Alert Archives - Page 415 of 512 - CIA Live

January 21, 2019
mosmi-1280x622.jpg
1min6140

મૂળ કોંગ્રેસી અને અનેક પરાક્રમોને કારણે બદનામ ઉમેશ મહેતાએ આજે મૌસમી ચૈટરજીની પ્રત્રકાર પરીષદ યોજીને ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા અને ભાજપાના સ્થાનિક આગેવાન પીવીએસ શર્માની મુશ્કેલી વધારી મૂકી છે. મૌસમી ચૈટરજીએ પત્રકારો સાથે વાદવિવાદ કર્યા એ મુદ્દો વિવાદીત બન્યો છે પણ મોડી રાત્રે કોંગ્રેસી ઉમેશ મહેતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મૌસમી ચૈટરજી તેમના અંગત આમંત્રણને માન આપીને સુરત આવ્યા હતા. પત્રકાર પરિષદ ઉમેશ મહેતાએ યોજી હતી, તેમાં ભાજપાનું કોઇ આયોજન ન હતું.

ઉમેશ મહેતાનો ખુલાસો આ મુજબનો છે

જમીનના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂકેલા ઉમેશ મહેતાએ કરેલા ઉપરોક્ત ખુલાસાએ ભાજપમાં મોટું ઘમસાણ ઉભું કરી દીધું છે. ખુદ ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા તેમજ પીવીએસ શર્મા હવે ફિક્સમાં મૂકાઇ ગયા છે, કેમકે ભાજપામાં જોડાયેલા મૌસમી ચૈટરજીનો કાર્યક્રમ કે પ્રેસકોન્ફરન્સ જો કોંગ્રેસી ઉમેશ મહેતાએ કરી હતી એવી સ્પષ્ટતા બાદ ભાજપમાં હવે ભજીયાવાલા વિરોધી જૂથે આ સમગ્ર મુદ્દાને ભાજપની પ્રતિષ્ઠા સાથે જોડી દીધો છે અને આ મુજબના સવાલો સોશ્યલ મિડીયામાં પૂછાઇ રહ્યા છે.

  1. ઉમેશ મહેતા કોંગ્રેસી છે તેમાં ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા, મદનસિંહ અટોદરીયા અને પીવીએસ શર્મા કોના આમંત્રણથી ત્યાં ગયા ?

  2. આયોજન કોંગ્રેસી ઉમેશ મહેતાનું હતું તો મંચ પર 20 ફૂટનું બેનર ભાજપ સુરત મહાનગરનું નામ, મોદી-અમિતશાહ અને નીતિન ભજીયાવાળાના ફોટા સાથે કોણે છપાવ્યું , છપાવનારાની સામે શું પગલાં લીધા?

  3. મૌસમી ચૈટરજીને મળવા માટે અન્ય કોઇ સ્થળ મળી શક્યું હોત પણ પ્રેસ કોન્ફરન્સમાં કેવી રીતે ઉપસ્થિત રહ્યા ?

  4. ભાજપાનું નામ વટાવવાની કોશીસ કરનાર ઉમેશ મહેતા સામે ભાજપા સુરત મહાનગર શું પગલાં ભરશે ?

  5. પ્રેસ કોન્ફરન્સની વાત છેલ્લા 3 દિવસથી ચાલી રહી હતી આમ છતાં ભાજપાએ કેમ તેને રોકવાની કોશીસ ન કરી ?

  6. ભાજપાના સાંસદો કે અન્ય નેતાઓને મૌસમી ચૈટરજીના કાર્યક્રમ અંગે કેમ વિશ્વાસમાં ન લેવાયા

બદનામ ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો હોવાની વાત

મૂળ બંગાળના અને બોલીવુડની પીઢ એક્ટ્રેસ મૌસમી ચૈટરજીને આજે સુરતમાં પ્રેસકોન્ફરન્સ યોજીને આ પ્રેસકોન્ફરન્સના આયોજક અને એક બદનામ કોંગ્રેસી ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો ગોઠવાયો હોવાની પણ ચર્ચાઓ ભાજપા અને કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને કોંગ્રેસીઓ એવી મજા લઇ રહ્યા છે કે જેને કોંગ્રેસ હવે પોતાનો નેતા ગણતી નથી એ ઉમેશ મહેતા કે જમીનોના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂક્યા છે તેમને ભાજપા પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે આમંત્રી રહી છે. જોકે, આજે મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સમાં થયેલા ભવાડા બાદ ભાજપે પ્રેસકોન્ફરન્સના આયોજન પોતાનું ન હોવાનું જણાવી દઇને ઉમેશ મહેતાના ભાજપામાં પ્રવેશની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

 

January 21, 2019
gseb-1280x720.jpg
1min7580

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઓફિસમાં બેઠાબેઠા રાજ્યવ્યાપી પરીક્ષાઓના સમયપત્રક વગર વિચાર્યે જાહેર કરી દે છે અને પછી તેની તારીખો બદલવાની ફરજ પડે છે.

ગુજકેટની પરીક્ષા અગાઉ તા.30મી માર્ચે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી તારીખ બદલીને 4 એપ્રિલ 2019 કરવામાં આવી. હવે ફરીથી બોર્ડને એવી માહિતી મળી કે સીબીએસઇ તેમજ અન્ય રાજ્યની પરીક્ષાઓ 4 તારીખે યોજાતી હોઇ, ગુજરાત બોર્ડના અધિકારીઓએ હવે ફરીથી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. હવે નવી તારીખ મુજબ 23મી એપ્રિલ 2019ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

 

January 21, 2019
mosmi-1280x622.jpg
1min11580
  • ભાજપાની જાણ બહાર કોંગ્રેસી ઉમેશ મહેતાએ ફિલ્મ અભિનેત્રી મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સ યોજી દીધી
  • ભાજપાના નેતાઓના ફોટાનું 20 ફૂટનું તોતિંગ બેનર છપાવી દીધું, મૌસમી ચેટરજીના કાર્યક્રમથી ભાજપા બિલકુલ અજાણ
  • ભાજપાના નામે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસી નેતા ઉમેશ મહેતા મંચ પર ચઢી બેઠા

આજે શહેરના તાજ ગેટવે ખાતે પીઢ ફિલ્મ અભિનેત્રી મૂળ બંગાળની વતની મૌસમી ચૈટરજી સુરત આવ્યા હતા. મૌસમી ચૈટરજી આમ તો કોંગ્રેસની ટિકીટ પરથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે, થોડા સમયથી ભાજપામાં જોડાયા છે અને પોતાને નરેન્દ્ર મોદીના ફેન ગણાવે છે. મૌસમી ચૈટરજીની એક પ્રેસ કોન્ફરન્સ તાજ ગેટવે હોટેલ ખાતે રાખવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા, મદનસિંહ અટોદરીયા અને પીવીએસ શર્મા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ, તેમને ખબર ન હતી કે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું હતું. તેઓ ફક્ત મૌસમી ચૈટરજી નેશનલ બીજેપી લિડર હોઇ, પ્રોટોકોલ સંભાળવા માટે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા.

આ પ્રેસ કોન્ફરન્સનો મંચ ભાજપાનો હોય તેવું દર્શાવવા માટે 20 ફૂટનું તોતિંગ હોર્ડિંગ લગાડવામાં આવ્યું હતું જેમાં મોદી, અમિત શાહ તેમજ સુરત બીજેપી પ્રમુખ નીતિન ભજીયાવાળાના ફોટા છપાવાયા હતા. પત્રકારોને પહેલા તો એમ લાગ્યું કે મૌસમી ચૈટરજીની પ્રેસકોન્ફરન્સનું આયોજન સુરત બીજેપી એ કર્યું છે. પરંતુ, બાદમાં શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળાએ સાફ ઇન્કાર કરી દેતા એ વાતને સમર્થન મળ્યું કે કોંગ્રેસી નેતા ઉમેશ મહેતાએ આ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

મૌસમી ચૈટરજીએ બફાટની હદ વટાવી દીધી

ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી મૌસમી ચૈટરજી પ્રેસ કોન્ફરન્સના નિર્ધારિત સમયથી ખૂબ લેટ આવ્યા. આવ્યા ને તરત જ તેમણે ટીશર્ટ અને પેન્ટ એટલે કે વેસ્ટર્ન ડ્રેસ પરિધાન કરીને એન્કરિંગ કરી રહેલી એક યુવતિને મંચ પર માઇકમાં બોલીને કહી દીધું કે હવે પછી જ્યારે પબ્લિક ફંકશનમાં આવો ત્યારે ઇન્ડિયન ડ્રેસ પરિધાન કરીને આવો. ઇન્ડિયન ડ્રેસમાં શું શું આવે એની પણ વણજોઇતી સલાહ મૌસમી ચૈટરજીએ એન્કર યુવતિને આપી દીધી હતી. એક ફિલ્મ સ્ટાર આટલી સંકુચિત માનસિક્તા ધરાવતા હોય છે એ જાણીને હોલમાં ઉપસ્થિત તમામને આશ્ચર્ય થયું હતું.

એન્કરિંગ યુવતિના વેસ્ટર્ન ડ્રેસ સામે મૌસમી ચૈટરજીને વાંધો પડ્યો

મૌસમી ચૈટરજીને ફક્ત એટલી જ માહિતી હતી કે તેઓ મોદીના ફેન છે એટલે કે મોદી ભક્ત છે એ સિવાય છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ કયા પાંચ કામ સારા કર્યા એ ગણાવવાનું કહેવામાં આવતા તેઓ પૂરા પાંચ કામ ગણાવી શક્યા ન હતા અને તેમણે મંચ પરના નેતાઓ પાસેથી જાણવાની કોશિસ કરી હતી. પશ્ચિમ બંગાળના હોવા છતાં પશ્ચિમ બંગાળની રાજનિતીથી તેઓ વાકેફ ન હતા. તેમણે મંચ પર એ વાત કહેવામાં ખાસ્સો સમય લીધો કે એક વખત તેઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘરે ગયા હતા અને તેમને તાત્કાલિક મળવાની એપોઇન્ટમેન્ટ મળી ગઇ હતી. હકીકતમાં મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા મૌસમી ચૈટરજીને એ વાતની ખબર જ ન હતી કે તેઓ શું બોલી રહ્યા છે. વડાપ્રધાન મોદી માટે અલંકારિક ભાષામાં વાત કરી રહેલા મૌસમી ચૈટરજીને એવો સવાલ કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદીની બહું વાત કરી રહ્યા છો તે તેમનું મૂળ વતન અને જન્મ સ્થળ કયું છે તેની ખબર છે ત્યારે તેઓ પાસે કોઇ જવાબ ન હોવાથી ભાજપાની ફજેતી થઇ રહ્યાનું જણાતા ભાજપાના નેતા પીવીએસ શર્માએ દરમિયાનગીરી કરીને પ્રેસકોન્ફરન્સને પૂર્ણ થયેલી જાહેર કરી દેવી પડી હતી.

કોંગ્રેસી ઉમેશ મહેતાએ દેવ એડવર્ટાઇઝિંગને પીસીનું કામ સોંપ્યુ હતુ

કોંગ્રેસી નેતા ઉમેશ મહેતા આમ તો બીજા અનેક કારણોસર સુરતમાં બદનામ છે પણ અહીં તેમણે આજે ભાજપાનું નામ વટાવીને ભાજપાની કહેવાતી નેશનલ લિડર ફિલ્મ અભિનેત્રી મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સ યોજી દીધી હતી. ઉમેશ મહેતાએ અડાજણની એક સંસ્થાને તાજ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કામ સોંપ્યું હતું. જેમાં 20 ફૂટનું તોતિંગ બેનર પ્રિન્ટ કરાવાયું હતું. આ બેનરમાં ભાજપાનો લોગો, ભાજપાના નેતાઓના ફોટાનો ઉપયોગ કરીને જાણે પ્રેસ કોન્ફરન્સ ભાજપાની જ હોય એ રીતે તામઝામ કરવામાં આવ્યા હતા. જોકે, ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાળાએ સાફ કહ્યું હતું કે તેઓ ફક્ત મૌસમી ચૈટરજી ભાજપાના નેતા હોઇ, પ્રોટોકોલ જળવાય તે માટે આવ્યા હતા.

January 21, 2019
natamain.jpg
1min12850

દેશભરમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોને પહેલા વર્ષમાં પ્રવેશ માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નાટા (નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019 માં પાછલા વર્ષોની સરખામણીમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.

પહેલો ફેરફારઃ નાટા 2019 બે વખત લેવાશે

છેલ્લા બે વર્ષથી વર્ષમાં એક જ વખત લેવાયેલી નાટા પરીક્ષા 2019માં બે વખત પહેલી વખત તા.14મી એપ્રિલ 2019ના રોજ અને દ્વિતિય પરીક્ષા તા.7મી જુલાઇ 2019 (મોટા ભાગની કોલેજોમાં પ્રવેશ અપાઈ ચૂક્યા હશે ત્યારે) લેવામાં આવશે. નાટાની બીજી પરીક્ષા એટલા માટે લેવામાં આવી રહી છે કે પહેલી પરીક્ષામાં મેળવાયેલા માર્કસથી અસંતુષ્ઠ ઉમેદવારો બીજી પરીક્ષામાં તેમનું પરફોર્મન્સ સુધારી શકે. નાટા 2019નું સમયપત્રક નીચે મુજબ છે.

Information Brochure

બીજો ફેરફાર ઃ નાટા પરીક્ષામાં ક્વોલિફાઇંગ લેવલ ઘટાડીને 40 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવાયું

નેશનલ એપ્ટિટ્યુટ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર 2019 પરીક્ષામાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના વહીવટકર્તાઓએ ક્વોલિફાઇંગ લેવલ એટલે કે નાટામાં પાસ થવાનો લઘુત્તમ સ્કોર 40 ટકા હતો જેમાં પહેલી વખત ઘટાડો કરીને આ પ્રમાણ 25 ટકા કરી દેવામાં આવ્યું છે. 2018 સુધી નાટામાં પાસ થવા (બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક થવા) માટે 200માંથી 80 માર્કસ અનિવાર્ય હતા. પરંતુ, હવે નાટાના બન્ને પાર્ટમાં 25 ટકા માર્કસ લાવીને કુલ 200માંથી 50 માર્કસ આવશે એટલે ઉમેદવારને બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.

અત્યાર સુધી આર્કિટેક્ચર કોલેજોમાં 200માંથી 80 માર્કસનું લાયકાત ધોરણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ આ લેવલ પાસ કરી શકતા ન હતા અને તેને પરીણામે કોલેજોમાં બેઠકો ખાલી પડી રહેતી હતી. ગુજરાતમાં આ વખતે 600 જેટલી બેઠકો પહેલા રાઉન્ડમાં ખાલી પડી રહી હતી.

નાટામાં પરીણામ કેવી રીતે ગણનામાં લેવામાં આવશે એ અંગેની સઘળી વિગતો નીચે મુજબ છે.

Information Brochure

કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધી

ચાલુ શૈક્ષણિક વર્ષથી નાટા પરીક્ષાનું રજિસ્ટ્રેશન ફક્ત એવા વિદ્યાર્થીઓ કરી શકશે જેઓ માર્કશીટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટીક્સ વિષય ધરાવતા હશે. આ વર્ષથી આ નિયમ અમલી બનાવાયો છે. જોકે, આ સૂચના બે વર્ષ અગાઉથી જાહેર કરી દેવામાં આવી હતી.

January 21, 2019
vbi.jpg
1min7010
  • કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં

  • 21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના

  • શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516

  • પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548

  • મિનરલ સેક્ટરમાં 977

  • એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197

  • પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા

નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કુલ 28,360 સમજૂતિપત્રો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે 21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જોકે તેમણે આ એમઓયુ દ્વારા રાજ્યમાં કેટલું રોકાણ આવશે તેનો કોઈ આંકડો આપ્યો ન હતો.

કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા. શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516, પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548, મિનરલ સેક્ટરમાં 977, એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197, પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા હતા.

સમિટમાં કુલ 135 દેશોના 42,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કુલ 1,05,000 રજિસ્ટ્રેશન થયા હતા. સમિટમાં 30 દેશોના રાજદૂતો, સાત વડાપ્રધાનોએ ભાગ લીધો હતો. આ વખતે 15 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા હતા. 1,140 બીટુજી અને 2,458 બીટુબી મિટિંગ થઈ હતી. ટ્રેડ શોમાં કુલ 1,200 સ્ટોલ હતા અને તેમાં ₹15,000 કરોડના એમઓયુ થયા હતા.

ત્રણ દિવસની સમિટના સમાપન સત્રમાં બોલતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હોવાથી આ ઇવેન્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થયું છે. ગુજરાત વિશ્વ માટે પ્રવેશદ્વાર બન્યું છે અને દરેક માટે આદર્શ પ્લેટફોર્મ સાબિત થયું છે. આ સમિટ માત્ર બિઝનેસ અને ટ્રેડ પૂરતી મર્યાદિત ન રહેતાં સામાજિક ઉદ્ધાર માટેનું મંચ બની છે.”

2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનો નિર્ણય લીધા પછી ગુજરાત રોકાણ માટેનું પસંદગીનું ડેસ્ટિનેશન બન્યું છે. 2003ની પ્રથમ સમિટમાં બહુ બિઝનેસ હાઉસે ભાગ નહોતો લીધો. 9મી સમિટમાં વડાપ્રધાનનું વિઝન સંપૂર્ણપણે સાકાર થયું છે.

આ ઇવેન્ટ નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટે પણ આદર્શ પ્લેટફોર્મ બની ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે આ સમિટે એમએસએમઇ પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે મંચ પૂરો પાડ્યો છે.

સમિટની સમાપ્તિ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા.

January 19, 2019
ragha1-1280x926.jpg
1min10650
  • જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
  • સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે

(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)

સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.

  • ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
  • આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ

રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો.  ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.

  • આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.

ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.

ફરીથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.

January 19, 2019
result.png
1min11210

ચાલુ જાન્યુઆરી 2019 માસમાં જ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પહેલી વખત લેવામાં આવેલી દેશની સત્તાવાર ઇજનેરી પ્રવેશ પરીક્ષા JEE Main પેપર-1 પરીક્ષાનું પરીણામ આજે આશ્ચર્યજનક રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ચૌતરફા રીતે મળી રહેલા પરીણામોના અહેવાલો મુજબ ગુજરાતી વિદ્યાર્થીઓનું પરીણામ અત્યંત નીચું અને કંગાળ રહ્યું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ એવી ફરીયાદો કરી હતી કે પહેલી વખત ઓનલાઇન પરીક્ષા આપવામાં જવાબનો વિકલ્પ પસંદ કરવામાં ગોથું ખાતા જવાબો ખોટા પડ્યા હતા અને તેને કારણે કમાયેલા માર્કમાંથી કપાત થતાં માર્કસ ઓછા આવ્યા છે.

  • 100 સ્કોર લાવનારા દેશના 15 વિદ્યાર્થીઓમાં એકેય ગુજરાતી નહીં

  • ગુજરાત ટોપર રાઘવ સોમાણીના 99.99 પર્સન્ટાઇલ

  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019નું પરીણામ આ મુજબની વેબસાઇટ પરથી જાણી શકાશે.

https://jeemain.nic.in/webinfo/Public/Home.aspx

 

January 19, 2019
hacked.jpg
2min11480

દુનિયાભરમાંથી 77,29,04,991 ઇમેલ I’d. હેક થયા છે. રકમ વાંચવામાં તકલીફ પડતી હોય તો દેશી ભાષામાં લખીએ છીએ કે દુનિયાભરમાંથી કુલ 77 કરોડ 29 લાખ 4 હજાર 991 ઇમેઇ આઇ.ડી. હેક થયા છે. આની સાથે 21,222,975 જેટલા યુનિક પાસવર્ડ પણ હેકર્સે હેક કરી લીધા છે. ઘણાં લોકો માટે એક ઇમેઇલ આઇ.ડી. એટલે કોઇ કિંમત નથી પણ ઘણાં લોકો માટે ઇમેઇલ આઇડી એટલે બેંક અકાઉન્ટ કરતા પણ વધુ કિંમતી છે અને ઘણાં લોકોએ પોતાની પ્રાઇવેટ માહિતીઓ, પ્રાઇવેટ ફોટા, પ્રાઇવેટ વિડીયો પેન ડ્રાઇવ કે હાર્ડ ડિસ્ક જેવી ફિઝિકલ સ્ટોરેજ વસ્તુઓમાં સંગ્રહિત કરવાને બદલે ઇમેઇલમાં મૂકી રાખ્યા છે. જો આવા લોકોના ઇમેઇલ આઇડી હેક થયા હોય તો તેમના માટે કદાચ જીવન મરણનો પણ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે.

77 કરોડ ઇમેઇ આઇ.ડી. હેક કરીને હેકર્સે સમગ્ર વિશ્વમાં મોટું તોફાન મચાવ્યું છે હવે તેઓ ઇમેઇલમાં સંગ્રહિત કિંમતી માહિતીઓનો ઉપયોગ કરીને રૂપિયા બનાવશે, લોકોને બ્લેક મેઇલ કરશે, લોકોને ઉઘાડા પણ પાડશે.

આવી સ્થિતિમાં સી.આઇ.એ. લાઇવએ પોતાના વાચકો માટે એક ઉપયોગી લિંક અહીં મૂકી છે. તમે ખુદ ચેક કરી શકો છો કો તમારુ ઇમેઇલ આઇ.ડી. હેક થયું છે કે સલામત છે. લિંકને ફોલો કરશો એટલે પાંચથી 10 સેકન્ડમાં વેબસાઇટ દર્શાવશે કે તમારુ ઇમેઇલ આઇડી હેક થયું છે કે નથી થયું.

સંશોધકોએ એક ઇન્ટીગ્રેટેડ ડેટા બેઝ તૈયાર કર્યો છે અને તેનું નામ જ છે હેવ આઇ બીન પૉન્ડ…

  • તમારુ આઇ.ડી. હેક થયું છે કે નહીં તે જાણવા માટે આ મુજબની પદ્ધતિ અનુસરો

  • આ માટે આ વેબસાઇટ પર લોગ ઇન કરો.

  • https://haveibeenpwned.com

  • પહેલા વેરીફાઇ કરશે કે યુઝર રોબોટ તો નથી ને..

  • બીજા સ્ટેપમાં તમારું ઇમેઇલ આઇડી માંગશે એ લખ્યા બાદ લિંક પર ક્લીક કરશો એટલે 5 સેકન્ડમાં રિઝલ્ટ આવશે કે તમારું ઇમેલ હેક થયું છે કે નથી થયું.

The researcher has integrated the database on the website ‘Have I been Pwned’ (https://haveibeenpwned.com). You can easily check if your email ID was part of hacked email IDs list, by just entering your email ID in the dialog box.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ ડિસ્પ્લે થાય તો સમજી જજો કે તમારું મેઇલ આઇ.ડી. હેક છે

જો તમારુ ઇમેઇલ આઇડી હેકિંગ લિસ્ટમાં હોય તો તમને સલાહ છે કે તાત્કાલિક અસરથી ડેસ્કટોપ કે લેપ્ટોપ પરથી મેઇલ લોગઇન કરીને પાસવર્ડ બદલી નાંખજો

તમારો પાસવર્ડ હેક થયો છે કે કેમ તે કેવી રીતે જાણશો

પાસવર્ડ હેક થયો છે કે કેમ એ જાણવા માટે https://haveibeenpwned.com/passwords પર લોગઇન થાવ.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ આવશે તો સમજી જજો કે તમારો યુનિક પાસવર્ડ હેક થઇ ચૂક્યો છે.

જો પાસવર્ડ હેકિંગ લિસ્ટમાં હોય તો તેને બદલવું થોડું અટપટું કામ થઇ જશે.

January 19, 2019
PHOTO-WITH-MODI.jpg
1min12880

ગાંધીનગરમાં ચાલી રહેલી ગ્લોબલ સમિટમાં ટેક્નોલોજીની મદદથી વડા પ્રધાન મોદી સાથે પોતાનો ફોટો જોડવા માટે લાંબી કતારો લાગી રહી છે

  • મોદી સાથેનો ફોટો પડાવતા લોકોએ આપેલા કારણો હેરત પમાડે તેવા છે
  • મોદી સાથેનો ફોટો એટલે વટ પડે, સોશ્યલ મિડીયામાં મૂકીશ
  • રેસ્ટોરેન્ટમાં મફતીયા સરકારી મહેમાનોને બંધ કરવા ફોટો મૂકી દઇશ
  • મોદી સાથે ફોટો હોવાને ગર્વ માનું છું
  • મોદીથી મોટી કોઇ બ્રાન્ડ છે, તો તેની સાથે ફોટો પડાવીશ
વાઈબ્રન્ટ સમિટઃમોદી સાથે પર્સનલી ફોટો પડાવવો છે, તો પહોંચી જાઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં
ટેક્નોલોજી દ્વારા પોતાનો ફોટો પીએમ મોદી સાથે જોડીને પ્રિન્ટ મેળવવા માટે મોટી કતારો લાગી રહી છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો કેટલી મોટી સંખ્યામાં છે અને તેમની સાથેના ફોટો માત્રથી સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ કેટલા માપમાં રહે છે તેની પ્રતીતિ કરવી હોય તો પહોંચી જાવ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં. અહીં ત્રણ એવા સ્ટોલ-બૂથ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ટેકનોલોજીની મદદથી નરેન્દ્ર મોદી સાથે જે તે વ્યક્તિનો ફોટો જોડીને પ્રિન્ટ આપવામાં આવે છે. આ પ્રકારે ફોટો મેળવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત 2019 શરૂ થયું ત્યારથી એમ.આઇ.ટી.ના સ્ટોલ પર કતારો લાગી રહી છે. ઉપરોક્ત તસ્વીરમાં એ જોઇ શકાય છે.

આમ સામાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પર્સનલી ફોટો પડાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. અને મોદી સાહેબનો મૂડ હોય તો આ શક્ય બને અન્યથા દિલ્હીના 50 ફેરા લાગી જાય પણ નરેન્દ્ર મોદી સાથે પર્સનલી ફોટો ન પણ પડે. પરંતુ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં એમ.આઇ.ટી.નામના એક સ્ટોલ પર મોદી સાથે જે તે વ્યક્તિનો ફોટો મૂકીને પ્રિન્ટ આપવામાં આવે છે. મોદી સાથે ફોટોની આ પ્રોડક્ટ ગરમાગરમ ભજીયાની જેમ વેચાઇ રહી છે. દેશી અને વિદેશી બન્ને લોકો એમઆઇટીના સ્ટોલ પર મોદી સાથે પોતાનો ફોટો જોડી દેવા માટે લાઇનો લગાડી રહ્યા છે.

ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર સંકુલમાં ત્રણ બૂથ ઊભાં કરવામાં આવ્યાં છે જ્યાં નરેન્દ્ર મોદી ન હોવા છતાં ટેક્નૉલૉજીની મદદથી જાણે કે તમે નરેન્દ્ર મોદી સાથે ઑફિસમાં ઊભા રહીને ફોટો પડાવતા હોય એમ ફોટો બનાવી આપવામાં આવે છે. આ બૂથો પર નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા લાઇનો લાગી હતી. મહિલાઓ અને વિદેશી મહેમાનો પણ નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા લાઇનમાં ઊભાં હતાં.

નરેન્દ્ર મોદીના ચાહકોએ જે મંતવ્યો આપ્યા એ પણ હેરત પમાડે તેવી છે, એક ચાહકે કહ્યું કે ‘તેઓ અમારા માનીતા નેતા છે. તેમની સાથે ફોટો પડાવવો એ અમારા માટે ગર્વની વાત છે. તેમના માટે અમને માન છે.’ એક ચાહકે કહ્યું કે તે રેસ્ટોરેન્ટના બિઝનેસમાં છે, પોલીસથી લઇને સરકારી ખાતાઓના એટલા બધા અધિકારી કર્મચારીઓ આવીને દમ મારીને મફતમાં નાસ્તો પાણી કરી જાય છે, કેટલાક પાર્સલ મંગાવે છે, મારા એક મિત્રએ કહ્યું કે મોદીનો ફોટો રાખ એટલે મોટા ભાગના મફતિયા બંધ થઇ જશે. હું મોદીનો ફોટો મૂકવાનું વિચારતો હતો ત્યાં વાઇબ્રન્ટમાં ફરતા ફરતા આ સ્ટોલ મળી આવ્યો હવે આ ફોટો જ કાઉન્ટર પર મૂકી દઇશ.

એક ચાહકે કહ્યું કે મોદી સાથેનો ફોટો એટલે વટ પડી જાય. હું સોશ્યલ મિડીયામાં મૂકીશ.

January 19, 2019
buddh-1280x960.jpg
1min5340

સુરતમાં ધર્મ પરિવર્તન માટે 500થી વધુ વ્યક્તિઓએ પાંચ વર્ષ પહેલા કલેકટરને અરજી કરી હતી કે બાદ્વધર્મ અંગિકાર કરવા માટેની મંજૂરી આપો   આ ધર્મ પરિવર્તન માટે આખરે પાંચ વર્ષ બાદ સરકારે 432 વ્યક્તિઓને બૌદ્ધધર્મ અંગિકાર કરવાની મંજૂરી આપી છે. જે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત ધર્મ પરિવર્તનની ઘટના બનશે.

આજરોજ તા.19 જાન્યુઆરીને શનિવારે સવારે  સુરત શહેરના ગોડાદરા ખાતે આવેલા મંગલ પાંડે કોમ્યુનિટી હોલ  ખાતે બૌદ્ધધર્મ દિક્ષા અંગિકાર કરવાનો સમારોહ અનેક લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં 430 વ્યકિતઓ બૌદ્ધધર્મ અપનાવ્યો હતો.  સુરતમાં પ્રથમ વખત આ પ્રકારનો સમારોહ યોજાયો હોઇ, સમગ્ર દેશ દુનિયામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

બૌદ્ધધર્મ દીક્ષા અંગિકાર સમિતિના સુરતના કન્વીનર એડવોકેટ પરીક્ષિત રાઠોડએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરવા કાયદાની લાંબી પ્રકિયા પૂર્ણ કરાયા બાદ સુરત જિલ્લા કલેકટર તરફથી ધર્મ પરિવર્તનની મંજૂરી પ્રાપ્ત થઇ છે. જે અંગેના પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરાયું છે.