CIA ALERT
05. May 2024
March 20, 20191min3160

Related Articles



ત્રાસવાદીઓ સામે ઝઝૂમનાર 16 વર્ષના કાશ્મીરી કિશોરને મળ્યું શૌર્યચક્ર

Share On :
Print Friendly, PDF & Email

પોતાના કુટુંબને બચાવવા ત્રાસવાદીઓ સામે ઝઝૂમનાર 16 વર્ષના રમજાન શેખ નામના કાશ્મીરી કિશોરને અપવાદ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તા.19મી માર્ચ 2019ના દિવસે શૌર્યચક્ર આપ્યું હતું. શૌર્ય ચક્ર સામાન્ય રીતે દુશ્મન સામે અસાધારણ બહાદુરી બતાવનાર સશસ્ત્ર સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને આપવામાં આવે છે.

16-17 ડિસેમ્બર, 2017ની રાતે ત્રણ ત્રાસવાદીઓ શોપિંયા જિલ્લામાં રહેતા રમજાનના ઘરને ઘેરીને ઊભા હતા. એના પિતા મોહમ્મદ રમજાન ભૂતપૂર્વ સરપંચ અને પીડીપીના સભ્ય હતા.

એ રાતે દરવાજો ખોલતા શેખને શસ્ત્ર અને ગ્રેનેડ સહિત ત્રણ ત્રાસવાદી વરંડામાં ઊભેલા દેખાયા. ત્રાસવાદીઓ પોતાના કુટુંબીઓને નુકસાન પહોંચાડી શકે એમ હોવાના અંદાજે શેખે અસાધારણ બહાદુરી દાખવતા એમને ઘરમાં ઘૂસતા રોક્યા હતા. દરમિયાન, એના પિતા ઘરની બહાર આવ્યા અને ત્રાસવાદીઓ એમના પર તૂટી પડયા. શેખે પોતાની પરવા કર્યા વગર ત્રાસવાદીઓનો સામનો કરવા માંડયો.

દરમિયાન, ત્રાસવાદીઓએ શેખના પિતા પર આડેધડ ગોળીબાર કરવો શરૂ કર્યો હતો અને એમાંથી અમુક ગોળીઓ એની સાથે બાખડી રહેલા એક ત્રાસવાદીને પણ વાગી હતી. પોતાના એક સાથીને ઘાયલ થયેલો જાણી ત્રાસવાદીઓ ભાગવા માંડયા હતા. શેખે એમનો પીછો કર્યો અને આખરે ત્રાસવાદીઓ પોતાના સાથીનો મૃતદેહ મૂકીને ભાગી ગયા હતા.

ગોળીબારમાં એના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પાછળથી તેઓ મરણ પામ્યા હતા. શેખે દાખવેલી પોતાની વય કરતા વધુ અપ્રતિમ બહાદૂરી વખાણવાલાયક છે. એ હાલ દસમા ધોરણમાં ભણે છે અને એની ઇચ્છા આઇપીએસ અધિકારી બનવાની છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :