CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 40 of 51 - CIA Live

April 4, 2019
kamlesh_bassi.jpg
1min17140

કમલેશ બસ્સી નામની ભારતીય મૂળની 58 વર્ષીય મહિલા પોતાને મેડિકલ ડૉક્ટર, નર્સ, ઑક્યુપેશનલ થૅરપિસ્ટ, ફિઝિયૉથેરપિસ્ટ, ઑસ્ટિયૉપેથ અને હાડવૈદ્ય જેવી વિવિધ ઓળખ આપીને બ્રિટનમાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોને ઠગતી પકડાઇ ગઇ છે અને વૉરવિક ક્રાઉન કૉર્ટે તેને આવા સાત કિસ્સામાં દોષી ઠેરવી હતી.

કમલેશ બસ્સી પોતાને મેડિકલ પ્રૉફેશનલ ગણાવીને વૃદ્ધોની સાથે છેતરપિંડી કરતી હતી. તે મસાજ અને ઘરેલુ કામકાજમાં મદદની પણ ઑફર કરતી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સમાંની ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસના વકીલ હેના સિડવેએ જણાવ્યું હતું કે કમલેશ બસ્સી ઇરાદાપૂર્વક વૃદ્ધોને પોતાના શિકાર બનાવતી હતી. તે આવા લોકોનો વિશ્ર્વાસ મેળવીને તેઓના ઘરમાં ઘૂસી જતી હતી અને લોકોના જાન જોખમમાં મૂકતી હતી.

કમલેશ બસ્સીએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. તેને દોષી ઠેરવ્યા બાદ કસ્ટડીમાં રખાઇ છે. તેની સજાની સુનાવણી પાંચમી મેએ કરાશે.

March 27, 2019
china.png
1min792

અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ દર્શાવતા અને તાઈવાનને સ્વતંત્ર દેશ દર્શાવતા 30000 વિશ્ર્વના નકશાનો ચીની કસ્ટમ વિભાગે નાશ કર્યો છે.

ચીનના શાનડોંગ ક્ષેત્રના કિવંગડો શહેરમાં કસ્ટમ અધિકારીઓ નકશા તૈયાર કરતી કંપની પર ત્રાટક્યા હતા. અંગ્રેજીમાં તૈયાર કરાયેલા આશરે 30000 નકશા ભરેલા 800 બોક્સનો અધિકારીઓએ નાશ કર્યો હતો. ચીન સત્તા વિભાગે ચીનના સાર્વભૌમત્વ અને અખંડિતતાની સલામતીને પડકારરૂપ નકશાનો નાશ કરાયો હોવાનું જણાવ્યું હતું.

ચીન ભારતના અરુણાચલ પ્રદેશ પર હકનો દાવો કરતું આવ્યું છે. ચીનના નકશામાં અરુણાચલ પ્રદેશને સાઉથ તિબેટ ઓટોનોમસ રિજિયન (ટીએઆર)નો ભાગ બતાવવામાં આવ્યો છે.

તાઇવાન પણ ચીનનો જ ભાગ હોવાનો દાવો ચીન દ્વારા થઈ રહ્યો છે.

28908 નકશા ભરેલા 803 બોક્સનો નાશ કરવામાં આવ્યો હોવાના સમાચારને ચીનના નેચરલ રિસોર્સિઝ મિનિસ્ટ્રીએ સમર્થન આપ્યું હતું.

વિભાગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

પૂર્વ ચીનના અન્હુઈ વિસ્તાર સ્થિત કંપનીએ અન્ય વિદેશી દેશમાં મોકલવા નકશા તૈયાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.

સંલગ્ન વિભાગે ચીનના બજારમાં વેચાતા 10,000 વિશ્ર્વના નકશાનો નાશ કર્યો હતો જેમાં સાઉથ તિબેટ, તાઈવાન તથા અરુણાચલ પ્રદેશને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં ન આવ્યા હોય. નેશનલ રિસોર્સ મંત્રાલયના જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સેન્ટરના અધિકારી મા વેઈએ જણાવ્યું હતું કે નકશો દેશની અખંડતા દર્શાવે છે. સાર્વભૌમત્વ દર્શાવે છે. તેથી જે નકશામાં દેશની અખંડતા અને સાર્વભૌમત્વ ખંડિત થતા હોય તેનો નાશ કરવો દેશની સલામતી માટે જરૂરી હોય છે. તેમણે ચીનના પગલાંને યોગ્ય ઠેરવ્યું હતું.

ચીન વિદેશ મંત્રાલયના આંતરરરાષ્ટ્રીય કાયદા વિભાગના લૂઈ વેંગજોંગે પણ ચીનના પગલાંને યોગ્ય ઠેરવતા ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પણ સાઉથ તિબેટ ચીનની ટેરિટરીનો ભાગ છે.

ભારતીય નેતાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો પણ ચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એપ્રિલ 2017માં પણ દલાઈલામાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો ચીને વિરોધ દર્શાવ્યો હતો.

અરુણાચલ પ્રદેશના 6 પ્રદેશના નામ આપી તેના વિશે વિવિધ દલીલો

દ્વારા તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ચીનનો ભાગ હોવાનો દાવો કર્યો હતો. અરુણાચલ પ્રદેશ સાંસ્કૃતિક રીતે અને ઐતિહાસિક રીતે ચીનની સંસ્કૃતિ દર્શાવતો હોવાનું ચીને જણાવ્યું હતું.

ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અરુણાચલની મુલાકાત અંગે પણ ચીને વાંધો વ્યક્ત કર્યો હતો. ચીન દ્વારા તાજેતરમાં તાઇવાનને ચીનના ભાગ તરીકે મંજૂરી આપવા આંતરરાષ્ટ્રીય એરલાઇન તથા ઇન્ટરનેશનલ ફર્મ પર દબાણ કર્યું છે.

March 25, 2019
mali-1.jpg
1min5770

માલીમાં 134 લોકોનો સામૂહિક સંહાર

બાળકોથી માંડીને ગર્ભવતી મહિલાઓને પણ વીંધી નખાઈ
આફ્રિકાનાં સૌથી મોટા દેશ પૈકી એક એવા માલીનાં એક ગામમાં 134 લોકોનાં સામૂહિક સંહારની ભયંકર ઘટનાએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. માલીમાં નજીકનાં ભૂતકાળનો આ સૌથી ઘાતકી હુમલો ગણાવાય છે.

આ હત્યાકાંડ શનીવારે મધ્ય માલીનાં ઓગોસ્સાગોઉ ગામમાં થયો હતો. જે આતંકવાદ પ્રેરિત વંશીય હિંસાગ્રસ્ત વિસ્તર છે. આ ઘટના વિશે જાણવા મળેલી વિગતો અનુસાર ડોંઝો શિકારીઓએ આ ઘાતકી કૃત્યમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પણ બક્ષ્યા નહોતાં. ઓગોસ્સાગોઉ ગામની નજીકનાં શહેર બંકાસનાં મેયરે આ હુમલાને જેહાદી હિંસા ગણાવી હતી. તેમનાં કહેવા અનુસાર ડોંઝો શિકારીઓનાં વેશમાં આવીને સવારે 4 વાગ્યાનાં સુમારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા હતાં.
સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં જારી હિંસાનાં દોરનો ઉકેલ શોધવા પ્રયત્નશીલ છે. થોડા સમય પૂર્વે જ તેની એક ટીમે પણ માલીની મુલાકાત લીધી હતી અને આ આંતરવિગ્રહમાં તેની દખલને પગલે પણ આ ઘાતકી હિંસા આચરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તેઆરેગ વિદ્રોહીઓ લીબિયામાં ગદ્દાફી માટે લડતા હતાં અને પાંચ-સાત વર્ષ પહેલા તે માલીમાં ઘુસવામાં સફળ રહ્યા હતાં. ત્યારબાદથી માલીમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ફ્રાન્સે આ જેહાદીઓને ખધેડવાનાં પ્રયાસો કર્યા હતાં. જો કે તેમાં તેને સફળતા મળી નહોતી.’
March 21, 2019
h-1b_visa_1mmn.jpg
1min1575

યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઇએસ)એ પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે એચ-૧બી વિઝા પિટિશન્સ સ્વીકારવાનું શરૂ કરી દેશે. આ વિઝા માટે રોજગાર શરૂ કરવાની તારીખ પહેલી ઓક્ટોબર રહેશે.

જોકે અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ એચ-૧ માટે નિયમિત વિઝાની મર્યાદા પણ ૬૫,૦૦૦એ સ્થિર રહેશે. આ ઉપરાંત યુએસ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી અથવા માસ્ટર્સ મેળવનાર અન્ય ૨૦,૦૦૦ પિટીશનર્સને પણ વિઝા મળશે. પરંતુ ઘણાં વકીલોનું કહેવું છે કે આ વર્ષ અસાધારણ બની શકે છે મોટાભાગે એટલે કે આ વર્ષના પ્રારંભમાં જ અનેક નિયમો બદલાયા હતા.

યુએસસીઆઇએસે જાન્યુઆરીમાં ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો. જે મુજબ હવે ફાળવણીની ગણતરી કરશે. હવે તમામ પિટિશનોને નિયમિત મર્યાદામાં જ ગણાશે. જેમાં એડવાન્સ્ડ ડિગ્રીનો પણ સમાવેશ થાય છે. બીજા રાઉન્ડમાં તે બાકીની પિટીશન્સની પસંદગી કરશે. યુએસસીઆઇએસના જણાવ્યાનુસાર નવો ફેરફાર ૧૬ ટકા વધારો થશે. જેને કારણે એડવાન્સ્ડ યુએસ ડિગ્રી સાથે પસંદગી પામેલા એચ-૧ બી પિટીશનરોમાં ૫,૩૪૦ કામદારોનો વધારો થશે. જોકે, કેટલાક વકીલોનું કહેવું છે કે એચ-૧ બી પર અમેરિકાના દેખીતા અંકુશને કારણે ઇમીગ્રેશન પર એકંદરે નકારાત્મક સેન્ટિમેન્ટ દેખાશે અને તેની અસર ફાઇલિંગ્સ પર દેખાશે.

March 18, 2019
flood.jpg
1min7560

ઈન્ડોનેશિયાના પાપૂઆ પ્રાંતમાં આવેલા ઘોડાપૂરમાં ૫૦ જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. પાપૂઆ પ્રાંતની રાજધાની જયાપુરા પાસેના સેન્ટાનીમાં ભારે વરસાદ પડવાથી અને તેના પરિણામે થયેલા ભૂસ્ખલનના સંખ્યાબંધ બનાવોના પગલે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. સંખ્યાબંધ ઘરને નુકસાન થયું હતું અને ૫૯થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતાએ કહ્યું હતું કે બચાવ રાહત ટુકડીઓ પૂરપ્રભાવિત વિસ્તારોમાં પહોંચી રહી છે અને વધુ વિગત મળતા વાર લાગશે.

પાણી ઓસરી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. હજારો વૃક્ષ માર્ગમાં પડ્યા હોવાને કારણે અને પથ્થરો, કાદવ વિગેરેને કારણે બચાવ – રાહત ટુકડીઓ બધા પ્રભાવિત વિસ્તારોમાં હજુ પહોંચી નથી.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતા સુરોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, ‘જમીન ધસી પડવાને કારણે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ઉપલબ્ધ વીડિયો ફૂટેઝમાં જોઈ શકાતું હતું કે, ઠેર ઠેર વૃક્ષોની ડાળીઓ અથવા થડ, અન્ય કાટમાળ કાદવિયા માર્ગો પર પથરાયો હતો. જયાપુરાના નાના એરપોર્ટના એક પ્રોપેલર પ્લેન તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.

ઈન્ડોનેશિયામાં ઓકટોબરથી એપ્રિલ સુધી વરસાદની સીઝન રહેતી હોય છે અને ઘોડાપૂરની પરિસ્થિતિ નિયમિતપણે સર્જાતી હોય છે.૧૭૦૦૦ ટાપુથી બનેલા આ રાષ્ટ્રમાં ભૂકંપ, જવાળામુખી ફાટવાની ઘટના પણ અવારનવાર થતી રહે છે.

સુલાવેસી ટાપુ પર પૂર અને ભૂસ્ખલનના પગલે ૭૦ વયક્તિનું મોત થયું હતું. આ મહિનામાં થોડા દિવસ અગાઉ વેસ્ટજાવા પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરના કારણથી સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.

જાવાના પશ્ર્ચિમ હિસ્સામાં જવાળામુખી ફાટવાથી સુનામી આવ્યું હતું, જેમાં ૪૦૦ લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે સુલાવેસીના પાલુ શહેરમાં સુનામીને કારણે હજારો લોકો માર્યા ગયા હતા, જયારે બાલી પાસેના લોમ્બોક ટાપુ પર ભૂકંપના હારબંધ આંચકાને પગલે સેંકડો લોકો માર્યા ગયા હતા.

March 15, 2019
n11.jpg
1min13710

Helpline numbers for Indians in New Zealand needing assistance: 021803899 or 021850033

તા.15મી માર્ચ 2019ની સાંજ ન્યુઝીલેન્ડ માટે સૌથી કારમી સાંજ નિવડી છે. ન્યુઝીલેન્ડ દેશ પર થયેલા સૌથી પહેલા આતંકી હુમલામાં 40થી વધુ લોકોના મોત તો નિપજ્યા છે, પરંતુ, આ નાનકડા દેશમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ લાખો લોકોને હચમચાવી મૂક્યા છે. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરે અંધાધૂંધ ફાયરીંગ કરીને જે વ્યક્તિ દેખાઇ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. અંધાધૂંધ ફાયરિંગના આ આતંકી હુમલામાં 50થી વધુ લોકોના મોત થવાની અને 30 જેટલા લોકોના ઘાયલ થયા હોવાના મિડીયા રિપોર્ટસ ન્યુઝીલેન્ડથી મળી રહ્યા છે.

પહેલો હુમલો અલ નૂર મસ્જિદમાં થયો. રિપોર્ટ્સ મુજબ હુમલાવરને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. હુમલાને પ્રત્યક્ષ જોનારા લોકોના કહેવા મુજબ હુમલાખોરે કાળા કપડાં પહેર્યા હતા અને તે માથા પર હેલ્મેટ પહેરીને આવ્યો હતો. તેની પાસે રહેલા સ્વચાલિત હથિયાર વડે તે ફાયરિંગ કરી રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

ન્યૂઝીલેન્ડ પોલીસે એક નિવેદન દ્વારા જાણકારી આપી છે કે,‘ક્રાઈસ્ટચર્ચની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં શૂટર્સ ઘુસી આવ્યા છે જે હજી પણ સક્રિય છે. પોલીસ તેને ઠાર કરવાના શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ હજી પણ પરિસ્થિતિ પોલીસના હાથની બહાર છે

ન્યૂઝીલેન્ડના પીએમ જૈસિન્ડા ઓર્ડર્ને તેને દેશનો સૌથી કાળો દિવસ જણાવતા કહ્યું કે, મસ્જિદમાં ઘણી જગ્યાઓથી ફાયરિંગ થઈ રહ્યું છે. તેમણે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાનો આગ્રહ કરતા કહ્યું કે હુમલાવર હજુ સક્રિય છે અને તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું, ન્યૂઝીલેન્ડમાં હિંસાની કોઈ જગ્યા નથી.

મસ્જિદમાં થયેલા હુમલા બાદ બંને ટીમોએ શનિવારે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી ટેસ્ટ મેચને રદ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પોતાના ઔપચારિક ટ્વીટર હેન્ડલ દ્વારા આ વાતની જાણકારી આપી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટમાં આ હુમલામાં પ્રભાવિત થયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી.

ન્યૂઝીલૅન્ડમાં ક્રાઇસ્ટચર્ચ સ્થિત મસ્જિદ પાસે ગોળીબાર થયો છે, જેમાં 40 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું તથા 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું વડા પ્રધાને જણાવ્યું છે.

બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે હતી અને તેઓ મસ્જિદમાં પ્રવેશે એ પહેલાં જ હુમલો થયો હતો. આ પ્રવાસ રદ કર્યો હોવાનું ખેલાડીઓએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું. પોલીસ કમિશનર માઇક બુશે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હુમલાની ઘટના બાદ ત્રણ પુરુષો અને એક મહિલાની અટકાયત કરાઈ છે.

ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં બ્લેક ડે

ન્યૂઝીલૅન્ડના વડા પ્રધાન જૅસિંડા અર્ડર્ને મૃતકોની પુષ્ટિ કરતાં શુક્રવારને પોતાના દેશ માટે ‘કાળો દિવસ’ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ મામલે એક મહિલા સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડા પ્રધાને કહ્યું કે, “ક્રાઇસ્ટ ચર્ચ આ પીડિતોનું ઘર હતું. આમાંથી ઘણી લોકોનો જન્મ અહીં જ થયો હતો, ઘણા લોકો માટે ન્યૂઝીલૅન્ડ તેમનો મનપસંદ દેશ હતો.” દેશના પ્રથમ વડા પ્રધાને દેશના નામે આપેલાં સંદેશમાં કહ્યું હતું, “હું તમને કહી શકું છું કે ન્યૂઝીલૅન્ડ માટે આ કાળા દિવસોમાંનો એક છે.”

ન્યૂઝીલૅન્ડના પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે આ મામલામાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ત્રેણ પુરુષો અને એક મહિલાઓ છે. હજી એવું ન કહી શકાય કે ખતરો ટળી ગયો છે. સ્થાનિક તંત્રે તમામ મસ્જિદો આગામી જાહેરાત ન કરાય ત્યાં સુધી બંધ રાખવાની સૂચના આપી છે. પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે ક્રાઇસ્ટચર્ચની શાળાઓ બંધ રાખવામાં આવી છે. મસ્જિદમાં હુમલો થયો છે તેની બાજુની અન્ય મસ્જિદ ખાલી કરાવી હોવાના અહેવાલ છે. મીડિયાના અહેવાલો મુજબ પોલીસ આસપાસની ઇમારતોને ખાલી કરાવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કૅથેડ્રલ સ્ક્વેર પણ ખાલી કરાવાયું છે, જ્યાં ક્લાઇમેટ ચૅન્જ માટેની એક રેલી માટે હજારો બાળકો એકઠાં થયાં હતાં. પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું, “ક્રાઇસ્ટચર્ચમાં એક શૂટરના કારણે ગંભીર ઘટના બની છે, જેની હજુ વધુ માહિતી આવી રહી છે. ” “આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજુ પણ જોખમ રહેલું છે. “પોલીસે કહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચની આસપાસ રહેતા લોકોએ આગામી આદેશ સુધી ઘરમાં જ રહેવું, બહાર રસ્તા પર ન આવવું.” “પોલીસે સ્થાનિકોને તેમના ઑપરેશનમાં સહકાર આપવા બદલ આભાર માન્યો છે, અને નાગરિકોને વધુ માહિતી આપતા રહેવાની વાત કરી છે.”

ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારથી શરૂ થતી ટેસ્ટ મેચ રદ

તાજેતરમાં જ ક્રિકેટ મૅચ માટે બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડ પહોંચી છે. ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના એક રિપોર્ટરે ટ્વીટ કર્યું છે, “હૅગલે પાર્ક પાસેની મસ્જિદમાં ભાગદોડ, ત્યાં હુમલાખોરો હતા.”. જાણકારી મુજબ ગોળીબાર સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં ઉપસ્થિત હતી, પરંતુ તે સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહી. સ્થાનિક મીડિયાના આધારે કૅંટબરી ડિસ્ટ્રિક્ટ હૅલ્થ બોર્ડે પોતાની ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી દીધી છે.

March 13, 2019
google.jpg
1min10320

તા.13મીએ મધરાતથી વિશ્વમાં ગૂગલ સર્વિસીઝમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓને કારણે વિશ્વભરના કરોડો ગુગલ સર્વિસ યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા હતા. જો તમે ગઇકાલ એટલે કે મંગળવારે રાતથી બુધવારે સવાર સુધીમાં ગુગલની સર્વિસીઝ જેવી કે ગુગલ મેલ- જીમેલ, ગુગલ મેપ, ગુગલ ડ્રાઇવ, યુ ટ્યુબ વગેરે ઓપરેટ કરવામાં તકલીફ અનુભવતા હોવ તો તમે એકલા નથી, આખા વિશ્વએ આ મુશ્કેલી અનુભવી ત્યારે ગુગલ સત્તાવાળાઓએ પણ એ વાતનો એકરાર કરવો પડ્યો હતો કે ગુગલ સર્વિસમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ છે અને બુધવારે ભારતીય સમય પ્રમાણે સવારે 11.14 વાગ્યા સુધીમાં ગુગલ તેની ભૂલોને રેક્ટીફાય કરી દેશે.

ગુગલ સર્વિસીઝમાં કયા પ્રોબ્લેમ્સ થઇ રહ્યા છે

  • ગુગલ સર્વિસીઝમાં એટેચમેન્ટસ
  • ડાઉનલોડિંગ પ્રોબ્લેમ
  • સેન્ડ અને રિસિવિંગ પ્રોબ્લેમ
  • ઓપરેટિંગ પ્રોબ્લેમ 

ભારતમાં બુધવારે સવારે સાડા સાત વાગ્યાથી ગુગલ સર્વિસ, ગુગલ પ્લે સ્ટોરના ઓપરેટિંગમાં હજારો નહીં પણ લાખો ગુગલ યુઝર્સે મુશ્કેલી પડતી હોવાની ફરીયાદો કરી હતી. સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝ ઓપરેશનમાં મુશ્કેલીની ફરીયાદ આવતા અમેરિકામાં મધરાત હોવા છતાં ગુગલ એ તેની વર્કફોર્સ કામે લગાડીને વૈશ્વિક પ્રોબ્લેમને સુધારવા માટે યુદ્ધના ધોરણે  કામગીરી શરૂ કરી હતી. કેમકે વિશ્વમાં કરોડો લોકો ગુગલની સર્વિસીઝના બંધાણી થઇ ચૂક્યા છે. સૌથી મોટી તકલીફ ગુગલ મેલ તેમજ ક્લાઉડ અને ડ્રાઇવમાં એટેચમેન્ટસમાં આવી રહી હતી.

સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝની ફરીયાદો ઉઠતા ગુગલ સત્તાવાળાઓએ તેમના ઓફિશ્યલ સોશ્યલ મિડીયા પર કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે.

 

March 12, 2019
boing-1280x640.jpg
1min9490

રવિવારે ઇથોપિયન એરલાઇનનું બોઇંગ વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 149 યાત્રીઓ સહિત 8 ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા. જેને પગલે મંગળવારે સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાએ બોઇંગ 737 મેક્સ વિમાનના ઉડાન પર રોક લગાવી દીધી છે. સિંગાપોરના નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું હતું કે, તાજેતરમાં બોઇંગ વિમાનને લીધે બે મોટી દુર્ઘટના બની હતી જેને પગલે સિંગાપોર આ મોડલના વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવે છે.

સિંગાપોરની જાહેરાતના થોડા કલાકો બાદ ઓસ્ટ્રેલિયાના નાગરિક ઉડ્ડયન સુરક્ષા વિભાગે પણ બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ લગાવતા જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર વિમાન પર કામચલાઉ પ્રતિબંધ લગાવવામાં આવે છે.ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પહેલા ચીન, ઇન્ડોનેશિયા અને ઇથિયોપિયા જેવા દેશોએ પોતાની તમામ ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓને બોઈંગ 737 મેક્સ-8 વિમાનોનુ ઉડાન રોકવાનો આદેશ આપ્યો હતો.

ઇથિયોપિયન એરલાઇનનું બોઇંગ 737 મેક્સ 8 રવિવારે ટેક-ઓફ થયા બાદ 8600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યું અને ત્યારબાદ 441 કિમી ઝડપી નીચે આવીને ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 157 વ્યક્તિઓના મોત થયા હતા. ગયા ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયાની લાયન એર કંપનીનું વિમાન જાકાર્તાથી ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં મુસાફરી કરી રહેલાં તમામ 189 યાત્રીનાં મોત થયા હતાં. હોંગકોંગના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ચીનની નાગરિક ઉડ્ડયન સંસ્થાના હવાલાથી પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે, બંને દુર્ઘટના વચ્ચે સમાનતા છે. બંને દુર્ઘટના વિમાને ઉડાન ભર્યા બાદ સર્જાઈ હતી. ચીનની ઓથોરિટીએ આ વિમાનની ઉડાન અટકાવી દીધી છે.

March 5, 2019
ai_news.jpg
1min8290

ચીનની ન્યુઝ એજન્સી શિન્હૂઆએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી ચાલતી પહેલી મહિલા ન્યૂઝ એન્કરને લાઈવ કરી દીધી છે. આ એઆઈ મહિલા એન્કરનું નામ શિન શિઓમેંગ છે. જેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગવેજ માણસથી વધુ અલગ નથી.

મહિલા AI (Artificial Intelligence) એઆઈ શિન શિઓમેંગ સમાચાર એજન્સી શિન્હૂઆમાં બની એન્કર

રવિવારે પેઈચિંગમાં શરૂ થયેલી પોલિટિકલ મિટિંગ ટૂ સેશન દરમિયાન મહિલા એન્કરે 1 મિનિટ સુધી સમાચાર વાંચ્યા હતા. આ દરમિયાન એઆઈ શિઓમેંગે ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેના ટૂંકા વાળમાં એક સાચી મહિલા એન્કર જેવી જ લાગતી હતી. હકીકતમાં શિઓમેંગ ચીનની ત્રીજી વર્ચુઅલ એન્કર છે. શિઓમેંગ પહેલા બે પુરુષ એઆઈ એન્કર લાઈવ આવી ચૂક્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એઆઈ ન્યૂઝ એન્કર ક્યૂ હાઓને ચીનમાં આયોજીત વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફ્રેન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્યૂ હાઓ અત્યારસુધીમાં 3400 રિપોર્ટસ સાથે ક્રીન ઉપર 10,000 મિનિટ વિતાવી ચૂક્યો છે.

ન્યૂઝ એજન્સી શિન્હૂઆના કહેવા પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતા જર્નાલિઝમ ઉપર ઘણા પ્રયોગો થયા બાદ પેઈચિંગની સોગોઉ ઈંક સાથે મળીને મહિલા એઆઈ એન્કર તૈયાર કરવામાં આવી છે. જે માણસો કરતા ઘણી બાબતોમાં વધુ સારી છે. જેમ કે તે થાક્યા વિના કલાકો સુધી સમાચાર વાંચી શકે છે અને તેનાથી પ્રોડક્શનના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. એક દાવા પ્રમાણે શિઓમેંગ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયામાં 24 કલાક સમાચાર વાંચવા સક્ષમ છે.

February 25, 2019
china_onechild.jpg
1min11380

ચીનની ઘટતી જતી જનસંખ્યા અને વ્ાૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી ચીન પ્રશાસન તંત્ર ચીનના નાગરિકોને ફેમિલી પ્લાનિંગને નહીં અનુસરી વધુ બાળકો પેદા કરવા અપીલ કરે છે જ્યારે ત્યાંના અધિકારી તેનો વિરોધ કરે છે. તાજેતરમાં ચીનમાં ત્રીજા સંતાનના જન્મ પર દંપતીને રૂ. ૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચીન બ્યુરોક્રેટ્સના દંડથી ભારે પરેશાન છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો દંડ અન્ય કોઈ દેશમાં નથી.

Chinese Director Zhang Yimou Is Fined $1.23 Million for Having 3 Children

ચીનના શેનદોંગ પ્રાંતના અધિકારીઓએ વાંગ દંપતી પર ૨૦૧૭માં ત્રીજા સંતાનને જન્મ આપવા બદલ ૬૪,૬૨૬ યુઆનનો દંડ ફટકાર્યો હતો.
દંપતી દંડ ભરી શકવામાં અસમર્થ સાબિત થતા તેમના બૅંકખાતામાં જમા ૨૨૯૫૯ યુઆન અધિકારીઓએ જપ્ત કરી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ચીનમાં વન ચાઇલ્ડ પોલિસી અમલમાં મૂકવામાં આવી  હતી.

ચીનની વેઈબો માઈક્રોબ્લોગિંગ સર્વિસ પર કોલમિસ્ટ લિયાંગપેંગે જણાવ્યું હતું કે દેશની વસતિ વધારવા વધુ માત્રામાં બાળકોને જન્મ આપવા સરકાર પ્રોત્સાહિત પગલાં ભરવા માગે છે જ્યારે સ્થાનિક સરકાર પૈસાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વન ચાઇલ્ડ પોલિસી રદ થવા દેતી નથી. ચીનના પત્રકાર જીન વેઈએ જણાવ્યું હતું કે દેશની ઘટતી જતી વસતિથી ચીનના નાગરિક ચિંતિત છે, પરંતુ સ્થાનિક સરકાર પૈસાને કારણે નાગરિકો પર દમનશાહી કરી રહી છે.

ચીનમાં ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન વન ચાઇલ્ડ પોલિસી દાખલ કરવામાં આવી હતી. જેનું ઉલ્લંઘન કરવાથી ચીનમાં જબરદસ્તી ગર્ભપાત તથા આકરા દંડ ફટકારવાનો અને નોકરીમાંથી કર્મચારીને હાંકી કાઢવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હતી. ૨૦૧૬માં વનચાઇલ્ડ પોલિસી ટુ ચાઇલ્ડ પોલિસીમાં ફેરવવામાં આવી હતી.

ચીનમાં ૨૦૧૮નો જન્મદરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૧૭માં થયેલા નવજાત બાળકોના જન્મની સામે ૨૦૧૮માં બે મિલ્યન બલળકોનો ઘટાડો નોંધાયો હતો. ચીન પૈસાદાર થયા પહેલા ઘરડું થઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ૨૦૨૯ સુધીમાં ચીનની વસતિ ૧.૪૪૨ બિલ્યનને આંબી જવાની સંભાવના છે, પરંતુ તેમાં વયોવ્ાૃદ્ધ નાગરિકોની સંખ્યા વધુ હોવાનું સર્વેમાં નોંધવામાં આવી રહ્યું છે.

વનચાઇલ્ડ પોલિસી ચીન પર પારિવારિક રીતે સામાજિક, આર્થિક રીતે ભારે પડી રહી છે. ગત વર્ષે ચીન અર્થતંત્રમાં ૬.૬ ટકાનો વિકાસદર નોંધાયો જે પાછલા ત્રણ દાયકા દરમિયાન સૌથી ઓછો વિકાસ દર્શાવે છે. ઉપરાંત ચીન પર પેન્શન, હેલ્થકેર કોસ્ટનો ભાર વધી રહ્યો છે.

 

https://www.theepochtimes.com/chinese-director-zhang-yimou-is-fined-1-23-million-for-having-3-children_441542.html