


(કેજરીવાલ પર મરચાની ભૂંકી નાંખનાર અનિલ કુમારની તસ્વીર)
નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણાં લાંબા સમય બાદ ફરી વિવાદમાં આવ્યા છે. આજરોજ તા.20મી નવેમ્બર 2018ને મંગળવારે બપોરે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની તેમની ચેમ્બરમાંથી લંચ માટે બહાર આવ્યા હતા ત્યારે અનિલ કુમાર નામના શખ્શે અરવિંદ કેજરીવાલના ચહેરા પર લાલ મરચાની ભૂકી નાંખીને હુમલો કર્યો હતો.

મરચાની ભૂંકીને લીધે અરવિંદ કેજરીવાલને થોડી તકલીફ થઇ હતી. જોકે, તેમના સિક્યુરિટી પર્સન્સએ તાબડતોબ તેમને કવર કરી લીધા હતા. દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂંકી ફેંકનાર અનિલ કુમાર નામના શખ્સને ડિટેઇન કરી દીધા છે. હાલમાં અનિલ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બીજી તરફ અરવિંદ કેજરીવાલની પાર્ટી આપના પ્રવકત્તાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂંકી ફેંકવાની ઘટનાને દિલ્હી પોલીસની ગંભીર બેજવાબદારી અને સલામતિ વ્યવસ્થા પર મોટી ચૂક ગણાવી હતી. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસના રાજમાં દિલ્હીના મુખ્મમંત્રી પર મરચાની ભૂકીથી હુમલો કરવાની ઘટના અત્યંત ગંભીર છે.

આતંકી હુમલાની આશંકાને લઈ સમગ્ર પંજાબમાં હાઈએલર્ટની સ્થિતિ વચ્ચે આજે સવારે પોણા અગિયારના સુમારે અમૃતસરના નિરંકારી ભવન ખાતે ચાલી રહેલા સત્સંગ દરમિયાન બાઇક પર આવેલા બે હુમલાખોરો એ એક ગ્રેનેડ ફેંકીને હુમલો કરી નાસી ગયા હતા. અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ ફેંકાવાની ઘટનામાં ઘટના સ્થળે જ ત્રણ સત્સંગીઓના મોત નિપજ્યા હતા. એટલું જ નહીં હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ પણ કર્યું. મળતી માહિતી પ્રમાણે સવારે 11 વાગ્યાની આસપાસ બે બાઈક સવારો નિરંકારી ભવનમાં આવ્યા, જેમણે પહેલા ગ્રેનેડ ફેંક્યો અને પછી ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા હતા.
હાલ ફોરેન્સિક ટીમ સહિત પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં વિદેશી કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોવાની સંભાવના સેવાય રહી છે. આ હુમલા પછી રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. હુમલો કોણે કરાવ્યો, શા માટે થયો તેની કોઈ માહિતી હજી સામે નથી આવી. પરંતુ કેટલાક દિવસોથી સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં આતંકી હુમલાની ઘટનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં એલર્ટ છે.
ગુપ્તચર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ કરનારા જાકિર મૂસા ફિરોઝપુર આવ્યો હતો. ગુપ્તચર એજન્સી પાસે તેવા ઈનપુટ છે કે જાકિર મુસા ગ્રુપના 7 આતંકીઓ ફિરોઝપુર આવ્યાં હતા. આ આતંકીઓ અમૃતસરમાં પણ જોવા મળ્યાં હતા.

પાયરેટેડ સામગ્રી પીરસનારી 203 વૅબસાઈટ એક વર્ષમાં બંધ કરી હોવાનું મહારાષ્ટ્ર ડિજિટલ ક્રાઈમ યુનિટે જણાવ્યું હતું. આ યુનિટ એક વર્ષથી સાયબર પોલીસ સાતે કામ કરે છે. આ વૅબસાઈટ ગેરકાનૂની રીતે ટીવી પ્રોગ્રામ, ફિલ્મ, સંગીત, સોફ્ટવૅર અને ગૅમ્સ બતાવતી હતી અને લગભગ 16 કરોડ ઉપભોક્તા દર મહિને તેને જોતા હતા. આ યુનિટ આખા એશિયામાં એક માત્ર એવી એજન્સી છે જેમાં મનોરંજન જગત અને રાજ્ય સરકાર સાથે કામ કરી બૌદ્ધિક સંપત્તિની રક્ષા કરી રહ્યા છે. આ વૅબસાઈટ ખોટું સોફ્ટવેર વાપરી ઉપભોક્તાઓના ડેટા ચોરી કરતા હતા અને અમુક પોર્નોગ્રાફિક સામગ્રી પણ દર્શાવતા હતા. આ માટે યુનિટે ડૉમેન રજિસ્ટ્રાર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર અને સરકારી એજન્સીઓ સાથે તો વાત કરી જ હતી, પરંતુ આ સાથે એડ્વર્ટાઈઝર, બ્રાન્ડમાલિકો, પેમેન્ટ ગેટ વૅ આપતી કંપનીઓ સાથે પણ વાત કરી હતી અને આ પોર્ટલનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. એક આંકડા અનુસાર ભારતીય મીડિયા અને મનોરંજન જગત દર વર્ષે પાયરસીને લીધે રૂ. 30,000થી 50,000 કરોડનું નુકસાન વેઠે છે. જ્યારે પણ કોઈ મોટી ફિલ્મ રિલીઝ થાય ત્યારે તે મિનિટોમાં વેબસાઈટ પર જોવા મળે છે.
રૂ.500 અને રૂ.1000ની જૂની કરન્સી નોટ્સ રદ થયાને બે વર્ષ વિતી ચૂક્યા છે અામ છતાં, કેટલાક લોકો હજુ પણ આવી નોટોના વટાવની લ્હાયમાં તેની હેરફેર કરી રહ્યા છે અને પકડાય રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે પકડાયેલા મોટા ભાગના સુરતના રહેવાસીઓ હોય છે. નવસારીમાં ગુરુવારે સાંજે તા.15મી નવેમ્બર 2018ની સાંજે બે સુરતીઓ આવી જૂની નોટ્સ સાથે પકડાયા હોવાની વિગતો જાણવા મળી છે.
નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે ગુરુવાર તા.15મીએ સાંજે નંબર વગરની સ્કુટી પર બે માણસો ચલણમાંથી રદ થયેલી નોટ સાથે વિરાંજલી માર્ગ અગ્રવાલ કોલેજ પાસેથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબ નંબર વગરના મોપેડ પર આવેલા મોહમંદ ઝુબેર હનીફ ઝવેરી ( રહે. રાણીતળાવ, સુરત) અને રમેશ વિઠ્ઠલ રાવળ ( રહે. નવદુર્ગા સોસા. નાનાવરાછા, સુરત)ની ધરપકડ કરી હતી. તેમની પાસેની કાળી બેગમાં 500ના દરની 10913 જેની કિંમત રૂપિયા 54, 56, 500 અને 1000ના દરની 1451 જેની કિંમત રૂપિયા14,51,000 મળી કુલ 69,07,500ની નોટ પોલીસે કબ્જે લીધી હતી.આ નોટ કોને આપવાની હતી તેની પોલીસ તપાસ કરી રહી છે.નવસારી ઇન્કમટેકસ વિભાગને જાણકારી આપી દેવામાં આવી છે.

(GST સુરતના આ અધિકારીની સૉફર ડ્રીવન ઇનોવા કાર જમનાનગર બીઆરટીએસમાં ઘૂસી અને પછી જે વલે થઇ એ કદાચ કોઇ અધિકારીએ નહીં અનુભવી હોય)
GST સામે સ્થાનિક લોકોમાં કેવો રોષ છે તેનો પરચો જોવો-જાણવો હોય તો આ ન્યુઝ મેટર વાંચી જજો અને તેના વિડીયો જોઇ લેજો. આજે સમી સાંજે સુરત GST કચેરીમાં ફરજ બજાવતા અને જેમને હોદ્દાની રૂએ ઇનોવા જેવી લકઝરીયસ શૉફર ડ્રીવન ગાડી મળી છે એવા એક વણઓળખાયેલા અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસ્યા હતા અને પછી સામાન્ય લોકોએ તેમનો જે તમાશો કર્યો એ જોતા એ વાતની પ્રતીતિ થાય છે કે સામાન્ય લોકો GST થી કેટલા પરેશાન થઇ ચૂક્યા છે.
સુરત GST કાર્યાલયમાં ફરજ બજાવતા અા અધિકારી તેમની સત્તાવાર ઇનોવા કારમાં બેસીને ઘર તરફ જઇ રહ્યા હતા. તેમના ડ્રાઇવરે ભટાર તરફથી જમનાનગર બીઆરટીએસમાં ગાડી ઘૂસાડી દીધી અને બાદમાં એવો તમાશો શરૂ થયો કે ન પૂછો વાત. જમનાનગર બીઆરટીએસ સ્ટેન્ડ પર લગાડેલી રેલિંગ ખૂલી નહીં અને GST અધિકારીની ઇનોવા ત્યાં ઉભી રાખવી પડી. પહેલા એકલદોકલ લોકોએ તેમને ઠપકો આપ્યો એટલે ગાડી થોડી રિવર્સ લેવી પડી. પણ પછી તો લોકોનું ટોળું એકઠું થઇ ગયું અને GST અધિકારીની જે વલે કરી. GST અધિકારીએ ડ્રાઇવર અને ગાડી ત્યાં જ મૂકીને ભાગી જવું પડ્યું હતું. સ્થળ પર લોકોમાં એટલો રોષ હતો કે પોલીસને બોલાવીને આ GST અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ગાડી છોડવામાં ન આવે. અને લોકોએ લગભગ એક કલાક સુધી GST અધિકારીની ગાડી હટવા પણ દીધી ન હતી.
આ GST અધિકારીને બીઆરટીએસમાં ફસાયા પછી ખબર પડી હશે કે સ્થાનિક લોકોમાં GST સામે કેટલો રોષ ભભૂકી રહ્યો છે. બીઆરટીએસમાં અન્ય સરકારી અધિકારીઓ ઘૂસતા હશે અને નીકળી જતા હશે પણ GST અધિકારી ફસાયા એટલે કાગનું બેસવું અને ડાળનું પડવું એ રૂએ જે જે લોકોને ખબર પડતી ગઇ કે GST અધિકારી જમનાનગર બીઆરટીએસમાં ફસાયા છે, લોકો ઘટના સ્થળે જઇને તેની સામે કાર્યવાહીની માગ સાથે ટોળે વળ્યા હતા.
જોકે, મોડી સાંજ સુધી જમનાનગર બીઆરટીએસમાં ઘૂસેલા અધિકારીના નામની કોઇ જાણકારી મળી નહતી. ઘટના સ્થળે ટોળે વળેલા લોકોએ તેમની સામે તાત્કાલિક પગલાં ભરવાની માગણી સાથે ગાડીને લાંબા સમય સુધી રોકી રાખી હોવાનું જાણવા મળે છે.
સાંજે લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં ખટોદરા પોલીસના સ્ટાફે સમગ્ર મામલામાં દરમિયાન થવું પડ્યું હતું. ટોળે વળેલા લોકોની માગણી હતી કે પોલીસ જીએસટી અધિકારીની કારને ખટોદરા પોલીસ મથકે લઇ જઇને તેની સામે નિયમાનુસારની કાર્યવાહી કરે. એ માગણી અનુસાર ખટોદરા પોલીસે જીએસટી અધિકારીની ઇનોવા કારને ખટોદરા પોલીસ મથકે મૂકાવડાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
જૈન બહુલ વસતિ, તેમજ જૈન દેરાસરોના વિસ્તાર તરીકે જાણીતા સુરતના ગોપીપરા વિસ્તારમાં એક જૈન સાધ્વીની છેડતીની ઘટનાએ સમગ્ર જૈન સમાજને હચમચાવી મૂક્યો છે. તા.10મી નવેમ્બર 2018ના રોજ શનિવારે રાત્રે સાધ્વી જૈન ઉપાશ્રયમાં સુતા હતા ત્યારે કોઇ અજાણ્યાએ આવીને છેડતી કરી હતી સાધ્વીએ બુમાબુમ કરતા અજાણ્યો ભાગી છુટયો હતો. છેલ્લાં બે મહિનામાં આવી ત્રીજી ઘટના બનતા જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે.

ગોપીપરા વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રયમાં સાધ્વી એકલા હતા એટલે તાળા મારીને સુતા હતા પણ શનિવારે રાત્રે કોઇ અજાણ્યો તાળું તોડીને સાધ્વીના રૂમમાં ઘુસ્યો હતો અને છેડતી કરી હતી. સાધ્વીએ બુમાબુમા કરી મુકતા અજાણ્યો ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા જૈન સમાજના લોકો ભેગા થઇ ગયા હતા. બે મહિનામાં આવી ત્રીજી ઘટના બનવાને કારણે જૈન સમાજ આગામી દિવસોમાં પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને પેટ્રોલિંગની માગ કરશે એમ જાણવા મળ્યું છે.
5 કરોડની ખંડણીના પ્રકરણમાં વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર હુમલાના કેસમાં અગાઉ એક આરોપી ઝહુરના પકડાયા બાદ પોલીસે મુખ્ય આરોપી વસિમ બિલ્લાની પણ ધરપકડ કરી
સુરતના એક વ્હોરા સમાજના અગ્રણી મહાજન બદરી લેસવાલા પર તેમના જ ઘર પર જઇને હિંસક હુમલો કરનારા આરોપી વસીમ બિલ્લા પોલીસના હાથે ઝડપાયો હોવાની વિગતો સાંપડી છે. આ કેસમાં 3 આરોપીઓ પૈકી એક ઝહુર અગાઉ પકડાય ચુક્યો છે. જમીનના વિવાદમાં 5 કરોડની ખંડણી નહીં આપી હોવા સબબ વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર હુમલો કરાયો હોવાનું જાણવા મળે છે.
હુમલાની ફરીયાદમાં આરોપી તરીકે વસીમ બિલ્લા, ઝહુર કુરેશી અને આસિફ સુરતીના નામ હતા.
એક તરફ ગુજરાતમાં નવા વર્ષની સવાર હતી અને એ જ સમયે અમેરિકાના સર્ધન કેર્લિફોનિયા ખાતે આવેલા એક બારમાં એક સસ્પેન્ડેડ સિક્યુરિટી જવાને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં કમસે કમ 12 લોકોના કમોતે મોત નિપજ્યા હતા. શૂટ આઉટને અંજામ આપનારને પોલીસે ઘટના સ્થળે જ ઠાર મારી દીધો હતો.
સાઉથ કેર્લિફોનિયાના સબર્બન એરીયા ગણાતા થાઉઝન્ડ અૉકસ ખાતે આવેલા બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રીલ ખાતે સેંકડો મુલાકાતીઓ ફૂડ એન્ડ ડ્રીંકની મજા માણી રહ્યા હતા ત્યારે જ માથાફરેલ સસ્પેન્ડેડ સિક્યુરિટી જવાન ત્યાં શસ્ત્રો લઇને ઘૂસ્યો હતો અને તેણે લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. લોકો કશું સમજે એ પહેલા તો ગોળીઓનો શિકાર બન્યા હતા. કમસે કમ 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. 12 જેટલા નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવની 5 મિનીટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે, ગુનેગારને શોધીને ઠાર મારે એ પહેલા થયેલા ફાયરિંગમાં અનેક લોકોએ પોતાના જાન ખોયા હતા.
ઘટનાથી થોડે જ દૂર એક કોલેજનું ફંકશન ચાલી રહ્યું હતું અને તેમાં કમસે કમ 3 હજારથી વધુ લોકો હતા, જોકે ત્યાં હુમલાની કોઇ અસર થઇ ન હતી.
શૂટ આઉટને નજરે જોનારા તેમજ તેનો ભોગ બનેલા લોકોનું કહેવું હતું કે અંધાધૂંધ ફાયરિંગ વચ્ચેથી લોકોને બચાવવા માટે ઘણાંએ કાચની બારીઓમાં બારના સ્ટુલ્સ ફેંકીને કાચ તોડ્યા હતા જેથી લોકો બારીમાંથી કૂદીને ફાયરીંગથી બચી શકે.






દેશમાં અને રાજ્યમાં સિગારેટ એન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કૉપ્ટા) હેઠળ જાહેર સ્થળો પર ધૂમ્રપાનની સખત મનાઈ છે, પરંતુ આ નિયમોનું છેડેચોક ઉલ્લંઘન થાય છે.

હાલમાં કોપ્ટા ધારો લાગૂ હોવા છતાં લોકો બેરોકટોક જાહેર સ્થળો પર ધુમ્રપાન કરી રહ્યા છે. તેમને કાયદાનો કોઇ ડર લાગતો હોય તેવી સ્થિતિ દિલ્હી સમેત કોઇ શહેરોમાં જોવા મળતી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં હેડ કૉન્સ્ટેબલ અને મહાનગરપાલિકાના અધિકારીઓને કોપ્ટા હેઠળ દંડ કરવાની સત્તા આપવા આપવાની તજવીજ હાથ ધરી છે.
દરેક રાજ્યના આરોગ્ય ખાતાના સેક્રેટરીને પત્ર લખી નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ હેડ કૉન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓને એડિશનલ એન્ફોર્સમેન્ટ ઑફિસર તરીકે નૉટિફાય કરે જેથી તેઓ કૉપ્ટા અંતર્ગત ફંડ એકઠું કરી શકે.
કેન્દ્રના પત્રમાં પણ લખ્યું છે કે ભારત વિશ્ર્વમાં તમાકુ ઉત્પન્ન કરવામાં દેશનું ત્રીજું અને અને સેવન કરવામાં બીજા નંબરે છે. દર વર્ષે દેશમાં લગભગ 13.5 લાખ લોકો તમાકુના સેવનને લીધે મૃત્યુ પામે છે.