CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 7 of 52 - CIA Live

July 17, 2025
Alaska-quake.jpg
1min219

જુલાઈ 16 ના રોજ, રેતીના બિંદુથી દક્ષિણમાં, અલાસ્કાના અલેઉટીયન દ્વીપકલ્પના દરિયાકાંઠે એક શક્તિશાળી .3..3 ની તીવ્ર ભૂકંપ આવી, સુનામીની ચેતવણીને ઉત્તેજીત કરી, જેમાં દક્ષિણના દરિયાકાંઠાના 700 – માઇલના ભાગને સંક્ષિપ્તમાં ફેલાવ્યો, યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ) નો અહેવાલ આપ્યો.
ભૂકંપ સ્થાનિક સમય (2037 જીએમટી) લગભગ 12:37 વાગ્યે થયો હતો, તેનું કેન્દ્ર, એક નાના ટાપુ સમુદાય, રેતીના પોઇન્ટથી લગભગ 54 માઇલ (87 કિલોમીટર) દક્ષિણમાં સ્થિત હતું. સિસ્મિક ઘટનાના કેન્દ્રમાં પ્રમાણમાં છીછરા depth ંડાઈ 20.1 કિલોમીટર હતી.

એન્કોરેજની નેશનલ વેધર સર્વિસે દક્ષિણ અલાસ્કા અને ભૂકંપ પછી અલાસ્કા દ્વીપકલ્પ માટે સુનામીની ચેતવણી જારી કરી હતી, એક્સ પર પોસ્ટ કરીને, “અલાસ્કા દ્વીપકલ્પના વિસ્તારોથી યુનિમાક પાસ સુધીના અલાસ્કા દ્વીપકલ્પના વિસ્તારો માટે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. શહેરો શામેલ છે. અસરો. “

જોકે ચેતવણી પછીથી એક સલાહકારમાં ડાઉનગ્રેડ કરવામાં આવી હતી, તેમ છતાં, ભૂકંપ 1958 ના કુખ્યાત લિટુયા ખાડી ઇવેન્ટની જેમ બીજા આપત્તિજનક “મેગાટાત્સુનામી” ના ભયને શાસન આપતો હતો, જ્યારે એક વિશાળ ભૂસ્ખલન પછી એક વિશાળ તરંગ 500 મીટરથી વધુનો વધારો થયો હતો.

July 17, 2025
image-6.png
1min162

ઈરાકમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના બની છે. પૂર્વીય ઇરાકના અલ-કુટ શહેરમાં એક હાઇપરમાર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગના બનાવમાં પચાસ લોકોના મોત થયાં છે. આ સાથે જ સમાચાર મળી રહ્યા છે કે અલ-કુટમાં ફાઇવ ફ્લોરની એક બિલ્ડિંગમાં આગની પ્રચંડ જ્વાળાઓ જોવા મળી હતી. આ આગની ઘટના બન્યા બાદ ફાયર ટેંડર્સ દ્વારા તેને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યા છે.

જોકે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું ન હતું. આ ભીષણ આગની ઘટનાના વિડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રિપોર્ટ પ્રમાણે સૌથી મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અત્યારસુધીમાં પચાસ લોકો કાળનો કોળિયો બની ગયાં છે. ત્યાંના રાજ્યપાલે જણાવ્યું છે કે તપાસના પ્રારંભિક તારણો ૪૮ કલાકમાં જાહેર કરવામાં આવશે.

July 14, 2025
image-3-1280x852.png
1min186

વર્લ્ડ નંબર ખેલાડી જેનિક સિનરે ઈતિહાસ રચી દેતાં પહેલીવાર વિમ્બલડન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં વિજયી થઈ ટ્રોફી જીતી લીધી. સિનરે ગ્રાસકોર્ટ પર સતત બે વર્ષ સુધી ખિતાબ જીતનારા સ્પેનના કાર્લોસ અલ્કારાઝને  ત્રણ કલાક ચાલેલી ફાઈનલમાં 4-6, 6-4, 6-4, 6-4 થી હરાવીને ખિતાબ જીત્યો હતો. 

સિનરે તેની કારકિર્દીનો આ ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલડનનું ટાઈટલ જીત્યો હતો. આ સાથે સિનરે ગત મહિને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં અલ્કારાઝ સામેની હારનો હિસાબ ચૂકતે કરી દીધો. 

પહેલીવાર આવું થયું 

બંને વચ્ચેની ફાઈનલ મેચ એટલા માટે પણ રસપ્રદ હતી કેમ કે પહેલીવાર વિમ્બલડન મેન્સ ફાઈનલમાં બે એવા ખેલાડી સામ-સામે રમી રહ્યા હતા જેમનો જન્મ 2000ની સાલ બાદ થયું હતું. ફાઇનલની શરૂઆત અલ્કારાઝે આક્રમક અંદાજમાં કરી હતી અને પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. જોકે પછી તે એક પણ સેટ ન જીતી શક્યો. 

July 10, 2025
image-1.png
1min254

અમેરિકાના રાષ્ટ્રપતિએ બુધવારે વિશ્વના દેશો પર લગાવેલી ટેરિફની યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવ્યા પહેલા જ આ ટેરિફ લાગાવવાની વાત કરી હતી. જેનો હવે અમલ શરૂ થઈ ચૂક્યો છે. વિવિધ દેશોમાં પત્ર મોકલી ટેરિફ વિશેની માહિતી આપવામાં આવી રહી છે. પરંતુ આ યાદીમાં હાલ સુધી ભારતનું નામ સામેલ થયું નથી. જે ભારત માટે રાહતના સમાચાર છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચા ચાલી રહી છે. અમેરિકાએ અત્યાર સુધી લગભગ 20 દેશોને ટેરિફ પત્રો જારી કર્યા છે. આ પગલું વૈશ્વિક વેપાર નીતિઓમાં મહત્વનો ફેરફાર દર્શાવે છે, જેની અસર વિવિધ દેશોના અર્થતંત્ર પર પડી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે છ વેપારી ભાગીદારોને ટેરિફ પત્રો મોકલ્યા અને વધુ દેશો પર આયાત ટેરિફ લાદવાની ચેતવણી આપી. અગાઉ 2 એપ્રિલે ભારતીય વસ્તુઓ પર 26 ટકા વધારાનો પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો હતો, જેને 9 જુલાઈ સુધી 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને 1 ઓગસ્ટ સુધી ટાળવામાં આવ્યો છે, જોકે 10 ટકા બેઝલાઇન ટેરિફ યથાવત્ રહેશે.

સોમવારે ટ્રમ્પ સરકારે બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કંબોડિયા, કઝાકિસ્તાન, લાઓસ, સર્બિયા અને ટ્યુનિશિયાનો ટેરિફ પત્રો મકલ્યા હતા. જ્યારે બુધવાર સુધીમાં લિબિયા, ઇરાક, અલ્જેરિયા (30 ટકા), મોલ્દોવા, બ્રુનેઇ (25 ટકા) અને ફિલિપાઇન્સ (20 ટકા)ને પણ ટેરિફ પત્રો મળી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અગાઉ ભારત જેટલી ટેરિફ વસૂલે છે, તેટલી જ ટેરિફ લાદવાની વાત કરી હતી. જ્યારે દવાઓ આયાત પર 200 ટકા ટેક્સ લગાવવાની પણ ધમકી આપી હતી. જે ભારતીય દવા ઉત્પાદકો માટે ચિંતાનો વિષય છે. 2024-25માં ભારતની વૈશ્વિક દવા નિકાસમાં અમેરિકાનો હિસ્સો 31 ટકા હતો, જેનું કુલ મૂલ્ય 30 અબજ ડોલરથી વધુ હતું. 2024-25માં ભારત-અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 131.84 અબજ ડોલરનો હતો, જેમાં 86.51 અબજ ડોલરની નિકાસ અને 41.18 અબજ ડોલરનું વેપાર નોંધાયુ હતુ.

June 24, 2025
image-15.png

1min285

12 દિવસના ભીષણ યુદ્ધ બાદ ઈરાન અને ઈઝરાયલ સીઝફાયર માટે સહમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. 

નોંધનીય છે કે ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. ગઇકાલે અમેરિકાથી બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકાનો દાવો છે કે ઈરાને છોડેલી તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું હતું. કતાર પર ઈરાનના હુમલાના થોડા જ કલાકોમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે. 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે ‘ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી છ જ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.’ 

June 15, 2025
image-8.png
1min208
  • સાઉથ આફ્રિકાનો 27 વર્ષ બાદ આઇસીસી ટ્રોફી જીતવાનો રેકોર્ડ
  • ઓસ્ટ્રેલિયા14મી આઇસીસી ટ્રોફીની ફાઈનલ રમતાં ચોથી વખત પરાજીત : સાઉથ આફ્રિકા છેલ્લે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું

સાઉથ આફ્રિકાએ ક્રિકેટના ઈતિહાસમાં મેજર અપસેટ સર્જતાં ડિફેન્ડિંગ ચમ્પિયન ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પાંચ વિકેટથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. લોર્ડ્ઝમાં રમાયેલી ટેસ્ટમાં ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ જીતવા માટેના ૨૮૨ના ટાર્ગેટને માર્કરામના ૧૩૬ રનની યાદગાર ઈનિંગને સહારે પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ સર્જવાની સાથે સાથે ૨૭ વર્ષ બાદ આઇસીસીની મેજર ટ્રોફી જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. નોંધપાત્ર છે કે, મેજર ટુર્નામેન્ટમાં ખરા સમયે જ ફસકી પડવા માટે બદનામ સાઉથ આફ્રિકા છેલ્લે ૧૯૯૮માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતુ, જે ત્યારે નોકઆઉટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી હતી.

ફાઈનલ જીતવા માટે હોટફેવરિ ટ મનાતી ઓસ્ટ્રેલિયાની ટીમને આઈસીસીની ૧૪મી ફાઈનલમાં માત્ર ચોથી વખત હારનો સામનો કરવો પડયો હતો અને તેઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન તરીકેનો તાજ પણ ગુમાવી દીધો હતો. સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ તેની કેપ્ટન્સીમાં તમામ ૧૦ ટેસ્ટમાં અજેય રહેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી, જેમાંથી નવ ટેસ્ટ સાઉથ આફ્રિકા જીત્યું હતુ અને એક ટેસ્ટ ડ્રો રહી હતી.

લોર્ડઝમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ઉતાર્યું હતુ. રબાડાએ પાંચ વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયા ૨૧૨માં અને કમિન્સે છ વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા ૧૩૮માં ખખડયું હતુ. રબાડા અને એનગિડીએ અનુક્રમે ૪ અને ૩ વિકેટ મેળવતા ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૨૦૭માં સમેટાતા સાઉથ આફ્રિકાને જીતવા માટે ૨૮૨નો ટાર્ગેટ મળ્યો હતો.

જેને સાઉથ આફ્રિકાએ ૮૩.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. માર્કરામે ૧૩૬ રનની યાદગાર ઈનિંગ રમી હતી. કેપ્ટન બવુમાના ૬૬ તેમજ બેડિંગહામના અણનમ ૨૧ રન હતા.

June 13, 2025
image-5-1280x853.png
1min188

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ સમજૂતીની ચર્ચા વચ્ચે ઇઝરાયેલે ઈરાન પર અનેક હવાઇ હુમલા કર્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલા કયા સ્થળ પર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલા તેની કોઇ ભૂમિકા નથી. આ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી હતી કે ઇઝરાયલ ઇરાન પર હુમલો કરી શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર, ઇઝરાયલ વાયુસેનાએ ગુરુવારે ડઝનબંધ હુમલા કર્યા છે. જેમાં ઇઝરાયલ ઇરાનના મિસાઇલ અને પરમાણુ મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે સમગ્ર ઇઝરાયલમાં સાયરન વગાડવામાં આવી હતી. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કેટ્સે સમગ્ર દેશમાં ખાસ કટોકટીની સ્થિતિની જાહેરાત કરી છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે ઇઝરાયલ તેના પરમાણુ કાર્યક્રમ અંગે ઇરાન પર હુમલો કરી શકે છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ, યુએસ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે જો ઇરાન સોદા માટે વાટાઘાટો નહીં કરે તો પશ્ચિમ એશિયામાં મોટા પાયે સંઘર્ષ ફાટી નીકળી શકે છે. તેમજ ઈરાન પર ઈઝરાયેલ ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે તેઓ ઈરાનને સમજૂતી પર પહોંચવા માટે આગ્રહ કરતા રહેશે.

જ્યારે ઇરાન પર ઇઝરાયલના હવાઈ હુમલા પછી એવો ભય છે કે નજીકના ભવિષ્યમાં ઇઝરાયલ અને તેના નાગરિકોને મિસાઇલ અથવા ડ્રોન હુમલાનો સામનો કરવો પડી શકે છે. ઇઝરાયલે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇરાને તેહરાનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે.

June 6, 2025
image-3-1280x863.png
1min167

Dated 5 June 2025 ગુરુવારે ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો, જેના કારણે કંપનીની બજાર મૂડીમાં 150 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો. ટેસ્લાના શેરમાં આ ઘટાડો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે વધતા વિવાદને કારણે થયો છે.

ઈલોન મસ્કને અમેરિકાના DOGE વિભાગના વડા તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ 4 જ મહિનામાં મસ્કે રાજીનામું આપી દીધું છે. તેમજ મસ્ક ‘વન બિગ બ્યુટીફૂલ બિલ’નો વિરોધ કરતા તેમની અને ટ્રમ્પવચ્ચે વિવાદ વધી રહ્યો છે. જેના કારણે ટેસ્લાના શેર્સ 14% થી વધુ ઘટીને બંધ થયા.

ટેસ્લાના શેર્સ 14% થી વધુ ઘટીને બંધ થયા

ટેસ્લાના શેરમાં આ ઘટાડો કંપની સંબંધિત કોઈ ચોક્કસ મુદ્દા અથવા ફંડામેન્ટલ્સને કારણે નહોતો, પરંતુ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના વિવાદને કારણે થયો હતો. ગુરુવારે ટેસ્લાના શેર $284.7 પર બંધ થયા. તેમજ ટેસ્લાના શેર $488.54 ના ઓલ ટાઈમ હાઇથી 41% તૂટ્યા છે.

ગુરુવારે ટેસ્લાના શેરમાં થયેલા ઘટાડાના કારણે માર્કેટ કેપમાં 152 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. એવામાં કંપનીનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરથી ઘટીને 916 અબજ ડોલર થયું. આ સાથે જ ટેસ્લાના માર્કેટ કેપમાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. જેના કારણે મસ્કની સંપત્તિમાં 34 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના ટેક્સ-કટ અને ખર્ચના કાયદા વન બિગ બ્યૂટિફૂલ બિલ અંગે મસ્કની ટીકા બાદ આ વિવાદ શરુ થયો હતો. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક સાથેના સરકારી કરારો રદ કરવાની ધમકી આપતા કહ્યું હતું કે, ‘આપણા બજેટમાં અબજો ડોલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો ઈલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવાનો છે.’ મસ્કની કંપનીઓમાં સરકારી કોન્ટ્રાક્ટર સ્પેસએક્સ અને તેની સેટેલાઇટ યુનિટ સ્ટારલિંકનો સમાવેશ થાય છે.

ટ્રમ્પના આ નિવેદનથી રોકાણકારોને ડર છે કે જો ટેસ્લાને આપવામાં આવતી સબસિડી પણ જો બંધ કરી દેવામ આવે તો કંપનીની આર્થિક સ્થિતિને અસર પડી શકે છે. જેના કારણે માર્કેટમાં પેનિક સેલિંગ દેખાઈ રહ્યું છે.

May 23, 2025
harvard-university.png
1min225

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટીની પાછળ જ પડી ગયું છે. ટ્રમ્પ સરકાર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી સામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી નહીં શકે.

ગૃહ સુરક્ષા સચિવે એક પત્ર લખીને કહ્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. સરકારનો આરોપ છે કે હાર્વર્ડમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ થઈ રહ્યું છે. સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.

જોકે, હાર્વર્ડ યુનિવર્સિટીને મોકલવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જો હાર્વર્ડ આગામી શૈક્ષણિક શાળા વર્ષ પહેલાં સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેશન પાછું મેળવવાની તક ઇચ્છે છે, તો 72 કલાકની અંદર જરૂરી માહિતી પૂરી પાડે.

યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે. હાલમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતના 788 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. હાર્વર્ડની સ્થાપના 1636માં થઈ હતી અને તે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે.

April 10, 2025
chin-vs-us.jpg
2min363
  • અમેરિકાની આર્થિક દાદાગીરી અને બ્લેક મેઇલિંગને વશ નહીં થઈએ, છેક સુધી લડી લઈશુંઃ ચીન
  • ચીને અમેરિકાની 18 કંપનીઓને એક્સ્પોર્ટ કંટ્રોલ લિસ્ટમાં મૂકી અને તેમાની છને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરી
  • ચીને સાત દુર્લભ ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હવે અમેરિકા સહિત કોઈપણ દેશમાં નિકાસ નહીં થાય

થોડા સમય પહેલા આવેલી ફિલ્મ પુષ્પા ધ ફાયરના હીરો અલ્લુ અર્જુનનો ડાયલોગ હતો ઝુકેગા નહી સાલા… આ ડાયલોગ ફક્ત ફિલ્મ જ નહીં ભારતીય રાજકીય વર્તુળોમાં પણ લોકપ્રિય થઈ ગયો હતો. હવે આ સંવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. ટ્રમ્પની ૧૦૪ ટકાની ટેરિફની દાદાગીરી સામે ચીને આ જ ઝુકેગા નહીં સાલા અભિગમ અપનાવતા અમેરિકન પ્રોડક્ટ્સ પર ૮૪ ટકા ટેરિફ ઝીંકી દીધો છે. એટલેથી પણ ન અટકતા ચીને અમેરિકાની ૧૮ કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરતાં તેને એક્સપોર્ટ કંટ્રોલ લિસ્ટમાં નાખી છે અને તેમાની છ કંપનીઓને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા મુજબ આ કંપનીઓ પર તાઇવાનને શસ્ત્રો વેચવાનો અને તેની સાથે ટેકનિકલ સહયોગ કરવાનો આરોપ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીનના વિરોધ છતાં આ કંપનીઓ તાઇવાનને શસ્ત્ર વેચી રહી છે, જેથી ચીનના સાર્વભૌમત્વને ખતરો પહોંચી રહ્યો છે. ચીન આ કંપનીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. ચીને ઉમેર્યુ હતું કે જે વિદેશી કંપનીઓ કાયદાનું પાલન કરે છે તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ છ કંપનીઓ શીલ્ડ એઆઈ, સિયેરા નેવાડા કોર્પોરેશન, સાઇબરલક્સ કોર્પોરેશન, એજ ઓટોનોમી ઓપરેશન્સ, ગુ્રપ ડબલ્યું, હડસન ટેકનોલોજીસ છે.

તેની સાથે ચીને ડંકાની ચોટ પર એલાન કરી દીધું છે કે અમેરિકાની દાદાગીરીને અને તેની સંરક્ષણવાદની નીતિને તે વશ નહીં થાય. તેની આર્થિક દાદાગીરીને અમે પહોંચી વળવા તૈયાર છીએ. પાછું ચીનના આ વલણને યુરોપીયન યુનિયનનું મૂક સમર્થન પણ મળ્યું છે, જેના પર ટ્રમ્પે ૨૦ ટકા ટેરિફ નાખ્યો છે. આમ હાલમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અને રશિયા-યુક્રેન બાજુએ રહી ગયું છે અને આખા વિશ્વની નજર અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોર પર મંડાઈ છે.

ચીને કુલ ૧૦૪ ટકા ટેરિફ લાદવાના અમેરિકાના પગલાને બ્લેકમેઇલિંગ ગણાવી તેની આકરી ટીકા કરી હતી. બૈજિંગે જણાવ્યું હતું કે ટ્રમ્પ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ટ્રેડ વોરમાં ચીન છેક સુધી લડશે. યુરોપીયન કમિશનના વડા ઉર્સુલા સાથેની મુલાકાતમાં ચીનના પીએમ લી કિયાંગે જણાવ્યું હતું કે ચીન અમેરિકાએ લાદેલા ટેરિફને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર છે. આ ટેરિફ છતાં ચીનનો આર્થિક વિકાસ જારી રહેશે.

આમા યુરોપીયન યુનિયનના બંને હાથમાં લાડવા છે. જો આ ટ્રેડ વોરમાં અમેરિકન તંત્રની ખો નીકળે તો તેને ચીનમાંથી સસ્તો કાચો માલ મળશે. જો ચીનની ખો નીકળશે તો અમેરિકા સાથે તેના કારોબારમાં સીધો વધારો થશે. ટ્રમ્પે લગાવેલા ટેક્સ બુધવારથી અમલી બન્યા છે. તેમા ચીનની વસ્તુઓ પર લગાવવામાં આવેલો ભારે વેરો પણ સામેલ છે. તેના લીધે ગ્લોબલ ટ્રેડ વોરની સંભાવના વધી છે. બુધવારે ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને જણાવ્યું હતું કે સ્થિતિ વધારે વણસી ગઈ છે. તેણે ચેતવણી આપી હતી કે ચીન પર અમેરિકાના ટેરિફ વૈશ્વિક કારોબારમાં અસ્થિરતા સર્જી શકે છે. ચીને જણાવ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફ વ્યાપાર સંતુલન કરવાનું સમાધાન નથી, તેનાથી વિપરીત પરિણામ આવશે.

અમેરિકાએ ચીન પર કાર્યવાહી કરતાં ત્રીજો ટેરિફ બોમ્બ ફોડયો હતો. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અમેરિકા ચીન પર કુલ ૧૦૪ ટકા ટેરિફ લગાવી રહ્યુ છે જે ૯મી એપ્રિલથી અમલી બનશે. ચીને અમેરિકાની આયાત પર ૩૪ ટકા વેરો લગાવ્યા બાદ અમેરિકાએ આ પગલું લીધું હતું.

તેમણે ચીને નાખેલા વેરાને એક ભૂલ ગણાવી હતી. તેમનું કહેવું હતું કે ટેરિફના લીધે તેમને હવે રોજના બે અબજ ડોલરથી પણ વધુ રકમ મળી રહી છે. હવે ચીને આ ૧૦૪ ટકા ટેરિફના જવાબમાં કુલ ૮૪ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

અમેરિકા સાથે વધતા વ્યાપારિક તનાવ વચ્ચે ચીને એક ખાસ પગલું લેદા દુર્લભ ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બધી ધાતુઓ આજના વિશ્વમાં આવશ્યક છે. તેનો ઉપયોગ નવી ટેકનોલોજી, દવાઓ, શસ્ત્રો અને ઉર્જા બનાવવા થાય છે. ચીનનો આ પ્રતિબંધ ફક્ત અમેરિકા પૂરતો જ મર્યાદિત નથી, બધા દેશો પર લાગુ થશે. ચીને જે સાત ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તે સૈમેરિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, લ્યુટેશિયમ, સ્કેન્ડિયમ અને યેટ્રિયમ સામેલ છે. આ ધાતુઓના નામ ભલે અલગ લાગે, પરંતુ તે આપણા જીવનનો હિસ્સો છે. તેના વગર કેટલાય મોટા ઉદ્યોગ ઠપ થઈ શકે છે.

ટ્રમ્પના ટેરિફની અસર હજી સુધી જાણી શકાઈ નથીઃ જયશંકર

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની અસરને હજી સુધી જાણી શકાઈ નથી અને ભારત આ સ્થિતિનો સામનો અમેરિકા સાથે આ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર કરીને કરવા માંગે છે એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું. અમેરિકન ટેરિફ પોલિસી અંગેના પ્રથમ જવાબમાં જયશંકરે જણાવ્યું હતુ કે ભારત કદાચ એકમાત્ર એવો દેશ છે જેણે વોશિંગ્ટનમાં ટ્રમ્પ ફરીથી સત્તા પર આવ્યા તેનો અંદાજ મૂકીને ટ્રેડ ડીલની તૈયારી આરંભી દીધી હતી. ટ્રમ્પે નાખેલા ટેરિફની સામે ભારતે ભારે દબાણ છતાં વળતો પ્રહાર કરવાનું ટાળ્યું છે. તેના બદલે ભારતે બાઇલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (બીટીએ) કરવા પર વધુને વધુ ભાર મૂકી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફના પગલાંની અસરની તો હાલમાં ખબર ન પડે, પરંતુ અમારી લાંબા ગાળાની વ્યૂહરચના સ્પષ્ટ છે. અમે ટ્રમ્પ તંત્ર સાથે વહેલામાં વહેલી તકે જોડાઈને વિવાદાસ્પદ વેપારી મુદ્દાઓ ઉકેલવા તત્પર છીએ અને અમે આ વર્ષના વસં સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટ કરવા તૈયાર થયા છીએ. પીએમ મોદી અને ટ્રમ્પે ફેબુ્રઆરીમાં કરેલી મંત્રણાના પગલે બંનેએ ૨૦૨૫માં બીટીએના પ્રથમ તબક્કાની વાટાઘાટની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક દેશ અમેરિકા સાથે વાટાઘાટ કરવા તેની પોતાની આગવી વ્યૂહરચના અપનાવી રહ્યુ છે અને ભારતે ટ્રમ્પ તંત્ર સાથે વેપાર કરાર કરવાના ધ્યેય પર ભાર મૂક્યો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે લાદેલા રેસિપ્રોકલ ટેરિફના પગલે હચમચી ગયેલા વિશ્વના નેતાઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા લાઇન લગાવી રહ્યા છે. તેઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા આતુર છે. ટ્રમ્પે નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીના ડિનરમાં જણાવ્યું હતું કે ચાતક પક્ષી પાણી માટે તરસે તે રીતે વિશ્વના નેતાઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા તલસી રહ્યા છે. ટ્રમ્પે લગભગ ૧૮૦ દેશો પર લાદેલા ટેરિફના લીધે વિશ્વ સ્તરે ટ્રેડ વોરના મંડાણ થયા છે.

ટ્રમ્પનું કહેવું છે કે વિશ્વના નેતાઓ તેમને કહી રહ્યા છે કે સર પ્લીઝ ડીલ કરો, સર પ્લીઝ ડીલ કરો. તમે ડીલ કરો તે માટે અમે બધું કરી છૂટીશું. ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ નવા ટેરિફની જાહેરાત કરી હતી. તેનો બુધવાર સવારથી અમલ થયો હતો.

ટ્રમ્પના ટેરિફના ચીનની માલસામગ્રી પર ૧૦૪ ટકા ટેરિફ, જ્યારે યુરોપીયન યુનિયન પર ૧૧થી લઈને ૫૦ ટકા ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પ આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સની આયાત પર વધારાનો ટેરિફ લગાવવાનું આયોજન કરી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે હવે આગામી સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર મોટાપાયા પર ટેરિફ લગાવવાનું આયોજન કરી રહ્યા છીએ. તેઓ જ્યારે સાંભળશે ત્યારે તેઓ ચીન છોડી દેશે. તેઓ બીજા દેશો પણ છોડી દેશે. તેમની મોટાભાગની પ્રોડક્ટ અહીં વેચાય છે અને તેઓ બધા અહીં પ્લાન્ટ ખોલશે.