ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હોય જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આત્મવિલોપન વેળા ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોય તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો.

આઇપીએલમાં શુક્રવારે રમાયેલી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારે રસાકસી બાદ હૈદરાબાદે 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે હૈદરાબાદે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી હતી.
રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા 55 બોલમાં 102 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રાજસ્થાનના સુકાની અજિંક્ય રહાણે 49 બોલમાં 70 રન બનાવ્યા હતા. જોસ બટલર 5 રને રાશિદ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો. બન્ને ટીમોએ આ સીઝનમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઇડર્સે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબે માત આપી હતી.
હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર(69), જોની બેયરસ્ટો (45) અને વિજય શંકર (35)ની શાનદાર ઇનિગ્સની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે સંજૂ સેમસનની (અણનમ 102) સદી પર પાણી ફેરવી દીધું હતું. આઈપીએલ 2019ની આઠમી મેચમાં સનરાઈઝર્સે રાજસ્થાનને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે. હૈદરાબાદની બે મેચમાંથી આ પ્રથમ જીત છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સના સુકાની અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવી હૈદરાબાદને 199 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. તેના જવાબમાં 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 201 રન બનાવી જીત મેળવી હતી.




















