CIA ALERT

ઇન્ડીયા Archives - Page 170 of 217 - CIA Live

August 3, 2019
posts.jpg
1min7110

કેન્દ્રમાં મોદી સરકાર 2.0એ ઇન્ડિયન પોસ્ટને સ્મોલ ફાયનાન્સ બેન્કનું લાયસન્સ આપવાનો નિર્ણય કર્યો છે જેથી હવે પોસ્ટ (ટપાલ) ઓફિસ બેન્કોની જેમ જ લોન પણ આપતી થઇ જશે. આ નિર્ણયને પગલે ગ્રાહકોને નાની લોન મળી શકશે.

પોસ્ટ વિભાગ કઇ કઇ બેંકિંગ ફેસેલિટી આપશે

પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી)માં હવે તમામ બચત ખાતા, કરન્ટ એકાઉન્ટ ખોલી શકવા, ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ, બિલ ચૂકવણી અને રિચાર્જ, રેમિટેંસેજ એન્ડ ફંડ ટ્રાન્સફર, ડોરસ્ટેપ બેન્કિંગ,’ ડીઓપી પ્રોડક્ટ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા છે. પોસ્ટ ઓફિસ હવે’ બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ જેવી બેન્ક સેવાઓ આપી રહી છે.

આ ઉપરાંત આ પેમેન્ટ બેન્કમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એસએમએસ બેન્કિંગ, મિસ્ડ કોલ બેન્કિંગ, ફોન બેન્કિંગ અને ક્યૂઆર કોડથી બેન્કિંગની સુવિધા પણ મળી રહી છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ખુલ્યા બાદ પોસ્ટ ઓફિસે ઓનલાઈન બેન્કિંગની સુવિધા પણ શરૂ કરી છે. આઈપીપીબી ખાતાને પોસ્ટ ઓફિસના બચત ખાતાં સાથે જોડી શકાય છે. પરંતુ પેમેન્ટ બેન્ક પોસ્ટ ઓફિસ લોન આપી શકતી નથી. જોકે તે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા આરડી એકાઉન્ટના બદલામાં લોન આપી શકે છે. આ ઉપરાંત આઈપીપીબી સુકન્યા સમૃદ્ધિ ખાતું, પીપીએફ અને આરડી એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ચૂકવણી’ કે ફંડ ટ્રાન્સફરની સુવિધાઓ પણ આપે છે.

દેશમાં મોજૂદ સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતું, કરંટ ખાતું, એફડી, આરડી, લોન, મ્યુચ્યુઅલ ફંડ, વીમો જેવી સેવાઓ આપે છે. હાલમાં દેશમાં 10 સ્મોલ ફાયનાન્સ બેન્ક કાર્યરત છે.

August 3, 2019
spw1.jpg
1min4340
સ્પેનિશ નેવીના યુદ્ધ જહાજ મેન્ડેઝ નુનેજ ગોવામાં આવી પહોંચ્યું ત્યારે ભારતીય નેવી દ્વારા બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનિશ નેવીનું આ જહાજ ત્રણ દિવસની મુલાકાતે આવ્યું છે.
August 3, 2019
indian_politics.jpg
1min8830

રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે રાજસ્થાનના પ્રધાનોના વેતનમાં (સુધારિત) બિલ મૌખિક મતદાનથી પાસ થયું હતું. જેનો ભાજપે વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ પ્રધાનો તેમની મુદત પૂર્ણ થયાના બે માસ પછી પણ સરકારી બંગલો ખાલી કરશે નહીં તો રોજના રૂ. ૧૦,૦૦૦ની ચુકવણી કરવી પડશે. એવી બિલમાં જોગવાઈ છે. હાલ ભૂતપૂર્વ પ્રધાને રોજના રૂ. ૫૦૦૦ ચૂકવવા પડે છે. આ બિલ કાયદો બન્યા બાદ તેઓએ રૂ. ૩ લાખ ચૂકવવા પડશે.

સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે કહ્યું હતું કે નવા પ્રધાનોને સમયસર રહેઠાણ મળી રહે તે માટે આ બિલ લવાયું છે. ભૂતપૂર્વ પ્રધાનો નિર્ધારિત સમયગાળા બાદ સરકારી રહેઠાણ ખાલી કરતા નથી. કૉંગ્રેસ સરકાર ગત ડિસેમ્બરમાં સત્તામાં આવી હતી.

ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું હતું કે રોજની રૂ. ૧૦૦૦૦ની પેનલ્ટી ઘણી ઊંચી છે.

August 2, 2019
IndiGo_logo.png
1min8390

ભારતમાં ઇકોનોમી રેન્જની એરલાઈન્સ ગણાતી IndiGo એ પોતાની 13મી વર્ષગાંઠ એક મોટી ઓફર મુસાફરોને આપી છે. સેલ ઓફરમાં ઈન્ડિગોએ પોતાના ગ્રાહકોને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય વિમાનો પર ડિસ્કાઉન્ટ ઑફર ઘરેલૂ વિમાન માટે મિનિમમ ભાડું 999 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય વિમાન માટે મિનિમમ ટિકિટ 3499 રૂપિયા કર્યું છે. ઇન્ડિગોની આ ઓફર તેના નીચે દર્શિત પોસ્ટર પરથી વધુ જાણી શકાશે.

ઇન્ડીગોની 13મી વર્ષગાંઠે મુસાફરો માટે ખાસ પેકેજ

ઈન્ડિગોએ 999 અને 3,499 રૂપિયાવાળા ઑફર માટે બુકિંગ આજે 31 જૂલાઈથી શરૂ થઈ રહી છે, જે 4 ઑગસ્ટ 2019 સુધી ચાલશે.

ઈન્ડિગોએ આ ઑફર વિશે ટ્વીટ કરી જણાવ્યું કે આ ઑફર 15 ઑગસ્ટ 2019થી 28 માર્ચ 2020ની વચ્ચે પ્રવાસીઓ માટે વેલિડ રહેશે.

ઈન્ડિગોએ જણાવ્યું કે આ ઑફરથી ઘરેલૂ વિમાનની બુકિંગ દરમિયાન બેન્ક ઑફ બરોડાના ડેબિટ કાર્ડનો યૂઝ કરવા પર કેશબેક ઑફર પણ ઉપલબ્ધ છે.


August 2, 2019
indian-economy.jpg
1min7020

દેશમાં એક તરફ પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાનું સપનું જોવાય રહ્યું છે પરંતુ, ગ્રાઉન્ડ રિયાલીટી કંઇક અલગ જ બયાં કરી રહી છે. વિશ્વની પાંચમાં નંબરની મોટી અર્થ વ્યવસ્થાનો તાજ ધરાવતા ભારતે પાંચમા નંબરને ગુમાવીને 7માં નંબર પર સરકી જવુ પડ્યું છે. બ્રિટન પાંચમા અને ફ્રાન્સ છઠ્ઠા નંબરની મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભરી આવ્યા છે, ભારતે તેનો ક્રમ ગુમાવવો પડ્યો છે. આ આંકડા વર્લ્ડ બેંકે જાહેર કરતા મોદી સરકારના પગતળેથી જમીન સરકી જવા પામી છે.

વર્લ્ડબેંકે જાહેર કરેલ આંકડા અનુસાર ભારતે વિશ્વની પાંચમાં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સ્થાન ગુમાવી દીધું છે.

આ અગાઉ વર્ષ 2017માં ભારત બ્રિટન અને ફ્રાન્સ બંને દેશોને પછાડીને પાંચમા નંબરે હતું. આંકડાઓ અનુસાર જોવા જઈએ તો વર્ષ 2017માં ભારતની અર્થવ્યસ્થા 2,65,000 કરોડ ડોલરની હતી ત્યારબાદ યુનાઇટેડ કિંગ્ડમ અને ફ્રાન્સ અનુક્રમે 2,64,000 કરોડ ડોલર અને 2,59,000 કરોડ ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતાં હતા.

2018માં ફ્રાન્સની ઇકોનોમી 2.78 ટ્રિલીયન ડોલર અને યુકેની 2.82 ટ્રિલીયન ડોલર રહી છે. તેની સામે ભારતની અર્થવ્યવસ્થા 2.73 ટ્રિલીયન ડોલર રહી હતી. 2018માં ભારતે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સ્થાન મેળવ્યું હતુ. આ પહેલાના ડેટામાં ભારત 2017માં છઠ્ઠા ક્રમાંકની અર્થવ્યવસ્થા હતી અને ત્યારે ફ્રાન્સને સાતમું સ્થાન મળ્યું હતું. જોકે ત્યારબાદ ભારત બ્રિટનને પછાડીને પાંચમા સ્થાને પહોંચ્યું હતું. જાણકારોનું કહેવું છે કે 2017માં રૂપિયો 3 ટકા વધ્યો હતો જે 2018માં 5 ટકા ઘટ્યો. તેના લીધે ભારતની અર્થવ્યવસ્થા ડોલર ટર્મ્સમાં ધીમી ગતિએ વધી હતી.

August 2, 2019
mani_ais.jpeg
1min7950

પૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચને તેના તમામ પાત્રથી દર્શકોના દિલ જીત્યા છે. ઐશ્વર્યા રાય હવે તેના પ્રિય દિગ્દર્શક મણિરત્નમની નવી ફિલ્મમાં નેગેટિવ રોલ કરવા માટે તૈયાર થઇ છે.’ આ ફિલ્મ તમિળ ભાષાની હશે અને હિન્દીમાં પણ ડબિંગ કરી રીલિઝ થશે. ફિલ્મનું નામ પોનીયમ સેલવન છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાનું પાત્ર કયા પ્રકારનું નેગેટિવ હશે તે બહાર આવ્યું નથી. કદાચ રાજકીય નકારાત્મક પાત્ર હોય શકે છે. એવા પણ રિપોર્ટ છે કે ઐશ્વર્યા રાય બચ્ચની હવે પછીની હિન્દી ફિલ્મ સંજય લીલા ભણશાલીની હશે. તે બન્નેની તાજેતરમાં ચેન્નાઇમાં મુલાકાત થઇ હતી.

August 2, 2019
un_logo.jpg
1min5100

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮મી સપ્ટેમ્બરે સવારે વાર્ષિક યુએન જનરલ ઍસેમ્બ્લી (યુએનજીએ)ના સત્રને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રોના આ ૭૪મા સત્રને સંબોધન કરનારા વિશ્ર્વના જે નેતાઓની કામચલાઉ યાદી તૈયાર કરવામાં આવી છે એમાં મોદીનું પણ નામ છે.

સંયુક્ત રાષ્ટ્રોની આ મહાસભાના ટાંણે મોદી કેટલીક અન્ય ઉચ્ચ-સ્તરિય શિખર મંત્રણામાં પણ હાજરી આપશે એવી ધારણા છે. એટલું જ નહીં, ન્યૂ યૉર્કની મુલાકાત દરમિયાન તેઓ અમુક દ્વિપક્ષી તેમ જ બહુરાષ્ટ્રીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે.

મોદી ૨૦૧૪ની સાલમાં વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે યુએનજીએ ખાતે પહેલી વાર સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બરનું તેમનું સંબોધન વડા પ્રધાન તરીકેની બીજી મુદત શરૂ કર્યા પછીનું પ્રથમ કહેવાશે. મોદી યુએનજીએના સત્ર માટે ન્યૂ યૉર્ક આવશે એ પહેલાં બાવીસમી સપ્ટેમ્બરે હ્યુસ્ટન ખાતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધન કરશે. યુએનજીએના વક્તાઓમાં વિશ્ર્વના કુલ ૧૧૨ નેતાઓના નામનો સમાવેશ છે. એમાંથી ૪૮ રાષ્ટ્ર-વડા તથા ૩૦ વિદેશ પ્રધાન સામેલ છે.

August 2, 2019
unnav.jpg
1min5390

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉન્નાવ બળાત્કાર સંબંધિત તમામ કેસ દિલ્હીની સીબીઆઈ કોર્ટમાં હાથ ધરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બની શકે તો સાત દિવસમાં અને વધુમાં વધુ ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે “ટ્રાન્સફર પિટિશનમાં (પીડિતાના પરિવારની) રજૂ કરવામાં આવેલા કારણ ધ્યાનમાં લેતા અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને લખેલા પત્રને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશની સીબીઆઈ કોર્ટમાંના બધા કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો અમે આદેશ આપીએ છીએ.

પીડિતાને વચગાળાની રાહત તરીકે ૨૫ લાખ રૂપિયા ચૂકવવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. બળાત્કારના કેસ સહિતના તમામ કેસ સીબીઆઈ કોર્ટના જજને રોજિંદા ધોરણે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ટ્રાયલને ૪૫ દિવસમાં પૂરી કરવાનો પણ ઓર્ડર આપવામાં 

આવ્યો હતો. પીડિતા અને તેના પરિવારને સીઆરપીએફ દ્વારા સુરક્ષા પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સીબીઆઈને તપાસનું સ્ટેટસ જણાવવામાં કહેવામાં આવ્યું હતું. સીબીઆઈ એ એક દિવસનો સમય માગ્યો હતો પણ મુખ્ય ન્યાયાધીશે અન્ય અધિકારીને મોકલવા કહ્યું હતું. સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સંપત મીણા ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા અને રાયબરેલી અકસ્માત કેસ તથા કુલદીપ સેન્ગર સામેના એફઆઈઆર સંબંધમાં કરાયેલી તપાસની વિગત આપી હતી. 

August 1, 2019
sensex_down.jpg
1min5770

ભારતના શેરબજારો નવા નવા તળિયા રોજ શોધી રહ્યા છે અને રોકાણકારોના કરોડો રૂપિયા રોજેરોજ ધોવાય રહ્યા છે. આજે તા.1લી ઓગસ્ટ 2019ના દિવસે બપોરે સાડાબાર વાગ્યે સેન્સેક્સ 475 અંક અને નિફ્ટ 110 અંક ડાઉન જોવાયા હતા.

ભારતીય શેરજારમાં બીએસઈનો સેન્સેક્સ 468 અંક ઘટ્યો છે. જે 37, 103ના સ્તર પર પહોંચ્યો છે. જ્યારે એનએસઈના સૂચકાંક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે 106.60 અંક ડાઉન છે અને તે 10, 978.80 પર પહોંચ્યો છે. એનએસઈના નિફ્ટીમાં સામેલ 50માંથી 42 કંપનીઓ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. માત્ર 8 જ શેર લીલા નિશાનમાં છે. જ્યારે બીએસઈના 30માંથી 27 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

BSE સેન્સેક્સમાં સામેલ જે શેરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં વેદાંતા, ટાટા મોટર્સ, યસ બેન્ક, ઈન્ફોસિસ, એલ એન્ડ ટી સામેલ છે. નિફ્ટીમાં સામેલ 50 શેરોમાંથી સૌથી વધુ ઘટાડો ઝીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ અને હિંડાલ્કો સામેલ છે.

ભારતીય શેર બજારમાં ભલે આજે ભારે ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ કેટલાક શેર્સ એવા પણ છે જે વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જેમાં ભારતી ઈન્ફ્રાટેલ, પાવરગ્રિડ, વિપ્રો, બજાજ ફિન્સર્વ અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે.

August 1, 2019
New-Traffic-Rules-Fine-Challan-Tariff.jpg
1min10610
  • હેલ્મેટ વિના વાહન ચલાવવામા 100 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ થશે
  • લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાયા તો 5000 રૂપિયા, જે દંડ અત્યારસુધી 500 રૂપિયા હતો
  • મોબાઈલ ઉપર વાત કરતા પકડાવાથી 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે વધીને 5000 રૂપિયા થયો છે
  • દારૂ પીને વાહન ચલાવવાનાં ગુનામાં હવે 2 હજારને બદલે 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
  • સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા પકડાય તો 100નાં સ્થાને હવે 1000 રૂપિયાનો દંડ.
  • ટિકિટ વિના સરકારી બસોમાં મુસાફરી કરતાં કોઈ પકડાશે તો હવે 200નાં સ્થાને પ00 રૂપિયાનો દંડ લાગશે.
  • સગીર વાહન ચલાવતા પકડાય તો તેનાં વાલી અથવા તો વાહનનાં માલિકને દોષિત માનવામાં આવશે અને તેમાં 2પ હજારનાં દંડથી લઈને 3 વર્ષની કેદની સજા પણ થઈ શકશે.
  • અતિ ઝડપે વાહન હંકારવામાં હવે 100 રૂપિયાનાં બદલે 2000 રૂપિયાનો દંડ લાગશે.
  • ઓવરલોડિંગમાં અત્યાર સુધી 2000 રૂપિયા અને પ્રતિ ટન 1000 રૂપિયાનો દંડ લાગતો હતો જે હવે અનુક્રમે 20 હજાર અને 2000 રૂપિયા થશે.
  • એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધવામાં 10 હજાર રૂપિયાનો દંડ થશે.
  • ટ્રાફિક વિભાગનાં આદેશનાં ઉલ્લંઘનમાં 2000 રૂપિયાનો દંડ લાગુ થશે.
  • ઈન્શ્યોરન્સ વિના વાહન ચલાવવામાં 1000ને સ્થાને હવે 2000 રૂપિયાનો દંડ.
  • હિટ એન્ડ રનમાં બે લાખ રૂપિયાથી વધુ સહાય મૃતકનાં પરિજનને મળશે.
  • ઓટો કંપનીઓ એન્જીનનાં માપદંડમાં કસૂર કરે તો પ00 કરોડ રૂપિયા સુધીનો દંડ
  • રજિસ્ટ્રેશન કરાવવા માટે વાહનને આરટીઓ લઈ જવું નહીં પડે, ઓનલાઈન પ્રક્રિયા થશે
  • લાયસન્સ વિના અનઅધિકૃત વાહન ચલાવવા બદલ 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે 5000 રૂપિયા થયો છે,
  • લાયસન્સ વગર ઓવરસાઈઝ વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા દંડની જોગવાઈ

ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર

મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.