CIA ALERT

Alert Archives - Page 437 of 521 - CIA Live

December 17, 2018
sajjankumar.jpg
1min5930

દિલ્લીના દિગ્ગજ કૉંગ્રેસી નેતા સજ્જન કુમારની સાથે સાથે સમગ્ર કૉંગ્રેસ પાર્ટી માટે સોમવારનો દિવસ કાળો સાબિત થયો. સજ્જન કુમારને દોષી ઠેરવી આજીવન કેદ ફટકારવામાં આવી છે.

SAJAJN KUMAR

ઈંદિરા ગાંધીની હત્યા બાદ નવેમ્બર 1984માં દિલ્લીમાં થયેલા શીખ રમખાણોના મામલામાં આજે દિલ્લી હાઈકોર્ટે આ ચુકાદો સંભળાવ્યો. હાઈકોર્ટની ડબલ બેંચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમાર સહિત ચાર લોકોને દોષી કરાર આપી ઉંમર કેદની સજા સંભળાવી છે. સજા સંભળાવવામાં આવ્યા બાદ સજ્જન કુમારે 31 ડિસેમ્બર સુધીમાં સરેંડર કરવાનું રહેશે.

જસ્ટિસ એક મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની બેંચે આ ચુકાદો સંભળાવ્યો. સજ્જનકુમારને ઉંમર કેદની સજાની સાથે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ પહેલા નીચલી અદાલતે સજ્જન કુમારને નિર્દોષ છોડી મુક્યા હતા. અહેવાલો અનુસાર જ્યારે ચુકાદો વાંચવામાં આવી રહ્યો હતો ત્યારે પીડિત પક્ષના વકીલ રડી રહ્યા હતા. એટલું જ નહીં જજની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

કોર્ટે પોતાના ચુકાદોમાં સજ્જન કુમાર, કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ, અને કૉંગ્રેસને પૂર્વ કાઉંસિલર બલવાર ખોકરને આજીવન કેદની સજા સંભળાવી. જ્યારે કિશન ખોકર અને પૂર્વ કાઉંસિલર મહેંદ્ર યાદવે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

હાઈકોર્ટે પોતાના આ કઠોર ચુકાદો દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું કે 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન લોકો માર્યા ગયા હતા, જેના 37 વર્ષો બાદ દિલ્લી આવા જ રમખાણોનું સાક્ષી બન્યું. આરોપી રાજનૈતિક કારકીર્દિનો આનંદ લેતા રહ્યા અને ટ્રાયલ થી બચતા રહ્યા. હાઈકોર્ટે કુલ 7 અપીલો પર પોતાનો ચુકાદો સંભળાવ્યો.

December 17, 2018
kamal_nath.jpeg
1min7750

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર એક જ કલાકમાં કમલનાથે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કમલનાથે ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે.

KAMAL NATH ORDER

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સંભાળતાની સાથે જે કમલનાથે ખેડૂતોનું દેવું માફ કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. ચૂંટણી દરમિયાન સભામાં રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના મુખ્યમંત્રી આવતાની સાથે 10 જ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. કમલનાથે રાહુલ ગાંધીનું આ વચન સૌથી પહેલા પુરું કર્યું. જેનાથી ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ થઈ ગયું છે. સાથે જ કન્યા વિવાહ યોજના અંતર્ગત દેવામાં આવતી રકમ વધારીને 51 હજાર કરી દેવામાં આવી છે. સાથે મધ્યપ્રદેશમાં ચાર ગારમેંટ પાર્ક બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

KAMAL NATH

કૃષિ અને સહકારિતા વિભાગે પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના મોડેલનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કર્યો છે. રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં દેવા માફીને સૌથી મોટો મુદ્દો બનાવવા માંગે છે. અને આ રણનીતિ અંતર્ગત જ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં દેવું પ્રાથમિકતાના આધાર પર માફ કરવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસને બહુમતિ મળી ત્યારે જ કૃષિ, સહકારિતા અને નાણા વિભાગે તેની તૈયારી શરૂ કરી દીધી હતી.

December 17, 2018
SDCA_logo.jpg
1min12640

લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)

સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)

આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ  ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)

આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.

વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.

December 17, 2018
competitive.png
1min15900

ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે તાલીમ વર્ગ ♦️

પોલીસ, તલાટી અને બિનસચિવાલયની ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમામ વર્ગના યુવાન-યુવતીઓ માટે વિના મૂલ્યે એક મહિનાના તાલીમ વર્ગ

✔️ 20 ડિસેમ્બરથી શરૂઆત
********************
એસ.સી., એસ.ટી., ઓબીસી અને જનરલ કેટેગરી સહિત તમામ વર્ગના યુવાન-યુવતીઓ જોડાઈ શકશે.

⭕ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વિના મૂલ્યે મેળવવાની અમૂલ્ય તક⭕

ભરૂચમાં માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા દરેક વર્ગના યુવાન યુવતીઓ માટે વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. સરકાર ઘ્વારા પોલીસ, તલાટી અને બિનસચિવાલય વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. જેના માટે ભરૂચ જીલાના યુવાન અને યુવતીઓ મફત તાલીમ મેળવી પરીક્ષામાં સફળ થઈ સરકારી નોકરી મેળવી શકે તેવા શુભ આશયથી આ તાલીમ વર્ગનું આયોજન હાથ ધરાયુ છે. જેનો લાભ લેવા તમામ વર્ગના યુવાન-યુવતીઓને અપીલ છે

✒️ પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ
**********************
નર્મદા ચેનલ,
સ્ટેચ્યુ પાર્ક પાસે,
ભરૂચ.

✔️ ફોર્મ પરત કરવાની તારીખ
********************
૧૯-૧૨-૨૦૧૮

✒️ વધુ માહિતી માટે સંપર્ક
******************

નરેશ ઠક્કર
મો. 95865 22666
ધર્મેશ પરમાર
મો. 99257 58409
જગદીશ પરમાર
મો. 94271 16916

December 17, 2018
pro_logo.jpg
1min15450

  • નવ શહેરોમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ
  • 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો
  • સસ્તા મકાનની માગમાં થયેલો વધારા

દેશના 9 પ્રમુખ શહેરોમાં 2018ના વર્ષમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ થઈ 3.1 લાખ એકમ સુધી પહોંચ્યું છે. પ્રોપટાઈગર.કોમના રિપોર્ટ અનુસાર સસ્તા મકાનની માગમાં થયેલા વધારાને કારણે મકાનના વેચાણમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ રોકડની અછત અને રેરાની કડક અમલવારી હોવાનું ગણવામાં આવે છે.

નવ શહેરોમાં થયો હતો સરવે

  • મુંબઈ
  • પુણે
  • નોઈડા
  • ગુરૂગ્રામ
  • બેંગલુરૂ
  • ચેન્નઈ
  • હૈદરાબાદ
  • કોલકાત
  • અમદાવાદ

પ્રોપટાઈગરના’ રિપોર્ટમાં મુંબઈ, પુણે, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને અમદાવાદના રીયલ એસ્ટેટ ક્ષેત્રનો સર્વે કરવામાં આવ્યો હતો.’ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં એક વર્ષના લેખાજોખામાં પ્રોપ ટાઈગરે કહ્યું છે કે, ગયા વર્ષે નોટબંધીના પ્રભાવના કારણે મકાનના વેંચાણમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત મે 2017થી લાગુ થયેલા રેરાના કાયદા અને જીએસટીની અમલવારી પણ પ્રભાવિત રહી હતી.

રિયલ્ટી પોર્ટલના કહેવા પ્રમાણે 2018માં નવા મકાનની આપૂર્તિ ગયા વર્ષની તુલનાએ 22 ટકા ઘટીને 1.9 લાખ એકમએ પહોંચી હતી. નવા રીયલ એસ્ટેટ કાયદા રેરાની જોગવાઈની કડક અમલવારીના કારણે બિલ્ડરોએ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં ભારે સાવધાની રાખી હતી. આ ઉપરાંત રોકડની અછતાના કારણે પહેલા બનાવેલા મકાન વેંચાયા ન હોવાની નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે 2018માં મુંબઈમાં ઘરોનું વેચાણ 34 ટકા વધ્યું હતું. જ્યારે પુણેમાં વેચાણ પાછલા વર્ષની સરખામણીએ 47 ટકા વધ્યું છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ મકાનના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો છે.

December 17, 2018
kumbh_allhabad.jpg
1min5130

કુંભમેળા-૨૦૧૯ માટે મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે રેલવેએ વિવિધ સ્ટેશનોથી પ્રયાગરાજ સુધી ૮૦૦ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ કર્યો છે. નોર્થ સેન્ટ્રલ રેલવે (એનસીઆર) દ્વારા દોડાવાતી ટ્રેનો ઉપરાંતની આ ટ્રેનો હશે.  કુંભમેળા માટે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વિવિધ રેલવે ઝોનમાંથી છ સ્પેશિયલ ટ્રેનો પ્રયાગરાજ આવશે.

પ્રયાગરાજથી નવી દિલ્હી સુધી ૫૦૦૦ પ્રવાસી ભારતીયને લઇ જવા માટે રેલવે પાંચ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો વિચાર કરી રહી છે. વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી બાદ તેઓ પ્રયાગરાજ આવવાના છે. એમને પ્રયાગરાજથી દિલ્હી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે લઇ જવામાં આવશે.

શરૂ થતી ટ્રેનો અને સ્પેશિયલ ટ્રેનોના ૧૪૦૦ ડબ્બાઓ પર વિનિલ વ્રેપિંગથી આખા દેશમાં આ ધાર્મિક મેળાનો સંદેશ પહોંચાડવા માટે કુંભમેળાનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. ડબ્બાઓ પર કુંભમેળા અને પ્રયાગરાજના અગત્યના સ્થળોના આકર્ષક અને રંગીન ફોટાઓ લગાવવામાં આવશે.

રેલવેએ ‘પેઇન્ટ માય સિટી’ અભિયાન માટે રેલવે સ્ટેશનો અને રેહવાસી કોલોનીઓમાં ચિત્રો દોરવાની પરવાનગી આપી છે અને ત્યાં કુંભ મેળાની બ્રાન્ડિંગ કરવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રેલવેના નોર્થ સેન્ટ્રલ ઝોન સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અલાહાબાદ અને આસપાસના વિસ્તારોની સંસ્કૃતિ, કલા અને પરંપરાનું પ્રદર્શન કરતા સ્ટોલ્સ પેસેન્જર એનક્લોઝર્સમાં મૂકવામાં આવશે. અલાહાબાદ જંક્શન રેલવે સ્ટેશન પર ૧૦,૦૦૦ શ્રદ્ધાળુઓ સમાઇ શકે એવા ચાર મોટા એનક્લોઝર્સઊભા કરવામાં આવ્યા છે. એમાં વેન્ડિંગ સ્ટોલ્સ, પાણીના પ્યાઉ અને ટિકિટ કાઉન્ટર્સ, એલસીડી ટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને મહિલાઓ અને પુરુષ માટે સ્વતંત્ર ટોઇલેટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આવા જ એનક્લોઝર્સ અન્ય સ્ટેશનો પર પણ ઊભા કરવામાં આવશે.

કુંભમેળાના કમાન્ડ, ક્ધટ્રૉલ સેન્ટરનું મોદી દ્વારા ઉદ્ઘાટન

પ્રયાગરાજ: કુંભમેળા માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કમાન્ડ અને ક્ધટ્રોલ સેન્ટરનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ઉદ્ઘાટન કર્યું હતું. એમણે ગંગા પૂજન કર્યું હતું અને સ્વચ્છ કુંભ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કુંભમેળા અગાઉ ગંગા અને ઘાટોની સફાઇ માટેના વિવિધ વિકાસકાર્યો રાષ્ટ્રને અર્પણ કરવા અંડાવા જવા અગાઉ મોદીએ પ્રયાગરાજમાં અક્ષયાવતની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ તેઓ બમરૌલી એરપોર્ટ, પ્રયાગરાજ ગયા હતા અને ત્યાં એમણે એરપોર્ટના નવા ટર્મિનલ મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું.

December 17, 2018
CIA_Live_Logo_New2.jpg
1min4690

આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરના નવ મહિના દરમિયાન મુંબઈમાં ગુમ થયેલા ૭,૭૪૦ લોકોમાંથી ૨,૯૮૪ લોકોની કોઇ ભાળ મળી ન હોવાની મુંબઈ પોલીસે માહિતી આપી હતી. જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ૪,૭૫૭ ગુમ વ્યક્તિને શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

છેલ્લાં અમુક વર્ષમાં ગુમ થયા બાદ પત્તો ન લાગતો હોય એવી વ્યક્તિની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મુંબઈ પોલીસના આંકડા અનુસાર ૨૦૧૪માં ૮,૩૮૯ લોકો ગુમ થયા હતા, તે પૈકી ૬૮૭ જણની ભાળ મળી નહોતી. ૨૦૧૫માં ગુમ થયેલા ૮,૭૩૨ જણ પૈકી ૮૦૩ જણનો કોઇ પત્તો લાગ્યો નહોતો. ૨૦૧૬માં ગુમ થનાર કુલ ૯,૧૭૬ પૈકી ૧,૦૦૯ લોકોની કોઇ જાણકારી મળી નહોતી. ૨૦૧૭માં ગુમ થનાર ૯,૧૮૬ જણમાંથી ભાળ ન મળી હોય એવા લોકોની સંખ્યા વધીને ૧,૫૯૨ પર પહોંચી હતી. ૨૦૧૪થી લઇને સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધીમાં કુલ ૭,૦૭૪ જણના ગુમ થયા બાદ કોઇ પત્તો લાગ્યો નથી.

December 15, 2018
darshan1.jpg
1min6230
આજ રોજ શનિવાર, તા.15મી ડિસેમ્બર 2018ના રોજ સુરત સિંચાઇ વર્તુળ ખાતે ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયચંદભાઈ વસાવા, માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાન સુરેશભાઈ વસાવા, પીપોદરાગામના ડેપ્યુરિટી સરપંચ નશરૂમભાઈ શેખ, પીપોદરા સહકારી મંડળીના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઇના પાણી રોટેશનથી વિતરીત કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતનો સુરત સિંચાઇ વર્તુળમાં આવતા વિસ્તારમાં ખેતી કરી રહેલા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં ત્યારે જ મળી રહેશે જ્યારે રોટેશન પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે અન્યથા ધરતીપુત્રોને મોટી નુકસાની થવાની દહેશત છે. આ વર્ષે આમેય વરસાદ ઓછો પડ્યો છે અને સમગ્ર રાજ્યમાં જળસંકટ સર્જાય તેવી ભીંતી પ્રવર્તી રહી છે ત્યારે સુરત જિલ્લાના સામાજિક-રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકે રજૂઆત કરી છે કે સુરતના ખેડૂતોને આયોજનબદ્ધ રીતે જો ખેતી સિંચાઇનું પાણી વિતરણ કરવામાં આવશે તો સમસ્યાને નિવારી શકાશે. ખેડૂતોની ફરીયાદો ઉપસ્થિત થાય એ પહેલા જ સિંચાઇ વિભાગે રોટેશનથી પાણી કેવી રીતે વિતરીત કરી શકાય એ માટેનું હોમવર્ક કરવું રહ્યું એમ દર્શન નાયકએ ઉમેર્યું હતું.
December 15, 2018
shpoin.jpg
1min8580

દુનિયાનું સૌથી મોટું અને સર્વ સ્વીકૃત સર્ચ એન્જિન ગુગલ કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં પોતાની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી દીધી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથી  જ લોકપ્રિય ઓનલાઈન વેબસાઈટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોનને જબરદસ્ત ટક્કર આપશે એવું માનવામાં આવી રહ્યું છે.

આજે દુનિયાભરમાં કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે ગુગલ કરો એવી છાપ ઉભી થઇ છે. ગુગલ દરેક દેશના દરેક લોકો માટે અત્યંત ઉપયોગી અને લોકપ્રિય બન્યું છે એટલે જ ગુગલના નામથી નવા શોપિંગ સર્ચ એક્સપિરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લાવવામાં આવ્યું છે. ગુગલ ઓનલાઇન શોપિંગ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈ પણ પ્રોડક્ટ પર મળી રહેલી ઓફરને શોર્ટલિસ્ટ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશે.

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે, જેમાં રિટેઇલર્સ પણ સામેલ હશે. ગૂગલ શોપિંગ યૂઝર્સ માટે સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગનો અનુભવ કરાવશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન્સ જોડવામાં આવ્યા છે. જેમા પ્રાઈઝ ડ્રોપ્સ, ટોપ ડીલ અને ગૂગલની પ્રાઈઝ એક સાથે જોઈ શકાશે.  આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વૂમન ક્લોધિંગ, બુક્સ, ઘડિયાળ, હોમ ડેકોર ,પર્સનલ કેર  વગેરે જેવી કેટેગરી જોવા મળશે.

આ પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ વસ્તુને સ્કેન કરીને સર્ચ કરી શકશો અને તે માટે ફોનના કેમેરાનો ઉપયોગ પણ કરી શકાશે. ગૂગલ ખાસ કરીને રિટેલર્સ માટે ઉપયોગી બનશે કેમકે અહીં કોઈ પણ રિટેલર રજીસ્ટર થઈ શકે છે.  આ માટે ગૂગલ મર્ચંટ સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. મર્ચંટ સેન્ટર  અંગ્રેજી સિવાય હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે.

December 15, 2018
sparkle.jpg
1min7390

સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સ્પાર્કલ એક્ઝીબિશનમાં અત્યંત ટાઇટ સિક્યુરિટી, સતત કેમેરા સર્વેલન્સ વચ્ચે પણ તસ્કરો ચોરી કરવાની હિંમત દાખવે છે. શુક્રવાર તા.14મી ડિસેમ્બર 2018ની સાંજે સ્પાર્કલ પ્રદર્શનમાં મુલાકાતીઓની સંખ્યા ઠીકઠીક હતી ત્યારે એક ગઠીયાએ સુરતના જ એક વેપારીના સ્ટોલ પરથી 99.13 કેરેટના હીરા ચોરીછૂપીથી તફડાવી લીધા હતા. બાદમાં બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવી હતી.

ચેમ્બરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ એન્ડ જ્વેલરીના સ્પાર્કલ 2018 પ્રદર્શનમાં 212 નંબરનો સ્ટોલ સુરતના નાનપુરા સ્થિત સિદ્ધશીલા એપાર્ટમેન્ટમાં રહેતા જ્વેલર તેજશ સુરેશભાઇ શાહ ધરાવે છે. શુક્રવારે સાંજે તેમના સ્ટોલ પર મુલાકાતી બાયર તરીકે આવેલા એક ગઠીયાએ 99.13 કેરેટના હીરા નજર ચૂકવીને ચોરી લીધા હતા. બાદમાં હીરાના સ્ટોકની ઘટ આવતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કુલ રૂ.6 લાખની બજાર કિંમત ધરાવતા હીરા ગૂમ થયા હતા.

તાત્કાલિક સી.સી. ટીવી કેમેરામાં તપાસ કરવામાં આવતા જે ગઠીયાએ ચોરી કરી હતી એ તમામ સ્પષ્ટ દેખાઇ આવ્યું છે. બનાવ અંગે પોલીસને ફરીયાદ કરવામાં આવી છે. પોલીસ આશાવાદ સેવી છે કે સ્પાર્કલ પ્રદર્શનમાંથી હીરા તફડાવનાર તસ્કર ટૂંક સમયમાં પોલીસ ઝડપી લેશે.