જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ગુજરાત રિજિયોનલ કચેરી કે જે સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત છે તેના નવા ચેરમેન તરીકે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિભાઇ સાલવિયા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ચૂંટણીઓ હાલ યોજાઇ રહી છે અને તાજેતરમાં જ તેમાં ઉમેદવારીની પ્રક્રિયા સંપન્ન થઇ છે. આ ચૂંટણીઓમાં સુરત સ્થિત રિજિયોનલ કાઉન્સિલ માટે બે કેટેગરી નક્કી કરવામાં આવી હતી. જેમાં એક સ્ટાર્ટઅપ અને બીજી કેટેગરી એક્ષપોર્ટ હાઉસના માલિક તરીકેની હતી.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએસનના ચેરમેન જયંતિ સાવલિયાએ આ બેઠક માટે ઉમેદવારી કરી હતી. ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે તેમની અવેજીમાં ઉમેદવારીપત્રક ભરનાર ઉમેદવારી પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા આખરે જીજેઇપીસીની ગુજરાત રિજિયોનલ કાઉન્સિલના ચેરમેન તરીકે જયંતિ સાવલિયાને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
જયંતિ સાવલિયા આગામી બે વર્ષ માટે જેજીઇપીસી ગુજરાત કાઉન્સિલના ચેરમેન તરીકે કાર્યરત રહેશે. જયંતિ સાવલિયા જેમના અનુગામી બન્યા છે એ વિજય માંગુકીયા પણ જ્વેલરી સેક્ટરમાંથી અને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનમાંથી જ આવે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2025-26 ના બજેટમાં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. સીતારમને વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે એક મંચની સ્થાપના કરવામાં આવશે. KYC પ્રક્રિયાને સરળ બનાવવા માટે 2025 માં સુધારેલી સેન્ટ્રલ KYC રજિસ્ટ્રી શરૂ કરવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું, ‘આવકવેરાના મામલે એ વાત પર ભાર મૂક્યો છે કે, પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો. નવો આવકવેરા કાયદો આવતાં અઠવાડિયે આવી જશે. વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે.’ તેના કારણે વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી મળતી સંપૂર્ણ પ્રીમિયમ રકમ ભારતમાં જ રોકાણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. જન વિશ્વાસ બિલ 2.0 હેઠળ 100 થી વધુ જોગવાઈઓને ગુનાના દાયરામાંથી હટાવવામાં આવશે.
વીમા કંપનીઓ આગામી કેન્દ્રીય બજેટમાં ખરીદદારોને કર લાભ અને પોલિસી વેચવા માટે પ્રોત્સાહનો માંગી રહી હતી. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) પ્રમાણે દેશમાં વીમાનો વ્યાપ 2023-24માં 3.7 ટકા રહેશે, જે 2022-23માં 4 ટકા હતો.
જીવન વીમા ઉદ્યોગનો વિસ્તરણ 2023-24 દરમિયાન પાછલા વર્ષના 3 ટકાથી થોડો ઘટીને 2.8 ટકા થયો. તેમજ બિન-જીવન વીમા ઉદ્યોગના મામલે આ આંકડો 2023-24 દરમિયાન 2022-23 જેટલો 1 ટકા રહ્યો હતો.
અગાઉના સ્વિસ રીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત 2025-29 દરમિયાન સરેરાશ 7.3 ટકાના પ્રીમિયમ વૃદ્ધિ સાથે G-20માં અગ્રણી રહેશે અને જૂથમાં સૌથી ઝડપથી વિકસતું વીમા બજાર બનશે.
બજેટથી અપેક્ષાઓ પર બોલતા ICRA લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ નેહા પરીખે કહ્યું કે, જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓની નબળી સોલ્વન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પુનઃમૂડીકરણ માટે બજેટમાં ફાળવણીની જાહેરાત પોઝિટિવ રહેશે.
વૈશ્વિક સોનું ઉછળી ૨૮૦૦ ડોલરની સપાટી પાર : આજના બજેટમાં ડયુટી વધવાની શક્યતા અમદાવાદ સોના-ચાદી બજારમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં સોનામાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૨૮૦૦ ડોલરની ઉપર બોલાતાં તેની પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં ભાવમાં આજે નવો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૮૪૮૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૮૫૦૦૦ની નવી ટોચને આંબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૩ હજાર બોલાતા થયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૮૧થી ૨૭૮૨ ડોલરવાળા વધુ વધી ૨૮૦૦ ડોલરની સપાટી કુદાવી ઉંચામાં ભાવ ૨૮૦૬થી ૨૮૦૭ ડોલર સુધી પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પની આક્રમક ટેરીફ નીતિના માહોલમાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી વધ્યાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્ય હતું. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પઁણ ઔંશના ૩૧.૧૨ વાળા ૩૧.૬૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે કેન્દ્રના નાણાંપ્રધાને ગયા વર્ષે બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો જ્યારે શનિવારે (આજે) રજૂ થનારા બજેટમાં નાણાંપ્રધાન કદાચ સોનાની ઈંમ્પોર્ટ ડયુટી વધારશે એવી શકયતા આજે ઝવેરી બજારમાં ચર્ચાઈ રહી હતી.
દરમિયાન વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૯૮૩ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ૯૯૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૨ ટકા ઘટયા હતા વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. યુએસ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૩.૪૯ તથા નીચામાં ૭૨.૪૯ થઈ ૭૨.૬૩ ડોલર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૭.૫૧ તથા નીચામાં ૭૬.૪૮ થઈ ૭૬.૬૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૧૭૫૭ જ્યારે ૯૯.૯૦ના રૂ.૮૨૦૮૬ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૯૩૫૫૩ બોલાયા હતા.
દરમિયાન, અમેરિકામાં ટ્રમ્પ સરકારે ટેરીફ વૃદ્ધીના સંકેતો આપતાં બ્રિટનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોનું જે સોનું પડયું છે એ સોનું બહાર લઈ જવાના પ્રયાસો શરૂ થયા છે તથા આ માટે વેઈટિગ પિરીયડ જે અગાઉ અમુક દિવસોનું જ રહેતું હતું તે હવે વધી ૪ સપ્તાહનું થઈ ગયાના સમાચાર મળ્યા હતા.
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ/૦૧/ર૦રપ થી ર૭/૦૧/ર૦રપ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધીનો રહેશે.
‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકઝીબીશન ર૦રપ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્ઘાટક તરીકે લોકસભાના દંડક તેમજ વલસાડના સંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્ હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે આણંદના સંસદ સભ્ય શ્રી મિતેષભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.
ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ/ટેકનોક્રેટ્સ, કન્સલ્ટન્ટ્સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્સ એન્ડ ડિપ્લોમેટ્સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં એકજ સ્થળે સુરતીઓને પ૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.
‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન ર૦રપ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના પેવેલીયન મૂકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે.
‘SGCCI ગ્લોબલ વિલેજ’ એક્ષ્પોમાં ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝીટર્સ મુલાકાત માટે આવશે.
આ એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્ઘાટક તરીકે ભારતના પૂર્વ ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશભાઇ પ્રભુ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્ હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કઝાકિસ્તાનના ભારત સ્થિત ઓનરરી કાઉન્સીલ જનરલ તેમજ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ચેરમેન શ્રી વિજય કમાન્ત્રી અને સેશલ્સના ભારત સ્થિત હાઇ કમિશ્નર મીસ અકાઉચે હરીસોઆ લલાથીના અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
આ એકઝીબીશન દરમ્યાન આશરે ૧રથી વધુ એમઓયુ થવાની આશા છે, જેમાં પોઇન્ટ ટુ પોઇન્ટ, ચેમ્બર ટુ ચેમ્બર અને ચેમ્બર ટુ પોઇન્ટનો સમાવેશ થશે. એક્ષ્પોમાં ૧૦ દેશોમાંથી ૧૦૦થી વધુ બિઝનેસ પ્રતિનિધિઓ આવશે. આ ઉપરાંત એકઝીબીશન દરમ્યાન સુરતના શહેરીજનો માટે તથા આમંત્રિત મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકા અને ભારત દેશ પોતાના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં ૧૧થી વધુ જુદા જુદા સેકટરના પ્રતિનિધિઓ પધારવાના હોઇ બીટુબી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો લઇ શકશે.
‘હેલ્થ એન્ડ વેલનેસ’ એકઝીબીશન ર૦રપ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે.
‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (ગુજરાત સ્ટેટ બ્રાન્ચ)ના પ્રમુખ ડો. મેહુલ શાહ અને સુરતના કલેકટર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધી (IAS) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ નાયક અને સુરતના ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. અનિલ પટેલ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.
હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોમાં કાચની સાફસફાઇ કરનારા રોબોટનું પ્રદર્શન કરાશે. એકઝીબીટરનું માનીએ તો હજી સુધી આ રોબોટનું મુંબઇના એકઝીબીશનોમાં પણ પ્રદર્શન થયું નથી, પ્રથમ વખત સુરતમાં ચેમ્બરના આ પ્રદર્શનમાં આ રોબોટને પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત છેલ્લા રપ વર્ષોથી વિવિધ સોફટવેર પૂરા પાડનારી કેટલીક કંપનીઓ દ્વારા નવા સોફટવેરની માહિતી આપવામાં આવશે. આ એક્ષ્પોમાં ઓટીપી બેઇઝડ ફાર્મસી મેનેજમેન્ટ સોફટવેરનું લોન્ચીંગ કરવામાં આવશે.
આ ઉપરાંત આ એક્ષ્પોમાં એડવાન્સ રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ, એડવાન્સ 4K & 3D લેપ્રોસ્કોપિક યુનિટ અને એડવાન્સ લેટેસ્ટ માઇક્રોસ્કોપનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત લેટેસ્ટ સર્જિકલ રોબોટનું પણ પ્રદર્શન કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલોમાં દર્દીઓને રોબોટિક સર્જરી માટે જવું પડતું હતું, પરંતુ આ લેટેસ્ટ સર્જિકલ રોબોટને કારણે સુરતની હોસ્પિટલમાં જ રોબોટિક સર્જરી શકય થઇ છે.
આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશન– ર૦રપના ચેરમેન શ્રી કે.બી. પિપલીયા, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપના ચેરપર્સન ડો. પારૂલ વડગામા ઉપસ્થિત રહયા હતા.
દેશમાં સંસદનું બજેટ સત્ર(Budget Session)31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આઠમું બજેટ રજૂ કરશે. આ વખતે પણ નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.
દેશની અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ અગાઉ ગયા વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમા હંગામો જોવા મળ્યો હતો. શિયાળુ સત્રના પહેલા ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે 5 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈ કાર્યવાહી થશે નહીં. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.
SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે SITEX – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.
SGCCI ના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. ‘સીટેક્ષ’ એ ખરેખર વિકસિત ભારત %ર૦૪૭ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્ષ્ટાઇલ ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.
ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટીંગ સાથેના ૩ર હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડકટીવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. ૩ર હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઇ રહી છે. આ ટેકનોલોજીમાં અત્યાર સુધી ર થી ૧૬ હેડ સુધીની પોઝીશન ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીનો સમાવેશ થતો હતો ત્યારે સુરતમાં પ્રથમ વખત ૩ર હેડવાળી આ મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જેકાર્ડનું સારી રીતે પ્રોડકશન લઇ શકાશે. ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે.
આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા વોટરજેટ મશીન, મેક ઇન ઇન્ડિયા હાઇ સ્પીડ રેપિયર મશીન અને શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરીનું પ્રથમ વખત સુરતના સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરીથી વેલ્યુ એડેડ ફેબ્રિકનું પ્રોડકશન લઇ શકાય છે. સોના–ચાંદીના તારના ઉપયોગથી પ્યોર સિલ્ક અને સેમી સિલ્કનું કપડું બનાવી શકાય છે. શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરી હાલ દક્ષિણ ભારત તથા બનારસ ખાતે જ ઉપલબ્ધ છે. સુરતમાં પ્રથમ વખત આ મશીનરીને સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે અને ત્યારબાદ સુરતના વિવર્સ આ મશીનરીના ઉપયોગથી વેલ્યુ એડેડ ફેબ્રિક બનાવી શકશે.
ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પણ પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. અત્યારે કોરિયાથી હાઇ કવોલિટી વેલ્વેટની આયાત કરવામાં આવે છે, જેનું આ મશીનરી પર પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૦ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજી પધારશે અને તેમના વરદ્ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સરકયુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
SGCCI દ્વારા સુરત – ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે, જેથી સુરત ઉપરાંત બહારના રાજ્યોના વિવર્સ મોટી સંખ્યામાં સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે.
સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં તથા બહાર બનાવવામાં આવેલા ડોમમાં ૮૯ જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.
વધુમાં, સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા અને શ્રી રિતેશ બોડાવાલાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.
એનસીડીઆરસીની 30 ટકાની ટોચમર્યાદાનો 16 વર્ષ જૂનો આદેશ સુપ્રીમ કોર્ટે ફગાવતા બેન્કોને રાહત મળી સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો ગ્રાહકો પાસેથી ૩૦ ટકા કરતાં વધુ ચાર્જ વસૂલી શકે છે. આમ તેણે ૧૬ વર્ષ જૂનો નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનનનો આદેશ રદ કર્યો છે, જેણે ક્રેડિટ કાર્ડ કંપનીઓ પર ૩૦ ટકાની ટોચમર્યાદા લાદી હતી. હવે બેન્કો કાર્ડના બાકી લેણા પર ૫૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી શકે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સીધો અર્થ એવો થાય કે જો તમે બિલ પેમેન્ટ કરો છો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ખરીદદારી કરો છો. તેમા જો તમે બિલ ભરવાનું ભૂલી ગયા તો બેન્ક પોતાની મનમરજી મુજબ આ ભૂલ માટે પેનલ્ટી લગાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે એનસીઆરડીસીએ ૩૦ ટકાની ટોચમર્યાદા લગાવ્યા પછી બેન્કોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બેન્કોના તરફથી દલીલ કરવામાં આવી હતી કે ૩૦ ટકાની ટોચમર્યાદા નક્કી કરવામાં આવ્યા પછી તેઓ ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરને અસરકારક રીતે પહોંચી વળી શકતા નથી. કોર્ટ તરફથી બેન્કોની તરફેણમાં આવેલો આ ચુકાદો ક્રેડિટ કાર્ડધારકોની આંખ ખોલી નાખનારો ચુકાદો છે.
ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને સતીશ શર્માની બેન્ચે જણાવ્યું હતું કે એનસીડીઆરસીનું નિરીક્ષણ છે કે ૩૦ ટકાથી ઊંચો વ્યાજદર અયોગ્ય ધંધાકીય રીતરસમ છે તો તેને અયોગ્ય ઠેરવવી જોઈએ. આ સ્પષ્ટપણે રિઝર્વ બેન્કના આદેશનો રીતસરનો ભંગ છે. કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ બેન્કિંગ નિયંત્રણ ધારા ૧૯૪૯ના આદેશનો ભંગ છે.
કોર્ટે તો ત્યાં સુધી જણાવી દીધું હતું કે એનસીડીઆરસીને કોઈ અધિકાર જ નથી કે તે બેન્કો અને ગ્રાહક વચ્ચે થતાં કરારને લઈને કોઈ આદેશ આપે. આ તેના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે. બેન્ચે તેના ૨૦મી ડિસેમ્બરના ચુકાદામાં જણાવ્યું હતું કે અમે અહીં રિઝર્વ બેન્કની તે રજૂઆત સાથે સંમત છીએ કે વર્તમાન કિસ્સામાં રિઝર્વ બેન્કને બેન્કો સામે, બેન્કને કે બેન્કિંગ સેક્ટર સામે કોઈપણ પ્રકારના પગલાં લેવાનો આદેશ આપવાની જરૂર અહીં વર્તાતી નથી.
આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન
હાલમાં એક તરફ મંદીનો માહોલ છે, બીજી તરફ સોનાના ભાવ રૂ.80 હજાર પ્રતિ તોલાની વિક્રમી સપાટીએ છે, હીરા ઉદ્યોગમાં ઘરાકીનો અભાવ છે, આવી તમામ પ્રતિકૂળતા વચ્ચે આગામી તા.20 ડિસેમ્બરથી શહેરના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલા ઝવેરાત એક્ષ્પો સ્પાર્કલ સમગ્ર ઝવેરાત ઉદ્યોગમાં ઘરાકી ખેંચી લાવશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ આજે જણાવ્યું હતું.
સ્પાર્કલ અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, વીપી નિખિલ મદ્રાસી, સેક્રેટરી નિરવ માંડલેવાલા, રમેશ વઘાસીયા, મૃણાલ શુક્લ, બિજલ જરીવાલા અને સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા એક્ઝિબિટર્સ તરીકે ભાગ લઇ રહ્યા છે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ચેમ્બરના સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્ઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવશે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવતો હોય છે.
B2C ધોરણે એકઝીબીશનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ હસ્તે સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સમારોહમાં સુરતના માનનીય સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે શ્રીમતી ગંગાબેન સી. પાટીલ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચેમ્બર દ્વારા શહેરના તમામ મહિલા સંગઠનોમાં રૂબરૂ જઇને સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત માટે તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવ યુગલો કે જેઓ થોડા દિવસોમાં લગ્નના તાંતણે બંધાનાર છે તેઓ તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસીય સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત લેનારા વિઝીટર્સ માટે દર કલાકે લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિજેતાઓને ચાંદીના સિકકા આપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ એકઝીબીશન દરમ્યાન પ્રથમ વખત લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં એકઝીબીશન દરમ્યાન સવારે ૧૧ઃ૦૦થી રાત્રે ૮ઃ૦૦ કલાક દરમ્યાન દર કલાકે લકી ડ્રો યોજાશે.
સ્પાર્કલ એકઝીબીશનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩.૭પ કિલો પ્યોર ચાંદીમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા પ્રદર્શન માટે મૂકવામાં આવશે. શહેરના એક જ્વેલર્સ દ્વારા વડાપ્રધાનશ્રીની ચાંદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આઠ જેટલા કારીગરોએ ત્રણ મહિનાની મહેનત બાદ આ અનોખી પ્રતિકૃતિ બનાવી છે, જે પણ સ્પાર્કલ એકઝીબીશનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન શ્રી તુષાર ચોકસી અને કો–ચેરમેન શ્રી સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે, નવા ટ્રેન્ડમાં ચાલી રહેલી તમામ પ્રકારની જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને પોલ્કી કોમ્બીનેશન સાથેની જ્વેલરી, હેરીટેજ અને એન્ટીક જ્વેલરી, મીના કારીગરીવાળી જ્વેલરી, નવા પ્રકારની એલીફન્ટ અને પીકોક સાથેની જ્વેલરી સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.
NRI તથા મહિલાઓ દ્વારા ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. લગ્નના આનુસાંગિક પ્રસંગો જેવા કે હલ્દી, મહેંદી, સંગિત અને રિસેપ્શનને અનુરૂપ જ્વેલરીની વિશાળ શ્રેણી આ એકઝીબીશનનું વિશેષ આકર્ષણ રહેશે.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે
સુરત : SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા 14, 15 અને 16 ડિસેમ્બર 2024ના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે રૂટ્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ B2B જ્વેલરી પ્રદર્શનની આ ચોથી આવૃત્તિ છે, જેમાં સુરત અને અન્ય શહેરોના 150 રિયલ મેન્યુફેક્ચરર્સ અને અને શહરોના મેન્યુફેક્ચરર્સ ડિસ્પ્લે કરશે. ડિસ્પ્લેમાં 5 હજારથી વધુ ડિઝાઇન જોવા મળશે. જેમાં ઇન્ટરનેશનલ અને નેશનલ B2B ખરીદદારો ભાગ લેશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 14 ડિસેમ્બરને શનિવારે સવારે 10 કલાકે મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગનો વિકાસ હશે અને તે હીરા ઉદ્યોગ, લેબ ગ્રોન ઈન્ડસ્ટ્રી અને અન્ય ઈન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ કરશે. જો આપણે સમગ્ર ભારત તરફ નજર કરીએ તો, સુરત એક એવું શહેર છે જ્યાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થાય છે. SJMA એક બિન-લાભકારી સંગઠન છે, જે જ્વેલરી સેગમેન્ટમાં તમામ ઉત્પાદનના વિકાસ માટે સરકાર સાથે સંકલન કરીને જ્વેલરી ઉદ્યોગ માટે કામ કરે છે. તે ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી, સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે. હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં વૈશ્વિક વલણોને પ્રતિબિંબિત કરે છે. રુટ્ઝ નેટવર્કિંગ, નવા વલણોની શોધ અને નવીનતમ તકનીક અને મશીનરીની શોધ માટે એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે.
નવેમ્બર મહિનામાં દિવાળી, ભાઈબીજ સહિતના અનેક તહેવારોને કારણે અનેક રજાઓ આવી હતી. હવે ચાર દિવસ બાદ 2024નો છેલ્લો મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. નવેમ્બર મહિનાની જેમ જ ડિસેમ્બરમાં પણ બેન્ક હોલિડેઝની ભરમાર રહેશે. જોકે, નવેમ્બરની જેમ ભલે ડિસેમ્બરમાં તહેવારોની ભરમાર નહીં હોય પણ કેટલાક સ્પેશિયલ દિવસ ચોક્કસ હશે કે જેને કારણે સ્કુલ, કોલેજ અને બેંકોમાં રજા રહેશે. આજે અમે અહીં તમને ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે. મળી રહેલી માહિતી પ્રમાણે ડિસેમ્બરમાં સાત-આઠ નહીં પૂરા 15 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. આ 15 રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમ જ રવિવારની રજાનો સમાવેશ થાય છે. આવો જોઈએ ક્યારે ક્યારે દેશના કયા રાજ્યમાં બેંક હોલિડે રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.