CIA ALERT

Alert Archives - Page 393 of 521 - CIA Live

April 4, 2019
paresh_dhanani-1280x720.jpg
1min8810

કૉંગ્રેસ હાઇકમાન્ડ અને ખાસ કરીને રાજ્ય પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત પડકાર આપવા માટે જોરદાર ‘હોમવર્ક’ કર્યું હોવાનો અણસાર આવે છે. એમાં પણ ખાસ કરીને અમરેલી, ભરૂચ અને ભાવનગર બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને રાજીવ સાતવે એક કાંકરે સંખ્યાબંધ પક્ષીઓ મારવા મહેનત લીધાનું મનાય છે.

અમરેલી બેઠક પર રાજ્ય વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારીને એક કાંકરે અડધો ડઝન ખેલ પાડ્યાનું મનાય છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે એકવાકયતાના અભાવના ઘણા કિસ્સાઓ જાહેર થયાનું મનાય છે ત્યારે

સૌ પ્રથમ તો અમરેલી જિલ્લામાં હાલ કૉંગ્રેસ માટે સૌથી વધુ કદાવર આગેવાન પરેશ ધાનાણી ગણાય છે. અહીંની બેઠકમાં અડધો ડઝન મૂરતિયાઓએ ટિકિટને પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવ્યાનું નજરે પડતું હતું.

ધાનાણીને મેદાને ઊતારીને તમામ ટિકિટવાંચ્છુઓને તેમના વિસ્તારમાં કૉંગ્રેસને લીડ અપાવવા માટે કામે લાગી જવાની સૂચના આપી દેવાઈ હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ એ પણ જોવા માગે છે કે અમરેલીમાં ધાનાણીની સ્વીકૃતિ કેટલી? ધાનાણીને વિધાનસભામાં સમગ્ર ગુજરાતની જવાબદારી સોંપાઈ છે ત્યારે સ્વગૃહે ધાનાણી કેટલા તાકાતવર?

જો પરેશ ધાનાણી લોકસભામાં જીતીને સાંસદ બને તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા વચ્ચેના ગજગ્રાહનો અંત આવે.

અન્ય વિધાનસભ્યને વિપક્ષી નેતા બનાવી શકાય.

આ ઉપરાંત અમરેલી વિધાનસભા બેઠક ખાલી થાય અને તેમાં પોતાનો ચાન્સ લાગે તે માટે અમરેલીના કૉંગ્રેસીઓ કૉંગ્રેસને જીતાડવા તનતોડ પ્રયાસો પણ કરશે.

અમરેલી ધારાસભા બેઠક ખાલી થાય તો પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડીને પોતાની સત્તા લાલસા સંતોષી શકાય તે માટે રાજકારણના કાવાદાવા સ્વરૂપે ભાજપના પણ અમૂક ખેરખાંઓનો પરેશ ધાનાણીની જીત માટે આડકતરી મદદ મળવાની કૉંગ્રેસ આશા સેવે તે પણ સ્વભાવિક છે. આમ, આ રીતે જોતા મહારાષ્ટ્રમાં ગત લોકસભા બેઠકનાં માત્ર બે બેઠકો કૉંગ્રેસ જીતી હતી તેમાનાં એક વિજયી સાંસદ એવા રાજીવ સાતવ રાજકારણના ગણિતમાં માહિર છે. તેમની ચાણકય નીતિ આ વખતની લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગીમાં સ્પષ્ટ નજરે પડે છે.

April 4, 2019
kamlesh_bassi.jpg
1min17580

કમલેશ બસ્સી નામની ભારતીય મૂળની 58 વર્ષીય મહિલા પોતાને મેડિકલ ડૉક્ટર, નર્સ, ઑક્યુપેશનલ થૅરપિસ્ટ, ફિઝિયૉથેરપિસ્ટ, ઑસ્ટિયૉપેથ અને હાડવૈદ્ય જેવી વિવિધ ઓળખ આપીને બ્રિટનમાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોને ઠગતી પકડાઇ ગઇ છે અને વૉરવિક ક્રાઉન કૉર્ટે તેને આવા સાત કિસ્સામાં દોષી ઠેરવી હતી.

કમલેશ બસ્સી પોતાને મેડિકલ પ્રૉફેશનલ ગણાવીને વૃદ્ધોની સાથે છેતરપિંડી કરતી હતી. તે મસાજ અને ઘરેલુ કામકાજમાં મદદની પણ ઑફર કરતી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સમાંની ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસના વકીલ હેના સિડવેએ જણાવ્યું હતું કે કમલેશ બસ્સી ઇરાદાપૂર્વક વૃદ્ધોને પોતાના શિકાર બનાવતી હતી. તે આવા લોકોનો વિશ્ર્વાસ મેળવીને તેઓના ઘરમાં ઘૂસી જતી હતી અને લોકોના જાન જોખમમાં મૂકતી હતી.

કમલેશ બસ્સીએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. તેને દોષી ઠેરવ્યા બાદ કસ્ટડીમાં રખાઇ છે. તેની સજાની સુનાવણી પાંચમી મેએ કરાશે.

April 4, 2019
home.png
1min15830

ઓછા વ્યાજદર અને સ્થિર ભાવને લીધે મુંબઇ દેશના સાત મુખ્ય શહેરોમાં ઘર ખરીદવા સસ્તા હોવાનો મત એક સંસ્થાએ જાહેર કર્યો હતો.

સંસ્થાના વાર્ષિક અહેવાલ પ્રમાણે 2018માં ઘર ખરીદવા માટે સૌથી વાજબી શહેર હૈદરાબાદ હતું, ત્યારબાદ કોલકાતા અને પૂણેનો આવ્યો હતો.

આ સર્વેક્ષણ 2011થી 2018 વચ્ચે સાત શહેરો (મુંબઇ, દિલ્હી એનસીઆર, બૅંગલુરુ, ચેન્નઇ, પૂણે, હૈદરાબાદ અને કોલકાતા)માં ગૃહ ઋણ માટેનો વ્યાજદર, સરેરાશ કૌટુંબિક આવક અને 1000 સ્કે. ફૂટ ઘરના ભાવના આધારે કરવામાં આવ્યું હતું.

સર્વેક્ષણમાં એ જોવામાં આવ્યું હતું કે આ સાતેય શહેરોમાં સરેરાશ કૌટુંબિક આવક સાથે ઋણ લઇને લોકો એ વખતના 1000 સ્કે. ફૂટના ઘર ખરીદી શકે એમ હતું કે નહીં અને એવું જણાયું હતું કે ફક્ત 2013માં હૈદરાબાદમાં જ એવી સ્થિતિ હતી. જોકે, 2018 સુધીમાં મુંબઇને બાદ કરતા બાકી બધા જ શહેરોમાં ઋણ લઇને ઘર ખરીદી શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વાજબી ગૃહ ઋણ અને સ્થિર ભાવની મદદથી 2014 બાદ શહેરોમાં ઘર ખરીદી શકાય એવી સ્થિતિ ઊભી થઇ હતી. સંસ્થાના મતે આવતા ત્રણ વર્ષ સુધી આ સાતેય શહેરોમાં ઘર ખરીદવાની ક્ષમતામાં વધારો નોંધાશે.

April 4, 2019
kirit_somaiya.jpeg
1min11020

ઈશાન મુંબઈના હાલના ભાજપ સાંસદ કિરીટ સોમૈયાનું પત્તું કાપી પક્ષના નગરસેવક મનોજ કોટકને ઉમેદવારી જાહેર કરી છે. જો કે કિરીટ સોમૈયા અને ઘરવાપસી કરેલા પ્રવીણ છેડાના સમર્થકો પક્ષની આ જાહેરાતથી નારાજ થયા છે, જેનું પરિણામ ચૂંટણીના રિઝલ્ટ પર પડી શકે તેમ એક સિનિયર નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. બીજી બાજુ પક્ષમાં ગણગણાટ થઈ રહ્યો છે કે ભાજપએ તેની ઈશાન મુંબઈની બેઠક એનસીપીને તાસકમાં ભેટ ધરી દીધી છે. મનોજ કોટકનો સામનો અહીં એનસીપીના ઉમેદવાર સંજય દીના પાટીલ સામે છે, જેનું સારું વર્ચસ્વ ઈશાન મુંબઈમાં છે.

હાલના સાંસદ કિરીટ સોમૈયાને ફરીથી ટિકિટ આપવા સામે શિવસેનાનો વિરોધ હતો તો શું ભાજપની ઉમેદવારી શિવસેના નક્કી કરશે. તેવો પ્રશ્ર્ન પણ ચર્ચાઈ રહ્યો છે. મોવડીમંડળના ઈશારે સોમૈયાએ માતોશ્રી સામે મોરચો ખોલ્યો હતો. આમ છતાં તેમનું પત્તું કાપી ફક્ત મુલુંડ પૂરતું વર્ચસ્વ ધરાવનારા નગરસેવક મનોજ કોટકને ઉમેદવારી આપવાથી પક્ષના જ કેટલાક નેતાઓ તેને હરાવવાની કોશિશ કરશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

10મું ભણેલા મનોજ કોટક વિધાનસભાની ચૂંટણીમાં ભાંડુપ વેસ્ટમાં શિવસેનાના ઉમેદવાર સામે 2014માં હારી ગયા હતા. જો કે મુખ્ય પ્રધાનના વિશ્ર્વાસુ ગણાતા મનોજ કોટકને વિધાનપરિષદમાં બે વખત મોકલવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હોવાનું વેબસાઈટના અહેવાલમાં જણાવાયું છે. જોકે હવે મનોજ કોટકનો સામનો એનસીપીના તગડા ઉમેદવાર સંજય દીના પાટીલ સામે છે ત્યારે ચૂંટણીના પરિણામ પર સહુની નજર રહેશે. તેમાં શંકા નથી. નારાજ કિરીટ સોમૈયાને રાજ્યસભામાં લઈ જવાની વેતરણ કરાતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

April 3, 2019
ashok_adhewada_mp.jpg
1min17030

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તાર કે જેને ભાજપાનો ગઢ માનવામાં આવે છે અને કાશીરામ રાણી અને એ પછી દર્શના જરદોષ વિક્રમી સરસાઇથી જીત્યા છે. દર્શના જરદોષ માટે કહેવાય છે કે ભારતમાં ઇન્દીરા ગાંધી હાઇએસ્ટ અને એ પછી બીજા નંબરની સૌથી વધુ સરસાઇ ધરાવતા મહિલા સાંસદનું શ્રેય સુરતની બેઠક પરથી ધરાવી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસે મૂળ સૌરાષ્ટ્રવાસી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અશોક અધેવાડા (સાસપરા)ને ટિકીટ આપી છે. જોકે, મિડીયા અહેવાલો મુજબ હજુ તેમને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જ ગણાવાય રહ્યા છે કેમકે કોંગ્રેસના ઉમેદવારનો સત્તાવાર મેન્ડેટ હજુ સુધી તેમની પાસે પહોંચ્યો નથી.

 

અશોક અધેવાડાના ફેસબુક વોલ પર નજર કરી તો જાણવા મળ્યું કે તેમનો જન્મદિન તા.23મી મે 1973 છે. આ વખતે 2019માં 23મી મે ભારતમાં લોકસભાની ચૂંટણીની દેશવ્યાપી મતગણના યોજવાની છે. અને 23મી મે 2019ના રોજ કોંગ્રેસી ઉમેદવાર અશોક અધેવાડા તેમનો 46મો જન્મદિન પણ મનાવશે. હવે આ જન્મદિને તેમને ગુડ ન્યુઝ મળે છે કે બેડ ન્યુઝ એ તો સમય બતાવશે.

સુરત બેઠકના કોંગી ઉમેદવાર અશોક અધેવાડાની ફેસબુક વોલ પર આ ફોટો છે જે વર્તમાન સમયમાં સૂચક છે. એક તરફ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે સ્થાનિક નેતાઓમાં કોઇ તૈયાર ન હતું. કોંગ્રેસના વિપક્ષી નેતા પપનભાઇ તોગડીયાએ પણ કહેવાય છે કે ચૂંટણી લડવાની ઓફર ફગાવી દીધી હતી, એવા સમયમાં અશોક અધેવાડાએ હા પાડી અને તેમને ટિકીટ મળી છે. કોંગ્રેસીઓ એવું માની રહ્યા છે કે સુરત બેઠક પર પરીણામ કોંગ્રેસની ફેવરમાં આવે તેવું કોઇ પરિબળ કામ કરી રહ્યું નથી.

સંસદમાં તો ક્યારના પહોંચી ચૂક્યા છે અશોકભાઇ અધેવાડા

તસ્વીર અશોકભાઇ સાસપરાના ફેસબુક અકાઉન્ટની છે. તેઓ હાલમાં સાંસદ બનવા માટેની ચૂંટણી લડી રહ્યા છે. સાંસદ બનીને જ્યાંથી દેશ ચલાવવાનો હોય છે એ સંસદ ભવનમાં તેઓ અગાઉ મુલાકાતે ગયા હતા, એ વેળાની મેમોરેબલ તસ્વીર

April 3, 2019
amarnath_yatra.jpg
7min16880
  • 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે.
  • જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન મંગળવારથી ચાલુ થઇ ગયું છે
  • રજિસ્ટ્રેશન દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બૅંક, યસ બૅંક અને જમ્મુ કાશ્મીર બૅંકની કુલ નક્કી કરવામાં આવેલી 440 બ્રાન્ચમાં કરવામાં આવશે

જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન મંગળવારથી ચાલુ થઇ ગયું છે, એવી સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી હતી. કોઇ પણ વ્યક્તિને પરમિટ વિના યાત્રા કરવા દેવામાં નહીં આવે. આ પરમિટ કેટલાક દિવસ અને રૂટ માટે આપવામાં આવે છે.

અમરનાથયાત્રાના યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બૅંક, યસ બૅંક અને જમ્મુ કાશ્મીર બૅંકની કુલ નક્કી કરવામાં આવેલી 440 બ્રાન્ચમાં કરવામાં આવશે.

46 દિવસ સુધી ચાલનારી આ યાત્રાની શરૂઆત પહેલી જુલાઇના માસિક શિવરાત્રીના દિવસથી થશે અને તેની પૂર્ણાહુતિ 15 ઑગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ થશે.

હાલની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપરાંત બૉર્ડે દરરોજ ચોક્કસ સંખ્યામાં યાત્રાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું પણ નક્કી કર્યું છે, એવી અધિકારીએ માહિતી આપી હતી. રજિસ્ટ્રેશન માટે યાત્રાળુએ ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ રજૂ કરવું આવશ્યક છે. દરેક રાજ્યના યાત્રાળુઓ માટે ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ લેવા માટે અધિકૃત ડૉક્ટર્સ અને મેડિકલ સંસ્થાની યાદી શ્રાઇન બૉર્ડની વૅબસાઇટ પર મૂકવામાં આવી છે.

13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે. જે વ્યક્તિઓ હૅલિકોપ્ટરના માધ્યમથી યાત્રા કરવા માગતા હોય તેમને રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. તેમની હૅલિકોપ્ટરની ટિકિટ આ માટે પૂરતી છે. જોકે તેમણે યાત્રા પહેલાં ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ આપવું પડશે.

અમરનાથ યાત્રા માટેનું ફોર્મ અહીં પ્રસ્તુત છે

સી.એચ.સી.નું ફોર્મ ભરવું પણ અનિવાર્ય

હેલીકોપ્ટર સેવા માટે હેલ્પ લાઇન નંબર

અમરનાથ યાત્રા રૂટ તેમજ અન્ય વિગતો માટે નીચે મુજબની લિંક પર ક્લીક કરો

http://www.shriamarnathjishrine.com/Yatra2019/Booklet%20Yatra%20Nirdeshika.pdf  

 

યાત્રા રૂટ

Traditional Route

From Jammu: How to Reach Amarnath Holy Cave:

A. JAMMU – PAHALGAM – HOLY CAVE

Jammu to Pahalgam (315 km) – The distance between Jammu to Pahalgam can be covered by taxi / buses which are available at Tourist Reception Centre, J & K Govt., Raghunath Bazaar only early in the morning. Another option is going to Srinagar by air and then proceeding to Pahalgam by road.

PAHALGAM – HOLY CAVE

PAHALGAM

Situated 96 Kms from Srinagar, Pahalgam is known all over the world for its beauty. Lidder and Aru Rivers and high mountains kiss the valley. Good Hotels are available for accommodation. Arrangements for free Langars (food kiosks) are also made by Non Government Organisations at Nunwan Yatri Camp, 6 kms. short of Pahalgam. Pilgrims camp at Pahalgam for the first night.

CHANDANWARI

The distance from Pahalgam to Chandanwari is 16 kms. Mini buses run from Pahalgam to reach Chandanwari. The trail runs along the Lidder River with a fabulous scenic view. There are many Langars that offer food to the Yatris.

PISSU TOP

As the Yatra proceeds further from Chandanwari one climbs a height to reach Pissu Top. It is said that to be the first to reach for darshan of Bhole Nath Shivshankar, there was a war between Devtas and Rakshas. With the power of Shiv, devtas could kill the rakshas in such large number that the heap of their dead bodies resulted in this high mountain.

SHESHNAG

Sheshnag – is actually a mountain which derives its name from its Seven Peaks, resembling the heads of the mythical snake. The second night’s camp at Sheshnag overlooks the deep blue waters of Sheshnag lake, and glaciers beyond. There are legends of love and revenge too associated with Sheshnag, and at the camp these are narrated by campfires. The stillness of the Himalayan night increases your inner joy. Once you take bath and enjoy the scenic view, life takes a whole new meaning altogether.

PANCHTARNI

From Sheshnag one has to climb a steep height across Mahagunas Pass at 4276 mtrs.(14000 ft) for 4.6 Km and then descend to the meadow lands of Panjtarni at a height of 3657 mtrs (12000 ft). Due to cold harsh winds it is strongly recommended that Yatris should carry their quota of Woolens and Vaseline! Some Yatris are also affected by deficiency of oxygen. Some may get the feeling of nausea. Dry fruits, sour and sweet eatables like Lemon appear to control these symptoms but it is best to contact the nearest medical post immediately. The route to Mahagunas is full of rivulets, water falls and springs. At Panjtarni, at the feet of BHAIRAV MOUNT, Five Rivers flow which apparently originated from Lord Shiva’s Hair (Jataon). Pilgrims camp at Panjtarni on the 3rd night.

THE HOLY CAVE SHRI AMARNATH

On the way to The Holy Cave, one comes across the Sangam of Amravati and Panjtarni rivers. Some pilgrims take bath at Amravati near the Holy Cave before going for Darshan. There are two smaller Shivlings one of Maa Parvati and other of Shri Ganesh. It may be noted that after having early Darshan of the Shiv Linga at Holy Cave, one can return to Panjtarni well in time the same day.

JAMMU-BALTAL-HOLY CAVE

Sonamarg-Baltal

From Jammu, one has to go by road to Srinagar and then to reach Baltal via Sonamarg.

Baltal- Holy Cave

This is a 14 km. steep trek – one way. Only the very fit can go and come back the same day after trekking for 28 kms. It is possible to hire ponies or palkies. Baltal is, more popular because of its shorter distance.

 

 

April 3, 2019
fraud.jpg
1min8340

એચ-1 બી વિઝા મેળવવા બોગસ અરજીઓ કરનારા ત્રણ ભારતીય ક્ધસલટન્ટ સામે વિઝા ફ્રોડના ગુના માટે કેસ કરવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાંતા ક્લેરાના કિશોર દત્તાપુુરમ, ઓસ્ટીનના કુમાર અશ્ર્વપથી અને સાન જોઝના સંતોષ ગિરી સામે વિઝા છેતરપિંડી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ત્રણેની ગત સપ્તાહમાં પોતપોતાના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણે આરોપીએ ‘નોટ ગિલ્ટી’નુંં નિવેદન રજૂ કર્યું હતું અને બોન્ડ જમા કરાયા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. 13 મેએ તેમની સામેની સુનાવણી આગળ ચાલશે. ગુનો સાબિત થશે તો આરોપીઓને દસ વર્ષ સુધીની સજા અને 250000 ડૉલર સુધીનો દંડ થઈ શકે છે. કાયદાના દરેક ઉલ્લંઘન માટે તેમની પાસેથી યોગ્ય વળતર પણ માગી શકાય છે.

ભારતીય ટૅક્નોલૉજી પ્રોફેશનલ્સમાં એચ 1બી વિઝા ખૂબ જ જાણીતો છે. અમેરિકાની કંપનીઓમાં નોકરી કરવા અને ત્યાં રહી શકાય તે માટેની હંગામી મંજૂરી એચ 1બી વિઝા દ્વારા મળી શકે છે. વિદેશના કર્મચારી માટે નોકરીનું અસ્તિત્વ અને નોકરીની મુદતની જાણકારી અને પગાર વગેરે દસ્તાવેજો રજૂ કરીને એચ 1બી વિઝા મેળવી શકાય છે. આ ત્રણે ક્ધસલ્ટન્ટ વિદેશી કર્મચારીઓની બોગસ અરજી રજૂ કરી એચ 1બી વિઝા માટે અરજી કરતા હતા. કોઈ કંપનીમાં નોકરી ઉપલબ્ધ છે તેવા ખોટા દસ્તાવેજો દર્શાવી વિઝા મેળવવામાં આવતા હતા અને પછી કર્મચારીઓને અન્ય કંપનીમાં જગ્યા પડે ત્યારે ગોઠવી દેવામાં આવતા હતા. સરકારના સંબંધિત અધિકારીના સંભવિત પ્રશ્ર્નોના જવાબ પણ આરોપીઓ તેમના ગ્રાહક વિદેશી કર્મચારીને મોંઢે કરાવી દેતા હતા જેથી છેતરપિંડી ધ્યાનમાં ન આવે.

April 3, 2019
water.jpeg
1min7690

રાજકોટ સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસે એક વખત પાણી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે

એક તરફ સૌરાષ્ટ્રમાં ચૂંટણીની ગરમી અને ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, અને બહુમતિ લોકોમાં આ બન્ને મુદ્દાઓ પર ભારે ચર્ચા છેડાયેલી જોવા મળે છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સૌથી વિકટ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે તેના પરત્વે લોકો સાવ અજાણ બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે હાલ આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ છે.

જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે .જ્યારે રાજકોટમાં પ્રતિદિન 20 મિનિટ અને 17 ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યુ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તેમ જ પોરબંદર 3 દિવસે 30 મિનિટ અને પાંચ ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. મોરબી એકાંતરે અડધી કલાક જ્યારે ત્યાંના 14 ગામડામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં ત્રણ દિવસે પાણી હાલમાં મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

April 3, 2019
nitishkumar.jpg
1min17740

મારા કટ્ટર પ્રતિસ્પર્ધી અને રાજદના વડા લાલુ પ્રસાદ યાદવ જેલના કેદીઓને લગતા નિયમોનો ભંગ કરીને ટેલિફોન મારફતે એમના સાથીઓના સતત સંપર્કમાં રહે છે એવો આક્ષેપ બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે મંગળવારે કર્યો હતો.

જોકે, જનતા દળ (યુ)ના વડા નીતિશકુમાર દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે એમ કહીને નકારી કાઢ્યો હતો કે છેલ્લા એક મહિનાથી હું પણ મારા પિતા સાથે વાત નથી કરી શક્યો.

જેલના નિયમાનુસાર લોકો લાલુ પ્રસાદ યાદવને માત્ર શનિવારે જ મળી શકે છે એમ જણાવતાં તેજ પ્રતાપે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પરાજય ભાળી ગયેલા નીતિશકુમાર પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે.

ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં નીતિશકુમારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર અંગે વાત કરી હતી જેમનો તેમણે ગયા વરસે જેડી (યુ)માં સમાવેશ કર્યો હતો.

પ્રશાંત કિશોરને પક્ષમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હોવાનું તેમણે નકારી કાઢ્યું હતું. ભાગલપુર મતદારક્ષેત્રમાંથી ઉમેદવારી ન મળી તે માટે જેડી (યુ)ને દોષ દેનાર ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈન પરત્વે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. વર્ષ 2014માં શાહનવાઝ ભાગલપુર બેઠક પરથી હારી ગયા હતા.

નીતિશે કહ્યું હતું કે એ તો જાણીતી વાત છે કે જેલના તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને લાલુ યાદવ તેમના સાથીદારોને ફોન કરી સતત તેમની સાથે સંપર્કમાં રહે છે.  નેવુંના દાયકાના આરંભમાં લાલુ પ્રસાદ યાદવ અવિભાજિત બિહારના મુખ્ય પ્રધાન હતા. રાજ્યની તિજોરીમાંથી છેતરપિંડી કરીને રૂપિયા ઉપાડવાને લગતા ઘાસચારા કૌભાંડ કેસને મામલે લાલુ પ્રસાદ જેલની સજા ભોગવી રહ્યા છે.

જુદી જુદી બીમારીનો સામનો કરી રહેલા લાલુ યાદવને હાલ સારવારાર્થે રાંચીસ્થિત રિમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

April 3, 2019
Railways.png
1min6990

ચાના કપ પર ભાજપનું સૂત્ર ‘મૈં ભી ચોકીદાર’ અને ટિકિટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરતી હોવાના આક્ષેપ બાદ ચૂંટણીની આચારસંહિતાનું પાલન કરવામાં ઉદાસીનતા દાખવવા બદલ ચૂંટણી પંચે મંગળવારે રેલવેને નૉટિસ પાઠવી હતી.

ચૂંટણી પંચે રેલવેને નૉટિસ પાઠવી ગુરુવાર સુધીમાં આ મામલે પ્રતિક્રિયા આપવા જણાવ્યું છે જેથી કરીને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં એ અંગે તે નિર્ણય લઈ શકે. કાઠગોદામ શતાબ્દીના પ્રવાસીએ ચાના કપ પર ભાજપના સૂત્ર ‘મૈં ભી ચોકીદાર’ દર્શાવતી તસવીર સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પૉસ્ટ કરતા આ બાબત પ્રકાશમાં આવી હતી.

આ પૉસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી જેને પગલે રેલવેતંત્રએ ચાના કપ પાછા ખેંચી લીધા હતા અને કોન્ટ્રેક્ટરને દંડ ફટકાર્યો હતો. ટિકિટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને મામલે પણ ચૂંટણી પંચે આચારસંહિતાને ગંભીરતાથી ન લેવા બદલ રેલવેતંત્રને ઠપકો આપ્યો હતો.

ટ્રેનમાં પ્રવાસીઓને આપવામાં આવતા ચાના કપ ભારતીય રેલવેને ‘સંકલ્પ’ નામના એનજીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા હોવાનું તેમ જ તેના પર ભાજપનું સૂત્ર હોવાનું ધ્યાન પર આવ્યું હતું. નૉટિસમાં જણાવ્યાનુસાર આ બાબત ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરતી હોવાનું જણાઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

ચૂંટણી પંચે આ મામલે રેલવેના ઑફિસર ઈન્ચાર્જ વિરુદ્ધ શિસ્તનાં પગલાં લેવાનો અને એક અઠવાડિયાની અંદર અહેવાલ સુપરત કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ચૂંટણીપંચે પાઠવેલા પત્ર અને નૉટિસને મામલે રેલવેતંત્રએ હજુ સુધી કોઈ નિવેદન નથી કર્યું.