે કોચિંગ વગર ફક્ત શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના સ્કુલ એજ્યુકેશન પર શ્વેત લખાણી નિર્ભર રહ્યો અને ઝળહળતું પરીણામ મેળવ્યું CiA Live

શ્વેત લખાણીએ કહ્યું કે કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં અભ્યાસની ગાડી વારે ઘડિએ પાટા પરથી ઉતરી જતી હતી, આમ છતાં મેં ફોકસ કરવાના અનેક પ્રયાસો કર્યા હતા અને તેમાં હું સફળ થયો છું. CiA Live બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ ન હોવાથી ગુજકેટ પરીક્ષા જ નિર્ણાયક પરીક્ષા ગણાય છે ત્યારે 120માથી મારા 115.25 માર્કસ આવ્યા છે અને હું મારા પરફોર્મન્સથી ખુશ છું.

શ્વેત લાખાણીએ સીઆઇએ લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું કે તેના પરફોર્મન્સનું શ્રેય તે ગુરુકુળને આપે છે. આચાર્ય શ્રી ઠેસીયા સાહેબની આગેવાની હેઠળ મેથ્સના ચિરાગભાઇ, કેમેસ્ટ્રીના મહેશભાઇ અને ફિઝિક્સના નરેન્દ્રભાઇ નામના શિક્ષકોએ ખૂબ જહેમત કરીને તેમને ભણાવ્યા છે.

શ્વેત લખાણી એક મીડલ ક્લાસ પરિવારનો દિકરો છે અને તેના પિતા સુરેશભાઇ ડાયમંડ કંપનીમાં જોબ કરી રહ્યા છે. CiA Live શ્વેત પટેલે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરીને સોફ્ટવેયર એન્જિનિયર બનવું છે.

શ્વેત લખાણીનું ગુજકેટનું પરીણામ

August 12, 2021
cia_windo-1-1280x793.jpg
1min481

ઘી સુરત ટેનીસ કલબમાં પ્રથમ વખત ઓપન ગુજરાત સ્નૂકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, વાપી, વલસાડ, વડોદરા, રાજકોટ, અમદાવાદના મળી કુલ ૧૨૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટમાં બિલીયર્ડમાં વિશ્વ નંબર સાતમાં ક્રમાંકિત અને ભારતના નંબર ટુ પ્લેયર ધ્વજ હરીયા તથા ગુજરાત સ્નુકરના નંબર પ્લેયર નિલેશ પ્રજાપતિ તથા ગુજરાત જુનીયર નંબર વન પ્લેયર રણવિરસિંઘે પાર્ટીસીપેન્ટ તરીકે ઉપસ્થિત રહેતા ટુર્નામેન્ટના આકર્ષણનું કેન્દ્ર પણ તેઓ બન્યા હતા.

ફાયનલમાં ધ્વજ હરીયા તથા નિલેશ પ્રજાપતિ વચ્ચે ભારે રસાકસી બાદ નિલેશ પ્રજાપતિ 5-૩ થી વિજેતા થયા હતા.

ટેનીસ કલબમાં ટુર્નામેન્ટ આયોજન કમિટીમાં ઈમરાન સાબુવાલા, મલેક ખોજા, આયુષ બુઘરાજાનએ ખૂબ જહેમતથી સફળતાપૂર્વક ટુર્નામેન્ટ પૂર્ણ કરાવી હતી.

ઈનામ વિતરણ કલબના પ્રમુખ નિલેશભાઈ શાહ, ઉપપ્રમુખ નિતિનભાઈ શાહ, માનદ મંત્રી વિપુલભાઈ જાગીરદાર, માનદ સહમંત્રી દક્ષેશભાઈ પારેખ, રવિન અસારાવાલા હસ્તે કરવામાં આવ્યું હતું,

August 9, 2021
cia_society-1280x880.jpg
1min438
No photo description available.

સમગ્ર ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં જુદા જુદા દેશોમાં વસેલા સમસ્ત મેમણ સમાજની 500 જમાતને આવરી લેતા ઓલ ઇન્ડીયા મેમણ જમાતની વાર્ષિક સાધારણ સભા તા.8મી ઓગસ્ટ 2021ને રવિવારે સુરતના ચોકબજાર સ્થિત મેમણ હોલ ખાતે હર્ષોલ્લાસભેર યોજવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એજીએમમાં હાજરી સ્વૈચ્છીક કરી દેવામાં આવી હતી. આમ છતાં ભારતના ખૂણેખૂણામાંથી અંદાજે 450થી વધુ જમાતના પ્રતિનિધિઓ, ડેલિગેટ્સ, આમંત્રિતો જોડાયા હતા.

ઓલ ઇન્ડિયા મેમણ જમાતના અધ્યક્ષે એજીએમને સંબોધતા સમગ્ર વર્ષ દરમિયાન થયેલી પ્રવૃતિઓ અને ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. એજીએમ પ્રસંગે અંદાજે પોણા બે કરોડ રૂપિયાની રકમ લોક કલ્યાણના કાર્યોને સમર્પિત કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના ચીપલુન અને મહાડમાં આવેલા વિનાશક પૂરગ્રસ્તોને મદદથી લઇને સમાજના ગરીબ વર્ગના પરિવારોને મકાન મરામત તથા અન્ય ચીજવસ્તુઓની સહાય સમાજ તરફથી આપવામાં આવી હતી.

એજીએમની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો કરનારા, સેવાકીય પ્રવૃતિઓમાં તન, મન, ધનથી મદદ કરનારા, વિવિધ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરનારા વિવિધ જમાતના ઉમેદવારોનું જાહેર અભિવાદન કરીને તેમને મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા.

સુરતમાંથી મોહસિનભાઇ લોખંડવાલા, અફરોઝભાઇ ફત્તા સમેત અનેક લોકોનું તેમણે કરેલી કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતું.

August 9, 2021
cia_society-1280x880.jpg
1min474

ચુનીલાલ નાથુભાઈ બોડાવાલા ચેરીટેબલ ટ્રસ્ટનો૧૬મો રકતદાન શિબિર તા.8મી ઓગસ્ટને રવિવારે “ઉષા કિરણ” કદમપલ્લી , ટીમલીયાવાડ , નાનપુરા ખાતે યોજાયો હતો.

રક્તદાન શિબિરનો શુભારંભ ડો. મુકેશભાઇ જગીવાળાએ પોતાના જન્મ દિવસ ની ઉજવણી તરીકે ૧૫૯મી વાર રકતદાન કરીને કર્યો હતો, કોઇ વ્યક્તિએ 159મી વાર રક્તદાન કર્યું એ બાબત ઈન્ડિયાનો એક રેકોર્ડ છે એવું એમણે જણાવ્યું હતું.

આ શિબિરમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી , ઉપપ્રમુખ હિમાંશુભાઈ બોડાવાલા , ધી સૂરત પીપલ્સ કો. ઓ. બેંકના લિ. ના પ્રમુખ મુકેશભાઇ દલાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

શિબિરમાં કુલ ૮૪ યુનિટ રકત એકઠું કરીને સુરત રકતદાન કેન્દ્ર ને આપવામાં આવ્યું હતું.

શિબિરને સફળ બનાવવા માટે સુરત રકતદાન કેન્દ્ર ના ડો. તેમજ સ્ટાફ ના સભ્યો અને ટ્રસ્ટના કમલભાઈ, નિલેશભાઈ, જતીનભાઈ, રિતેશભાઈ, ચેતનભાઇ, હેતલભાઈ, સમીરભાઈ અને ટ્રસ્ટના પરિવાર ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

August 5, 2021
cia_edu-1280x925.jpg
1min536

વાઇબ્રન્ટ ઇન્ટરનેશલ એકેડેમીના સ્થાપક ડો. દિપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે કોવીડ-19 પેન્ડેમિકના કારણે પ્રત્યક્ષ શિક્ષણ ખરેખર ખોરંભે પડ્યું છે. 500થી વધુ દિવસોથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે. ધો.1 અને ધો.2 શૈક્ષણિક કારકિર્દીના મહત્વના વર્ષો હોય છે. જ્યાં બાળક, શ્રવણ, લેખન અને સમજણ શીખે છે. છેલ્લા 12 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત વાઇબ્રન્ટ ગ્રુપે આવા ગરીબ બાળકો માટે એક નવતર પહેલ કરી છે અને એ પહેલ છે વિદ્યારથ.

સ્કુલ બસમાં જ એક અનોખો ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ક્લાસરૂમ ગરીબ બાળકો કે જેઓ સ્કુલે જઇ શક્યા નથી તેમના ઘરની સમીપ જઇને તેમને પ્રત્યક્ષ શિક્ષણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય ગાઇડલાઇનના ચૂસ્ત પાલનની કાળજી લઇને આપવાનું શરૂ કરશે.

વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડેમી કામરેજના ઉપક્રમે પેન્ડેમિક પાથ-શાલા નામનો આ નવતર પ્રયોગ આજરોજ તા.5મી ઓગસ્ટે કામરેજ સ્થિત વાઇબ્રન્ટ એકેડેમી ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે.

ડો. રાજ્યગુરુએ કહ્યું કે વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડેમીની આ હરતી-ફરતી શાળા, વિદ્યારથ દ્વારા બાળકોને બિલકુલ નિશુલ્ક, આનંદદાયી વાતાવરણમાં, મૂલ્યનિષ્ઠ અને સાંસ્કૃતિક વારસા સાથેનું શિક્ષણ આપશે.

August 5, 2021
cia_society-1280x880.jpg
1min397

આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નીતિન ધામેલિયા દ્વારા તેમના ટ્વિન્સ પુત્રી જીશા અને પુત્ર જિશાન ના પ્રથમ જન્મદિવસ ની અલગ રીતે ઉજવણી કરવામાં નક્કી કરવામાં આવ્યું હતું. રક્તદાન અંગે સમાજમાં લોકજાગૃતિ આવે તે હેતુસર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ ૨૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

નીતિન ધામેલિયાએ તેમની સોસાયટીમાં ૨૫ જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેમની કાળજી અને ઉછેર કરવાનો સંકલ્પ પરિવાર અને મિત્રમંડળ સાથે કર્યો હતો. આ દિવસે તેમણે ૨૦૦ જેટલા મજૂરી કરતા કામદારોને એક ટાઈમનું ભોજન કરાવી તેમના પેટની આગ ઠારી હતી. આ રીતે કોઈ પણ અન્ય દેખાવ કરવાને બદલે સમાજમાં જાગૃતિ માટે પ્રથમ બર્થડેની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

August 3, 2021
scet.jpg
2min1035

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતની નંબર વન એન્જિનિયરિંગ કોલેજ ગણાતી સુરતની સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેક્નોલોજી (સ્કેટ) કોલેજ હવે બેચલર એન્જિનિયરિંગમાં સ્પેશ્યલાઇઝેશન કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સ્કેટ કોલેજ હવે સાર્વજનિક યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં કામગીરી કરશે.

Surat Best School List - School Style

SCET કોલેજમાં ચાલતા બી.ટેક. અભ્યાસક્રમો

  • B.TECH. CO – Bachelor of Computer Technology
  • B.TECH. CHEM – Bachelor of Chemical Technology
  • B.TECH. CIVIL – Bachelor of Civil Technology
  • B.TECH. EL – Bachelor of Electrical Technology (NBA Accredited course)
  • B.TECH. EC – Bachelor of Electronics & Communications Technology (NBA Accredited course)
  • B.TECH. IC – Bachelor of Instrumentation & Control (NBA Accredited course)
  • B.TECH. IT – Bachelor of Information Technology
  • B.TECH. TT – Bachelor of Textile Technology (NBA Accredited course)
  • B.TECH. MECH – Bachelor of Mechanical Technology
  • B.TECH AI & DS – Bachelor of Artificial Intelligence & Data Science

સ્કેટ કોલેજને કોમ્યુટરમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નીગ અથવા સાઇબર સીકયોરીટી, ઇલેકિટ્રકલમાં ઇલેક્ટ્રિકલ ઍન્ડ કમ્યુટર તથા સિવીલમાં સ્માર્ટ સિટી જેવા અભ્યાસક્રમોના સ્પેશ્યલાઇઝેશન માટે જીટીયુની મંજૂરી મળી.

ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝડપથી નવી નવી ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેની સાથે સાથે આપણા દેશમાં જાહેર થયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP-2020ની લાગુ થવાથી ધણા નવા તથા ઝડપી ફેરફારો જોવામાં આવી રહ્યા છે.

સામાન્ય રીતે એજીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોઈ પણ એક ડિસિપ્લિન કે બ્રાન્ચ માં જ પારંગત બનાવવાની કલ્પના વિધમાન હતી, પરંતુ બદલાયેલા વૈશ્વિક પ્રવાહો અને ઇન્ડસ્ટ્રીની માંગને આધારે નવી નવી અને બહુવિધ ટેક્નોલોજીના જાણકાર એજીનીયરોની માંગ થવા લાગી છે. આવા સમયે નવા તૈયાર થનારા એજીનીયરોને મલ્ટી-ડિસીપ્લીનરી અને આધુનિક ટેક્નોલોજીના જ્ઞાનથી પ્રચુર બનાવવા જરૂરી થઇ પડે છે.

આ સંદર્ભે SCET-એજીનીયરીંગના પ્રિન્સીપાલ ડૉ. હિરેન પટેલ દ્વારા જીટીયુ-સંલગ્નિત વિધાર્થીઓને પણ નવા અને આધુનિક વિષયો સાથે સ્પેશ્યિલાઇઝેશન મળે તેની અરજી તાજેતરમાં જીટીયુ દ્વારા માન્ય રખાતા, સ્કેટ-એજીનીયરીંગમાં ભણતા બી. ઈ. ના વિદ્યાર્થીઓ કે જેઓ શૈક્ષણિક વર્ષ 2020-21માં નોંધાયેલા હતા, તેઓ ચાલુ વર્ષથી વિવિધ વિદ્યાશાખામાં સ્પેશ્યલાઈઝેસન લેવાનું પસંદ કરી શકશે.

આ ઉપરાંત ડિપ્લોમા ટુ ડીગ્રી માં પ્રવેશ લેનાર નવા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી અભ્યાસક્રમ ના બીજા વર્ષથી આ લાભ મળનાર છે. જે ડિસિપ્લિનમાં મંજૂરી મળી છે તે અનુક્રમે કોમ્યુટર-આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નીગ, કૉપ્યુટર-સાઇબર સીક્યોરીટી, ઇલેકિટ્રકલ-ઇલેક્ટ્રિકલ ઍન્ડ કમ્યુટર તથા સિવીલ-સ્માર્ટ સિટી અભ્યાસક્રમોને જીટીયુ દ્વારા યોગ્ય રીતે રચાયેલી ચકાસણી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.

આનાથી એજીનીયરીંગ ના ક્ષેત્રમાં વિકસેલા અદ્યતન અને મલ્ટીડિસીપ્લીનરી ક્ષેત્રમાં ભણવાની અને તે વિષયો સાથે સ્પેશ્યિલાઇઝેશન કરવાની વિદ્યાર્થીઓને તક મળશે. આ તકની ઉપલબ્ધતા ની સાથે જ વિધાર્થી આલમમાં ખુશી જોવા મળેલી છે. વધુમાં નવા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને પણ સ્કેટ-એજીનીયરીંગની કુલ 10 બ્રાન્ચમાં સ્પેશ્યલાઇઝેશન પ્રાપ્ત કરવાની તક મળનાર છે, સાથે સાથે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ જેવા આધુનિક ક્ષેત્રમાં બી.ટેક.નો નવો કોર્સ શરુ થનાર છે. એજીનીયરીંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ થયેલા આ સ્પેશ્યલાઈઝેશન કે માઇનોર ના નવા ઓપ્શનથી વિધાર્થી અલમમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

July 31, 2021
cia_windo-1-1280x793.jpg
1min629

जयेश ब्रह्मभट्ट 98253 44944

अपनी तरह के स्कुलो की तुलना में सब से कम फीस लेकर छात्रो को क्वालिटी टीचींग मुहैया करा रहे सूरत के अग्रवाल विधा विहार स्कुल के छात्रो ने CBSE के बारवीं कक्षा के घोषित हूए नतिजो में बहेतरीन प्रदर्शन कीया है.

अग्रवाल विद्या विहार मेनेजमेन्ट के प्रेसिडेन्ट श्री श्यामसुंदर अग्रवाल जी, वाईस प्रेसिडेन्ट श्री अर्जुनदासजी अग्रवाल, सेक्रेटरी श्री सुभाषजी पटोडीया, डायरेक्टर श्री हिमंत शर्मा, एडमिनिस्ट्रेटर श्री मनिष परमार, प्रिन्सीपल श्रीमती छवि रवि, वाइस प्रिन्सीपल श्री विक्रांत जीने आज स्कुल में टॉप करने वाले छात्रो को सन्मानित करते हूए कहा है की अग्रवाल विद्या विहार पूरे परिवार की तरफ से उत्तरोत्तर प्रगति करे ऐसी प्रार्थना.

ईन छात्रोने टॉप किया

  • पटेल ध्यान ने 96.2 प्रतिशत मार्कर्स के साथ सायन्स स्ट्रीम में पूरे स्कुल में टॉप किया
  • तनिष्का अग्रवाल ने 98.4 प्रतिशत मार्कर्स हांसल कर कामर्स में पूरे स्कुल में टॉप किया
  • शिवानी देसाई ने 96.6 प्रतिशत मार्कर्स हांसल कर ह्युमेनिटीझ में पूरे स्कुल में टॉप किया

ऐसा रहा अग्रवाल विधा विहार स्कुल का आवरऑल परीणाम

अग्रवाल विधा विहार स्कुल के बारवीं कक्षा के आवरऑल रीझल्ट के बारें में बताया गया की स्कुल के विज्ञान संकाय में कक्षा औसत 88.06 प्रतिशत, वाणिज्य संकाय में 84.40 प्रतिशत तथा कला संकाय में 82.78 प्रतिशत रही. 46 विद्यार्थी विज्ञान संकाय, 158 विद्यार्थी वाणिज्य संकाय और 35 विद्यार्थी ह्युमेनिटीझ संकायमां सफल हूए है.

अग्रवाल विधा विहार पूरे स्कुल की और से मेनेजमेन्ट ने सफल होने वाले सभी छात्रो को जीवन में स्थित प्रगति और स्वास्थ्य लाभ मिले ऐसी शुभकामनाए दी.