CIA ALERT

Alert Archives - Page 401 of 519 - CIA Live

March 19, 2019
Event-cover.jpeg
1min19390

જો તમે રોજીંદા જીવનમાં કરિઅર-ઈન્કમ અંગે કઈક નવા મુકામ હાસલ કરવા માંગતા હોવ તે ઉપરાંત જો તમે ફ્રી ટાઈમનો ઈફેક્ટિવ ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તે સાથે જો એવું ઈચ્છતા હોવ કે તમે ટેકનોલોજી અથવા તો ડિજીટલ યુગ સાથે કદમ મેળવીને આગળ વધો તો આ જાણકારી તમારા માટે અનહદ અગત્ય તેમ જ ફાયદાકારક પણ છે.

આ જાણકારી છે, ફ્રી સેમીનાર અંગેની, જે સેમીનાર પાવર ઓફ  ડિજીટલ માર્કેટીંગના વિષય પર આયોજીત છે. આ સેમિનાર 24, 28, અને 31 માર્ચ એટલે કે 3 અલગ-અલગ દિવસો માટે આયોજીત છે, જેથી કરીને જો તમે કોઈ એક તારીખે આ સેમિનારની તક ચૂકી જાવ છો તો તમે બીજા સેમિનારમાં હાજરી આપીને આ તકનો લાભ મેળવી શકો છો.

આ દરેક સેમિનાર ફ્રી છે, પરંતુ રજીસટ્રેશન ફરજીયાત છે. આ સેમીનાર દરેક વ્યક્તિને ડિજીટલ ઈન્ડિયાના કોન્સેપ્ટ માં ડિજીટલ શબ્દની અગ્રમ્તા સમજાવવા માટે ઓયોજીત કરવામાં આવ્યો છે. અને આ ડિજીટલ શબ્દના અગત્ય ફાયદા અંગે જાણકારી આપવા માટે પણ છે. આ શબ્દ વડે દરેક વ્યક્તિને કેટલો ફાયદો થઈ શકે છે એ જણાવામાં આવશે.

આ સેમીનાર દરેક વ્યક્તિને આજના સમયમાં સશક્ત કરવા માટે રાખવામાં આવ્યો છે.  આ સેમીનારને ફ્રી રાખવા માટેનો ધ્યેય સામાજીક રીતે દરેક વ્યક્તિ આ સેમીનારનો લાભ લઈ શકે એ છે.  આ સેમીનારની વક્તા ફોરમ માર્ફતિયા પટેલ છે કે જેઓ ઓન્લાઈન યુગ નામની ડિજીટલ માર્કેટિંગ કંપનીના કો-ફાઉન્ડર છે, તેઓ સોશિયલ મીડિયા માર્કેટિંગમાં નિષ્ણાંત છે તે ઉપરાંત ઈન્ડિયન ટ્રેનર અશોશિયેન દ્રારા તેમને સર્ટિફાઈડ ટ્રેનરની પદવી પણ આપવામાં આવી છે. આ સેમીનાર વડે ફોરમ માર્ફતિયા પટેલ  નીચે મૂજબના મુદ્દા અંગે એકસ્પર્ટ ટોક-વાતો કરશે.

ડિજીટલ માર્કેટિંગ અવેરનેસ, ડિજીટલ માર્કેટિંગના અનહદ અગત્ય ફાયદા, ડિજીટલ માર્કેટિંગ વડે કોઈપણ વ્યક્તિ વ્યવસાયમાં વૃદ્ધિ મેળવી શકે છે.

ડિજીટલ માર્કેટિંગ માત્ર માર્કેટિંગનું સાધન જ નથી પણ એક બિઝનેસને બ્રેન્ડ બનાવવા માટે આવશ્કય છે. ડિજિટલ માર્કેટિંગ એક એવો બ્રહ્માસ્ત્ર છે જે આપણા બિઝનેસને અલગ ઉંચાઈઓ પર પહુંચાડે છે. આ સેમિનારમાં ડિજિટલ માર્કેટિંગ ટેક્નિક સાથે સાથે આપણા બ્રાન્ડની ઇમેજ લોકોમાં કેવી રીતે પ્રખ્યાત કરવી તેની ટિપ્સ આપવામાં આવશે.. શું તમે જાણો છો કે આપડે આખા દિવસ દરમિયાન અવરેજ 3 કલાક સોશ્યિલ મીડિયા માં અને 6 કલાક ડિજિટલ ગૅજેટ્સની સાથે આપડો સમય પસાર કરીએ છે. 2021 સુધી ભારતમાં 88 કરોડ થી વધુ મોબાઇલ યુઝર્સ થવાંના છે. હવે આપણે ખબર વાંચવા કે આમંત્રણ આપવા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટટર અને બીજી બધી એપ્લિકેશન નો ઉપયોગ કરીયે છે. ગૂગલની મદદથી હવે આપણે અજાણ્યા જગ્યા પર પણ સહેલાઈથી પહોંચી શકીયે છીએ. આપડા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ પણ ડિજિટલ ઇન્ડિયા ને ખુબ સપોર્ટ કર્યો છે. જો અગર આપણે આ લોકપ્રિય પ્લેટફોર્મ્સ વડે આપણા બીઝનેસની ડિજિટલ માર્કેટિંગ કરીયે તો આપણું બિઝનેસનો પણ ઘણો વિકાસ થઇ શકે છે.

ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં SEO, SEM, EMAIL MARKETING, AFFILIATE MARKETING, BLOGGING, વગેરે ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.આ ક્ષેત્રમાં ફક્ત ઉદ્યોગકર્તાઓ જ નહિ પરંતુ કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા ગૃહિણીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે તેમજ ડિજિટલ માર્કેટિંગ કરવા માટે તમને ઓફિસની જરૂર પડતી નથી. જરૂર પડે છે

ફક્ત સ્માર્ટ ફોન અથવા લેપટોપની. ડિજિટલ માર્કેટિંની એ ખાસિયત છે કે તમે ફક્ત એક ક્લિકથી લાખો લોકો સુધી પહોંચી શકો છો. આ ફિલ્ડમાં તમને ઉચ્ચ ડિગ્રીની કે મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી અને એમાં કોઈ ઉંમરની સીમા નથી. જરૂર પડે છે તો બસ સીખાવાની ધગસની.

આથી એ તમામ વ્યક્તિ જેઓ ડિજીક્ટ માર્કેટિંગ ક્ષેત્રે કઈ હાસલ કરવા માંગતા હોય તેમણે આ ટક જતી ન કરવી જોઈએ.

સેમિનારમાં સહભાગી થવા માટે સંપર્ક કરો 9574750077.

March 19, 2019
utuimages.jpg
9min33400

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત બોર્ડ સમેત અન્ય બોર્ડની ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષાઓ પૂર્ણ થવા આવી છે. હવે વિદ્યાર્થીઓ અને માબાપ કારકિર્દીના વિકલ્પો વિચારવાનું શરુ કરશે એ સમયે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ અને શિક્ષણ સર્વદા આપને કારકિર્દીના વિકલ્પોથી સુપેરે માહિતીગાર કરશે. કારકિર્દી ઘડતરનો સૌથી અગત્યનો નિર્ણય લેવામાં અમે આપને મદદરૂપ થઇશું. આજે અમે અહીં વાત કરી રહ્યા છે સુરત નજીક બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસની. સુરત શહેર જિલ્લા કે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વર્ષોથી એવું મહેણું હતું કે સ્ટેટ ઓફ ધ આર્ટ અને કારકિર્દીના વિકલ્પો એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થાય અને એ પણ ક્વોલિટી એજ્યુકેશન અને ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આવું કેમ્પસ સમગ્ર દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લા પૈકી ક્યાં ન હતું. પરંતુ, બારડોલી-મહુવા રોડ પર આવેલા માલિબા વિદ્યાસંકુલ અને એ પછી અસ્તિત્વમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીએ એ મહેણું દૂર કર્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અપટુડેટ હાયર એજ્યુકેશન કેમ્પસ નથી.

માલિબા સંકુલમાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી ફક્ત સાઉથ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાતભરના વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. અહીં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ પછી વિદ્યાર્થીઓ માટે લગભગ મોટા ભાગની ફેકલ્ટીઝના અભ્યાસક્રમો શરૂ થયા છે. ક્વોલિફાઇડ અને એક્સપિરીયન્સ્ડ અધ્યાપકોની સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની એક વખત મુલાકાત લઇ આવવી જોઇએ.

ધો.12 સાયન્સ કોમર્સ કે આર્ટસ પછી કોઇપણ કોલેજમાં એડમિશન લેતા પહેલા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની વિઝીટ કરજો, તમારું વિઝન ચોક્કસ બદલાઇ જશે

ઉકા તરસાડીયા યુનિવર્સિટીને બેઠી કરનારા ડો.દિનેશ શાહ લેખકને હંમેશા કહેતા આવ્યા છે કે તમે કાઉન્સિલર છો, ક્યારેય કોઇ વાલી વિદ્યાર્થીઓને સીધા જ અમારી યુનિવર્સિટીમાં એડમિશન લઇ લો એવું ન કહેતા, એમને કહો કે પહેલા સ્વયં યુકા તરસાડીયા કેમ્પસની મુલાકાત લો, અન્ય સંસ્થાઓની મુલાકાત લો અને એ પછી વિકલ્પ પસંદ કરો. અહીં વિદ્યાર્થીઓ મેરીટ્સ પર એડમિશન મેળવે છે. સૌથી અગત્યની વાત એ છે કે ઉકા તરસાડીયાના સંચાલકોનો અભિગમ ધંધાદારી નથી બલ્કે સમાજ સેવાનો છે. તેઓ ક્યારેય પ્રોફિટ મેકિંગ એપ્રોચમાં જોવાયા નથી બલ્કે વિદ્યાર્થીઓ કઇ રીતે વ્યવસાયલક્ષી બની શકે તેના પર ફોકસ કરીને સેવાના હેતુથી શૈક્ષણિક સંકુલ ચલાવી રહ્યા છે.

અહીં આ કેમ્પસમાં થઇ રહેલી અન્ય પ્રવૃતિઓની વાત તો એટલા માટે નથી કરવી કેમકે શૈક્ષણિક સાથે કો કરીક્યુલર એક્ટિવિટીઝ, સેલિબ્રેશન, ફેસ્ટિવલ્સ અને સૌથી મહત્વની વાત ટેલેન્ટ હન્ટમાં આ યુનિવર્સિટી દ્વારા યોજાતા કાર્યક્રમો કાબિલે તારીફ રહ્યા છે. સ્ટડી ટૂર, પ્રોજેક્ટ વર્ક, કોમ્પિટીશન પાર્ટીશિપેશન, એસાઇન્મેન્ટ વગેરે કાર્યક્રમોમાં ઉકા તરસાડીયા યુનિવિર્સિટીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ ભાત પાડી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની માહિતી નિમ્નદર્શિત છે.

GROUP-A

BACHELOR OF TECHNOLOGY [B.TECH.]

INTEGRATED PROGRAMMES

Master Of Science

Bachelor Of Science

GROUP-B 

INTEGRATED PROGRAMMES

Master Of Science

BACHELOR

 

 

ARTS

 

COMMERCE

Integrated Programmes

Other Bachelors Programmes at UTU

Bachelor Programmes in Designing

 

 

About UTU

Established under Gujarat Private University(Amendment) Act No. 25 – 2011 Government of Gujarat and approved under section 22 of UGC Act 1956

Location

Uka Tarsadia University Maliba Campus , Gopal Vidyanagar , Bardoli-Mahuva Road , Tarsadi – 394 350. Tal: Mahuva Dist: Surat Gujarat, INDIA

Helplines

6353030096, 6353033853

 

 

March 18, 2019
j2.jpg
1min9120

ન્યુઝીલેન્ડમાં ગઇ તા.15મી માર્ચ 2019ના રોજ બે મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં માર્યા ગયેલા 50 મૃતકોની અંતિમવિધીમાં જોડાયેલા ન્યુઝીલેન્ડના મહિલા પ્રાઇમ મિનિસ્ટર અદ્દલ મુસ્લિમ મહિલા હોય તેવો વસ્ત્ર પરિધાન કરીને ગયા હતા. તેમણે મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરાતા હિજાબ પરિધાન કર્યો હતો. સમગ્ર વિશ્વમાં તેમની તસ્વીરોના વખાણ થયા હતા. તેમણે હુમલાનો ભોગ બનેલા પરિવારજનોને ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે તેઓ બિનમુસ્લિમ દેશમાં બિન મુસ્લિમ મહિલા સાથે વાતચીત કરી રહ્યા છે.

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચની મસ્જિદમાં ચરમપંથી બ્રેન્ટન ટેરન્ટે કરેલા આંધાધૂંધ ગોળીબારે ન્યુઝીલેન્ડમાં વસતા 50 જેટલા મુસ્લિમોના જીવ લીધા છે ત્યારે તેમના પરિવારને આશ્વાસન આપવા ન્યુઝી લેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડન હિજાબ પહેરીને પહોંચ્યા હતા.

મૃતકોના પરિવારજનોને ગળે મળી તેમણે આશ્વાસન આપ્યું હતું. તેમના આ પગલાના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે.

ન્યુઝિલેન્ડમાં મુસ્લિમો અને પ્રવાસીઓ વિરુદ્ધ વધી રહેલી નફરત વચ્ચે વડાપ્રધાન આર્ડને મૃતકોના પરિવારની મુલાકાત લઈને માનવતાનો સંદેશ આપ્યો હતો. તે મૃતકોના પરિવારને મળવા પહોંચ્યા ત્યારે તેમની આંખમાં દુઃખ અને કરુણા ભારોભાર નજર આવી રહ્યા હતા.

તેમની આ તસવીરો ટ્વીટર પર વાયરલ થઈ હતી. લોકોએ તેને ‘ત્રાસવાદ વિરુદ્ધ સકારાત્મક ચહેરો’ કહી વધાવી લીધા હતા. આર્ડને હુમલો થયો તેની સાંજે જ મીડિયાને સંબોધન કર્યું હતું.

તેમાં તેમણે કહ્યું કે, “ન્યુઝીલેન્ડમાં 20થી વધુ જાતિના લોકો રહે છે અને 160 ભાષાઓ બોલાય છે. આટલી વિવિધતા છતાંય અમુક નૈતિક મૂલ્યો બધામાં સરખા જ જોવા મળે છે.

જે લોકો પર દુર્ઘટનાની સીધી અસર પડી છે તેની સાથે આખા દેશની કરુણા છે.

બીજું જે લોકોએ આ કર્યું તેને અમે વખોડીએ છીએ. તમે કદાચ આ અમારા માટે કર્યું હશે પણ અમે તમને સ્વીકારતા નથી અને તમારી આકરી ટીકા કરીએ છીએ.”

March 18, 2019
swiggy.jpg
1min8010

ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ છેલ્લા અઠવાડિયામાં ટુ-વ્હીલર પર ફૂડ ડિલિવરી કરનાર ૭૦૦ બાઇકરને દંડ ફટકારવામાં આવ્યો હતો.  મુંબઇગરાઓએ લગભગ દરેક વિસ્તારમાંથી એવી ફરીયાદો કરી હતી કે જુદી જુદી ફુડ ડિલિવરી કંપનીઓ જેવી કે સ્વીગી, ઝોમેટો, ઉબેર ઇટ્સ, ડોમીનોઝ પીઝા તેમજ અન્ય પ્રાઇવેટ રેસ્ટોરેન્ટસના ડિલીવરી બોયઝ દ્વારા બેફામ રીતે બાઇક હંકારીને અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકવામાં આવે છે, વનવેમાં બેફામ ગતિઓ બાઇકો દોડાવે છે, હોર્ન વગાડીને પરેશાન કરી રહ્યા છે આવી અનેક ફરીયાદોને પગલે મુંબઇ ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા સંયુક્ત રીતે અભિયાન હાથ ધરીને ફૂડ ડિલીવરી બોયઝને જુદા જુદા ગુનાઓમાં દંડ કર્યો હતો.

હેલ્મેટ પહેર્યા વગર બાઇક સવારી કરવી, ફૂટપાથ પર બાઇક ચલાવવી, સિગ્નલ તોડવી, મર્યાદા કરતાં વધુ ઝડપે બાઈક હંકારવી વગેરે કારણોસર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ જ વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર ગુનેગારની યાદી રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (આરટીઓ)ને મોકલીને તેમનું લાઇસન્સ રદ કરવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું છે.

એટલું જ નહીં, આવા ડિલિવરી બૉયને નોકરીમાંથી કાઢી નાખવા માટે પણ ઍપ આધારિત ફૂડ ડિલિવરી કંપનીઓને જણાવવામાં આવ્યું છે.

March 18, 2019
raj_thackary-1280x719.jpg
1min1061

રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત પક્ષે કરી હતી. છેલ્લાં ઘણા સમયથી મનસે અંગે અટકળો ચાલી રહી છે. ઠાકરે એનસીપી ચીફ શરદ પવારની નજીક આવતા તેઓ એનસીપીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પક્ડયું હતું. આ તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું.

રાજ ઠાકરે ૧૯મી માર્ચે જાહેરસભાને સંબોધવાના છે, તેમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવશે. ઠાકરે બહાર રહી પવારને મદદ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચાર કરશે, તેમ પણ માનવામાં આવે છે. ગત ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરેનો પક્ષ કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મનસેએ ખાસ જનાધાર મેળવ્યો ન હતો. ઠાકરેના એકમાત્ર વિધાનસભ્ય પણ તાજેતરમાં શિવસેનામાં જોડાયા હતા. મરાઠી માણૂસનો વિષય લઈ એક સમયે કિંગ ગમૅકર માનવામાં આવતા ઠાકરેના પક્ષે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. એનસીપી તેમને સાથે લેવા તૈયાર હતી, પરંતુ કૉંગ્રેસે મનસેને લેવાની ધસીને ના પાડી હતી. અંતે મનસેએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

March 18, 2019
flood.jpg
1min7650

ઈન્ડોનેશિયાના પાપૂઆ પ્રાંતમાં આવેલા ઘોડાપૂરમાં ૫૦ જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. પાપૂઆ પ્રાંતની રાજધાની જયાપુરા પાસેના સેન્ટાનીમાં ભારે વરસાદ પડવાથી અને તેના પરિણામે થયેલા ભૂસ્ખલનના સંખ્યાબંધ બનાવોના પગલે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. સંખ્યાબંધ ઘરને નુકસાન થયું હતું અને ૫૯થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતાએ કહ્યું હતું કે બચાવ રાહત ટુકડીઓ પૂરપ્રભાવિત વિસ્તારોમાં પહોંચી રહી છે અને વધુ વિગત મળતા વાર લાગશે.

પાણી ઓસરી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. હજારો વૃક્ષ માર્ગમાં પડ્યા હોવાને કારણે અને પથ્થરો, કાદવ વિગેરેને કારણે બચાવ – રાહત ટુકડીઓ બધા પ્રભાવિત વિસ્તારોમાં હજુ પહોંચી નથી.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતા સુરોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, ‘જમીન ધસી પડવાને કારણે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ઉપલબ્ધ વીડિયો ફૂટેઝમાં જોઈ શકાતું હતું કે, ઠેર ઠેર વૃક્ષોની ડાળીઓ અથવા થડ, અન્ય કાટમાળ કાદવિયા માર્ગો પર પથરાયો હતો. જયાપુરાના નાના એરપોર્ટના એક પ્રોપેલર પ્લેન તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.

ઈન્ડોનેશિયામાં ઓકટોબરથી એપ્રિલ સુધી વરસાદની સીઝન રહેતી હોય છે અને ઘોડાપૂરની પરિસ્થિતિ નિયમિતપણે સર્જાતી હોય છે.૧૭૦૦૦ ટાપુથી બનેલા આ રાષ્ટ્રમાં ભૂકંપ, જવાળામુખી ફાટવાની ઘટના પણ અવારનવાર થતી રહે છે.

સુલાવેસી ટાપુ પર પૂર અને ભૂસ્ખલનના પગલે ૭૦ વયક્તિનું મોત થયું હતું. આ મહિનામાં થોડા દિવસ અગાઉ વેસ્ટજાવા પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરના કારણથી સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.

જાવાના પશ્ર્ચિમ હિસ્સામાં જવાળામુખી ફાટવાથી સુનામી આવ્યું હતું, જેમાં ૪૦૦ લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે સુલાવેસીના પાલુ શહેરમાં સુનામીને કારણે હજારો લોકો માર્યા ગયા હતા, જયારે બાલી પાસેના લોમ્બોક ટાપુ પર ભૂકંપના હારબંધ આંચકાને પગલે સેંકડો લોકો માર્યા ગયા હતા.

March 18, 2019
eci_logo.jpg
1min14540

ચૂંટણી સંબંધી ખર્ચ પર નિગરાની રાખવા ચૂંટણી પંચે ચૂંટણીના હેતુસર વપરાતા હેલિકોપ્ટર, ચાર્ટર્ડ ફલાઇટની વિગતો એર ટ્રાફિક ક્ધટ્રોલ વિભાગ પાસેથી મગાવી છે. જે વિસ્તારમાં એરપોર્ટ છે ત્યાંના ડિસ્ટ્રિકટ ઈલેકશન ઑફિસર સાથે જરૂરી આંકડા મેળવવા એર ટ્રાફિક ક્ધટ્રોલને જણાવ્યું છે. બિહારના વધારાના ચીફ ઈલેકટોરલ ઑફિસર સંજયકુમાર સિંહે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનો નિર્ણય સરકારના તમામ અધિકારીઓને જણાવી દેવાયો છે.

પટના અને ગયાના એર ટ્રાફિક ક્ધટ્રોલે તમામ ચાર્ટર્ડ ફલાઈટ, હેલિકોપ્ટર અને પેસેન્જરની વિગતો સીઇઓની ઓફિસ અને પટના – ગયાના ડીઈઓને આપવી પડશે. પેસેન્જરોના સામાનની તપાસ થશે.

મતદાનના પ્રથમ તબક્કા માટે નોમિનેશન ફાઈલિંગનું નોટિફિકેશન ૧૮ માર્ચથી શરૂ થશે. આવકવેરાના અધિકારી રૂ. ૧૦ લાખથી ઉપરના કોઈપણ શંકાસ્પદ સોદા પર ચાંપતી નજર રાખશે. બૅન્કમાંથી રોકડ લઈ જતી વેનના સ્ટાફે યોગ્ય ઓળખપત્ર પહેરવું પડશે. કાનૂની રોકડ હેરફેર પર કોઈ અંકુશ નથી.

March 18, 2019
girbanej.jpg
1min10150

કેસરી સિંહો અને ગીરની સુવિખ્યાત કેસર કેરીનું ઘર, ગણાતું ગીરની અન્ય એક વિશિષ્ટતા તેના એકમાત્ર મતદાર બાણેજને લીધે છે. આ ધાર્મિક જગ્યાના,મહંત ભરતદાસ બાપુ,જો અહીં મતદાન કરે તો,૧૦૦ ટકા મતદાન થયું ગણાય છે. મહંત દર ચૂંટણીમાં મતદાન કરે છે.

ચૂંટણીપંચના નિયમોનુસાર આ એક જ મતદાર અને મતદાન મથક માટે જરૂરી પૂરતો ચૂંટણી સ્ટાફ મતદાન સમયના પ્રારંભથી અંત સુધી રાખવામાં આવે છે.

બાણેજના મહંત ભરતદાસ બાપુ,ઉદાસીન સંપ્રદાયના સાધુ છે. ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આ જગ્યા આવેલી છે.જે કોડિનારથી જામવાળાથી નજીક પડે છે.ગીર જંગલની છોડવડી ચેક પોસ્ટથી પરમીટ લઈને, સવારથી સાંજ અર્થાત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈપણ વ્યક્તિ ત્યાં જઇ શકે છે. જીવનમાં એકવાર બાણેજની જગ્યા જોવા જેવી છે. ગીરના ગૌરવ સમાન છે.

March 18, 2019
pari_modi.jpg
1min7770

હજારો લોકોની જનમેદની વચ્ચે પૂરા રાજકીય સમ્માન સાથે ગોવાના CM મનોહર પર્રિકરના અગ્ની સંસ્કાર કરવામાં આવ્યા.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા. માહોલ ગમગીન હતો તો કેન્દ્રીય સ્મૃતિ ઇરાની પણ પોતાના આંસુને રોકી શકયા નહીં. આપને જણાવી દઇએ કે કેન્સરથી પીડિત મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે રવિવારના રોજ નિધન થયું છે.

શ્રદ્ધાંજલી આપ્યા બાદ પીએમ મોદી અહીં તેમના બંને દીકરાને પણ મળ્યા હતા. PM ખૂબ લાંબા સમય સુધી તેમની પાસે જ મૌન ઉભા રહ્યા હતા. પર્રિકરના બંને દીકરાઓ પૈકી એક એન્જિનિયર છે જ્યારે બીજો દીકરાને પોતાનો વ્યવસાય છે. વર્ષ 2000માં પર્રિકરના પત્નિનું પણ કેન્સરના કારણે અવસાન થયું હતું.

 

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા.

દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને હાલના ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું ૬૩ વર્ષની વયે પણજીમાં સાંજે ૬.૪૦ વાગ્યે એમના નિવાસસ્થાને રવિવારે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ માંદા હતા. પર્રિકરના અવસાનથી ગોવામાં ભાજપનો ચહેરો અને સ્વચ્છ ચરિત્ર ધરાવતા નેતા ગુમાવ્યા હોવાની ભાવના ભાજપે વ્યક્ત કરી હતી. સાદગીસભર અને સજ્જન વ્યક્તિ તરીકે જીવન વિતાવતા પર્રિકરે પોતાની સ્વચ્છ છબિને કારણે ગોવાવાસીઓના મન જીતી લીધા હતા. વર્ષોથી ગોવામાં ચાલતી રાજકીય અસ્થિરતાને પર્રિકરે પોતાની કુશળતાથી સ્થિરતામાં ફેરવી હતી અને મુખ્ય પ્રધાન તરીકે એમણે ગોવામાં સફળ નેતૃત્વ કર્યું હતું.

પર્રિકરને આ કારણસર ત્રણ વખત ગોવાના મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સૌ પ્રથમ ભાજપ તરફથી ૧૯૯૪માં તેઓ પણજીની બેઠક જીત્યા હતા. જૂન થી નવેમ્બર ૧૯૯૯ સુધી તેઓ વિરોધપક્ષના નેતા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૦૦થી ૨૦૦૫, ૨૦૧૨થી ૨૦૧૪ અને ૧૪મી માર્ચ ૨૦૧૭થી એમના મૃત્યુપર્યંત ગોવાના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. ગોવામાં ૨૦૧૩માં યોજાયેલી ભાજપની બેઠક વખતે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ પણ એમણે જ કર્યો હતો.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય બાદ દેશના સંરક્ષણ પ્રધાનની જવાબદારી એમને સોંપવામાં આવી હતી. એમણે ૨૦૧૪થી ૨૦૧૭ સુધી સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી.

દરમિયાન, ૨૦૧૭માં ગોવાની વિધાનસભાની ચૂંટણી બાદ કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે પર્રિકરને ગોવા મોકલ્યા અને એમણે અહીં આવીને ગોવા ફોરવર્ડ પક્ષ અને એમજીપીનો ટેકો મેળવીને ફરીથી ભાજપની સત્તા સ્થાપી હતી. આ વખતે ભાજપે એમને ફરીથી મુખ્ય પ્રધાનપદની જવાબદારી સોંપી અને પર્રિકરે પોતાના નવા હોદ્દાને શાનદાર રીતે નીભાવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌ પ્રથમ પર્રિકરને ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એમણે જણાવ્યું હતું કે લાંબી માંદગી બાદ ગોવાના મુખ્ય પ્રધાન શ્રી મનોહર પર્રિકરના નિધનના સમાચાર જાણીને અત્યંત દુ:ખ થયું. પાછલા એકાદ વર્ષથી તેઓ સતત માંદા રહેતા હતા અને પાછલા બે દિવસ દરમિયાન એમની તબિયત વધુ કથળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવાર રાતથી એમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

મધ્યમ વર્ગના કુટુંબમાં ૧૩મી ડિસેમ્બર, ૧૯૫૫ના દિવસે જન્મેલા પર્રિકરે પોતાનું રાજકીય જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે શરૂ કર્યું હતું. આઇઆઇટી-મુંબઇમાંથી સ્નાતક થયા બાદ પણ એમણે સંઘનું કાર્ય કરવાનું ચાલું રાખ્યું હતું. સંઘ સાથેના એમના સંબંધને એમણે કદી છુપાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સંઘના કાર્યક્રમમાં યુનિફોર્મ પહેરીને લાઠી ફેરવતા હોય એવા એમના ફોટા પણ પ્રસિદ્ધ થયા હતા. તેઓ જ્યારે સંરક્ષણ પ્રધાન હતા અને ભારતે પીઓકેમાં જઇને ત્રાસવાદીઓ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય એમણે સંઘના શિક્ષણનું પરિણામ ગણાવ્યું હતું.

એમનું સ્વાસ્થ્ય ફેબ્રુઆરી ૨૦૧૮થી કથળવા માંડયું હતું. સૌ પ્રથમ એમને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યાર બાદ માર્ચમાં અમેરિકાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓ જૂન સુધી સારવાર લેતા રહ્યા હતા. ત્યાર બાદ ઑગસ્ટમાં ફરીથી એમને અમેરિકામાં સારવાર માટે લઇ જવાયા હતા. અંદાજે એક મહિનો સારવાર લીધા બાદ તેઓ ૧૪મી ઑક્ટોબરે ભારત પાછા ફર્યા હતા.

લગભગ અઢી મહિનાના ગાળા બાદ તેઓ ૨જી જાન્યુઆરીએ જ્યારે પોતાના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે સૌને આશ્ર્ચર્ય થયું હતું. ત્યાર બાદ એમણે અનેક રાજકીય કાર્યક્રમો અને વિધાનસભા તથા સંસદના કાર્યમાં ભાગ લીધો હતો. પાછલા કેટલાક દિવસોથી એમને વારંવાર સારવાર માટે ગોવા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં જવું પડતું હતું, પણ મોટેભાગે તેઓ પોતાના ઘરે જ રહ્યા હતા.

આજે ૧૧ વાગ્યે અપાશે શ્રદ્ધાંજલિ

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના પાર્થિવ શરીરના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ સોમવારે પણજી ખાતે આપવામાં આવશે અને સાંજે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાન, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીવાડરા, સપાના પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક રાજકીય નેતાએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી.

March 17, 2019
pub-1280x720.jpg
1min9810

જયેશ બ્રહ્મભટ્ટ

તા.15મી માર્ચ 2019ના રોજ બપોરે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં આવેલી બે મસ્જિદોમાં બ્રેન્ટન્ટ નામના માથાફરેલ હરામખોરે કરેલા ઓપન અને અંધાધૂંધ ફાયરીંગના વિડીયો તેમજ હુમલાખોરની હરકત જોતા પહેલો વિચાર એ જ આવે કે કોઇ વિડીયો ગેમ જોતા હોઇએ. હુમલાખોરે જે રીતે ફાયરિંગનો અંજામ આપ્યો અદ્દલ એ જ પ્રમાણે પબજી ગેમ્સ રમાડવામાં આવે છે. હાલમાં ભારત સમેત અનેક દેશોમાં જેના પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે એ પબજી ગેમ્સની તર્જ પર જ ન્યુઝીલેન્ડમાં મૂળ ઓસ્ટ્રેલિયન હુમલાખોર બ્રેન્ટને આડેધડ ફાયરીંગ કરીને 50 લોકોના ઢીમ ઢાળી દીધા છે.

હરામખોર હુમલાખોરને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો, આવી ક્રૂરતા પબજી ગેમ્સમાં જ દેખાડવામાં આવે છે

ન્યુઝીલેન્ડમાં જે રીતે હરામખોર બ્રેન્ટન પોતાની કાર લઇને નીકળે છે, પોતાના શરીર પર કેમેરાથી સોશ્યલ મિડીયામાં લાઇવ વિડીયો પ્રસારિત કરે છે, મ્યુઝિક સાંભળે છે, કારમાંથી બેફામ ફાયરિંગ કરે છે, કારની ડિકીમાં રાખવામાં આવેલી ત્રણ ગન્સને ચકાસે છે, હુમલા બ્રેન્ટન ટેરેન્ટ નામના 28 વર્ષની એક વ્યક્તિએ કર્યો છે જેને હુમલામાં કુલ પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો છે. હેડકૅમથી મળેલી તસવીરોમાં જોવા મળી શકે છે કે હુમલાખોર જેવો જ એક રૂમથી બીજા રૂમ તરફ આગળ વધે છે. તે લોકો પર નજીકથી ગોળીઓ વરસાવી રહ્યો છે. તેણે ઘાયલ પર ગોળીઓ વરસાવી છે.

હેમખેમ બચેલા લોકોએ શું જણાવ્યું

  • તેમના જણાવ્યા પ્રમાણે અંદાજે 20 મિનિટ સુધી આ ગોળીબાર ચાલ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
  • તેમણે જણાવ્યું, “હું એ વિચારતો હતો કે તેની પાસે જલદી ગોળીઓ ખતમ થઈ જાય.”
  • “હું ત્યાં કંઈ કરી શકું એમ ન હતો. માત્ર પ્રાર્થના કરતો રહ્યો અને રાહ જોતો હતો કે અલ્લાહ, આની ગોળીઓ ખતમ થઈ જાય.”
  • કથિત રીતે બંદૂકધારીએ મસ્જિદમાં પહેલાં પુરુષોનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો, જ્યારે ત્યારબાદ મહિલાઓનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો.
  • બીજા એક બચી ગયેલા પુરુષે જણાવ્યું કે લોકો બચવા માટે બારીઓ તોડીને ભાગ્યા હતા.
  • રેડિયો ન્યૂઝીલૅન્ડ સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી.”
  • “તેને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો. તે કોઈ જીવતું રહે તેમ ઇચ્છતો ન હતો.”
  • આ હુમલામાં બચી ગયેલા ફરીદ અહમદે કહ્યું કે તેઓ વ્હિલચેર પર હતા અને તેમને હજી જાણ નથી કે તેમનાં પત્ની જીવતાં છે કે નહીં.
  • તેમણે જણાવ્યું, “હું એક રૂમમાં હતો ત્યાંથી મેં જોયું કે એક યુવક એ રૂમમાં આવવા ગયો તો તેને પાછળના ભાગે ગોળી મારી દીધી. તે ત્યાં જ મરી ગયો.”

આ બધી ઘટનાઓને જોતા પ્રથમદર્શી નજરે જ જણાય આવે છે કે પબજી ગેમ્સમાં મોટા ભાગની સિક્વન્સ મળતી આવી રહી છે. હજુ એ વાત બહાર આવી નથી કે હુમલાખોરે પબજી ગેમ્સ રમી હતી કે નહીં અગર તો આડેધડ ગન ફાયરિંગનો વિચાર ક્યાંથી મેળવ્યો પરંતુ, આજે નહીં તો કાલે એ વાત ચોક્કસ બહાર આવશે કે કોઇકને કોઇ હિંસાત્મક ગેમ કે મૂવીમાંથી જ આવો વાહિયાત આઇડિયા ગુનેગાર મેળવી શકે છે.

હત્યાના આરોપમાં 28 વર્ષના બ્રેન્ટન ટેરન્ટને શનિવારે ક્રાઇસ્ટચર્ચની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકના વિસ્તારોમાંથી હુમલાખોરો સાથે સંપર્ક ધરાવતા વિસ્તારોમાં ત્રણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા પણ સામેલ છે. તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ તમામની પૂછપરછ થઇ રહી છે અને તેઓ આ આવા હિંસક પ્લાનને કેવી રીતે અંજામ આપ્યો તે પોલીસ શોધી રહી છે.

હકીકતમાં પબજી જેવી હિંસક ગેમ્સ કે ટેલિવિઝનના પ્રોગ્રામ્સમાંથી જ ગુનેગારોને ગુનો કરવા અંગેના આઇડિયા મળી રહેતા હોય છે. ભારતમાં એવા સંખ્યાબંધ ક્રાઇમ્સ પ્રકાશમાં આવ્યા છે જેમાં પકડાયેલા ગુનેગારોએ કબૂલાત કરી હતી કે તેણે ક્રાઇમ પેટ્રોલ કે તેના જેવી અન્ય ક્રાઇમ આધારિત ટેલિ સીરીયલ્સમાંથી જ યુક્તિ મેળવીને ગુનાને અંજામ આપ્યો હતો.