ઇન્ડીયા Archives - Page 112 of 217 - CIA Live

June 24, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5900

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.24મી જુન 2020ને બુધવારે ભારતના દિલ્હી શહેરમાં ડિઝલનો ભાવ પેટ્રોલના ભાવથી પણ ઉંચે ચઢ્યો. સવારે 11 વાગ્યે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટરના રૂ.79,76ના દરે વેચાઇ રહ્યું હતું જ્યારે ડિઝલનો ભાવ પહેલી વાર ભારતમાં પેટ્રોલના ભાવ કરતા વધુ દરે એટલે કે રૂ.79.88ના દરે વેચાઇ રહ્યું હતું.

તા.24 જુને દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટરના રૂ.79.76 જ્યારે ડિઝલ પ્રતિ લિટર રૂ.79.88એ વેચાય રહ્યું હતું

ભારતમાં સતત 18મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે તા.24મીએ ઐતિહાસિક રીતે ડિઝલનો ભાવ પેટ્રોલ કરતા વધ્યો ત્યારે પેટ્રોલિયમ એક્સપર્ટસનું કહેવું છેકે વિશ્વના 85 ટકા દેશોમાં પેટ્રોલના દરો ડિઝલના દર કરતા ઓછા છે, ભારત હવે વૈશ્વિક હરોળમાં આવ્યું છે. અત્યાર સુધી ભારતમાં ડિઝલને સસ્તું ઇંધણ માનવામાં આવતું હતું કેમકે તેના રેટ પેટ્રોલથી ખાસ્સા નીચા હતા. પણ હવે ચિત્ર બદલાયું છે અને જાણકારો કહે છેકે હવે ભારતમાં પેટ્રોલના ભાવ ડિઝલની સરખામણીએ ભવિષ્યમાં પણ નીચા જ રહેશે.

દરમિયાન સતત 18માં દિવસે પેટ્રોલ ડિઝલના દરમાં વધારાની સીધી અસર ભારતમાં ચીજવસ્તુઓના ફુગાવા પર પડી રહી છે. આગામી દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાની સીધી અસર મોંઘવારી પર જોવા મળશે.

ભારતમાં ડિઝલ સસ્તુ ઇંધણ હતું એટલે મોટરકાર વપરાશકર્તાઓમાં ડિઝલ કાર ખરીદવાનું ચલણ હતું હવે સિનારીયો બદલાશે

ભારતમાં અત્યાર સુધી ડિઝલને સસ્તું ઇંધણ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ, હવે વૈશ્વિક કક્ષાની જેમ ભારતમાં પેટ્રોલ સસ્તુ અને ડિઝલ તેની સરખામણીમાં મોંઘુ થઇ રહ્યું હોઇ, હવે મોટરકાર વસાવવાનો ટ્રેન્ડ બદલાશે. અત્યાર સુધી લોકો પેટ્રોલ કારથી દૂર રહેતા હતા એટલે ડિઝલ કારની સરખામણીમાં પેટ્રોલ કારોના ભાવ ઓછા હતા. ડિઝલ કાર મોંઘી મળતી હતી પરંતુ, હવે જાણકારો કહે છે કે પરિસ્થિતિ બદલાશે અને ડિઝલ કાર લેનારા હવે પેટ્રોલ કાર તરફ વળશે.

ડિઝલના ભાવ વધારાને લઇને ટ્વીટર પર પણ જબરદસ્ત ટ્રેન્ડ શરૂ થયો છે

June 22, 2020
rath2.jpg
1min4600

ઓરીસ્સાના જગન્નાથ પુરીમાં તા.23મી જુન 2020ને મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રાને ચોક્કસ શરતોને આધીન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. અગાઉ વિતેલા સપ્તાહે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં ભારતમાં કરોડોની આસ્થાનું પ્રતિક સમી જગન્નાથપૂરીની રથયાત્રા પર સ્ટે મૂક્યો હતો.

પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં 3 જજોની બેન્ચે સોમવારે રથયાત્રા નીકાળવાની મંજૂરી આપી છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનું સમર્થન કર્યું હતું.

સર્વોચ્ચ કોર્ટે હવે કહ્યું છે કે હવે આ જગન્નાથ ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટ અને ઓડિશા સરકારની જવાબદારી છે કે તેઓ ભક્તોની ભીડ એકઠી થયા વગર કેવી રીતે રથયાત્રાનું આયોજન કરે છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તેઓ રથયાત્રા મામલે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે.

અગાઉ કેન્દ્રએ સુપ્રીમને કહ્યું હતું કે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરીમાં રથયાત્રાને ભક્તોની હાજરી વગર મંજૂરી આપવી જોઈએ અને કહ્યું હતું કે સદીઓ જૂની આ પરંપરાને રોકવી જોઈએ નહીં. ઓડિશા સરકારે પણ કેન્દ્રની વાતનું સમર્થન કર્યું હતું.

June 22, 2020
coronaupdate.jpg
1min5210

ભારતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો 15,372 કેસના રૂપે તા.21મી જુનને રવિવારના રોજ નોંધાયો છે.

ભારતમાં હવે કોરોના પોઝીટીવ હોય એવા કુલ દર્દીઓની સંખ્યા 4,26,397 પર પહોંચી ચૂકી છે. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 400ને પાર કરી ગયો છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીના ગણતરીમાં લેવાના રહી ગયેલા કોરોના વાયરસના 2003 મૃત્યુના કેસ સામે આવ્યા હતા તે પછીનો આ 423નો મોટો આંકડો રવિવારે નોંધાયો છે. દેશમાં વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 13,695 થઈ ગયો છે.

પોઝિટિવ કેસ અને ડેથ કેસ બન્નેમાં મહારાષ્ટ્ર આગળ છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસ 3,870 નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 1,32,075 થયો છે, અને 186ના મોત થયા છે, જ્યારે 186ના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો 6,000ને પાર કરીને 6,170 થયો છે. મુંબઈમાં વધુ 1,159 પોઝિટિવ કેસ સાથે 110નાં મોત થયા છે.

દિલ્હીમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક બન્નેમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે 3630 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે 3000 પોઝિટિવ કેસ નોંધાયા, શનિવારે 77નાં મોત નોંધાયા હતા જ્યારે રવિવારે 63નાં મોત નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકોડ 59,746 થયો છે, જ્યારે 2,175નાં મોત નોંધાયા છે.

ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. આ સાથે જ રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 580 કેસ સાથે કુલ 27,317 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.



June 22, 2020
petrol-diesel-1.jpg
1min4570

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.

કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.

June 19, 2020
ril-1280x721.jpg
1min5260

ભારતના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કંપનીએ સમયથી પહેલા પોતાનું લક્ષ્ય પૂરું કરી લીધું છે. કંપની પર હવે તેની નેટ સંપત્તિ ઉપર કોઈ દેવું નથી. કંપનીએ 31 માર્ચ, 2021 સુધી તમામ દેવામાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું. 

શુક્રવારે સવારે મુકેશ અંબાણી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં શેરહોલ્ડર્સને માર્ચ 2021 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવા મુક્ત કરવાનું વચન આપ્યું હતું જે મેં સમયથી પહેલા પૂર્ણ કર્યું છે. 

કંપનીએ જણાવ્યું છે કે, કંપનીએ જે રાઈટ્સ ઈશ્યુ અને જિયોમાં હિસ્સેદારી વેચીને સંપૂર્ણ રકમ ખૂબ જ ઓછા સમયમાં ભેગી કરી છે આવું દુનિયાભરમાં અત્યાર સુધી થયું નથી. ગ્રૂપે જણાવ્યું છે કે, એવું દેશના કોર્પોરેટ ઈતિહાસમાં ક્યારેય થયું નથી અને આ એટલા માટે ખાસ છે કેમકે કંપનીએ આ કોરોના મહમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની વચ્ચે હાંસલ કર્યું છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22 એપ્રિલથી શરૂ કરીને નવ અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મને લઈને 11 ડિલ કરી હતી જેમાં કંપનીએ 24.70 ટકા હિસ્સેદારી વેચીને 1,15,693.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. 

June 18, 2020
mumbai-rains-3.jpg
1min5200

મુંબઇ શહેર, થાણે અને નવી મુંબઇમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો અને સાથે પવન પણ ફૂંકાયો અને વીજળી પણ થઇ હતી. જો કે ચોમાસું લગભગ આખા મહારાષ્ટ્ર અને મુંબઇ પર ફરી વળ્યું છે અને આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદ દેખાઇ રહ્યો છે.

Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

IMDએ કરેલી આગાહી અનુસાર આગામી 24 કલાક વાતાવરણ વાદળીયું રહેશે અને હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન ખાતાની સાન્તાક્રુઝ ઓબ્ઝર્વેટરી દ્વારા જણાવ્યા અનુસાર 32.6 ડિગ્રી  સેલ્સિયસ મહત્તમ તાપમાન અને 27 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહેશે. કોલાબા ઓબ્ઝર્વેટરી દ્વારા નોંધાયેલા મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ છે તથા 26.8 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન રહ્યું છે.

ગુરૂવારે પડેલો ધોધમાર વરસાદ એ શહેર અને આસપાસનાં વિસ્તારો માટે રાહત આપનારો રહ્યો છે. મુંબઇ અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેમ વેધર એજન્સી સ્કાયમેટે કહ્યું છે.

June 18, 2020
rath2.jpg
1min5380

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખીને આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની પૂરી ખાતે યોજાતી રથયાત્રા પર પ્રતિબંધ મૂકવા સંદર્ભનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં CJI શરદ અરવિંદ બોબડેએ આ પ્રતિબંધ લાદતા ટાંક્યું હતું કે આ વર્ષે રથયાત્રાને મંજુરી આપવામાં આવશે તો ભગવાન અમને ક્યારેય માફ નહી કરે. મહામારીના સમયમાં એવા આયોજન ન થવા જઈએ જેનાથી લોકોના આરોગ્યને ખૂબ મોટાપાયે નુકસાન પહોંચવાની શક્યતા હોય. આ વખતે 23 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિરથી આ રથયાત્રા નીકળવાની હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર બનશે જ્યારે જગતના નાથ નગરચર્યાએ નહી નીકળે.

અમદાવાદની યાત્રા પર ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક રીટ

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા સામે PIL થઈ છે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે. પુરી સિવાય બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળે છે. રાજ્ય સરકારે રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો. જોકે, મંદિરના સંચાલકોનું કહેવું છે કે સરકાર પરવાનગી આપશે તો રથયાત્રા નીકળશે. જોકે, આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે PIL કરાઈ છે.

June 18, 2020
1min4690

સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશો બુધવારે સુરક્ષા પરિષદમાં પાંચ અસ્થાયી સભ્યો માટે મતદાન કરશે. ખાસ બાબત એ છે કે, એશિયાઇ પ્રશાંત સમૂહના સર્વસંમત સમર્થનથી ભારતની જીત થઇ છે. આજે તા.18મી જુનના રોજ ભારતને સુરક્ષા પરિષદની અસ્થાયી મેમ્બરશીપ આપવામાં આવી છે.

મતદાન બુધવારે ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે (ન્યૂયોર્ક સમયાનુસાર સવારે 9 કલાકે) શરુ થયું હતું. ભારત આતંકવાદ વિરુદ્ધ લડવા અને બહુપક્ષવાદ તથા સમાનતા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે પ્રતિબદ્ધતા સાથે ચૂંટણી અભિયાન ચલાવી રહ્યુ છે. પોતાના અભિયાન દસ્તાવેજમાં ભારતે 5-એસ દ્રષ્ટિકોણઃ સન્માન, સંવાદ, શાંતિ અને સમૃદ્ધિને રજૂ કર્યા છે. 

સભ્ય તરીકે ચૂંટાયા પછી ભારત પહેલી જાન્યુઆરીથી સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થાનો બે વર્ષનો કાર્યકાળ શરુ કરશે, જેમાં બે અસ્થાયી એશિયાઇ સભ્યોમાંથી એક વિયતનામ સામેલ હશે. વિયતનામ, ઇન્ડોનેશિયાનુ સ્થાન લેશે. ભારત માટે ચૂંટણી પ્રક્રિયા એવા સમયે થઇ રહી છે જ્યારે ભારત પરિષદના વીટો અધિકાર પ્રાપ્ત સ્થાયી સભ્ય ચીન સાથે સંઘર્ષમાં છે, ચીન આ પરિષદમાં પાકિસ્તાનના રક્ષક તરીકે સાબિત થયુ છે.

ભારતે અહીં સીરિયાઇ ગૃહ યુદ્ધ, રશિયા સાથે યૂક્રેનનો વિવાદ, અમેરિકાનો ઇરાન માટે વલણ અને યમનના યુદ્ધ જેવા મુદ્દાઓ સામે લડવાનુ રહેશે, પરંતુ સકારાત્મક બાબત એ રહેશે કે ચીન પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવે છે તો એ સમયે ભારત હાજર રહેશે. આ આઠમી વખત થઇ રહ્યુ છે જ્યાં ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યું છે. 

June 18, 2020
election_voting.jpg
1min4730

રાજ્યમાં આવતીકાલે 19 June 2020 રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ અગત્યની એવી આ ચૂંટણીને લઇને ભારતના બે મોટા રાજકીય પક્ષો અને પ્રતિસ્પર્ધી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના સભ્યો અને મતદારોને કેવી રીતે વોટિંગ કરવું એ અંગે ગંભીરતાથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. બન્ને પક્ષો ભૂતકાળમાં પોતાના જ સભ્યોએ કરેલી ભૂલોને કારણે મત ગુમાવી ચૂક્યા છે.

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો 2017ની જેમ ક્રોસ વોટિંગ કરી શકે છે. જ્યારે ભાજપ માટે ચિંતાનું કારણ પોતાના ધારાસભ્યો 2017ની જેમ વોટિંગ દરમિયાન કોઈ ભૂલ કરી બેસશે તો તેમનો મત ગેરકાયદે ઠરશે.

મહત્વનું છે કે 2017માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી પાર્ટીના મેન્ડેટને નકારી દીધો હતો અને ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના એક ધારાસભ્યે મતદાન સમયે પાળવામાં આવતા નિયમોમાં ભૂલ કરવાથી તેમનો મત ગેરકાયદે કરવામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ખૂબ જ પાતળી સરસાઈથી વિજેતા બન્યા હતા.

June 18, 2020
petrol-diesel-1.jpg
1min4730

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૧મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૫૩ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૪.૧૫ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૭ પૈસા વધીને રૂ. ૭૪.૩૨ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૫૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૭.૨૮ થયા હતા અને ડીઝલના ભાવ ૪૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૫.૧૯ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવ વધારો થાય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે.