CIA ALERT

Alert Archives - Page 390 of 519 - CIA Live

April 5, 2019
modi_film-1280x720.jpg
1min6520

આજ (શુક્રવાર)થી ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત આ ફિલ્મની રિલીઝ સામે કરાયેલી રિટ પિટિશન પર સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે હા પાડી હોવાને કારણે ફિલ્મની રિલીઝ લંબાવવામાં આવી છે.

ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘પીએમ નરેન્દ્ર મોદી’ પાંચમી એપ્રિલે રિલીઝ નહીં થાય. આગળની તારીખ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટ ફિલ્મની રિલીઝ સામેની રિટ પિટિશન પર સુનાવણી કરવા માટે રાજી થયાના કલાકો બાદ તેની રિલીઝ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર ઉમંગ કુમારે જણાવ્યું હતું કે ફિલ્મને ટૂંક સમય બાદ રિલીઝ કરવામાં આવશે. હાલમાં અમે તેની તારીખ જાહેર નહીં કરી શકીએ. વિરોધ વધી રહ્યો છે જેને સમજવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે અભિનેતા વિવેક ઑબેરોય આ ફિલ્મમાં મોદીની મુખ્ય કલાકારની ભૂમિકા ભજવશે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી વડા પ્રધાન બન્યા ત્યાં સુધીની તેમના જીવનની સફર પર ફિલ્મ આધારિત છે. ફિલ્મ સામે અરજી કરનાર કૉંગ્રેસના નેતા અભિષેક માનુ સિંઘવીએ જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષના લોકો દ્વારા પ્રોડ્યુસર થયેલી આ ફિલ્મને કારણે મુક્ત અને પારદર્શક ચૂંટણી યોજવામાં આડઅસર થશે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી સોમવારથી શરૂ થશે. ફિલ્મની રજૂઆત પર દખલગીરી કરવાનો ત્રણ હાઇ કોર્ટે ઇનકાર કર્યા બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. મધ્ય પ્રદેશ, મુંબઈ અને દિલ્હી હાઇ કોર્ટે થોડા દિવસોમાં આવી અરજીઓ રદ કરી હતી.

April 4, 2019
b2-1280x720.jpg
1min14920

જુઓ વિડીયો

આજરોજ તા.4 એપ્રિલ 2019ના રોજ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદતના ત્રણ કલાક પહેલા સુરત કલેક્ટરેટ ખાતે ઉમેદવારી કરવા પહોંચેલા ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો સાથે આવેલા કાર્યકરો વચ્ચે કોઇક મુદ્દે બબાલ થઇ હતી અને જોતજોતામાં બન્ને પાર્ટીના કાર્યકરો મારામારી પર ઉતરી આવ્યા હતા. મારા મારી એટલી હદે થઇ હતી કે મહિલા કાર્યકરો સમેત અનેક લોકોના કપડા પણ ફાટી જવા પામ્યા હતા. બન્ને પાર્ટીના કાર્યકરોએ એક બીજાને જે આવ્યું તે મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન મચેલી ધમાચકડીમાં ભાજપા અને કોંગ્રેસના અનેક મોટા નેતાઓ મામલો થાળે પાડવા માટે વચ્ચે પડ્યા હતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. પોલીસના જવાનોએ વચ્ચે પડીને બાખડી રહેલા બન્ને પાર્ટીના કાર્યકર્તાઓને છૂટા પાડ્યા હતા.

ઘટનાને પગલે કલેક્ટરેટ ખાતે વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ સુરત શહેર ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલાએ પત્રકારોન ેસંબોધતા કોંગ્રેસીઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપાના કાર્યકરો પર પહેલા કોંગ્રેસીઓએ હુમલો કર્યો હતો. તેમણે પોલીસને વિડીયો શૂટિંગના આધારે પગલાં ભરવા માટે પણ જણાવ્યું હતું.

દરમિયાન પોલીસે ભાજપાના બે કાર્યકરોને આ મામલામાં જીપમાં બેસાડવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ભાજપાના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને મામલો ગરમ કરી મૂક્યો હતો. શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાલા, નવસારીના ઉમેદવાર  સી.આર. પાટીલ સમેત આગેવાનોએ મામલો શાંત પાડ્યો હતો. આમ છતાં બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ એક બીજા સામે ઘૂરકીયા કરતા જણાયા હતા. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં પણ કલેક્ટરેટ સંકુલમાં મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો હતો.

April 4, 2019
RBI.jpg
1min15790

આરબીઆઈ દ્વારા આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ભારતના અર્થતંત્રને વેગ આપતી મોનેટરી પોલિસી જાહેર કરી હતી. જેના ભાગરૂપે રેપોરેટ, વ્યાજના દરમાં 0.25 ટકાનો સતત બીજી વાર ઘટાડો કરાયો છે. આ સાથે જ એશિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે ત્રણ મહિનામાં વ્યાજના દરમાં બે વાર ઘટાડો કર્યો છે.

નાણાકીય વર્ષ 2019-20ની સૌ પહેલી મોનેટરી પોલિસીમાં રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં ઘટાડો કરાતા હવે તે 6 ટકા પર આવી ગયો છે. રેપો રેટ એવો દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને નાંણા ધીરે છે.

વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણમાં મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે હાલના નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં જીડીપી ગ્રોથ રેટ 6.8 થી 7.1 ટકા વચ્ચે રહી શકે છે, અને પછીના છ મહિનામાં તે વધીને 7.3 થી 7.4 ટકા થઈ શકે છે.

આ સિવાય ફુગાવાનો દર આ નાણાકીય વર્ષમાં 2.9 થી 3 ટકા આસપાસ રહેશે. ફુગાવો ઘણો નીચો રહેવાની શક્યતા પર આરબીઆઈએ વ્યાજના દર ઘટાડ્યા છે. જ્યારે 2019-20ના છેલ્લા છ મહિનામાં ફુગાવાનો દર 3.5 થી 3.8 ટકા સુધી રહેવાનો અંદાજ રિઝર્વ બેંકે વ્યક્ત કર્યો છે.

આરબીઆઈ આ વખતે પણ વ્યાજના દરમાં ઘટાડો કરશે તેવું નક્કી મનાતું હતું. જો વ્યાજ દરમાં ઘટાડો ન થાય તો પણ તે સ્થિર રહે તેવી પૂરી શક્યતા હતી, કારણકે હાલની સ્થિતિને જોતા રિઝર્વ બેંક કોઈ સંજોગોમાં વ્યાજ દર નહીં વધારે એમ માનવામાં આવી રહ્યું છે.

 

April 4, 2019
social-media-in-education.jpg
1min7230

જયેશ બ્રહ્મભટ્ટ

અગાઉ મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં ચૂંટણી પંચે શિક્ષકો માટે એવી સૂચના જારી કરી હતી કે શિક્ષકો રાજકીય સભાઓ, ચૂંટણી સભાઓમાં જઇ શકશે નહીં કે ભાષણ કરી શકશે નહીં હવે શિક્ષકો માટે એવી સૂચના બહાર પાડવામાં આવી છે કે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર શિક્ષકો કોઇપણ પ્રકારની રાજકીય પોસ્ટ મૂકી શકશે નહીં. શિક્ષકો બહોળા વર્ગના લોકોને પ્રભાવિત કરી શકે છે. શિક્ષકોના વિદ્યાર્થીઓ ભલે મતદારો ન હોય પરંતુ, તેઓનો પ્રભાવ વાલીઓ-મતદારો પર જોવા મળે છે અને તેમની પોસ્ટથી તેઓ પ્રભાવિત કરી શકે તેમ હોવાથી શિક્ષકોને રાજકીય પોસ્ટ મૂકવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

ગુજરાતમાં આવી કોઇ સૂચના ચૂંટણી પંચે જારી કરી હોય તેવી જાહેરાત કરવામાં આવી નથી.

(સિમ્બોલિક ફોટો)

શિક્ષકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ

મહારાષ્ટ્ર રાજ્યની વાત છે. રાજકીય પક્ષની સભામાં ઉપસ્થિત રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ચૂંટણી પંચે હવે શિક્ષકોને સોશિયલ મીડિયા પર રાજકીય પોસ્ટ નાખવા પર રોક મૂકી છે. આ અંગેની સૂચના લાતુર લોકસભા મતદારક્ષેત્રના ચૂંટણી અધિકારીએ બહાર પાડી છે. તેને કારણે શિક્ષકોના અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગામ મૂકવાનો આ પ્રયત્ન હોવાનો મત શિક્ષણ ક્ષેત્ર દ્વારા વ્યકત થઇ રહ્યો છે. દેશના પ્રત્યેક નાગરિકને કોઇને કોઇ પક્ષને મતદાન કરતો હોય છે. તેમાં શિક્ષકોનો પણ સમાવેશ છે. એવામાં શિક્ષકો પ્રચાર સભામાં હાજરી આપે અથવા એકાદી પોસ્ટ સોશિયલ મીડિયામાં નાખે એમાં વાંધો શું છે? એવો સવાલ શિક્ષકો ઉપસ્થિત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના લાતૂરમાં જારી કરવામાં આવેલી આ સૂચનાના સમચાર સમગ્ર ભારતમાં એટલા વાઇરલ થયા છે કે શિક્ષકોમાં તો આ મુદ્દે ભારે ગરમાગરમી છે. શિક્ષકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગામ સમાન આ ઘટના કમનસીબ ગણાવાય રહી છે.

April 4, 2019
Election-Duty.png
1min7380

‘ઇલેકશન ડ્યૂટી’ ખાનગી શાળાના શિક્ષકોને લાગુ થતી ન હોવાની કબૂલાત કેન્દ્રીય ચૂંટણી પંચે બુધવારે તા.3 એપ્રિલ 2019ના રોજ મહારાષ્ટ્ર-મુંબઇ હાઈ કોર્ટેમાં કરી હતી, પરિણામે ખાનગી શાળાના શિક્ષકોને મોટી રાહત મળી છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન ખાનગી સ્કુલોના શિક્ષકોને તેમજ બિન અનુદાનિત શાળાઓના શિક્ષકોને આડેધડ રીતે ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી હતી, જેની સામે મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષક મહાસંઘે દાખલ કરેલી અરજી પર ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ મનોજ સંકલેની ખંડપીઠ સામે સુનાવણી શરૂ હતી.

ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્યભરના સરકારી કર્મચારીઓ સાથે શિક્ષકોને પણ ચૂંટણી પંચ કામે લગાડે છે. આ વખતે પણ ચૂંટણી પંચે બિન અનુદાનિત શાળાના પહેલાથી ચોથા ધોરણના શિક્ષકોની યાદી માગી હતી. તેના વિરોધમાં બિન અનુદાનિત શાળા મહાસંઘે મુંબઈ
હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. નિયમ અનુસાર માત્ર અનુદાનિત શાળાના શિક્ષકોને જ ચૂંટણીના કામ માટે બોલાવી શકાય છે, કારણ કે આ શાળાને સરકાર પાસેથી અનુદાન મળે છે. જોકે, દર વર્ષે ખાનગી શાળાના શિક્ષકોને પણ ચૂંટણીના કામમાં ઘસેડવામાં આવે છે, તે ખોટું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.

April 4, 2019
Gujarat-University.jpg
1min13070

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી વિદ્યાર્થિનીની અધ્યાપક ડૉ. વશિષ્ઠ ભટ્ટે કરેલી જાતીય સતામણીની ફરિયાદનો તપાસ રિપોર્ટ ઇન્ટરનલ કમ્પેલન કમિટીએ બુધવારે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરતાં આ રિપોર્ટના આધારે તેમની સામે એકશન લઈ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

એક વિદ્યાર્થિનીએ ડૉ. ભટ્ટ સામે કરેલા આરોપો સાચા સાબિત થતાં હોવાનું આઈસીસીને માલૂમ પડ્યું હતું. જેને પગલે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. રિપોર્ટ અનુસાર પ્રોફેસર જમ્યા બાદ રૂમમાં જતાં સીસીટીવીમાં દેખાયા હતા. જેમાં તેઓ બે વિવિધ કેટેગરીના રૂમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેેખનીય છે કે, તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થિનીઓએ અભ્યાસ કરવાનો ઈનકાર કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઑફ સાયન્સ કેમિસ્ટ્રીની પીએચડી.ની વિદ્યાર્થિની સાથે ડૉ. વશિષ્ઠ ભટ્ટે જાતિય સતામણી કરી હોવાની ફરીયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ ફરિયાદ કરી હતી. જાતીય સતામણીની ફરીયાદ બાદ ઇન્ટરનલ કમ્પલેન કમિટીએ હાથ ધરેલી તપાસ પૂર્ણ કરી તેનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં બુધવારે રજૂ કરવામાં આવ્યો હતો જેને લઈને નિયત માર્ગદર્શિકા અનુસાર દોષિતની સામે કડકમાં કડક કાર્યવાહી નિધાર્રિત કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી.

April 4, 2019
gujarat_map-1280x1023.png
1min7180

ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે યોજાનારી ચૂંટણીના મતદારોમાં છેલ્લા થોડા દિવસેમાં જ 6 લાખ થી વધુ નવા મતદારોનો ઉમેરાયા છે.

લોકસભા 2019ની ચૂંટણીમાં હવે કુલ 4.51 કરોડ મતદારો મતદાન કરી શકશે. ગુજરાતની અદ્યતન મતદાર યાદીમાં 2.34 કરોડ પુરૂષ અને 2.16 કરોડ મહિલા તથા 990 થર્ડજેન્ડર મતદારોનો સામાવેશ થાય છે.

સૌથી વધુ મતદારો નવસારી મતવિસ્તારમાં 19.71 કરોડ અને સૌથી ઓછા ભરૂચ મતવિસ્તારમાં 15.64 કરોડ મતદારો નોંધાયા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી -2019 દરમ્યાન ઉપયોગમાં લેવાનાર મતદારયાદીમાં પુરુષ મતદારો 2,34,28,119 અને સ્ત્રી મતદારો 2,16,96,571 છે જ્યારે ત્રીજી જાતિના 990 મળીને કુલ મતદારો 4,51,25,680 નોંધાયા છે.

તા. 01.01.2019ની લાયકાતની તારીખ સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા. 01-09-2018 ના રોજ મતદાર-યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતા. તેમજ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા.31.01.2019 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી અને પુરવણી-1 તૈયાર કરવામાં આવી હતી. તા. 01.09.2018 ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દાની સ્થિતિએ મતદારો જોઇએ તો 2,29,18,894 પુરુષ મતદારો, સ્ત્રી મતદારો 2,11,55,545 અને ત્રીજી જાતિના 834 મતદારો નોંધાયા હતા.

આમ કુલ મતદારો 4,40,75,273 હતા. ત્યારબાદ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 દરમ્યાન પુરવણી-1માં ઉમેરાયેલા મતદારો (તા. 01-09-2018 થી તા. 31.01.2019 દરમ્યાન) જોઇએ તો પુરુષ 3,37,61 સ્ત્રી 3,33,069 અને ત્રીજી જાતિના 219 મળીને કુલ મતદારો 6,70,906 ઉમેરાયાં

April 4, 2019
paresh_dhanani-1280x720.jpg
1min8710

કૉંગ્રેસ હાઇકમાન્ડ અને ખાસ કરીને રાજ્ય પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત પડકાર આપવા માટે જોરદાર ‘હોમવર્ક’ કર્યું હોવાનો અણસાર આવે છે. એમાં પણ ખાસ કરીને અમરેલી, ભરૂચ અને ભાવનગર બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને રાજીવ સાતવે એક કાંકરે સંખ્યાબંધ પક્ષીઓ મારવા મહેનત લીધાનું મનાય છે.

અમરેલી બેઠક પર રાજ્ય વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારીને એક કાંકરે અડધો ડઝન ખેલ પાડ્યાનું મનાય છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે એકવાકયતાના અભાવના ઘણા કિસ્સાઓ જાહેર થયાનું મનાય છે ત્યારે

સૌ પ્રથમ તો અમરેલી જિલ્લામાં હાલ કૉંગ્રેસ માટે સૌથી વધુ કદાવર આગેવાન પરેશ ધાનાણી ગણાય છે. અહીંની બેઠકમાં અડધો ડઝન મૂરતિયાઓએ ટિકિટને પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવ્યાનું નજરે પડતું હતું.

ધાનાણીને મેદાને ઊતારીને તમામ ટિકિટવાંચ્છુઓને તેમના વિસ્તારમાં કૉંગ્રેસને લીડ અપાવવા માટે કામે લાગી જવાની સૂચના આપી દેવાઈ હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ એ પણ જોવા માગે છે કે અમરેલીમાં ધાનાણીની સ્વીકૃતિ કેટલી? ધાનાણીને વિધાનસભામાં સમગ્ર ગુજરાતની જવાબદારી સોંપાઈ છે ત્યારે સ્વગૃહે ધાનાણી કેટલા તાકાતવર?

જો પરેશ ધાનાણી લોકસભામાં જીતીને સાંસદ બને તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા વચ્ચેના ગજગ્રાહનો અંત આવે.

અન્ય વિધાનસભ્યને વિપક્ષી નેતા બનાવી શકાય.

આ ઉપરાંત અમરેલી વિધાનસભા બેઠક ખાલી થાય અને તેમાં પોતાનો ચાન્સ લાગે તે માટે અમરેલીના કૉંગ્રેસીઓ કૉંગ્રેસને જીતાડવા તનતોડ પ્રયાસો પણ કરશે.

અમરેલી ધારાસભા બેઠક ખાલી થાય તો પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડીને પોતાની સત્તા લાલસા સંતોષી શકાય તે માટે રાજકારણના કાવાદાવા સ્વરૂપે ભાજપના પણ અમૂક ખેરખાંઓનો પરેશ ધાનાણીની જીત માટે આડકતરી મદદ મળવાની કૉંગ્રેસ આશા સેવે તે પણ સ્વભાવિક છે. આમ, આ રીતે જોતા મહારાષ્ટ્રમાં ગત લોકસભા બેઠકનાં માત્ર બે બેઠકો કૉંગ્રેસ જીતી હતી તેમાનાં એક વિજયી સાંસદ એવા રાજીવ સાતવ રાજકારણના ગણિતમાં માહિર છે. તેમની ચાણકય નીતિ આ વખતની લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગીમાં સ્પષ્ટ નજરે પડે છે.

April 4, 2019
kamlesh_bassi.jpg
1min17450

કમલેશ બસ્સી નામની ભારતીય મૂળની 58 વર્ષીય મહિલા પોતાને મેડિકલ ડૉક્ટર, નર્સ, ઑક્યુપેશનલ થૅરપિસ્ટ, ફિઝિયૉથેરપિસ્ટ, ઑસ્ટિયૉપેથ અને હાડવૈદ્ય જેવી વિવિધ ઓળખ આપીને બ્રિટનમાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોને ઠગતી પકડાઇ ગઇ છે અને વૉરવિક ક્રાઉન કૉર્ટે તેને આવા સાત કિસ્સામાં દોષી ઠેરવી હતી.

કમલેશ બસ્સી પોતાને મેડિકલ પ્રૉફેશનલ ગણાવીને વૃદ્ધોની સાથે છેતરપિંડી કરતી હતી. તે મસાજ અને ઘરેલુ કામકાજમાં મદદની પણ ઑફર કરતી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સમાંની ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસના વકીલ હેના સિડવેએ જણાવ્યું હતું કે કમલેશ બસ્સી ઇરાદાપૂર્વક વૃદ્ધોને પોતાના શિકાર બનાવતી હતી. તે આવા લોકોનો વિશ્ર્વાસ મેળવીને તેઓના ઘરમાં ઘૂસી જતી હતી અને લોકોના જાન જોખમમાં મૂકતી હતી.

કમલેશ બસ્સીએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. તેને દોષી ઠેરવ્યા બાદ કસ્ટડીમાં રખાઇ છે. તેની સજાની સુનાવણી પાંચમી મેએ કરાશે.

April 4, 2019
home.png
1min15680

ઓછા વ્યાજદર અને સ્થિર ભાવને લીધે મુંબઇ દેશના સાત મુખ્ય શહેરોમાં ઘર ખરીદવા સસ્તા હોવાનો મત એક સંસ્થાએ જાહેર કર્યો હતો.

સંસ્થાના વાર્ષિક અહેવાલ પ્રમાણે 2018માં ઘર ખરીદવા માટે સૌથી વાજબી શહેર હૈદરાબાદ હતું, ત્યારબાદ કોલકાતા અને પૂણેનો આવ્યો હતો.

આ સર્વેક્ષણ 2011થી 2018 વચ્ચે સાત શહેરો (મુંબઇ, દિલ્હી એનસીઆર, બૅંગલુરુ, ચેન્નઇ, પૂણે, હૈદરાબાદ અને કોલકાતા)માં ગૃહ ઋણ માટેનો વ્યાજદર, સરેરાશ કૌટુંબિક આવક અને 1000 સ્કે. ફૂટ ઘરના ભાવના આધારે કરવામાં આવ્યું હતું.

સર્વેક્ષણમાં એ જોવામાં આવ્યું હતું કે આ સાતેય શહેરોમાં સરેરાશ કૌટુંબિક આવક સાથે ઋણ લઇને લોકો એ વખતના 1000 સ્કે. ફૂટના ઘર ખરીદી શકે એમ હતું કે નહીં અને એવું જણાયું હતું કે ફક્ત 2013માં હૈદરાબાદમાં જ એવી સ્થિતિ હતી. જોકે, 2018 સુધીમાં મુંબઇને બાદ કરતા બાકી બધા જ શહેરોમાં ઋણ લઇને ઘર ખરીદી શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વાજબી ગૃહ ઋણ અને સ્થિર ભાવની મદદથી 2014 બાદ શહેરોમાં ઘર ખરીદી શકાય એવી સ્થિતિ ઊભી થઇ હતી. સંસ્થાના મતે આવતા ત્રણ વર્ષ સુધી આ સાતેય શહેરોમાં ઘર ખરીદવાની ક્ષમતામાં વધારો નોંધાશે.