CIA ALERT

ગુજરાત Archives - Page 41 of 158 - CIA Live

May 8, 2021
vaccine-1.jpg
1min424

રસીકરણની ઝડપ વધતી નથી કારણ કે રસીનો પુરતો પુરવઠો મળતો નથી અને હવે રાજ્યો પર રસી ખરીદવાની જવાબદારી નાખવામાં આવી છે. ગુજરાતે અઢી કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે એ ક્યારે મળશે એ નક્કી નથી. સીરમ દ્વારા જુલાઇ સુધી રસીની ખેંચ રહ્યાનો નિર્દેશ અપાયો છે અને હવે ખાનગી હોસ્પિટલમાં રસીકરણ બંધ થયું છે. આ કારણે જે લોકો પૈસા લઇ રસી લેવા માગે છે પણ એ રસ્તો બંધ થયો છે.

સરકારે ખાનગી હોસ્પિટલને તેની રીતે ખરીદી કરવા કહ્યું છે. રૂ.500 ભાવ નક્કી થયો છે, અત્યાર સુધી સરકાર જ ખાનગી હોસ્પિટલોને ડોઝ’ આપતા હતા. રૂ.150 ભાવ અને રૂ.100 સર્વિસ ચાર્જ લેવાતો હતો. આ ભાવ પણ સરકારે જ નક્કી કરી આપ્યો હતો.

હવે સમસ્યા એ’ છે કે, સરકાર-કોર્પોરેશન દ્વારા પુરવઠો’ અપાતો નથી એટલે ખાનગી હોસ્પિટલના રસી કેન્દ્રો બંધ થયા છે, રાજકોટમાં મનપા હસ્તક 21 આરોગ્ય કેન્દ્ર અને 50 જેટલી શાળાઓમાં રસી વિનામૂલ્યે અપાય છે પણ ત્યાંય પુરવઠાની સમસ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તા.1લી મેથી’ રસીકરણ બંધ છે.

ખાનગી હોસ્પિટલ કંપની પાસેથી રસી ખરીદી શકે છે પણ રસી ઉત્પાદક કંપની પહેલાં સરકારને રસી પુરી પાડે એ સ્વાભવિક છે એમાંય સમસ્યા છે. સીરમના’ અદાર પુનાવાલાને કેટલાંક રાજ્યો અને મોટા માણસોના દબાણના ફોન આવ્યા. આ સ્થિતિમાં ખાનગી હોસ્પિટલ ધારે તો ય એને પુરવઠો મળે ખરો ? એ પ્રશ્ન છે. હોસ્પિટલના મોટા જૂથ માટે એ શક્ય બને. એકાદ જુથે ઓર્ડર આપ્યો પણ છે, પણ નાની હોસ્પિટલ માટે રસીકરણ મુશ્કેલ બની ગયું છે.

May 7, 2021
guj_corona.jpg
1min397
Image

ગુજરાતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે RT-PCR રિપોર્ટની જરૂર નહીં રહે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ થવા માટે RT-PCR ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ ફરજિયાત હતો, પરંતુ આ નિર્ણયથી કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારને વધુ રાહત મળશે.

કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની સરકારની નવી પોલીસી મુજબ 108 કે ખાનગી વાહનો એમ ગમે તે વાહનમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. ઉપરાંત હવેથી RT-PCR રિપોર્ટ વિના પણ કોઈ દર્દીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તો તેને પણ દાખલ કરીને સારવાર આપવામાં આવશે. મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

May 7, 2021
bad_weather.jpg
1min478

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ૭મી મેથી ૧૪મી મે વચ્ચે કચ્છના ભાગો તેમ જ રાજસ્થાનના ભાગોમાં ધૂળકટ થશે એમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
૭મી મેથી ૧૪મી મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમ જ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી જોર પકડશે. એમાં ઓડિશાના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવાં વાદળો આવશે.

May 6, 2021
CIA_Live_Logo_New2.jpg
1min545

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 એસ.એસ.સી.માં ચાલુ વર્ષે કોરોનાની ઉદભવેલી પરિસ્થિતિને જોતા આ ધોરણમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું જોઇએ, આ માટે ગુજરાત સરકાર તૈયાર ન હોઇ, ઓલ ગુજરાત વાલીમંડળ નામની સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પીટીશન ફાઇલ કરી છે.

ધો.10 અને ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ અંગે ગુજરાત સરકારે આગામી તા.15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુન: સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા તા.5મી મે 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરવામાં આવી છે. ધો.10માં માસ પ્રમોશન આપવા બાબતે પીઆઈએલ કરાઈ છે.

કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધો.10 બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં બાળકોના માથા પર સંકટ વધુ છે. અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.

May 6, 2021
gujarat_highcourt.jpg
1min379

કોરોના અંગે હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટોમાં આજે વચગાળાની સૂનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિવ ભાર્ગવ ડી. કારિયાએ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણથી લોકો પીડાઇ રહયા છે તેનાથી વધારે ન મળતી મેડિકલ સુવિધાઓથી લોકો પરેશાન છે.

રાજ્યમાં સંક્રમણથી બચવા અનેક વિસ્તારો અને જિલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લાગું કર્યુ છે. દેશના અનેક રાજ્યોમાં સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન લગાવાયેલું છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા સરકારે રાજ્યના 36 જિલ્લાઓમાં માત્ર નાઇટ કફર્યૂ જેવા નિયંત્રણો મુક્યા છે! આ નિયંત્રણો પર ગુજરાત હાઇકોર્ટે સરકારને લપડાક મારતા કહ્યુ છે કે સરકારે રાજ્યમાં જે રાત્રી કફર્યૂ લગાવ્યો છે તે પગલાં કોરોના સંક્રમણ રોકવા માટે પુરતા નથી.

ખંડપીઠે કહ્યું હતું કે સરકાર એફ તરફ એવુ કહી રહી છે કે ટેસ્ટિંગની સુવિધાઓ વધારવામાં આવી છે પરંતુ 23મી એપ્રિલથી બીજી મે દરમિયાન ટેસ્ટિંગની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. જેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ત્યારે ટેસ્ટિંગ માટે કોઇને ના કહેવામાં આવતી નથી. જો કોઇ ટેસ્ટિંગ માટે આગળ ન આવતું હોય તો અમે તેમને ટેસ્ટિંગ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે જો કોઇ સત્તાધિશો લોકોને ટેસ્ટિંગની ના કહેતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રેમડેસિવિરની વહેંચણીની પોલિસી વિશે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ગત દિવસોમાં રાજ્ય સરકારને મળેલા રેમડેસિવિરમાંથી 25.44 અમદાવાદ જિલ્લાને અને બાકીના 74.56 રેમડેસિવિર અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા હતા. જેથી ખંડપીઠે ટકોર કરી હતી કે અમે સમગ્ર રાજ્યની વાત કરી રહ્યા છીએ અને અમદાવાદ એ રાજ્યનો એક હિસ્સો છે.

અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર, સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન છે સૌથી વધુ વસતિ પણ અહીં છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં રેમડેસિવિરના વિતરણની શું પોલિસી છે તેની વધુ માહિતી જરુરી છે. અમને પ્રતિભાવો મળી રહ્યા છે કે અન્ય જિલ્લાઓમાં માગણી પ્રમાણે રેમડેસિવિર મળી રહ્યા નથી અને ખૂબ ઓછો જથ્થો આપવામાં આવે છે. કોર્ટે સરકારને’ જિલ્લાવાર ચાર્ટ સ્વરુપે એવી વિગતો આપવાનો આદેશ કર્યો છે જેમાં દરેક જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી રેમડેસિવિર વાયલની માગણી અને તેની સામે પૂરાં પાડવામાં આવેલાં વાયલની માહિતી હોય.

May 5, 2021
guj_corona.jpg
1min521

રાજ્યના અમદાવાદ સહિતનાં ૨૯ શહેરોમાં કરફ્યૂની મર્યાદા પૂર્ણ થઇ રહી છે. રાજ્યના વધુ સાત શહેરો એવા ડીસા, અંકલેશ્ર્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કરફ્યૂ લાદ્યો છે. આમ ૩૬ શહેરોમાં ૬થી ૧૨ મે સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ ઉપરાંત આ તમામ નગરોમાં દિવસે પણ મિનિ લૉકડાઉન જેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાના વાઈરસના સંક્રમણની સ્થિતિની ઉચ્ચ અધિકારીઓ અને સિનિયર પ્રધાનોની ઉપસ્થિતિમાં સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ ૯ શહેરમાં રાત્રિ કરફ્યૂ અમલી બનાવ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ, ગુજરાતનાં કુલ ૨૯ શહેરમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધીનો આ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૬ મે-ર૦ર૧ થી તા. ૧ર મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. કોવિડ ૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ,

પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઑક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હૉટેલ / રેસ્ટારન્ટની ટેક અવે આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બૅંક, ફાઇનાન્સ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બૅંકોના ક્લિયરિંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ર્ચિત કરવાની રહેશે.

May 3, 2021
guj_corona.jpg
1min426

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,978 કેસો નોંધાયા છે અને સામે 11,146 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,27,009 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 25,57,405 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,24,31,368 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 74.05 ટકા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 153 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 440276 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસો 146818 છે જેમાં 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 146096 દર્દીઓ સ્ટેબલ છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4683, સુરતમાં 1494, મહેસાણામાં 565, વડોદરામાં 523, ભાવનગરમાં 436, રાજકોટમાં 401, જામનગરમાં 398 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો બનાસકાંઠામાં 226, ખેડામાં 174, પાટણમાં 173, કચ્છમાં 169, મહીસાગરમાં 169, આણંદમાં 161, ગાંધીનગરમાં 153, જુનાગઢમાં 146, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109, ગીર સોમનાથમાં 104, છોટા ઉદેપુર અને નવસારીમાં 97, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 નવા કેસો નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા કેસોની સ્થિતિ આ મુજબ છે.

May 3, 2021
GSPC.jpg
1min438

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ હેઠળ છ મહિના જેલની સજા પણ થશે.

જારી કરવામાં આવેલી એક નોટીસમાં જણાવ્યું હતું કે જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે સામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માગ મોટા પ્રમાણમાં વધી છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિ:સહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈને કાઉન્સિલે’ નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં આ માટે ફરિયાદ કરી શકે છે. વધુમાં રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ તેવી પણ કાઉન્સિલે અપીલ કરી છે.

May 1, 2021
bharuch_welfare.jpg
1min505

ભરૂચ શહેરમાં આવેલી કોવીડ ડેઝિગ્નેટેડ વેલફેર હોસ્પિટલના ICU માં તા.30 એપ્રિલને શુક્રવારની મધરાતે પોણા એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતા 12 દર્દીઓ સમેત કુલ 18 લોકોના મોત નિપજ્યા હોવાનું ઘટના સ્થળેથી જાણવા મળ્યું હતું.

વેલફેર હોસ્પિટલ ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી સ્થિત છે. વેલફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. આ કારણથી ભરૂચના કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં હતી. તા.30 એફ્રિલની મધરાતે હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU -1 માં અચાનક આગ લાગતા 18 જેટલા દર્દીઓ બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે.

હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 4 થી 5 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે આજીજી કરી રહ્યાં હતા.

હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં 12 જેટલા દર્દીઓ ગંભીરરીતે દાઝી ગયા હતા જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 25 થી વધુ એમ્બ્યુલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના વાહનોઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગયા હતા.

April 30, 2021
home_isolation.jpg
1min641

કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં હોમ આઇસોલેશનમાં રહેલા સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને રેમડેસિવિયર ઇન્જેક્શન ખરીદવા કે લગાવવાના પ્રયત્નથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રેમડેસિવિયર માત્ર દવાખાનોમાં જ લગાવવામાં આવશે.

આ સિવાય નવી ગાઇડલાઇન મુજબ સામાન્ય લક્ષણોાવાળા દર્દીઓને સ્ટિરોઇડ ન આપવું જોઇએ અને સાત દિવસ પછી લક્ષણો જોવા મળે તો સારવાર માટે ડોક્ટરની સલાહ લીધા બાદ ઓરલ સ્ટિરોઇડ લેવું જોઇએ.નવી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 60 વર્ષથી વધુ વયના રોગી કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ એટેક, ફેફસાં કે લીવરની બીમારીઓથી પીડિત લોકોએ તબીબની સલાહ લીધા પછી જે હોમ આઇસોલેશનમાં જવુ જોઇએ. જ્યારે ઓક્સિજન લેવલમાં ઘટાડો કે શ્વાસ લેવામાં તકલીપ પડે ત્યારે જે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ અને તાત્કાલિક ડોક્ટર સંપર્ક કરવો જોઇએ.

આ સિવાય દર્દી દિવસ દરમિયાન ગરમ પાણના કોગળા કરી શકે છે અથવા દિવસમાં બે વાર નાસ લઇ શકે છે.

તાવ જેવુ લક્ષણ પેરાસીટામોલ 650 mg દિવસમાં ચાર વાર લેવાથી પણ કાબૂમાં નથી આવતું તો ડોક્ટર સાથે વાતચીત કરવી જોઇએ. અન્ય દવાઓમાં દિવસમાં બે વાર નેપ્રોક્સેન 250 mg લેવાની સલાહ આપે છે.

દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનને લઇને ઉભા થયેલા પડકારો સામે કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, રેમડેસિવિયર ઇન્જેક્શન કે અન્ય સારવાર થેરાપી તબીબની સલાહ પર જ હોસ્પિટલની અંદર જ થવી જોઇએ. કેન્દ્રનું ગાઇડલાઇન દ્વારા કહેવુ છે કે ઘરમાં રેમડેસિવિયર ખરીદવા કે લગાવવાની જરુર નથી.