CIA ALERT

ગુજરાત Archives - Page 110 of 158 - CIA Live

August 24, 2019
gst.jpg
1min5160

જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાનો સમય પૂરો થવા આડે ફક્ત આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હજુ 72.5 ટકા ટેક્સપેયરોએ રિટર્ન ફાઇલ કર્યા નથી ! ગુજરાતમાં 7.7 લાખ ટેક્સપેયર છે, એમાંથી 2.11 લાખ ટેક્સપેયરોએ જીએસટીઆર 9 અને જીએસટીઆર 9સી ભર્યા છે તેમ રાજ્યના વાણિજ્ય કર વિભાગે કહ્યું છે.

ટેક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છેકે, વાર્ષિક રિટર્નમાં કેટલીક વિગતો એવી ભરવાની છે કે જેના અંગે ટેક્સપેયરો મુંઝવણમાં મૂકાયેલા છે. એ કારણે રિટર્ન ઓછાં ભરાયા છે. વાર્ષિક ફોર્મને સરળ બનાવવાની અત્યંત જરુર છે. અત્યારના ફોર્મનું ફોર્મેટ જોતાસરકારે વધુ ત્રણ મહિનાનું એક્સટેન્સન આપવું જોઇએ.

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના કહેવા પ્રમાણે એપ્લીકેબલ ટેક્સની વિગતો ભરવા અંગે મુંઝવણ છે. જીએસટીઆર 1માં સપ્લાયમાં કરેલા સુધારા દર્શાવવાના હોય છે. ખરેખર ટેક્સ ભર્યો હોય તે જીએસટીઆર 3(બી)માં દર્શાવવો પડે છે. એ કારણે સુધારો જીએસટીઆર 9માં કેવી રીતે દર્શાવવો તે સ્પષ્ટ થતું નથી. કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર 2018ની ડેડલાઇન 30 જૂન 2019 સુધી લંબાવ્યા પછી 31 ઓગસ્ટ સુધી ફરીથી લંબાવી આવી છે. છતાં હજુ પણ 30 નવેમ્બર સુધીનો સમય આપવા માટે સ માગણી કરી રહ્યા છે.

દેશભરમાં 21.72 ટકા જ સરેરાશ રિટર્ન ભરાયા છે. એમાંથી 27.4 ટકા રિટર્ન ગુજરાતમાં ભરાયા છે. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે. છતાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની તુલનાએ સારી છે. ઉત્તરપ્રદેશ, તામિલનાડું તથા મહારાષ્ટ્રમાં રિટર્ન ઘણા જ ઓછાં ભરાયા છે.

જીએસટી રિફંડ માટે વિભાગને મળી 28,741 અરજીઓ ગુજરાત વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાં વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાંથી 27,526 અરજીઓ રિફંડ માટે મંજૂર થઇ ચૂકી છે. કુલ રૂ. 5,387 કરોડના રિફંડ વિવિધ વેપારીઓએ માંગ્યા છે. એમાંથી રૂ. 4,772 કરોડ ચૂકવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

August 24, 2019
Narmada1.jpg
1min7430

ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવરમાં પાણીની સપાટી અભૂતપૂર્વ ૧૩૩ મીટર પાર કરી ગઇ હતી. ૧૩૮.૮૬ મીટરની પૂર્ણ સપાટી સામે નર્મદામાં સપાટી પહેલીવાર ૧૩૩.૩૯ મીટર પર પહોંચી હતી.

સરદાર સરોવરમાં ૯૪૬૦ એમ.સી.એમ. સ્ટોરેજ ક્ષમતા સામે અત્યારે ૭૭૯૦.૨૦ એમ.સી.એમ (૭.૭૯ લાખ કરોડ લિટર) એટલે કે ૮૨.૩૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી ૧૩૩.૩૯ મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી થતા પાણીની આવકને પગલે નર્મદા ડેમે આ વર્ષે આ ઐતિહાસિક લેવલ મેળવ્યું છે.

હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા માત્ર ૫૮૫૪ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેની સામે પાણીની જાવક ૬૬૪૧૦ ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષે વર્તમાન સમયે ૪૩૩૦ એમ.સી.એમ. પાણીનો સંગ્રહ હતો.

ગત વર્ષ કરતાં આ વર્ષે ૩૪૫૯ એમ.સી.એમ. પાણી વધારે છે. ૩૧મી મેના રોજ પાણીનો જથ્થો ૪૯૩૦ એમ.સી.એમ. હતો. અઢી મહિનામાં પાણીના જથ્થામાં ૨૮૫૯ એમ.સી.એમ.નો વધારો થયો છે. જ્યારે રાજ્યના અન્ય જળાશયોમાં ગત વર્ષે વર્તમાન સમયે ૬૫૩૧ એમ.સી.એમ. પાણી હતું એટલે કે ૪૬૪૦ એમ.સી.એમ. પાણી આ વખતે વધારે છે. ગત ૩૧ મેના રોજ ૨૦૪ ડેમમાં ૨૬૭૩ એમ.સી.એમ. પાણી હતું એટલે કે અત્યારે ૮૪૯૮ એમ.સી.એમ.પાણીનો જથ્થો વધારે છે.

August 19, 2019
court.jpg
1min13540

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતની જુદી જુદી ડિસ્ટ્રીક્ટ કોર્ટસ મળીને અંદાજે 18 લાખ 21 હજાર જેટલા કેસો પેન્ડીંગ પડ્યા છે. ઇન્સાફની રાહ જોઇ રહેલા કેસોની સંખ્યા પણ કુદકેને ભૂસકે વધી રહી છે. કેન્દ્રીય કાયદા મંત્રીએ રાજ્યસભામાં આપેલા એક પ્રશ્નના જવાબમાંથી આ વિગતો સપાટી પર આવી હતી.

ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય ચૂંટાયેલા નારણ રાઠવાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદએ ઉપરોક્ત વિગતો રાજ્યસભામાં રજૂ કરી હતી.

ગુજરાતની કોર્ટસમાં પેંન્ડિંગ કેસોની વધતી સંખ્યા પાછળ અનેક પરીબળો છે, સૌથી મોટું પરિબળ મહેકમ છે, અપૂરતા સ્ટાફને કારણે કોર્ટસમાં કેસોનો ભરાવો થઇ રહ્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસો અંગેની માહિતી આપતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાં કુલ 1,23,478 કેસો પેન્ડિંગ છે જેમાંથી 3159 કેસો એવા છે જે 15 કે તેથી વધુ વર્ષથી પેન્ડિંગ છે. આ જ પ્રશ્નના ઉત્તરમાં જડ્જોની અપૂરતી સંખ્યાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જેના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત હાઇકોર્ટમાં કુલ 9 જ્ડજોની નિમણૂંક કરવામાં આવી ચૂકી છે.

આ કારણોથી ગુજરાતની કોર્ટોમાં કેસો પેન્ડિંગ છે

  • availability of adequate number of judges
  • judicial officers
  • supporting court staff and
  • physical infrastructure
  • complexity of facts involved
  • nature of evidence
  • co-operation of stake holders like bar, investigation agencies, witnesses
  • litigants and
  • proper application of rules and procedures.”

ગુજરાતની ડિસ્ટ્રીક્ટ કોર્ટસમાં પેન્ડિંગ કેસો અંગે વિગતવાર માહિતી અનુસાર કુલ 16 લાખ 97 હજાર 830 કેસો પેન્ડિંગ છે તેમાંથી 4,45,643 સિવિલ કેસો છે જ્યારે 12,52,187 ક્રિમિનલ ટાઇપના કેસો પેન્ડિંગ છે.

August 18, 2019
sabji_market-1280x720.jpg
1min7580

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક હાઈવે બંધ છે, મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી ગુજરાતના જુદાજુદા શહેરોમાં શાકભાજીનો સપ્લાય અનિયમિત બન્યો છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ સુધી શાકભાજીની સપ્લાય ચેઇન બ્રેક થઇ જતા હાલ શાકભાજીના ભાવો ચોમાસામાં ભડકે બળ્યા છે. રિંગણા અમદાવાદમાં 130 રૂપિયે કિલો જ્યારે સુરતમાં 120 રૂપિયે કિલો વેચાયા હોવાના અહેવાલો છે.

symbolic Photo

સુરત સમેત ગુજરાતની શબ્જી મંડીઓમાં શાકભાજીનો માલ સમયસર પહોંચતો ન હોવાથી તેમના દ્વારા માલની હેરફેર બંધ કરવામાં આવી હતી. શાકભાજીની નવી આવક ઘટવાના પગલે લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

ગુજરાતમાં ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે, પરંતુ ભારે વરસાદના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.

સિંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો હતો. સૌથી વધુ રીંગણા મોંઘા બન્યા છે. ચાર પાંચ દિવસ પહેલા ૧૦-૧૫ રૂપિયાના કિલો વેચાતા રીંગણા યાર્ડમાં હરાજીમાં રૂ. ૧૩૦માં વેચાયા હતા જ્યારે છૂટક માર્કેટમાં રૂ.૧૫૦ સુધી ભાવ બોલાયા હતા.

ધ્રાબડિયા વાતાવરણને કારણે રીંગણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. જે ફૂલ અને કળી આવી હતી તે ખરી ગઈ છે એટલે ભાવ વધ્યો છે. સિઝનમાં ૧૦૦ ટન જેટલી આવક થાય છે તેના બદલે હાલની આવક માત્ર ૫ ટન જ છે. જેથી સામાન્ય રીતે ૩૦-૪૦ રૂપિયે મળતા શાકભાજી અત્યારે ૮૦થી ૧૦૦ રૂપિયા સુધી થઇ ગયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થયો હતો. ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાયા છે.

August 17, 2019
baroda1.jpg
1min808

વડોદરામાં ૩૧મી જુલાઇએ આવેલા ભયાનક પૂર બાદ આજ સુધીમાં ૩૫ મગરને રેસ્કયુ કરવામાં આવ્યા છે. વન ખાતાએ જણાવ્યા અનુસાર વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્ર્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે વડોદરાના વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વિશ્ર્વામિત્રી નદીમાં રહેતા મગરો પણ શહેરમાં આવી પહોંચ્યા હતા.

૩૧ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધીમાં વડોદરામાં ૫૦૦ મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો અને વડોદરા શહેર પાણીમાં ગરકાવ થયું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં મગર દેખાવા લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. ૮ ઑગસ્ટ સુધીમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ૨૨ મગરને પકડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ જુદા જુદા સ્થળેથી ૧૩ મગર રેસ્કયુ કરવામાં આવ્યા છે. વડોદરા વન વિભાગના અધિકારી નિધી દવેએ જણાવ્યું છે કે, વડોદરા જંગલ વિભાગ ઉપરાંત એનડીઆરએફની કુશળ ટીમ અને અન્ય એનજીઓના કાર્યકરો પણ મગર રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. વિશ્ર્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થઈ ધાધર નદીને મળે છે. માનવામાં આવે છે, કે બન્ને નદીઓ મગરનું મુખ્ય રહેઠાણ છે. આશરે ૨૫૦ જેટલા મગર બન્ને નદીઓમાં રહે છે. વડોદરાના કલાલી ગામ ઉપરાંત સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડ, ફતેહગંજ, સયાજીગંજ, રાજમહેલ રોડ તેમજ એકોટા વિસ્તારમાંથી મગર પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

August 16, 2019
bachu_khabad.jpg
1min6900

તાજેતરમાં માંડવી તાલુકાના બિદડા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ અને પરિસંવાદમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન અરુણ જેટલીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી. 

સ્વતંત્રતા પર્વે જાહેર કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડએ કાશ્મીરની કલમ 370ની જગ્યાએ 170 કહીને ભાંગરો વાટ્યો અને અમીત શાહની જગ્યાએ નીતિન પટેલના નામોલ્લેખ કરીને હાંસીપાત્ર બન્યા હતા.
અગાઉ ગુજરાત સરકારના મંત્રી વાસણ આહિરે એક જાહેર કાર્યક્રમમાં જીવીત અરુણ જેટલીને શ્રદ્ધાંજલી પાઠવી દીધી હતી.

ગુરુવારે ગુજરાત સરકારના પશુપાલન પ્રધાન બચુ ખાબડે ભાંગરો વાટ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરમાં ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારના પ્રધાન બચુ ખાબડની જીભ બે વખત લપસી હતી. બચુ ખાબડે જાહેરસભામાં ૩૭૦ને બદલે ૧૭૦ની કલમ રદ્દ કરીને તેમ જણાવીને ભાંગરો વાટ્યો હતો. ત્યાર બાદ બીજી વખત પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે કહ્યુ હતું કે, આ દેશ પૂરા વિશ્ર્વમાં મહાસત્તા બને તે દિશા તરફ વડા પ્રધાન મોદી અને દેશના અમારા ગૃહ પ્રધાન નીતિન પટેલ બંને ગુજરાતના સપૂતોની નેતૃત્વમાં દેશ વિકાસની તરફ આગળ જઇ રહ્યું છે. આમ બચુ ખાબડે દેશના ગૃહ પ્રધાન અમિત શાહના બદલે નીતિન પટેલ કહીને ભાંગરો વાટ્યો હતો.

August 15, 2019
medical.jpg
1min9440

MBBS ના વિદ્યાર્થીઓ માટે નાયબ મુખ્યપ્રધાન નીતનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોટકરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે.

મેડીકલ વિદ્યાર્થીઓએ 5 લાખ રૂ.ના બોન્ડ ઉપરાંત હવેથી 15 રૂ. લાખની વધારાની બેંક ગેરન્ટી 300 રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડોકટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ 20 લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં ભરવાના રહેશે. પૈસા ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેકટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેકટીસ કરી શકશે.

તેમણે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 5360 એમ.બી.બી.એસ.ની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પદ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે. જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહેલ છે અને જેઓએ 5 લાખના બોન્ડ ભરી દીધા હોય અને આ નવા નિયમોનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને પણ આનો લાભ મળશે. તેઓએ આ વર્ષે 15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે એટલે લાભ મળતો થઇ જશે.

નીતિનભાઇએ જણાવ્યું હતું કે, સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડીકલ કોલેજના ડીનને 20 લાખના બોન્ડ રજુ કરવાના રહેશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ સિવાય ફરજીયાત એક વર્ષની ગ્રામ્ય સેવાની બાહેંધરી પણ આપવાની રહેશે. 20 લાખના બોન્ડની સામે 5 લાખની બેંક ગેરન્ટી અથવા મિલકતની ગેરન્ટી આપવાની રહેશે. જેનો સમયગાળો 7 વર્ષનો રહેશે. જરૂર જણાય તો સમયગાળો લંબાવવાનો રહેશે.

બોન્ડ માટે વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઇપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત 3 વર્ષથી 40 કરોડથી વધુ ડીપોઝીટ ધરાવતી રાજ્યની કોઇપણ નાગરિક સહકારી બેંક ગેરન્ટી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ અતિ ગરીબ હોય અને તેના મા-બાપ કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરન્ટી અથવા મિલકત બેંક ગેરન્ટીમાંથી મુક્તિ મળી રહેશે. જે અંગેની તમામ સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેશે.

આવા વિદ્યાર્થીઓ રૂા.20 લાખના બોન્ડની બાંયધરી 300ના નોટરાઇઝડ’ સ્ટેમ્પ પેપર ઉપર આપવાની રહેશે.

ઓલ ઇન્ડીયાના ક્વોટાની બેઠકો’ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ જોગવાઇઓ લાગુ પડશે નહીં તથા અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને પ્રવર્તમાન બોન્ડની પોલીસી મુજબ 3 વર્ષની ગ્રામીણ સેવાઓ બજાવવાની જોગવાઇઓનો વિકલ્પ આપવાનો રહેશે.

August 15, 2019
presiden_medals.jpg
1min6740

૧૫મી ઑગસ્ટ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ. દેશ માટે આગવું યોગદાન આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને પોલીસ અને ફાયર તેમ જ હોમગાર્ડના જવાનોનું સન્માન કરાશે.

૧૫મી ઑગસ્ટના ગુરુવારે થનારા સન્માન કાર્યક્રમમાં ગુજરાતના ૧૩ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે ૧, પ્રશંસનીય કામગીરી માટે ૧૨ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત ૧ ફાયર જવાન અને હોમગાર્ડના ૪ જવાનોનું પણ સન્માન કરવામાં આવશે.

ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ઇન્ટેલિજન્સ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૈલેષ દેવીપ્રસાદ રાવલને શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

ઉપરાંત શબીર અલી સૈયદ કાઝી, ડીવાયએસપી, કચ્છ ગાંધીધામ,

રજનીકાન્ત લાખાભા સોલંકી, ડીવાયએસપી, પેટલાદ ડિવિજન, આણંદ,

ભરતસિંહ જાડેજા, ડીવાયએસપી આણંદ ડિવિજન, આણંદ,

આકાશ મનહરભાઇ પટેલ, પોલીસ કમિશનર, ટ્રાફિક બી ડિવિજન, અમદાવાદ,

પીયુષ પ્રાગજીભાઇ પિરોજિયા, ડીવાયએસપી વેસ્ટર્ન રેલવે અમદાવાદ,

પ્રતિપસિંહ અજિતસિંહ ઝાલા, ડીવાયએસપી પાલિતાણા, ભાવનગર,

મુકેશચંદ્ર મણીલાલ પટેલ, ડીવાયએસપી ચેલા, જામનગર,

નેરશકુમાર રનાજી સુધાર, પીએસઆઇ પોલીસ ભવન, ગાંધીનગર, અમદાવાદ

નો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ ફાયર કામગીરી માટે પ્રતાપસિંહ સજ્જનસિંહ દેવડાની પસંદગી કરવામાં આવી છે.

August 14, 2019
CIA_Live_Logo_New2.jpg
6min11580

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એમબીબીએસ કોલેજો વાર પ્રવેશની સ્થિતિ (C.I.A. Live)
પ્રકારફીકુમારકન્યાકુલ
સરકારી25 હજાર8823831265
મ્યુનિસિપલ કોર્પોરેશન5થી 7 લાખ280370650
સેમી ગવર્નમેન્ટ4 લાખ9516491600
સેલ્ફફાઇનાન્સ6થી 15 લાખ8888221710
(C.I.A. Live) 300122245225

સરકારી મેડીકલ કોલેજમાં કેટલા છોકરા કેટલી છોકરીઓને પ્રવેશ મળ્યો

ગુજરાતની એડમિશન કમિટીએ આપેલા પ્રવેશનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે સરકારી મેડીકલ કોલેજ કે જ્યાં સૌથી સસ્તી ફી હોય છે ત્યાં પ્રવેશ મેળવવા માટે નિર્ધારિત મેરીટ મેળવવામાં છોકરીઓ આ વર્ષે નિષ્ફળ નિવડી છે.

  • સરકારી કોલેજોમાં 70 ટકા બેઠકો પર બોયઝ (મેલ), છોકરાઓને પ્રવેશ
  • સરકારી કોલેજોમાં ફક્ત 30 ટકા બેઠકો પર ગર્લ્સ (ફિમેલ), છોકરીઓને પ્રવેશ
  • કુલ 6 સરકારી કોલેજોમાં એમબીબીએસની 1265 બેઠકો (C.I.A. Live)
  • 882 બોયઝ અને 383 ગર્લ્સને સરકારી એમબીબીએસની સીટ પર પ્રવેશ મળ્યો

સેમી ગવર્નમેન્ટ મેડીકલ કોલેજોની સ્થિતિ

અર્ધ સરકારી (સેમીગવર્ન્મેન્ટ) મેડીકલ કોલેજોમાં આ વખતે કુલ 1600 બેઠકો પર ગુજરાત સરકારની એડમિશન કમિટીએ પ્રવેશ ફાળવ્યા છે. જેમાં બોયઝ (મેલ) છોકરાઓની સંખ્યા 951 (59.43 ટકા) જ્યારે ગર્લ્સ (ફિમેલ), છોકરીઓની સંખ્યા 649 (40.56 ટકા) છે. (C.I.A. Live)

ગુજરાતમાં આવેલી મેડીકલ કોલેજોમાં તમામે તમામ બેઠકો પર પ્રવેશ અપાઈ ગયા બાદ સરકારની પ્રવેશ સમિતિએ ઘોષણા કરી દીધી છે કે એમ.બી.બી.એસ.માં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઇ ચૂકી છે હવે એકપણ બેઠક ખાલી પડી નથી.

સૌથી ખર્ચાળ સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની સ્થિતિ

ગુજરાતમાં આવેલી સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની 1710 એમબીબીએસ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 52 ટકા એટલે કે 888 બેઠકો પર બોયઝ (મેલ) છોકરાઓને પ્રવેશ મળ્યા છે જ્યારે 48 ટકા એટલે કે 822 બેઠકો પર ગર્લ્સ (ફિમેલ) છોકરીઓને પ્રવેશ મળી શક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સેલ્ફફાઇનાન્સ મેડીકલ કોલેજોમાંથી એમબીબીએસ કરવું એટલે ઓછામાં ઓછા રૂ.30લાખથી રૂ.80લાખ જેટલો ખર્ચ ફક્ત ફીનો થાય છે. (C.I.A. Live)

2019માં ગુજરાતની તમામ મેડીકલ કોલેજોમાં છોકરા-છોકરીઓની સંખ્યા

કોલેજનું નામ સરકારી કોલેજકુમારકન્યાકુલ
બી.જે. મેડીકલ કોલેજ, અમદાવાદ16848216
વડોદરા મેડીકલ કોલેજ C.I.A.Live15962221
જામનગર મેડીકલ કોલેજ15280232
સુરત મેડીકલ કોલેજ C.I.A.Live 15075225
રાજકોટ મેડીકલ કોલેજ13054184
ભાવનગર મેડીકલ કોલેજ12364187
કુલ સરકારી બેઠકો C.I.A.Live 8823831265
સેમી ગવર્નમેન્ટ કોલેજકુમારકન્યાકુલ
ગોત્રી વડોદરા98102200
સોલા, અમદાવાદ11882200
ગાંધીનગર13466200
પાટણ C.I.A.Live 13466200
વલસાડ C.I.A.Live 10793200
જુનાગઢ11882200
હિંમતનગર11684200
વડનગર C.I.A.Live 12674200
કુલ સેમીગવર્નમેન્ટ સીટ9516491600
મ્યુનિસિપલ કોર્પોરેશન્સકુમારકન્યાકુલ
એન.એચ.એલ. અમદાવાદ104146250
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન99101200
સ્મીમેર, સુરત C.I.A.Live 77123200
કુલ280370650
સેલ્ફ ફાયનાન્સ કોલેજકુમારકન્યાકુલ
કરમસદ મેડીકલ કોલેજ7278150
સીયુ શાહ સુરેન્દ્રનગર6337100
ભૂજ મેડીકલ કોલેજ C.I.A.Live 9159150
જીસીએસ, અમદાવાદ7179150
પારુલ મેડીકલ, વડોદરા7179150
બનાસકાંઠા મેડીકલ કોલેજ12080200
દાહોદ મેડીકલ કોલેજ C.I.A.Live 11090200
નડીયાદ મેડીકલ કોલેજ6585150
વીસનગર મેડીકલ કોલેજ6981150
એમ.કે. શાહ મેડીકલ કોલેજ6882150
અમરેલી મેડીકલ કોલેજ8070150
સેલવાસ મેડીકલ કોલેજ8210
C.I.A.Live Total8888221710
August 13, 2019
Gujarat-Police.jpg
1min5200

ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો-ઉત્સવો આવતા હોવાથી પોલીસની જવાબદારીમાં વધારો થયો હતો. કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા બાદની પરિસ્થિતિને ધ્યાને રાખી તહેવારોમાં સમગ્ર રાજ્યમાં પોલીસને ઍલર્ટ રહેવા આદેશ આપ્યા હતા.

રાજ્યના મુખ્ય સચિવે રાજ્ય પોલીસ વડા, ચાર શહેરના કમિશનર તમામ રેન્જ, જિલ્લા એસપી સહિત કલેકટર અને ડીડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા, જેમાં પોલીસને આગામી તહેવારો નિમિતે ઍલર્ટ રહેવા તથા કલેકટર અને ડીડીઓને વરસાદ બાબતે સૂચનો કર્યા હતા.

મુખ્ય સચિવે જિલ્લા પોલીસ વડા, અમદાવાદ-સુરત-રાજકોટ અને વડોદરાના કમિશનર, નવ રેન્જના આઈજી, જિલ્લાના એસપીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. કાશ્મીર મુદ્દે કોઇ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.

તા.૧૫મી ઑગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી, સાતમ આઠમ સહિતના તહેવારો અલગ અલગ જગ્યાએ ઉજવણીને લઇને ચર્ચા કરી હતી. પોલીસને સતત ઍલર્ટ રહી ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા આદેશ કર્યા હતા.

બહારથી આવતા લોકો તથા હૉટેલોમાં રોકાતા લોકોના ચેકિંગ તેમ જ અમુક ચોક્કસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ઍલર્ટ રહેવા સૂચના આપી હતી.