CIA ALERT

Alert Archives - Page 406 of 512 - CIA Live

February 17, 2019
b1.jpg
2min7710
  • માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ધ્યેય સાથે હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ મેરેથોન દોડમાં ઉમટી પડ્યા
  • સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડમાં ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અટકાવવા અંગે લોકોને જાગૃત્ત કરાયા
  • હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કર્યું
  • બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા

લોખંડી પુરૂષ સરદાર પટેલની કર્મભૂમિ એવું બારડોલી શહેર વહેલી સવારે ‘રન ફોર સેફ લાઈફ’ની થીમ પર આયોજિત હાફ મેરેથોનના રંગે રંગાયું હતું. સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડને સ્વરાજ આશ્રમથી મેરેથોનને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવાયું હતું.

માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલી હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ દોડવા માટે ઉમટી પડ્યા હતા. મેરેથોનમાં બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ વિશેષ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કરી મેરેથોનનો નજારો માણ્યો હતો.

૦૫ કિ.મી., ૧૦ કી. કિ.મી, અને ૨૧ કિ.મી.એમ કુલ ત્રણ કેટેગરીમાં વિભાજીત હાફ મેરેથોન દોડના રૂટમાં બારડોલી ટાઉન અને બારડોલી સીટીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરાયો હતો.

સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અંગે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.મુનિયા દ્વારા પોલીસ મહાનિરીક્ષક, (સુરત વિભાગ) ડૉ.રાજકુમાર પાંડીયનના માર્ગદર્શનમાં ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી. રનર્સને આવકારવા માટે મેરેથોન રૂટને સુંદર સુશોભિત વેલકેમ ગેટથી સુસજ્જ કરવામાં આવ્યો હતો. 

આ પ્રસંગ પૂર્વે કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનનું સ્મરણ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ દોડવીરો અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી માટે શપથ લેવડાવ્યા હતા.

February 17, 2019
voting.jpg
1min6950

રાજ્યની નગરપાલિકાઓની પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 10 માર્ચે રાજ્યની અલગ અલગ નગરપાલિકાઓની પેટાચૂંટણી થશે.

10 માર્ચે થશે રાજ્યની નગરપાલિકાઓની પેટાચૂંટણી
ગુજરાતમાં નગરપાલિકાઓમાં થશે પેટાચૂંટણી

ગુજરાતની નગરપાલિકાઓમાં થનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. નગરપાલિકાના વિવિધ વોર્ડની પેટા ચૂંટણી 10 માર્ચે યોજાશે. જ્યારે 12 માર્ચે ગણતરી છે. વિવિધ કારણોથી રાજ્યની મહાનગરપાલિકાઓની અનેક બેઠકો ખાલી પડી હતી. જેના માટે તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં બનાસકાંઠાના થરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની ચૂંટણી થશે. સુરતના બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકની ચૂંટણી 10 માર્ચે થશે. જ્યારે પોરબંદરની રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે માટે ચાર માર્ચે મતદાન થશે. કચ્છની ભૂજ નગરપાલિકા માટે પણ પેટાચૂંટણી થઈ રહી છે. ભૂજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માટે પણ ચૂંટણી થઈ રહી છે. આ તમામ નગરપાલિકાઓ માટે મતદાન 10 માર્ચે થશે અને  પરિણામ 12 માર્ચે થશે. લોકસભા ચૂંટણી નજીક હોવાથી આ સ્થાનિક ચૂંટણીના પરિણામો પણ મહત્વના રહેશે.

February 15, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9490

કાશ્મીરના પુલવામાં ખાતે તા.14મી ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં માર્યા ગયેલા શહીદોના માનમાં તા.16મી ફેબ્રુઆરી 2019 ને શનિવારે સુરતનું કાપડ બજાર સંપૂર્ણ બંધ પાળશે એમ જણાવાયું છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોશીએશનની આજે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ફોસ્ટા સાથે સંલગ્ન હોય તેવી કુલ 165 માર્કેટ તેમજ અન્ય 25થી વધુ માર્કેટ મળીને કમસે કમ 65000થી વધુ ટેક્સટાઇલ વ્યાપારીઓ શનિવાર તા16મી ફેબ્રુઆરીએ વ્યાપાર ધંધો બંધ રાખશે.

સુરતમાંથી રોજેરોજ અંદાજે 250થી વધુ ટ્રક ભરીને કાપડ, સાડીઓ ભારતના અન્ય રાજ્યોમાં રવાના થાય છે. એક ટ્રક માલ અંદાજે રૂ.70 લાખનો થાય છે. એ જોતા અંદાજે 170 કરોડની રકમનો વ્યાપાર વેપારીઓ જતો કરશે. એ સિવાય સ્થાનિક બજારની ખરીદી મળીને કમસે કમ રૂ.200 કરોડથી વધુનો વેપાર ધંધો વ્યાપારીઓ છોડી દેશે.

February 15, 2019
salute.png
1min7320

કાશ્મીરમાં આતંકી હુમલાથી સ્તબ્ધ સુરતવાસીઓ પોતાની સંવેદના ઘેરા શોક અને આક્રોશ સાથે વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર તા.17મી ફેબ્રુઆરી 2019ના રોજ પીપી સવાણી અબ્રામા સ્કુલના ગ્રાઉન્ડ પર 261 યુગલનો સમુહ લગ્નોત્સવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજક શ્રી કાનજીભાઇ ભાલાળાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આતંકી હુમલાની ઘટનાએ અમને હચમચાવી મૂક્યા છે. 261 યુગલો તેમનું નવું જીવન શરૂ કરી રહ્યા છે, રવિવારે. તેમનો લગ્ન સમારોહ તો રોકી શકાય નહીં પરંતુ, અમે તેને સાદગીપૂર્ણ બનાવી રહ્યા છીએ.

હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.

February 15, 2019
salute.png
1min11230

કાશ્મીરમાં આતંકી હુમલામાં 44 જવાનોની શહીદીની ઘટના બાદ ભારતવાસીઓ ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા છે. સુરતની વાત કરીએ તો સંવેદનશીલ સુરતીઓના હૈયા આતંકી હુમલાની ઘટનાએ હચમચાવી મૂક્યા છે, એવી દેશદાઝ ઝળહળી ઉઠી છે કે જો તક મળે તો પાકિસ્તાન અને તેના પ્રરીત આતંકીઓનો ખાત્મો બોલાવાના મિશનમાં દરેક નાગરીક મંડી પડે. આખો દેશ એક થઇ ગયો છે. સુરતીઓ પોતપોતાની રીતે શહીદોને અંજલી આપી રહ્યા છે, સુરતીઓ પોતપોતાની રીતે આતંકીઓ પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે.

સુરતીઓની સંવેદના તા.14મીએ સાંજથી જ હળબળી ઉઠેલી જોવા મળી હતી. આતંકીઓના પૂતળા બાળીને યુવાન હૈયાઓ પોતાની લાગણી પ્રદર્શિત કરી. કેટલાક નાગરીકો એટલા આઘાતમાં છે કે તેમણે શહીદ સૈનિકો માટે પોતાના જીવનમાં પણ સાદગી લાવી દીધી છે.

એક પરિવારે લગ્નનું ગ્રાન્ડ ડિનર કેન્સલ કરી દીધું

શહેરમાં એક સ્થાનિક પરિવારે લગ્નના ભપકાદાર કાર્યક્રમો રદ કરીને લગ્ન પ્રસંગ સાદગીથી ઉજવવા માટે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે, આ પરિવાર મિડીયા સમક્ષ આવ્યો નથી એટલે તેના વિશે વધુ વિગતો કહી શકાય તેમ નથી.

એક પરિવાર 13 દિવસ ખીચડી ખાશે, ટીવી પણ નહીં ચાલે ઘરમાં

કામરેજમાં એક નખશીખ દેશભક્ત પરિવારના તમામ સભ્યો કાશ્મીરની આતંકી ઘટનાથી એટલા હચમચી ઉઠ્યા છે કે તેમના 17 જણના બહોળા પરિવાર કે જેમાં 6 વર્ષની બાળા પણ છે આ પરિવારે 13 દિવસ સુધી ઘરમાં શોક રાખ્યો છે. પોતાના સ્વજન ગુમાવ્યા હોય એ રીતે સૈનિકોની શહીદીને આદર આપી રહ્યા છે. સી.આઇ.એ.એ તેમને સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમારા માટે કશું લખશો નહીં. આ છતાં અમે લખી રહ્યા છીએ કે આ પરિવાર 13 દિવસ સાદી ખીચડી ખાઇને ગુજારશે. ઘરમાં ટીવી બંધ રહેશે. વડીલો તો સફેદ કપડા ધારણ પણ કરી લીધા છે. આટલી સંવેદનશીલતા જોઇને પ્રતીતી થાય છે કે જવાનોની શહીદીએ સુરતીઓની સંવેદનાને ઢંઢોળીને મૂકી દીધી છે.

સુરતીઓ આઘાતમય, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સમૂહ લગ્નોત્સવ શોકાંજલિથી શરૂ થશે

કાશ્મીરમાં આતંકી હુમલાથી સ્તબ્ધ સુરતવાસીઓ પોતાની સંવેદના ઘેરા શોક અને આક્રોશ સાથે વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર તા.17મી ફેબ્રુઆરી 2019ના રોજ પીપી સવાણી અબ્રામા સ્કુલના ગ્રાઉન્ડ પર 261 યુગલનો સમુહ લગ્નોત્સવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજક શ્રી કાનજીભાઇ ભાલાળાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આતંકી હુમલાની ઘટનાએ અમને હચમચાવી મૂક્યા છે. 261 યુગલો તેમનું નવું જીવન શરૂ કરી રહ્યા છે, રવિવારે. તેમનો લગ્ન સમારોહ તો રોકી શકાય નહીં પરંતુ, અમે તેને સાદગીપૂર્ણ બનાવી રહ્યા છીએ.

હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.

શૈક્ષણિક સંસ્થાઓએ શહીદોને સલામી આપીને મૌન પાળ્યું

સુરતની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓએ આજે તા.15મીએ સવાર અને બપોરના સેશનમાં સૌથી પહેલા પ્રાર્થના કર્યા બાદ કાશ્મીર હુમલામાં શહીદ થયેલા જવાનોને સલામી આપતા તેમના માનમાં મૌન પાળ્યું હતું. શાળાઓએ સૈનિકોની શહીદી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરીને તેમને દેશ માટે કંઇપણ કરી છૂટવાના વિચારો આપ્યા હતા. અનેક સંસ્થાઓએ આજના તેમના જુદા જુદા કાર્યક્રમો રદ કરી દીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ શહીદ સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે તા.15મી ફેબ્રુઆરી 2019ના રોજ સાંજે 5.30 કલાકે એક અગત્યની બેઠક યોજી હોવાનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે.

Solidarity with the Soldiers and the Nation Trade Industries and Services join their hands together with the SGCCI and extend their deepest condolences to the martyred soldiers at the PULWAMA ATTACK, We pledge our solidarity and oness of the trade industries and services of the entire south Gujarat in all efforts of the brave army in their steps for avenging their loss. Just to stand with solidarity we meet today, 15th February at 5:30 pm at SGCCI, 4th floor, Samruddhi Building, Nr. Makkai Pool, Surat. JAI HIND

 

February 13, 2019
jab-koi-baat-05-1.jpg
1min27960

લગ્ન જીવન કહો કે મેરેજ લાઇફ આજે એવો જમાનો છે કે યુગલ લગ્નગ્રંથીથી જોડાય અને થોડા મહિનાઓમાં તો એવી ખટપટો થાય કે છૂટા પડવાના આરે આવીને ઉભું રહી જાય. આ સિવાયના દામ્પત્ય જીવન જીવી રહેલા યુગલો જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ દામ્પત્યજીવને સમાધાનકારી જીવન બનાવી લે છે. આવા તમામ યુગલોને સુરતનું આઇકોનિક કપલ જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા એવો સંદેશ આપી રહ્યા છે કે લગ્નજીવનને ક્યારેય ઘડપણ આવતું નથી, લગ્ન જીવનને સદાયે યુવાન રહેવાનું વરદાન મળેલું હોય છે અને આ જ થીમ સાથે પોતાના લગ્નજીવનની  જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા દ્વારા ગવાયેલું અને તેમના પર જ ફિલ્માવાયેલું  ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને ગુજરાતી ગીત ને તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે લોંચ કરી રહ્યા છે. આજથી વીસ વર્ષ પહેલા જ્યારે જગદીશ ઇટાલિયા અને અજીતા તેજાણી લગ્નગ્રંથીથી જોડાયા હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે તેમના પર કોઇ ગીતનું ફિલ્માંકન થાય, એ સ્વપ્ન 20 વર્ષે પૂરું થયું છે. આજે પણ આ યુગલ 20 વર્ષ નહીં પણ 20 દિવસ થયા હોય તે રીતે મેરેજ લાઇફને માણી રહ્યા છે અને એ જ તેમના ગુજ્જુ સોંગમાં જોવા મળશે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ એક કમ્પ્લીટ ગુજરાતી સોંગ છે એવું જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતી મ્યુઝિકને પ્રમોટ કરવા માટે થઇને તેમણે જબ કોઇ બાત બિગડ જાયે જેવા સૌથી પ્રચલિત સોંગને પણ ગુજરાતીમાં કન્વર્ટ કરીને ફિચર કર્યું છે. આ ગીતને જોતા જ લાગશે કે કોઇ અદ્દલ બોલિવુડ સોંગને ટક્કર મારે તેવી રીતે સિનેમેટોગ્રાફીના તમામ પાસાઓને આવરી લઇને તૈયાર કરાયું છે. સોને પે સુહાગા નો ઘાટ તો ત્યારે સર્જાયો જ્યારે ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની વિનસ મ્યુઝિક્સ પ્રા. લિ. સુરતના જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા અભિનીત અને આ કપલના કંઠે જ ગવાયેલા ગીતનું વર્લ્ડ પ્રીમિયર વેલેન્ટાઇન ડે ના દિવસે કરી રહી છે.

તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે કલપ રોમેન્ટીક કપલ સોંગ ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને વિનસ મ્યુઝિક્સ યુ ટ્યુબ પર તો લોંચ કરશે જ પણ તેની સાથોસાથ સાવન, સ્પોટીફાય, ગુગલ પ્લે, ગાના, એપલ મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ, આઇટ્યુન સ્ટોર, મ્યુઝિક્સ વગેરે જેવી 9 મ્યુઝિક ઓડિયો ચેનલ પણ એક સાથો લોંચ કરી રહી છે. કોઇ અદ્લ ગુજ્જુ રોમેન્ટિક  સોંગ અને એ પણ સુરતી કપલ દ્વારા અભિનીત તેને આટલા બિગ સ્કેલ પર અગાઉ ક્યારેય લોંચિંગ પેડ મળ્યું નથી. આ પહેલી વખતની ઘટના બની રહી છે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ સોંગ વિશે રેપિડ ફાયરમાં જગદીશ ઇટાલિયાએ આ પ્રકારે સવાલોના જવાબો આપ્યા હતા.

  • સોંગ ટાઇટલ                   જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને
  • સમય                               5 મિનીટ
  • લોકેશન                           જોધપુર, રાજસ્થાન
  • રિલીઝિંગ બાય               વિનસ મ્યુઝિક્સ પ્રા.લિ., મુંબઇ અને વિરલ મોટાણી
  • ડાયરેક્ટર                        અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
  • પ્રોડ્યુસર                         અજિતા ઇટાલિયા, સુરત
  • સ્ટોરી કન્સેપ્ટ                  અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
  • વિડીયોગ્રાફી                   50એમએમ મિડીયા પ્રોડક્શન્સ
  • મ્યુઝિક રીઅરેન્જ            હાર્દિક ટેલર –  સુભાષ દુધાત
  • લિરીક્સ                          પ્રેમ દવે, (ગુજરાતી)
  • ફિચરિંગ                          જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
  • સિંગર                              જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
  • ઓરિજલ ક્રેડિટ                 જબ કોઇ બાત …..કુમાર સાનું અને સાધના સરગમ, લિરીક્સ ઇન્દીવર, મ્યુઝિક રાજેશ રોશન

                                                    વાલમ આવો ને…જીગગદાન ગઢવી, લિરીક્સ નિરેન ભટ્ટ, મ્યુઝિક સચીન જીગર

                                                    પ્રોડ્યુસ બાય અક્ષર કમ્યુનિકેશન્સ

જગદીશ ઇટાલિયા એ ગાયેલું આંખનો અફિણી ગીતના યુ ટ્યુબ પર 40 લાખ વ્યુઅર્સ થઇ ચૂક્યા છે

આજથી 2 વર્ષ પહેલા જગદીશ ઇટાલિયાએ તેમની મેરેજ એનીવર્સરીએ અજિતા ઇટાલિયાને સરપ્રાઇઝ આપવા માટે એક ગુજરાતી ગીત ગાયું હતું. આ ગીતના બોલ છે તારી આંખનો અફીણી…બાદમાં આ સોંગને યુ ટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું. વિશ્વભરના ગુજરાતીઓને આ સોંગ એટલું ગમ્યું કે અત્યાર સુધીમાં આ સોંગને યુ ટ્યુબ પર 40 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને હજુ પણ ટ્રોલ થઇ રહ્યું છે. મ્યુઝિક ક્ષેત્રમાં કોઇ પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટે નહીં પરંતુ, મનમૌજી રીતે પોતાના અંદાજમાં ગીતો ગાઇને એક પ્રકારે મેડીટેશન મળી રહ્યું છે એમ જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે તેમને ગુજરાતી ગીતો ગાવાની પ્રેરણા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલમાંથી મળી છે, પાર્થિવ ગોહિલને સાંભળી સાંભળીને આજે તેઓ પણ ગુજરાતી ગીતસંગીતના દિવાના બની ચૂક્યા છે.

February 13, 2019
tihar.jpg
1min29770

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

કંઇક નોખું કરવાની વૃત્તિ ધરાવતા સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા હવે ભારતની સૌથી મોટી અને ખૂંખાર અપરાધીઓ ધરાવતી દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથા બેસાડી રહ્યા છે અને આ મુદ્દાને લઇને તેઓ સમગ્ર ભારતમાં જ નહીં બલ્કે વિશ્વના ગુજરાતી સમાજમાં વાઇરલ થઇ રહ્યા છે. તિહાર જેલમાં જુદા જુદા ગુનાઓની સજા ભોગવી રહેલા કેદીઓ માટે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ કથા હિન્દીમાં કહેવામાં આવશે અને ગુજરાતના જાણીતા કથાકાર જિજ્ઞેશ દાદા ભાગવત કથાની વ્યાસપીઠ પર બિરાજશે.

(File Photo of Mr. Savji Dholakiya, who organizes Bhagwat Katha At Tihar Jail )

  • આગામી તા.20થી 26 ફેબ્રુઆરીમાં દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથાનું આયોજન
  • આયોજક સુરતના હરેકૃષ્ણ ડાયમંડ ગ્રુપ
  • કથાકાર જિજ્ઞેશ દાદા વ્યાસપીઠ પરથી ભાગવત કથા કહેશે
  • ભાગવત કથા હિન્દીમાં

(Kathakar Jignesh Dada will deliver Bhagwat katha at Tihar Jail)

(અગાઉ હરીદ્વાર ખાતે પણ જિજ્ઞેશ દાદાની કથા કરાવી ચૂક્યા છે સુરતના હીરાઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા)

મળતી માહિતી મુજબ સુરત બેઝ્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, હરેકૃષ્ણ એક્સપોર્ટસ ગ્રુપના નેજા હેઠળ આગામી તા.20મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી 2019 દરમિયાન દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા માટે વ્યાસપીઠ પર હાલમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ જિજ્ઞેશ દાદા બિરાજશે અને તિહાર જેલની આ કથાનું સઘળું આયોજન હરેકૃષ્ણ ડાયમંડ ગ્રુપ, સુરત દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરત ખાતેથી પણ સવજીભાઇ ધોળકીયા તેમના ગ્રુપ તેમજ કેટલાક ઉદ્યોગપતિઓ કથા દરમિયાન દિલ્હી ખાતે જ ઉપસ્થિત રહેશે.

February 12, 2019
doctors-assault.jpg
1min10640

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પૃથ્વી પર જેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, અંગ્રેજીથી લઇને ગુજરાતી સાહિત્યકારોએ જેને જીવનદાતા ગણાવ્યા છે એ તબીબો (ડોક્ટર્સ) પર એવા જીવલેણ હુમલા થઇ રહ્યા છે કે ભારતમાં હવે તબીબો ગન લાઇસન્સ (હથિયારોના પરવાના) માગી રહ્યા છે. કોઇ સ્થળે તબીબોને દર્દીઓના સગાઓના હુમલાથી બચવા માટે સેલ્ફ પ્રોટેક્શનની તાલિમ આપવામાં આવી રહી છે તો દિલ્હીની એઇમ્સ જેવી હોસ્પિટલના તબીબો હેલ્મેટ પહેરીને દુનિયાને એવું દેખાડી રહ્યા છે કે દર્દીઓની સેવા ચાકરી કરવાનું એટલું જોખમી બન્યું છે કે તેમણે હેલ્મેટ પહેરીને ટ્રીટમેન્ટ કરવી પડી રહી છે.

ભારતમાં પાછલા 1 વર્ષ દરમિયાન વિવિધ સ્થળો પર તબીબો પર 50થી વધુ જીવલેણ હુમલાઓની ઘટનાઓ બની છે. તબીબો પર હુમલો કરવાની આ ઘટનાઓ ઝડપભેર આકાર પામી રહી છે. તબીબી આલમ તેમના પર વધતા હુમલાઓથી એટલી ભયભીત બની છે કે હવે કહેવાતી સારી હોસ્પિટલ્સ પણ ક્રિટીકલ કે સિરીયસ પેશન્ટસ દાખલ થવા માટે આવે ત્યારે તેને સિફતપૂર્વક એડમિટ કરવાનો ઇન્કાર કરી દે છે. દર્દીઓના ક્રિટીકલ ઓપરેશન્સ કરતા પહેલા તબીબો દર્દીઓના સગાઓ તથા તેમની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

તાળી એક હાથે નથી વાગતી એમ તબીબો પરના હુમલાઓની પાછળ કેટલાક તબીબો અને કેટલીક હોસ્પિટલ્સના ગોરખધંધાઓ પણ કારણભૂત ગણાય છે. રૂપિયા રળવા માટે બિનજરૂરી દવાઓ, બિનજરૂરી પરીક્ષણો અને ત્યાં સુધી કે બિનજરૂરી ઓપરેશન્સ કરતા પણ કહેવાતા આ ભગવાનોને સહેજ પણ ડર લાગતો નથી. આમ દર્દીઓને જ્યારે પણ ચાલુ ટ્રીટમેન્ટએ કંઇક થાય એટલે સગા સબંધીઓ તબીબોને જ કસૂરવાર ગણીને મારપીટ કે હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી દેતા હોય છે.

ભારતમાં તબીબો પરના હુમલાઓની ઘટનાઓ દિનપ્રતિદિન દાવાનળની જેમ પ્રસરી છે. તબીબો પણ ટોળાઓ દ્વારા થતા હુમલાઓનો શિકાર બની રહ્યા હોઇ, ભારતમાં જુદા જુદા સ્થળો અને હોસ્પિટલ્સના તબીબોએ પોતાના સ્વબચાવ માટે કેવા પગલાંઓ ભર્યા છે એ જાણીને સહજ અચરજ થાય તેમ છે.

નાગપુર સરકારી મેડીકલ કોલેજના ડોક્ટર્સે હથિયારના લાઇસન્સ માંગ્યા

નાગપુર ખાતે આવેલી ઇન્દિરા ગાંધી સરકારી મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ્સમાં તાજેતરમાં જ સિનિયર ડોક્ટર પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દેવાયા હતા. દર્દીનું સારવાર દરિમયાન મોત નિપજતા વિફરેલા સગાસબંધીઓએ સિનિયર તબીબને કસૂરવાર ગણીને તેના પર એવો ઘાતકી હુમલો કર્યો કે એ જોઇને અન્ય તબીબો ભારે ભયભીત બની ગયા છે. આ ઘટનાએ સમગ્ર દેશના તબીબોને હચમચાવી મૂક્યા હતા. આ ઘટના બાદ નાગપુર સરકારી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા અનેક ડોક્ટરોએ પોલીસ કમિશનર સમક્ષ અરજી કરીને વેપન લાઇસન્સ આપવા રજૂઆત કરી છે. કારણ એ દર્શાવાયું છે કે તેમના પર દર્દીઓના સગાઓ દ્વારા વારંવાર ઘાતકી હુમલાઓ કરવામાં આવી રહ્યા હોઇ, સ્વબચાવ માટે તેમને વેપન લાઇસન્સ આપવામાં આવે.

કોલકાત્તાની એન.આર.એસ. મેડીકલ કોલેજમાં તબીબોને કરાટેની તાલિમ

તબીબો પર થઇ રહેલા દર્દીઓના સગાઓ દ્વારા હુમલાઓ દરમિયાન તબીબો પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે કોલકાત્તા સ્થિત એન.આર.એસ. મેડીકલ કોલેજમાં જુનિયર, સિનિયર, રેસિડેન્ટ તમામ પ્રકારના તબીબો માટે ટેઇકવોન્ડો કરાટેની તાલિમ આપવામાં આવી રહી છે. અહીં તબીબો માટે આ પ્રકારની તાલિમ ફરજિયાત બનાવવામાં આવી છે અને જ્યારે જ્યારે પણ દર્દીઓના સગાઓ દ્વારા તેમના પર હુમલો થાય ત્યારે તેમને આ માર્શલ આર્ટથી સ્વબચાવ કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે.

દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં હેલ્મેટ પહેરીને સારવાર કરતા તબીબો

નવી દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સના તબીબોએ તાજેતરમાં જ દેશભરમાં તબીબો પર થઇ રહેલા ઘાતકી હુમલાઓનો  વિરોધ કરવા માટે હેલ્મેટ પહેરીને દર્દીઓની સારવાર કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. એઇમ્સના તબીબો દુનિયાને એવું જણાવવા માગી રહ્યા હતા કે દર્દીની સારવાર કરવાનું ઉમદા કામ એટલું કપરું અને જોખમી બન્યું છે કે તેમણે હેલ્મેટ પહેરીને દર્દીઓની સેવા ચાકરી કરવી પડી રહી છે.

 

February 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6610

કસ્ટમ ઓફિસમા વિદેશી દારૂની બોટલ મુદ્દે તમામ સ્ટાફની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા

સુરત અમદાવાદની ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ વિજીલેંસની ટીમે ગયા બુધવારે, તા.6 ફેબ્રુઆરીના રોજ અચાનક સગરામપુરા ખાતે આવેલી કસ્ટમ ઓફિસમા તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી કેટલીક ગેરરીતીઓ મળી આવી હતી. જેમાં ત્રીજા માળે મુકવામા આવેલા એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. આ કિસ્સામાં આજે કસ્ટમ વિભાગના ઉચ્ચાધિકારીઓએ એક સાથે 10 અધિકારી કર્મચારીઓની ટ્રાન્સફર કરી દીધી હોવાના સમાચારો ચમક્યા છે. કુલ 4 અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે દારુની બાટલી મળ્યા બાદ અત્યાર સુધી ત્યાં હાજર સ્ટાફની પૂછપરછમાં કોઇએ પણ સ્વીકાર કર્યો નથી. જેને પગલે વિજિલેંસના અધિકારીઓ પણ ગુંચવણમા મુકાયા છે જોકે તેઓ પણ આ મુદ્દે કાચું કાપવાના મુડમા નથી.

આગામી દિવસોમાં બુધવારે હાજર રહેલા તમામ કર્મચારી અને અન્ય સ્ટાફનો નિવેદન લેવામા આવે તેવી સંભાવના છે.

કસ્ટમનાં સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વિજિલેંસની ટીમે બુધવારે બપોરે સાડા ત્રણ વાગે શરૂ કરેલી તપાસ ગુરુવારે વહેલી સવાર ત્રણ વાગે સુધી ચાલુ હતી. તપાસ દરમિયાન એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. જોકે કબાટની માલિકી કોની છે તેનો કોઇએ સ્વીકાર કર્યો નથી. હવે આશ્ચર્યની વાત એ છે કે કસ્ટમ ઓફિસમા ત્રીજા માળે કબાટમાં દારૂની બોટલ કોણે મુકી છે. વિજિલેંસના અધિકારીઓ પણ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે જોકે તેમણે દારૂની બોટલ મળ્યા બાદ તરતજ ત્યાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફનો નિવેદન લેવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ અત્યાર સુધી કોઇ ઠોસ માહિતી મળી નથી તેથી સંભાવના છે કે કસ્ટમ વિભાગ દ્વારા તે દિવસે હાજર રહેલા તમામ કર્મચારી ઇન્સ્પેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ સહિત અન્ય તમામના નિવેદન લેવામા આવી તેવી શક્યતા છે અત્રે ઉલ્લેખનીય છે કે કસ્ટમ વિભાગમાં વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવવાની ઘટનાને લીધે ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ છે. વિદેશી દારૂ મળ્યા અંગે ખુદ કસ્ટમ વિભાગ પણ કસ્ટમ એક્ટના ભંગ બદલ તપાસ શરૂ કરશે. કસ્ટમ વિભાગમાં આવી ગેરરીતી મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે જોકે હવે તપાસ બાદ કેટલીક હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.

February 11, 2019
k_rajesh-1280x854.jpg
1min13840

પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરીને જમીનોના કોઠા કબાડા કરતા આવેલા મહેસુલી અધિકારીઓને અત્યાર સુધી ભાગ્યે જ કોઇ કુકર્મોની સજા મળી હશે. પરંતુ, સુરેન્દ્રનગરથી એવા સમાચાર આવ્યા છે કે જેમાં અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી જેવા ક્લાસ વન કક્ષાના અધિકારીઓ સમેત અનેક કૌભાંડીઓ સામે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ કાયદેસરની ફરીયાદ નોંધાવતા ગુજરાતના મહેસુલી વિભાગમાં સન્નાટો મચી ગયો છે. કે. રાજેશએ શરૂ કરેલી આ ગતિવિધિનો રેલો આગામી દિવસોમાં ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં પ્રસરે તો મહેસુલી વિભાગમાં પેસી ગયેલી ભ્રષ્ટાચારની મથરાવટી સાફ થઇ જાય તેમ છે.

સુરેન્દ્રનગર એન્ટી કરપ્શન પોલિસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ ઈ.પી.કો.ની કલમ ૨૧૯,૪૦૯,૪૬૩,૪૭૧,૩૪,૧૨૦-બી, ભ્ર.ની. અઘિ-૧૯૮૮(સુધારો -૨૦૧૮) કલમ ૧૩(૧)-a, ૧૩(૨),૧૨ મુજબ ફરીયાદ નોંધાવી છે. રાજ્યમાં કોઇ કલેક્ટરએ પહેલી વખત ક્લાસ વન અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ ફરીયાદ નોંધાવી હોય તેવા આ કિસ્સામાં સુરેન્દ્રનગરના એડિ. કલેક્ટર (૧) સી.જી.પંડયા, (નિવાસી અધિક કલેક્ટર વર્ગ-૧  (૨) વી. ઝેડ. ચૌહાણ, (નાયબ જીલ્લા વિકાસ અધિ , વર્ગ-૧,) તત્કાલીન પ્રાંત અધિકારી ચોટીલા (૩) જે.એલ. ઘાડવી, (નાયબ મામલતદાર વર્ગ -૩ ) તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર ચોટીલા (૪) જમીન ખાતે કરાવી લાભ મેળવનાર વ્યક્તિઓને આરોપી બનાવતી ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં નિર્દેશ કરાયો છે કે સુરેન્દ્રનગર કલેક્ટરેટના ઉચ્ચાધિકારીઓએ પોતાની સમક્ષ ચાલતી જમીન ટોચ મર્યાદા ની ન્યાયિક કાર્યવાહી દરમ્યાન પોતાના હોદ્દાઓ, પોતાને મળેલી સત્તાઓનો દૂરુપયોગ કરી બીનપીયતની જમીનો ખાનગી લોકોના નામે કરી આપવા માટે સેટીંગ કર્યા હતા. મહેસુલી અધિકારીઓએ એક ગુનાહીત કાવતરુ રચી કાયદા વિરુદ્ધ ના હુકમો કરી, સરકારી મિલકત નો દુર્વય્ય કરી જીવાપર તથા બામણબોર ગામ ની જમીન ૩૨૦ એકર ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટ ના હુકમ નું ખોટુ અર્થધટન કરી લાભ મેળવનારાઓના ખાતે ચડાવી તેઓ ને ગેરકાયદે લાભ પહોંચાડી અધિક કલેક્ટર, તત્કાલિન ડીડીઓ સમેતના અધિકારીઓ, કર્મચારીઓએ હોદ્દા નો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તન આચરી એકબીજા ને મદદગારી કરી સરકારની તિજોરીને રુ ૩,૨૩,૦૩,૫૫૬નો ચૂનો ચોપડ્યો છે.

કે. રાજેશ એ ચાતરેલો ચીલો આગળ વધે તેવી શક્યતાઓ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુદ જાહેરમાં ખરખરો કરી ચૂક્યા છે કે રાજયમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલી વિભાગમાં છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ આજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના બે ક્લાસવન અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ કરવાની હિંમત કરીને નવો ચીલો ચાતર્યો છે. મહેસુલી વિભાગમાં એવું નથી કે બધા જ ભ્રષ્ટ છે, કેટલાક પ્રમાણિક, બાહોશ અને હિંમતવાન અધિકારીઓ પણ છે, કે. રાજેશએ આજે ભ્રષ્ટ અધિકારીઓ સામે કરેલી કાર્યવાહીથી પ્રમાણિક અને બાહોશ અધિકારીઓને એવી હિંમત મળશે કે તેઓ પણ તેમના તાબા હેઠળના ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ સામે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં ભરશે એમ મનાય છે.

IAS K. Rajesh સુરત જિલ્લા પંચાયતમાં ફરજ બચાવી ચૂક્યા છે

ભ્રષ્ટ ક્લાસ વન મહેસુલી અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ નોંધાવીને તેમને સસ્પેન્ડ કરી દેનારા સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશ સુરત જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. બાહોશ અને હિંમત સાથે કોઇપણ કામ કરતા આ અધિકારી સ્થાનિક સ્તરે બહુ માનીતા બની ગયા હતા. તેમણે તેમના કાર્યકાળમાં અનેક લોકોપયોગી નિર્ણયો લીધા હતા જેના મીઠાં ફળ આજે જિલ્લા પંચાયતના મુલાકાતીઓને મળી રહ્યા છે.