શ્રીલંકાએ ફિક્સિંગથી જોડાયેલા મામલાઓને અપરાધની શ્રેણીમાં લાવવાવાળો પહેલો દક્ષિણ એશિયાઇ દેશ બની ગયો છે. શ્રીલંકાની સંસદે’ ‘ખેલ સંબંધિત અપરાધોનો અટકાવ’થી જોડાયેલા એક ખરડાને પાસ કરી દીધો છે. આ ખરડો પાસ થયા બાદ શ્રીલંકામાં મેચ ફિકસીંગને અપરાધ માનવામાં આવશે.
મેચ ફિકસીંગ અને ભ્રષ્ટાચારથી જોડાયેલો આ નવો કાયદો દરેક રમત પર લાગુ થશે. એવું માનવામાં આવે છે કે, હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની એન્ટિકરપ્શન યુનિટ (એસીયુ) દ્વારા શ્રીલંકામાં મેચ ફિકસીંગથી જોડાયેલા મામલાની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસનાં કારણે જ આ ખરડાનો મુસદો તૈયાર કરવામાં આવ્યો હતો. એક ક્રિકેટ વેબસાઇટનાં હેવાલ મુજબ આ કાયદા અંતર્ગત જોઇ કોઇ વ્યક્તિ રમતમાં ભ્રષ્ટાચારનો દોષી ગણવામાં આવે છે તો તેને દસ વર્ષ સુધીની સજા થઇ શકે છે.
બોઈંગના લગભગ ૫૦ જેટલાં ૭૩૭ એનજી વિમાનોમાં ક્રેક મળી આવતા તેમને ભૂમિગત કરવામાં આવ્યાં છે, તેવું બોઈંગે ગુરુવાર તા.31મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર નિવેદન કર્યું હતું. ઑસ્ટ્રેલિયાની ઍરલાઈન ક્વાન્ટાસે એક વિમાન ભૂમિગત કર્યું હતું અને અન્ય ૩૨ વિમાનમાં તપાસ કરશે, તેવું કહ્યું હતું. પ્રવાસીઓએ કોઈ ભય રાખવાની જરૂર નથી, તેવું તેમણે કહ્યું હતું. આ અગાઉ ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં સાઉથ કોરિયામાં નવ વિમાન ભૂમિગત કરાયાં હતાં જેમાંથી પાંચ વિમાન કોરિયન ઍરના હતા.
ક્વાન્ટસ ઍરલાઈનના નિવેદન પછી ગુરુવાર તા.31મી ઓક્ટોબર 2019ના રોજ બોઈંગના એક પ્રવકતાએ સિડનીમાં કહ્યું હતું કે કુલ ૧૦૦૦ વિમાનમાંથી પાંચ ટકા જેટલા વિમાનમાં તિરાડ મળી આવી છે અને રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રવકતાએ આંકડો જણાવ્યો ન હતો પણ પાંચ ટકા એટલે ૫૦ વિમાન છે, એમ કહી શકાય છે.
ઑસ્ટ્રેલિયાના એવિયેશન રેગ્યુલેટરના એક પ્રવકતાએ કહ્યું કે સેફટી પ્રોબ્લેમનો શરૂઆતી તબક્કામાં જ નિકાલ લાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઑસ્ટ્રેલિયાની વર્જિન ઍરવેઝના ૧૭ બોઈંગ ૭૩૭એનજી વિમાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું પણ કોઈ ખામી મળી ન હતી.
ક્વાન્ટસના એન્જિનિયરિંગ વિમાગના વડા ક્રિસ સ્નૂકે કહ્યું કે ‘વિમાન સંપૂર્ણ રીતે સલામત ન હોય ત્યાં સુધી અમે કોઈ પણ વિમાનને ઉડ્ડયન કરવા દેતા નથી.’
સ્નૂકે કહ્યું કે ‘ક્રેક હોવા છતાં વિમાનની સુરક્ષા તાત્કાલિક જોખમાતી નથી.’ ઑસ્ટ્રેલિયાની સ્વાઈન બર્ન યુનિવર્સિટી ઑફ ટૅક્નોલૉજીના એક એવિયેશન એક્સપર્ટે કહ્યું કે પાર્ટ્સની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે થોડી ક્ષતિ અથવા ખરાબી હોય તો માળખું સહન કરી શકે છે.
બોઈંગના પ્રવકતાએ કહ્યું કે પ્રશ્ર્નનો ઉકેલ લાવવા કંપની સતત પ્રયત્નશીલ છે. અમારા ગ્રાહકો સાથે અમે સંપર્કમાં છીએ અને જરૂરી પાર્ટ્સ, ટૅક્નિકલ ગાઈડન્સ પણ આપતા રહીશું.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તા.31મી ઓક્ટોબર 2019ને ગુરુવારે સવારે ચાલતી ટ્રેનમાં આગ લાગવાની બનેલી હોનારતમાં 46 મુસાફરો જીવતા ભડથું થઇ જવાની ગમખ્વાર ઘટનાએ સમગ્ર વિશ્વભરમાં અરેરાટી મચાવી છે.
પાકીસ્તાનની તેજગામ એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગી હોવાનું ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. એવી પણ જાણકારી બહાર આવી રહી છે કે એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. તેજગામ એક્સપ્રેસ ટ્રેન કરાચીથી રાવલપિંડી તરફ જઈ રહી હતી. આ બર્નિંગ ટ્રેનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં એક પ્રત્યક્ષદર્શી એમ જણાવી રહ્યો છે કે તબલીગી જમાતના લોકો ટ્રેનમાં સવાર હતા. સિલિન્ડર ફાટવાના કારણે ટ્રેનમાં આગ લાગી ગઈ.
રહીમ યાર ખાન જિલ્લાના લિયાકતપુર શહેરમાં કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં તા.31મી ઓક્ટોબર 2019ની સવારે સવારે ભીષણ આગ લાગી હતી.
જ્યારે આગ લાગી ત્યારે ટ્રેન મુસાફરોથી ખીચોખીચ ભરાયેલી હતી, યાત્રીઓ બચવાનો પ્રયાસ કરે એ પહેલા અનેક મુસાફરો આગમાં જીવતા ભડથું થઈ ગયા. સેંકડો મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના રિપોર્ટ છે. સતત મૃતકોનો આંકડો વધે તેવી શંકા સેવાય રહી છે.
વિશ્ર્વના ટોચના ત્રાસવાદી અબુ બકર અલ બગદાદીના માથા માટે જાહેર કરાયેલું ૨૫ મિલિયન ડૉલરનું ઇનામ આંશિક રીતે અથવા પૂર્ણ રીતે બાતમીદારને મળશે તેવું અત્રેના એક અગ્રણી અખબારે જણાવ્યું હતું. ઇસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસના ત્રાસવાદીએ સિરિયામાં બગદાદીની હિલચાલની માહિતી આપી હતી જેના આધારે બગદાદીના સેફ હાઉસ પર યુએસ સ્પેશિયલ ફોર્સીસના કમાન્ડો ૨૬ ઑક્ટોબરના શનિવારે ત્રાટક્યા હતા.
બાતમીદારે સેફ હાઉસના બાંધકામના કામકાજ પર પણ ધ્યાન આપ્યું હતું, તેથી તેની પાસે સંપૂર્ણ લેઆઉટ તૈયાર હતો જે તેણે જણાવ્યો હતો. સેફ હાઉસ પર હુમલાના દિવસે બાતમીદાર પણ ત્યાં જ હતો અને તેને બે દિવસ પછી તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે બહાર લઇ જવામાં આવ્યો હતો. કુર્દ લડવૈયાઓએ બાતમીદારની સાથે સક્રિય સંપર્ક રાખ્યા હતા અને સિરિયન ડેમોક્રેટિક ફોર્સીસ નામના તેમના દળે તેને અમેરિકાના જાસૂસી અધિકારીઓને સોંપી દીધો હતો. બગદાદી હંમેશા સ્યુસાઇડ બેલ્ટ ધારણ કરતો હતો એ માહિતી પણ તેણે અમેરિકન અધિકારીઓને આપી હતી. અખબારે જણાવ્યું તે પ્રમાણે તેને ઇનામની સંપૂર્ણ અથવા આંશિક રકમ આપવામાં આવશે.
અમેરીકાના ચુનદા સૈનિકોની બનેલી એ ટીમે જે રીતે અલ કાએદાના બિન લાદનને હણ્યો હતો એવ રીતે શનિવારે ભારતીય સમય મુજબ રાત્રીના સમયે ખાસ ઓપરેશન હાથ ધરીને ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આકા અબુ બકર અલ-બગદાદીનો ખાત્મો બોલાવ્યો હોવાના અહેવાલો સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
યુએસના લશ્કરે ઈદલિબમાં એક અત્યંત ગુપ્ત રેડ દરમિયાન અલ-બગદાદીને ઠાર કર્યો હોવાની વાતોએ સમગ્ર વિશ્વમાં સોશ્યલ મિડીયા પર વાઇરલ થઇ છે. યુએસના ત્રણ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઈદલિબના ઉત્તર પ્રાંતમાં અમેરિકાના લશ્કરે રેડ પાડી હતી જેમાં અબુ બકર અલ-બગદાદીને ઠાર મારવામાં આવ્યો હતો. એમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે કશું મોટું થયું છે. બસ આ ટ્વીટ પછી એ અલ બગદાદી હણાયાના સમાચારો વાયુવેગે વિશ્વરભરમાં પ્રસરી ગયા છે.
આતંકવાદી સંગઠન આઈએસનો સર્વેસર્વા ગણાતા અબુ બકર અલ-બગદાદી ઉપર 170 કરોડ (25 મિલિયન યુએસ ડોલર)નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગેની કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે) અમેરીકાની રવિવારે સવારે મહત્વની માહિતી આપવાના છે તેવું વ્હાઈટ હાઉસે ટ્વીટ કર્યું હતું.
યુએસએ 2003માં ઈરાક પર કબ્જો મેળવ્યા બાદથી અલ-અબગદાદી યુએસ લશ્કર વિરુદ્ધ સક્રિય હતો. આંતરાષ્ટ્રીય માધ્યમોમાં પણ અલ-બગદાદીને ઠાર મરાયો હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફુટબોલ રમવા માટે જે કમાણી કરે છે તેના કરતા વધુ કમાણીએ મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કરી લે છે. ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકો કરોડોની સંખ્યામાં છે. ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા 150 મિલિયન કરતા પણ વધુ છે. અને એટલે જ એ વાતથી આશ્ચર્ય ના પામશો કે રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામથી જે કમાણી કરે છે તે યુવેન્ટ્સ ક્લબથી થતી આવક કરતા પણ વધારે છે.
રોનાલ્ડોની દીવાનગી ફૂટબોલના મેદાન સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ જોવા મળે છે.
એક રિપોર્ટ મુજબ રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ ઉપર સ્પોન્સર્ડ પોસ્ટથી 47.8 મિલિયન એટલે કે 340 કરોડ ભારતીય રૂપિયાથી કમાણી કરી છે.
49 સ્પોન્સર્ડ પોસ્ટથી રોનાલ્ડોને આ કમાણી થઈ છે. 34 વર્ષીય રોનાલ્ડો ખેલ જગતમાં’ ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ કમાણી કરતો ખેલાડી છે. તેને પોસ્ટ માટે 9.75 લાખ અમેરિકી ડોલર મળે છે. એક અનુમાન પ્રમાણે યુવેન્ટ્સે રોનાલ્ડોને 2018ના વાર્ષિક 242 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.
લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ઘડી છેવટ આવી પહોચી છે. દિવસો સુધી ચાલેલી કશ્મકશભરી વાટાઘાટ બાદ બ્રિટનની સરકાર અને યુરોપી સંઘ (ઈયુ) વચ્ચે બ્રેકિઝટ અંગે સમજુતી સધાઈ ગયાની ઘોષણા યુકેના પીએમ બોરિસ જહોનસને આજે કરી હતી. જો કે તેને હજી સંઘે વિધિસર બહાલ કરવાની બાકી છે અને યુરોપી તથા યુકેની સંસદોએ ય મંજૂર કરવી બાકી છે.
આ ગતિવિધિથી ખુશાલી અનુભવતા બોરિસે જણાવ્યુ હતું કે હવે બ્રિટનને આગળ વધવા તક મળશે અને અમે દુનિયાભરના દેશો સાથે વ્યાપારિક સંબંધો સ્થાપિત કરી શકશું. બેઉ બાજુઓએ ગ્રેટ ન્યુ ડીલ કરી લીધાનું ટવીટ કરવા સાથે તેમણે શનિવારે ગૃહના ખાસ સત્રમાં મંજૂરી આપવા સાંસદોને વિનંતી કરી હતી.
જુલાઈમાં પીએમ થયેલા બોરીસે સંકલ્પ કર્યો હતો કે કંઈ પણ થાય, 31 ઓકટો. સુધીમાં બ્રિટન, ઈયુથી છેડો ફાડશે, બ્રેકિઝટની તુલના મા.એવરેસ્ટ સર કરવા સાથે કરનાર બોરીસે ટવીટ કર્યુ હતું કે ‘ નવા ડીલ સાથે સુનિશ્ચિત થશે કે અમારા કાનૂન, સીમા, નાણાં, વ્યાપાર પર કોઈ બાધા વિના અમારું નિયંત્રણ હશે અને ઈયુ સાથે નવા પ્રકારની મૈત્રી સ્થાપિત થશે.
બીજી તરફ ઉત્તરીય આયરીશ””” સરકારે વિદ્યુત ત્વરાએ જણાવી દીધું હતું કે આયરીશ સીમા માટેની જોગવાઈના કારણે અમે આ આઉટલાઈન સમજુતીને ટેકો ન આપી શકીએ. બ્રેકિઝટ માટે સહમતી ઉભી કરવા સતત પ્રયત્નશીલ રહેલા જહોનસનને ખાસી ફાટફુટ ધરાવતી સંસદમાં સમજુતીને પસાર કરાવવામાં જોઈતો શકયતમ વધુ સપોર્ટની જરૂર પડશે. (આગલી સમજુતીને યુકેની સંસદ અગાઉ ત્રણ વાર નકારી ચૂકી છે) ઉત્તર આયરલેન્ડ અને આયરલેન્ડ વચ્ચેના વ્યાપાર કારોબાર કરવાના કસ્ટમ્સ અને વેચાણવેરા નિયમનો ફાઈનટયુન કરવા (મેળ પાડવા) તકનિકી વિષ્ટિકારોએ ઠીક લાંબો સમય સુધી મથામણ કરવી પડી હતી.
રશીયાની ખાણમાંથી હીરા કાઢતી વખતે મળી આવ્યો વિશ્વનો પહેલો ડબલ ડાયમંડ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિશ્વના સૌથી મોટી ડાયમંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા સૂરતના હીરા ઉદ્યોગકારો સમેત હીરાનું પ્રોસેસિંગ કરતા લાખો રત્ન કલાકારોને પણ અચરજ પમાડે એવો હીરો રશીયાની ખાણમાંથી મળી આવ્યો છે. રશીયાના (Yakutia, Russia) યકુશિયા સ્થિત હીરાની ખાણમાંથી એક એવો ડાયમંડ મળી આવ્યો છે જેને ડબલ ડાયમંડ કહેવામાં આવે છે. હીરાની અંદર હીરો હોય તેવી આ ઘટના બનતા સમગ્ર વિશ્વના હીરા ઝવેરાતની મોટી મોટી કંપનીઓની નજર પણ આ ઘટના પર ઠરી છે.
Thomas Stachel, a University of Alberta mineralogist, told National Geographic. “We have been looking for diamonds now for a long time, and that is a first.”
રશીયા (Yakutia, Russia) સ્થિત હીરાની ખાણમાંથી મળી આવેલા ડાયમંડનો સ્ક્રીન્ડ ફોટો, જેમાં ડાયમંડની અંદર ડાયમંડ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વિશ્વમાં ડબલ ડાયમંડ મળી આવવાની આ પ્રથમ ઘટના લેખાઇ રહી છે.
ન્યુયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં પૃથ્વીના પેટાળમાંથી કરોડો કેરેટસ રફ ડાયમંડસ મળ્યા છે પરંતુ, ક્યારેય પણ ડબલ ડાયમંડ મળી આવ્યો નથી. ડાયમંડની અંદર ડાયમંડ હોવું એક કુદરતી ક્રિએશન છે પણ હવે આ પ્રકારનો પહેલો હીરો મળ્યો છે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે.
વિશ્વભરમાં કૌતુક જગાડ્યું છે ડબલ ડાયમંડે
(Yakutia, Russia) હીરાની ખાણમાંથી મળી આવેલા વિશ્વના પહેલા ડબલ ડાયમંડની નેચરલ તસ્વીર. નેચરલ તસ્વીરમાં પણ હીરાની અંદર હીરો હોવાનું નરી આંખે જોઇ શકાય છે.
એક ડાયમંડમાં બીજા ડાયમંડની તસ્વીરો હાલ સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થઇ છે.
રશીયાની જે ખાણમાંથી ડબલ ડાયમંડ મળી આવ્યો છે એની માલિકી અલ રોઝા ડાયમંડ કંપની ધરાવે છે અને આ કંપનીએ નિર્ણય કર્યો છે કે ડબલ ડાયમંડને વધુ ચકાસણી માટે અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટીટ્યુટ ખાતે રિસર્ચ માટે મોકલવામાં આવશે. જ્યાં તેના પર વધુ રિસર્ચ કરવામાં આવશે.
Alrosa plans to send the mysterious stone to the Gemological Institute of America to be further analyzed, though there are a few possible explanations. A salty fluid may have once filled the rock but later dissolved or leaked out, leaving one piece of the diamond inside the cavity. Water may also have worked its way in and cleaned out or dissolved the inner material, with the tiny gem remaining behind.
લિથિયમ-આયન બેટરી તૈયાર કરીને સ્માર્ટફૉન્સ, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ અમેરિકાના ૯૭ વર્ષીય વિજ્ઞાની જૉન ગુડઇનફ, બ્રિટનના સ્ટેન્લી વિટીંગહેમ અને જાપાનના અકિરા યોશીનોને રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઇ હતી.
નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સીસે જણાવ્યું હતું કે આ ત્રણ વિજ્ઞાનીની વચ્ચે પુરસ્કારના ૯૦ લાખ સ્વિડિશ ક્રોનોર (અંદાજે ૯,૧૪,૦૦૦ અમેરિકી ડૉલર અથવા ૮,૩૩,૦૦૦ યુરો) વહેંચી દેવાશે. જ્યુરીએ જણાવ્યું હતું કે વજનમાં હલકી, ફરી ચાર્જ કરી શકાતી, શક્તિશાળી બેટરીઓ હવે મોબાઇલ ફૉન્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં વપરાય છે અને તેની મદદથી સૌરઊર્જા તેમ જ પવનઊર્જાનો પણ સંગ્રહ કરી શકાય છે.
આ શોધને લીધે પ્રદૂષણ પેદા કરતા ઈંધણનો વિકલ્પ મળ્યો છે. તેણે જણાવ્યું હતું કે લિથિયમ બેટરીઓ ૧૯૯૧માં વેચાણ માટે બજારમાં આવી ત્યારથી આપણા જીવનમાં ક્રાંતિ આવી છે. લિથિયમ ઘણી હલકી ધાતુ હોવાથી પાણી પર તરે છે. ૧૯૭૦ના દાયકામાં ખનિજ તેલની કટોકટી ઊભી થઇ હતી ત્યારે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે અમેરિકાના વિજ્ઞાની જૉન ગુડઇનફે લિથિયમ બેટરી તૈયાર કરી હતી.
વૈશ્ર્વિક મંદીની અસર ભારત જેવા વિકાસશીલ દેશો પર વધુ થઈ રહી છે અને આ વર્ષે વિશ્ર્વના ૯૦ ટકા દેશોમાં આર્થિક મંદી હોવાથી વૃદ્ધિ દરમાં ઘટાડો થશે તેવું ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા વડા ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ મંગળવારે કહ્યું હતું. વૈશ્ર્વિક ક્ષેત્રે આ દશકનો સૌથી નીચો વૃદ્ધિ દર નોંધાશે તેવું આઈએમએફના મેનેજિંગ ડિરેકટરે કહ્યું હતું.
આઈએમએફ અને વર્લ્ડબૅંકની વાર્ષિક બેઠક આગામી સપ્તાહમાં મળશે અને વૈશ્ર્વિક મંદી બાબતમાં ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક’ જાહેર કરાશે.
આઈએમએફના એમડી જ્યોર્જિવાએ કહ્યું કે ‘૨૦૧૯માં વિશ્ર્વના નેવું ટકા અર્થતંત્રોમાં વૃદ્ધિદર ધીમો રહેશે તેવું અમે માનીએ છે. વૈશ્ર્વિક અર્થતંત્રમાં એક સાથે મંદીનો દોર શરૂ થયો છે.’
તેમણે કહ્યું કે ‘ભારત અને બ્રાઝિલ જેવા વિશાળ વિકાસશીલ અર્થતંત્રોમાં જીડીપી વૃદ્ધિદર ઘટશે. વર્ષોથી ચીનનો વૃદ્ધિદર વધુ હતો તે હવે ક્રમશ: ધીમો પડી રહ્યો છે.’ વિશ્ર્વસ્તરે એકંદરે મંદીનાં વાદળો છવાયાં હોવા છતાં ૪૦ જેટલા વિકાસશીલ
દેશોના અર્થતંત્રનો જીડીપી વૃદ્ધિદર પાંચ ટકાથી વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેવું જ્યોર્જિવાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે ‘બજેટમાં અવકાશ હોય તેવા દેશોએ વ્યાજદર નીચા કરવાનો ઉપાય અજમાવવા જેવો છે.’
‘યોગ્ય ક્રમમાં યોગ્ય આર્થિક સુધારાઓ કરવાથી વિકસિત અર્થતંત્રોના જીવનધોરણ હાંસલ કરવાની વિકાસશીલ દેશોની ઝડપ બમણી થઈ શકે છે.’ તેવું આઈએમએફ વડાએ સૂચન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધુ સહકારની આવશ્યકતા વધી છે ત્યારે વેપાર વાટાઘાટ કરવાની ઈચ્છાશક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ‘વેપાર ક્ષેત્રે સહકાર જરૂરી છે. નાણાકીય નિયમનકારી માળખામાં સુધારાઓના એજન્ડાનું અમલીકરણ સંપૂર્ણ રીતે કરવું જોઈએ. મનિલોન્ડરિંગ પ્રવૃત્તિઓ અને ત્રાસવાદને નાણાં પૂરા પાડવા પર નિયંત્રણ મેળવવું જરૂરી છે.
આઈએમએફના એમડી બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી છે અને પ્રથમવાર વિકાસશીલ દેશના કોઈ વ્યક્તિ આઈએમએફના એમડી બન્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.