- લોન-ક્રેડિટ કાર્ડના નામે ફોન કરી પૈસા પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી
- યુવતિઓ સમેત 19ની ધરપકડ
- ધરપકડ કરાયેલા તમામ નાગાલેન્ડના રહેવાસી
- આખું બોગસ કોલ સેન્ટર ધમધમતું હતું

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી પોલીસે લોન અને ક્રેડિટ કાર્ડના નામે લોકોને છેતરતા કોલ સેન્ટરનો ખુલાસો કર્યો છે. આ બોગસ કોલ સેન્ટરમાંથી પોલીસે 3 મહિલા સહિત 19 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ નાગાલેન્ડના છે. મળતી માહિતી મજબુ તમામ આરોપી લોન અને અન્ય પ્રકારના ફોન કરીને વિદેશના લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સાઈબર ક્રાઈમને બાતમી મળી હતી કે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે ફોન કરનાર મોટાભાગની મહિલાઓ છે. આ અંગે સાઈબર ક્રાઈમ ની ટીમ દિલ્હી પહોંચી હતી જ્યાં તપાસ દરમિયાન એવી હકીકત મળી હતી કે આ સમગ્ર કૌભાંડ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેના પગલે નવી દિલ્હીમાં તા. 26મી ઓક્ટોબરના રોજ બોગસ કોલ સેન્ટર પર રેડ કરી હતી જેમાં કામ કરતી 17 મહિલા ઝડપાઇ ગઇ હતી. ઉલ્લેખનિય છે કે, મોટાભાગના ગેરકાયદે કોલસેન્ટરમાં મોટાભાગના પુરુષોની જ ધરપકડ થતી હોય છે.

















