CIA ALERT

ઇન્ડીયા Archives - Page 42 of 218 - CIA Live

September 2, 2022
INS_vikrant.jpg
1min791

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 02 સપ્ટેમ્બર 2022 શુક્રવાર પહેલુ સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ INS Vikrant નૌસેનાને સોંપ્યુ. INS Vikrantની ખાસ વાત એ છે કે આ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે. આને 2009માં બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. હવે 13 વર્ષ બાદ આ નૌસેનાને મળ્યુ છે.  

ક્રૂ મેમ્બરના લગભગ 1,600 સભ્યો માટે ડિઝાઈન કરવામાં આવેલુ અંદાજિત 2,200 રૂમ ધરાવતુ દેશનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ અને પહેલુ સ્વદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંત આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યુ. 

પીએમ નરેન્દ્ર મોદી કેરળના કોચિનમાં આજે 2/9/22, આઈએનએસ વિક્રાંતને દેશને સોંપ્યુ. આ ભારતના સમુદ્રી ઈતિહાસમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ જહાજ છે.

August 29, 2022
babar_kohli-1280x843.jpg
1min523

હાર્દિક પંડયાએ આખરી ઓવરના તનાવ વચ્ચે વિજયી સિક્સર ફટકારતાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટથી દિલધડક જીત હાંસલ કરતાં એશિયા કપ ટી-૨૦માં વિજયી શુભારંભ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિકે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ ૧૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૩૩ રન ફટકારતાં ભારતને જીતાડયું હતુ. ભારતે ૧૪૮ના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

એક તબક્કે ૮૯ રનમાં ચાર વિકેટ ગુમાવનારા ભારતને ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા જાડેજા અને હાર્દિક પંડયાએ ઉગાર્યું હતુ. બંને વચ્ચે ૨૯ બોલમાં ૫૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. જાડેજાએ ૨૯ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. જોકે તે આખરી ઓવરના પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. આ પછી ક્રિઝ પર આવેલા દિનેશ કાર્તિકે એક રન લઈને હાર્દિકને સ્ટ્રાઈક આપી હતી અને ત્યાર બાદ હાર્દિકે એક ડોટ બોલ પછી ખુબ જ ઠંડા દિમાગ સાથે સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.

અગાઉ ભુવનેશ્વર કુમારે ચાર અને હાર્દિકે ત્રણ વિકેટ ઝડપતાં પાકિસ્તાન ૧૯.૫ ઓવરમાં ૧૪૭ રનમાં ખખડી ગયું હતુ. ડીઆરએસમાં બે વાર બચી ગયેલા રિઝવાને સૌથી વધુ ૪૩ રન ફટકાર્યા હતા. ભારતના ફાસ્ટરોએ પહેલીવાર ટી-૨૦માં હરિફ ટીમની તમામ ૧૦ વિકેટ ઝડપી હતી.

August 20, 2022
banke-bihari-temple.jpg
1min544
Stampede Broke Out In Mathura's Banke Bihari Temple, 2 Devotees Died, Many  Injured | Abp News

દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી હતી ત્યારે ઉજવણી માટેના મુખ્ય શહેરો પૈકીના એક મથુરાના જગપ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ભાગદોડની કમનસીબ ઘટના બની હતી.

મથુરા સ્થિત વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં તા.19મી ઓગસ્ટને જન્માષ્ટમી, શુક્રવારની રાતે મંગળા આરતી દરમિયાન ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં શ્વાસ રુંધાઈ જવાને કારણે બે શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. મૃતકોમાં એક મહિલા નોઈડાના રહેવાસી હતા.

Banke Bihari Mandir: On the occasion of Janmashtami, a stampede broke out  at the temple of Banke Bihari in Mathura, two devotees died, many injured.

આ ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાના અહેવાલો મળ્યા હતા. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

August 16, 2022
aiff.png
1min485

વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા એટલે કે FIFA એ મંગળવારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને લઈને એક ઘોષણા કરી હતી. FIFAએ AIFFને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ફિફા કાઉન્સિલના બ્યુરો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. FIFAએ જણાવ્યું છે કે, AIFFમાં ત્રીજા પક્ષકારોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે FIFA કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.

FIFA દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને FIFA દ્વારા સસ્પેન્ડ કરવા પાછળ થર્ડ પાર્ટીની દખલનું કારણ આપવામાં આવ્યું છે. ફિફા અનુસાર આ પ્રકારનો હસ્તક્ષેપ એ ફિફાનાં નિયમોની વિરુદ્ધ છે. આ કારણોસર ભારત પરથી U17 મહિલા વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની કગાર પર છે પરંતુ હજુ થોડો સમય બાકી છે.

FIFA દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઓર્ડર મળતાની સાથે જ સસ્પેન્શન હટાવી લેવામાં આવશે. AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ ધારણ કરવા માટે વહીવટકર્તાઓની સમિતિનું ગઠન રદ કરવામાં આવ્યું છે અને AIFF વહીવટ AIFFની રોજિંદી બાબતોનું સંપૂર્ણ નિયંત્રણ લે છે. પ્રેસ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, સસ્પેન્શનનો અર્થ એ છે કે FIFA U-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022 જે ભારતમાં 11-30 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાવાનું છે તે હાલમાં ભારતમાં આયોજન મુજબ યોજવામાં નહીં આવશે.

FIFA ટુર્નામેન્ટને લગતા આગળના પગલાઓનું પણ મૂલ્યાંકન કરી રહ્યું છે અને જો જરૂરી હોય તો આ બાબતને કાઉન્સિલના બ્યુરોને મોકલશે. FIFAની અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, FIFA ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને આશા રાખે છે કે, હજુ પણ આ કેસનું સકારાત્મક પરિણામ આવી શકે છે. જો આવું થાય તો ભારતીય ફૂટબોલ પરથી આ મોટું સંકટ દૂર થઈ શકે છે.

August 14, 2022
rakesh_joonjoonwala.jpg
2min494

શેર માર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમણે મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગત 2-3 સપ્તાહ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલે આજે સવારે  6:45 કલાકે દિગ્ગજ કારોબારીના અવસાનની પુષ્ટિ કરી હતી. 

મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે ઝુનઝુનવાલાનું મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. ડોક્ટર્સની ટીમ તેમને બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહી હતી. તેમને ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી.

સ્ટોક માર્કેટમાં રોકાણકાર એવા રાકેશ ઝુનઝુનવાલાના નામે આજે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. ખાસ વાત એ છે કે, તેમની કારકિર્દીની શરૂઆત માત્ર 5,000 રૂપિયાથી થઈ હતી. 

આજે તેમની નેટવર્થ આશરે 40 હજાર કરોડ રૂપિયાની છે. આ કારણે જ ઝુનઝુનવાલાને ઈન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ તથા ભારતના વોરેન બફેટ કહેવામાં આવતા હતા. સામાન્ય રોકાણકારો જ્યારે શેર માર્કેટમાં નુકસાનીમાં હોય ત્યારે પણ ઝુનઝુનવાલા કમાણી કરી લેવામાં સફળ રહેતા હતા. 

– ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે, આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો

મુંબઈ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવાર

શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે. મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા તેમના મૃત્યુની પષ્ટિ કરવામાં આવી છે. તેમને 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ગઈકાલે ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ શેર માર્કેટના કિંગ, દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન

ભારતના વોરેન બફેટ તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા માત્ર શેર માર્કેટના જ કિંગ નહોતા પરંતુ તેમને બોલિવુડ સાથે પણ એક ખાસ કનેક્શન હતું. 

જાણો શું હતું એ કનેક્શન

રાકેશ ઝુનઝુનવાલાને શેર માર્કેટ ઉપરાંત ફિલ્મોનો પણ ખૂબ જ શોખ હતો. આ કારણે તેમણે બોલિવુડની અનેક ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. તેમણે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’, ‘શમિતાભ’ તથા ‘કી એન્ડ કા’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી હતી. 

રાકેશ ઝુનઝુનવાલાએ 2012માં આવેલી શ્રીદેવી સ્ટારર ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ને પ્રોડ્યુસ કરી હતી. તે ફિલ્મનું બજેટ આશરે 10 કરોડ રૂપિયાનું હતું. તે ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે, આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ‘શમિતાભ’ અને ‘કી એન્ડ કા’ને પણ પ્રોડ્યુસ કરી હતી. 

અમિતાભ બચ્ચન, ધનુષ તથા અક્ષરા હાસનની ફિલ્મ ‘શમિતાભ’ને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે કરીના કપૂર તથા અર્જુન કપૂરની ફિલ્મ ‘કી એન્ડ કા’એ થિયેટર્સમાં સારૂં એવું પ્રદર્શન આપ્યું હતું. તે ફિલ્મને આશરે 100 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મળ્યું હતું. 

August 9, 2022
srikant_tyagi.jpg
1min490

–  શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો

નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી (Grand Omaxe Society)માં મહિલા સાથે ગેરવર્તણૂક કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગી (Srikant Tyagi)ની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યાગી સાથે પોલીસે 3 લોકોની મેરઠથી ધરપકડ કરી છે. શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો. આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.  

મળતી માહિતી પ્રમાણે શ્રીકાંત ત્યાગી સતત પત્ની અને વકીલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેના કારણે જ પોલીસને તેના લોકેશનની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે મેરઠથી તેની ધરપકડ કરી છે. 

પોલીસે મંગળવારે તેની પત્નીને બીજી વખત કસ્ટડીમાં લીધી હતી. આ અગાઉ પોલીસે શુક્રવારે પણ ત્યાગીની પત્નીને કસ્ટડીમાં લઈ 24 કલાક સુધી પૂછપરછ કરી હતી. 

આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. આરોપીને શોધવા માટે નોઈડા પોલીસની 8 ટીમો 3 રાજ્યમાં તેને શોધી રહી હતી. સોમવારે સોસાયટીમાં તેમના મકાનમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આરોપીઓ પર દબાણ લાવવા માટે GST ટીમે ભાંગેલમાં તેની દુકાનો પર પણ દરોડા પાડ્યા હતા.

August 9, 2022
birmingham_common_wealth.jpg
2min580

– બેડમિંટનમાં ત્રણ ગોલ્ડ મેડલની સિદ્ધિ 

– ટેબલ ટેનિસમાં 40 વર્ષીય શરથ કમલે ગોલ્ડ જીત્યો : 2006થી 13 મેડલ જીતવાની સિદ્ધી : પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ઝળક્યા

બર્મિંગહામ : ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ એમ કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.

ભારતે આજે આખરી દિવસે બેડમિંટનમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુએ, પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેને અને મેન્સ ડબલ્સમાં રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ કમલે ૪૦ વર્ષની વયે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ મેલબોર્નમાં ૨૦૦૬માં તે બે ગોલ્ડ જીત્યો હતો. આ તેની પાંચમી કોમનવેલ્થ હતી અને તેણે કુલ ૧૩ મેડલ જીત્યા છે જે એક રેકોર્ડ છે. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં જ ભારતના સાથિયાને આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતનો આજે મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ૭-૦થી શરમજનક પરાજય થયો હતો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડયું હતું. તેવી જ રીતે મહિલા ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી. ગોલ્ડ મેડલ જીતવાની રીતે ભારતનો જો કે આ કોમનવેલ્થ દેખાવ શ્રેષ્ઠ નથી.  ૨૦૧૦માં ભારતે ૩૮, ૨૦૦૨માં ૩૦, ૨૦૧૮માં ૨૬, ૨૦૦૬માં ૨૨ અને હવે ૨૦૨૨માં પણ ૨૨ ગોલ્ડ મેડલ જીત્યા છે.

India At Commonwealth Games 2022 Medal Tally Live Updated: Indian Team Bag  Silver in Men's Hockey, India Finish Fourth on Medal Table | ???? LatestLY

મેડલ ટેબલ

દેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
ઓસ્ટ્રેલિયા૬૭૫૭૫૪૧૭૮
ઈંગ્લેન્ડ૫૭૬૬૫૩૧૭૬
કેનેડા૨૬૩૨૩૪૯૨
ભારત૨૨૧૬૨૩૬૧
ન્યુઝીલેન્ડ૨૦૧૨૧૭૪૯
સ્કોટલેન્ડ૧૩૧૧૨૭૫૧
નાઈજીરિયા૧૨૦૯૧૪૩૫
વેલ્સ૦૮૦૬૧૪૨૮
સા.આફ્રિકા૦૭૦૯૧૧૨૭
મલેશિયા૦૭૦૮૦૮૨૩
August 8, 2022
sandhu.jpg
1min592

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.

પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ 21-19, 21-17 થી પોતાના નામે કરી હતી.

August 8, 2022
khatushyam.jpg
1min524

રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગના કારણે 3 લોકોના મોત થઈ ગયા છે અને આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. આજે સવારે 5:00 વાગ્યાની આસપાસ મંદિરમાં માસિક મેળા દરમિયાન આ નાસભાગ મચી હતી. ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.

પોલીસને જણાવ્યા પ્રમાણે લગભગ સવારે 5:00 મંદિરના પ્રવેશ દ્વાર પર નાસભાગ મચી ગઈ હતી. ગેટ ખુલવાની રાહ જોતા મંદિરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. ગેટ ખોલતાની સાથે જ એક મહિલા બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જેના કારણે તેની પાછળ અન્ય લોકો પણ પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો અને બે ઘાયલ થયા હતા. સીકર પોલીસના એસપી કુંવર રાષ્ટ્રદીપે જણાવ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે.

આજે ચંદ્ર કેલેન્ડરનો 11મો દિવસ ખાટુ શ્યામજીના દર્શન માટે શુભ ગણાય છે. જેને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.

આ દુર્ઘટના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નાસભાગમાં ઘણા શ્રદ્ધાળુઓનું મૃત્યુ આઘાતજનક છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તમામ ભક્તોને સંયમ જાળવવા નમ્ર વિનંતી છે. તંત્રએ રાહત કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવી જોઈએ. ભક્તો પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં વહીવટીતંત્રને સહકાર આપે છે.

ખાટુ શ્યામજી મંદિર રાજસ્થાનના સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ મંદિરમાં આવે છે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને ત્યાં પૂજા કરવા માટે એક મોટો હોલ છે જેને જગમોહનના નામથી ઓળખવામાં આવે છે.