CIA ALERT

ઇન્ડીયા Archives - Page 85 of 218 - CIA Live

December 28, 2020
car.png
1min446

કેન્દ્રના પરિવહન મંત્રાલયે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અને પરમિટ જેવા વાહનોના દસ્તાવેજો માટેની મુદત ૩૧ માર્ચ સુધી વધારી હોવાની જાહેરાત રવિવારે કરી હતી. માર્ગ પરિવહન અને ટ્રાન્સપોર્ટ (એમઓઆરટીએચ) મંત્રાલયે અગાઉ ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦ અને ૨૪ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે વાહનોના દસ્તાવેજોની મુદત વધારવા મામલે જાહેરાત કરી હતી.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડીએલ, આરસી, પરમિટ વગેરે વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ વિશે મંત્રાલયે રવિવારે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના મોકલાવી છે.

અગાઉ વિવિધ માધ્યમો દ્વારા ફિટનેસ, પરમિટ સહિતના વાહનોના દસ્તાવેજોની મુદત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ગણવાની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વાહન સંબંધી સેવાઓનો લાભ મેળવી શકે એ માટે સંબંધિત પ્રશાસને આ બાબતની નોંધ લેવી તથા આવા કપરા સમયમાં કામ કરી રહેલા ટ્રાંસપોર્ટરો હેરાન ન થાય.

December 27, 2020
Chhotu-Vasava1.jpg
1min457

રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બીટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી. આ ઘટના બાદ  બીટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. બીટીપીના સુપ્રીમો અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું  કે,  કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, ભાજપ-કોંગ્રેસ બન્નેવ એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે. 

JDU1:JD(U) chief and MP Sharad Yadav (right) with JD9U) Gujarat president Chhotu Vasava in Vadodara Thursday. Express Photo.

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્નેવ પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં BTP અને AIMIM ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને  SC, ST, OBC, માયનોરીટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જ  ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈશીની AIMIM સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે. 

December 26, 2020
arya-1.jpg
1min1102

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માત્ર સિનિયર હોય તેવા અથવા તો લાગવગીયા હોય તેવા અથવા તો મોટા નેતાના મળતીયાઓને જ પોલિટીક્સમાં ખાસ કરીને સત્તામાં હોદ્દા મળતા હોય છે. પરંતુ, કેરળમાં આ ચેઇન તૂટી છે. પોલિટીક્સમાં ખાસ કરીને સત્તાની ભાગબટાઇમાં પરંપરાગત ટ્રેન્ડથી વિપરીત 21 વર્ષિય યુવતિ આર્યા રાજેન્દ્રને મેયર બનાવવાનો નિર્ણય લેવાયો છે. બિનઅનુભવી હોય તો શું થઇ ગયું પરંતુ, એ યુવતિ પોતાની અલગ વિચારધારાથી કેરળના થિરુવનંતપૂરમ શહેરનું નેતૃત્વ તો કરશે જ પરંતુ સાથોસાથ એ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખશે. અત્યાર સુધી વિદેશમાંથી આવા સમાચારો મળી રહ્યા હતા. ભારતમાંથી આ સમાચાર મળવા એ ન્યુ ઇન્ડિયાના નિર્માણના સંકેત મળી રહ્યા છે.

ભારતીય પોલિટીક્સમાં યંગસ્ટર્સની સક્રિયતા ખૂબ જરૂરી

તાજેતરમાં કેરળ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. જેમાં કેરળના મહત્વપૂર્ણ શહેર ગણાતા થિરુવનંતપૂરમ્ ખાતે ક્રાંતિકારી નિર્ણય લઇને સૌથી યંગેસ્ટ કાઉન્સિલર એક યુવતિ નામે આર્યા પર મેયર પદનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આર્યા રાજેન્દ્ર CPI(M) પાર્ટીની સીટ પરથી થિરુવનંતપૂરમ્ ના ચાલા વિસ્તારના એક્ટીવ મેમ્બર હતા અને તેથી તેને થિરુવનંતપૂરમ્ ના મુદ્રાંનમંગલ વિસ્તારની બેઠક પર પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કાઉન્સિલરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આર્યા રાજેન્દ્ર બી.એસસી. મેથેમેટિક્સનો અભ્યાસ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે.

આર્યા દેશના સૌથી યુવાન મેયર બન્યા છે, અને આ સાથે પાર્ટી વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.

આર્યા રાજેન્દ્રને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “આ પાર્ટીનો નિર્ણય છે અને મારે તેનું પાલન કરવાનું છે. ચૂંટણી દરમિયાન લોકોએ મારા પર પસંદગી ઉતારી છે, હું એક વિદ્યાર્થિની છું ત્યારે લોકોએ મારા ભણતરને પણ ધ્યાનમાં રાખ્યું છે, અને તેમનો નેતા ભણેલો હોય તે વિચારીને મારી પસંદગી કરી છે. હું મારું ભણતર ચાલુ રાખીશ અને તેની સાથે મેયર તરીકે મારી ફરજ પણ નિભાવીશ”

December 26, 2020
hotair_mp.jpg
1min555

મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં ભારતમાં પહેલી વખત હૉટ ઍર બલૂન વાઇલ્ડ લાઇફ સફારીની શરૂઆત કરાઇ હોવાની માહિતી મધ્ય પ્રદેશના જંગલ ખાતાના પ્રધાન વિજય શાહે આપી હતી.

India's 1st tiger reserve hot air balloon safari in MP

શાહે જણાવ્યું હતું કે આ સફારી ફક્ત બફર ઝોન સુધીની જ હશે અને લોકો વાઘ, ચિત્તા, ભારતીય રિંછ અને અન્ય જંગલી જાનવરોને ઊંચાઇથી જોઇ શકશે.

એમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ સાથે બાંધવગઢ ટાઇગર અભયારણ્યમાં આવનાર પર્યટકો માટે વધુ એક ઍડવેન્ચર પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. આ પ્રકારની સુવિધા દેશના અન્ય કોઇપણ અભયારણ્યમાં નથી. હવે આફ્રિકાના જંગલોની જેમ પર્યટકો ભારતમાં પણ હૉટ ઍર બલૂન સફારીનો આનંદ માણી શકશે.

રાજ્ય સરકાર આ પ્રકારની સેવા પેન્ચ, કાનહા અને પન્ના ટાઇગર રિઝર્વમાં પણ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.

December 24, 2020
Mumbai_Delhi_Rajdhani_Express.jpg
1min650

મુંબઇ-દિલ્હીના રૂટ પર દોડતી રાજધાની એક્સપ્રેસ ૩૦મી ડિસેમ્બર, ગુરુવારથી ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેએ બુધવારે જણાવ્યું હતું.

કોરોના વાઇરસના ચેપને કારણે માર્ચ મહિનાના અંતમાં આ ટ્રેનસેવાને મોકૂફ રાખવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસ (૦૧૨૨૧)ને સીએસએમટીથી સાંજે ૪.૧૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે હજરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચશે. આ ટ્રેન આ ટ્રેનને અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડાવવામાં આવશે. તેવી જ રીતે આ ટ્રેન (૦૧૨૨૨) દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્ટેશનથી સાંજે ૪.૫૫ વાગ્યે મુંબઇ જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧.૫૦ વાગ્યે સીએસએમટી પહોંચશે. ૧૯ ડબ્બાની આ ટ્રેનમાં એક એસી ફર્સ્ટ ક્લાસ, પાંચ બે ટાયર એસી, ૧૧ ત્રણ ટાયર એસી અને એક પૅન્ટ્રી કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજધાની એકસપ્રેસ કલ્યાણ, નાશિક, જલગાંવ, ભોપાલ, ઝાંસી અને આગ્રા સ્ટેશન પર હૉલ્ટ લેશે. મુંબઇથી રવાના થનારી આ ટ્રેન માટેનું બુકિંગ ૨૫ ડિસેમ્બરથી શરૂ થશે. જે પ્રવાસીની ટિકિટ ક્ધફર્મ થશે તેમને જ આ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી અપાશે, એવું મધ્ય રેલવેએ જણાવ્યું હતું.

December 23, 2020
kashmir.jpg
1min560

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની ચૂંટણીમાં ર80 બેઠકોમાં 3 બેઠકો સાથે ભાજપે પહેલીવાર ખાતુ ખોલ્યુ છે. જો કે મતગણતરી ટ્રેન્ડમાં ગુપકાર ગઠબંધન આગળ રહયું છે. છેલ્લી સ્થિતિએ ભાજપ 75માં અને ગુપકાર 103 બેઠકો પર આગળ છે.

જમ્મુ ક્ષેત્રમાં ભાજપ 10 જિલ્લામાંથી 6મા આગળ છે. ગુપકાર ગઠબંધન રાજૌરીમાં આગળ રહયું છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 8 બેઠકો જીતી છે અને 48માં આગળ છે. ગુપકાર ગઠબંધનના નેતાઓ જાહેર થયેલા ટ્રેન્ડથી ખુશ છે. પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મૂફતીની પાર્ટી પીડીપીના નેતા વહીદ પારાએ કહયું કે કેટલાક દિવસ પહેલા એનઆઈએએ ધરપકડ કરી હતી. વિજયથી ઉત્સાહિત ગુપકાર ગઠબંધને કહયું કે આ કલમ 370 પર જનમત સંગ્રહ છે.’

December 22, 2020
sindhu-saina-nehwal.jpg
1min714

ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ સહિત ભારતની 8 ખેલાડીની ટીમ બીડબ્લ્યૂએફ (વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન) વર્લ્ડ ટૂર ફાઇનલ્સ સહિત બેંકોકમાં રમાનાર આગામી ત્રણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતીય બેડમિન્ટન એસો. દ્વારા ઓલિમ્પિક કવોલીફિકેશનને ધ્યાનમાં રાખીને જાન્યુઆરીમાં યોજાનાર આ ટૂર્નામેન્ટો માટે મજબૂત ટીમ જાહેર કરી છે.

Sindhu, Saina Confirmed, BAI to Send Full-strength Squad to Tournaments in  Thailand Next Year

ટીમમાં પીવી સિંધુ, સાઇના નેહવાલ, બી. સાઇ પ્રણિત, કિદામ્બી શ્રીકાંત, સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી સામેલ છે. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ 12થી 17 જાન્યુઆરી દરમિયાન યોનેકસ થાઇલેન્ડ ઓપનમાં ભાગ લેશે. આ પછી 19થી 24 જાન્યુઆરી દરમિયાન ટોયોટો થાઇલેન્ડ ઓપનમાં રમશે. જ્યારે 27થી 31 જાન્યુઆરી દરમિયાન બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ રમાશે.

માર્ચમાં કોરોના મહામારીને લીધે લોકડાઉન આવ્યું હતું. આ પછી પહેલીવાર શ્રીકાંત સિવાય બાકીના ભારતીય શટલરો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. શ્રીકાંતે ઓકટોબરમાં ડેનમાર્ક ઓપનથી વાપસી કરી હતી. ભારતીય ટીમ સાથે કોચ, ટ્રેનર અને સપોર્ટ સ્ટાફ પણ થાઇલેન્ડ જશે.

December 22, 2020
facebook-cheats.jpg
1min432

કૃષિ કાયદાઓ ખિલાફ આંદોલન ચલાવતા કિસાન સંગઠનોએ સોશિયલ મીડિયા ઉપર પોતાનું અધિકૃત એકાઉન્ટ બનાવ્યું હતું. તા.20મી ડિસેમ્બર 2020ને રવિવારે સાંજે ફેસબૂકે એકાએક 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતાં કિસાન એકતા મોરચાનાં પેજને બ્લોક કરી નાખ્યું હતું. ફેસબુકની આ બદમાશી લાંબુ ટકી શકી નહીં અને ગણતરીનાં કલાકોમાં જ ફેસબૂકને આ પેજ પૂર્વવત્ત કરી દેવાની ફરજ પડી હતી. ફેસબુકના લબાડ તંત્રને હવે સબક શિખવાડવાનો સમય પાકી ગયો છે.

સંગઠને આરોપ મૂક્યો છે કે, તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી પણ પોસ્ટ કરવાની રોક લાગી ગઈ છે. ફેસબૂક ઉપર કિસાનોનાં આંદોલનને દબાવી દેવાનાં આરોપો લાગતાં આજે ફેસબૂક તરફથી સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી હતી કે, તેમની સમીક્ષામાં સામે આવ્યું હતું કે, કિસાન એકતા મોરચાનાં પેજ ઉપર અસાધારણ ઝડપે ગતિવિધિ વધી ગઈ હતી. જેને પગલે ઓટોમેટિક વ્યવસ્થાએ તેનાં પેજને સ્પામ કરી નાખ્યું હતું. જ્યારે આ સમગ્ર મામલાની જાણકારી ફેસબૂકને થઈ ત્યારે ત્રણ કલાકની અંદર જ ફરીથી પેજને ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

જો કે ફેસબૂક તરફથી કિસાનોનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ હોવાનું નકારી દેવામાં આવ્યું હતું.

December 21, 2020
CIA_Live_Logo_New2.jpg
1min577
Image

તા.20મી ડિસેમ્બર 2020ને રવિવારની સાંજે 7.45 કલાકે પૂરીથી સુરત આવવા નીકળેલી પૂરી-સુરત એક્સપ્રેસ ટ્રેન સાથે હાથી ટકારાત ટ્રેનની એક બોગી ડિરેલ થઇ હતી. મધરાતે 2.04 વાગ્યે ઓરિસ્સા ટેરેટરીના જંગલમાંથી પસાર થઇ રહેલી પૂરી સુરત એક્સપ્રેસ ટ્રેન સાથે હાથી ટકરાયા હતા.

હતબારી અને સંબલપુરના માનેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ઓરિસ્સામાં મધરાતે 2.04 મિનિટે આ ઘટના બની હોવાનું સત્તાવાર નિવેદન ઇસ્ટકોસ્ટ રેલવે દ્વારા આપવામાં આવ્યું છે. આ અકસ્માતમાં કુલ 6 પૈંડા રેલવે ટ્રેક પરથી ખડી પડ્યા હતા. આ ઘટનામાં કોઇપણ પેસેન્જર ઇજાગ્રસ્ત કે જાનહાની થઇ નથી, તમામ મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે. ટ્રેનના લોકો પાઇલોટ પણ સલામત છે.

વધુ વિગતોની રાહ જોવાય રહી છે.

December 18, 2020
Kejriwal.jpg
1min563

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં નવા ત્રણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી અને ખેડૂતો દ્વારા હાલમાં ચાલી રહેલા દેખાવ દરમિયાન ૨૦ કિસાનના મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

દિલ્હી વિધાનસભાને સંબોધન કરતા કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે આ નવા કાનૂન ભાજપને રાજકીય ભંડોળ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે, એમાં કિસાનોનું કશું ભલું થવાનું નથી.

ભાજપશાસિત નગર નિગમોમાં ૨,૪૦૦ કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવ્યું હતું, જે દરમિયાન તેમણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી.