CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 37 of 52 - CIA Live

October 8, 2019
medical_noble.jpg
1min8200

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં વર્ષ 2019 માટે નોબેલ પુરસ્કારોની ઘોષણા સોમવારથી શરૂ થઇ ગઇ છે. પ્રથમ નોબેલ સન્માન ચિકિત્સાનાં ક્ષેત્રમાં આપવાની ઘોષણા કરાઇ હતી.

અમેરિકાના વિલિયમ જી. કેલીન જૂનિયર અને બ્રિટનના સરપીટર જે. રેટફિલક તેમજ અમેરિકાના ગ્રેએલ સંમેન્જાને સંયુક્ત રીતે સન્માનિત કરાશે.

આ ત્રણેય વિજેતાને શરીરના કોષોમાં જીવન અને ઓકિસજન ગ્રહણ કરવાની ક્ષમતા અંગે કરેલી મહત્ત્વપૂર્ણ શોધ બદલ નોબેલથી નવાજાશે.

તબીબી ક્ષેત્રના નોબેલ પુરસ્કારો બાદ 14 ઓક્ટોબર સુધી છ અન્ય ભૌતિક રસાયણ, સાહિત્ય, શાંતિ સહિત ક્ષેત્રોમાં વિજેતાઓનું એલાન કરાશે. આ વખતે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન માટે દુનિયાભરમાં ઓળખ ઊભી કરનારા ગ્રેટા થુન્બર્ગને શાંતિ નોબેલ પુરસ્કારના દાવેદાર મનાય છે.

વધુમાં, આ વરસે સાહિત્યના એક સાથે બે નોબેલ પુરસ્કાર અપાશે. ગત વર્ષે યૌન શોષણના આરોપો થકી પુરસ્કાર નહોતા અપાયા. ગત વર્ષે 70 વર્ષમાં પહેલીવાર સાહિત્ય માટે નોબલ પુરસ્કાર નહોતા અપાયા. યૌન શોષણના આરોપો બાદ અકાદમીના 7 સભ્યોએ રાજીનામું આપી દીધું છે.

October 6, 2019
Yala-court.jpg
1min4940

થાઇલેન્ડના એક ન્યાયાધીશે ખીચોખીચ ભરેલી અદાલતમાં ન્યાયતંત્રની ટીકા કરી, પોતાના ફૉનમાંના ફેસબુક દ્વારા તેનું સીધું પ્રસારણ કરીને છાતીમાં ગોળી મારી હતી. ન્યાયાધીશે પોતાને મરતાં પહેલાં રાજાશાહીની ન્યાય પદ્ધતિની આકરી ટીકા કરી હતી અને હત્યાના અનેક આરોપીને છોડી દીધા હતા. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલાંના પ્રવચનનું ફેસબુક પર સીધું પ્રસારણ પણ કર્યું હતું. ટીકાકારોએ જણાવ્યું હતું કે થાઇલેન્ડની અદાલતો શ્રીમંત અને શક્તિશાળી લોકોની તરફેણમાં વધુ ચુકાદા આપે છે, જ્યારે સામાન્ય નાના માણસોને હેરાન કરે છે. આમ છતાં, ન્યાયાધીશે ન્યાયતંત્રની આ રીતે જાહેરમાં ટીકા કરી હોવાનો કદાચ આ પ્રથમ બનાવ હતો.

યાલા શહેરની અદાલતના ન્યાયાધીશ કાનાકોમ પિંચાનાએ આત્મહત્યાની કોશિશ કરતા પહેલાં હત્યાના કેસના પાંચ આરોપીની દલીલની સુનાવણી કરી હતી. તેમણે આરોપીઓને છોડી દીધા હતા, ભ્રષ્ટાચારથી મુક્ત ન્યાયતંત્રની હિમાયત કરતું પ્રવચન આપ્યું હતું અને તે પછી બંદૂક કાઢીને પોતાની છાતીમાં ગોળી મારી હતી. ન્યાયાધીશે પોતાના ફૉન પરથી ફેસબુક પર કરેલા સીધા પ્રસારણમાં દેશની ન્યાય પ્રક્રિયાની જાહેરમાં ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે કોઇને ગુનેગાર ઠેરવવા માટે વિશ્ર્વસનીય પુરાવાની જરૂર છે. હું એમ નથી કહેતો કે આરોપીઓ નિર્દોષ છે, પરંતુ ગુનો સાબિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર હોય છે. ન્યાયની પ્રક્રિયા પારદર્શક હોવી જોઇએ અને કોઇને પણ બલિનો બકરો બનાવવો ન જોઇએ.

ન્યાય મંત્રાલયની કચેરીના પ્રવક્તા સૂર્યન હોંગવિલાઇએ જણાવ્યું હતું કે ડૉક્ટરોએ ઘાયલ ન્યાયાધીશની સારવાર કરી હતી અને હવે તેમની તબિયત સારી છે. આ ન્યાયાધીશે માનસિક તાણને લીધે પોતાને ગોળી મારી હતી. આમ છતાં, માનસિક તાણનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું.

October 2, 2019
moneco_gandhi.jpg
1min9300

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની બીજી ઓક્ટોબર, ૨૦૧૯ના ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પશ્ર્ચિમ યુરોપમાં આવેલા ફ્રેન્ચ રિવિએરાનું નાનું રાજ્ય મોનેકોની સરકારે ગાંધીજીની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવાની જાહેરાત કરી છે.

આ સ્ટેમ્પની કિંમત ૨.૧૦ યૂરો હશે. બીજી ઓક્ટોબરે ૪૦,૦૦૦ સ્ટેમ્પ વેચાણ માટે મૂકવામાં આવશે.

આ અગાઉ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને ધ્યાનમાં રાખીને ત્યાંના કુંવર શેખ મોહમદ બિન ઝયૈદ અલ નાહયાનની હાજરીમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી.

September 24, 2019
q2.jpg
1min12330

પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આજે બપોરે સાડાચાર વાગ્યાના અરસામાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો અને તેના કારણે ભારે તબાહી મચી હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.

ભૂંકપને કારણે એક મહિલા સમેત કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો સાંપડ્યા છે. ભૂકંપને કારણે એક મોટી નહેરમાં ભંગાણ સર્જાતા આસપાસના રહેવાસી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

September 23, 2019
thomas_cook-1280x800.jpeg
2min16000

178 વર્ષ જૂની વિશ્વની સૌથી જાણિતી ટ્રાવેલ કંપની થોમસ કૂકે રાતોરાત કામકાજ બંધ કર્યું, વિશ્વના લાખો લોકો અટવાયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વની સૌથી જૂની અને જાણીતી ટ્રાવેલ કંપની ગણાતી થોમસ કૂક રવિવાર તા.22મી સપ્ટેમ્બર 2019ની રાત્રે કાચી પડી હતી. કંપનીના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અનેક પરિબળો નકારાત્મક હોઇ, અમારી પાસે લિકવીડેશન સિવાય બીજો કોઇ વિકલ્પ બાકી બચ્યો ન હતો.

થોમસ કૂક ટ્રાવેલ કંપનીએ રાતોરાત કામકાજ બંધ કરી દેતા લાખો મુસાફરો અને તેમણે કરાવેલા બુકિંગ કોલેપ્સ થઇ ગયા હતા. મુસાફરો તેમજ રજાઓ પ્લાન કરનારા લાખો લોકો રાતોરાત વગર નોટીસે મુશ્કેલીમાં મૂકાય જવા પામ્યા છે. સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે કંપનીએ સદંતર કામકાજ બંધ કરી દેવાની ઘોષણા કરી ત્યારે કમસેકમ દસ લાખથી વધુ લોકોના બુકિંગ્સ, પ્લાનિંગ, ટિકીટ્સ વગેરેની કામગીરી ચાલી રહી હતી.

સમગ્ર વિશ્વમાં લોકો થોમસ કૂકને અચાનક નાદારી જાહેર કરવાની ઘટનાને ટ્વીટર પર ટ્રોલ કરી રહ્યા છે.

થોમસ કુક બ્રિટનની સૌથી જૂની ટ્રાવેલ કંપની એટલા માટે ગણવામાં આવે છે કેમકે તેની સ્થાપના આજથી 178 વર્ષ પહેલા કરવામાં આવી હતી.

થોમસ કુક કંપનીના સત્તાવાળાઓએ રવિવાર તા.22મી સપ્ટેમ્બરની રાત્રે આ મેસેજ સાથે કામકાજ બંધ કરી દીધું હતું.

બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર તા.22મી સપ્ટેમ્બર 2019ની રાત્રે જ્યારે અચાનક થોમસ કુક કંપનીએ પોતાનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરવાની ઘોષણા કરી હતી ત્યારે આ રીતે થોસમ કૂકની ફ્લાઇટ્સ, પ્લાન્સ, ટ્રાવેલ ડેસ્ક સાથે સંકળાયેલા મુસાફરો અટવાય જવા પામ્યા હતા.

The company said in a statement that its board “concluded that it had no choice but to take steps to enter into compulsory liquidation with immediate effect.”

વૈશ્વિક મિડીયા સીએનએન દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલની લિંક નીચે મુજબ છે.

https://edition.cnn.com/2019/09/22/business/thomas-cook-collapse/index.html?utm_term=link&utm_content=2019-09-23T02%3A25%3A05&utm_source=twCNNi&utm_medium=social

September 9, 2019
british_airways.jpg
1min7960

બ્રિટિશ એરેવઝે પાયલટોની હડતાલને કારણે પોતાની 1500થી વધારે ફ્લાઇટો રદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આજરોજ તા.9મી સપ્ટેમ્બર 2019ને સોમવારે અને તા.10મી સપ્ટેમ્બર 2019ને મંગળવારે પગાર વિવાદને લઇને પાયલટ હડતાલ પર રહેશે. એરલાઇનના 100 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી હડતાલ માનવામાં આવી રહી છે.

હડતાલથી લગભગ 2 લાખ 80 હજાર લોકો પ્રભાવિત થશે. આનાથી લગભગ 80 મિલિયન પાઉન્ડ (રૂ. 704 કરોડ )નું નુકસાન થશે. ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનિસબર્ગની તમામ ફ્લાઇટો પ્રભાવિત થઇ છે. કંપનીઓએ યાત્રીઓને જણાવ્યું છે કે, જો લોકોની ફ્લાઇટ રદ થઇ છે તે એરપોર્ટ જાય નહીં.

પગાર અને ભથ્થામાં ઘટાડાના વિવાદ બાદ બ્રિટિશ એરલાઇનના પાયલટ એસોસિએશન (બીએએલપીએ)એ 23 ઓગસ્ટે હડતાલની જાહેરાત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 9, 10 અને 27 સ્પટેમ્બરે પાયલટ હડતાલ પર રહેશે. ત્યાંજ રશિયાના વિદેશ મંત્રાલયે હડતાલ અને ફ્લાઇટ રદ હોવા અંગે પોતાના નાગરિકોને સચેત કર્યા છે.

September 3, 2019
tokyo-1280x720.jpg
1min7200

વિશ્વના સૌથી સલામત શહેરોની કલબમાં એક નવા સભ્યદેશનો ઉમેરો થયો છે, વોશિંગ્ટન ડીસીનો, અને ટોપ ટેનના સૂચકાંકમાં આ શહેરે પ્રથમ વાર સ્થાન મેળવ્યું છે.’

ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે આપેલા રેન્કિંગમા ટોકયો (સતત ત્રીજી વાર) નંબર વનના સ્થાને આવ્યુ છે. સિંગાપોર અને ઓસાકા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. હોંગકોંગ ’17માં 9મા સ્થાને હતું. તેમાંથી વીસમા સ્થાને આવી ગયું છે. નવી દિલ્હી પ3મા સ્થાને છે.

ટોપ ટેનમાં એશિયા-પેસિફિક શહેરો છવાયેલા રહ્યા છે-જેમ કે સિડની, સોલ, મેલબોર્ન વગેરે. લંડન અને ન્યુયોર્ક છ સ્પોટ કૂદાવીને અનુક્રમે 14મા અને 1પમા સ્થાને આવ્યા છે.

આ સૂચકાંકમાં પાંચ ખંડોના 60 શહેરોને આવરી લેવાયા છે. અંઁકંદરે શહેરી સલામતીના મૂલ્યાંકન માટે ડિજિટલ, આરોગ્ય, આંતરમાળખું અને અંગત સુરક્ષા જેવા પરિબળોને ચકાસવામાં આવે છે. ઈન્ડેક્ષમાં અગ્રીમ રહેલા શહેરોમાં લોકો ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય જાળવણી, સમર્પિત સાયબરસિકયોરિટી ટુકડીઓ, ડિઝાસ્ટર કન્ટીન્યુઈટી પ્લાનિંગ અને કમ્યુનિટી-બેઈઝડ પોલીસ પેટ્રોલિંગની પહોંચ ધરાવે છે.

કરાચી પ7મા અને ઢાકા પ6મા સ્થાને છે.

August 15, 2019
independence-day-dp.jpg
1min16720

જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આજરોજ ગુરુવાર 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્રપર્વની’ પ્રથમ ઉજવણી હર્ષોલ્લાસભેર અને રંગેચંગે થઇ રહી છે. સ્વતંત્રતા પર્વની સાથે ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પણ થઇ રહી છે. એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખૂણેખૂણે વસતા ભારતીયો બન્ને પર્વોને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે.

એ પૂર્વે આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરત, અમદાવાદ સહિત દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે’ જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.બીજી તરફ કચ્છ સરહદ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

August 5, 2019
america-firing.jpg
1min6240

અમેરિકામાં ૨૪ કલાકમાં ગોળીબારના બે અલગ બનાવમાં ઓછામાં ઓછા ૩૦ જણ માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા ૪૨ જણ ઘાયલ થયા હતા.

પશ્ર્ચિમ ઓહિયો રાજ્યના ડેટનના ઓરેગન ડિસ્ટ્રિક્ટમાં કરાયેલા ગોળીબારમાં હુમલાખોર સહિત ૧૦ જણ માર્યા ગયા હતા અને અન્ય ૧૬ જણ ઘાયલ થયા હતા. આ વિસ્તાર નાઇટક્લબ્સ, બાર્સ, આર્ટ ગેલેરીઝ અને દુકાનો માટે જાણીતો છે.

ડેટન પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરને ઠાર મરાયો હતો. આ ઘટનામાં અન્ય ૯ જણ માર્યા ગયા હતા. ઘાયલ ૧૬ જણને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. અગાઉ, ટેક્સાસમાં દક્ષિણના સીમાડે આવેલા અલ પાસો નગરમાં ગ્રાહકોથી ખીચોખીચ ભરાયેલા વૉલમાર્ટના સ્ટોર ખાતે ૨૧ વર્ષીય બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં ૨૦ જણ માર્યા ગયા હતા અને અન્ય ૨૬ જણ ઘાયલ થયા હતા.

અલ પાસોના પોલીસ વડા ગ્રેગ એલને જણાવ્યું હતું કે ગોળીબારથી ભારે દોડધામ થઇ હતી અને પરિસ્થિતિ ડરામણી હતી.

વૉલમાર્ટ સ્ટોરમાં શનિવારે સવારે લોકો પોતાના બાળકોની શાળાનો સામાન ખરીદતા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. ગોળીબાર પછી વાહનો ઊભા રાખવાના સ્થળે અનેક લાશ પડેલી જોવા મળી હતી. ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે જણાવ્યું હતું કે અલ પાસોનાં ગોળીબારમાં અનેક જણ માર્યા ગયા હતા અને અન્ય ૨૬ જણ ઘાયલ થયા હતા.

તેમણે જણાવ્યું હતું કે રજાને દિવસે અનેક લોકો ખરીદી કરવા નીકળ્યા હતા અને એ દિવસ ટેક્સાસના ઇતિહાસમાં સૌથી મોટી હિંસક ઘટનાનો દિન બની ગયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પણ હિંસાની આ બે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને માર્યા ગયેલા લોકોના સગાંને શોક સંદેશો મોકલ્યો હતો.

August 3, 2019
bangkok.jpg
1min11490
Police investigation after serial blasts in Bangkok on 2nd August 2019

અગ્નિ એશિયાના રાષ્ટ્રોના સંગઠન એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન)ની બેઠક ચાલી રહી છે ત્યારે શહેરમાં થયેલા અનેક નાના ધડાકામાં ચાર જણ ઘાયલ થયા હતા, પરંતુ વિવિધ દેશના રાજદ્વારીઓના અહીં ચાલી રહેલા કાર્યક્રમને કોઇ અસર નહોતી થઇ.

રાજકીય હિંસાનો ઇતિહાસ ધરાવતા થાઇલેન્ડમાંના દક્ષિણના વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે અને અહીં અવારનવાર હિંસક ઘટના બનતી રહે છે.

વડા પ્રધાન પ્રયુત ચેન-ઓ-ચાએ જણાવ્યું હતું કે અહીં નવ નાના ધડાકા કરાયા હતા, પરંતુ તે પાછળનો ચોક્કસ હેતુ હજી સુધી જાણવા નથી મળ્યો.

થાઇલેન્ડ પોલીસના વડામથકની બહાર ફૂટ્યા વિનાનો બૉમ્બ, તાર અને બૉલ બેરિંગ્સ મળતા બે જણની ધરપકડ કરાઇ હતી.પોલીસ વડા જાક્થીર ચૈજિન્ડાએ જણાવ્યું હતું કે પકડાયેલા લોકો મલયેશિયા પાસેની સરહદ પરના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી આવ્યા હતા. આ પ્રદેશમાં ૧૫ વર્ષથી બળવાખોરોની સમસ્યા છે. પકડાયેલા લોકો બળવાખોર છે કે નહિ તે હજી નક્કી કરી નથી શકાયું.

થાઇલેન્ડમાં વર્ષોથી ચાલતી બળવાખોરોની હિંસામાં અત્યાર સુધીમાં અંદાજે ૭,૦૦૦ લોકો માર્યા ગયા હતા.

બેંગકોકમાં ધડાકા કરવા માટે ટેબલ ટેનિસના બૉલના કદના ‘પિંગ પોંગ બૉમ્બ’ વપરાયા હોવાનું મનાય છે. મોટા ભાગના આવા નાના બૉમ્બ રસ્તાની બાજુએ ઝાડીમાં છુપાવવામાં આવ્યા હતા.

એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન)ની બેઠકના સ્થળની નજીક કોઇ ધડાકા નહોતા થયા.