Alert Archives - Page 416 of 512 - CIA Live

January 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5180

કોસ્ટલ ટુરિઝમના વિકાસ માટે 1 હજાર કરોડના કરાર : દ્વારકામાં 250 કરોડના ખર્ચે 3 વર્ષમાં કામ પુરૂ કરાશે

ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં પ્રથમ દિવસે જ ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં ટુરીઝમ ક્ષેત્રે બમ્પર વિકાસની શક્યતા જોતાં મહાત્વાકાંણી પ્રોજેક્ટ સાથે મેગા પ્રોજેક્ટસની જાહેરાતો કરવામાં આવી છે.

જેમાં શીપીંગ ક્ષેત્રે જાણીતી કંપની જે.એમ.બક્ષીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મુખ્ય ટુરીઝમ તેમજ બંદરના વિકાસલક્ષી સ્થળો સૌરાષ્ટ્રના યાત્રાધામ દ્વારકા, પોરબંદર તેમજ વેરાવળ અને કચ્છમાં માંડવી બંદર મળી કુલ ચાર જગ્યાએ ક્રુલ ટર્મીનલો વિકસાવવા અંગે કરારો કર્યા છે.

ગુજરાત સરકારના અધિકારીઓએ આ ક્રુઝ ટર્મીનલોના નિર્મા અંગે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી સૌરાષ્ટ્ર કચ્છમાં ચાર બંદર તથા યાત્રાધામો ખાતે ક્રુઝ ટર્મીનલો અંદાજીત રૂપિયા એક હજાર કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં સમયગાળામાં દ્વારકા ખાતેનું ક્રુઝ ટર્મીનલ કાર્યરત થાય તેવી સંભાવનાઓ છે. આ સાથે ગુજરાતના યાત્રાધામો તથા બંદરો પર ક્રુઝ ટર્મીનલો બનતાં અહીંના ટુરીઝમ ઉદ્યોગને બમ્પર બુસ્ટઅપ મળે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. અને દ્વારકામાં આગામી ત્રણ વર્ષમાં ક્રુઝ ટર્મીનલના આયોજનથી દ્વારકા સહિતના સ્થળોએ હોટેલ પણ જેટ ગતિએ વિકાસ પામશે તેવી સંભાવનાઓ જણાઇ રહી છે.

January 19, 2019
maha_canteen1-1.jpg
1min5050

મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિનમાં વેઇટરની 13 ખાલી પડેલી જગ્યાએ નોકરી માટે 7,000 ઉમેદવારોએ અરજી કરી છે અને.તેમાં મોટા ભાગના અરજદાર ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક છે. રાજ્યમાં યુવાનો પાસે નોકરી નથી અથવા જેમની પાસે નોકરી છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી એવી ચર્ચાઓ કરતા એવી ચર્ચાઓને વ્યાપક સ્થાન મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિન એવી જગ્યા છે જ્યાંથી મહારાષ્ટ્ર કે મુંબઇના જ નહીં બલ્કે દેશભરના અબજો રૂપિયાના પ્રોજેક્ટસના બી રોપાય છે, મહારાષ્ટ્ર મંત્રાલયમાં આવતા જતા લોકો આર્થિક, સામાજિક, રાજકીય રીતે પાવરફુલ મનાય છે અને એટલા માટે જ અહીંથી લાયેઝનિંગનું કામ સરળતાથી થઇ શકે છે.

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં વેઇટરના પદ માટે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને તે માટેની શૈક્ષણિક લાયકાત ચોથા ધોરણ પાસ હતી. પરીક્ષાની પ્રક્રિયા 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ ચૂકી છે અને હાલમાં નોકરીમાં જોડાવા અંગેની પ્રક્રિયા શરૂ છે. વેઇટરના પદ માટે પસંદ કરવામાં આવેલા 13 અરજદારમાંથી આઠ પુરુષ અને બાકીની મહિલાઓ છે.

મંત્રાલયમાં વેઇટરની નોકરી માટે પસંદ કરવામાં આવેલા 13 જણ પૈકી 12 ગ્રેજ્યુએટ છે, જયારે એક બારમું ધોરણ પાસ છે. આ તમામની વય 25-27 વર્ષ વચ્ચે છે.

બીજીતરફ મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે માત્ર 13 પદ માટે 7,000 અરજીઓ આવી એ દર્શાવે છે કે રાજ્ય અને દેશમાં રોજગારની સ્થિતિ કેટલી ગંભીર છે. ચોથા ધોરણની લાયકાત ધરાવતા પદ માટે ગ્રેજ્યુએટ અરજી કરે આ દુ:ખની વાત છે. દરમિયાન બે કરોડ લોકોને રોજગાર આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા વિરુદ્ધ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પોલીસના 852 ખાલી પદ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી હતી. તે જ પ્રમાણે રેલવેમાં પણ 10,000 ખાલી પદ માટે એક કરોડ બેરોજગાર લોકોએ અરજી કરી હતી. મોદી સરકારના જીએસટી અને નૉટબંધી જેવા નિર્ણયને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા, પરિણામે બેરોજગારીમાં વધારો થયો.

January 18, 2019
Ind-vs-Aus_Playing-1.jpg
1min5550

ચહલ મેન ઓફ ધ મેચ અને મહેન્દ્રસિંહ ધોની મેન ઓફ ધ સિરીઝ બન્યા

IND VS AUS ત્રીજી વન-ડેમાં ભારતની જીત, 2-1 થી જીતી સિરીઝ
ભારતની ધમાકેદાર જીત

મેલબોર્નમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં ભારતની ધમાકેદાર જીત થઈ છે. મેચની સાથે ભારતે સિરીઝ પણ જીતી લીધી છે. 231 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી થઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા તુરંત જ આઉટ થતા વિરાટ કોહલી અને ધોનીએ ઈનિંગને મક્કમતાથી આગળ વધારી હતી. જો કે વિરાટ કોહલી 46 રને આઉટ થતા કેદાર જાદવ અને ધોની ભારતને જીત તરફ લઈ ગયા હતા. ટિકાકારોને જવાબ આપતા સતત ત્રીજી વન-ડેમાં ધોનીએ હાફ સેન્ચુરી ફટકારી હતી અને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ધોનીએ 87 રનની અને કેદારનાથે 61 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ત્રીજી અને આખરી વન ડેમાં ચહલના ચમત્કાર સામે ઓસ્ટ્રેલિયન ટીમ ચિત થઈ છે. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી ચહલે છ, ભુવનેશ્વર અને શમીએ 2-2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પિટર હેન્ડ્સકોમ્બે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા જ્યારે શૉન માર્શે 39 અને ઉસ્માન ખ્વાજાએ 34 રનની મહત્વની ઈનિંગ રમી હતી.

ત્રીજી વન ડે માટે ટીમ ઈન્ડિયામાં ત્રણ પરિવર્તન કરાયા હતા. સિરાજના બદલે વિજય શંકર, કુલદીપના બદલે ચહલ, સાયદુની જગ્યાએ કેદાર જાધવને ટીમમાં સામેલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે વન ડે સિરીઝની આ છેલ્લી મેચ રમાઈ. મેલબોર્નમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચ પહેસા બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી હતી અને સિરીઝ જીતવા આ મેચ બન્ને ટીમ માટે ફરજિયાત હતી . ભારતે મેચમાં જીત મેળવીને સિરીઝ પર પણ કબજો કર્યો છે.

January 18, 2019
agri-1.jpg
1min11450

(Symbolic Photo DAM)

2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.

સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.

ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.

ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત

બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.

19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે

શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.

તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી

આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.

January 17, 2019
dancebar1-1.jpg
1min15640
(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

દરેક વ્યક્તિને પોતાની રીતે આજીવિકા કમાવવાનો અધિકાર છે, જેથી ડાંસ બાર પર રોક ન લગાવી શકાય, પણ કેટલીક મર્યાદાઓ રાખીને સુપ્રીમ કોર્ટે ડાંસ બારને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે મુંબઇના બાર સંચાલકો ખુશીથી ઉછળી ઉઠ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે મળેલી માહિતી મુજબ કેટલીક ચોક્કસ શરતોને આધિન રહીને મુંબઇ મહારાષ્ટ્રમાં ડાંસ બાર પુનઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સાફ કહ્યું કે ડાંસરને અલગથી ટિપ નહીં આપી શકાય અને ન તો તેમના પર પૈસા ઉછાળી શકાશે. આ પહેલા 30 ઑગસ્ટ 2018ના દિવસે કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયાલયે એવું પણ કહ્યું કે સ્કૂલ અને ધાર્મિક સ્થાનથી ઉચિત અંતર રાખવામાં આવી. જો કે કોર્ટે બાર ડાંસિંગ એરિયા અલગ રાખવાની શરત ફગાવી દીધી. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે 2016ના કાયદા પ્રમાણે ડાંસ બારમાં સીસીટીવી પણ ફરજિયાત રાખવામાં આવ્યા હતા. જેને પણ કોર્ટે રદ કરી દીધું છે.

(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

કઇ કઇ શરતો પર ડાન્સ બાર શરૂ કરી શકાશે

  • – ડાંસ એરિયા અને ગ્રાહકો વચ્ચે કોઇ અવરોધ નહીં હોય, કાચ, દિવાલ કે અન્ય કોઇ.
  • – સીસીટીવી લગાવવાની શરત સુપ્રીમ કોર્ટે હટાવી દીધી
  • – ડાંસ બારમાં શરાબ પીરસી શકાશે.
  • – સાંજે 6 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી ડાન્સબાર ખુલ્લા રાખી શકાશે
  • – બાર ડાંસરને કોઇપણ પ્રકારે ટિપ આપી શકાશે, પૈસા ઉડાવી શકાશે નહીં.
  • – ડાંસ બારમાં લાઇવ ઑર્કેસ્ટ્રા વગાડી શકાશે.
January 17, 2019
calogo.jpg
1min1723

 

શહેરમાં અભ્યાસ કરી રહેલા ધો.12 કોમર્સના એવા વિદ્યાર્થીઓ કે જેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માંગે છે, તેમના માટે ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષાઓ બાદ એક મહિના માટે સી.એ. પ્રિપેરેટરી કોર્સ બિલકુલ ફ્રી (મફત)માં ચલાવવાની ઘોષણા લિયો ક્લાસીસ ઉધના તરફથી કરવામાં આવી છે.

(Symbolic Photo)

વધુ જાણકારી આપતા લિયો ક્લાસીસના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયાએ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલને જણાવ્યું હતું કે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશન માટે ઘણાં વિદ્યાર્થીઓ ધો.10થી જ તૈયારી કરતા હોય છે. આવા વિદ્યાર્થીઓને સી.એ. કોર્સમાં ફાઉન્ડેશનથી લઇને ફાઇનલ્સ દરમિયાનની ઝાંખી મળે તેમજ સી.એ. કોર્સને જાણી શકે તે માટે ખાસ એક મહિનાનો કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ધો.12 કોમર્સના કોઇપણ બોર્ડના ગુજરાતી, ઇંગ્લિશ મિડીયમ બન્ને માધ્યમના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મે સમર વેકેશન દરમિયાન ખાસ કોર્સ બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે. એ પછી વિદ્યાર્થી પોતે જ નક્કી કરશે કે તેઓ સી.એ. કોર્સ સફળતાપૂર્વક પાર કરી શક્શે કે નહીં.

આ કોર્સ ક્યાં ચાલશે 

કોર્સ સુરતમાં ત્રણ સ્થળોએ શરૂ કરવામાં આવશે. જેમાં (1) ઉધના ગામમાં આવેલા લિયો ક્લાસીસ (2) વરાછા રોડ પર આવેલા ઇગલ ક્લાસીસ તેમજ (3) સિટીલાઇટ ખાતે અશોક પાનની ગલીમાં જે.કે. ક્લાસીસ ખાતે સમર વેકેશનમાં શરૂ કરવામાં આવશે.

કેવી રીતે પ્રવેશ મળશે

સી.એ. અભ્યાસક્રમ કરવા માંગતા વિદ્યાર્થીઓને એક મહિનાના ફ્રી કોર્સમાં પ્રવેશ લેવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ઉપરોક્ત ત્રણેય જગ્યાએથી મળીને ત્યાં જ ભરીને આપવાનું રહેશે.

લિયો ક્લાસીસ તેમજ મુંબઇના સુપ્રસિદ્ધ જે.કે. કોચિંગના સંચાલકોએ સંયુક્ત રીતે આ કોર્સ સુરતના વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં ભણાવવા માટે કટિબદ્ધતા દાખવી છે.

January 17, 2019
suratairport1.jpg
1min20210

સુરત એરપોર્ટ આજકાલ ચર્ચાના ચગડોળે છે અને તેમાં મોટા ભાગે હકારાત્મક ન્યુઝ કારણભૂત હતા, પરંતુ, આગામી તા.30મી જાન્યુઆર 2109ના રોજ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાનો છે તેવી સ્થિતિમાં એક નકારાત્મક ન્યુઝ એ આવ્યા છે કે સુરત એરપોર્ટ પર આજે તા.17મી જાન્યુઆરીના રોજ જોઇન્ટ જનરલ મેનેજર જેવી પોસ્ટ પર ખાસ નિયુક્ત કરાયેલા એક અધિકારી રાધા રમણ ગુપ્તાને એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે લાંચના છટકામાં આબાદ ઝડપી પાડ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.30 હજારની લાંચ લેવાના પ્રકરણમાં તેઓ આબાદ ઝલાયા છે અને તેમણે સુરત એરપોર્ટના ચાંદ રૂપી સ્વરૂપમાં કાળી ટીલી પણ લગાડી દીધી છે.

એસીબીની ટ્રેપ થયા બાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કેટલાક અધિકારીઓ સમગ્ર ઘટના અંગે ઢાંકપીછોડો કરવાની કોશીસ કરી હતી અને આ સમગ્ર પ્રકરણ અંગેની કોઇ વિગતો મિડીયાને આપવાનો ઇન્કાર કરી દીધો હતો. મળતી માહિતી મુજબ જોઇન્ટ જનરલ મેનેજરની સુરતમાં એક ખાસ પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. એરપોર્ટ વિસ્તરણનું મહત્વનું કામ આ પોસ્ટ પર નિમાયેલા ગુપ્તા નામના એક અધિકારીને સોંપવામાં આવ્યું હતું. હાલ એરપોર્ટ પર વિસ્તરણ ચાલી રહ્યું છે ત્યારે અનેક કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુપ્તા નામના આ અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે રૂ.30 હજારની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે આ અધિકારને પાઠ ભણાવવા માટે એન્ટી કરપ્શનન બ્યુરોને ફરીયાદ કરીને આજે તેમને આબાદ છટકામાં પકડાવી દીધા હતા.

આ સાથે જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા પહેલા આ અધિકારી મહાશયે કાળી ટીલી લગાડી દીધી છે.

 

January 17, 2019
rajendra_bothra.jpg
1min8050

ભારત સરકારે પદ્મશ્રી જેવો ખિતાબ કેવા વાહિયાત તબીબને અર્પણ કર્યો છે તેનો પર્દાફાશ અમેરિકાએ કર્યો છે. અમેરિકાએ ભારતમાં પદ્મશ્રી ખિતાબ હાંસલ કરી ચૂકેલા સિનિયર મોસ્ટ વિશ્વ વિખ્યાત તબીબ ડો.રાજેન્દ્ર બોથરાને છેલ્લા એક મહિનાથી જેલમાં એટલા માટે પૂરી રાખ્યા હતા કેમકે તેમણે ગરીબોને બિજરૂરી દવાઓ અને ઇન્જેક્શન આપ્યે રાખ્યા હતા જેથી પોતાની કમાણી થઇ શકે, આ તબીબે અમેરિકામાં ડ્રગ્સને ઉત્તેજન મળે તેવી પ્રવૃતિઓ મેડિકલ પ્રેક્ટિસની આડમાં કરી રાખી હતી. પણ ડો.  બોથરાએ પોતાના જેવા 5 ડોક્ટરોનું આખું નેટવર્ક એવી રીતે ચલાવ્યું કે તેઓ ટૂંકાગાળામાં અબજો રૂપિયા કમાઇ ચૂક્યા હતા. અમેરિકાની તપાસ એજન્સીએ તેમના સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી દેતા ભારતની તબીબી આલમ માટે ભારે કલંકિત પ્રકરણે સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાડી છે.

ભારતમાં પદ્મશ્રી જેવો સર્વોચ્ચ ખિતાબ હાંસલ કરનાર ખ્યાતનામ તબીબ ડો.રાજેન્દ્ર બોથરાએ અમેરિકામાં જઇને ભારતનું નામ બોળ્યું છે. અમેરિકાના સૌથી મોટા હેલ્થકેર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ભારતના આ પદ્મશ્રી ખિતાબધારી તબીબ ડો.રાજેન્દ્ર બોથરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન પર છુટવા માટે રૂ.50 કરોડની જંગી રકમના બોન્ડ લખી આપવા પડ્યા છે. ડો.રાજેન્દ્ર બોથરાને કારણે સમગ્ર ભારતની તબીબી આલમ પર બદનામીના છાંટા ઉડ્યા છે. રૂપિયા કમાવવા માટે તબીબ જેવા ઉચ્ચ દરજ્જાના લોકો કૌભાંડી બની જાય છે એવી છાપ અમેરિકા ફેલાય જવા પામી છે.

અમેરિકામાં 46.4 કરોડ ડૉલર (રૂ.3,294.4 કરોડ)ના સૌથી મોટા હૅલ્થકૅર કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું મનાતા ભારતીય મૂળના 77 વર્ષીય અમેરિકી ડૉક્ટર અને ભારતમાં પદ્મશ્રી મેળવનાર રાજેન્દ્ર બોથરાને 70 લાખ ડૉલર (અંદાજે રૂ.50 કરોડ)ના બૉન્ડ પર મુક્ત કરાયા હતા.

રાજેન્દ્ર બોથરા ઉપરાંત અન્ય પાંચ તબીબ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. અમેરિકાની સરકારે એવી શંકા વ્યક્ત કરી હતી કે આ ડૉક્ટરે નાણાં છુપાવ્યા છે અને તેઓ સ્વદેશ (ભારત) નાસી જઇ શકે છે. આમ છતાં, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ સ્ટીફન મરફીએ તેમના બૉન્ડ મંજૂર કર્યા હતા. રાજેન્દ્ર બોથરા બ્લૂમફિલ્ડ હિલ્સના છે.

આવા આરોપો હતા ભારતના પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બોથરા ઉપર

  1. बोथरा एक महीने से जेल में थे। उनके अलावा 5 अन्य डॉक्टर भी आरोपी हैं। इन पर ड्रग्स को बढ़ावा देने, धोखाधड़ी करने और मरीजों को गैर-जरूरी इंजेक्शन देने के आरोप हैं। बोथरा के खिलाफ आरोपों की सुनवाई जुलाई में होगी। उनकी पत्नी और बेटी को भी अपने पासपोर्ट अदालत में जमा करवाने पड़ेंगे।
  2. जुर्माने के तौर पर बोथरा की संपत्ति भी जब्त की जा सकती है। सरकारी वकील बोथरा की प्रॉपर्टी का सही आंकलन नहीं कर पाए हैं. लेकिन इसकी वैल्यू 248.5 करोड़ रुपए (3.5 करोड़ डॉलर) होने का अनुमान जताया जा रहा है। बोथरा की एक रियल एस्टेट कंपनी होने का पता चला है। उनकी कंपनी के पास 22 प्रॉपर्टी हैं।
  3. बोथरा भारत में गरीबों और बीमारों के लिए काम करते रहे हैं। वे हर साल 8 हफ्ते के लिए अपने खर्च पर भारत आते हैं। इस दौरान वे एचआईवी और ड्रग्स के प्रति जागरुकता अभियान चलाते हैं। तंबाकू और शराब की लत के शिकार लोगों को भी अवेयर करते हैं। भारत में बोथरा के भाई-बहन रहते हैं। यहां उन्होंने निवेश भी कर रखा है।
  4. बोथरा अमेरिका में रिपब्लिकन पार्टी के कार्यकर्ता भी हैं। साल 1980 और 1990 में बोथरा ने तत्कालीन अमेरिकी राष्ट्रपति जॉर्ज एच डब्ल्यू बुश के लिए फंड जुटाने में प्रमुख भूमिका निभाई थी।
January 16, 2019
supreme.jpg
1min6730

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું કે હજુ પણ 273 શાળાઓએ FRCમાં ફીની વિગતો આપી નથી અને એફિડેવિટ કર્યું નથી. મોટા ભાગની શાળાઓ એવી છે જે બંધ કરવામાં આવી રહી છેFRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ

ફાઇલ ફોટો

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફી રેગ્યુલેશન મામલે સુપ્રીમ કોર્ટમાં હાલમાં વચગાળાની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં હાલ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની તારીખ આપવામાં આવેલ છે. સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમનું ધ્યાન દોર્યું કે, ગુજરાતમાં હજુ પણ 273 શાળાઓએ ફી રેગ્યુલેશન મામલે દરખાસ્ત કે એફિડેવિટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ સ્કૂલો સામે કડક પગલાં ભરવા સરકારને જણાવ્યું હતું. સરકાર ટૂંક સમયમાં જ સ્કૂલોને આ અંગે નોટિસ આપશે.

વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સુપ્રીમના ઓર્ડરને લઇને હાલમાં અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે શાળાઓ પ્રોવિઝનલ ફી કરતા પણ વધારે ફી વસૂલ કરી રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

હવે પછીની સુનાવણી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. જોકે 273 શાળામાંથી 185 સ્કૂલ એવી છે, જ્યાં સ્કૂલ સંચાલકોનો સમાવેશ કરવામાં આવે છે અને તે આ વર્ષથી પોતાની સ્કૂલો બંધ કરી રહ્યા છે. એસોસિયેશન ઑફ પ્રોગેસિવ શાળાના સેક્રેટરીએ જણાવ્યુ કે, એફિડેવિટ રજૂ ન કરનાર શાળા સામે પગલા ભરવા અનિવાર્ય છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 273 શાળાઓેને એક અઠવાડિયામાં નોટિસ આપવાની શરૂ કરાઇ છે.

January 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6010

એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય રહ્યો છે, અને જ્યારે પોલીસે આવા બુટલેગરો પર દરોડા પાડે છે, ત્યારે પોલીસ ઉપર જ બેફામ બનેલા બુટલેગરો અને તેમના માણસો હુમલાઓ કરે છે, ત્યારે સુરતમાં સાંજે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ એ કે રોડ રોડ ખાતે દરોડો પાડવા ગઈ હતી, તે સમયે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની બે ખાનગી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા.

સ્ટેટ મોનીટરિંગ સેલને માહિતી મળી હતી કે, શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઈનને અડીને આવેલા કતારગામ અને એ કે રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જેને આધારે દરોડા પાડવા પોલીસ ટીમ અહીં પહોંચી હતી. ઝૂંપડપટી રેલવે ટ્રેકની બાજુમાં નિરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો જૈના, હનુમાન વગેરે સાથે મળીને આયોજનબદ્ધ રીતે દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે જે નવસારીનો રહેવાસી તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મગાવે છે.

વરાછા પોલીસ મથકની હદમાં આવેલા ઉત્કલ નગરના સામેના ભાગે રેલવે ટ્રેક પાસે સાબુ ફેકટરીની નજીક હનુમાનજીના મંદિરની બાજુમાં પતરાના સેડની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેથી સ્ટેટ મોનીટરિંગ સેલની બે કાર અહીં રેડ માટે પહોંચી હતી. રેડ કરી ત્યારે ત્રણ લોકોને પોલીસે પકડી લીધા હતા, અચાન પોલીસની રેડ પડી હોવાનું જાણ થતાં અચાનક 400 જેટલા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. ટોળાંએ પકડાયેલા લોકોને છોડાવવા પોલીસની કાર ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં પોલીસની બંને કારના કાચનો ભુક્કો બોલાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનમાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઇ હતી. પોલીસ પર હુમલો થયાનું જણાતા તાત્કાલિક વરાછા અને રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડની 3123 બોટલો જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂપિયા 3,60,750 થાય છે. હુમલાની ઘટનામાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં નીરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો, હનુમાનને વોન્ટેડ જાહેર કર્યા હતા.