Alert Archives - Page 436 of 512 - CIA Live

November 26, 2018
shah_couple_open.jpg
1min7860

અમદાવાદ અને આસપાસના વિસ્તારના લોકોને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચભરી સ્કીમ અન્વયે રૂપિયા ઉઘરાવ્યા બાદ રફૂચક્કર થઇ ગયેલા વિનય શાહ અને ભાર્ગવી શાહ દંપતિ આખરે નેપાળમાં ઝડપાયું હોવાના અહેવાલો છે. અમદાવાદ સમેત આખા ગુજરાતમાંથી આ દંપતિએ રૂ.260 કરોડ જેટલી માતબર રકમ પોન્ઝી સ્કીમ અન્વયે લોકો પાસેથી વસુલીને ફરાર થઇ ગયા હતા.

સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ રૂ.260 કરોડ રૂપિયાના કૌભાંડ કરનાર વિનય શાહની નેપાળના કાઠમંડુમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદમાં એકના ડબલ કરવાની લાલચે લોકોના રૂપિયા ચાંઉ કરી જનાર વિનય શાહ છેલ્લા કેટલાક દિવસોથી નેપાળમાં છુપાયો હોવાની બાતમી મળતા ગુજરાત પોલીસે નેપાળ પહોંચીને અને વિનય શાહને ઝડપી લીધો છે.

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પાલડીમાં રહેતા શાહ દંપતિ, વિનય શાહ અને ભાર્ગવી શાહ વિરુદ્ધ માર્કેટિંગના બિઝનેસ દ્વારા એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ હતી. ઠગ શાહ દંપતિ વિરુદ્ધ છેતરપિંડીની પાંચ ફરિયાદો નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજિત 250 લોકોએ 4500 રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનું રોકાણ આ સ્કીમમાં કરેલું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સમગ્ર કૌભાંડ 260 કરોડ રૂપિયાનું છે.

November 26, 2018
School-kids-with-heavy-bags.jpg
1min21500

વર્ષોથી નહીં દાયકાઓથી ભારતમાં ભાર વિનાનું ભણતર કરવાની વાત ચાલે છે પણ હજુ સુધી તેનો અમલ થયો નથી, બલ્કે બાળકોના, ભૂલકાઓના દફતરનું ભારણ એટલું વધી ગયું છે કે ધો.1થી 3ના બાળકોને તો નાનપણમાં જ કમરના દુખાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હવે સંભવ છે કે ભાર વિનાના ભણતરની અપેક્ષા સાકાર થાય તેમ છે. www.cialive.in સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પછી કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે દફતરનું ભારણ પ્રાથમિકના ધોરણ વાર કેટલું હોવું જોઇએ તેનું માપ દર્શાવતો પરિપત્ર દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ ખાતા જોગ જારી કર્યો છે www.cialive.in અને તેનો કડકાઇથી અમલ કરાવવાની સૂચના આપી છે.

માનવ સંસાધન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ ગાઇડલાઈન જાહેર કરી છે. તે હેઠળ ધોરણ પ્રમાણે સ્કૂલબેગના વજનને પણ નક્કી કરવામાં આવ્યું છે. પત્રમાં સૂચના આપવામાં આવી છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવવો જોઇએ.

  • પરિપત્રમાં જણાવાયું છે કે

  • ધો.1-2માં દફતરનું વજન દોઢ કિલોગ્રામથી www.cialive.in વધે નહીં
  • ધો.3-5માં દફતરનું વજન 2 કિલો 300 ગ્રામથી વધવું જોઇએ www.cialive.in નહીં.
  • ધો.6-7માં દફતરનું www.cialive.in વજન 4 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • ધો.8-9માં દફતરનું વજન 4.6 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં
  • ધો.10માં દફતરનું www.cialive.in વજન 5 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • બીજી કઇ કઇ સૂચનાઓ છે સરક્યુલરમાં

  • ધો.1-2ના વિદ્યાર્થીઓને શાળાઓએ હોમવર્ક આપવું જ નહીં
  • પાંચમાં ધોરણ સુધી ભાષા અને ગણિત સિવાય www.cialive.in અન્ય વિષયો શાળાઓ દ્વારા આપવાના રહેશે નહીં.
  • શાળાઓએ એક્સટ્રા વર્ક માટેની બુક્સ, નોટબુક્સ કે અન્ય સાહિત્ય મંગાવવાનો આગ્રહ રાખવાનો નથી

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે 5 ઓક્ટોબર, 2018ના રોજ આ આદેશ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને આ આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. www.cialive.in હવે આ સંબંધે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તરફથી શિક્ષણ વિભાગ અને સ્કૂલોને સર્ક્યુલર જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં આ અંગે સહેજ પણ ચળવળ દેખાતી નથી. અમને જે સરક્યુલર મળ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશના નામનો છે. પણ આવો જ પરિપત્ર ગુજરાતમાં પણ આપવામાં આવ્યો છે પણ ગુજરાત સરકાર તેને પ્રાયોરિટીમાં લેતી ન હોવાનું હાલ તુરત જણાય રહ્યું છે.

November 26, 2018
cng.png
1min11160

ગુજરાત સરકારની ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો ખાતે પાઈપલાઈન દ્વારા ઘર વપરાશ, કોમર્શિયલ, નોન કોમર્શિયલ, ઔદ્યોગિક એકમોના વપરાશ માટે પી.એન.જી. તથા વાહનો માટે સી.એન.જી. પૂરો પાડવામાં આવે છે. સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી. પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે.

ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે.

કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે જનતાનું હોમ ઇકોનોમીક્સ ખોરવાઈ ગયું છે. દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, પી.એન.જી.-સી.એન.જી. સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તેમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી, પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે. ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે ભારતની જનતાનું હોમ ઇકોનીમીક્સ ખોરવાઈ ગયું છે. ૨૦૧૪-૧૫ માં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડ્યૂટીથી ૧ લાખ ૭૨ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે કમાણી હવે ૧૦ લાખ કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે. જે પ્રજાના ખિસ્સામાંથી કેન્દ્ર સરકાર લઈ ગઈ છે. ભારત આશરે ૨૨૫ મિલ્યન મેટ્રિક ટન ક્રુડ બહારથી મગાવે છે, જે દેશની કુલ વપરાશના ૮૨ ટકા છે, જે ૨૦૧૪ માં ભાજપે સત્તા સંભાળી ત્યારે ૭૭ ટકા હતું. હાલમાં ક્રુડનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ૭૫.૯૫ ડોલર પ્રતિ બેરલ છે. ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ સેસ ઉઘરાવતી હોવાથી મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬ ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાંથી સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. સાથોસાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૩૩ ટકાથી વધુ કુલ ૧૨ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. જ્યારે કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ-ડીઝલ, સી.એન.જી. પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ, અને કાળઝાળ મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન એમ કહેતા કે, ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ મોંઘવારી ઘટવાના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪૦૦ ટકાનો વધારો થઈ ગયો છે. મોદી સરકારના મળતિયા ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં ૪૪ વખત ભાવ વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગને કમર તોડી મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે.

November 26, 2018
versov1.jpg
1min19740

મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે આઠ પર આવેલા વર્સોવા બ્રિજનું સમારકામ સોમવારથી એટલે કે આજથી એક મહિના સુધી ચાલશે. તેને કારણે ટ્રાફિક વિભાગ દ્વારા વિરાર, પાલઘર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારતથી મુંબઇ આવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

થાણે ટ્રાફિક વિભાગથી મળેલી માહિતી અનુસાર વિકલ્પ તરીકે અન્ય માર્ગોનો ઉપયોગ કરવો પડશે, જેને કારણે તેમનો પ્રવાસ ૨૫થી ૪૦ કિ.મી. વધી જશે. સામાન્ય રીતે વિરાર, પાલઘર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારતથી મુંબઇ આવતા લોકો ઘોડબંદર અને વર્સોવા બ્રિજનો વપરાશ સૌથી વધુ કરતાં હોય છે. તેથી ખાસ કરીને મુંબઇ-અમદાવાદ રૂટ પર અવરજવર કરતાં લોકોના પ્રવાસ પર અસર થઇ શકે છે. મુંબઇથી જવા માટે જૂનો બ્રિજ અને આવવા માટે સૌથી વધુ નવા બ્રિજનો ઉપયોગ થતો હોય છે. નવા બ્રિજનું સમારકામ ૨૬મી નવેમ્બરથી ૨૫મી ડિસેમ્બર સુધી ચાલશે. તેથી પ્રવાસીઓને એક મહિના સુધી હાલાકીનો સામનો કરવો પડશે. ટ્રાફિક અધિકારીના જણાવ્યાનુસાર નાના વાહનો આસાનીથી આ બ્રિજ પર અવરજવર કરી શકશે.

આ બ્રિજના કામને કારણે મલાડમાં આવેલા ચિંચોટી વિસ્તાર, વિરારના શિરસાટ ફાટા અને મનોર માર્ગના વપરાશને કારણે ભિવંડી જંકશન પર ટ્રાફિકનું દબાણ વધશે.

November 24, 2018
Gujrat-textile.jpg
1min6450

કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીની સુરત ખાતેની છેલ્લી મુલાકાત દરમિયાન વિવર્સના કેટલાક પ્રશ્નો સંદર્ભે ફોગવાના અશોક જીરાવાળા સમેત 4 આગેવાનો એ કાળા વાવટા બતાવવાની કરેલી હરકતના માઠા પરિણામો હવે ફોગવાના આગેવાનોએ ભોગવવા પડી રહ્યા છે. રાજ્ય સરકારે નવી ટેક્સટાઇલ પોલિસીના ડ્રાફ્ટિંગની મિટીંગમાંથી જ ફોગવાનો એકડો કાઢી નાંખ્યો છે.

આજે મુખ્યમંત્રીના નિવાસ્થાને નવી ટેક્સટાઇલ પોલિસીની રચના માટે મળેલી બેઠકમાં ફોગવાના એકેય આગેવાનને સ્થાન અાપવામાં આવ્યું ન હતું. આમ છતાં ફોગવાએ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા)એ ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસીમાં સામેલ કરવા માટેના કેટલાક મુદ્દાઓ આધારિત એક મેમોરેન્ડમ પાઠવ્યું છે. ફોગવાએ કરેલી રજૂઆતો મોટે ભાગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરી દેવાઇ છે એટલે ફોગવા રજૂઆત કરે કે ન કરે રાજ્ય સરકારને કશો ફરક પડતો નથી.

ફોગવાની નેતાગીરીએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતોમાં નીચે મુજબના મુદ્દાઓ ગુજરાત સરકારની ડ્રાફ્ટ થઇ રહેલી ટેક્સટાઇલ પોલિસીમાં સમાવવા રજૂઆત કરી છે.

  1. હયાત પાવર લુમ્સ ઇન્ડસ્ટ્રઝ અને નવી પાવર લુમ્સ ઇન્ડ. માટે સ્પેશિયલ પાવર ટેરીફ (રૂ.3.50 પ્રતિ યુનિટ બધા જ ચાર્જ સાથે અને ટેક્સ સાથે)
  2. નવી ટેક્સટાઇલ પોલિસીમાં 5થી 8 ટકાની વ્યાજની સબસિડી વિવર્સને આપવામાં આવે.
  3. કેપિટલ સબસિડી 10 ટકા શહેર હદ વિસ્તારમાં અને 15 ટકા શહેર બહારની હદ વિસ્તારમાં આવેલા વિવર્સને આપવામાં આવે. જેમાં સબસિડીની રકમની લિમીટ રૂ.20 કરોડ ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડની ગાઇડ લાઇન મુજબ
  4. જુના પાવર લુમ્સનું આધુનિકરણ કરવા માટે 25 ટકા કેપિટલ સબસિડી.
  5. વિવિંગ ઉદ્યોગ માટે નવું બાંધકામ કરવા રૂ.350 પ્રતિ સ્ક્વેયર ફીટની સબસિડી
  6. વોવન ટેકનિકલ ટેક્સટાઇલ માટે 45 ટકા સબસિડી આપવામાં આવે.

ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવાય

જોકે જાણકારો કહે છે કે ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં એટલા માટે લેવાય નહીં કેમકે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા સમેત કેટલાક આગવાનો વિવર્સના પ્રશ્નો હલ થાય તો કોંગ્રેસને શ્રેય આપશે અને અગાઉ પણ આવી હરકતો ફોગવાની હાલમાં આગેવાની લેનારાઓ કરી ચૂક્યા છે. અશોક જીરાવાળાએ તો ક્રેડિટ લેપ્સના મુદ્દે ઉતાવળે એવું પણ નિવેદન કરી દીધું હતું કે ભાજપ સરકાર કશું નહીં કરે તો ફોગવાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રજૂઆતો કરવી પડશે. અશોક જીરાવાળાના આ નિવેદન પછી ફોગવાને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહેજ પણ દાદ નહીં આપવાનો નિર્ણય કરી દીધો છે. પરીણામે નવી ટેક્સટાઇલ પોલિસીમાં ફોગવાની જગ્યાએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોને ગંભીરતાથી લઇને પ્રાધાન્ય અપાશે એમાં કોઇ બે મત નથી.

November 24, 2018
tn_midday.png
1min7440

તમિલનાડુમાં ઇન્કમ ટેક્સના દરોડા દરમિયાન એક બ્લેકલિસ્ટેડ કંપનીને મિડ ડે મિલ (મધ્યાહન ભોજન) યોજનામાં વિવિધ ચીજવસ્તુઓના સપ્લાયનો કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં સરકારી અધિકારીઓને રૂ.2400 કરોડની રકમ લાંચ પેટે અને તે પણ તેમના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા ઇન્કમ ટેક્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
તમિલનાડુમાં આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રાજ્ય સરકારની મિડ ડે મીલ (મધ્યાહન ભોજન) યોજનામાં ચાલી રહેલા મસમોટા કૌભાંડના દસ્તાવેજો મળ્યા છે. મધ્યાહન ભોજન યોજનામાં તમિલનાડુ સરકારને દાળ, પામ ઓઇલ, ઇંડા જેવી સામગ્રી પૂરી પાડતી ક્રિસ્ટી ફ્રાઇડગ્રામ ઇન્ડસ્ટ્રીમાં ઇન્કમ ટેક્સની રેઇડ દરમિયાન આ કૌભાંડ મળી આવ્યું હતું. કંપની બ્લેક લિસ્ટેડ હોવા છતાં તેને કરોડો રૂપિયાની ચીજવસ્તુઓ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેના બદલામાં રૂ.
2400 કરોડ રૂપિયાની લાંચ અપાઇ હોવાના પૂરાવા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ દસ્તાવેજોમાં વિતેલા વર્ષોમાં કરોડો રૂપિયાના હિસાબ મળી આવ્યા હતા, આ રૂપિયા સરકારના ઉચ્ચ અધિકારીઓ અને તેમના સંબંધીઓના બેન્ક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ સરકારી અધિકારીઓના સિરે ખાદ્ય સામગ્રીના ઓર્ડર આપવા અને યોજના સાથે જોડાયેલ બિલોની ચૂકવણી કરવાની જવાબદારી હતી.
રિપોર્ટ મુજબ 2014માં આ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના સૂત્રો મુજબ કંપની તેના આઇટી રિટર્નમાં નફાની ખોટી વિગતો આપી રહી હતી. આ સિવાય કંપનીએ બેન્ક લોન માટે જમા કરાવેલ દસ્તાવેજા અને અન્ય દસ્તાવેજોમાં ફેરફાર જણાયો હતો. લાંબા સમયથી આવકવેરા વિભાગ કંપનીની જાણકારી મેળવી રહી હતી. પરંતુ જ્યારે તપાસ હાથ ધરી તો તેમના હાથે સરકારી અધિકારીઓને કરોડો રૂપિયા લાંચ અપાઇ હોવાના પૂરાવા લાગ્યા હતા.
November 24, 2018
yogi.jpg
1min6730

યોગીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધતા કમલનાથના નિવેદનને આધાર બનાવીને સ્ફોટક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને તેમના મુસ્લિમ મતો એટલે કે અલી મુબારક અને અમને એટલે કે ભાજપને બજરંગ બલી જ ચૂંટણી જીતાડશે.

મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ ધમપછાડા કરી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે ભોપાલમાં એક રેલીનું સંબોધન કરતા તેમણે કોંગ્રેસ હુમલા કર્યા હતા. તેમણે કમલનાથના વીડિયોનો હવાલો આપ્યો હતો જેમાં તેઓ કથિત રીતે જણાવી રહ્યા હતા કે, જો ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના 90 ટકા વોટ પડશે નહી તો કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે.

યોગી આદિત્યનાથે આ નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કમલનાથજીનું એક નિવદેન હું વાંચી રહ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે, અમને એસસી/એસટીના વોટ નથી જોઇતા. કોંગ્રેસને માત્ર મુસ્લિમોના વોટ જોઇએ છે. કમલનાથજી તમને તમારો અલી મુબારક, અમને બજરંગબલી મદદ કરશે.

November 24, 2018
mary-kom-1543060481.jpg
1min9550

દિલ્હીના આંગણે રમાઇ રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ અન્વયે આજે તા.24મી નવેમ્બર 2018ના રોજ રમાયેલી મહિલા ઇવેન્ટની ફાઇનલ મેચમાં ભારતમાં સુપરમોમના નામથી પ્રચલિત મેરીકોમએ પોતાનાથી 13 વર્ષ નાની અને હોટ ફેવરિટ ચેમ્પિયન ગણાતી યુક્રેનની હંટરના હુલામણા નામથી પ્રચલિત બોક્સરને હરાવીને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. આ સાથે જ મેરી કોમ આયરલેન્ડની કેટી ટેલરને પછાડીને સૌથી વધુ વખત (6) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતનાર પ્રથમ મહિલા બોક્સર બની ગઈ છે. આ અગાઉ મેરી કોમ અને ટેલર 5-5 ટાઈટલ સાથે બરોબરી પર હતા.

ફાઈનલ મેચમાં બન્ને બોક્સરો ભારતની મેરીકોમ અને યુક્રેનની બોક્રસની ઉંમર વચ્ચે 13 વર્ષનો તફાવત હતો. યુક્રેનની હન્ના ઓકોતા હજુ 22 વર્ષની છે. જો કે તેની ખુંખાર રમતને પગલે તે ‘હંટર’ નામથી ઓળખાય છે. હન્નાએ યુરોપિયન યુથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો.

દિલ્હીના કે ડી જાધવ સ્ટેડિયમમાં રમાયેલી 48 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરી કોમે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને વર્લ્ડે રેકોર્ડ રચ્યો હતો. મેરી કોમ છઠ્ઠી વખત બોક્સિંગમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે.

અગાઉ 2006માં ઘરઆંગણે મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કર્યું એ વખતે લાઈટ ફ્લાઈવેટમાં રોમાનિયાની સ્ટેલુટા દુતાને હરાવીને મેરી કોમે 5માં વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જ્યારે આજરોજ તા.24મી નવેમ્બર 2018ના રોજ નવી દિલ્હી ખાતે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને ટાઇટલ જીત્યું છે.

 

November 24, 2018
ayodhyay3.jpg
1min8750

આવતીકાલ રવિવાર તા.25મી નવેમ્બર 2018ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાઇ રહેલી ધર્મસભામાં દેશભરમાંથી બે લાખથી વધુ લોકો ઉમટી પડવાની વાતે લઘુમતિ સમુદાયના પરિવારોની અસુરક્ષા અહેવાલો વાઇરલ થતાં ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવડાવી છે. રાજ્ય સરકારે લખનઉ ઝોનના એડીજી આશુતોષ પાંડેય અને ઝાંસી રેન્જના આઈજી એસએસ બઘેલને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે સતત સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપી છે. અયોધ્યામાં આજે ધર્મસભાના અેક દિવસ પૂર્વે એવો માહોલ છે કે જાણે કોઇ મોટી નવાજૂની થવાની ન હોય.

વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર તા.25મી નવેમ્બરની ધર્મસભામાં 1,322 બસો અને 1,546 ફોર વ્હીલર્સમાં 80 હજારથી વધુ કાર્યકરો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 14 હજાર કાર્યકરો મોટરસાઈકલ પર આવશે અને 15 હજાર કાર્યકર્તાઓ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે સતત સક્રીય રહેતા દેશના બે સંગઠનો આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ પૈકી અેકાદ લાખ સમર્થકો આરએસએસના અને દોઢેક લાખ જેટલા વીએચપીના કાર્યકરો રવિવારે અયોધ્યામાં હશે એવો અંદાજ માંડવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. વીએચપીના આયોજકોનું કહેવું છે કે રવિવારના મેગા મેળાવડા માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રની ભાજપ સરકાર પર વટહુકમ લાવીને રામ મંદિરના નિર્માણનું દબાણ લાવવાની તૈયારી છે.

November 24, 2018
Mataji_meldi.jpg
1min36350

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં નરોડા–દહેગામ રોડ પર આવેલી સ્મશાનભૂમિ સંકુલમાં મસાણી મેલડી માતાના મંદિરમાં પૌરાણિક રીતિ-રિવાજોને પગલે માતાજીને દારૂ ચઢાવવાનું ચલણ એટલું વધી ગયું કે સામાન્ય લોકો તેમજ મંદિર સંચાલકો માટે ઉપદ્રવજનક બનતા મંદિરના સંચાલકોએ રીતસર બોર્ડ મારીને સૂચના લખવી પડી છે કે માતાજીને દારુ ચઢાવવો નહીં. સામાન્ય રીતે ચોક્કસ જ્ઞાતિના લોકોમાં આ રિવાજ છે પણ અહીં સ્વજનની અંતિમ વિધીમાં આવતા અજાણ્યા લોકો માટે આ બોર્ડ કૂતુહલ સર્જી રહ્યું છે અને આ બાબતથી અજાણ લોકો હવે આ મંદિરના ફોટા અને સ્ટોરી વાઇરલ કરી રહ્યા છે.

અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર આવેલી આ સ્મશાન ભૂમિ આ જ કારણે આજકાલ સોશ્યલ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ બની છે. સ્મશાનભૂમિમાં ઉપરોક્ત તસ્વીરમાં જોઇ શકાય છે એમ મસાણી મેલડી માતાનું નાનકડું મંદિર છે અને પૌરાણિક પરંપરા એવી છે કે અહીં કેટલીક ચોક્કસ જ્ઞાતિઓના લોકો માતાજીને દારૂ ચઢાવે છે અને પોતાની માનતા-અાખડી-બાધા વગેરે દૂર કરે છે. આ રીવાજ ધીરે ધીરે એટલો ફૂલ્યોફાલ્યો કે મંદિરમાં અન્ય લોકો પણ મસાણી મેલડી માતાને દારૂ ચઢાવવા માંડ્યા છે. એક તબક્કે લોકો દેશી દારૂની પ્લાસ્ટીકની કોથળીઓ, બાટલીઓ વગેરે મંદિરમાં ચઢાવી જતા હતા અને તેના જથ્થાનો નિકાલ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું. ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે અને અહીં વર્ષોથી શ્રદ્ધાળુઓ બેરોકટોક મસાણી મેલડી માતાને દારૂ ચઢાવી રહ્યા હતા. આખરે મંદિર સંચાલકોએ બોર્ડ મારી દેવું પડ્યું છે કે આ મંદિરમાં માતાજીને દારૂ ચઢાવવો નહીં.