Alert Archives - Page 389 of 512 - CIA Live

March 27, 2019
modi_film-1280x720.jpg
1min11360

પાંચ એપ્રિલે રિલીઝ થનારી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક આચારસંહિતાનો ભંગ કરે એમ હોવાનું જણાઈ આવ્યા બાદ દિલ્હીના મુખ્ય ચૂંટણી કાર્યાલયે સોમવારે કહ્યું હતું કે આ મામલે તેઓ ફિલ્મના નિર્માતાની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

પૂર્વ દિલ્હીના રિટર્નિંગ અધિકારી કે. મહેશે ફિલ્મના નિર્માણગૃહ અને મ્યૂઝીક કંપનીને તેમ જ ફિલ્મની જાહેરખબર છાપનાર બે અગ્રણી સમાચારપત્રને 20 માર્ચે નૉટિસ પાટવી હતી.

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું હતું કે સંબંધિત પક્ષકારોને 30 માર્ચ સુધી આ મામલે પ્રતિક્રિયા આપવા જણાવી દેવામાં આવ્યું છે.

નિયમાનુસાર મીડિયા સર્ટિફિકેશન ઍન્ડ મૉનિટરિંગ કમિટીની આગોતરી મંજૂરી બાદ જ ઈલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયામાં આ પ્રકારની રાજકીય જાહેરાત પ્રદર્શિત કરી શકાય છે.

મંજૂરી વિના પ્રદર્શિત કરવામાં આવેલી આ પ્રકારની કોઈપણ જાહેરાત આચારસંહિતાનો ભંગ કરે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જે કોઈએ પણ આમ કર્યું છે તેમને ખુલાસો કરવાની તક આપવામાં આવી છે.

કૉંગ્રેસે એમ કહીને ફિલ્મની રિલીઝને અટકાવવા ચૂંટણી સમિતિને અપીલ કરી છે કે આ ફિલ્મ કલાનો નમૂનો હોવા કરતા રાજકીય હેતુ પ્રેરિત વધુ છે.

આ ફિલ્મનો મુખ્ય આશય રાજકીય અને ચૂંટણીમાં તેનો લાભ લેવાનો છે, એમ કૉંગ્રેસના નેતા કપિલ સિબલે કહ્યું હતું.

ફિલ્મના ત્રણ નિર્માતા અને અભિનેતા વિવેક ઓબેરોય ભાજપના સભ્ય હોવાની નિપક્ષે નોંધ લીધી હતી. દ્રમુક અને એનસીપી સહિતના અન્ય પક્ષોએ પણ આ ફિલ્મ રિલીઝ ન થાય તેની ખાતરી કરવા ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું,

March 27, 2019
joshi.jpg
1min14430

વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ચૂંટણી નહીં લડવાનો સંદેશો આપી દેવાયો

ભારતીય જનતા પક્ષે તેના સ્થાપક સભ્ય અને પીઢ નેતા એલ. કે. અડવાણી બાદ અન્ય એક સિનિયર નેતા મુરલી મનોહર જોશીને આ વખતની લોકસભાની ચૂંટણી નહીં લડવા જણાવ્યું છે.

85 વર્ષીય મુરલી મનોહર જોશી ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભાના સભ્ય છે. મુરલી મનોહર જોશીની ઓફિસે આ વાતને સમર્થન આપ્યું છે. જોશીએ કાનપુરના મતદારોને સંબોધતું એક ટૂંકું નિવેદન બહાર પાડ્યું છે. જોશી 2014માં કાનપુરની સિટ પરથી વિજયી થયા હતા. જોશી આ વખતની લોકસભાની ચૂંટણી નહીં લડે એવો પક્ષની નેતાગીરીનો નિર્ણય જણાવતો સંદેશો ભાજપના મહામંત્રી રામલાલે જોશીને જણાવ્યો હતો, એવું નિવેદનમાં જણાવ્યું છે. જોશીએ નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું

છે કે કાનપુરના મતદારો માટે કાનપુર કે અન્ય કોઈ મતક્ષેત્રમાંથી ચૂંટણી લડવી નહીં એવો ભાજપના મહામંત્રી રામલાલે મને સંદેશો પાઠવ્યો છે. તેમણે 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે 2009માં પોતે જીતેલી વારાણસીની બેઠક ખાલી કરી આપી હતી.

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણી સાથે બે દાયકાથી વધુ સમય માટે ભાજપની ઓળખ બની રહેલા મુરલી મનોહર જોશી ભાજપના આ નિર્ણય સામે સમાધાનપૂર્વકનું વલણ અપનાવે છે કે નહીં તે જોવાનું રહે છે.

પક્ષના ઘણા નેતાઓ ચૂંટણી લડવાથી દૂર રહ્યાં છે. અલબત્ત જેમને ટિકિટ અપાઈ નથી એવા કોઈ નેતા પક્ષની નેતાગીરીની આકરી ટીકા કરી નથી.

ભાજપના નેતાઓ એવું જણાવે છે કે પીઢ નેતાઓએ યુવાન નેતાઓ માટે માર્ગ મોકળો કરવો એવો પક્ષનો ‘સૈદ્ધાંતિક નિર્ણય’ છે.

ભાજપે અડવાણી ઉપરાંત શાંતાકુમાર, બી. સી. ખંદુરી, કારિયા મુન્ડા, કાલરાજ મિશ્રા, બિજોયા ચક્રવર્તી જેવા 80 વર્ષથી મોટી વયના નેતાઓને ટિકિટ આપી નથી.

જયાપ્રદાએ ભાજપમાં એન્ટ્રી

લોકપ્રિય અભિનેત્રી તથા પૂર્વ સાંસદ જયાપ્રદા મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે. જયાપ્રદાએ રાજકીય કારકિર્દીની શરૂઆત એન.ટી. રામારાવના પક્ષ તેલુગુદેશમ દ્વારા કરી હતી. 1996માં જયાપ્રદા આંધ્રપ્રદેશના રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેલુગુદેશમમાં ચંદ્રાબાબુ સાથે વિખવાદ સર્જાતા જયાપ્રદા સમાજવાદી પક્ષમાં જોડાયા હતા. તેઓ 2004 તથા 2009માં રામપુર બેઠક પરથી વિજયી બન્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં જયાપ્રદા

રામપુર બેઠક પર ભાજપા તરફથી ઉમેદવારી કરે તેવી સંભાવના જણાય છે. સમાજવાદી પક્ષ તરફથી રામપુર બેઠક પર પાર્ટીના સશક્ત નેતા આઝમખાન ઉમેદવારી કરશે. આઝમખાન અને જયાપ્રદા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિખવાદને પરિણામે આઝમખાનને જયાના કટ્ટર પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું જણાવતા જયાપ્રદાએ ભાજપ સાથેનું જોડાણ તેમના જીવનની મહત્ત્વની પળ ગણાવી હતી.

જયાપ્રદા સમાજવાદી પક્ષના અમરસિંહના અતિ નિકટની વિશ્ર્વાસુ વ્યક્તિ હોવાથી પક્ષના અમરસિંહના સમર્થનમાં ખૂલીને બહાર આવવા અમરસિંહ બાદ તેમની પણ 2010માં સમાજવાદી પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. અમરસિંહ તથા જયાપ્રદાએ ભેગા મળી 2011માં રાષ્ટ્રીય લોકમંચની સ્થાપના કરી હતી. બાદમાં જયાપ્રદાએ રાષ્ટ્રીય લોકદળ તરફથી 2014ની ચૂંટણીમાં બિજનોરથી ઝંપલાવ્યું હતું. જેમાં તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

જયાપ્રદા ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ અને અનિલ બલૂનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

March 26, 2019
medical_treatment.jpg
1min5880

સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર અને ત્યાં શક્ય ન બને તો જિલ્લા ચૂંટણી અધિકારીના રેફરન્સ સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં ચૂંટણી પંચના ખર્ચે સારવાર કરવામાં આવશે

આગામી તા.23મી એપ્રિલ 2019ના રોજ મતદાન અને તા.23મી મે ના રોજ મતગણતરીની પ્રક્રિયા પાર પાડવા માટે સુરત શહેર જિલ્લા સમેત સમગ્ર ગુજરાતમાં લાખો કર્મચારીઓને કામગીરીમાં જોતરવામાં આવે છે. દર વખતની વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણીની ફરજ દરમિયાન માનસિક તાણ કે અન્ય બિમારીથી ત્રસ્ત અધિકારીઓ કર્મચારીઓનું સ્વાસ્થય ચાલુ ફરજે બગડે છે અને બાદમાં તેમને સારવાર માટે સ્વજોખમે રવાના કરી દેવામાં આવે છે.

પરંતુ, આ વખતની ચૂંટણીથી નવો ધારો અમલમાં આવ્યો છે. ચૂંટણીની ફરજમાં જે પણ કર્મચારી કે અધિકારીઓને જોતરવામાં આવે અને ચૂંટણીની ફરજ દરમિયાન જો સ્વાસ્થ્ય સંબંધિત બિમારી કે અન્ય વિપરિત સંજોગો સર્જાય તો એવા સંજોગોમાં જે તે અધિકારી કે કર્મચારીને સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર આપવામાં આવશે અને તેનો સઘળો ખર્ચ ચૂંટણી પંચ ઉઠાવશે. જો સરકારી હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર શક્ય ન બને તો જિલ્લા ચૂંટણી અધિકારીના રેફરન્સ લેટર સાથે જે તે કર્મચારી કે અધિકારીને પ્રાઇવેટ હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવશે અને તેનો સઘળો ખર્ચ જિલ્લા ચૂંટણી તંત્ર ઉઠાવશે એવી માહિતી સુરત જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ આપી હતી.

March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min15870

4થી એપ્રિલએ પૂરવણી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

સુરત- આગામી તા.23મી એપ્રિલ 2019ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર હાલ મતદાર યાદીઓ અદ્યતન કરવાની કામગીરીમાં જોતરાયું છે. સુરત શહેર જિલ્લામાં મતદાર યાદી સુધારણા ડ્રાઇવ દરમિયાન 18 વર્ષની વય પૂર્ણ કરનાર તેમજ અન્ય મળીને મતદાર યાદીમાં નામ આમેજ કરવા માટે તંત્રવાહકોને કુલ 18 હજાર જેટલી અરજીઓ મળી છે.

જિલ્લા ચૂંટણી તંત્રએ ગઇ તા.16મી ઓક્ટોબર 2018થી તા.25મી માર્ચ 2019 સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી સુધારણા ડ્રાઇવ હાથ ધરી હતી. મોટા ભાગે નવા મતદારો દાખલ કરવા, હયાત મતદારોના રેકોર્ડમાં સુધારણા કરવા તેમજ 18 વર્ષની આયુ પૂર્ણ કરનાર મતદારોના નામો દાખલ કરવા જેવી પ્રક્રિયા મતદાર યાદી સુધારણામાં હાથ ધરવામાં આવી હતી.

કલેક્ટરેટના સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 18000થી વધુ નવા મતદાર તરીકે નોંધણી માટેના આવેદન મળ્યા છે. હવે ચૂંટણી તંત્ર આ 18000 અરજીઓને યુદ્ધના ધોરણે ચકાસણી કરશે અને દસ્તાવેજી પુરાવાઓના આધાર પર જે અરજીઓ માન્ય કરવા જેવી લાગે તેના નામો મતદાર યાદીમાં આમેજ કરશે.

તા.4 એપ્રિલ 2019ના રોજ સ્થાનિક ચૂંટણી તંત્ર સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર નવા મતદારોને સામેલ કરતી પૂરવણી મતદારયાદી જાહેર કરશે અને તેમાં આમેજ થયેલા મતદાતાઓને પહેલી વાર મતાધિકાર મળશે.

 

March 26, 2019
ketan_patel_daman.jpg
1min7610

લોકસભાની ચૂંટણી માટે ધીમેધીમે ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ રહી છે. કોંગ્રેસે સોમવારે વધુ 26 ઉમેદવારો જાહેર કર્યાં હતાં. કોંગ્રેસે સોમવારે જાહેર કરેલી યાદીમાં છત્તીસગઢ, ગોવા અને દમણ-દીવ, બંગાળના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતાં. આ યાદીમાં દમણ-દીવની લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના નામ પર મહોર મારવામા આવી હતી. આ જાહેરાતની સાથએ જ કેતન પટેલના પ્રશંસકોમા ઉત્સાહ છવાઈ ગયો હતો.

એક તરફ ભાજપે દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુ પટેલને પોતાના ઉમેદવાર તરીકે ફરી એક વાર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે કેતન પટેલને ઉમેદવાર જાહેર કર્યાં છે. જોકે, આ વખતે બંને પક્ષો માટે અપક્ષ તરીકે ઝંપલાવી રહેલા દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલનો પડકાર ઉભો છે. તદુપરાંત બન્ને પાર્ટીના નારાજ આગેવાનો પણ અપક્ષ તરીકે ઝંપલાવવા માટે થનગની રહ્યા છે. આ જોતા આ વખતની ચૂંટણી બન્ને રાજકીય પક્ષો માટે આકરી સાબિત થાય તેવું કહેવાય છે.

March 26, 2019
shivraj-Patel-Rajkot.jpg
1min9640
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કેંગ્રેસમાંથી રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડશે તેવી પાંચેક દિવસથી ચર્ચા ચાલતી હતી અને હવે આ વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પરિવારજનોના નિર્ણય અનુસાર શિવરાજ પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત આજે નરેશભાઈ પટેલે કરી દીધી છે. હવે કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ યક્ષપ્રશ્ન બની ગયો છે.
સૌરાષ્ટ્રમાં બ્રાસનો ઉદ્યોગ લાવનારા અને આ ઉદ્યોગનો પાયો મજબૂત કરનારા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ સ્વ.રવજીભાઈ પટેલ રાજકારણથી દૂર રહેવામાં માનતા હતા અને તેમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર રમેશભાઈ પટેલ આ પરિવારના મોભી હોવાના નાતે તેમનો નિર્ણય આખરી માનવામાં આવે છે. છેલ્લા પાંચેક દિવસથી ચાલી રહેલી ચર્ચાના અંતે આજે એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, શિવરાજ પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. પારિવારિક અને સામાજિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અલબત્ત, નરેશભાઈની શાખના કારણે અનેક લોકોની, સમાજની લાગણી શિવરાજ પટેલ સાથે જોડાયેલી હતી કે, તેમણે ચૂંટણી લડવી જોઈએ. થોડા દિવસ પહેલાં ધોરાજીના એક કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં કહેલું કે, સમાજના યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. એ બાદ નરેશભાઈ પોતે ચૂંટણી લડે અથવા તેમના પુત્ર શિવરાજ ચૂંટણી લડે તેવી વાતો વહેતી થઈ હતી અને રવિવારે તો રાજકોટના કેટલાક મુખ્ય વિસ્તારમાં શિવરાજ પટેલને આવકારતા બેનર લાગી ગયા હતા. આ બધી ચર્ચા અને અટકળો વચ્ચે આજે આ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
બીજી તરફ હવે રાજકોટ બેઠક ઉપર કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. મોહનભાઈ કુંડારિયાની સામે લલિત કગથરાનું નામ ગાજ્યું હતું. જો કે, હવે કેંગ્રેસ પણ આ મામલે અવઢવમાં છે. રાજકોટમાં લોકસભાની બેઠક લડી શકે તેવું કોઈ ‘મોટું માથું’ કેંગ્રેસ પાસે રહ્યું નથી.
March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5380
દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને ગોવા પર આતંકવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલકાયદાની નજર હોવાથી ગુપ્તચર એજન્સીઓ તરફથી બાતમી બાદ આ ત્રણેય શહેરની પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ ગોળીબારનો બદલો લેવા માટે આઈએસ અને અલકાયદા આતંકવાદી હુમલા કરી શકે છે.
આ અંગે મળેલી બે બાતમી મુજબ, ભારતમાં સ્થિત વિવિધ યહૂદી સ્થળોને નિશાન બનાવવાનો કારસો ઘડાઈ રહ્યો છે. આતંકવાદીઓ હુમલા કરતી વખતે કાર અને છરી જેવી સામગ્રીઓનો ઉપયોગ કરી શકે છે તેવું ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું.
આ એજન્સીઓએ તેમના અહેવાલમાં મુંબઈ સ્થિત ઈઝરાયલી દૂતાવાસ, કોન્સ્યુલેટ જનરલ તેમજ છાબડ હાઉસની સુરક્ષા વધારી દેવાની સલાહ આપી છે.
ચાર દિવસના ગાળામાં ગુપ્તચર એજન્સીઓએ બેવાર એલર્ટ આપ્યાં હતાં. પહેલાં 20મી માર્ચના અને પછી 23મી માર્ચના બાતમી સાથે એલર્ટ જારી કરી દેવાયાં હતાં.
પટણામાંથી બે સંદિગ્ધ આતંકી ઝડપાયા: પુલવામા હુમલા સાથે સંબંધની શંકા
બિહાર પોલીસની સ્પેશિયલ ટાસ્કફોર્સે ગુપ્તચર બાતમીઓનાં આધારે પટણામાંથી બે સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. આ બન્ને શંકાસ્પદ આતંકવાદીને બંગલાદેશી આતંકી જૂથ જમીયત ઉલ મુજાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટ બંગલાદેશ સાથે સંબંધ હોવાની વાત સામે આવી છે. આટલું જ નહીં, બન્ને પાસેથી પુલવામા આતંકવાદી હુમલા સાથે સંલગ્ન કેટલાંક કાગળિયા પણ હાથ લાગ્યા છે. જેને પગલે આ હુમલા સાથે બન્નેને કોઈ સંબંધ હોવાની આશંકા ઉભી થઈ છે. આ બન્ને બંગલાદેશનાં માર્ગેથી જ ભારતમાં ઘૂસ્યા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. બન્ને બનાવટી દસ્તાવેજોનાં આધારે બિહારમાં રહેતા હતાં.
March 26, 2019
rahul.jpg
1min7100

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, તેમનો પક્ષ જો સત્તાસ્થાને આવશે તો સૌથી ગરીબ શ્રેણીમાં આવતા 20 ટકા પરિવારોને લઘુતમ આવક તરીકે વર્ષે રૂ. 72,000 આપવામાં આવશે. દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યોજનાથી પાંચ કરોડ પરિવારોને અને 25 કરોડ લોકોને લાભ થશે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાએ ઘણું દુ:ખ ભોગવ્યું છે અને અમે તેમને ન્યાય આપીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ગરીબી પરનો અંતિમ હુમલો શરૂ થયો છે. અમે દેશમાંથી ગરીબી સંપૂર્ણપણે દૂર કરીશું.’ તેમણે કહ્યું કે, કૉંગ્રેસે યોજનાના નાણાંકીય પાસાઓનો અભ્યાસ કર્યો છે અને પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોની સલાહ લઈને યોજનાનું અંતિમ સ્વરૂપ તૈયાર કર્યું છે. ‘આ એક નવતર, યુગપ્રવર્તક અને સારી પેઠે વિચારવામાં આવેલો આઈડિયા છે. અમે યોજના બાબતમાં ઘણાં અર્થશાસ્ત્રીઓની સલાહ લીધી છે.’

તેમણે લઘુત્તમ આવક યોજનાને ‘ન્યાય’ નામ આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિશ્ર્વમાં કોઈપણ સ્થળે આવી યોજના લાગુ કરવામાં આવી નથી. ‘વિશ્ર્વની સૌથી મોટી લઘુતમ આવક યોજના છે તેવું તેમણે કહ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘અમે મનરેગાનું સફળ અમલીકરણ કર્યું હતું. અમે આ યોજનાને પણ સફળ બનાવીશું.’

March 26, 2019
deepamalik.jpg
1min7170

શારીરિક રીતે અક્ષમ ઍથ્લેટો માટેની પૅરાલિમ્પિક ગેમ્સની મેડલ-વિજેતા દીપા મલિક સોમવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાઈ હતી અને એ સાથે પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે દીપાની હાજરીથી પક્ષને વધુ મજબૂતી મળશે.

દીપા પૅરાલિમ્પિક ગેમ્સમાં ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે. તે ભાજપના હરિયાણા એકમના વડા સુભાષ બરાલા તેમ જ આ રાજ્યનો અખત્યાર સંભાળતા પક્ષના મહામંત્રી અનિલ જૈનની ઉપસ્થિતિમાં વિધિવત્રીતે પક્ષમાં જોડાઈ હતી. અનિલ જૈને જણાવ્યું હતું કે ‘અમે દીપા મલિકનું અમારા પક્ષમાં સ્વાગત કરીએ છીએ. તે આપણા બધા માટે પ્રેરણામૂર્તિ છે. તેણે દેશને મોટું ગૌરવ અપાવ્યું છે.’

દીપા મલિકને લોકસભાની આગામી ચૂંટણીમાં હરિયાણાની કોઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવે એવી સંભાવના છે.

March 26, 2019
naveen-pitambar.jpg
1min7350

ઓડિસાના મુખ્ય પ્રધાન બીજેડીના નવીન પટનાયક સામે ભાજપે હિંજલીમાં રાજ્યના ઉપપ્રમુખ પિતાંબર આચાર્યને ઊભા રાખ્યા છે. પિતાંબર વિદ્યાર્થીકાળથી રાજકારણમાં છે, પરંતુ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે. ઓડિસા હાઈ કોર્ટના સિનિયર એડવોકેટ છે. ભાજપના પ્રવકતા પણ છે. આચાર્યને કટક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા હતી, પરંતુ આ બેઠક ઓડિસાના ડીજીપી પ્રકાશ મિશ્રાને અપાઈ છે તેથી વિધાનસભાની

બેઠકમાં નવીન પટનાયક સામે ચૂંટણી લડશે. હીંજલી બેઠકની ચૂંટણી 18 એપ્રિલે થશે. આ બેઠક પર નવીન પટનાયક ચાર મુદતથી ચૂંટાય છે.