CIA ALERT

બિઝનેસ Archives - Page 67 of 90 - CIA Live

June 6, 2019
rbi.jpeg
1min18370

વિશ્વની સૌથી મોટી કેશલેસ ઇકોનોમી બની રહેલા ભારતના બેંકીંગ ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. ગુરુવાર તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવો નિર્ણય કર્યો છે કે આર.ટી.જી.એસ. RTGS (Real Time Gross Settlement System) અને નેફ્ટ NEFT (National Electronic Funds Transfer) જેવા ઓનલાઇન ટ્રાન્સફરના વ્યવહારો પરનો ચાર્જ કાઢીને આ સેવાઓ બિલકુલ નિશુલ્ક કરી દેવામાં આવે. ભારતની તમામ બેંકોએ આ ફાયદો તેમના ગ્રાહકોને સીધો જ આપવો પડશે. આગામી દિવસોમાં આ અંગે રિઝર્વ બેંક બેંકોને સીધી સૂચના આપશે.

ભારતીય ગ્રાહકો બેંકીંગ વ્યવહારો ખાસ કરીને ફંડ ટ્રાન્સફરનો વધુને વધુ ઉપયોગ કરતા થાય એ હેતુથી રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા એ.ટી.એમ. ATM (Automated Teller Machines) ના વ્યવહારોમાં ઇન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરને રિવ્યુ કરવા માટેની પણ કમિટીની રચના કરવામાં આવી છે. ભારતમાં ATM (Automated Teller Machines)ની સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. ગ્રાહકો સંતોષકારક રીતે અને પહેલા કરતા વધુ પ્રમાણમાં આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે, પરીણામે બેંકોના કામના ભારણમાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એ.ટી.એમ. ATM (Automated Teller Machines)ના ચાર્જિસ અને ફીના પ્રવર્તમાન દરોને રિવ્યુ કરવા ખાસ કરીને ઘટાડવા માટે નિર્ણય લેવાય તે માટે કમિટી બનાવવામાં આવી છે.

રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજી વખત રેપો રેટમાં કપાત કરવામાં આવતા હવે પછીના દિવસોમાં તેની અસર રૂપે બેંક ધિરાણ સસ્તા દરે મળવાના શરૂ થશે. રિઝર્વ બેંકએ આે તા.6 જુન 2019ના રોજ રેપો રેટમાં 25 બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરીને દર 5.75 પહોંચાડ્યો છે.

June 6, 2019
world-bank.jpg
1min5380

વર્લ્ડ બૅંકે આગાહી કરી છે કે આગામી ત્રણ વર્ષમાં ભારતના અર્થતંત્રનો 7.5 ટકાના દરથી વિકાસ થશે. મંગળવારે વર્લ્ડ બૅંકે જાહેર કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.2 ટકા હતો. ચીનનો આર્થિક વૃદ્ધિદર 2018માં 6.6 ટકા હતો જે 2019માં ઘટીને 6.1 ટકા અને 2020માં ઘટીને 6 ટકા થવાનો વર્લ્ડ બૅંકે અંદાજ મૂકયો છે.

વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી અર્થતંત્રોમાં ભારત પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખશે. 2021માં ચીનનો વૃદ્ધિદર 6 ટકા અને ભારતનો 7.5 ટકા રહેશે તેવો વર્લ્ડ બૅંકના અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. 2018-19ના ચોથા કવાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.8 ટકા હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો વૃદ્ધિદર છે. અર્થતંત્રના વિકાસદરમાં ઘટાડો થવા પાછળ સીએસઓ કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં થયેલી પીછેહઠને જવાબદાર માને છે.

ધિરાણ વૃદ્ધિ અને વ્યાજદર હળવા કરવાની નીતિ અપનાવવાથી ખાનગી ખપત અને રોકાણને લાભ થશે, તેવું વર્લ્ડ બૅંકના અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. ભારતના શહેરી વિસ્તારોમાં ધિરાણ વૃદ્ધિ થવાથી ખપત વધી હતી, જયારે કૃષિ ઊપજોના ભાવ નીચે રહેવાથી ગ્રામીણ ખપત ઘટી હતી તેવું અહેવામાં કહેવામાં આવ્યું છે.

ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિદર વ્યાપક રહ્યો હતો. સર્વિસ ક્ષેત્ર અને કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વૃદ્ધિદર વધુ રહ્યો હતો.

વેપાર, હૉટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પ્રવૃત્તિમાં ધીમી રહી હોવાથી સર્વિસ ક્ષેત્ર ઠંડું રહ્યું હતું. કેપિટલ ગુડ્સની માગ વધુ રહી હોવાથી મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉછાળો નોંધાયો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન નરેન્દ્ર મોદી 2.0 સરકારનું બજેટ પાંચમી જુલાઈએ રજૂ કરશે. નાણાપ્રધાન આર્થિક સુધારાઓને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

June 1, 2019
jobs.gif
1min6690


2018-19ના જાન્યુઆરી – માર્ચ દરમિયાન આર્થિક વિકાસ દર ઘટીને પાંચ વર્ષની નીચી સપાટી 5.8 ટકા થયો છે. કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કામગીરી નબળી રહેતા તેની અસર થઈ છે. 2018-19 દરમિયાન જીડીપી વૃદ્ધિ 6.8 ટકા રહી છે જે અગાઉના વર્ષે 7.2 ટકા હતી, એમ સીએસએના અહેવાલમાં જણાવ્યું છે.

દેશમાં બેરોજગારીનો દર 2017-18મા વધીને 6.1 ટકા થયો છે, જે 45 વર્ષમાં સૌથી ઊંચો છે, એમ અધિકૃત સાધનોએ જણાવ્યું હતું.

રાજકોષીય ખાધ સાધારણ ઘટી છે. 2018-19મા રાજકોષીય ખાધ ઘટીને જીડીપીના 3.39 ટકા થઈ છે જે બજેટમાં અંદાજાયેલ 3.40 કરતા ઓછી છે જે ખર્ચમાં ઘટાડો અને ટેક્સ સિવાયની આવકમાં વધારો થતા શક્ય બન્યું છે.

રાજકોષીય ખાધ 31 માર્ચ, 2019ના અંતે રૂ. 6.45 લાખ કરોડ થઈ છે, એમ ક્ધટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટે જણાવ્યું હતું.

May 31, 2019
sensex-up.jpg
1min5480

આજે તા.31મી મે 2019ને શુક્રવારે શેરબજારમાં ઉછાળા સાથે શરૂઆત થઈ હતી, તા.30મી મે 2019ના રોજ મોદી સરકાર 2.0ની શપથવિધિની સીધી અસર શુક્રવારે ઉઘડતા બજારે જોવા મળી હતી.

તા.23મી મે 2019ના રોજ પરીણામોની જાહેરાત સાથે જ સેન્સેક્સએ લાઇફટાઇમ હાઇ સપાટી સર કરી હતી. એ પછી આજે સેન્સેક્સે ફરી 40 હજારની સપાટી કૂદાવી હતી.

આજે શુક્રવાર તા.31મી મે એ નિફ્ટીએ 12 હજારની સપાટી પાર કરી હતી. મોદી સરકાર પર વિશ્વાસ કાયમ રાખતા શેરબજારમાં બેન્કિંગ તેમજ આઈટી શેરોમાં લેવાલીના જોરે શરૂઆતી કામકાજમાં સેન્સેક્સ 271 પોઈન્ટ ઉપર 40,122.34ની ઊંચાઈએ સ્પર્શ્યો હતો. નિફ્ટી આંક પણ 81.20 પોઈન્ટ ઉપર ખૂલતા 12,027ને સ્પર્શ્યો હતો.

May 30, 2019
rtgs-facilitation.jpg
1min16210

આરબીઆઈએ આપેલી માહિતીમાં RTGSમાં ગ્રાહકોનો સમય સાંજે 4:30 થી વધારીને સાંજે 6:00 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી RTGS દ્વારા સાંજે 4.30 સુધી જ લેવડ-દેવડ થઈ શકતી હતી. 1 જૂનથી બધા જ ગ્રાહકો સાંજે 6.00 વાગ્યા સુધી RTGS કરી શકશે.

RTGS સિસ્ટમના માધ્યમથી દેશના કોઈપણ ખુણે પૈસા ટ્રાન્સફર કરવા માટે આરબીઆઈ તરફથી ખાસ સુવિધા આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્ક હવે RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટના સમયમાં ફેરફાર કર્યો છે. આરબીઆઈએ RTGSનો સમય દોઢ કલાક વધારીને સાંજે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 જૂનથી અમલમાં આવશે. આ વિશે RBI દ્વારા માહિતી આપવામા આવી હતી.

RTGS સિસ્ટમ દ્વારા કોઈ પણ વ્યક્તિ રિયલ ટાઈમ એટલે કે પૈસા મોકલતાની સાથે જ બેનિફિશયરી પાર્ટીને મળી જાય છે. RTGSનો ઉપયોગ મોટા ટ્રાન્ઝેક્શન માટે કરવામાં આવતો હોય છે. RTGSમાટે ઓછામાં ઓછી રકમ 2,00,000 રુપિયા છે. 2,00,000થી ઓછી રકમના ટ્રાન્સફરને NEFT કહેવાય છે. જેની ટાઈમ લિમિટ પહેલાથી જ સાંજે 6.00 વાગ્યા સુધીની છે. RTGSમાં મની ટ્રાન્સફરની કોઈ લિમિટ નથી. 2,00,000થી ઉપર ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે.

May 30, 2019
gst.jpg
1min12300

જીએસટી રિટર્ન વિનામૂલ્યે ફાઇલ થઇ શકે તેવું સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે

તા.29મી મે 2019ના રોજ ભારતના વેપારીઓ માટે રાહતભર્યા સમાચારની જાહેરાત કરતા GSTN નેટવર્કે રૂપિયા 1.50 કરોડ સુધીનો વાર્ષિક વેપાર ધરાવતા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસને મફતમાં એકાઉન્ટિંગ તથા બિલિંગ અંગેનું સોફ્ટવેર આપવામાં આવશે.

બિલિંગ સોફ્ટવેરને કારણે અંદાજે 80 લાખ જેટલા નાના વેપારીઓને એ ફાયદો થશે કે જીએસટી રિટર્ન બિલકુલ વિનામૂલ્યે ફાઈલ કરી શક્શે. આ પહેલા પણ GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને તેમાં ઝડપ લાવવા માટે નાણા મંત્રાલય દ્વારા GST રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંને કામ એક જ નિગમ પાસે કરાવાનો નિર્ણય લેવાયો હતો.

GSTN દ્વારા જાહેરાત કરાઈ છે કે,’ આ સોફ્ટવેરના કારણે કંપનીઓને બિલ અને જમા-ઉધારની વિગતો તૈયાર કરવામાં, ગોડાઉનમાં રહેલા માલ-સામાનની વિગતો તૈયાર રાખવામાં અને જીએસટી રિટર્ન તૈયાર કરવામાં મદદ મળશે. આ સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે’

આ સોફ્ટવેર ફ્રીમાં આપવા માટે GSTNદ્વારા નાણાકિય વર્ષમાં રૂ.1.50 કરોડથી ઓછો વેપાર ધરાવતા MSMEને સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા માટે બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર વિક્રેતાઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. તેના માટે કરદાતાઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.” GSTNએ આપેલી માહિતી પ્રમામે દેશમાં લગભગ 80 લાખ MSME એવા છે, જેનો વાર્ષિક વેપાર રૂ.1.50 કરોડથી ઓછો છે.

May 29, 2019
petrol-diesel-1.jpg
1min4860

ચૂંટણી પૂર્ણ થયા બાદ બળતણના ભાવ મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલના વધવાના શરૂ થયા છે. બળતણના ભાવ લિટરે 70-80 પૈસા વધ્યા છે. એક અઠવાડિયામાં પેટ્રોલ લિટરે 83 પૈસા તથા ડીઝલ 73 પૈસા મોંઘું થયું છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડતેલના ભાવ વધવા છતાં અત્રે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નહોતા. દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. 71.86, ડીઝલના રૂ. 66.69, મુંબઈમાં પેટ્રોલના રૂ. 77.47 તથા ડીઝલના રૂ. 69.88 થયા છે.

આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે ચૂંટણી દરમિયાન ભાવ જાળવી રાખ્યા હતા. હવે વધારવા માંડ્યા છે.

May 23, 2019
sensex-up.jpg
1min12810

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની બીજી ટર્મ સિક્યોર થઈ હોવાના પ્રારંભિક ટ્રેન્ડ સાથે જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

BSE બેન્ચમાર્ક સેન્સેક્સે ગુરુવારે સૌપ્રથમવાર 40,000 પોઈન્ટ્સની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી અને નિફ્ટીએ પણ 12,000ની સપાટી તોડી હતી. કેન્દ્રમાં ફરી એક વાર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતીના સંકેતને પગલે શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી.

શેરબજારમાં તેજી વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ 14 પૈસાના સુધારા 69.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે 30 શેર્સનો બનેલો સેન્સેક્સ એક તબક્કે 900 પોઈન્ટ્સ વધીને 40,012.35 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. NSE નિફ્ટી પણ 265 પોઈન્ટ્સના જંગી ઉછાળા સાથે 12,003.50 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો.

આજે બપોરે યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, L&T, SBI, ICICI બેન્ક, કોટક બેન્ક, RIL અને HDFC બેન્કના શેર્સ 8 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વેદાંતા, ITC અને TCSના શેર્સ 0.45 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બે કલાકની મતગણતરી બાદ સત્તાધારી NDAને 300થી વધુ બેઠકોમાં સરસાઈ મળતાં બજારમાં લેવાલી વધી હતી. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ 100 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું.

May 22, 2019
down-1280x1280.png
1min6750

એક્ઝિટ પોલ સાથે 1421 પોઇન્ટની જોરદાર છલાંગ લગાવ્યાં બાદ મંગળવારના સત્રમાં સેન્સેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઝડપી પ્રોફિટ બુકિંગ શરૂ થતાં સેન્સેક્સ 383 પોઇન્ટ ગબડ્યો હતો અને નિફ્ટીએ 119 પોઇન્ટ ગુમાવ્યાં હતાં. પ્રારંભિક ઉછાળા બાદ રોકાણકારોને એવું સમજાઇ જતાં કે ચૂંટણીમાં ભાજપની જિતની સંભાવના એક્ઝિટ પોલની જાહેરાત સાથે પૂર્ણપણે ડિસ્કાઉન્ટ થઇ ગઇ છે, પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. બીએસઇનો સંવેદનશીલ શેરઆંક સેન્સેક્સ 39,352.67 પોઈન્ટ્સના પાછલા બંધ સામે 39,449.45 પોઇન્ટની સપાટીએ ખૂલીને સત્ર દરમિયાન 39,571.73 પોઇન્ટની ઊંચી અને 38,884.85 પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને 382.87 પોઇન્ટ અથવા તો 0.97 ટકાના ઘટાડા સાથે 38,969.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

ટાટા મોટર્સ, મારુતિ, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક: નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી 11,828.25 પોઇન્ટના પાછલા બંધ સામે 11,863.65 પોઇન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 11,883.55 અને નીચામાં 11,682.80 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 119.15 પોઈન્ટ્સ અથવા તો 1.01 ટકા ઘટીને 11,709.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. રેવેન્યૂના ધોરણે આઇઓસીને પાછળ મૂકીને રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની બની હતી. 2018-19ના નાણાકીય વર્ષમાં રિલાયન્સે રૂ. 6.23 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, જ્યારે આઇઓસીએ રૂ. 6.17 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 49 ટકાનો ટાડો નોંધાવનાર ટાટા મોટર્સનો શેર 7.05 ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો. આ ઉપરાંત અન્ય લૂઝર શેરોમાં મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, એમએન્ડએમ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, યસ બેન્ક અને ટીસીએસમાં 3.25 ટકા સુધીનો કડાકો હતો.

ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, એચયુએલ: જોકે ખરાબ બજારમાં પણ સંસ્થાકીય લેવાલીનો ટેકો મળવાને કારણે રિલાયન્સ, એચયુએલ અને બજાજ ફાઇનાન્સ જેવા શેરોમાં 1.08 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. પ્રારંભના સત્રને બાકાત કરતાં બાકીના સમયમાં વ્યાપક અને તીવ્ર વેચવાલી જોવા મળી હોવાથી નાના શેરોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું. બીએસઇના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એકંદર 0.84 ટકા જેવી પીછેહઠ સાથે નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતાં. એસ્ટ્રા પોલિ ટેકનિક, ડીવીઆર, ફિલિપ્સ, કાર્બન બ્લેક અને વોડાફોન, આઇડિઆ પણ ટોપ લૂઝર માં સામેલ હતો. બી ગ્રુપના શેરોમાં રાધા માધવ ટોપ લૂઝર બન્યો હતો. અન્ય લૂઝર શેરોમાં એનઇએલ હોલ્ડિંગ, નાહર પોલિફિલ્મ્સ, શ્રી પુષ્કર કેમિકલ અને પલાશ સિક્યુરિટીઝનો સમાવેશ હતો.

એસ્ટ્રા પોલિ ટેકનિક, એનઇએલ હોલ્ડિંગ, ડીવીઆર, ફિલિપ્સ: થાયરોકેર ટેકનોલોજીમાં એનએસઇ પર 3.66 લાખ શેરનું વોલ્યુમ જોવા મળ્યું હતું. આ ઉપરાંત યુનાઇટેડ બ્રુવરીઝ, સિનજિન ઇન્ટરનેશનલ, ટ્રેન્ટ અને જેકે લક્ષ્મી સિમેન્ટમાં પણ વોલ્યુમમાં ઉછાળા નોંધાયા હતા. ટીવીએસ મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડમાં સતત પાંચમા સત્રમાં આગેકૂચ જોવા મળ્ી હતી. બજારમાં સ્થિરતા રહેતી ન હોવાથી રોકાણકારોનો જીવ ઉચ્ચક રહે છે. એક્ઝિટ પોલથી લઇને ચૂંટણીના પરિણામો અને અમેરિકાના ઇરાન અને ચીન સાથેના ઘર્ષણો, ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાની વધઘટ જેવા પરિબળો માર્કેટમાં અફડાતફડી અને અસ્થિરતાને પોષતા રહેશે.

May 17, 2019
sensex-up.jpg
1min14370

મુંબઈ: દેશમાં સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા અગાઉ શેરબજારમાં શોર્ટ કવરિંગથી શુક્રવારે 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ જોવા મળ્યો હતો. આજે સવારથી જ ઓટો, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 38,001.13 અને નીચામાં 37,415.36 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 537.29 પોઈન્ટ્સ (1.44%)ના ઉછાળા સાથે 37,930.77 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,426.15 અને નીચામાં 11,259.85 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 150.05 પોઈન્ટ્સ (1.33%) વધીને 11,407.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.11 ટકા અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા.